________________
લાગે છે? ભગવાનની જે અવસ્થા છે તે તમારા માટે અગવડતાવાળી છે કે સગવડતાવાળી છે? ન ફાવે તેવી અવસ્થા છે ને? આક્ષેપ નથી કરતો. તમારા મનને ઢંઢોળવા માટે આ બધી વાતો કરું છું. ભગવાને જે ત્યાગ કર્યો તે ત્યાગનો પડછાયો પણ તમારે નથી જોઇતો ને? આધ્યાત્મિક દૃષ્ટિ આવવી ઘણી જ મુશ્કેલ છે. માટે જેને સંસાર પર વૈરાગ્ય ન જન્મે તે ભગવાનની પૂજા કરે તો પણ અધ્યાત્મ ન આવે. હા, તે ધાર્મિક બને તે શક્ય છે. માટે ધાર્મિક બને તે સારો પણ અધ્યાત્મ ન પામે ત્યાં સુધી અમે એને નીચો જ કહીએ. ધાર્મિકતા કરતાં આધ્યાત્મિકતા અનંત ગણી ઊંચી છે.
તા. ૧૦-૬-૯૬, સોમવાર.
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રના આત્મિક ઉત્થાન માટે આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
વ્યાખ્યાન:
ધર્મ એ મુખ્યત્વે આત્માને લક્ષ્યમાં રાખી કલ્યાણની વાતો કરે છે. સંસારમાં ભૌતિક વિકાસ પૌદ્ગલિક વિકાસની વાતો જ આવશે, ધર્મક્ષેત્રમાં આત્માની વાતો આવશે. ધર્મ તમારા અસ્તિત્વનો જ વિચાર કરે છે. માટે તમારો વિકાસ, તમારી પ્રગતિ કેમ થાય તે બતાવવું તે જ ધર્મનું કામ છે. સંસારમાં તમારા વિકાસની વાતો નહિ આવે, બધે જડ પદાર્થના વિકાસની વાત આવશે. સંસારમાં તમને છોડીને બધાની ચિંતા છે. શ૨ી૨, સમાજ, પરિવાર, કુટુંબ બધામાંથી તમને રદબાતલ કરી બાકીની આખી દુનિયા તે સંસારનો વ્યાપ છે. જ્યારે ધર્મના ક્ષેત્રમાં મહાપુરુષો કહે છે કે બીજું બધું છોડો, તમારી વાત કરો. તમારું શું? આત્માનું શું? શું કરશો તો આત્માનું ઉત્થાન/વિકાસ થશે? આત્માના વિકાસથી જ આ ધર્મનો પ્રારંભ થાય છે અને આત્મવિકાસ ન
ગમે તેવા લોકો હકીકતમાં ધર્મ કરતા જ નથી. આત્મરસિક નથી બન્યા ત્યાં સુધી ધર્મ ગમશે નહીં. આત્મરસિક જીવનો આત્મકલ્યાણ કરવાનો વિકાસક્રમ તેને જ ગુણસ્થાનક કહે છે. એ આત્મવિકાસનો આખો ક્રમ-માર્ગ, તેનાં એક પછી એક પગથિયાં છે, જેનો સંક્ષેપમાં સમાવેશ કરીને એકથી ચૌદ ગુણસ્થાનક કહ્યાં છે. જેમાં બીજું, ત્રીજું, અગિયારમું એ ત્રણ ગુણસ્થાનક આધ્યાત્મિક વિકાસમાં આડરસ્તા જેવાં છે. વિકાસ ખરો પણ સાઇડમાં થતો વિકાસ. સડસડાટ ચઢવામાં બીજું, ત્રીજું, અગિયારમું ઉપયોગી નથી. હવે સડસડાટ મોક્ષે જાય તે બધા માટે બાકીનાં અગિયાર પગથિયાં ચડવાનાં. સડસડાટ મોક્ષે જનારે બીજા, ત્રીજા, અગિયારમા ગુણસ્થાનકમાં પ્રવેશ ક૨વાની જરૂર નથી. દા.ત. પૂ. મરુદેવામાતા આ ત્રણને સ્પર્શ કર્યા વિના જ મોક્ષે પધાર્યાં. વળી તે ત્રણ તો પડતાને અથવા તો આડાઅવળા મોક્ષે જનારને જ આવે, પરંતુ વિકાસક્રમમાં અગિયાર પગથિયાં તો બધાંને અનિવાર્યપણે પામવાં પડે. આ પગથિયાંમાં આત્માના ગુણો છે તે સર કરવા જ પડે. ત્રણ કાળમાં, ત્રણ લોકમાં, જૈન કે જૈનેતર સર્વે માટે મોક્ષે જવા માટેનો રસ્તો તો આ જ છે. જૈનતરો ત્યાં રહીને પણ આ રસ્તે જ મોક્ષ પામે. આત્મકલ્યાણ કરવા માટે અધ્યાત્મની ભૂમિકા સિદ્ધ કરવી પડશે. સદ્ગતિ તમારાં હાથમાં !
૬૨
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org