________________
પૂર્વધર, શ્રુતકેવલી, અરે! વિશિષ્ટ નિમિત્તશાસ્ત્રના જાણનાર પણ કોઈ નથી. એટલે આ ઓછું કેમ મળ્યું? પુણ્ય કાચું હતું, ઓછું હતું માટે જ ને? આજથી બસો વર્ષ પહેલાં આટલી અશ્રદ્ધા નહોતી, પણ પુણ્ય કાચું એટલે અત્યારે બધું લૂટિત-ખામીવાળું મળ્યું.
મંદકપાય-આપણે સદ્ગતિનું બીજુ કારણ મંદકષાય વિચારી રહ્યા છીએ. મંદકષાયવાળા જીવો સંસારની બધી પ્રવૃત્તિ કરતા હોય, ભોગ-વિલાસની પ્રવૃત્તિ પણ કરતા હોય, પણ તે વખતે મંદકષાયને લીધે તીવ્ર પાપ નહિ બાંધે, પણ પુણ્યપ્રકૃતિ જ બાંધશે. મંદકપાયવાળા આત્મામાં અમુક શુભ પરિણામ થવાના, જેથી અમુક પુણ્યપ્રકૃતિ તો ચોવીસે કલાક બંધાવાનું ચાલુ જ રહે. તેના દષ્ટાંતમાં યુગલિકો તો છે જ, પણ તે સિવાય મનુષ્યભવમાં પણ કેટલાય એવા હોય જે મંદકષાયથી દુર્ગતિ ન બાંધે.
સભા ઃ દષ્ટાંત આપો. મ.સા. ત્રિશષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં પ્રભુ આદીશ્વર પ્રભુની સાત પેઢી સુધીનું વર્ણન આવે છે. તે વર્ણન વેદ-ઉપનિષદોમાં પણ આવે છે. ઈતિહાસકારોને પણ આપણો ધર્મ પ્રાચીન છે તે કબુલવું પડ્યું છે, કેમકે તેમને ત્યાં ઋગ્વદને અતિપ્રાચીન ગણે છે, તેમાં ભગવાન શ્રી ઋષભદેવની સાત પેઢીનું વર્ણન આવે છે. તેમાં પહેલા કુલકર વિમલવાહન, આ ભવમાં યુગલિક છે, આગલા ભવમાં વિમલવાહનનો જીવ મોટા શ્રેષ્ઠી-શ્રીમંતનો પુત્ર હતો. ભોગવિલાસ કરનારો હતો. એ એક દિવસ મિત્રો સાથે ફરવા ગયો છે. ભરયુવાની છે. શોખીન જીવડાઓ ઉદ્યાનમાં ક્રીડા કરી રહ્યા છે. પણ આ વિમલવાહનના જીવનમાં અનાચાર/વિકૃતિઓ નથી. કલાસંપન્ન (૭૨ કલાથી યુક્ત), બુદ્ધિશાળી/નિપુણ ચતુર/પ્રજ્ઞાસંપન્ન પુરુષ છે. તેમાં યોગાનુયોગ તે જ નગરની શ્રેષ્ઠીકન્યા સખીઓની સાથે તે જ ઉદ્યાનમાં આવેલી, હરીફરી ક્રીડા કરી રહી છે. આ કન્યા ફૂલ ચૂંટી રહી છે. તે વખતે તેના રૂપને જોઈને મોહિત થયેલો દુષ્ટ ભાવવાળો કોઈ પુરુષ એનો હાથ પકડી એનું અપહરણ કરવાનો પ્રયત્ન કરે છે. તે કન્યા ચીસાચીસ કરે છે. આ શ્રેષ્ઠીપુત્ર તે સાંભળે છે. એટલે કન્યાના રક્ષણ માટે દોડે છે અને કન્યાને બચાવવા પેલા દુષ્ટ પુરુષને ઝપાઝપીમાં મહાત કરી, કન્યાનું રક્ષણ કરી, કન્યાને છોડાવી, તેની સખીઓ સાથે ઘેર પહોંચાડે છે. આ બનાવ પછી કન્યાનું મન તે પુરુષ પર આકર્ષિત થયું છે. પછી માંગું મુકાયું. બંને એકબીજાને યોગ્ય હતાં. લગ્ન થયાં. પેલી અત્યંત રૂપવતી કન્યા હતી. બન્નેનો યોગ્ય રીતે સંસાર મંડાયો છે. હવે પતિનો એક મિત્રગોઠિયો જોડીદાર જેવો છે. તે મિત્રને શ્રેષ્ઠીપુત્ર સાથે ઘણો સંબંધ હતો. પણ શ્રેષ્ઠી ઘણો ચતુર હતો. એટલે એક દિવસ પુત્રને કહે છે, “આ તારો મિત્ર મને બહુ યોગ્ય લાગતો નથી, માટે એની સાથે સંબંધ ન રાખ.” મિત્ર સ્વભાવથી સ્વાર્થી, લુચ્ચો છે, તે તેના પિતા પારખી ગયા છે. પણ પેલો ભોળો કે મિત્રને ઓળખ્યો નહિ. છતાં પિતાની વાત માને છે. સાથે કહે છે, “પિતાજી! આમ તો મને એવું લાગતું નથી. પણ આપ કહો છો તો હવે પછી એની સાથે સાવચેતીથી રહીશ. પણ આટલા બધા સંબંધો એકદમ કેવી રીતે તોડી શકું? છતાં હું ઉચિત વ્યવહાર કરીશ.” એમ કહી વિનયથી વાત ટાળી દીધી. (સદ્ગતિ તમારા હાથમાં !) . , , , , , , C ૪૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org