________________
રહેવા છતાં અને બિઝનેસમાં ગોડાઉનમાં બેઠે બેઠે આ દેહધારીને સમાધિ લાગી ગઈ. એમાં વિશ્વદર્શન પણ થયાં. એમાં પૂર્વ આરાધના કરેલી તેમાંથી કંઈક ભાગ નજરમાં આવ્યો. હવે આગળનો રસ્તો તે પણ બરાબર સાફ – આ રસ્તો (નિગ્રંથ પ્રવજ્યાનો).”
– શ્રી ભદ્રમુનિ-સહજાનંદઘનજી (શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, હેપી સંસ્થાપક : “જીવનમર્મ' સી.ડી.) આવી મહાપરિણામદાતા, ભગવાન મહાવીર-પ્રબોધિત તેમના વર્તમાન અનુગામી શ્રીમદ્ રાજચંદ્રજી દ્વારા અનુસંધાનિત અને તેમના નિશ્રાગત પ્રભુશ્રી-પરવર્તીકાલીન પદાનુસારી બાહ્યાંતર નિગ્રંથ શ્રી ભદ્રમુનિ-સહજાનંદઘનજી દ્વારા પ્રયોગસિધ્ધ એવી સ્વયંની-સ્વાત્મની શોધ આ કળિકાળે પણ કેટલી બધી ઉપાદેય અને ઉપકારક છે! “એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” (શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્ર-૧૬) “શુધ્ધ બુધ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ !” (શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્ર-૧૧૭)
યુગદેષ્ટા, યુગપુરુષ, યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજી પરમકૃપાળુદેવ જ્ઞાનાવતારે આપેલો આ જ્ઞાન-બોધ, આત્મબોધનો પરમાર્થપંથ, શ્રી જિનેશ્વર પ્રણીત મૂળમાર્ગનો પરમાર્થ પંથ, અનેકાનેક ભવ્યાત્માઓને આ કાળમાં જગાડતો ગયો – હું કોણ છું?” ના નાનકડા પ્રશ્ન દ્વારા : શુધ્ધ બુધ્ધ સ્વાત્માના પ્રત્યુત્તર દ્વારા.
એમના કાળમાં, સો વરસ પહેલાં એમના દ્વારા પ્રત્યક્ષપણે સ્વયં-પ્રભાવિત સ્વનામધન્ય સર્વશ્રી સૌભાગભાઈ, મહાત્મા ગાંધીજી, મુનિશ્રી લઘુરાજજી-લલ્લુજી દેવકરણજી આદિ સાત મુનિઓ જુઠાભાઈ-અંબાલાલભાઈ-માણેકલાલ-રેવાશંકરભાઈ, અનુજ મનસુખભાઈ, પોપટભાઈ આદિ આદિ ભવ્યાત્માઓ ઉપરાંત એમના તત્ત્વબોધ અને જીવનથી પરોક્ષપણે પ્રભાવિત પણ અન્ય અનેક પુરુષો, વિર્જનો રહ્યા. એ સર્વેમાં મુનિશ્રી નાનચંદ્રજી “સંતશિષ્ય', પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્યશ્રી સુખલાલજી, ડૉ. ભગવાનદાસ મહેતા, શ્રી કાનજી સ્વામી, આદિ કહી શકાય.
તો એમના નિકટના આ પરવર્તીકાળમાં એમનાથી પ્રભાવિત થયેલા કે એમને સમર્પિત થયેલા વિકજનોની એક વણઝાર ઉપરાંત આ સંતો, સપુરુષો, ત્યાગીજનો, મુખ્યતઃ જૈનમુનિઓ ઉલ્લેખનીય અને અનુમોદનીય છે : શ્રી બ્રહ્મચારીજી, આચાર્ય જિનમાર્ગના સ્વયંસંબુદ્ધ વર્તમાન પ્રભાવક શ્રીમદ્ રાજચંદ્રજી