________________
નથી.
ભૌતિક સુખ જે છે તે બધા દુઃખના પર્યાય જ છે. જેને દેવલોકમાં સુખ દેખાય છે તેને માટે અમે માનીએ કે તે હજી મોક્ષ સમજયો નથી. અને મોક્ષ ન સમજાયો હોય તેને મોક્ષનું આકર્ષણ હોય જ નહિ. અત્યારે મોક્ષ શબ્દ સાંભળતાં મોંમાં પાણી છૂટે છે? મોક્ષની વાત સાંભળતાં શું થાય છે? સંસારમાં હજી ઘણું મેળવવાનું/ભોગવવાનું બાકી છે. પછી છેલ્લે મોક્ષે જઈશું એમ જ થાય છે ને?
સભા : જે લાડવાનો કણિયો ચાખ્યો નથી પછી તેની ઇચ્છા થાય કેમ? મ.સા. શાસ્ત્ર કહે છે કે વર્ષોથી ધર્મ કરનારને પણ આ જ મુશકેલી છે, કેમકે આત્માનું સુખ ચાખ્યું/અનુભવ્યું નથી. જેને જાણકારી અનુભૂતિ/સમજદારી નથી તે વ્યક્તિ મોક્ષને કઇ રીતે મૂલવે ચોવીસ કલાક આત્મા સાથે રહેવા છતાં આત્મા ખાલીખમ છે ને? દુનિયાની બધી મોજમઝા તમને બહાર જ દેખાય છે ને અંદરમાં તો ભેંકાર અંધારું જ દેખાય છે ને? તમને ખૂણામાં બેસાડી કહીએ કે આત્મા સાથે વાત કરો તો મુશ્કેલી આવે ને? હવે જ્યાં સુધી મોક્ષ ન સમજાય ત્યાં સુધી મોક્ષની તાલાવેલી જાગે ક્યાંથી? આત્માના ઉત્થાનમાં આ અગત્યનો સેિન્ટર પોઇન્ટ(મુદો) છે. તે વિષય ક્યારેક લઇશું. અત્યારે સતિની વાત છે. પણ સંગતિને સુખમય જીવન કે કાયમ રહેવા લાયક માનતા હો તો ખોટું છે. હકીકતમાં સગતિ તો હળવા દુઃખવાળી અને ધર્મની સામગ્રી મળે તેવી છે. વળી સીધા મોક્ષમાં જઈ શકાય તેમ નથી માટે જ સંગતિ પસંદ કરવાનો પ્રશ્ન છે. પણ સદ્ગતિ પસંદ કરવા માત્રથી મળી નહીં જાય. ઈચ્છાને યોગ્ય પુરુષાર્થ કરવો પડે. યોગ્ય પુરુષાર્થ માટે શાસ્ત્રો સદ્ગતિનાં છ કારણો બતાવે છે. તે કારણો અકાઢ્યું છે, જે એક વખત પકડ્યું એટલે પછી કામ પૂરું થઈ ગયું, સદ્ગતિની ગેરંટી. વળી છએ છ કારણો અપનાવવાં પડે તેવું પણ નથી. ચાર ત્રણ/બે અરે! ઓછામાં ઓછું એક અપનાવો/સેવન કરો, તો પણ શાસ્ત્રો કહે છે કે આંખ મીંચાયા પછી પરલોકની ચિંતાનું કારણ નથી. મૃત્યુ નિશ્ચિત છે. ક્યારે કેવી રીતે આવશે કોઈને ખબર નથી. ઘણા માને છે મૃત્યુ વખતે જેવા મનોભાવ હશે તેવી ગતિ થશે. માટે માને છે કે મરતી વખતે થોડો ટાઇમ સાચવી લઇશું.
સભા પુણ્યપ્રકાશનું સ્તવન સાંભળી લઇશું. શાસ્ત્ર કહે છે. મ.સા. આ છમાંથી એક કારણ ગોઠવાયું હોય, પછી ગમે તે રીતે મરે, શાસ્ત્ર સતિની ખાતરી આપે છે. તે સિવાય શાસ્ત્ર સદ્ગતિની કોઇ ખાતરી આપતું નથી. કોઈ દાન આપતો આપતો મરી ગયો હોય એટલે મરીને સદ્ગતિમાં જશે એવું નથી; કે કોઇ દુકાનમાં ગલ્લા પર પૈસા ગણતાં ગણતાં મરી ગયો એટલે દુર્ગતિમાં જશે એવું પણ નથી. શાસ્ત્ર તો પૂછશે, છમાંથી એક પણ કારણ હતું કે નહિ? કારણકે સંસારમાં શ્રાવક ચોવીસે કલાક ધર્મઆરાધના કરી જ ન શકે. શ્રાવકજીવનમાં તો અમુક કલાક સાંસારિક પ્રવૃત્તિ રહેશે જ. અને સંસારની પ્રવૃત્તિ તો બધી પાપપ્રવૃત્તિ જ છે. હવે પાપપ્રવૃત્તિ (૪૯)
ક બ (સદ્ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org