________________
ચાલતી નથી. તમે મરજી મુજબ શરીર મેળવ્યું છે કે કર્મે જેવું ભટકાડ્યું તેવું સ્વીકાર્યું છે? તમારી ઈચ્છા કે અનિચ્છા સાથે કોઈ લેવા દેવા જ નથી. કર્મે જે તમને વળગાડ્યું તે જિંદગી સુધી લઈને ફરવાનું છે. જેટલા જન્મે છે તે બધાની ઉપર કર્મનું નિયંત્રણ કેટલું છે, તે સૌથી પહેલાં તેને જે શરીર મળે છે તેનાથી નક્કી થાય છે. શરીરની બાબતમાં પસંદગી/નાપસંદગીની વાત નથી. બધી જ બાબતોમાં તેવું બન્યું છે. ભૌતિક જગતમાં જેટલી જડ વસ્તુ તમારા સંપર્કમાં આવી હોય અને તેને ભોગવી શકો, તે બધામાં તમારું નિયંત્રણ ગૌણ છે. જે વ્યક્તિ આ રીતે સંસારને વિચારે તેને કર્મ યાદ આવે. પછી કર્મબંધનું કારણ, કર્મના પ્રકારો, કયું કર્મ કઈ રીતે બંધાયું, તે બધાનું મંથન ચાલુ થઈ જાય. તમને લોકોને આવા વિચારો આવતા હોય તો સદ્ગતિ કે દુર્ગતિના વિચારો તમારા માટે આવશ્યક બને. તમે લોકો વર્તમાનમાં ભલે કર્મની અસર નીચે જીવતા હો, પણ તેના અનુભવમાંથી બોધપાઠ લેતા નથી. મોટામાં મોટા સલાહકારો, કીડી-મંકોડાના ભવમાં જાય તો એકદમ અબુધ બની જાય છે. એનો એ જીવ, પણ કર્મ બદલાય એટલે તેને ક્યાંથી ક્યાં મૂકી દે. હોશિયારમાંથી ડોબો બનાવી દે, સશક્તમાંથી અશક્ત બનાવી દે. બધા આત્માની શક્તિ સમાન છે, છતાં એક સશક્ત બન્યો ને એક અશક્ત બન્યો. કીડી-મંકોડા-માંકડ-મચ્છર-ઝાડપાનમાં ન જઈએ તેવી કોઈ સાવચેતી ખરી? કે એમને એમ જ જીવનમાં જીવે રાખો છો?
તમામ કામોના બંધમાં ગતિબંધ એ મહત્ત્વનું પાસું છે. ગતિબંધ ઉપરથી બીજાં બધાં કમોંનો બંધ નક્કી થાય છે. અત્યારે કોઈ પણ વ્યક્તિ કેવું કર્મ બાંધે છે, તેનો સો ટકા ખ્યાલ તો પૂર્ણજ્ઞાની જ આપી શકે. કેમ કે સ્થૂલ પણ આપણે માંડમાંડ જોઈ શકીએ છીએ, તો સૂક્ષ્મ જોવાની વાત ક્યાં? છતાં શાસ્ત્રોના આધારથી તમે અત્યારે કેવા પ્રકારનાં કર્મો બાંધો છો તે કહી શકીએ. ડોક્ટર પણ રોગને હાથમાં પકડીને ન દેખાડી શકે. તમારા જીવનમાં ૨૪ કલાક સાતેય કર્મોનો બંધ ચાલુ છે. આયુષ્યકર્મ સતત બંધાતું નથી. આયુષ્યકર્મ એક વાર જે ભવનું બંધાઈ ગયું હશે તે ભવમાં જવું જ પડશે. બીજાં કર્મો બંધાયા પછી ફેરફાર થઈ શકે છે, જયારે આયુષ્યકર્મના બંધમાં ફેરફાર ન થાય.
સભા ચંદરાજાએ મનુષ્યના ભવમાં કૂકડાનું આયુષ્ય ભોગવ્યું? મ.સા. ના, કૂકડાની ગતિ ભોગવી છે. મનુષ્યગતિ અને મનુષ્યઆયુષ્ય બે વસ્તુ જુદી છે. મનુષ્યગતિ બાંધી તો આકાર મનુષ્યગતિને યોગ્ય હોય. ઘોડાની ગતિ બાંધો તો આકાર વગેરે ઘોડાનો હોય. જેવી ગતિ બાંધી હોય તે પ્રકારનો આકાર વગેરે મળે. એટલે ગતિનું કામ આકાર, વગેરે આપવાનું. ચંદરાજાને તિર્યંચગતિ ઉદયમાં આવી પણ આયુષ્ય તો મનુષ્યનું જ હતું.
સભા : આયુષ્ય લાંબું ટૂંકું બંધાવાનું કારણ? મ.સા. તે વખતના શુભાશુભ પરિણામ. નરકનું આયુષ્ય છોડી બીજાં આયુષ્ય (૧૯)
(સદ્ગતિ તમારા હાથમાં !)
-.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org