________________
છે? તેની કોઈ વિશેષ અસર છે જ નહિ? આ દૃષ્ટિકોણ આવશે પછી ઘણા રાગ-દ્વેષ ઓછા થઈ જશે. પણ તમે તો ભીંત સાથે ભટકાવ તો ભીંત પર ગુસ્સો કરો તેવા છો. પણ વિચારજો કે આંખ તમને મળી છે કે ભીંતને? તમે ભીંતની સામે ગયા કે ભીંત તમારી સામે આવી? તેમ તમને કર્મનો બંધ થાય છે, તેમાં બીજાનો વાંક માનતા જ નહિ. અને તેનાથી છૂટવાની ચાવી પણ તમારા હાથમાં જ છે. સતત થતા રાગ-દ્વેષથી ચોવીસ કલાક કર્મબંધ ચાલુ છે. રાગ-દ્વેષ વિરામ પામે તો કર્મબંધ અટકી જાય. નિમોહીને કર્મબંધ નથી અને સમોહીને કર્મનો બંધ અટકી શકે તેમ નથી. હવે કેવા રાગ-દ્વેષ કરો છો અને તજ્જન્ય કેવા ભાવ કરો છો તે કેટેગરી પ્રમાણે કર્મ બંધાશે. જે ક્વોલીટીનો ભાવ હોય તે ક્વોલીટીનું જ એક્ઝટ કર્મ બંધાય.
હવે ચોવીસ કલાક જે કર્મો બંધાય છે તે કયાં કર્મો બંધાય છે? મૂળથી કર્મના ભેદ આઠ છે. કેમકે આત્માના આઠ મુખ્ય ગુણો છે, માટે તેને આવરનારાં કર્મો પણ આઠ માન્યાં. હવે આઠેઆઠ કર્મો સતત બંધાતાં નથી. આયુષ્ય કર્મ તો જીવનમાં એક જ વાર બંધાય. તે સિવાયનાં સાતે સાત કર્મો ચોવીસે કલાક બંધાય છે. અત્યારે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય/મોહનીય વગેરે બધાં કર્મો બંધાય છે.
સભા શુભભાવથી કર્મ ખરી જાય ને? મ.સા. ના. શુભભાવથી પુણ્ય બંધાય. શુદ્ધભાવથી કર્મ ખરે. આ બેઝીક (પાયાની) સમજ વિના સદ્ગતિનાં કારણોની ખબર પડશે નહિ; કેમકે ગતિ ચોવીસ કલાક બંધાય છે. કેવાં કારણોથી કઈ ગતિ બંધાય છે તે જાણશો તો તમને સદ્ગતિનાં કારણોની સ્પષ્ટ ખબર પડશે.
વ્યાખ્યાન : ૨
તા.૪-૬-૯૬, મંગળવાર.
અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માએ જગતના જીવમાત્રને પરમગતિરૂપ મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે આ ધર્મતીર્થની સ્થાપના કરી છે.
મોક્ષ એવી ગતિ છે, જેને આપણે કદી પામ્યા જ નથી. ચોરાસી લાખ જીવાયોનિરૂપ આ સંસારમાં એવો કોઈ ભવ નથી જેમાં વાસ્તવમાં સુખ હોય, પછી ભલે આપણે ભેદ પાડીએ કે નરક અને તિર્યંચ એ દુર્ગતિ છે અને મનુષ્ય-દેવલોક સદ્ગતિ છે. દેવલોક અને મનુષ્યભવમાં બધી સગવડતા છે, જ્યારે નરક-તિર્યંચમાં દુઃખો છે, તેવી તમારી અંડરસ્ટેન્ડીંગ(સમજ) છે; પણ કોઇ ત્રિકાલજ્ઞાની આત્મા તમને કહે કે અહીંથી મરીને શેરીના કૂતરા થવાના છો તો કેવા ગભરાઓ? અહીંયાંથી જવાનું છે તે હકીકત છે, પણ ક્યાં જવાનું છે તેની તમે ચિંતા રાખી નથી. દુઃખ અને આપત્તિઓ ગમે તેટલી આવે તોયે તમારો વિલપાવર એવો ને એવો રહે તેવું નથી. તમે દુ:ખથી ગભરાઓ છો, પણ દુર્ગતિ દેખાતી નથી માટે તેનાથી ગભરાતા નથી. દુર્ગતિમાં જશો તો કેવા હાલહવાલ થશે તેનો તમને કોઈ વિચાર નથી. વળી ઘણા ભવોમાં તો જન્મ ( ૯ )[ " " ના કરી. સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org