________________
મ.સા. સારું છે એટલે? તાવમાં રાહત જુદી વસ્તુ અને આરોગ્ય જુદી વસ્તુ. દુઃખ હળવું થાય તેને સુખ કહો તો તો દુઃખ હળવાં કરવાના હજાર ઉપાય છે.
સભા સુખની વ્યાખ્યા શું? મ.સા. અમારી સુખની વ્યાખ્યા તમને ગળે ઊતરશે કે કેમ તે પ્રશ્ન જ છે. પણ પહેલાં તમે કોને સુખ માનો છો તે હું પૂછીશ.
સભાઃ મ.સા.
જ્યાં દુઃખ નથી તે સુખ. જ્યાં દુઃખ ન હોય તે સુખ? ખાલી દુઃખ ન હોય તેટલા માત્રથી સુખ કહેવાય?
સભા દુઃખનો અભાવ તે સુખ. મ.સા. તો તો પછી જગતમાં કોઈને મોક્ષમાર્ગની જરૂર જ રહેતી નથી. બધાને ખૂણામાં કલાક બેસાડી દઈએ. કેમકે દુ:ખ તો નથી જ. પણ તમારી સુખની વ્યાખ્યા હંમેશાં બદલાય છે. તમે ક્યારેક ક્યાં, તો ક્યારેક ક્યાં સુખ માનો છો. તમને એ.સી.માં સુખ, પણ શિયાળામાં? દુધપાકમાં સુખ, પણ ચાર/પાંચ વાટકા પીધા પછી?
સભાઃ રીલેટીવ(સાપેક્ષ) છે ને? મ.સા. સુખ અને દુઃખને રીલેટીવ કહેવાં છે કે સુખની ઈચ્છાને રીલેટીવ કહેવી છે? સુખની ઈચ્છારીલેટીવ(સાપેક્ષ) નથી, એબ્સોલ્યુટ(નિરપેક્ષ) છે. કાયમ ખાતે, હંમેશને માટે તમારે સુખ જોઈએ કે થોડા સમય માટે જો થોડા ટાઈમ માટે કહેશો તો અપેક્ષાએ દુઃખ જોઈએ તેવી વાત આવશે. પરંતુ સુખની ઈચ્છા નિરપેક્ષ છે, શાશ્વત છે. હવે જેણે જેમાં સુખ માન્યું તેમાં થોડો ટાઈમ સુખ લાગ્યું. પછી તે છોડી બીજાને પકડ્યું. તમારી સુખ માટેની સ્થિર વ્યાખ્યા નથી. કારણ કે તમે જેને સુખ માની ભોગવવા પ્રયત્ન કર્યો, તેમાં થોડીવાર સુખ મળ્યું, પછી તેમાંથી જ દુઃખ ઝરતું લાગે
સભા : સુખનાં સાધનો રીલેટીવ છે ને? મ.સા. : સાધનો બદલાતાં છે. ભોગની ક્રિયાઓ ખાવું-પીવું-હરવું-ફરવું, સંગીતનાં સાધનો, ટોળટપ્પા, ઊંઘવામાં, આમ ક્રિયાઓ/સાધનો બદલાતાં છે. હવે આ સાધનો પણ કેમ બદલવાં પડ્યાં?
સભા એ સાધનો કાયમ ખાતે સુખ નથી આપતાં. મ.સા. તે સાધનો કાયમ ખાતે સુખ કેમ નથી આપતાં? સાધનોમાં ખરેખર સુખ આપવાની તાકાત હોય તો તો હંમેશને માટે સુખ આપે અને સુખ આપવાની તાકાત ન હોય તો પછી બે મિનિટ પણ સુખ ન આપે. હકીકતમાં સુખ ક્યાંથી શા માટે મળે છે તે - સદ્ગતિ તમારા હાથમાં STA
કાકા ૧૨)
૧
૨.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org