________________
ગતિ બાંધે તો વધારેમાં વધારે અમુક જ બુદ્ધિ આવશે. ઝાડની ગાંતે બાંધી હોય તો પછી ત્યાં કેવી પ્રજ્ઞા હોય? માટે જે ગતિ બાંધે તેને અનુરૂપ જ્ઞાનાવરણીયદર્શનાવરણીય અંતરાય વગેરે કર્મો બંધાશે. બંધમાં ગતિ સાથે બીજાં બધાં કર્મોનું મેચીંગ જૈનશાસને સમજાવ્યું છે.
કર્મોના ઉદયમાં આયુષ્યની પ્રધાનતા છે. કેમકે આત્મા પર બીજાં ગમે તેવાં કર્મો બંધાયેલાં હોય તો પણ, તે આયુષ્ય(ભવ) સાથે મેચ નહિ થાય તો, તેવાં કર્મોનો ઉદય અટકી જશે. દા.ત. કીડીના આયુષ્યના ઉદયમાં, ગમે તેટલું જશનામકર્મ, સૌભાગ્યનામકર્મ બાંધ્યું હોય તો પણ, શું જશસૌભાગ્ય મળશે? માટે બાંધેલું કર્મ સ્ટોકમાં પડ્યું જ રહેશે, ઉદયમાં નહિ આવે. કેમકે કીડીનો ભવ તે કર્મના ઉદય માટે અનુકૂળ નથી. આત્મા પર પડેલાં કર્મોમાંથી કોને ઉદયમાં આવવા દેવાં તેનું કેલક્યુલેશન(ગણતરી) અગત્યનું છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ પ્રમાણે કર્મ ઉદયમાં આવે. તેમાંય મહત્ત્વનો ભવ છે. ચકલીના ભવમાં ઊડવા માટેની શક્તિ આપમેળે મળી જશે. મનુષ્યના ભવમાં આત્માની ઊડવાની શક્તિ હોવા છતાં, વળી તેને અનુરૂપ પુણ્યપ્રકૃતિ પણ સ્ટોકમાં પડી હોવા છતાં પણ, મનુષ્યના ભવમાં આવ્યા એટલે તે પુણ્યપ્રકૃતિ આઈડલ પડી રહેશે, આત્મા પર વિપાક નહીં દેખાડી શકે. માટે જે આયુષ્યનો ઉદય હોય તેને અનુરૂપ કર્મો જ ઉદયમાં આવે. સમય પાક્યો ન હોય તો પડ્યાં રહે. સમય પાક્યો હોય અને પાછાં ઠેલાઈ શકતાં હોય તો ઠેલાય અથવા ખર્યા કરશે. માટે ભવના પ્રમાણમાં પ્રકૃતિમાં પણ પરિવર્તન આવે છે. વાંદરો આગલા ભવમાં ગમે તેવી શાંત પ્રકૃતિવાળો હોય, છતાં વાંદરાના ભવમાં આવતાં વાનરસ્વભાવ પ્રમાણે કૂદાકૂદ ચાલુ થઈ જશે. જે આયુષ્ય ઉદયમાં આવ્યું તેને અનુરૂપ બીજાં કર્મો ખેંચાયા કરશે. માટે બંધમાં ગતિ મહત્ત્વની અને ઉદયમાં આયુષ્ય(ભવ) મહત્ત્વનું છે. ટોપલેવલના (સારામાં સારા) કૂતરા પણ ૭૨ કલાઓ ભણી શકવાના? ના, કેમકે ભવ જ એવો છે.
ન
સભા : આપણા પર લેવું હોય તો કેવી રીતે ઘટાવવું?
મ.સા. ઃ તમને મનુષ્યના આયુષ્યનો ઉદય હોવાથી તેને યોગ્ય કર્મોનો ઉદય જ શક્ય બનશે. દેવતામાં નવાં નવાં રૂપ બનાવવાની, દૂરનું જાણવાની શક્તિ વગેરે છે; પણ તેવાં કર્મો સ્ટોકમાં(સત્તામાં) હોવા છતાં, તેવી આવડત અત્યારે આપણને છે? ના, કેમ? ભવનો ઉદય જ તેવો છે માટે. તેવી રીતે તિર્યંચગતિ/નરકગતિને યોગ્ય કર્મો આત્મા પર સ્ટોકમાં(સત્તામાં)પડ્યાં હશે તો પણ તે કર્મો અત્યારે ઉદયમાં નહિ આવે.
સભા ઃ દરેક કાળમાં આ જ નિયમ?
મ.સા. : હા, આ બધા ત્રિકાલાબાધિત નિયમો છે, કર્મગ્રંથનાં સનાતન સત્યો છે. હા, ઉદયમાં આયુષ્ય અને બંધમાં ગતિને વેઇટેજ(વજન) આપવું પડે. તમામ બંધનાં કારણો સમજવા માટે સદ્ગતિનાં કારણો જાણવાં જરૂરી છે. તમારા માટે બધી ગતિના દ૨વાજા સદ્ગતિ તમારાં હાથમાં !) (૨૨)
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org