________________
તમારા પર કંટ્રોલ ન હોય, બધી સગવડતા મળી હોય, પછી કેવો સ્વભાવ હોય તે વિચારવું. અત્યારે તમારો જે સ્વભાવ છે તે ઓરીજીનલ વાસ્તવિક સ્વભાવ નથી. ઘણો ઘડવો પડ્યો છે. તમે આજે હીરાના હાર નથી પહેરતા તેમાં કારણ તમને સાદગી ગમે છે માટે નથી પહેરતા?
સભા મળતા નથી માટે. શાલિભદ્રને રોજ પેટીઓ ઊતરતી. મ.સા. તે સાંભળી તમને મોંમાં પાણી છૂટે છે ને? યુગલિકમાં આ નથી. જેટલું માંગે તેટલું મળે તેમ છે, પણ તેઓને બે જોડી મળી જાય પછી માંગે નહીં.
સભા કેમકે તેમને ખબર છે કે માંગીશું ત્યારે મળશે જ. મ.સા. એવું નથી. યુગલિકની જગાએ તમે જન્મ્યા હો તો કલ્પવૃક્ષનાં મૂળિયાં ઊખેડી નાંખો. કલ્પવૃક્ષને પણ થાય કે કોઈ અકરાંતિયો આવી ગયો છે. તમને થોડું મળે ને સંતોષ થઇ જાય એ શક્ય જ નથી.
સભા અમે પણ પુણ્ય તો બાંધ્યું હશે ને? મ.સા. હા, ત્યારે તો સદ્ગતિ મળી હશે ને?
સભા આ વૃત્તિઓ ક્યાં ગઈ? મ.સા. ? અત્યારે ગઈ. પાછું સદ્ગતિમાં જવાનું હશે ત્યારે તે વૃત્તિઓ ખીલશે. આ બધા ઔદયિક ભાવના જ પરિણામો છે, પણ શાસ્ત્રમાં સગતિના કારણે તેની નોંધ લીધી છે. માટે અમારે outline(રૂપરેખા) આપવી પડે છે. અત્યારે સંગ્રહવૃત્તિ કેટલી છે તે ખબર પડે છે? ઘણાને તો ધૂળનો ઢગલો કમ્પાઉન્ડમાં પડ્યો હોય અને પડોશી બે તગારાં ઊપાડી જાય તો પણ તરત અસર થાય. કમ્પાઉન્ડમાં ડબલું પડ્યું હોય તો?
સભા : અમને પૂછીને લઈ જાય તો વાંધો નહીં. મ.સા. ઃ તો યે ન આપો બાપા! તે પણ તમે કચરાવાળાને આપી પૈસા લો એવા છો. જૂનાં કપડાં પણ વેચી દો છો ને? કે કોઈ ગરીબને આપો?
સભાઃ જૂનાં કોઇને ન અપાય ને? મ.સા. ના. અનુકંપાબુદ્ધિથી ગરીબને અપાય, વાંધો નહીં. માટે અત્યારે એવો કોઇ મનુષ્ય પ્રકૃતિથી મંદકપાયવાળો હોય તો તેની સદ્ગતિની ગેરંટી આપીએ. સદ્દગતિ આવે એટલે આત્માનું કલ્યાણ થશે એવું નથી, પણ સદ્ગતિમાં કલ્યાણ સાધવાની તક છે. તક તરીકે એક ચાન્સ મળે છે. પછી કલ્યાણ પામે કે ન પામે તે તેની લાયકાત પુરુષાર્થ પર આધાર છે.
ટા
મા (સદુ ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org