________________
કેમ બન્યા? સબળા હશે ત્યારે તેમણે પણ બીજાને સતાવ્યા હશે અને પાપો બાંધ્યાં હશે એટલે અત્યારે પાપનો ઉદય આવ્યો. અન્યાયથી જ આખો સંસાર ચાલે છે.
સભા : અન્યાય ચલાવી લેવાનો? મ.સા. : તમારા પર ભૌતિક દૃષ્ટિએ અન્યાય થતો હશે અને સહન કરી લેશો તો ક્ષમાદિ ગુણો ખીલશે.
સભા અન્યાય જો ચલાવી લઈએ તો નબળાઈ ન કહેવાય? મ.સા. સહન કરવાની તાકાત ન હોય અને રડતા રડતા સહન કરો તો નબળાઈ. તમે તમારાથી મોટા માણસો ગમે તેવી રીતે તમને હેન્ડલ કરે તો ચલાવી લો છો તે નબળાઈ છે. કોઈ મિનિસ્ટર આવે તો આગળ પાછળ થાવ ને? માનો કે વ્યાખ્યાનમાં ગુજરાતના ચીફ મિનિસ્ટર આવવાના હોય તો બધા ટ્રસ્ટીઓ હાજર રહે ને? અને સાધુને ટ્રસ્ટીઓનાં દર્શન કરવા એમના ઘરે જવું પડે ને?
સભા આપણી નમ્રતાને કોઈ નબળાઈ માને તો છોડવી જોઈએ? મ.સા. ના, કોઈ નબળાઈ માને તો ભલે મારે તમને શું નુક્સાન છે? પણ તમે તમારા માટે કોઈ હલકું કે ઊતરતું બોલે તો ભલે સહન કરો, પણ પત્ની, દિકરા, વગેરે જો ધર્મ માટે ઘસાતું ગમે તેમ બોલે તો કડક થઈને કહેવું પડે કે, મારા માટે તમે ગમે તેમ બોલશો તો સાંભળી લઈશ, પણ આ ઘરમાં રહેવું હશે અને દેવ-ગુરુ-ધર્મની વિરુદ્ધ બોલશો તો તમારો ને મારો સંબંધ કટ.
સભા ઃ બહુ કહેવાય. મ.સા. બહુ નહીં, આવું કહેનારા શ્રાવકો છે.
સભા ઃ ભૂતકાળમાં કે સેંકડો વર્ષો પહેલાં થઈ ગયા હશે. મ.સા. ના, અત્યારે, આ કાળમાં પણ છે. પહેલાંના કાળમાં હતા ને અત્યારે નથી એવું નથી.
સભા તો પછી લોકો કહે ધર્મના નામે ઝઘડા કરે છે. મ.સા. જે દિવસે તમારા ઘરમાં ધર્મના નામે ઝઘડા થશે ત્યારે અમે સમજીશું કે તમારા ઘરમાં ધર્મ જીવતો છે, કેમકે તમે ધર્મ ખાતર કડવા થવા તૈયાર છો. તમે પૈસા, કીર્તિ, કે જેના પ્રત્યે લાગણી/રાગ હોય તેને આંચકો આવે તો જ ઝઘડો છો. પછી જો ધર્મ ખાતર ઝઘડો, કડવા થાઓ, તો અમને લાગે કે હજી તમારા દિલમાં ધર્મ વસી રહ્યો છે. તમારે ત્યાં શું કહેવાય? મજબૂત વિરોધપક્ષ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે. એટલે વિરોધ ન થાય તો લોકશાહી મરી પરવારી કહેવાય ને? તેમ ઘરમાં ધર્મ ખાતર વિરોધ સદ્ગતિ તમારા હાથમાં !). કાર બી
(૩૪).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org