________________
અને ઠંડક કેમ થઈ? દાઝેલા હતા માટે જ ને? દસ લાખની લોટરી લાગ્યાના સમાચાર સાંભળી માનસિક આનંદ થશે. તે કેમ થયો? કેટલા વર્ષોથી પૈસાની તરસ હતી? અંદરમાં કેટલા ટળવળતા હતા? બાકી મને કોઈ કહે, “મહારાજ સાહેબ! તમને લાખ મળ્યા” તો મને આનંદ થાય? ધનની તરસ છે તેને જ ધન મળવાથી આનંદ થાય છે ને? એવા શ્રાવક છે જેને સંતોષ હોય અને પરિગ્રહ પરિમાણ વ્રત લઈ લીધું છે, તેવાને કોઈ કહે પૈસા મળ્યા, તો આનંદ થશે? પણ મજુરને કહે પૈસા મળ્યા તો તેથી પણ અધિક આનંદ થશે, કેમકે શ્રીમંત કરતાં એને અંદર તલસાટાઅજંપો વધારે છે. ઘણાં દુઃખ અંદર છે જ અને દુઃખ હતું માટે જ સુખ થાય છે. લાખ રૂપિયા ન મળવાનું દુઃખ ભોગવી ભોગવીને ઘણા હેરાન થયેલા હતા, માટે લાખ રૂપિયા મળતાં સુખ થયું. A/C વિનાનો ત્રાસ સંતાપ તમે ઘણો વેક્યો છે, માટે A/Cથી આનંદ થશે. તમને લાખ રૂપિયા મેળવતાં જે આનંદ નહીં થાય એના કરતાં કંઈ ગણો આનંદ ભિખારીને થશે. કેમકે તેણે તમારા કરતાં પૈસાનું દુઃખ વધારે વેક્યું છે. જેટલી દુઃખની ક્વોન્ટીટી(જથ્થો) વધારે, તેટલું જ સામે ગેઈન (લાભ) તરીકે સુખ મળવાનું ચાલુ થશે.
સામાન્ય રીતે પાણી પીવાથી જે આનંદ આવે તેના કરતાં ખૂબ તરસ સહન કર્યા પછી પાણી પીશો તો વધારે આનંદ થશે. બાજવાની દાંડી જેવાં ભૌતિક સુખદુઃખ છે. જેટલાં આ બાજુ વજનરૂપે દુઃખ મૂકો તેટલું પેલી બાજુ સામે સુખ મળે. વધારે દુ:ખ મૂકો, વધારે સુખ મળે. ઓછું દુઃખ મૂકો, ઓછું સુખ મળે. જરાયે દુ:ખ ન મૂકો, જરાયે સુખ ન મળે. સંસારની ચડઊતરની નિસરણી એવી છે કે જેટલું ઊતરો તેટલું ચડવું પડે, પણ રહો ઠેરના ઠેર જો તમારે સુખ જોઇતું હોય તો પહેલાં દુઃખમાંથી પસાર થાઓ. આ બધા યુનિવર્સલ લૉ(વૈશ્વિક નિયમો) છે. માથાં પછાડી મરી જાઓ તો પણ ફેરફાર ન થઈ શકે. ડ્રેસીંગ કરવા ગુમડું તો પેદા કરવું પડે ને? વગર ઘાએ શું પાટાપીંડી કરી શકશો? સંસારનાં સુખડ્રેસીંગ જેવાં જ છે, ઘા પહેલાં પાડવો જ પડશે.
આત્માના સુખમાં સ્વતંત્ર સુખ છે. ત્યાં દુઃખસાપેક્ષ સુખની વાત જ નથી. એનું અસ્તિત્વ સ્વતંત્ર છે. નિરપેક્ષ સુખ છે. સંસારનાં સુખો સાપેક્ષ છે. અત્યારે પડછાયો તમારી સાથે વણાયેલો જ છે. તેમ સંસારનું સુખ એ દુઃખનો પડછાયો જ છે. તેથી દુઃખ વગર તેના પડછાયારૂપ સુખ મળે ખરું? સંસારના ભૌતિક સુખમાં નિયમ છે કે પહેલાં દુઃખ ભોગવવું પડે, પછી જ સુખ આવે. તમે આખી દુનિયા ફરો, રાજા, મહારાજા, ચક્રવર્તી અરે! ઇન્દ્રોનાં સુખો લાવો તો પણ વાત આ જ છે. શાલિભદ્રને પણ સુખ ભોગવવું હોય તો પ્રોસેસ(પ્રક્રિયા) આ જ છે.
સભા દેવોને દુ:ખ હોય? મ.સા. ત્યાં દુઃખ ન હોય તો મોક્ષે જવાની જરૂર જ ન રહે. પહેલાં જ કહેલું કે દુર્ગતિઓમાં ભારે દુઃખ છે, સતિઓમાં હળવું દુઃખ છે, પણ સંસારમાં તો દુઃખ, દુઃખ, ને દુઃખ જ છે; ભૌતિક સુખનું સ્વતંત્ર અસ્તિત્વ કોઈ સાબિત કરી શકે તેમ જ સદ્ગતિ તમારા હાથમાં !, ,
, , (૪૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org