________________
લાગે છે. જેમ જેમ આત્મા સમભાવમાં જતો જાય તેમ તેમ ઊંઘની જરૂર ઘટતી જાય છે.
સભા : કો-રીલેટીવ દુઃખ ઊભું કરેલું છે કે નેચરલ(સ્વાભાવિક) છે? મ.સા. : કોઈવાર ઊભું કરો છો, કોઈવાર સંયોગોના કારણે આવે પણ છે. દા.ત. કુદરતી હાજતો. તે તમારા હાથની વસ્તુ નથી, પણ સંસારમાં મોટી મોટી તૃષ્ણાઓ રાખીને પેદા કરેલા સંતાપો તે બધાં જાતે ઊભાં કરેલાં દુઃખો છે. તૃષ્ણાઓ ઊભી ન કરો તો દુ:ખ ન થાય, પણ તમારો સ્વભાવ જ છે કે પહેલાં દુ:ખ ઊભું કરી પછી તેને શાંત કરી તેમાંથી સુખ લેવું. માટે કહ્યું છે કે, દેવલોકમાં પણ સુખ નથી પણ દુઃખની હળવાશ છે.
સભા સાચું સુખ શું? મ.સા. જીવ જે સુખને કાયમ ઈચ્છે છે, તે સાચું સુખ. જેનાથી તમે કોઈ દિવસ કંટાળો નહિ, તે સાચું સુખ.
સભા કર્મજનિત સુખ હોય તે? મ.સા. કર્મજનિત સુખ છે તેમાં થોડી વારમાં કંટાળશો.
સભાઃ તમામ સુખો પુણ્યથી જ મળે છે ને? મ.સા. પુણ્યના ઉદયથી મળતાં તમામ સુખોમાં થોડી વારમાં કંટાળો આવશે, કેમકે તે પણ દુઃખનું રીલેટેડ સુખ છે. અમે તૃમિને સુખ કહીએ છીએ.
સભા એવા કયા વિષયો છે જે કંટાળો પેદા ન કરે? મ.સા. એવા કોઈ ભૌતિક વિષયો નથી જે કંટાળો પેદા ન કરે. કેમ કે ભૌતિક તમામ સાધનો કેવળ કો-રીલેટેડ દુઃખને હળવાં કરનારા છે. કાયમ ખાતે તૃપ્તિ થાય તેવી સામગ્રી મોક્ષ/મોક્ષમાર્ગમાં છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજ સાહેબે યોગવિશિકા ગ્રંથમાં સિદ્ધિસુખના ચેપ્ટરમાં(પ્રકરણમાં) મોક્ષ/મોક્ષના સુખની રજૂઆત કરતાં વ્યાખ્યા કરી છે કે, જ્યાં કોઈ દુઃખનું સાધન નથી અને સર્વ સુખનાં સાધનો હાજર છે તેનું નામ મોક્ષ.
સભાઃ આપની વ્યાખ્યા પ્રમાણે મોક્ષ પામ્યા પહેલાં સુખ અશક્ય છે? મ.સા. : ના, મોક્ષમાર્ગમાં જેમ જેમ ચાલો તેમ તેમ આંશિક સુખ મળતું જશે અને પરાકાષ્ઠાનું સુખ મોક્ષમાં પહોંચી જશો ત્યારે મળશે, પણ મોક્ષ/મોક્ષમાર્ગની બહાર તો સુખ છે જ નહિ.
સભા મોલમાં એવી કઈ ચીજ છે? મ.સા. જે વસ્તુથી તમે કદી ન કંટાળો તેવી બધી વસ્તુઓ મોલમાં ભેગી થઈ છે અને (સદ્ગતિ તમારા હાથમાં!)
(૧૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org