________________
પ્રમાણે આખું કામ કર્યા કરે છે ને? હવે જડ કોમ્યુટર કરતાં કર્મની શક્તિ વધારે કે ઓછી? દુનિયાના મોટા ભાગના ધર્મો અહીં મુંઝાય છે કે, કર્મના હિસાબ-કિતાબ રાખનાર વગર, અંદર આત્મામાં લોચો ન પડી જાય? હિસાબ-કિતાબ રાખનાર તો કોઈ જોઈએ ને? પણ મારે તમને સમજાવવું છે કે, આ શરીરનું આખું તંત્ર ચાલે છે તે ઓટોમેટીકલી ચાલે છે ને? ખોરાક ખાધા પછી કયું તત્ત્વ એબ્સોર્બ કરવું, જયાં જરૂર હોય ત્યાં પહોચાડવું, બધું ઓટોમેટીકલી ચાલે છે ને? તેમાં તમે બુદ્ધિહોશિયારી બતાવવા જાઓ તો? શ્રેષ્ઠ ડોક્ટરો પણ કહે છે કે અંદરનું તંત્ર કેવી રીતે ચાલે છે તે એક અજાયબી છે. ગયા ચોમાસામાં ગોવાલિયા ટેક હતો. એક શ્રાવકને માંગલિક સંભળાવવા હોસ્પિટલમાં ગયા હતા. મોટા ડોક્ટર ત્યારે જ ત્યાં આવ્યા. મારી સાથે વાત કરી કહેલું, “સાહેબ! અમે આ બધી દવાઓ આપીએ છીએ, તે તો નામની છે. અંદરની રીકવરી કેવી રીતે થાય છે તે તો અમારો વિષય જ નથી.” શરીરના અંદરના આવશ્યક તત્ત્વો શરીર જે રીતે બનાવે છે તે તમારી ફેક્ટરીમાં કદી બની શકે તેમ નથી. હવે જડ એવા શરીરમાં આટલી ચોકસાઈપૂર્વક બધું થાય છે, તો જડ એવા કર્મમાં શક્તિ નથી તેમ માનવાનું કારણ શું? એક વાર સેટ થાય પછી બધું ઓટોમેટીક ચાલવાનું.
સભા પણ કોમ્યુટર તો જીવની સહાયથી ચાલે છે ને? . મ.સા. હા, તો કર્મ પણ જીવની સહાયથી જ બંધાય છે ને ચાલે છે ને? અત્યારે પણ માણસ જેટલી ભૂલ કરશે તેટલી કોમ્યુટર ભૂલ નહિ કરે. રેલ્વે સિગ્નલ વગેરે કોમ્યુટરાઈઝૂડ કેમ છે? કેમકે ત્યાં એક્સીડન્ટ ઓછા થશે. કેમ કે જડમાં જડતા છે. એકવાર પ્રોગ્રામ આપી દીધો એટલે ચાલ્યા કરશે. માટે કર્મનો હિસાબ-કિતાબ રાખવા માટે વચ્ચે કોઈ હશે તો ભૂલ થશે, વચ્ચે કોઈ નહીં હોય તો ભૂલ નહીં થાય.
દુનિયાનાં બધાં શાસ્ત્રોએ સંચાલક તરીકે ઇશ્વરને માન્યો, પણ આપણે ત્યાં ના પાડી. વળી આ તો પદાર્થવિજ્ઞાનના નિયમ પ્રમાણે ચાલે છે. જડ પદાર્થમાં ચોક્કસ ગુણધર્મ છે. તે તેના ગુણધર્મ પ્રમાણે જ કામ કરશે. ત્રિફળાની ફાકી મારશો, એટલે તે તેનું કામ કરશે જ. પછી તમારે માથું મારવાની જરૂર નહીં પડે કે, કેવી રીતે અંદર કામ કર્યું. જડના ગુણધર્મો ચોક્કસ છે. આખો કર્મવાદ પ્યોર લોજિકથી(શુદ્ધ તર્કથી) ભરેલો છે. વળી જડ કર્મોમાં એવી શક્તિ બતાવી નથી જે સ્થૂલ જગતમાં વીઝીબલ(દશ્યમાન) ન હોય. બહુ દૂધપાક બાસુદી શીખંડ ખાઓ તો ઘેન ચઢે, જ્ઞાનશક્તિને આવરણ કરે. એનેસ્ટેસિયા સૂંઘાડીએ તો પછી તમને કોઈ કાપે તો પણ ખબર પડે? હવે જડ એનેસ્થેસિયા બુદ્ધિને બુદ્ધિ કરે, તો જડ એવું કર્મ તમારી બુદ્ધિને બુઠ્ઠી કરે તેમાં શું વાંધો? જે કર્મમાં જે ગુણધર્મો હોય તેવું તે કામ કરે છે. તેમાં વચ્ચે રેગ્યુલેશન (નિયંત્રણ) માટે કોઈની જરૂર નથી. જૈનદર્શનનો કર્મવાદ બરાબર ભણે તેને ભગવાન સર્વજ્ઞ હતા તેની ખાતરી થયા વિના રહે નહીં. અંદરના પરિણામોનું વિશ્લેષણ કોણ કરી શકે?
-
-
-
કે, '
( સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org