________________
પડે. બાકી બધું સુષુપ્ત થઇ અંદરમાં પડ્યું રહે. અંદ૨માં તમારું મોઢું ધોળું કે કાળું છે તે જોવાની જરૂર છે, પણ અંદરનો અરીસો રાખ્યો છે ખરો? તમે તો ખાલી બહારના જ અરીસા રાખ્યા છે ને? પેલા લોકોના જીવનમાં વૈમનસ્ય થયું? શ્રેષ્ઠીપુત્રને તો પત્ની પર શંકા પણ ગઇ, છતાં ગંભીરતા કેટલી? આખી જિંદગીમાં પત્નીને પોતાના શકની ખબર સુદ્ધાં પડવા દીધી નથી.
સભા ઃ મન વાળી લીધું?
મ.સા. ઃ ના, તેણે મન વાળી લીધું નથી. તમારે મન વાળી લેવું પડે. કેમકે તમારે પત્ની વિના ચાલે તેવું નથી. અહીં એવું નથી. મન વાળવું તે તો નિઃસાત્ત્વિકતા/નમાલાપણું છે, તે મંદકષાય નથી. તમે તો ધરવાળાને છોડી શકો તેમ નથી. અપેક્ષાઓ આસક્તિઓના કારણે ખામી ચલાવી લો છો.
સભા : ન ચલાવીએ તો ભડકો થાય.
મ.સા. ઃ તમારામાં અપેક્ષા ન હોય તો બધી ખામીઓનો ઉકેલ લાવી શકો તેમ છો. બન્નેને અપેક્ષાના કારણે મજબૂરી છે ને? સત્ય કહેવા જાવ તો તમારી નબળાઇ હોવાથી કહી શકો તેમ નથી. બાકી તો.બધા ઉપાય છે. પણ તમનેય અપેક્ષાઓ છે, એટલે તમારો હાથ પણ દબાયેલો છે. આ તો પત્ની વિના ચેનથી જીવી શકે તેમ છે, છતાં વિચારે છે કે સંસારનું સ્વરૂપ જ આવું છે કે, આવી સુશીલ પત્નીમાં પણ આવી ખામી આવી શકે છે. એટલે અપેક્ષાના કારણે દબાઇને આવું વિચારતો નથી, પણ ગુણવત્તાના ધોરણે વિચારે છે. ગંભીરતા/સહિષ્ણુતા/ખાનદાની વગેરે ગુણો છે. મંદકષાયમાંથી આ બધા ગુણો ફલિત થયેલા છે. છતાં હજુ વિચારવાનું કે આવી ઉચ્ચ મંદકષાયતા હતી છતાં મરીને યુગલિક થયા, પણ દેવલોકમાં ન ગયા. દેવલોક માટે તો હજી આનાથી પણ ઊંચી ગુણવત્તા માંગશે. આઠમાથી ઉપરના દેવલોકના દેવો મરી મરી મનુષ્યભવમાં જાય છે. ત્યાં કોઇ ધર્મધ્યાન ન પણ હોય, પુણ્ય જ ભોગવ્યું હોય. ત્રૈવેયકમાં ઘણા દેવતાઓને જીવનમાં કોઇ આરાધના ધર્મધ્યાન નથી મળ્યું. તે પાંચેય ઇન્દ્રિયોના ભોગો ભોગવે છે. છતાં મંદકષાયના પ્રભાવે ધર્મ હોય કે ન હોય છતાં મનુષ્યભવમાં જવાના. પણ તેમના મંદકષાય કેવા, ખબર છે? ત્રૈવેયકના દેવતામાં તાકાત કેટલી? ચોસઠ ઇન્દ્રોને ચપટીમાં ચોળી નાંખે તેટલી તાકાત, ચક્રવર્તીઓ તો મગતરા સમાન, દુનિયા આખીને કંટ્રોલમાં રાખવાની તાકાત, છતાં કોઇ અભિવ્યક્તિ ખરી? તમારામાં ખાલી અમદાવાદને જ કબજામાં રાખી શકો તેવી તાકાત હોય, તો બીજું બધું તો પછી પણ તમે ચાલો જ કેવી રીતે? પછી જમીન પર ચાલો ખરા? અત્યારે તો શક્તિપુણ્ય નથી મળ્યાં, બાકી શક્તિ-પુણ્ય હોય તો શું કરો? તમારી પાસે કોઇ ચમત્કારિક શક્તિ હોય, છતાં મરતાં સુધી કોઇ ન જાણે તેવું બને? પણ આ દેવોને કદી પણ દેવલોકમાંથી ઊઠી દુનિયામાં મારો વટ બતાવું તેવો ભાવ જ થતો નથી. માનકષાય કેવો મંદ હશે? તમે ક્યાં અને એ ક્યાં? એમનામાં પણ રાગ-દ્વેષ તો પડ્યા છે, પણ તેમના કષાય મંદ કેટલા? માટે
સદ્ગતિ તમારા હાથમાં!)
૪૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org