________________
દુઃખ ઈચ્છતા હો, તો તો પછી દુર્ગતિ જ માંગવાની આવી. હવે ધર્મ તમને દુર્ગતિની અભિલાષા/ઈચ્છા કરવાનું કહેતો નથી. શાસ્ત્ર તો તમે દુ:ખના પંજામાંથી મુક્ત થાઓ તે માટે ધર્મ બતાવવા માંગે છે. સદ્ગતિરૂપ દેવલોકમાનવભવમાં જવાની ઈચ્છા ધર્માત્માએ કરવી તેવું શાસ્ત્ર કહે છે. સદ્દગતિની ઈચ્છા કરવાની કે સગતિમાં જવાની માંગણી કરવાની ભગવાનના શાસનમાં ના નથી, પણ તે ઈચ્છા શા માટે કરો છો? સદ્ગતિમાં સુખ છે માટે જવું છે? અને દુર્ગતિમાં ભયાનક આધિવ્યાધિ/ઉપાધિ/આપત્તિ વિપત્તિઓ છે, માટે જવા જેવું નથી? સદ્ગતિ પસંદ કરવા પાછળનું કારણ શું? અને દુર્ગતિ નાપસંદ કરવા પાછળનું કારણ શું? તમારે દુર્ગતિ નથી જોઈતી અને સદ્ગતિ જોઈએ છે તે પણ કબુલ. સદ્ગતિમાં જવાની તમારી ઈચ્છાને બિરદાવીએ છીએ, પણ પ્રશ્ન એટલો જ છે કે દુર્ગતિમાં કેમ જવું નથી?
સભા દુર્ગતિમાં દુઃખો છે. મ.સા. તો તો પછી કોઈ ગતિમાં નહિ જવાનું. કેમકે ૮૪ લાખ જીવાયોનિરૂપ સંસારમાં કોઈ સ્થાન એવું નથી જ્યાં દુઃખ ન હોય. સદ્ગતિમાં સુખ છે માટે જવું છે, તેવું માનસ હોય તો તે પણ ભ્રમ છે. હકીકતમાં સદ્ગતિ/દુર્ગતિ બંનેમાં દુઃખ જ છે. ૮૪ લાખ જીવાયોનિરૂપ આખો સંસાર દુઃખમય છે. સુખ વાસ્તવમાં શોધ્યું જડે તેમ નથી. અમારી દષ્ટિએ સદ્ગતિમાં હળવું દુઃખ છે, દુર્ગતિમાં ભારે દુઃખ છે.
સભા વચલો રસ્તો શું? મ.સા. દેવ/મનુષ્યમાં, નરક-તિર્યંચ જેવાં ભારે દુઃખ નથી. સગતિમાં થોડાંક હળવા દુઃખ છે. માટે સદ્ગતિમાં જાઓ તો તમને રાહત મળે. પણ રાહત શેમાં? દુઃખમાં.
જ્યાં હળવાં દુઃખો છે, તેવા સદ્ગતિના ભવો છે. પણ સદ્ગતિમાં પણ સુખ તો નથી જ. સુખ તો પરમગતિરૂપ મોક્ષમાં જ છે. મોક્ષ અને મોક્ષમાર્ગ સિવાય જેને બીજે સુખનાં દર્શન થાય છે, તેની દૃષ્ટિ મિથ્યાત્વથી ભ્રમિત થયેલી છે.
સભા દુઃખમાં હળવાશ એટલે જ સુખ ને? મ.સા. : દુ:ખમાં હળવાશને જ સુખ કહેવું છે? આને જ સુખ કહેશો તો તો પછી ખભા પર ૧૦ કિલોના ભારવાળી બૅગ મુકાવી એક કિલોમીટર ચલાવીએ, થોડી વાર પછી બૅગ લઈ લઈએ, પછી સુખ મળશે ને? દુ:ખમાં રાહતને જ સુખ કહેતા હો તો તો પછી સુખી થવાના હજાર કીમિયા બતાવું. કૂદકા મારો, પગના ગોટલા ચઢે પછી માલીશ કરો, ચૂંટી ખણો પછી પંપાળો એટલે સુખ મળશે. પણ વિશ્વનો કોઈ બુદ્ધિશાળી માણસ દુ:ખમાં રાહતને સુખ માને?
સભાઃ પંદર દિવસથી ચાર ડીગ્રી તાવ આવતો હતો, પછી તે બે ડીગ્રી થાય અને કોઈ પૂછે, કેમ છે? તો સારું છે એમ જ કહીએ ને? (૧૧) ૧
. ( સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org