Book Title: Sadgati Tamara Hathma Author(s): Yugbhushanvijay Publisher: Gitarth Ganga View full book textPage 6
________________ સદ્ગતિ તમારા હાથમાં! વ્યાખ્યાન: ૧ તા. ૩-૬-૧૯૯૬, સોમવાર અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને સર્વ કર્મનો ક્ષય કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. મહાપુરુષોની દષ્ટિએ આત્માને કોઇપણ બંધન હોય તો તે કર્મનું બંધન છે. જીવનમાં જેટલી પરાધીનતા/પરવશતા છે, તેમાં જો કોઈ કારણ હોય તો તે કર્મ જ છે, તેવું શાસ્ત્રકારોનું નિદાન છે. તમારે શરીરની પણ ઘણી ડીપેન્ડન્સી (પરતંત્રતા) છે, એટલે શરીર કામ આપે તો કાંઈ પ્રવૃત્તિ કરી શકો, ઇન્દ્રિયો પણ કાંઈ સહકાર આપે તો જ્ઞાન વગેરે મેળવી શકો. આ ઇન્દ્રિયદેિહ બધાની પરવશતાનું મૂળ કારણ આત્માને લાગેલું કર્મ છે. જો તે કર્મ ન હોય તો આ પરાધીનતા/પરવશતા અને તેનાથી ઊભાં થતાં પ્રોબ્લેમ્સ રાહ નહિ. અત્યારે બધાથી સાવચેતી રાખવી પડે છે, પણ આત્મા તો અરૂપી/નિરંજન નિરાકાર છે, તેને વાગવા/દુઃખવાનો સવાલ જ નથી; પણ અત્યારે તે શરીરરૂપી પાંજરામાં પુરાયેલો છે, માટે આ બધાં પ્રોબ્લેમ્સ છે. તે બધામાં મૂળ કારણ કર્મ જ છે. માટે જ્યાં સુધી આ કર્મ પ્રત્યે દ્વેષ,અરુચિ ન થાય અને તેનો ક્ષય કરી તેનાથી છૂટવાનું મન ન થાય, ત્યાં સુધી સાચો ધર્મ કરવાનું મન ન થાય. વળી કર્મ આપણને પ્રતિક્ષણ લાગી જ રહ્યું છે. એક પણ ક્ષણ એવી નથી કે આત્મા પર સતત કર્મનો પ્રવાહ ચાલુ ન હોય. અને જૈનશાસનના કર્મવાદના સિદ્ધાંત પ્રમાણે વગર વાંકે કર્મની કોઈ સજા નથી. કુદરતની વ્યવસ્થા જ એવી છે કે વાંકગુનો હોય તેને જ સજા થાય છે. કર્મના સિદ્ધાંત પર વિશ્વાસ હોય તો માનવું જ પડે કે અપરાધની સજારૂપે જ કર્મ ચોંટે છે. આ કર્મ શા માટે લાગે છે? અને તે કર્મબંધનાં કારણો શું છે? તે નહીં સમજીએ ત્યાં સુધી બંધની સજામાંથી છટકી નહીં શકીએ. પણ તમને જો આલોક પરલોક પર જ શંકા હશે તો અમારી વાતો નહીં બેસે. “હું આત્મા છું, મારું સ્વરૂપ દેહથી ભિન્ન છે અને તે બધું કર્મના સંયોગથી છે. તેનાથી જ મારા આલોક-પરલોક ઘડાય છે,” વગેરે સત્યો નહિ સમજો તો કર્મથી છૂટવા જે સાધના કરવાની છે તેમાં ઉત્કંઠા નહિ જાગે. તમને કર્મના બંધનમાંથી મુક્ત કરવા ધર્મ છે. પણ તે બંધન, બંધન જ ન લાગે અને મુક્ત થવાની ઇચ્છા જ ન હોય તો ધર્મની જરૂરિયાત લાગે? આજે તમારે ધર્મની સાચી જરૂર છે? સભા સુખ-સાહ્યબીમાં ધર્મ જરૂરી નથી લાગતો. મ.સા. ? તો ધર્મ તમારા સુખ-સાહ્યબી છીનવી લેવા માંગે છે? ધર્મ તો જીવમાત્રને સુખ-સાહ્યબી આપવાની વાત કરે છે, અને તે માટે ધર્મના શરણે ગયા સિવાય છૂટકો નથી. તીર્થકરોને પણ સુખ જોઈતું હતું માટે જ સાધના કરી અને સાધના કરીને પૂર્ણ સુખને પામ્યા હતા. તમારા કરતાં ભગવાનને દુઃખ સાથે કંઇગણો વિરોધ હતો. ( ૧ ) શ (સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 178