________________
ખુલ્લા છે.
સભા અંતિમ સમયની ભાવના પર ગતિ બંધાય? મ.સા. ગતિ તો ક્ષણે ક્ષણે બંધાય છે. ગતિ એ નામકર્મની પ્રકૃતિ છે. ૨૪ કલાક આત્મા રાગ-દેપથી ઘેરાયેલો છે. જયાં સુધી મન નિર્મલ નથી, જ્યાં સુધી મનમાં રાગ ‘પ છે, ત્યાં સુધી જડ એવું કર્મ આત્મા પર ચોંટવાનું છે. કેમકે જડ પર રાગ છે, જડનું આકર્ષણ છે, ચેતન પર રાગ નથી થયો, ચેતનનું આકર્ષણ નથી થયું. માટે જ સંસારમાં રખડો છો ને? તમને આકર્ષણ કોનું? જડનું. માટે જ જડના રાગથી જડ એવાં કર્મો આવી આવીને ચોંટ્યા કરવાનાં. કર્મબંધનાં કારણો લોજીકલ(તર્કબદ્ધ) છે. જયાં સુધી જડનું આકર્ષણ છે ત્યાં સુધી જડ એવું કર્મ ચોટે છે. તર્કથી બેસે તેવી વાત છે. રાગદ્વેષથી સતત કર્મ બંધાય છે. મનમાં અસંખ્ય રાગ-દ્વેષ ભરેલા છે.
સભા : અસંખ્ય કેવી રીતે? મ.સા. ભાવતી આઈટમ્સ(વસ્તુ) કેટલી? દા.ત. દૂધપાક પર રાગ છે. હવે દુનિયામાં દૂધપાક કેટલા? જ્યાં હોય ત્યાં તમારો રાગ ખરો જ ને? હીરાજડિત નેકલેસ તમારી સામે મૂકે તો શું થાય? આંખને ગમવાનું ચાલુ થશે. હવે એકેક દેવતા પાસે લાખો અલંકારો છે. તે બધી વસ્તુ પર તમારો રાગ છે. અને જે વસ્તુ પર રાગ છે તેની વિરોધી વસ્તુ પર દ્વેષ છે. માટે અસંખ્ય વસ્તુ પર રાગ-દ્વેષ થયાને? ન ગમતી વસ્તુ પર દ્વેષ છે. માટે દ્વેષથી પણ કર્મ બંધાય છે.
સભા મોક્ષ પ્રત્યે પણ દ્વેષ જ ને? મ.સા. તમે નક્કી કરો. હું કહીશ તો ઊછળી પડશો. દ્વેષ એ રાગનું પ્રોડક્ટ (પેદાશ) છે. રાગ છે માટે ટ્રેષ થાય છે. મોટર પર રાગ હોય તો કોઈ મોટર પર લીસોટો કરશે, નુક્સાન કરશે, તો તેના પર દ્વેષ થવાનો જ. ચોવીસ કલાક મનમાં અસંખ્ય રાગદ્વેષ પડ્યા છે, માટે અસંખ્ય કર્મ બંધાવાનાં જ.
સભા તિર્યંચની ગતિ બંધાતી હોય ત્યારે તેને અનુરૂપ રૂપ-રંગ વગેરે પ્રકૃતિઓ બંધાય અને બીજી વાર દેવગતિ બંધાતી હોય ત્યારે તેને અનુરૂપ રૂપ-રંગ વગેરે પ્રકૃતિ બંધાય; પણ આયુષ્ય તો એકનું જ ઉદયમાં આવે તો પછી બીજી પ્રકૃતિઓનું શું થાય? મ.સા. સ્ટોર હાઉસ મોટું છે. સ્ટોકમાં તે કર્મો પડ્યાં રહેશે, અને જે આયુષ્ય ઉદયમાં હશે તેને અનુરૂપ બીજાં કર્મો ઉદયમાં આવશે.
સભા કર્મોમાં ટીમ વર્ક સારું લાગે છે! મ.સા. ચોક્કસ.
(૨૩)
( સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org