________________
માટે કલંકરૂપ છે. પણ અત્યારે ચારે ગતિનો ઉચ્છેદ કરવો શક્ય નથી. જો ચારે ગતિને છોડી પાંચમી ગતિ(મોક્ષ) પ્રાપ્ત કરી શકીએ એમ હોય તો પછી સદ્ગતિ પણ પસંદ કરવા જેવી નથી. તીર્થંકરો સાધના કરી ચાર ગતિનો ત્યાગ કરી મુક્તિ ગતિને પામ્યા છે, એટલે મેળવવા લાયક તો મુક્તિપદ જ છે; પણ તે ન મળે તો સંસારમાં બેઠા છો ત્યાં સુધી કયા ભવને પસંદ કરવો? બાકી તો એક પણ ભવ પસંદ કરવા જેવો નથી. પણ આ ભવમાં પરમ સાધના કરી મોક્ષ પામીએ તેવી કોઈ શક્તિ નથી. કાળબળ વિપરીત, મનોબળ-સંઘયણબળ નબળું, વિકાસ માટેની સામગ્રી પણ ઓછી, માટે અહીંથી મોક્ષમાં તો નથી જ જઈ શક્યાના. બીજી બાજુ મૃત્યુ નિશ્ચિત છે. મર્યા પછી પરલોક ચોક્કસ છે. તો પછી જયાં વિકાસની તક, સામગ્રી, આરાધનાનો સ્કોપ હોય તેવી સદ્ગતિનો વિચાર કરવો જોઈએ.
સદ્ગતિનાં કારણોમાંથી કોઈએ એક, બીજાએ બીજું એમ જેટલા પણ મનુષ્યભવ દેવલોકમાં પહોંચ્યા છે, તે બધાએ આગલા ભવમાં કોઈ ને કોઈ સદ્ગતિનું કારણ સેવેલું, માટે જ અહીં સુધી પહોંચ્યા છે. તમે પણ આગલા ભવમાં સદ્ગતિના કોઈ પણ કારણની સેવના કરેલી, માટે આટલા લેવલ સુધી પહોંચ્યા છો. હવે આના કરતાં ઉપરની કેટેગરીમાં(કક્ષામાં) જવું છે કે નીચેની કેટેગરીમાં જવું છે તે વિચારવાનું છે. તમે ધંધામાં થોડું કમાઓ, સેટલ થાઓ, પછી લક્ષ્ય શું હોય? આગળ વધવાનું કે પાછળ જવાનું? હવે આનાથી હલકું-નીચું નથી જોઇતું એવું માનસ તો ખરું? ઘણા ગામડામાંથી આવ્યા હોય ત્યારે નાની રૂમમાં રહેતા હોય, પછી નાનો ફ્લેટ, પછી મોટો ફ્લેટ, પછી બંગલો, પણ ક્યાંયે ડીક્લાઈન(ઊતરતી) દૃષ્ટિ ખરી?
આપણે ભૂતકાળમાં કયા સતિના કારણની સેવનાથી આ ભવમાં સદ્ગતિ પામ્યા છીએ, તે વિચારવાનો આપણો વિષય નથી. તે વિશિષ્ટ જ્ઞાની જ કહી શકે. પરંતુ હવે આનાથી ઉપર જવું હોય કે લેવલ જાળવી રાખવું હશે તો પણ સદ્ગતિનાં કારણને જીવનમાં ગોઠવવાં પડે. અત્યારે તમારો પુરુષાર્થ ઊંચા લેવલનો છે કે નીચા લેવલનો છે? ઊંચી ગતિમાં જવું હશે તો તૈયારી વધારે જ કરવી પડશે. દુનિયામાં પાંચ અબજની મનુષ્યોની વસ્તીમાં તમને માનવભવ, તેમાં આર્યદેશ, તેમાં પાછું આર્યકુલ, એમાં પણ જૈનકુલ, જૈનજાતિ, જૈનધર્મની સામગ્રી વગેરે મળ્યું. આવા માણસોની સંખ્યા લાખોમાં જ આવે. તેમાં તમારો નંબર લાગ્યો, છતાં ઘણો ખામીયુક્ત મનુષ્યભવ પ્રાપ્ત થયો છે. છેલ્લું સંઘયણ, નિર્બળ મનોબળ, વિશિષ્ટ જ્ઞાની પુરુષોનો યોગ નથી. અત્યારે કોઈ ત્રિકાળજ્ઞાની મળે તેમ નથી. એટલે ખામીઓ પણ છે ને? હવે આ લેવલ ટકાવી રાખવા ઓછામાં ઓછું ગયા ભવ જેટલું પુણ્ય તો મેળવવું જ પડે. અને અહીં જે પ્રાપ્ત થયું છે તેનાથી આગળ જવા તો તેના કરતાં પણ વધુ પુણ્ય જોઈશે. સગતિમાં પણ ભેદ છે. મહાવિદેહમાં જન્મી વિશિષ્ટ જ્ઞાનીનો યોગ વગેરે પામ્યા હોત તો આત્માને વિકાસની ફેસીલીટી(અનુકૂળતા) કેટલી? ત્યારે કોઈ તમારો પરભવ અથથી ઈતિ સુધી કહે અને જાતિસ્મરણજ્ઞાનથી તે દેખાય તો પણ પરલોકની શ્રદ્ધા કેટલી વધે? અત્યારે આવા ગુરુઓ ન મળે. અત્યારે ત્રિકાળજ્ઞાની તો શું પણ ચૌદ પૂર્વધરો, અવધિજ્ઞાની, એક { ૩૯ ) સદ્ગતિ તમારા હાથમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org