________________
તો ઓછા ખરાબને જ પસંદ કરો, તેવું આ છે. દુનિયામાં દુ:ખો જ છે તેવું નથી. પણ ૯૯.૯૯ ટકા અશુભ લેશ્યા, આર્ત્તધ્યાન, સંતાપ, વિષય-કષાય તેનાથી જ આત્મા ઘેરાયેલો છે. નરકના જીવનું મન જ અશુભમાં એવું ઘેરાયેલું છે કે શુભ લેશ્યા, શુભ ધ્યાન વગેરેને કોઇ તક જ નથી. દુનિયામાં બાહ્ય દુઃખો જ છે તેવું નથી, આંતરેક દુઃખોનો પણ કોઇ પાર નથી. આંતરિક દુઃખો અધર્મની નિશાની છે. બાહ્ય દુ:ખ, પછી તે શારીરિક, કૌટુંબિક કે માનસિક હોય પણ તે ભૂતકાળના પાપના વિપાક છે. ભૂતકાળનું પાપ ઉદયમાં આવી હિસાબ લઇ રહ્યું છે. દુઃખ આવે ત્યારે, દુ:ખ પાપથી આવ્યું તે યાદ કરવાનું. તમે આ વાત ભૂલી જાઓ છો, માટે દુઃખના સમયે બીજી નિમિત્તભૂત વ્યકિત પર દ્વેષ થાય છે. પરંતુ વગર પાપે કોઇને દુઃખ આવે તેવો એક પણ દાખલો નથી. ભગવાનને પણ દુઃખ આવ્યું ત્યારે શાસ્ત્રોએ કહ્યું કે ભગવાનના ભૂતકાળના પાપના ઉદયથી દુ:ખ આવ્યું છે. મોક્ષે જનારા બધાને સરખાં કષ્ટો, દુઃખો આવતાં નથી. ઘણાને સુખેન-અવિઘ્નન મોક્ષગામી પણ કહ્યા છે. કોઇ પણ જાતના કષ્ટ વિના સડસડાટ મોક્ષે જાય છે. કારણ પાપનો ઉદય ન હતો. ઘણા અનેક કષ્ટો વેઠી મોક્ષે ગયાના દાખલા પણ મળે છે. એટલે બધા સાધકો સરખી રીતે મોક્ષે જતા નથી. માટે જ્યારે જ્યારે પણ જીવનમાં કષ્ટ આવે ત્યારે ત્યારે તમને પાપ યાદ આવવું જોઇએ. આંતરિક કષ્ટ આવે ત્યારે યાદ આવવું જોઇએ કે, મારા જીવનમાં અધર્મ છે. તે ક્યાં તો અશુભ ધ્યાન, અશુભ લેશ્યા, ખોટા સંકલ્પ-વિકલ્પ, ખોટી મનોદશા, તીવ્ર કષાયોના આવેગ; આ બધાને કા૨ણે માનસિક દુ:ખ ઊભું થતું હોય છે. અમારી દૃષ્ટિએ આ બધો દોષોરૂપ અધર્મ છે. માટે આંતરિક દુઃખ આવે ત્યારે વિચારવાનું કે અધર્મનું તત્કાલ ફળ મળી રહ્યું છે. અધર્મથી પાપબંધ થાય છે અને પાપ દ્વારા બાહ્ય કષ્ટ-દુ:ખ આવે છે, એટલે બાહ્યકષ્ટ તે અધર્મનું લાંબા ગાળાનું ફ્ળ છે; અધર્મનું ઇન્સ્ટન્ટ રીઝલ્ટ(તાત્કાલિક પરિણામ) જીવનમાં આંતરિક અશાંતિ/દુઃખ ઊભાં કરવાં તે છે. આગને અડો તો તત્કાલ દાઝી જાવ, પછી દાઝવાથી લાંબા ગાળે નુકસાન થતાં હોય તે જુદાં. તેમ જીવનમાં અધર્મ સેવ્યો અને તત્કાલ આંતરિક દુ:ખ ન આવે તે ત્રણ કાળમાં શક્ય નથી.
ન
સભા : ઉનાળામાં A/C(એરકંડિશન)માં બેસીએ તો શું દુઃખ? મ.સા. ઃ ઉનાળામાં A/Cમાં બેસતી વખતે આસક્તિથી બેસો છો કે નિર્લેપતાથી?
સભા ઃ આસક્તિથી.
મ.સા. : એટલે A/C પ્રત્યેનો રાગ, આસક્તિ, મમતા છે તે એક પ્રકારનો તલસાટ અજંપો જ છે ને?
સભા : અજંપાનો અનુભવ થતો નથી.
મ.સા. : દાઝ્યા પછી દવા લગાવે તો કહે બળવાનો અનુભવ થતો નથી, તેવી વાત કરો છો. A/C આવ્યાના સમાચાર આવ્યા સાંભળ્યા ત્યારે ઠંડક મનને થઇ કે શરીરને?
૪૭
સદ્ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org