________________
સદ્ગતિનું ત્રીજું કારણ ઃ
(૩) શુભ લેશ્યા :- સતિનાં પહેલાં ત્રણ કારણમાં ધર્મ સાથે સીધા કાંઇ લેવાદેવા નથી. ધર્મશૂન્ય જીવ પણ ત્રણ કારણથી સદ્ગતિ પામી શકે છે, જ્યારે બીજા ત્રણમાં ધર્મનું જોડાણ છે. ધર્મ વિના શુભ ધ્યાન, ગુણસ્થાનક કે દ્રવ્યવિરતિ ન પામી શકે. અમારી દૃષ્ટિએ ટોપ લેવલનું કારણ ગુણસ્થાનક છે, જેમાં આત્મકલ્યાણ અને સદ્ગતિ બન્ને સમાયેલાં છે. બાકીના પાંચમાં આત્મકલ્યાણ થાય કે ન પણ થાય, જ્યારે ગુણસ્થાનક પામેલો જીવ નિયમા આત્મકલ્યાણ કરી શકે છે, પણ ગુણસ્થાનકનો વિકલ્પ અઘરો છે. સહેલામાં સહેલું કારણ દ્રવ્યવિરતિ છે. પણ ગુણસ્થાનક જેવા લાભ બીજા કોઇ કારણમાં નથી. ઘણું વાંચો તો પણ ન મળે તેવું ક્રીમ(સાર) તરીકે તમને સીધું મળી જાય છે. ઘણા જીવોમાં કષ્ટ વેઠવાની તૈયારી નથી. વેઠવાનું આવે તો આકુળ-વ્યાકુળ થઇ જાય. તે કાંઇ અકામનિર્જરા કરી ન શકે. વળી મંદકષાય માટે જોઇએ એટલો સ્વભાવ શાંત થયો ન હોય, તો તે જીવો મંદકષાયરૂપ કારણમાંથી નીકળી જાય. તેઓ આમાં શુભ લેશ્યામાં આવી જાય. ઘણાની વૃત્તિઓ ખરાબ હોય. કોઇકના ઘરમાં બગાડ થતો હોય તો એને અસર થઇ જાય. બસ વૃત્તિ જ ખરાબ છે. દા.ત. કોઇ નોકર એના માલિકની ગેરહાજરીમાં કાંઇ ખાઇ લે અને પેલાની નજર પડે તો સહન ન થઇ શકે. માલિકને વાંધો પણ ન હોય. અસહિષ્ણુતા માયાવીપણું/વક્રતા/સંક્લિષ્ટતા; આવી વૃત્તિઓ અશુભ છે. જ્યારે ઘણા ઉદાર વૃત્તિવાળા હોય. જતું કરવામાં વાંધો ન આવે. પણ સ્વભાવ સ્ટ્રેઇટ ફોરવર્ડ(સરળ) ન હોય. ઘણી વાતો કહેવામાં નુકસાન-વાંધો પણ ન હોય, છતાં એમની પાસેથી સાચી વાત જાણવા ઊલટ તપાસ લેવી જ પડે. ઘણાં નાનાં છોકરાં બહાર તોફાન કરીને આવી ઘરમાં ગુપચુપ બેસી જાય. વક્ર સ્વભાવ ખરો ને? જ્યારે ઘણાં કહી દે કે બહાર હું આવું કરીને આવ્યો છું.
સભા ઃ જમાના પ્રમાણે સ્વભાવ બદલવો પડે ને?
મ.સા. : તમે જમાના પ્રમાણે સ્વભાવ બદલશો પણ કર્મસત્તા કોઇની શરમ નહીં રાખે. કર્મ નહીં કહે કે આ જમાનામાં જન્મ્યા હતા એટલે ગુનો માફ. ધણાની વૃત્તિ જ એવી કે સીધો જવાબ જ ન આપે. ઘણાને કામ સોંપો તો બહાનું કાઢશે. અહીં વાતવાતમાં કોઇકને છેતરવાની વૃત્તિઓ આવશે, એટલે કર્મબંધ ચાલુ રહેશે. તમારો દીકરો નાનો હોય અને બહાર જવું હોય અને દીકરો પૂછે તો શું કહો? ડોક્ટર પાસે જાઉં છું. એટલે પેલો સામેથી કહી દે કે મારે નથી આવવું. આવું તમે બે ચાર વખત કહો, એટલે પેલો સમજી જાય કે મને ન લઇ જવો હોય ત્યારે પપ્પા ડોક્ટરને ઘરે જાઉં છું, એમ કહી દે છે. પછી તમારા પર વિશ્વાસ રહે? અશુભ લેશ્યાવાળો જીવ સારો ધર્મ કરતો હોય તો પણ અશુભ લેશ્યાથી પાપ બંધાયા કરે. શુભ લેશ્યાવાળો જીવ પાપ કરતો હોય તો પણ શુભ લેશ્યાથી ચોવીસ કલાક પુણ્ય બંધાતું હોય.
સભા ઃ શુભ લેશ્યાવાળાનાં દૃષ્ટાંત છે? સદ્ગતિ તમારા હાથમાં!)
Jain Educationa International
For Personal and Private Use Only.
(૫૬)
www.jainelibrary.org