________________
મંદકષાયને માટે યુગલિકાદિ જીવોનાં દૃષ્ટાંત છે. મનુષ્ય ભવ તમે પણ પામ્યા છો અને યુગલિકો પણ પામ્યા છે. વળી તેઓનું તો લાંબું આયુષ્ય-અસંખ્યાત વર્ષોનું. હવે જીવન લાંબું એટલી પાપપ્રવૃત્તિ વધારે ને? વળી તમારા કરતાં કઇ ગણી મોજમઝા ત્યાં છે. મનુષ્યભવમાં પણ ભોગ માટે તો અનુકૂળ ભવ યુગલિકોનો જ ભવ. વળી તમારી કર્મભૂમિ, તે ભોગભૂમિ. ત્યાં ભોગ ભોગવવા જન્મ મળ્યો છે. તમારે કોઇ ભોગ જોઇએ તો મફત મળે કે પહેલાં મજૂરી કરવી પડે પછી મળે? યુગલિકોને કમાવા જવાની જરૂર નહિ. તમારે ત્યાં તો શ્રીમંતોના દીકરાઓને પણ સખત મહેનત કરીને ડીગ્રી મેળવવાની. પછી ગમે તેટલો મોટો ઉદ્યોગપતિનો દીકરો હોય પણ મહેનત તો કરવી પડે ને? જ્યારે યુગલિકોને તો પોતાની સેવામાં કલ્પવૃક્ષો હાજર જ હોય. ખાવા, પીવા, રહેવાની કોઇ ચિંતા નહિ. રૂપાળા, સશક્ત, નીરોગી દેહ હોય. જન્મે ત્યારથી રૂપાળા, નીરોગી. વળી જોડલું જન્મે, કલ્પવૃક્ષ સતત સેવામાં હાજર, ઉપરાંત કાળ પણ અનુકૂળ. જમીન પણ કેવી હોય? શાસ્ત્રમાં વર્ણન છે. અહીંની સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ મીઠાઇમાં જે મીઠાશ હોય, તેના કરતાં અનેકગણી મીઠાશ તે સમયની માટીમાં હોય. માટીનો એક ફાકડો મારી દે તો પણ કામ થઇ જાય ને? ત્યાં કાંઇ આરાધના નહિ. જિંદગી આખી મોજમઝા-જલક્રીડાઓ વગેરે કરે. સંસારમાં આમોદ-પ્રમોદ-નૃત્ય વગેરે કરવાનાં. જીવનમાં આના સિવાય બીજું કાંઇ નહિ.
સભા : દેવલોક જેવાં સુખ હોય?
મ.સા. : ના, તેના કરતાં નીચાં. ગમે તેમ તો પણ આ તો મર્ત્યલોકના ભોગ છે. શાસ્ત્રમાં તેમના આહાર-નીહાર, તે સમયનું વાતાવરણ વગેરે બધાનું વર્ણન છે. અહીં પણ પહેલા-બીજા-ત્રીજા આરામાં યુગલિકો હતા. તેઓના જીવનમાં આરાધના/ધર્મ કાંઇ નથી. મોક્ષમાર્ગની સાધના, ગુણસ્થાનક, દ્રવ્યથી પણ વિરતિ, વગેરે સદ્ગતિનું બીજું કોઇ કારણ નથી. પણ તેઓ મરીમરીને દેવલોકમાં જ જાય.
સભા ઃ કઇ લેશ્યા હોય?
મ.સા. ઃ ચાર માની છે. ઘણા કૃષ્ણ, નીલ, કાપોતમાં પણ હોય. કોઇકને શુભ લેશ્યા પણ હોય, પણ ધ્યાન અશુભ હોય. તેમના જીવનમાં દુર્ગતિનાં પાંચેય કારણો છે, પણ એક સદ્ગતિનું કારણ બેઠું છે. માટે એક પણ કારણને અપનાવી લો એટલે મર્યા પછી સલામતી સુનિશ્ચિત છે. હવે મંદકષાય સમજવાનું જરૂરી છે. બાકી તમારામાંથી ઘણાને અત્યારે ભ્રમણા છે કે અમારા કષાયો હવે મંદ થયા છે. યુગલિકો લાખો-કરોડોની સંખ્યામાં વસતા હોય. સમુદાયમાં રહે છે પણ કોઇ સત્તાધીશ નથી. રુલર રુલ્ડ કોઇ નથી. કોઇને કોઇના પર ચડી બેસવાની વૃત્તિ જ નથી. તમને ચારમાં વજન પાડવાની ઇચ્છા રહે ને? રુઆબ પડે તેવી ઇચ્છા થાય ને? અહીં તો લાખો-કરોડો ભેગા રહે પણ કોઇને કોઇના પર સત્તા જમાવવાની વૃત્તિ જ ન જાગે. આ પરિકથા નથી, શાસ્ત્રોની વાતો છે. પતિ-પત્ની પણ કરોડો વર્ષોથી સાથે હોય, પણ કોઇ ઝઘડો ન થાય. આ
(૩૭
સદ્ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org