________________
ક્યારે બંધાય? પરોપકારની ભાવના હોય, બીજા માટે શુભ ભાવના હોય, તો જ પુણ્ય બંધાય. કોઈ લુચ્ચો વેપારી બળજબરીથી તમારા ૧૦૦ રૂપિયા પડાવી લે તો તમે દાન કર્યું કહેવાય? કોઈને તમે ઉપયોગી થાઓ તેટલા માત્રથી પુણ્ય ન બંધાય, પણ તમને તેવી (ઉપયોગી થવાની) ભાવના જોઈએ.
સભા ઝાડને શાતાવેદનીય બંધાય? મ.સા. ના, પણ તેને બીજા જીવોને છાંયડો, ખોરાક, વગેરે દ્વારા શાતા આપવાનો ભાવ હોય તો શાતાવેદનીય બંધાય. પણ તેવું નથી, અને વગર ભાવે પુણ્ય બંધાતું હોય તો તો સંસારમાં આશ્રિતો માટે તમે અમારા કરતાં પણ વધારે કષ્ટ વેઠો છો, તો તમને અમારા કરતાં વધારે પુણ્ય બંધાય.
સભા પ્રવૃત્તિથી પ્રદેશબંધ તો છે જ ને? મ.સા. પણ રજકણો પર શુભ કે અશુભ લખેલું છે? તે તો તમારા ભાવ પર જ આવશે ને? માટે કોઇપણ પ્રવૃત્તિ કરો તે પર તમારા ભાવ જેવા હોય તે પ્રમાણે શુભાશુભ કર્મ “બંધાય. અમે સવારમાં વિહાર કરીએ અને તમે મોર્નીગ વોક કરો, તો તમને મોર્નીગ વોકમાં પુણ્ય બંધાય? અમે વિહાર કેમ કરીએ છીએ? ક્યાંય પણ જયણાપૂર્વક જવાની અમારી ભાવના છે. માટે અહિંસક પ્રવૃત્તિ તરીકે ભગવાનની આજ્ઞા પ્રમાણે વિહાર કરું છું તે ભાવ જોઈએ. બાકી તો તમેય ઘણીવાર અમારા કરતાં પણ વધારે કષ્ટ વેઠતા હો છો. પુણ્ય તો માંગશે કે પરોપકારની ભાવના હતી? આશ્રિતોનું પાલનપોષણ પરોપકારની ભાવનાથી કરો છો?
સભા વૃક્ષને મન તો નથી ને? પછી કેવી રીતે શુભ ભાવ કરે? મ.સા. વૃક્ષને પણ અલ્પવિક્સિત મન તો છે જ, એટલે ઓછા વિકાસ પામેલા જીવો ઊંચું પુણ્ય કે ઊંચું પાપ બંને બાંધી શકતા જ નથી, કેમકે તેવા ભાવ કરવા સ્કોપચાન્સ(તક) સામગ્રી નથી. બાકી તો અનાજના દાણા પોતે મરીને તમને જીવાડે છે, પણ તેને તમને જીવાડવાનો ભાવ છે? બધા નબળા જીવોનું તમે શોષણ કરો છો, તે સમયે તેમનો તમને સહાય કરવાનો અંશમાત્ર ભાવ હોતો નથી. શુભ ભાવો ન હોય તો પુણ્ય ન બંધાય.
સભા : પાપમાં પણ એવું? મ.સા. હા. ભાવ ન હોય તો પાપ ન બંધાય, પણ પાપમાં ભાવ ન આવવા તે મુશ્કેલ છે. તમે શુભ પ્રવૃત્તિમાં અશુભ ભાવ કરવા ટેવાયેલા છો; પણ અશુભ પ્રવૃત્તિમાં શુભ ભાવ કરવા ટેવાયેલા નથી.
એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-અસંક્ષીપંચેન્દ્રિય સુધીના તમામ જીવોમાં ધર્મપ્રવૃત્તિ ધર્મભાવ અંશમાત્ર નથી. ધર્મ પામવાનો, ધર્મ વિચારવાનો, ધર્મ કરવાનો કોઈ સ્કોપ( સદ્ગતિ તમારા હાથમાં !) . આ વાત છે. (૨૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org