________________
બાજુ પત્નીને થયું, “બંને ખાસ મિત્રો છે. મારા પતિને મારા કરતાં પણ મિત્ર પર વધારે લાગણી છે. કદાચ મારા રૂપથી એનું મન બગડ્યું માટે હું સાવધાન થઇ જઇશ, પણ આવી ખરાબ/નિંદનીય વાતો પતિને શું કામ કરવાની? અને કરીશ તો બંનેના જીવનમાં વૈમનસ્ય થશે. હું હવે સાવધાન થઈ જઈશ.” એટલે તે પણ પતિને કહેતી નથી. પત્નીને શંકા નથી પણ પતિને તો શંકા પણ જાય છે. આવું જીવૃનમાં બન્યું છતાં બન્ને મૃત્યુ સુધી એ જ રીતે દામ્પત્ય જીવન જીવ્યાં છે. બન્નેએ એકબીજાને કોઇ ઊણપ આવવા દીધી નથી. તમે બન્નેના સ્વભાવ સમજી શકશો? ગંભીરતા/સહિષ્ણુતા/ઉદારતા કેટલી હશે? તમે કોઇની પણ ખામી જાણો તો તેને કીધા વગર રહી શકો ખરા? અને ન કહો ત્યાં સુધી ચેન પડે? તમારા અને આ લોકોના કષાયો કેવા? કોઈ દિવસ એના નામથી જીવનમાં ખટરાગ/સંક્લેશ નહિ. પત્નીએ કોઈ દિવસ મિત્રની નિંદા નથી કરી કે પતિએ પણ કોઇ દિવસ પત્નીને ઓછું આવવા દીધું નથી.
સભાઃ ખુલાસો તો કરવો જોઇએ ને? મ.સા. સંસારમાં ઘણી વાતો એવી હોય છે જેને જાણ્યા પછી પેટમાં દાબી દેવાની હોય. જેના ખુલાસામાં હિત હોય તેનો જ ખુલાસો કરવાનો. ખુલાસો ન કરો તો તમને નુકસાન ન હોય અને ખુલાસો કરો તો સામેની વ્યક્તિને નુકસાન થાય તેમ હોય, છતાં તમે ખુલાસો કર્યા વિના રહી શકો ખરા? આમના જીવનમાં બીજો કોઈ મોટો ધર્મ નથી, પણ આટલા મંદ કષાય હતા તો બન્ને મરીને વિમલવાહન તરીકે યુગલિક થયા અને તેમાંય શ્રેષ્ઠ કુળમાં કે જેનાથી પ્રભુ ઋષભદેવનો વંશ નીકળવાનો છે. કેવળ મંદકષાયને લીધે જ પ્રકૃતિમાં એટલાં દાક્ષિણ્યતા/સૌમ્યતા/સહિષ્ણુતા/શાંતતા/ગંભીરતા હોય કે વગર કારણે કોઈ સાથે સંક્લેશ કરે જ નહિ, અને આવી મોટી વાત ખમી ખાનારને પછી નાની નાની વાતોમાં તકરાર થાય? તમારામાં આવી ખમી ખાવાની શક્તિ ખરી?
સભા હવે અમારામાં પણ થોડો ફેર પડશે. મ.સા. તમારે તો પ્રકૃતિ જ એવી કે ઇચ્છાઓ ન સંતોષાય તો વાંધા વચકા, સંક્લેશ તો રુટીનની જેમ સાથે ફરતા હોય.
સભા મંદકષાય પ્રયત્નજન્ય હોય? મ.સા. ધર્મ વગર થતા હોય એટલે હળુકર્મી હોવાને કારણે નેચરલ કોર્સમાં (કુદરતી રીતે) પણ હોય. પ્રયત્નમાં તો પ્રકૃતિ સંક્લેશવાળી હોય છતાં ધર્મબુદ્ધિ ભૌતિક પુરુષાર્થ, પ્રયત્ન દ્વારા પ્રકૃતિ શાંત પડે તો તે પુરુષાર્થથી પ્રાપ્ત કરેલી પ્રકૃતિ કહેવાય.
સભા ઃ પુણ્ય કોને વધારે? મ.સા. બન્નેને. મંદકષાયથી શુભ પરિણામને કારણે પુણ્ય બંધાય. ધર્મબુદ્ધિ હોય તો તેના એક્સ્ટ્રા વધારાના) લાભ થાય તે વાત જુદી. તમારી પ્રકૃતિ તમારું જ સર્જન છે. ( સદ્ગતિ તમારા હાથમાં !)
TET (ાકા ( ૪૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org