________________
સદ્ગતિમાં ગયો. ભારે કષ્ટો શાંતિથી વેઠો એટલે અકામનિર્જરા થાય. પણ આ કારણ તમારા માટે કઠણ છે.
સ.ભા : યુદ્ધના મેદાનમાં લડતાં લડતાં ભાવો જાળવી શકાય?
મ.સા. ઃ આ અવસર્પિણી કાળનું મોટામાં મોટું યુદ્ધ કોણિક અને ચેડારાજા વચ્ચેનું થયું. પહેલું-બીજું વિશ્વયુદ્ધ તેની પાસે નાનું. કરોડો ને કરોડો બંને પક્ષે ખપ્યા છે. કોણિકના પક્ષે અન્યાય છે. કોણિકે નાના ભાઇઓ હલ્લ- વિહલ્લને અન્યાય કર્યો છે, એટલે તેઓએ મુંઝાઇને રાતોરાત રાજમહેલમાંથી નાસી જઇ એનાથી બળવાન એવા ચેડારાજા પાસે રક્ષણ માંગ્યું છે. કોણિકે કહેણ મોકલ્યું છે, મારા ભાઇઓ સોંપી દો અને તેઓ જે દેવતાઇ વસ્તુઓ લઇ આવ્યા છે તે આપી દો. ચેડારાજાએ ન મોકલ્યા. યુદ્ધમાં કરોડો ને કરોડો મર્યા છે. બધાને રાષ્ટ્રપ્રેમ હતો. ચેડારાજા પર પણ ભક્તિ હતી. સર્વસ્વનું બલિદાન આપીને રાષ્ટ્રની ખાતર કરોડો મર્યા. છતાં શાસ્ત્ર કહે છે, મર્યા તેમાંથી બે જ સદ્ગતિએ ગયા. એક ચેડારાજા પોતે, બીજો તેમનો સમ્યગ્દષ્ટિ ધર્માત્મા શ્રાવક મંત્રી છે; તે બે જ સદ્ગતિમાં ગયા. એટલે યુદ્ધમાં ભાવ જાળવવા ખૂબ જ મુશ્કેલ છે.
સભા : આ યુદ્ધ ધર્મયુદ્ધ કહેવાય?
મ.સા. : ના, ન્યાય-નીતિ-સદાચાર માટે લડાતાં યુદ્ધો ધર્મયુદ્ધો છે. તે લડનાર યોગ્ય કરે છે તેમ કહેવાય. આમ તો જૈનધર્મ અહિંસામાં માને છે, છતાં તે જ જૈનધર્મ પ્રસંગ આવે ત્યારે લોકદષ્ટિએ પણ હિતાહિતનો વિચાર કરી કહે છે કે, કરોડો દુર્ગતિમાં જતા હોય તો જવા દેવા પણ ન્યાય-નીતિમાર્ગને ક્યાંય ઊણી આંચ આવવા ન દેવી જોઇએ. ચેડારાજાએ કાંઇ ધર્મ ખાતર યુદ્ધ નહોતું કર્યું. ચેડારાજા નમતું જોખે તો ધર્મ નાશ પામવાનો ન હતો અને બંનેને સોંપી દે કે તેમની વસ્તુઓ પાછી આપે તો પણ યુદ્ધ અટકી જાત. પણ ક્ષત્રિય તરીકેનાં કર્તવ્યો ચેડારાજા ચૂકી જાત. કેમકે ક્ષત્રિયમાં નિયમ છે કે પ્રાણના ભોગે શરણાગતનું રક્ષણ કરવું. ક્ષાત્રનીતિને આંચ ન આવે માટે ચેડારાજાએ આ યુદ્ધ કર્યું છે. માટે ચેડારાજાની પણ નિંદા શાસ્ત્રમાં નથી. કોણિકે કહેણ મોકલ્યું છે, કાં તો ભાઇઓ અથવા તો તેઓ પાસેની દેવતાઇ વસ્તુઓ પાછી આપી દો. ચેડારાજાએ પણ કહેવડાવ્યું છે કે, તમે કે આ કોઇ પારકા નથી. ત્રણેય મારા દોહિત્રો છે, બધા પ્રત્યે લાગણી છે. છતાં તમે પણ ક્ષત્રિયો છો, એટલે ખબર છે કે ક્ષાત્રધર્મ શું છે. શરણાગતનું રક્ષણ કરવું તે મારી ફરજ છે, માટે દબાણ નહીં લાવી શકો. ચેડારાજા ત્રિશલામાતાના સગાભાઇ. વળી પાર્શ્વનાથ ભગવાનના શાસનના વ્રતધારી શુદ્ધ સમતિધારી શ્રાવક હતા. તે વખતે ભારતવર્ષમાં તેમનું નામ ગાજતું હતું. છતાં તેમનો ધર્મ સાંભળો તો ખબર પડે. સાત દીકરીઓ છે. છતાં પચ્ચખ્ખાણ હતું કે એકને પણ પરણાવવાનો પ્રયત્ન નહિ કરવો. ક્યારેય ધર્મ, નીતિ, રાષ્ટ્રની રક્ષા ખાતર યુદ્ધ કરવું પડે તો પહેલા વ્રતમાં પચ્ચખ્ખાણ કે શત્રુને એકથી વધુ તીર મારે ન મારવું, તેથી વધારે શસ્ર ચલાવવાં નહિ. કેવા તે ધર્માત્મા હશે! હવે યુદ્ધના મેદાનમાં લડનારા યુવાન જ હોય અને
(૫૧)
સદ્ગતિ તમારા હાથમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org