________________
તરીકે ગુલાબ થશે. પુણ્ય હતું માટે જ સારા રૂપ-રંગ મળ્યા ને?
સભા ઃ નીતિ પણ મંદ રાગ-દ્વેષ હોય તો જ પાળી શકાય ને? મ.સા. : નીતિ પાળવા મંદ રાગ-દ્વેષ જોઇએ તેવું નથી. નીતિ માટે તો નિષ્ઠા જોઇએ. મને કોઇ છેતરે તો મને ન ગમે, તો હું બીજાને છેતરું તે કેમ ચાલે? વગેરે ભાવો હોય. વળી સદ્ગતિ પામવા મંદકપાયની જે તીવ્રતા માંગી છે તે તો ઘણા ઓછામાં હોય. ગઇ કાલના યુગલિકના દૃષ્ટાંતમાં જોયું કે કપાયો કેટલા શાંત હશે કે આખી જિંદગી કોઇને આ વાત કહેતા નથી! આવી ગંભીર વાત પણ બંને જીવનભર ગળી ગયાં! મંદકષાયમાં કષાયો હોય ખરા પણ તેની ચોક્કસ મર્યાદા હોય. દાખલા તરીકે યુગલિકો સુંદર વસ્ત્રો વગેરે આસક્તિ-રાગથી પહેરે છે, પણ બીજાનાં સવાયાં વસ્રો વગેરે જુએ તો પણ ઇર્ષ્યા નહિ થાય. તમે તમારાથી ચડિયાતું બીજાનું કાંઇ જુઓ તો શું થાય? મારે ઓછું છે, એમ અસહિષ્ણુતાનો ભાવ આવે ને? તેઓને પોતાને મળે તેમાં સંતોષ છે. તીવ્ર આસક્તિવાળાને તો ગમ્યું તો મળવું જ જોઇએ અને ન મળે ત્યાં સુધી ચેન ન થાય. આવી તીવ્રતા ઘટી સતત મંદકપાયની માત્રા રહેતી હોય તો સદ્ગતિમાં વાંધો નથી.
સભા : મંદકષાયમાં ક્રોધની માત્રા હોય?
મ.સા. ઃ યુગલિકો કરોડો વર્ષો સુધી સાથે રહે તો પણ એકબીજાને અણગમતું વર્તન કરતા જ નહીં હોય એમ તમે માનો છો? કદાચ વર્તન ન ગમે પણ તે કારણે ક્રોધ વિગેરે થઇ જાય તેવું ન બને.
સભા ઃ વ્યક્ત ન થાય એવું ન બને?
મ.સા. : ના, માત્રા જ ઓછી છે. વ્યક્ત થાય તો પણ અમુક સ્ટેજનું જ હોય. તમારામાં જે સ્ટેજનું વ્યક્ત થાય છે અને સંઘર્ષ થઇ જાય છે, તેવું ન હોય. બાકી તમારે કષાય કરવાની તક ન હોય અને જિંદગી આખી કષાયો દબાવી રાખો તે મંદકષાય ન કહેવાય. અહીં એવું નથી. દા.ત. તમને કોઇ કલા વગેરે આવડતી હોય અને બીજાને ન બતાવો તો શાંતિ થાય? અરે સ્તવન ગાતાં આવડતું હોય અને આદેશ ન મળે તો?
સભા ઃ લાભ ન મળે ને?
મ.સા. : લાભ ન મળે તેનું દુઃખ નથી પણ પોતાની આવડત કોઇને જણાવવાની તક ન મળી તેનો અજંપો છે. લાભ ન મળ્યાનું દુઃખ હોય તો ખૂણામાં જઇ ભગવાન પાસે ગાઇ શકે ને? ગાનારનો મુડ પણ ક્યારે આવે? ૫૦ જણ સામે હોય તો ને? ઘણી વાર શ્રાવકો ધર્મના ક્ષેત્રમાં ભેગા થાય તો પણ ચડભડ થાય. જ્યારે પેલા તો કરોડો વર્ષો સંસારના ક્ષેત્રમાં રહે છે, છતાં કાંઇ બતાવું, મારું બધા માને, તેવા ભાવ જ ન આવે. માટે જ ત્યાં રાજ નથી, બધી પ્રજા છે. તમારે ત્યાં કોર્ટ, જેલો, પોલિસો હોય નહીં તો શું
(૫૩)
સદ્ગતિ તમારા હાથમાં
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org