________________
સભા : પસંદગી કરીએ છીએ. મહાવિદેહમાં જવું છે. મ.સા. આમણે પહેલાં દેવલોક પસંદ કર્યો, હવે મહાવિદેહ પર આવ્યા. પણ મારે પૂછવું છે કે મહાવિદેહમાં જવા માટે તૈયારી શું કરી? સદ્ગતિ કેવી રીતે બંધાય? દુર્ગતિ કેવી રીતે બંધાય? મનના ભાવો અધ્યવસાયો કયા બંધને યોગ્ય છે? તે બધાનું એનાલીસીસ(વિશ્લેષણ) કર્યું છે?
સભા અહીં આવીએ તો વિચાર કરવાનું મન થાય. મ.સા. તો પછી તમને અહીં જ રાખીએ. પણ અહીં તો અડધો કલાક પણ વધારે નહિ બેસી શકો. જીવે સદ્ગતિના બંધનાં કારણો અને દુર્ગતિના બંધનાં કારણો વિચારવાં જોઈએ. જૈનશાસનમાં સદ્ગતિનાં કારણો બતાવ્યાં છે તે વિચારો, અને એકાદ પણ સગતિનું કારણ પકડી લો, તો ઘણું જોખમ ઓછું થઈ જાય.
સદ્ગતિનાં કારણો છે છે. તેમ દુર્ગતિનાં કારણો પણ છ જ છે. તમામનો આ છમાં સમાવેશ થઈ જાય છે. વળી અહીં ખૂબી એ છે કે દુર્ગતિનાં છ કારણો અને સગતિનાં છ કારણો છે; પણ સદ્ગતિનાં છ કારણોમાંથી એક પણ કારણ આવે તો સગતિની ગેરંટી મળી જાય; એટલે કદાચ દુર્ગતિનાં પાંચ કારણ હાજર હોય અને સદ્ગતિનું માત્ર એક જ કારણ હાજર હોય તો પણ સદ્ગતિ નક્કી છે. ઓશન(વિકલ્પો) બહુ જ અનુકૂળ છે. દુર્ગતિનાં તમામ કારણો દૂર કરવા અને સદ્ગતિનાં તમામ કારણોનો સ્વીકાર કરવો તે તમારા માટે કદાચ શક્ય નથી. પણ સગતિનાં છએ છ કારણો સેવો નહિ અને દુર્ગતિનાં છએ છ કારણોનો ત્યાગ ન કરો, તો પણ સદ્ગતિનું એક પણ કારણ પકડી લો અને દુર્ગતિનું એક કારણ છોડી દો, તો કામ પૂરું થઈ જાય.
સગતિનાં કારણો
દુર્ગતિનાં કારણો
નં
અકામનિર્જરા મંદકષાય શુભ લેશ્યા શુભ ધ્યાન ગુણસ્થાનક દ્રવ્યથી વિરતિ
સુખશીલતા (તીવ્ર પાપબંધ) તીવ્ર કષાય અશુભ લેશ્યા અશુભ ધ્યાન ગુણસ્થાનકનો અભાવ અવિરતિ
૪
w
સદ્ગતિ/દુર્ગતિનાં જેટલાં પણ કારણો છે, તે બધાંનો આ છમાં સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં જેટલા જીવો સળગતિ પામ્યા છે તે બધાએ સદ્ગતિનાં આ છે કારણોમાંથી જ કોઇને કોઇ કારણ સેવેલું અને જેટલા જીવો દુર્ગતિમાં ૭ ) :
( સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org