________________
વધારે છે. નરકમાં સમકિત પામનારા ઓછા, જયારે દેવલોકમાં સમકિત પામનારા વધારે; ધર્મ આરાધના કરનારા નરકમાં ઓછા/ધર્મઆરાધના કરનારા દેવલોકમાં વધારે; મનુષ્યભવમાં ધાર્મિક વિકાસ માટેની તકો/સાધનો/સ્કોપ-ચાન્સ/વિકાસ વધારે અને દુર્ગતિઓમાં આ બધું ઓછું; માટે જ સદ્ગતિ પસંદ કરવા જેવી છે, દુર્ગતિ પસંદ કરવા જેવી નથી. જેઓ મોજમજા કરવા માટે જ દેવલોક/મનુષ્યભવમાં જવા ઈચ્છા રાખે છે, તો તેઓને સદ્ગતિની ઈચ્છાથી પણ પાપ બંધાય છે. તેવી જ રીતે દુઃખોથી ડરીને નરક તિર્યંચમાં નથી જવું, તો દુઃખોની અનિચ્છાથી પણ પાપ બંધાય છે. સદ્ગતિમાં ધર્મની સામગ્રી છે માટે જવું છે અને દુર્ગતિમાં ધર્મની સામગ્રી નથી માટે નથી જવું; તો સદ્ગતિની ઈચ્છા/દુર્ગતિની અનિચ્છા બંનેથી પુણ્ય બંધાય છે, કેમ કે શુભ આશય છે. આનાથી ઊલટું હોય તો પાપ બંધાશે. સગતિ ઈચ્છવાની અને દુર્ગતિની અનિચ્છા કરવાની, પણ તે ધર્મ અને ધર્મની સામગ્રીની અપેક્ષાએ; ભૌતિક સુખદુઃખની અપેક્ષાએ નહિ.
ગઈ કાલે બન્નેના છ-છ કારણ કહેલા અને સાથે કહેલું કે સદ્ગતિનાં છએ છે કારણો નહિ પકડો પણ એક પકડશો તો પણ સદ્ગતિ નક્કી. વિકલ્પ મનપસંદ ગમે તેવા છે ને?
- સદ્ગતિના એક જ કારણથી સદ્ગતિ પામેલાનું દૃષ્ટાંત, આપીશ. દા.ત. અકામનિર્જરા હતી અને બીજાં દુર્ગતિનાં કારણો હતાં છતાં સદ્ગતિ મળી. એટલે અસલામતી દૂર/સલામતી નિશ્ચિત થઈ જાય. મરતાં સુધીની ગેરંટી તો બેંકો/વીમા કંપનીઓ આપે છે, પણ મર્યા પછીનું શું? પણ તમને કઈ પોલીસી પર વધારે વિશ્વાસ છે? તમે અત્યારે વીમાની પોલીસીમાં એક કરોડ મૂકવા તૈયાર, પણ ભગવાનની એક પોલીસીમાં ૨૫ લાખ મૂકવા પણ તૈયાર ખરા? તમને સંસાર કરતાં ધર્મમાં કંઈગણી વિશેષ, સરખેસરખી અથવા અમુક ટકા શ્રદ્ધા છે?
સભા : ધર્મમાં અમુક ટકા શ્રદ્ધા છે. મ.સા. તે પણ કેટલા ટકા આવે?
વ્યાખ્યાન : ૩
તા. ૫-૬-૯૬, બુધવાર.
અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને જડ અને ચેતનનો વિવેક કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
ચેતન મારું સ્વરૂપ છે. જડ એ મારું સ્વરૂપ નથી. જડ પ્રત્યે પરત બુદ્ધિ પેદા થવી જોઈએ. જ્યાં સુધી આ દષ્ટિ ન આવે ત્યાં સુધી ભૌતિકતામાંથી બહાર નીકળી મોક્ષ તરફ જઈ શકીએ નહિ. જડ એવા કર્મના નિયંત્રણથી બધું થાય છે. જીવ જો બધા જડ પદાર્થોનું વિશ્લેષણ કરે તો જડથી પ્રાપ્ત થતાં બધાં સુખો તુચ્છ અને અસાર લાગવા માંડે. તેની પ્રાપ્તિમાં અને ઉપભોગમાં આપણી ક્યાંય મરજી (સદ્ગતિ તમારા હાથમાં !D પણ વાત
૧૮]
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org