Book Title: Sadgati Tamara Hathma
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 9
________________ તમે અમારી પાસે આવો છો એટલે તમે અમારા ભગત એવું માનીએ તો અમે ભોળવાઈ ગયા માનવાનું. ડોક્ટરની વાતથી ગભરાઓ છો કેમકે ત્યાં વિશ્વાસ છે. અમારા પર એટલો વિશ્વાસ નથી, એટલે નિશ્ચિત થઈ બેઠા છો. જીવન જીવવામાં કદાચ ફેરફાર આવે કે ન પણ આવે, પણ અમારી વાત પર વિશ્વાસ હોય તો એક વાર ચિંતા તો ચાલુ થઈ જ જાય. અત્યારે તો તમારા જીવનમાં અમને પરલોકની ચિંતા જ દેખાતી નથી. તમારા મન પર આલોકની ઘણી ચિંતા/ટેન્શન છે. આલોકની જવાબદારીઓને રાતદિવસ વિચારો છો પણ પરલોકની કોઈ ચિંતા નથી. માટે અમારે પરલોકનું ટેન્શન ઊભું કરવું સભાઃ આટલું ઓછું છે? મ.સા : ના, એવું નથી. જે દિવસે પરલોકનું ટેન્શન ઊભું થશે તે દિવસે આલોકનાં ઘણાં ટેન્શન હળવાં થઈ જશે. પછી તો આલોકનાં પ્રોબ્લેમ્સ નોમીનલનહીંવત) લાગશે. અત્યારે હેજમાં ઓછું આવી જાય છે, પણ પછી તો થશે કે કીડી-મંકોડાના ભવમાં કોણે કેર(કાળજી) લીધી હતી? અત્યારે અબજો કીડીઓ મરે છે, કીડી પર કોઇનો પગ પડી જાય અને તરફડિયાં મારશે, તોયે ભૂખ-તરસનો કોઈ ભાવ પૂછશે? આવા ભવમાં આપણી પણ શું દશા હતી? તમને નરક દેખાતી નથી પણ આ બધા ભવો તો પ્રત્યક્ષ દેખાય છે ને? ઝાડપાન ધોમધખતા તાપમાં તપે છે, કોઈ છે પૂછનાર? ગમે તેટલી તપેલી જમીન પર પાંદડું તૂટીને પડશે તો કોઈ ઉપાડનાર ખરું? આ યાદ આવશે પછી તો આલોકનાં ઘણાં ટેન્શન/દુઃખો ઓછો થઈ જશે. ઘણા સ્ટેજમાં દુઃખી દુઃખી થઈ જાય છે. પરલોક દેખાવાનું ચાલુ થાય અને પરલોકની ચિંતા આવે, પછી આલોકનાં ટેન્શન દસ ટકા પણ નહિ રહે. વળી પરલોકદષ્ટિ આવશે પછી તો પરલોકના સ્થાનની પસંદગીની વાત પણ આવશે. અહીંથી ક્યાં જવું છે તો તમારા હાથની વાત છે ને? સભાઃ બંધ પડી ગયો હોય તો? મ.સાઃ એવું નક્કી નથી. નાની ઉંમરમાં ધર્મ પામનારને તો આયુષ્યબંધ ન પડ્યો હોય. આયુષ્યના છેલ્લા ૧/૩ ભાગમાં જ પરલોકનું આયુષ્ય બંધાય. વળી ઘણાને તો છેલ્લા પીરીયડમાં જ આયુષ્ય બંધાતું હોય છે; માટે સ્કોપ-શક્યતા છે. આ ભવછોડી પરભવમાં જવાનું છે તેમાં કોઈ શંકા નથી. જન્મેલા માટે મૃત્યુ તો નિશ્ચિત જ છે; પણ મૃત્યુ ક્યારે, કઈ રીતે આવશે તે નક્કી નથી. મૃત્યુ આગળથી સમાચાર આપીને નહિ આવે. આંખના પલકારામાં ઝડપી લે તોય કાંઇ કહેવાય નહિ. પણ પરલોકમાં જવાનું હોય તો ચોરાસી લાખ જીવાયોનિમાંથી કઈ યોનિ પસંદ કરવી છે? સભા દેવલોક મ.સા. તમને દેવલોકનાં વર્ણન સાંભળો એટલે મોંમાં પાણી છૂટે અને આમ પણ તમને જે જોઇએ તે દેવલોકમાં જ છે, મોક્ષમાં નથી ને? (સદ્ગતિ તમારા હાથમાં !) શકે શનિ ( ૪) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 178