________________
પૂજ્ય માતાજીનું ઉપર્યુક્ત મહાપ્રયાણ અને છેલ્લે ૨૦૦૯માં ઉપકારક વિમલાતાઈનું પણ મહાપ્રયાણ – આ સધળા આત્મીયજનોના પ્રસ્થાનો પછી નિયતિએ અમને અનેક પ્રતિકૂળતાઓના પડકારો ભરેલા સ્વયં પુરુષાર્થના મુકામે લાવી મૂક્યા છે. એક બાજુથી આમાં એકલતા છે, બીજી બાજુથી સદેહે નહીં છતાં વિદેહે-મહાવિદેહે બેઠેલાં પરમગુરુઓની કૃપાધારાની વર્ષા છે. વિપરિતતાઓ વચ્ચેથી એ જ અમારું યોગક્ષેમ ચલાવે છે – તેમના જ આદેશિત કાર્યો સંભવ કરાવવા માટે, તેમની જ આજ્ઞાઓનું અનુપાલન કરાવવા અર્થે !
નિર્વિકલ્પ વિશ્વાસ છે કે તેઓ અમારી આંગળી ઝાલી ચાલે છે અને પાર પહોંચાડશે જ તેમના ચરણ શરણમાં.
સંકેત છે રવિબાબુના શબ્દોમાં “અંતવિહીન 'નોહતો અંધકાર”, કવિમિત્ર નાથાલાલ દવેના શબ્દોમાં, “શત તણા અંધાર પાર કો ઉષા ઉઘડતી ન્યારી” અને મહાયોગી આનંદઘનજીનાં શબ્દોમાં “મેરે ઘટ જ્ઞાનભાનુ ભયો ભોર.”
એ જ્ઞાન-ભાનુ, એ જ્ઞાન-સૂર્ય પેલા ગુરુદેવ સહજાનંદઘનજી-આદેશિત “પ્રતીક્ષા છે સૂર્યની !”ના પ્રત્યુત્તરમાં છે. વીતરાગવાણી ગુંજાવવાની, ગાંધીજીના અહિંસક શિક્ષક એવા શ્રીમજીને વિશ્વસમક્ષ વિશ્વમાનવરૂપે મૂકવાની તેમની ૧૯૬૭ની આર્ષવાણી આજ ૨૦૧૭માં પચાસ વર્ષે ફળી રહી છે, તેમનામાંથી પ્રેરણા પામનારા “યુગપુરુષ મહાત્માના મહાત્મા”ના અને અમારા “મહાસૈનિક” નાટ્યસ્વરૂપો દ્વારા ! વિશ્વકલ્યાણકર, સપુરુષોના યોગબળનો જય હો ! ૐ શાંતિ.
પુનશ્ચ : આ ગ્રંથ માટે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ વડવાના શતાબ્દી પ્રસંગે સંપાદકનું અનુમોદન-અભિવાદન કરાયું - નવેમ્બર ૨૦૧૬. સત્યરુષોના યોગબળનો જય હો ! શ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અભિનવ સ્વરૂપ સપ્તાભાષી આત્મસિદ્ધિઃ ૨૧૧