________________
લોકાંતે પ્રભુ સિદ્ધ નિહાળ્યાં, સુખ સંપત્તિ ભંડાર રે, સિધ્ધ સમાન સ્વરૂપ જ મારું, નિજસંપત્તિ અધિકાર રે. આજ.
(‘ભક્તિઝરણાં” પૃ.-૫) તો ત્રીજા આત્મજ્ઞાની અધ્યાત્મયોગી “સપ્તભાષી આત્મસિધ્ધિ'ની ભૂમિકાનાં લેખિકા વિદુષી વિમલાતાઈ જેવા વિદ્યાવારિધિએ આત્માનુભવની એ ઊંચાઈઓને સ્વયં વિકસાવવા ઉપરાંત શ્રીમદ્ભા અદ્ભૂત અપૂર્વ જીવનની અમાપ્ય ઊર્ધ્વગામિતા છતાં આવા શબ્દોમાં વિદેશીઓ અને ભારતના જન-જન માટે સુલભ બનાવી :
સમગ્રતાનું જીવન જીવતા શ્રીમદ્ રાજચંદ્રને સો વર્ષ થયાં. આ મહાન ક્રાંતિકારી અને ઉમદા સજ્જન ૩૨ વર્ષનું જ આયુષ્ય જીવ્યા. રાજચંદ્ર સંવેદનશીલ અને મૃદુ સ્વભાવના યુવાન હતા. એક વ્યાપારી તરીકે તેઓ મુંબઈમાં રહ્યા અને વિકસ્યા. એમણે હિંદુધર્મના તેમજ જૈનધર્મના સિધ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો. XXX વ્યાપારની લેવડદેવડ પણ સાદી છતાં શોભતી રીતે કરે. પ્રામાણિકતા અને સચ્ચાઈપૂર્વક વાત કરે. xxx મૌનવ્રત લીધા સિવાય પણ મીન જાળવે. તે પરિણીત હતા xxx રાજચંદ્ર પોતાનું સ્થાન છોડીને ક્યાંય દૂર ન ગયા xxx પત્નીને શાપરૂપ ન ગણી. એના પ્રત્યે લેષ પણ નહીં અને ત્યાગનો ઉપદેશ પણ ન કર્યો. જીવનના અંત સુધી એમણે ક્યારેય ત્યાગ ન કર્યો. ક્યારેય પોશાક ન બદલ્યો. વસ્ત્રાન્તર, દીક્ષાન્તર, આશ્રમાન્તર કંઈ ન કર્યું. જે રીતે જીવતા હતા એ જ રીતે જીવતા રહ્યા, પરંતુ ભાઈને, પત્નીને બધી વાત સંવાદી રીતે સમજાવી. વવાણીઆ, ખંભાત, ઈડર, અગાસ, ઉત્તરસંડા, રાજકોટ વગેરે જુદાં જુદાં સ્થળે જ્યાં એમને સાધના લઈ ગઈ ત્યાં ખપ પૂરતું રહ્યા. એકાંત માટેની ભૂખ, એકાંત માટેની તરસ એમને જંગલોમાં લઈ ગઈ. ત્યાં તેઓ નિર્ભયતાપૂર્વક રહ્યા. xxx જ્ઞાની તરીકે જાણીતા થયા. જ્ઞાની અવસ્થા એ છે જેમાં માણસ તથ્યને, વસ્તુને, જેવાં છે તેવાં જ જુએ છે. xxx સ્પષ્ટતા આત્મસાક્ષાત્કારનો પ્રાણ છે. જીવનમાં જે બોધનું અવતરણ થયું તેનું લાવણ્ય સરળતા અને સ્પષ્ટતા સાથે લઈને આવે છે. રાજચંદ્ર પાસે એ બને હતાં. એટલે એમનો પત્રવ્યવહાર પણ દિવસે દિવસે વધતો ગયો. ઘણા પત્રો તો આત્મીય બની ગયેલા સૌભાગભાઈને લખાયા છે. આ પત્રો અને સાદા શબ્દોમાં લખાયેલાં એમનાં પદો ગુજરાતી ભાષામાં ગાણિતિક ચોકસાઈ, સાદાઈ અને યથાર્થતાના નમૂના તરીકે સાહિત્યનો ભાગ બની રહે છે. xxx હકીકતમાં હું પણ શ્રીમનું સાહિત્ય વાંચવા જ ગુજરાતી ભાષા શીખી.” (‘અપ્રમાદ યોગ’ : Yoga of Silence : પૃ. ૨૦-૨૧-૨૨) (સંક્ષેપ) જિનમાર્ગના સ્વયંસંબુદ્ધ વર્તમાન પ્રભાવક શ્રીમદ્ રાજચંદ્રજી