________________
સભા મૂળ આશય તો મોક્ષ જ છે. મ.સા.: મોક્ષ ગમે તેને દેવલોકમાં મઝા દેખાય? અને દેવલોકમાં મઝા દેખાય તેને મોક્ષનો ખ્યાલ પણ આવે? તમને મેળવવા લાયક બધી વસ્તુ સંસારમાં છે કે મોક્ષમાં છે? મનને પૂછો શું શું જોઈએ છે અને જે જોઇએ છે તેમાંની કઈ વસ્તુ મોક્ષમાં છે? પછી તો જોઇતું બધું સંસારમાં આવશે અને ન જોઇતું બધું મોક્ષમાં હશે. માટે રૂપાળો દેહ, યૌવન, મોજશોખનાં સુંદર સાધનો દેવવિમાનો/બંગલા/હરવાફરવાની વસ્તુઓ આ બધી વસ્તુઓ તો સંસારમાં જ છે ને? તમારે નથી જોઈતું તે બધું મોક્ષમાં
સભા મોક્ષમાં પરમસુખ છે ને? મ.સા. શબ્દો ગોખ્યા કરે ન ચાલે, પણ પરમસુખ શેમાં છે તે મનમાં બેસવું જોઈએ. બાકી તો મોક્ષનું સુખ વાતોનાં વડાં લાગશે. કોઈ પૂછે, મોક્ષમાં છે તેમાંની કઈ વસ્તુ ગમી કે જેથી તમારે મોક્ષમાં જવું છે? તો શું કહો?
સભાઃ કર્મબંધ ન થાય. મ.સા. તો પછી કર્મથી કંટાળ્યા છો?
સભા : હા. મ.સા. તો પછી દુઃખ આપનારા કર્મથી કંટાળ્યા છે કે સુખ આપનારા કર્મથી કંટાળ્યા છો? પુણ્યથી કંટાળ્યા છો કે પાપથી? મોક્ષમાં પુણ્ય નથી માટે તે પણ મોક્ષમાં જતાં પહેલાં ખપાવવું પડશે. પુણય-પાપ બંનેથી મુક્તિ તે મોક્ષ. કર્મથી છૂટવું છે પણ પુણ્યકર્મને તો દોડીને બાઝી પડો તેમ છો. પુણ્ય બંધન નથી લાગતું, હારતોરા લાગે છે. માટે કર્મમાત્ર પ્રત્યે દ્વેષ,અરુચિ થઈ નથી અને આવી વ્યક્તિ મોક્ષનો દાવો કરે તો તે પોકળ કહેવાય કે સાચો? જીવનમાં ધર્મના ક્ષેત્રમાં ગમે તેટલાં આંધળુકિયાં કરશો ખબર નહિ પડે. શું મળશે તે જ પ્રશ્ન થશે. જાતને પૂછો-શું જોઈએ છે? મોક્ષ નથી જોઈતો તો શું કામ નથી જોઇતો? દેવલોકમાં પણ શું કામ જવું છે? એવું પૂછો તો ખુલાસો શું હશે?
સભા ત્યાં મઝા છે. મ.સા. તો પછી શાસ્ત્ર કહે છે કે, દેવલોકમાં મઝા દેખાય તેને મોક્ષમાં દુઃખ દેખાય, અને મોક્ષમાં મઝા દેખાય તે જલદી દેવલોકને ઇચ્છે જ નહિ. આ કાળમાં ધર્મક્ષેત્રમાં તો રીટાયર્ડ ક્લાસ જ આવે. અહીં મોટાભાગના ધોળાવાળવાળા જ છે.
સભા તેમને જ ધર્મની જરૂર છે ને? મ.સા : ના, સમજદારને તો જન્મે ત્યારથી જ ધર્મની જરૂર હોય. બેવકૂફને જ ધર્મની ( ૫ )
(સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org