Book Title: Rajgatha
Author(s): Pratap J Tolia
Publisher: Vardhaman Bharati International Foundation

View full book text
Previous | Next

Page 245
________________ પાડી સરસ મજાનો ખુલ્લો ઓટલો બનાવ્યો છે. સમગ્ર લત્તાવાસીઓ સત્સંગ, સદાચારની પ્રવૃત્તિ કરે તેવા ઉમદા હેતુથી ઓટલાની જમીન સમર્પિત કરી દીધી છે. તાજેતરમાં શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણીનાં ઉપક્રમમાં અમરેલી આવેલા પ્રતાપભાઈ ટોલીયાએ આ દિવસોમાં એટલે કે જ્ઞાનપંચમી તા. ૨૫-૧૦-૧૭થી શ્રીમદ્ રાજચંદ્ર જયંતિ-કાર્તિકી પૂર્ણિમા તા. ૪-૧૧-૨૦૧૭ સુધી વિવિધ કાર્યક્રમો જેવા કે શ્રીમદ્નાં પદોનું બાળકો દ્વારા ગાન, સર્જક-સંવાદ દ્વારા તત્વશીલ સાહિત્યનો પ્રચાર-પ્રસાર, વિદ્વાનોનાં વકતવ્ય, કાવ્યપાઠ અને વિવિધ આયોજનો કર્યાં હતા. શ્રીમદ્ રાજચંદ્રજી અને મહાત્મા ગાંધીજી ચિંતન સત્ર એ કેન્દ્રીય વિચાર હતો. આ દિવસોમાં અમરેલીના વિદુષી નારી, સાહિત્યકાર, અભ્યાસુ એવા ડો. કાલિન્દીબેન પરીખ દ્વારા શ્રીમદ્ અને મહાત્માનાં આધ્યાત્મિક વાર્તાલાપ, મુલાકાત, પ્રશ્નોત્તરી, ભારતીય દર્શનોમાં જૈન વિચારધારા અને તેની નજદિકનું સામ્ય ધરાવતી ગાંધી વિચારધારાની વિશદ્ એવી છણાવટ કરવામાં આવી હતી. આધ્યાત્મિક પથના કવિ હરજીવન દાહ્ડા અને કવિ હર્ષદ ચંદારાણાનો કાવ્યપાઠ પણ થયો હતો. આ લખનાર (પરેશ મહેતા) દ્વારા જરૂરી એવું સંકલન કરવામાં આવ્યું. તા. ૪થી નવેમ્બર '૧૭ની વિરામ બેઠકમાં પ્રતાપભાઈ ટોલીયાના સાથી પ્રાધ્યાપક ડો. વસંતભાઈ પરીખે નાદુરસ્ત તબિયત હોવા છતાં હાજરી આપી બેઠકને ઔર ગરિમાયુક્ત બનાવી દીધી. કવયિત્રી પારુલ ખખ્ખર દ્વારા ભાવવાહી કાવ્યપાઠ કરવામાં આવ્યો હતો. આ તકે વિવિધ તબક્કાઓમાં અમરેલીના પ્રબુધ્ધ નાગરિકો, સર્જકો વાસુદેવ સોઢા, નિખિલ વસાણી, મહેન્દ્રભાઈ જોષી, પંકજભાઈ જોષી, હાર્દિક વ્યાસ, સ્વાતિબેન જોષી, રમાબેન દેસાઈ, સુભાષ વ્યાસ, વિપુલ વ્યાસ, રજનીભાઈ ભટ્ટ વિગેરેએ સાક્ષીભાવે સર્જક-સત્સંગનો આનંદ લીધો હતો. પ્રતાપભાઈ ટોલીયા હવેથી અમરેલીમાં નિયમિતપણે ઓટલાની સાહિત્ય સભા, સત્સંગ કરવાનાં છે ! જે અમરેલી નગરને એક વિશેષ લાભ છે, જો લેતાં આવડે તો...! અંતમાં શ્રીમદ્ રાજચંદ્રજી રચિત પુષ્પમાળાનાં પ્રથમ પુષ્પની સુગંધ સાથે વિરામ લઈએ : “રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિંદ્રાથી મુક્ત થયા, ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો !” પ્રમાદની ભાવ-નિદ્રાને ત્યાગતાં આપણે આત્મભાવમાં લીન બનીએ. આ સારીયે પુષ્પમાળાની સુવાસનો આનંદ-લાભ પામીને આજના આ દિવસને અને સારાય જીવનને ધન્ય બનાવીએ... કવિ લેખકશ્રી. પરેશ મહેતા (અમરેલી એક્સપ્રેસ, ૭-૧૧-૧૭) શ્રીમદ્ રાજચંદ્ર : જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું ૨૩૧

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254