________________
મ.સા. એવું નથી. તીવ્ર કષાય ન હોય, મંદ કષાય હોય તો સદ્ગતિના બંધમાં વાંધો છે જ નહિ. હંમેશને માટે સલામતી હોય તેવા રસ્તા બતાવું છું. કોઈ વ્યક્તિ બજારમાં નવો આવ્યો હોય તેને બરાબર ધ્યાન રાખવું પડે. પણ જે વ્યક્તિ ધંધામાં ગોઠવાઈ ગયેલો હોય, તે બેચાર દિવસ આમ તેમ જાય તો ધંધામાં વાંધો આવે ખરો? તેવી જ રીતે સદ્ગતિનાં છ કારણોમાંથી એક પણ કારણ જીવનમાં ગોઠવ્યું હોય તો તે સેટલ્ડ માણસ કહેવાય. હવે પરલોકમાં ભયચિંતાનું કારણ નથી. આટલું કરવું છે?
સભાઃ તમે કરાવી આપો. મ.સા. પુરુષાર્થ તમારે જ કરવાનો છે. તે કરશો તો જ થશે. અકામનિર્જરા નહીં કરી શકો પણ મંદકષાય તો કરી શકશો. પણ તે સમજી લેવાના. મંદકષાયમાં રાગ-દ્વેષ નહીં જ થાય તેવું નથી, પણ અમુક લિમિટથી વધારે રાગ-દ્વેષ વકરવા ન જોઇએ. યુગલિકને પણ વસ્તુ વગેરેમાં રાગ હોય, પણ બધામાં મર્યાદા હોય. તે વસ્તુના નામથી બીજા સાથે ઝઘડો નહિ કરે. બધા કષાયો હોય, પણ એ પણ મર્યાદાના, કે જેના કારણે ભારે સંઘર્ષો ન જ થાય. તમને બધાની અંદર કોઈ વખાણે તો ગમે ખરું, પણ ક્યાંક કોઈ મહત્ત્વન આપે તો? છંછેડાઈ જાઓ તેવું ન બનવું જોઈએ. તમે ઉશ્કેરાઓ તે શું બતાવે છે? કે આ તીવ્ર કષાયવાળા જીવો છે. તેમના માટે સદ્ગતિ નથી. માટે મંદકષાય જોઇએ.
વ્યાખ્યાન : ૭,
તા. ૯૬.૯૬, રવિવાર
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને જન્મમરણની શૃંખલામાંથી મુક્ત કરાવવા માટે ધર્મતીર્થની સ્થાપના કરે છે.
આત્મા માટે જન્મ લેવો તે સારી વસ્તુ નથી, પણ કર્મને પરવશ હોવાથી , બળજબરીથી જન્મ લેવો પડે છે. હકીકતમાં જો મરજીથી જન્મવાનું હોય તો કોઈ આત્મા
અત્યારની આ જન્મ લેવાની પ્રોસેસ(પ્રક્રિયા) પસંદ કરે જ નહિ. માના પેટમાં જઈ નવ માસ સુધી અશુચિ-મળમૂત્રથી ભરેલા સ્થાનમાં ઊંધા માથે લટક્યા પછી જન્મ લેવાનો. માટે ગમતી ચીજ તરીકે આ પસંદગીની વસ્તુ નથી. સંસારનું સ્વરૂપ જ એવું છે કે ભગવાનને પણ છેલ્લા ભવમાં જન્મવાનો આ જ રસ્તો છે. સર્વ કર્મનો ક્ષય નહીં કરીએ ત્યાં સુધી આવી રીતે જન્મવું પડશે અને જન્મ્યા તેનું મૃત્યુ પણ નિશ્ચિત. મૃત્યુનું કારણ જન્મ, જન્મનું કારણ કર્મ. અકર્માને જન્મ નથી અને જન્મ નથી તેનું મૃત્યુ નથી. જગત આખું મૃત્યુથી ભાગાભાગ કરે છે પણ જન્મથી કંટાળેલા ઓછા. મહાપુરુષો તો ફરમાવે છે કે ખરેખર જન્મથી કંટાળેલા હો તો સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષમાં જલદી પહોંચવું જોઈએ. એટલે પસંદ કરવા લાયક સ્થળ તો મોક્ષ જ છે, પણ એવું આત્મબળ-શક્તિ નથી. સિદ્ધદશા માટે તખ્તો ગોઠવાઈ જતો હોય તો તો પછી ઊંચામાં ઊંચી સદ્ગતિ પણ પસંદ કરવા જેવી નથી. ખરાબ અને ઓછા ખરાબમાંથી પણ કાંઈ પસંદ કરવાનું હોય (સદ્ગતિ તમારા હાથમાં !) ,
(૪૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org