________________
તેનો થોડો થોડો અંશ અહીં પ્રાપ્ત થઈ શકે છે. દા.ત. તમે નિર્ભયતાથી ક્યારેય કંટાળવાના? અને ભયથી ન કંટાળો તેવું બને ખરૂં? ભય ૨૪ કલાક દુ:ખ આપે છે, નિર્ભયતા ૨૪ કલાક સુખ આપે. નાસ્તિકને પણ આ વાતમાં સંમત થવું પડશે. અત્યારે ૨૪ કલાક ભયભીત છો ને? હવે જેટલી સત્તા શ્રીમંતાઈ/સંપત્તિ વધારે તેટલો ભય વધારે? આ અમદાવાદમાં એવા પણ ઘણા છે જે ફૂટપાથ પર શાંતિથી સૂઈ શકે છે અને તમે ખુલ્લા કંપાઉન્ડમાં પણ સૂઈ શક્તા નથી.
સભા : વાત વાજબી છે. મ.સા. વાજબી નહીં ૧૦૦% સાચી છે. એટલે ભય વધ્યો એટલું દુઃખ વધ્યું. કોઈ કહે તમને સંપૂર્ણ નિર્ભય બનાવી શકે તો તમે પસંદ કરશો ને?
સભા : હા. મ.સા. બસ, તો મોક્ષમાં સંપૂર્ણ નિર્ભયતા છે. આવાં તમામ સાધનો મોક્ષમાં છે.
સભાઃ ફૂટપાથવાળા સાચા સુખી? મ.સા. ના, તેમને ભય ઓછો છે તેમ કહીશ. બાકી તેઓ તો બંગલામાં આવવા તલપાપડ થઈ રહ્યા છે.
સભા એટલે અપેક્ષા ઓછી તેમ સુખ વધારે? મ.સા. ના, સંતોષ હશે તો હાયવોય ઓછી થશે. એટલે માનસિક સુખ મળશે, પણ સાચું સુખ અધ્યાત્મમાં છે. સંપત્તિ ઓછી હોય તો માનસિક શાંતિ વધારે, પણ તે આધ્યાત્મિક સુખ નથી. અમે ખુલ્લા ઉપાશ્રયમાં સૂઈ શકીએ છીએ, ભિખારી ફૂટપાથ પર સૂઈ શકે છે, પણ ભિખારીને બંગલો જોઈએ છે, અમારે તેવું નથી. એટલે નિર્ભયતા અમને વધારે. છતાં અમને પણ સંપૂર્ણ નિર્ભયતા નથી, કેમકે સમતા પામ્યા નથી. અમારે ત્યાં ચારિત્રને અકુતોભય કહ્યું. અનાથીમુનિ રાજમહેલમાં અનાથ હતા, જંગલમાં ચારે બાજુ રાની પશુઓ ફરતાં હતાં ત્યારે સનાથ હતા. તેમના કરતાં સમતામાં રહેલા મુનિઓ ઊંચા.
સભા પાપનો ભય હોય તો? મ.સા. એ તો પ્રશસ્ત ભય આવ્યો. અશુભ ભયના મારણ તરીકે શુભ ભય કેળવવો જોઈએ. તમારામાં પાપનો ભય પેદા કરવા તો આ દુર્ગતિનું વર્ણન કરું છું.
મૂળ પાયા તરીકે દુર્ગતિમાં ભારે દુઃખ છે, સગતિમાં હળવું દુઃખ છે; પણ ચારેય ગતિમાંથી એકેય ગતિમાં સુખ તો નથી જ. માટે દુર્ગતિમાં ડફણાં છે, માટે નથી જવું તેમ માની ત્યાં ન જવું હોય તો પણ ખોટું છે. તેવી જ રીતે સદ્ગતિમાં હળવું દુઃખ છે, માટે સદ્ગતિ પસંદ કરવાની નથી, પણ સદ્ગતિમાં ધર્મ/ધર્મસાધનાની સામગ્રી (૧૭)
- તા(સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org