________________
પુણ્યપ્રકૃતિ છે. નરકનું આયુષ્ય પાપપ્રકૃતિ છે. કેમકે મનુષ્ય, તિર્યંચ, દેવલોકમાં કોઈ એવો જીવ નથી કે જેને મરવું ગમતું હોય અને જીવવું ન ગમતું હોય. જયારે નરકમાં આત્મા જન્મે ત્યારથી હું મરું તો સારું એમ થાય. જીવન તેને અકારું લાગે એટલો ત્રાસ હોય. જ્યારે પેલા ત્રણને (મનુષ્ય/તિર્યંચદિવને) એવું નથી થતું. માટે આયુષ્ય પર આકર્ષણ છે, અને આકર્ષણ હંમેશાં પુણ્ય તરફ જ થાય. માટે નરક સિવાયનાં બાકીનાં ત્રણ આયુષ્ય પુણ્યપ્રકૃતિ માની છે.
દુનિયાનાં બીજાં બધાં શાસ્ત્રો કર્મ કહીને અટકી ગયાં, પુણ્ય-પાપ કહીને અટકી ગયાં, પણ જૈન શાસ્ત્રો જેવું કર્મનું વિશ્લેષણ ક્યાંય નથી. ચોક્કસ પુણ્ય-પાપ કેમ બંધાય વગેરે ત્યાં નથી. આપણે ત્યાં તો ચોક્કસ કારણો છે કે, આ જીવે મનુષ્યગતિનો જ બંધ કેમ કર્યો? તો કહે, આવા આવા ભાવ હતા માટે. અહીં તો પ્રત્યેક કર્મના બંધ માટે ચોક્કસ ભાવોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
સભા સદ્ગતિ-દુર્ગતિને આટલું વજન કેમ? મ.સા. કેમકે સદ્ગતિમાં મુક્તિમાર્ગની તક છે, દુર્ગતિમાં નથી. વળી બંધનો આધાર ગતિ પર છે અને ઉદયનો આધાર આયુષ્ય પર છે. ગતિ સતત બંધાય છે, આયુષ્ય તો એક જ વાર બંધાય છે. હવે એક વ્યક્તિ મનના ભાવ પ્રમાણે ચકલીને યોગ્ય ગતિનામકર્મ બાંધે છે. કર્મમાં મેચીંગ એડજસ્ટમેન્ટ બહુ છે, એટલે ચકલીની ગતિ બાંધવા યોગ્ય કર્મ બાંધતો હોય તો પછી ચકલીના ભવમાં બુદ્ધિ કેટલી મળે? થોડી જ મળે. એટલે જ્ઞાનાવરણીય કર્મ પણ એવું જ તીવ્ર બંધાય અને તો જ ચકલીના ભવને યોગ્ય એડજસ્ટમેન્ટ થાય. હવે એના બદલે કોઈ કીડીને યોગ્ય કર્મ બાંધતો હોય તો? કેટલી સમજ ઓછી? માટે તેને યોગ્ય ગતિ બાંધતો હોય તો તેનું જ્ઞાનાવરણીય કર્મ હજી ગાઢ બાંધતો હોય. તેવી જ રીતે ચકલીમાં શરીરબળ કેટલું હશે? તમારો બે વર્ષનો છોકરો પણ એને દબાવી દેશે. માટે ચકલીમાં જનારને શરીરબળ ઓછું જ મળવાનું. મનુષ્યગતિને યોગ્ય વીર્યંતરાય બાંધો તેના કરતાં ચકલીને યોગ્ય વીર્યંતરાય તો ગાઢ જ હોય. ડોક્ટર સૌથી પહેલાં હાર્ટ, કીડની વગેરે મહત્ત્વનાં ફન્કશન, મહત્ત્વનાં કાર્યોને તપાસે ને? પછી ૮૦% નિર્ણય લઈ લે. તેમ અહીં પણ સેન્ટ્રલ લાઈન કઈ ગતિ બાંધે છે તે નક્કી થાય, તો બીજાં બધાં કર્મોની આઉટ લાઈન(રૂપરેખા) આપી દઈએ. બીજાં કર્મોનો બંધ ગતિના બંધ તરફ એડજસ્ટ થાય. દેવગતિ બાંધતા હોય તો કૂબડું શરીર મળે? માટે તે વખતે ખોડખાંપણ વિનાના અંગોપાંગ મળે તેવાં નામકર્મો જ બંધાય ને? ત્યાં બુદ્ધિપ્રતિભા કેટલી મળે! હલકામાં હલકા દેવને પણ જન્મે ત્યારથી ૭૨ કલા આવડતી હોય. તમારે એકડો શીખતાં પણ દમ નીકળ્યો છે ને? એટલે દેવગતિને યોગ્ય કર્મ બાંધતો હોય ત્યારે જ્ઞાનાવરણીયકર્મ અલ્પ જ બંધાય, જેથી અમુક કલા વગેરે તો આપમેળે જ પ્રાપ્ત થાય.
આમ, એક ગતિનો બંધ પકડાય તો બીજાં બધાં કર્મોના બંધ પકડાય. તેથી બીજાં કર્મોના બંધ નક્કી કરવા માટે મહત્ત્વનું પાસું ગતિબંધ છે. માટે જ ગતિ પર (સદ્ગતિ તમારા હાથમાં !)
આ કામ મા (૨૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org