________________
માર્ગ પર ચડ્યા પછી નાનું પણ કષ્ટ વેઠે તો મોટો લાભ મેળવે છે. હોશિયાર ડોક્ટર એક નાનું પણ ઈજેશન આપે, ઇજેક્શનની એક નાની જ પીડા આપી રોગની મોટી પીડા રદબાતલ કરી નાંખે. સકામનિર્જરામાં સ્વેચ્છાએ થોડું પણ કષ્ટ વેઠે તો કેટલાંય કર્મ ખપે અને ભાવિ મહાલાભ. સકામનિર્જરા માટે તો મોક્ષમાર્ગમાં આવવું જ પડે. અભવ્યનો જીવ અણીશુદ્ધ પાંચ મહાવ્રત પાળે તો પણ અકામનિર્જરા જ થાય છે. સંજ્ઞી પંચેન્દ્રિય સિવાયના કોઈ પણ જીવો સકામનિર્જરા કરી શકે તેમ નથી. પહાડ જેટલું દુ:ખ વેઠી રાઈ જેવડી નિર્જરા તે અકામનિર્જરા અને રાઈ જેટલું દુઃખ વેઠી પહાડ જેટલી નિર્જરા તે સકામનિર્જરા.
અકામનિર્જરાથી સદ્ગતિ પામવી તે મોસ્ટ ડીફીકલ્ટ વે(ઘણો અઘરો રસ્તો) છે. મરુદેવામાતાએ આખા ભવચક્રમાં છેલ્લું અંતર્મુહૂર્ત જ આરાધના કરી છે. ઇવન મરુદેવામાતાના ભવમાં પણ નવકારશી/સામાયિક/પ્રતિક્રમણ/તપત્યાગ કાંઈ કર્યું નહોતું, કેમકે શાસન સ્થપાય તે પહેલાં તો મોશે પહોંચી ગયાં છે.
સભા મંદ કષાય હતો? મ.સા. ? હશે, પણ આપણે ત્યાં સદ્ગતિના કારણરૂપ જે મંદકષાય કહ્યો છે તેવો મંદકષાય ન્હોતો. તેઓ માટે અકામનિર્જરા જ શબ્દ વાપર્યો છે. માટે એક પણ સદ્ગતિનું કારણ આવે એટલે સદ્ગતિ નક્કી. અહીં કેળના ભાવમાં વેશ્યા અશુભ, ભાવ અશુભ છે, પણ અકામનિર્જરા સદ્ગતિનું કારણ હાજર છે.
સભા સદ્ગતિનું એક કારણ હોય અને દુર્ગતિનાં બીજાં બધાં કારણ હોય છતાં સદ્ગતિ કેમ મળે? મ.સા. : સદ્ગતિનાં કારણ એટલાં પ્રબળ છે કે એમાંથી એક પણ કારણ તમે લો તો બધાં દુર્ગતિનાં કારણો હવા ખાતાં રહી જાય. સંસારમાં પણ એક દાદાને પકડી લો તો બીજા બધા સામાન્ય ગુંડા તો બેસી જાય ને? આમ પણ અધર્મ કરતાં ધર્મની તાકાત વધારે છે. અજ્ઞાન કરતાં જ્ઞાનની, અંધકાર કરતાં પ્રકાશની તાકાત વધારે ને? ગુફામાં હજારો વર્ષોથી ઘનઘોર અંધારું જામેલું હોય પણ ટોર્ચ લઈ જાઓ અને એક પ્રકાશનું કિરણ રેડો તો અંધકારને ભાગવું પડે ને? આત્મામાં અનંત જ્ઞાન છે. ભણવાનું ચાલુ કરે એટલે જ્ઞાન પ્રગટતું જાય. તેમ અનંતકાળથી કર્મો અડ્ડો જમાવી બેઠેલાં છે, પણ જીવ સહેજ પુરુષાર્થ કરે એટલે કર્મો ખસવા માંડે. જો ધર્મની તાકાત ઓછી હોત તો જીવ અનંતકાળથી પડેલા અધર્મને ખસેડી જ ન શકે. બધે ખોટા કરતાં સારાની તાકાત વધારે જ હોય. ધર્માત્માનું આત્મબળ પણ વધારે જ હોય. જયાં આત્મા ધર્મની પડખે બેઠો છે, ત્યાં અધર્મની મજાલ નથી કે ધર્મને દબાવી શકે. આવું શાસ્ત્રોમાં ઠેર ઠેર લખ્યું છે.
સગતિનું બીજું કારણ -
(૨) મંદકષાય - આવો જીવ પણ નિયમા સદ્દગતિમાં જાય. શાસ્ત્રમાં ( સદ્ગતિ તમારા હાથમાં !) પણ
છે. (૩૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org