________________
ઝઘડા થાય તો દઢ ધર્મ પામ્યાની નિશાની કહેવાય ને? દુનિયા આખી ધર્મી બની જશે પછી ધર્મી ને અધર્મી સાથે મતભેદ નહીં પડે, અને અધર્મી સાથે ધર્મીને ભેદ પડે તો તે પ્રશસ્ત વૈષ છે. ભગવાને જયાં દ્વેષ કરવાનો કહ્યો છે, ત્યાં દ્વેષ ન કરો તો પણ પાપ લાગે. આપણે ત્યાં અપ્રશસ્ત રાગદ્વેષની નિંદા-ગાહ છે, પ્રશસ્તની નહિ. વંદિત્ત સૂત્રમાં શું આવે છે? જંબદ્ધ... ચઉહિ કસાહિ અપ્પસચૅહિ. તેનો અર્થ અપ્રશસ્ત કષાયની નિંદા કરું છું, ગર્તા કરું છું, મિચ્છામિ દુક્કડ આપું છું. પ્રશસ્ત કોઈપણ કષાયનું મિચ્છામિ દુક્કડ છે? વંદિતુમાં અપ્પસત્યેહિ શબ્દ શું કામ લખ્યો? કેમકે પ્રશસ્તની નિંદા-ગહ છે જ નહિ. તમે પ્રશસ્ત ગુસ્સો કર્યો હોય અને પછી કોઈ કહે પ્રાયશ્ચિત્ત આપો તો હરગીઝ ન અપાય. પ્રશસ્ત કષાય ધર્મ છે અને મિચ્છામિ દુક્કડ અધર્મનું અપાય, ધર્મનું નહિ. તમે દેરાસરમાં ભગવાનની એકદમ સરસ ભક્તિ કરો, તમારા રાગ વિક્સ, પછી કોઈ કહે રાગ કર્યો તેનું મિચ્છામિ દુક્કડે આપો, તો અપાય? અપ્રશસ્ત કપાયના મિચ્છામિ દુક્કડં હોય. જ્યાં જ્યાં ભગવાને રાગદ્વેષ કરવાના કહ્યા છે, ત્યાં
ત્યાં અવશ્ય કરવા જ જોઈએ, એકાંતે રાગદ્વેષ છોડવાના નથી. અત્યારે અશુભ છોડી શુભ પકડવાના છે. તમારા જીવનમાં દેવ-ગુરુ-ધર્મની નિંદા સહન કરો તો દોષ અને સહન ન કરો પણ યોગ્ય આચરણ કરો તો તે દોષ નથી, પણ તમારા ગુણો વિકસશે અને આરાધના થશે અને સામે યોગ્ય પાત્ર હશે તો સુધરશે. તે પણ વિચારશે કે આમની, કોઈ દિવસ વ્યક્તિગત ડીમાન્ડ (માંગણી) નહિ હોય. આવી છાપ હશે તો ઊલટાનું કુટુંબમાં તમારી દેખરેખ વધારે રાખશે. કેમકે ખબર છે કે આ પોતાની જાતની ચિંતા નહિ કરે, માટે આપણે જ વિશેષ ચિંતા રાખવી. તેથી જાત પ્રત્યેના અન્યાય સહન કરીને કાંઈ ગુમાવવાનું નથી, આ ભવ-પરભવમાં લાભ જ છે. તમારા માટે કોઈ ખોટા અભિપ્રાય આપશે નહિ અને આપવા જશે તો પણ રીજેક્ટ(અસ્વીકાર) થઈ જશે, વળી એટલા સહિષ્ણુતા વગેરે ગુણો વિક્સશે. વળી આ ભવમાં જે સહન કરવાનું છે તે તો નેગ્લીજીબલ(નગણ્યો છે. પરંતુ તમારા માટે અનામનિર્જરા નકામી.
સભા ઃ એ તો ઝાડ જ કરી શકે! મ.સા. ત્યાં પણ બધાં નથી કરી શકતાં કોઈક જ કરે છે. યાદ રાખજો એક વાર સંજ્ઞીપણું ગયું એટલે આવી બન્યું સમજજો. ટૂંશ નીકળી જાય એટલું દુઃખ વેઠો પછી કાંઈક પુણ્ય બંધાય. તેને નદી ગોલ પાષણ ન્યાય' કહે છે. પથ્થર લીસો લાગે પણ કેટલો માર ખાઈ ખાઈ પર લીસો થયો હોય?
સભા : પ્રતિક્રમણ વગેરેમાં ઊભા ઊભા ક્રિયા કરીએ તો અકામનિર્જરા થાય? મ.સા. : મોક્ષમાર્ગ પામેલા હોય અને ધર્મક્રિયા કરતા હોય તો સકામનિર્જરા અને મોક્ષમાર્ગની બહાર હોય તો અકામનિર્જરા કહેવાય. સકામનિર્જરામાં કષ્ટ થોડું વેઠવાનું અને નિર્જરા અસંખ્ય ગણી. નરકમાં જીવો કરોડો વર્ષ જે દુ:ખ ભોગવીને કર્મ ખપાવે, તેટલું દુઃખ ધર્માત્મા જીવ એક નવકારશીના પચ્ચખ્ખાણમાં ખપાવે. એક જીવ અધ્યાત્મના
સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org