________________
આવી સ્થિતિમાં મન ઠેકાણે રાખવું સહેલું છે? પણ આણે ઝંપલાવ્યું અને પ્રાણ ગયા ત્યાં સુધી હાસા-પ્રહાસાના ધ્યાનમાં રહ્યો. તે વખતે જો ભગવાનનું ધ્યાન કર્યું હોત તો ન્યાલ થઇ જાત. તમે પણ સંસારનાં સુખ માટે કેટલાં કષ્ટો વેઠો છો? આજ સુધી કેવું કષ્ટ સહન કર્યું? હવે આવા સમયે જો તે સોની પશ્ચાત્તાપ કરે, દેવીઓ પર દ્વેષ થાત તો દુર્ગતિમાં જાત; પણ વાસનાની વૃત્તિ સાથે મર્યો તો પણ સદ્ગતિ થઇ. સામાન્ય રીતે કામની અત્યંત વાસના સાથે મરે તો મરીને ક્યાં જાય? દુર્ગતિમાં જ. છતાં આ મરીને દેવલોકમાં ગયો. ભાવ, લેશ્યા બધું જ અશુભ હતું, છતાં અકામનિર્જરાને કા૨ણે મરીને સદ્ગતિમાં ગયો.
સભા ઃ અકામનિર્જરા નિયાણા સાથે પણ હોઇ શકે? મ.સા. ઃ હા, હોઇ શકે.
સભા ઃ અકામનિર્જરા ખરાબ ભાવ ને?
મ.સા. : ના. તેમાં ધર્મ પામેલા જીવ હોતા નથી કે ધર્મભાવ હોય તેવું નથી, છતાં ભારે કષ્ટ શાંતિથી વેઠો તો અકામનિર્જરા થાય અને એવું પુણ્ય બાંધો તો સદ્ગતિ મળી જાય. ચારેય ગતિઓ જીવનમાં ગમે ત્યારે બાંધી શકો છો.
સભા : મોર્નીંગ વોક કરતાં કરતાં દેરાસર જઇએ તો લાભ ખરો?
મ.સા. : તમે મોર્નીંગ વોક કરો છો ત્યારે ખાલી દેરાસરના ભાવ જ હોય તો વાત જુદી, પણ મોર્નીંગ વોકમાં શરીર જાળવવાના ભાવો હશે તો તે અશુભ ભાવ જ થવાના. કેમકે શુભ લક્ષ્યથી આરોગ્ય જાળવવાની તમારી વૃત્તિ નથી. માત્ર શરીરની સારસંભાળનો ભાવ છોડી દો અને ધર્મઆરાધનાના લક્ષ્યથી આરોગ્ય જાળવવાના ભાવ રાખો તો પુણ્ય બંધાશે. બંધમાં પરિવર્તન કરવું હોય તો ભાવોમાં પરિવર્તન લાવવાની જરૂર છે.
હલકી ગતિઓમાં બીજાં બધાં દુર્ગતિનાં કારણો હોવા છતાં એક અકામનિર્જરા સાધવાથી જ જીવ સદ્ગતિમાં આવે છે. દુઃખ વેઠનારા બધા અકામનિર્જરા નથી કરતા, પણ શાંતિથી/હાયવોય કર્યા વિના વેઠનારા જ અકામનિર્જરા કરે છે. માટે જ દુનિયામાં થોડા જીવો જ અકામનિર્જરા કરે છે. પણ આ ઉપાય તમારા માટે અધરો છે. અમે તમને સહેલા ઉપાયો બતાવીશું.
તા. ૭-૬-૯૬, શુક્રવાર.
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને દુર્લભ એવા સદ્ધર્મની પ્રાપ્તિ કરાવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે.
મહાપુરુષોની દૃષ્ટિએ ચોરાસી લાખ જીવાયોનિરૂપ, ચારગતિરૂપ સંસારમાં
૩૧
સદ્ગતિ તમારા હાથમાં !
વ્યાખ્યાન: ૫
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org