________________
તેનું વિઘટન/વિસર્જન પણ તમે કરી શકો તેમ છો.
સભા : પ્રકૃતિ ને પ્રાણ સાથે ન જાય? મ.સા. આવું જૈનશાસન માનતું નથી. તો તો પછી ભગવાનથી માંડી અમારા સુધીના બધા ઉપદેશકો બિનઉપયોગી થઈ જશે. કેમકે તમે જેવા છો તેવા જ રહેવાના હો તો ઉપદેશની જરૂર ખરી? તમને મૂળમાંથી અંદરની પ્રકૃતિ/અંદરના ભાવો બદલાવવા, તે જ તો ધર્મનું કામ છે, તમારા રૂપ-રંગ બદલવા તે ધર્મનું કામ નથી. જેમ જેમ ઉપદેશ આપવામાં આવે તેમ તેમ પ્રકૃતિ બદલાય. જમ્યા ત્યારથી આજ સુધીમાં કેટલી પ્રકૃતિ બદલાઈ ગઈ? અત્યારે ધૂળમાં રમશો? નાનપણની પ્રકૃતિ આજે છે? સમજણા થયા તેમ પ્રકૃતિ બદલાણી? પહેલાં બધી વસ્તુઓ મોંમાં નાંખતા, હવે નાંખો છો? ઘડપણમાં યુવાનીમાં/બાલપણામાં પ્રકૃતિ જુદી. વય પ્રમાણે ફેરફાર આવે જ છે. જેમણે જીવનમાં પ્રકૃતિ બદલી હોય તેવા હજારો દાખલાઓ આપું. તમે પણ ધારો તો તીવ્ર કષાયમાંથી મંદ કષાયવાળી પ્રકૃતિ કરી શકો છો. વળી યુગલિકોમાં દયાદાન પરોપકાર/તપત્યાગ/સંયમ વગેરે કોઈ ધર્મની આરાધના નથી, છતાં બધા મરીમરીને દેવલોકમાં જ જાય. જીવનમાં બીજું કોઇ ધર્મનું બળ નથી. મંદકષાયથી જ દેવગતિપ્રાયોગ્ય રૂપ, રંગ, શરીર વગેરે બંધાય.
સભાઃ હળુકર્મી કહેવાય? મ.સા. ના, જેનું આત્મકલ્યાણ થવાનું છે, સંસારમાંથી જલદી મોક્ષમાં જવાના છે, તે હળુકર્મી. વળી યુગલિક તો દુર્ભવ્ય પણ હોય. તેમનો સંસાર કપાવાનો છે એવું નથી. પહેલાં આંતરિક તીવ્ર કષાયના ભાવો કયા કયા છે તેનું એનાલીસીસ(પૃથક્કરણ) કરો, પછી આ બધું શું કામ ઊભું કરું છું તે વિચારો, પછી ઓળખી ઓળખી તેની સફાઈ કરવાનું શરૂ કરો.
સભા : વ્યક્તિવિશેષે પુરુષાર્થ બદલાશે? મ.સા. હા, ઘણા આમ બધું ચલાવે, પણ ઘરવાળાં થોડી સરભરા ન કરે તો આવી બને. ઘણા બધી સરભરા ના કરે તો ચલાવે, પણ જમતી વખતે ન સચવાય તો? બધાની વૃત્તિ જુદી જુદી હોય છે. તે અનુસાર પુરુષાર્થ બદલાશે.
સભા : અમારે તો એક કષાય શાંત કરવાથી બીજો પ્રબળ બને છે. મ.સા. ટેકનીક(રીત) ખોટી અપનાવી છે. બાકી તો કષાય માત્ર ખરાબ લાગતો હોય તો એક શાંત કરી બીજો પ્રબળ કરે? એક ઠેકાણે ડ્રેસીંગ કરતાં બીજો મોટો ઘા કરી આપે એવા ડ્રેસીંગ કરનારને શું કહેવાય? હકીકતમાં તો તમને એટલા ઘા પડ્યા છે કે એકને ડ્રેસીંગ કરતાં બીજા ઘણા દેખાવાના ચાલુ થાય છે. ઘણાને અંદરમાં ધરબાઇને બધું પડ્યું છે, દિવાસળી ચાંપે એટલી જ વાર છે. જયારે જે વૃત્તિ ઉદયમાં આવે ત્યારે તે ખબર (૪૩)
સદ્ગતિ તમારા હાથમાં!)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org