________________
મ.સા. તૃપ્તિને સુખ કહેતા હો તો તૃપ્તિમાં સુખ માનવું છે કે ભોગમાં સુખ માનવું છે? દાઝીને દવા કરી ઠંડકનું સુખ જોઈએ છે? ચાર ડીગ્રી તાવ આવે તો તે વખતે શરીર પર ઠંડા પાણીનાં પોતાં મૂકો તો સુખ થાય. હવે આ ઠંડકના સુખ માટે તાવ લાવવો છે કે વગર પોતા મૂકે ઠંડકનું સુખ જોઈએ છે? રોગની પીડા કરી પછી સ્વસ્થ થવું છે કે વગર પીડાએ સ્વાથ્યનું સુખ જોઈએ છે? તમારી પાસે બે વિકલ્પો છે. (૧) માંદા થઈ પછી સાજા થવું (૨) માંદા પડ્યા વિના જ સાજા રહેવું. તમને ક્યો વિકલ્પ પસંદ છે?
સભાઃ બીજો વિકલ્પ. મ.સા. તો પછી રંગબેરંગી દવા ખાવા નહિ મળે! તેમ જ જે ભોગને સુખ માનો છો તે ભોગો બધા દવા છે-તે રોગની દવા છે. હવે તમારે રોગની પીડાઓ ઊભી કરી દવા લઈ સાજા થવું છે કે, દવા લીધા વિના સાજા રહેવું છે? તમે પહેલાં વાસના/વિકારને વકરાવો છો, પછી તેના ઉપાયો કરી આનંદ/માનસિક તૃપ્તિ મેળવો છો. રેડિયો-ટીવી વગેરે એટલે જ ઊભાં કર્યા છે ને? પૂ. હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ ફરમાવે છે કે “જગતના જીવો સામાન્ય રીતે રોગમાં સુખ માનતા નથી અને રોગની દવાને પણ કષ્ટનો વિષય માને છે, છતાં ભોગ દવાને સ્થાને હોવા છતાં આ જગત ભોગને સુખ માને છે.”
તમને જીવનમાં ક્યારેય પણ સુખ મળે તો લખી રાખવાનું કે એને કોરીલેટીવ(તેને લગતું-તેને સંબંધિત) દુઃખ અંદરના સ્ટોરહાઉસમાં હતું માટે જ સુખ મળ્યું, પછી તે ગમે તે સુખ હોય, નિયમ તો આ જ છે.
દુનિયામાં દરેક સુખ-પછી રાજામહારાજા/ચક્રવર્તી ઇન્દ્રોનાં દેવલોકનાં, કોઈપણ સુખ હોય તો પણ આ નિયમ જ લાગશે. આ યુનિવર્સલ લૉ-ભૌતિક ક્ષેત્રમાં જેટલાં સુખ છે, તેનું કો-રીલેટીવ દુઃખ સ્ટોકમાં હોય તો જ તેમાંથી સુખ મેળવી શકો, પછી જેવું તે દુઃખ બંધ થયું એટલે સુખ મળવાનું પણ બંધ થશે.
દુનિયાના જેટલા કહેવાતા શ્રીમંતો/સત્તાધીશો છે, તેમની પાસે સુખ-સગવડની કહેવાતી ઘણી વસ્તુઓ છે. જમવા બેસે ત્યારે પચાસ આઈટમ્સ લઈ શકે તેમ છે છતાં જમી શકતા નથી, કેમ કે જે ટેસ લેવો છે તેનું કોરીલેટીવ દુઃખ સ્ટોકમાં નથી. જ્યારે મજૂર રોટલો-શાક ખાય છે તો પણ તેમાંથી પચાસ આઈટમ્સ કરતાં વધારે ટેસ આવે છે. કારણ કે કો-રીલેટીવ દુઃખ વધારે છે. બજારમાં જાઓ-કોઈ ચીજ ખરીદ કરવી હોય તો પૈસા જોઇએ જ ને? તેવી જ રીતે ભૌતિક સુખો વટાવવા માટેના ચેઈન્જ તરીકે તેનું કો-રીલેટીવ દુઃખ છે, જેટલું તે દુઃખ વધારે તેટલું સુખ વધારે મળશે.
સભાઃ ઊંઘનું કો-રીલેટીવ દુ:ખ થાક ને? મ.સા. શાસ્ત્ર ભણ્યા છો? મહાત્માઓ ચાર મહિના કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા, ભગવાન વીરની સાડાબાર વર્ષની અને પ્રભુ ઋષભદેવની હજાર વર્ષની સંયમ જીવનની સાધનામાં ઊંઘ કેટલી? તે પણ તમે કરો છો તેવી રીતે ઊંધ તો નહીં જ. ઊંઘ એ માનસિક - સદ્ગતિ તમારા હાથમાં !) છે
જ ૧૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org