Book Title: Sadgati Tamara Hathma
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 13
________________ ગયા તે બધા પણ સદ્ગતિનું એક પણ કારણ ન સેવવાથી અને દુર્ગતિનાં કોઈપણ એકાદ કે વધુ કારણને લીધે જ દુર્ગતિમાં ગયા છે. હું છએ છ કારણો બતાવીશ. પછી તેમાંથી ઇઝીયેસ્ટ(સહેલામાં સહેલું) કારણ બતાવીશ. તમારે તો આ ક્ષેત્રમાં ઈઝીયેસ્ટ જ જોઇએ ને? તમને બધાને આંતરિક બાબતો જાણવામાં રસ નથી અને આવાને ધર્મ બહુ ન ફાવે. કેમકે ધર્મ એ તો આંતરિક વસ્તુ/ભાવ છે. તમે તમારા આંતરિક ભાવોનો થોડોથોડો પણ વિચાર કરતા થાઓ કે, મારા મનના ભાવો કેવા છે? તેનાથી કેવા કર્મબંધ થાય? અત્યારે તો કર્મ બંધાય છે કે નહિ? અને બંધાય છે તો કેવું બંધાય છે? તેની જ તમને ખબર નથી. અત્યારે બાધા જેવા છો! તમને ચોટ લાગે માટે જ આવાં કડક વિશેષણ વાપરું છું. બહુ લાંબી નહીં તો પણ ટૂંકી માર્મિક સમજણ પણ જીવનમાં કેળવી લો. બાકી સંસારમાં આપણું રાજ નથી ચાલતું. કર્મ બાંધતી વખતે જ તમારી મરજી ચાલે છે, બાંધ્યા પછી તો કંપલ્સન(ફરજીયાત) છે, નો ચોઇસ(પસંદગી નહિ). તમે કર્મને સમજવા માંગતા હો તો થોડી મૂળભૂત પાયાની વાતો સમજો. કર્મ આત્મા પર શું કામ લાગે છે? જૈન ફીલોસોફી પ્રમાણે કર્મ જડ છે. તેમાં કોઈ સમજદારી નથી. સમજદારી ચેતનમાં છે. આપણે કર્મનાં રજકણો માન્યાં છે. તે સૂક્ષ્મ છે, માટે નજરે દેખાતાં નથી. ધૂળનાં રજકણો પૂલ છે, માટે દેખાય છે. ચૌદ રાજલોકમાં આ કર્મનાં રજકણો ઠાંસી ઠાંસીને ભરેલાં છે. તે આપણે પેદા કર્યા નથી પણ કુદરતની વ્યવસ્થા પ્રમાણે સહજપણે છે. અનંતકાલથી છે. જ્ઞાનીઓએ જ્ઞાનમાં જોયાં છે અને તેના પુરાવા તરીકે લોજીકો (તર્કો) પણ આપ્યા છે. ધૂળ જેમ આપમેળે છે, તેમ આ પણ આપમેળે જ છે. પણ તે કર્મો આત્માને ક્યારે લાગે? તો જ્યારે આત્મામાં સ્પંદન થાય અને રાગ-દ્વેષની ચીકાશ આવે, ત્યારે આ કર્મો આત્માને લાગે છે. ધૂળ ભીંત પર ક્યારે ચોટે? તેના પર ભીનાશ/ચીકાશ હોય ત્યારે. ચોવીસે કલાક કર્મ વળગે છે તેમાં બીજાનો વાંક નથી. સભા નિમિત્તોથી કર્મો લાગે છે? મ.સા. હા, પણ નિમિત્તોની અસર લેવી કે ન લેવી તે તમારા હાથની વાત છે. તમે દરેક વાતમાં નિમિત્તનો જ વાંક કાઢો ને? કોઈ ગાળ આપે તો શું કહો? એણે ગાળ આપી પછી ગુસ્સો તો આવે જ ને? એટલે વાંક ગાળ આપનારનો ને? શાસ્ત્રમાં આના માટે સિંહવૃત્તિ-શ્વાનવૃત્તિનાં દૃષ્ટાંત છે. સિંહ અને શ્વાન બંને જનાવર છે, પણ કૂતરાને લાકડી મારો તો કૂતરું લાકડીને બચકું ભરશે. તમે દૂર હો અને પથ્થર મારશો તો કૂતરું તમને નહિ જુએ પણ પથ્થરને જ બચકાં ભરશે. જ્યારે સિંહવૃત્તિ કેવી છે? જંગલમાં કોઇ તીરથી સિંહને મારશે તો સિંહ તીર પર નહિ, પણ તીર મારનાર પર છલાંગ મારશે. તમે દુ:ખ જયાંથી આવે, તે મૂળ સ્રોતને પકડો કે નિમિત્તને પકડો? દરેક પ્રોબ્લેમમાં કોઈને કોઈ કારણ જ છે ને? બધા વાંક બીજાના જ ને? તમારા જીવનના દુ:ખની જવાબદારી તો બીજાની જ ને! પણ ક્યારેય વિચાર આવ્યો કે આ બધા તો નિમિત્તમાત્ર સિદ્ગતિ તમારા હાથમાં !) કે " કા કી ૮) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 178