________________
વિનોબાજી-બાળકોબાજી, મુનિશ્રી સંતબાલજી, શ્રી ભદ્રમુનિ (સહજાનંદઘનજી), આચાર્ય ભુવનરત્નસૂરિ (ભુવનવિજયજી), આચાર્યજનકચંદ્રસૂરિ, મુનિશ્રી ભુવનચંદ્રજી, સંતશ્રી આત્માનંદજી, શ્રી દયામુનિ, મ.મુનિશ્રી ચંદ્રપ્રભ, સાધ્વીશ્રી ભાવપ્રભાશ્રીજી, સાધ્વીશ્રી વિચક્ષણાશ્રીજી, ચંદ્રપ્રભાશ્રીજી, ડૉ. તરુલતાબાઈ, પ્રવીણાશ્રીજી, દિગંબરાચાર્યશ્રી નિર્મલસાગરજી, આચાર્ય સુશીલકુમારજી, ઈ.
આટલા બધા મુનિજનો જ જો શ્રીમજીને તેમના પ્રત્યક્ષ અને પરવર્તીકાળમાં ગુરુપદે સ્થાપતા હોય (કેટલાક કટાક્ષ-ષ્ટિ મુનિઓના શબ્દોમાં “એક ગૃહસ્થીને !) કે પ્રભાવિત થતા હોય (અને તેઓ સ્વયં તો આ “ગુરુપદથી તદ્દન નિસ્પૃહ રહ્યા હોય) તો તેમના યુગપ્રભાવકત્વ કે યુગપ્રધાનત્વનું એ સૂચક નથી? અસ્તુ. - શ્રીમદ્જીથી પ્રભાવિત કે સમર્પિત જે મુનિજનો કે આત્માઓનો આ પંક્તિલેખકને ઉપકારક સુયોગ સાંપડ્યો તેમાં પ્રથમ મુનિશ્રી ભુવનવિજયજી (આ. ભુવનરત્નસૂરિજી), પ્રજ્ઞાચક્ષુ પં.શ્રી સુખલાલજી, શ્રી ભદ્રમુનિજી-સહજાનંદઘનજી, આત્મજ્ઞા માતાજી ધનદેવીજી, વિદુષી અધ્યાત્મયોગિની વિમલાતાઈ, આદિ છે, જેમણે આ. શ્રીમદ્ પરવર્તીકાળમાં અન્ય અનેકોને પણ શ્રીમદ્જીની આત્મચેતનાને ઊર્ધ્વલોકમાંથી આત્મસાતુ. કરીને અદ્ભુત આત્મ-સંસ્પર્શ કરાવ્યો છે. તેમાં મહત્ત્વપૂર્ણ છે ગહન અંતરચિતનરત આત્મા પ્રજ્ઞાચક્ષુ પં.શ્રી. સુખલાલજી અને હું કોણ છું'ના શ્રીમવચનોથી જીવનપરિવર્તન અને જિનમાર્ગની નિગ્રંથ પ્રવજ્યા પામનારા અને તેમના જ અમૃત-વચનાધારે સ્વયંના શુધ્ધ બુધ્ધ ચૈતન્યધની આત્માનો સાક્ષાત્કાર પામનારા યોગીન્દ્ર યુગપ્રધાન શ્રી સહજાનંદઘનજી : બને અગ્રસ્થાનીય પરમપુરુષો. પ્રજ્ઞા સંચયન, શ્રી સદગાનંદધન મુરુથા' આદિ તેમના પ્રત્યેના આ અલ્પાત્માના ગુરુતર્પણો છે. પ્રથમ અંતજ્ઞની પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીનું શ્રીમસાહિત્ય અન્યત્ર છે.
બીજા આત્મજ્ઞાની ધનદેવીજીએ અલ્પ શાળા-શિક્ષણ છતાં શ્રીમા તત્ત્વાધારે આત્માનુભવની ઊંચાઈઓ માપી, જે તેમના રચેલા નિખ પદ જેવા અનેક પદોમાં વ્યક્ત થાય છે :
“આજ મારા આત્મપ્રદેશે આનંદગંગા ઉલસી રે, જ્ઞાન-જ્યોતિ પ્રગટી સર્વાગે, દૃષ્ટિ-અંધતા વિણસી રે.... આજ. અદ્ભુત આત્મ-સ્વરૂપ નિહાળ્યું, દેહ-દેવળથી ભિન્ન રે, આત્મ સ્વરૂપમાં જગત નિહાળ્યું, છએ દ્રવ્ય ભિન્ન-ભિન્ન રે... આજ.
રાજગાથા