________________
મ.સા. ઃ ગોભદ્રમુનિનો દાખલો. ચંડકોશિયાના પૂર્વભવમાં તેમણે (ગોભદ્રમુનિએ) મહાત્માનો પરિચય થતાં વૈરાગ્યપૂર્વક સંયમ સ્વીકાર્યું. વર્ષો સુધી નિર્મળ ચારિત્ર પાળ્યું. કમનસીબે એક વા૨ રસ્તા પરથી જઇ રહ્યા છે અને સાથે બાલમુનિ છે. ત્યારે રસ્તા પર નાની નાની હજારો દેડકીઓ છે. તેમાંની એક દેડકી પગ નીચે ચગદાઇ ગઇ. બાલમુનિની ચકોર નજર ગઇ. મહારાજ સાહેબને કહે છે, તમારા પગ નીચે દેડકી ચગદાઇ ગઇ. પણ આગળ નીકળી ગયા છે. પેલા મહાત્મા પણ જોઇને ચાલનારા જ મહાત્મા છે. એટલે કહે છે કે રસ્તામાં આટલી બધી દેડકીઓ પડી છે તે મેં મારી છે? કોઇએ મારી હશે મારે શું લેવાદેવા? બાલમુનિએ નજરે જોયેલું એટલે સાચું માનતા નથી. અંદ૨માં કચવાટ રહે છે. ઉપાશ્રયે પહોંચ્યા. ગુરુ સામે ગોચરી આલોવે છે. પેલા બાલમુનિ પાછા કહે છે કે પેલી દેડકીની આલોચના કરો; એમ કહી પાછી વાત કાઢી. સાંજે પ્રતિક્રમણ કરવા બેઠા. બાલમુનિ પાછું યાદ કરાવે છે. મહાત્માને ગુસ્સો આવ્યો. તમને પહેલી વારમાં જ ગુસ્સો આવે કે આટલી વાર પછી ગુસ્સો આવે? મહાત્મા વિચારે છે કે, આ આમને આમ કેડો નહિ છોડે. બાલમુનિને સીધા કરવાનો ભાવ છે. દંડો લઇ પાછળ દોડ્યા, પણ પેલા સરકી ગયા. મહાત્મા તો થાંભલા સાથે અથડાયા. મનમાં મારવાનો વિચાર છે, તે પણ સાધુને મારવાનો અને તે પણ લાકડી સાથે. ત્યાં ને ત્યાં આયુષ્ય/ગતિ બંધાઇ. છતાં જ્યોતિષ વિમાનમાં ગયા. કેમકે તે વખતે પણ શુભ લેશ્યા હતી. તમે શું માનો ? નવકાર ગણતાં ગણતાં જાય, તો દેવલોકમાં જાય. આ મહાત્માને ભલે ગુસ્સો આવ્યો છે પણ શુભ લેશ્યા હતી. મહાત્મા તરીકે ઉત્તમ પ્રકૃતિ/ વૃત્તિ છે. આ મહાત્મા ધર્મના પ્રભાવે દેવલોકમાં નથી ગયા, કારણકે ચારિત્ર ગુમાવ્યું છે. હિંસાના વિચારો આવ્યા, એટલે છઠ્ઠું ગુણસ્થાનક પણ ગયું. વળી તેનું દુઃખ પણ નથી. એટલે મિથ્યાત્વ પણ આવ્યું. પણ શુભ લેશ્યાના બળથી સદ્ગતિમાં ગયા.
સભા : દ્રવ્યદીક્ષા તો ખરીને?
મ.સા. : દ્રવ્યદીક્ષા અને તેનાં પરિણામો પણ કારણ છે, પરંતુ ગુણસ્થાનક અને અહિંસા મહાવ્રત પણ ગયું છે.
સભા ઃ દ્રવ્યથી પણ મહાવ્રત ગયું છે?
મ.સા. : હા, પણ બીજાં મહાવ્રતો છે. જરા પણ દ્રવ્યવિરતિ ન્હોતી એવું ન કહેવાય. એકવાર તો દેવલોકમાં પહોંચી ગયા. ત્યાં સાવધાન થઇ ગયા હોત તો હજી ચઢત, પણ ત્યાં પણ સાવધાન ન થયા, એટલે પછી ચંડકોશિયાના ભવમાં જવું પડ્યું છે. હવે ઘણા જીવો જન્મથી જ ઉત્તમ વૃત્તિઓથી શુભ લેશ્યામાં હોય. ઘણાને ખબર પડે કે અશુભ લેશ્યા છોડવા જેવી છે, દુર્ગતિનું કારણ છે, તો તે પ્રયત્નથી અશુભ છોડી શુભમાં ગોઠવાય.
સભા ઃ અશુભ લેશ્મા છોડવા શું પ્રયત્ન કરવાનો?
સદ્ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only.
૪૨ ૫૮
www.jainelibrary.org