Book Title: Sadgati Tamara Hathma Author(s): Yugbhushanvijay Publisher: Gitarth Ganga View full book textPage 7
________________ તમે તો હજી દુ:ખ સાથે કોમ્પ્રોમાઇઝ (સમાધાન) કરી કરીને જીવો છો. સંડાસ-પેશાબ વગેરેમાં મઝા આવે છે? છતાં તે દુ:ખ સાથે સમાધાન કરી લીધું ને? તમે દુઃખ સાથે સમાધાન ન કરો તો એક દિવસ ઘરમાં પણ ન રહી શકો. ઘરમાં પણ દીકરા-પત્ની સાથે સમાધાન કરી લીધું છે ને? જીવનમાં ઘણાં દુ:ખોને “આ તો આમ જ હોય” એમ કરી સ્વીકાર કરી લીધાં છે. જયારે ભગવાનને તો સ્ટેજ પણ દુઃખ નહોતું જોઇતું અને પરિપૂર્ણ સુખ જોઇતું હતું. માટે જ ભગવાને સંસાર છોડી મોક્ષ પસંદ કર્યો, તમને સંસારની ઘણી જગાઓ પસંદ પડે તેવી છે ને? ભગવાનને રતિભાર પણ દુઃખ પસંદ નહોતું. તમને મીઠાઈ ખાવા મળતી હોય તો દંડા ખાવા તૈયાર ને? તમને દુઃખ સાથે જેટલો વિરોધ છે તેના કરતાં કંઇગણો વિરોધ ભગવાનને હતો. માટે તમને સુખ સાહ્યબી જોઇએ તેની સામે વાંધો નથી. પરાકાષ્ઠાની સુખસાહ્યબી મોક્ષમાં છે. જેની પાસે પરમ ઐશ્વર્ય/શક્તિ/આનંદ સુખ છે તેનું નામ જ ઈશ્વરને? ભગવાન દુઃખી હોય? પરમ સુખ/સત્તા સંપત્તિ વૈભવમાં તૃપ્ત હોય તેને જ આપણે પરમેશ્વર કહીએ છીએ. માટે તમને સુખસાહ્યબી જોઇએ તેની સાથે અમને વાંધો નથી, પણ તે કેવાં જોઈએ છે? તમે દુ:ખ/ઉપાધિને સુખસાહ્યબી માન્યાં છે અને ખરાં સુખસાહ્યબીને ઓળખ્યાં નથી. ભૌતિક સુખમાં સાચું સુખ પુરવાર થાય તો તેને માથે લઈ ફરો, અમને વાંધો નથી. પણ ભૌતિક સુખ/સંપત્તિથી આજ સુધીમાં કોઇ સુખી થયો હોય તેવો એક પણ દાખલો ખરો? સત્તાધીશોને ચેન શાંતિ છે? કે ચિંતાનો ખડકલો છે? તમને લાગે કે સત્તા એટલે બધા કંટ્રોલમાં રહે, પણ બધા એમને એમ જ કંટ્રોલમાં રહે કે કંટ્રોલમાં રાખવાની ચિંતા રાખવી પડે? સત્તાધીશ એકલો બહાર નીકળી ન શકે, ડબ્લોપીલોમાં પણ મઝથી સૂઈ ન શકે. અમદાવાદમાં ફૂટપાથ પર મઝથી સૂઈ જનારા કેટલા? અને એરકન્ડીશનમાં મઝથી સૂઈ જનારા કેટલા? વળી આજના સત્તાધીશોને તો લોકોની પણ ગાળો જ ખાવાની ને? છતાં તમને બધાને ત્યાં લાડવા દેખાય છે. આ બુદ્ધિનો ભેદ છે. સુખસત્તાને ઓળખ્યાં નથી. જ્યાં સુધી બુદ્ધિનો આ મહાભ્રમ દૂર ન થાય ત્યાં સુધી લક્ષ્ય બદલાવાનું નથી. ધ્યેય ઊલટાં હશે તો પુરુષાર્થની દિશા પણ ઊલટી જ રહેવાની. કર્મ બંધન છે. તેનાથી દુ:ખ/ઉપાધિ ઊભાં કર્યા છે. તે સમજી સમજી તેનાથી બહાર નીકળવાનું છે. અહીં મેં વિષય લીધો છે સદ્ગતિનાં કારણો કેટલાં? દુર્ગતિનાં કારણો કેટલાં? તમે પરલોકમાં ક્યાં જશો તેની હજી શંકા છે કે સદ્ગતિ રીઝર્વ(અનામત) છે? યાદ રાખજો પરલોકમાં જવાનું તો નક્કી જ છે. તમે નાસ્તિક હો અને આત્મા/પરલોક ન માનો તો જુદી વાત, પણ તે છતાં પરલોક ભૂંસાઈ જવાનો નથી. તમારી ઈચ્છા મુજબ દુનિયા ચાલતી નથી. સામે ભીંત છે, તે તમે ન માનો અને ચાલશો તો ભીંત સાથે અથડાશો. ભીંત નહીં માનો તેટલા માત્રથી ભીંતથી બચી નહિ શકો. ઘણાં સત્યો વાસ્તવિક છે, જેનો સ્વીકાર કર્યા સિવાય છૂટકો જ નથી. “હું આત્મા છું, મરીને ક્યાંક જવાનું છે, પચાસ-સાઈઠ વર્ષની આ જિંદગી જ મારું અસ્તિત્વ નથી, પણ ભૂતકાળ ભવિષ્યકાળ અનંતકાલ છે.” માટે આ જીવનમાં અપેક્ષા પૂરી થાય એટલે કામ પતી (સદ્ગતિ તમારા હાથમાં!) તો કરે [૨] Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 178