________________
ત્યારથી જ ભય ચાલુ થઇ જાય. પશુયોનિમાં સૌથી પહેલો ભય માબાપનો હોય છે. સાપનાં બચ્ચાંને સાપણ મારી નાંખે, વાંદરાને બચ્ચે જગ્યું હોય અને નર હોય તો તે બચ્ચાને વાંદરો જ મારી નાખે. કેમ કે તેને થાય કે આ જુવાન થશે તો મારો હરીફ થશે,
જ્યારે વાંદરિયોને જીવવા દે. હાથી પણ તેનાં બચ્ચાંને જન્મે ત્યારથી જ મારી કાઢે. આમ પશુયોનિમાં જન્મે ત્યારથી જ મા-બાપ અને કુટુંબથી ભય ચાલુ થાય છે. તે સિવાય પણ આજુબાજુવાળા શિકારીના ભય, વગેરે તો જુદા જ. વળી રક્ષણ માટે ૨૪ કલાક ઝઝૂમવું પડે. ખાવાનાં કે પીવાનાં ઠેકાણાં ન હોય. ખાલી પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં જ તેમનો દમ નીકળી જાય. વળી ક્યારે કોઈની હડફેટમાં આવી જાય તે કાંઈ કહેવાય નહીં. આ બધી વાતોમાં ઉપજાવી કાઢેલું કાંઈ નથી. આ બધું સંસારમાં તાદશ દેખાય તેવું છે. તિર્યંચોમાં એકેન્દ્રિય/બેઈન્દ્રિય/તે ઈન્દ્રિય/ચઉરિન્દ્રિયમાં કેટલી જાતના, કેટલા જીવો અને તેમના ભવોની પરિસ્થિતિ અને સુખદુ:ખનો વિચાર કરો તો તમને થાય કે આ ભવોમાં આપણે ગયા તો આપણા બાર વાગી જવાના.
નરક/તિર્યંચમાં દુ:ખના ઢગલા છે, માટે તે ગતિમાં જતાં તમે ગભરાઓ તે સાહજિક છે. ધર્માત્માએ દુર્ગતિમાં જવાની કામના કરવી તેવું ક્યાંય લખ્યું નથી. કારણકે શાસ્ત્રકારો તમને દુઃખી કરવા ઈચ્છતા નથી. કબીરનું વાક્ય છે કે દુઃખ આવે તો સારું અને સુખ આવે તો નકામું. આપણે ત્યાં આવી વાત માનતા નથી. “દુઃખમાં ભગવાન યાદ આવે માટે દુ:ખને ઈચ્છો અને સુખમાં ભગવાન ભૂલી જવાય માટે સુખને ન ઈચ્છો” આવું વિચારે તેને આપણે ત્યાં મોહગર્ભિત વૈરાગ્ય કહ્યો છે. તમે પણ જીવનમાં ભગવાનને ક્યારે યાદ કરો? આફત હોય ત્યારે કે અઢળક સંપત્તિ હોય ત્યારે? તમારે ત્યાં ભગવાન સુખમાં દૂર કે દુ:ખમાં દૂર? આમ જિંદગીમાં ઘણા માણસો ભગવાનનું નામ ન લેતા હોય પણ દુઃખ આવે ત્યારે તરત જ ભગવાન યાદ આવી જાય. ગાંધીજી સ્ટીમરમાં જતા હતા અને એકાએક સમુદ્રમાં તોફાન ચાલુ થયું. પછી કેપ્ટને જાહેર કર્યું કે “અત્યારે દરિયાનો પવન તોફાની છે. તેથી જીવનનો કોઈ ભરોસો નહિ” ત્યારે ચારે બાજુ ધર્માત્માઓ ભેગા થયા હોય તેવું વાતાવરણ થઈ ગયું. કોઈ અલ્લાહને નમાજ પઢે, કોઈ ક્રોસને નમન કરે. દરેક પોતપોતાના દેવનું ભજન વગેરે કરવા લાગ્યા. તમને લોકોને દુ:ખ આવે ત્યારે ભગવાન યાદ આવે છે. એક કવિએ કહ્યું કે, “હે પ્રભુ! તમને ભુલાવી દે તેવા સુખ પર પથ્થર પડો. રામનામ લઉં, માટે દુઃખ હોય તો સારું”, એટલે કે રામનામ લેવા માટે દુઃખ જોઈએ. પણ શાસ્ત્રો ફરમાવે છે કે જેઓ દુ:ખમાં ભગવાનનું નામ લે છે તેમાંના નવ્વાણું ટકા તો સ્વાર્થી/મતલબિયા છે. તે વખતે ઝટઝટ દુઃખના પંજામાંથી છૂટવા ભગવાનનું નામ લો; એટલે તમારે ભગવાનનું કામ મતલબ પૂરતું જ ને? તબિયતમાં મુશ્કેલી પડે તો ડોક્ટર પાસે જાઓ, કાયદાની ગૂંચ ઉકેલવા માટે વકીલ પાસે જાઓ, તો તેઓ પર સ્નેહ છે? તેઓને પ્રેક્ટિસ કરવી છે અને તમારે સારા થવું છે, એટલે બંનેનો સ્વાર્થ સધાય છે. તેવી જ રીતે તમારો સ્વાર્થ ભગવાનથી સરતો હોય તો ભગવાનને પણ પકડવાની વાત છે.
જૈન શાસ્ત્રો આવાને ધર્માત્મા કહેતા નથી. દુઃખમાં ભગવાન યાદ આવે માટે ( સદ્ગતિ તમારા હાથમાં !D
૧૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org