________________
જરૂર ન પડે. જીવનમાં સુખી થવું હોય, દુઃખમાંથી મુક્ત થવું હોય તો ધર્મની જરૂર પડશે. ધર્મને શરણે ગયેલાને સુખ સાહ્યબી ન મળ્યાં હોય તેવું બન્યું નથી અને અધર્મના શરણે ગયેલાને દુઃખ/સંતાપ ન મળ્યાં હોય તેવું બન્યું નથી. માટે કહો કે અમારે સુખ/ શાંતિ નથી જોઇતાં, પરંતુ જો કહો કે સુખ-શાંતિ જોઇએ છે, તો અમે કહીએ છીએ કે તેના માટે ધર્મ સિવાય બીજો કોઇ ઓપ્શન(વિકલ્પ) નથી. ભૂતકાળમાં જેટલા જીવો સુખશાંતિ પામ્યા છે, તે બધા ધર્મના પ્રભાવે જ પામ્યા છે. વર્તમાનમાં પણ કોઇ સુખ/શાંતિ પામે છે, તો માનજો કે તે ધર્મનો જ પ્રભાવ છે. જેના જીવનમાં ધર્મ નથી તેના જીવનમાં ધર્મ ન હોવાથી હૈયામાં હોળી જ હશે તેમાં શંકા નથી. પણ હજી આ વાત તમને હૃદયમાં બેસતી નથી. જે દિવસે આ વાત હૃદયમાં બેસશે, તે દિવસે તમારું વલણ બદલાયા વિના રહેશે નહિ. આગમાં હાથ નાંખવા કોઇ તૈયાર થશે? અને પાણીમાં હાથ નાંખતાં કોઇ અચકાશે ખરો? તેમ જ્યારે ગણિત થયું કે ધર્મમાં હાથ નાંખવો તે સુખશાંતિ છે, અને અધર્મમાં હાથ નાંખવો તે દુઃખ-પીડા છે, તે દિવસે ધર્મ તરફ સાચું વલણ થયા વિના નહિ રહે. પણ હજી આવું દેખાતું નથી, બાકી તો વિચારવાની રીત જ જુદી હોય, જ્યાં જ્યાં સંતાપ દેખાશે ત્યાં ત્યાં થશે અધર્મ આવ્યો...
સભા : આ માટેનું દૃષ્ટાંત આપો.
મ.સા. : સવારથી સાંજ સુધીની કોઇ પણ પ્રવૃત્તિ લો. બજારમાં ગયા. ઘરાકે તમારી મરજી મુજબનો વ્યવહાર ન કર્યો એટલે ગુસ્સે થયા; તો અશાંતિ થઇ. તે વખતે લાગે કે ક્રોધરૂપી અધર્મ આવ્યો એટલે દુઃખ થયું? જમવામાં જ્યાં અણગમતી વસ્તુ આવે, અશાંતિ થાય ત્યારે લાગે કે દ્વેષરૂપી અધર્મ આવ્યો એટલે અશાંતિ આવી ? માટે આ જ નિયમ છે કે વગર અધર્મે જીવનમાં રતિભાર દુઃખ/અશાંતિ આવે જ નહિ. ધર્મને આવા દૃષ્ટિકોણથી(એંગલથી) વિચાર્યો છે? દીકરો માંદો પડ્યો, બેબાકળા થઇ ગયા. તે દુ:ખ કેમ આવ્યું? દુનિયામાં કેટલાય માંદા પડતા હશે પણ ટેન્શન થાય છે? ના. અને અહીં ટેન્શન કેમ થયું? મમતા છે માટે જ ને? તો તે વખતે થાય કે મમતારૂપી અધર્મ જ હતો? મમત્વ ન હોત તો ગમે તેટલી માવજત કરો પણ શાંતિ હણાય ખરી? પણ તમને કયું ફાવે? શાંતિ કે અશાંતિ?
સભા ઃ આવું કેમ થતું હશે?
મ.સા. : કેમકે તમને દુઃખ જ ગમે છે. ઘણા તો જાણે દુ:ખી થવા જ સર્જાયા છે. કેટલાકને કોઇ ચિંતા નથી. દીકરા વગેરે ઠેકાણે પડી ગયા હશે, પૈસા પણ હશે, પણ આખો દિવસ ટેન્શન ચાલુ! તે પણ શેનું? નાનું નાનું-એકલા એકલા વિચારે કે કમ્પાઉન્ડ સાફ કરવાવાળો નથી આવ્યો. તેની પણ ચિંતા. છાપાં વાંચતાં પણ ટેન્શન લઇ લે. ધર્મ એવી વસ્તુ છે કે તેને સમજતા થઇ જાઓ તો આખું જીવન બદલાઇ જશે. ભલે મોડા જાગ્યા પણ હવે તો તૈયારી કરો! ૮૪ લાખ જીવાયોનિઓ મોં ફાડીને ઊભી છે.
સદ્ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only.
દ
www.jainelibrary.org