________________ શ્રીમદ્ રાજચંદ્રજીની એક યુગ પ્રધાન યુગપુરૂષ તરીકેની વિશ્વ-વિશ્રુતિ છતાં ઘર આંગણનાં જ કેટલાક સજ્જનો હજુયે તેમના પ્રત્યે પ્રશ્ન-દૃષ્ટિએ જુએ છે ત્યારે વર્તમાનના મહપુરૂષોને મહાપ્રશ્નો (આ પુસ્તકની પ્રસ્તાવના અને અન્ય ચિંતનાત્મક લેખોના સંદર્ભમાં) ".... તટસ્થ અને ચિંતક ભાવે શ્રીમહ્નાં લખાણ વાંચ્યા સિવાય એમને વિષે અભિપ્રાય બાંધવા કે વ્યક્ત કરવા એ વિચારકની દૃષ્ટિમાં ઉપહાસાસ્પદ થવા જેવું અને પોતાનું સ્થાન ગુમાવવા જેવું છે.” - પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય ડો. શ્રી સુખલાલજી: (પ્રજ્ઞા સંચયન+દર્શન અને ચિંતન) શ્રીમદ્ગી જ્ઞાનદશા સમજ્યા વિના કે તેમના વિષે આવું ચિંતન કર્યા વિના અપ્રસ્તુત પ્રશ્નો જ પ્રસરાવવાની વર્તમાનના ઘણા કથિત મહતપુરૂષોની પ્રવૃત્તિ છે, જો એ સર્વ મુનિવર્યો, આચાર્યો કે વિદ્વ૬નો ગુણજ્ઞ-ગુણગ્રાહી ન હોય તો તેમને આ પુસ્તક શાંતભાવે વાંચી-વિચારી જોવા વિનંતી છે. જો એમ ન બને, શ્રીમદ્રસાહિત્યનું સંપૂર્ણ અધ્યયન ન બને ને કેવળ સ્વ-મતાગ્રહ, કેવળ કુતકધારે, આત્માનુભવનો પ્રયોગ માત્ર અપનાવ્યા વગર શ્રીમદ્જીની વિરલ વીતરાગ માર્ગ પ્રભાવના અને છિન્નભિન્ન પરંપરાના ઉધ્ધાર માટેની શાસન દાઝ પ્રત્યે, ભારત અને વિશ્લોધ્ધારની ભાવના પ્રત્યે, એમણે જો વાદવિવાદ યુક્ત પ્રશ્નો જ ઊઠાવવા હોય, તો તેમને સોને આ પ્રતિ-પ્રશ્નો સમર્પિત છે : (1) શ્રીમદ્ ગૃહસ્થાશ્રમી ? જૈન દર્શન 15 ભેદે ‘સિધ્ધ’ માને છે ? તેમાં “ગૃહસ્થલિંગી’ પણ સિધ્ધ ગણાય છે ? (2) મહત્ત્વ આત્મજ્ઞાન-કેવળજ્ઞાન પામવાનું છે કે કેવળ વેશધારણનું ? (3) વેશધારણ પણ બાહ્યાંતર બંને નિર્ગથતા યુક્ત કે ‘લક્ષિત', દ્રવ્ય+ભાવ સહ હોવું ઘટે ને ? (4) વર્તમાનકાળે આવી બંને પ્રકારની, અંદર-બહારની નિર્ચથતા-યુક્ત જિનાજ્ઞાને પૂણતઃ નહીં તો અંશતઃ પણ કયા ગચ્છ-મત સંપ્રદાય અપનાવે છે ? દિગ. ? જે. ? સ્થાનકવાસી ? તેરાપંથી ? (5) પ્રભુ મહાવીરના આત્મ-કેન્દ્રિત મૂળ વીતરાગમાર્ગનું પ્રતિનિધિ સ્વરૂપ આ સર્વેમાં ક્યાં ? (6) નિશ્ચય-વ્યવહાર ને ઉપાદાન-નિમિત્ત ઉભયનું સર્વાગી, સમગ્ર સંતુલિત પાલન થાય છે ખરું? (7) અંતર્લક્ષ્ય, આત્મલક્ષ્યપૂર્વક, ભાવસહિત, જાગૃત , અમૃતાનુષ્ઠાન એવી ધર્મક્રિયા થાય છે ખરી ? (8) આટલા બધા ગચ્છો, સંપ્રદાયો, અન્યોન્યના સુકૃતોની અનુમોદના કરે છે ?' ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતા, એ આનંદઘન કથન અને “ગચ્છ-મતની જે કલ્પના” શ્રીમ-કથન શું કહે છે ? (9) આમાંના ઘણા અંદરોઅંદર લેશો-કષાયો વધારે છે કે ઘટાડે છે ? આ સૌને વીતરાગના મૂળ શુધ્ધાત્મમાર્ગને શોધવા-અપનાવવાની ઝંખના જાગે છે ? તો તેમને વંદના. (10) શ્રીમદ્રસાહિત્યના ઉપર્યુક્ત તટસ્થ અધ્યયન ને ઉન્મુક્ત પરિશીલન કર્યા વિના જ તેમની આશાતના નિંદા કરી કર્મબંધન નથી કરતા ? વર્તમાન શ્રીમજી ક્યાં, કઈ દશામાં છે તે જોવાનું ચૈતન્ય ટેલિવિઝન તેમની પાસે છે? (11) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ જેવા સરળતમ, કાળજયી શ્રીમ-ગ્રંથમાં (એ ગાગરમાં) જૈન દર્શનથી કે અન્ય કોઈ પણ ધર્મ-દર્શનથી વિરૂધ્ધ-વિપરિત શું છે ? એ કોઈ લેખથી કે શાસ્ત્રાર્થથી સિદ્ધ કરી બતાવશે ? વર્તમાનના એક જૈન મત-સ્થાપક પ્રત્યક્ષ ચર્ચામાં આ સિધ્ધ કરી શક્યા નથી, બીજા એક જૈનાચાર્યે પોતાની આશાતનાર્થે લેખિત ક્ષમાપ્રાર્થના કરી છે અને ત્રીજા એક કથિત શાસ્ત્રશબ્દજ્ઞાની મુનિવર એક એક વર્ષથી આ પડકારનો પ્રત્યુત્તર વાળી શક્યા નથી ! અંતે સર્વ પ્રશ્નાર્થીઓના પ્રત્યુત્તરોની પ્રતીક્ષા સાથે, સિધ્ધસમ સર્વ જીવોની અને સતપુરૂષોની અભિવંદના, જેમનું યોગબળ જ આ સકળ વિશ્વનું શ્રેય કરનાર છે. ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ II. - પરમગુરુ કૃપાકિરણ : પ્ર.