Book Title: Rajgatha
Author(s): Pratap J Tolia
Publisher: Vardhaman Bharati International Foundation
Catalog link: https://jainqq.org/explore/032320/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શજગાથા પ્રા. પ્રતાપકુમાર ટોલિયા. Page #2 -------------------------------------------------------------------------- ________________ લેખકનું સ્વરસ્થ સંગીતમય રાજ-સાહિત્ય (પૂર્વે રેકર્ડ/કેસેટ ગાનઃ હવે સી.ડી.- ડી.વી.ડી.પેન ડ્રાઈવમાં ઉપલબ્ધ) શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્ર (શ્રીમદ્જીની અમર કૃતિ ગુજ+હિન્દી) + અપૂર્વ અવસર રાજપદ-રાજવાણી-રાજભક્તિ (ગુજ+હિન્દી બહુ પુણ્ય' ઈ પદો : વચનામૃત પરમગુરુ પદ (ગુજ+હિન્દી) : શુભ શીતળતા, યમનિયમ, ઇ. શ્રીમદ્-પદો ભક્તિ કર્તવ્ય (ગુજરાતી) : અનંત અનંત, જડ ને ચેતન્ય, હે પ્રભુ ! ઇ. શ્રીમદ્ – પદો ધૂન-ધ્યાન : ‘સહજાભસ્વરૂપ પરમગુરુ, મંત્રગાન (વિવિધ)+ નવકાર-ધ્યાને ભક્તિ ઝરણાં : (ગુજરાતી) આજ મારા આત્મ પ્રદેશ, રાજચંદ્ર પ્રભુના દરબારે. સહજાનંદ પદ : (હિન્દી-ગુજરાતી) મો.યુ.શ્રી સહજાનંદધનજીના સ્વયં સ્વરમાં સહજાનંદ સુધા (ગુજરાતી) મો.યુ.શ્રી સહજાનંદધનજી રચિત શ્રીમદ્ – પદો ‘વિશ્વમાનવ શ્રીમદ્ રાજચંદ્રજી', પાંચ સમવાય, આત્મભાન વીતરાગતા શ્રી કલ્પસૂત્ર, આત્માની અનુભૂતિ, ઈ. ૫૭ જેટલી પ્રવચન સી.ડી. સંપુટયો.યુ.શ્રી સહજાનંદધનજીની સ્વયંની અનુભવ-વાણીમાં (પ્રતાપકુમાર + સ્વ. પારુલ + ડો. વંદના ટોલિયાની હિન્દી-અંગ્રેજી કોમેન્ટ્રી) | Kindly view & subscribe our "You Tube” Channel for these all. “Prof. Pratapkumar Toliya Jain Music.” Thank You ! આ સર્વ અને અન્ય વર્ધમાન ભારતી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન પરથી ઉપલબ્ધ • પ્રધાન પુસ્તકો છે • સપ્તમારી માસિદ્ધ - પંચભાષી પુષ્પમાળા - શ્રી. સહંજ્ઞાબંધન પુનાથી 218011911 (G+H) • HET Afich • The Great Warrior of Ahimsa • Vishwa Manav Shimad Rajchandraji (E + H) • uşil Halen जैन वास्तुसार • महावीर दर्शन + महावीर कथा • आत्मदृष्टा माताजी •Why Abattoirs-Abolition? પુaોરતે Ėમૂક્ષપશુ દક્ષિણાપથની સાધનાયાત્રા Page #3 -------------------------------------------------------------------------- ________________ 150મી શ્રીમદ્ રાજચંદ્ર જન્મજયંતિના પાવન અવસર પર રાજમાથા (શ્રીમદ્ રાજચંદ્રજીનું અંતર્જીવન-દર્શન : અભ્યાસપૂર્ણ પ્રકીર્ણ લેખો) પ્રા. પ્રતાપકુમાર ટોલિયા અને યો.યુ. શ્રી સહજાનંદઘનજી પ્રકાશક : યોગીન્દ્ર યુગપ્રધાન સહજાનંદઘન પ્રકાશન પ્રતિષ્ઠાન વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન પ્રભાત કોમ્પલેક્ષ, કે.જી. રોડ, બેંગલોર-૫૬૦૦૦૯. I Page #4 -------------------------------------------------------------------------- ________________ RAJGATHA (Gujarati Articles about inner life of Shrimad Rajchandraji) On the occasion of his 150th Birth Celebration © Author Prof. Pratapkumar J. Toliya Y. Yugpradhan Shri Sahajanandghanji E-mail : pratapkumartoliya@gmail.com Mobile : 09611231580 લેખક : પ્રા. પ્રતાપકુમાર જે. ટોલિયા અને યોગીન્દ્ર યુગપ્રધાન શ્રી સહજાનંદઘનજી ® સવાધિકાર : લેખક પ્રથમ આવૃત્તિઃ ૨૦૧૮ પ્રત ઃ પ૦૦ મૂલ્ય: રૂ. ૧૫૧/- U.S. $ ૫૧/ પ્રકાશક : પ્રાપ્તિસ્થાના (૧) યોગીન્દ્ર યુગપ્રધાન સહજાનંદઘન પ્રકાશન પ્રતિષ્ઠાન, વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન પ્રભાત કોમ્પલેક્ષ, કે.જી. રોડ, બેંગલોર-પ૬૦૦૦૯. (૨) પરમકૃપાળુ કુટિર, ટોલિયા ડેલો, ગાંધી શેરી, અમરેલી-૩૬૫૬૦૧. (૩) પરદેશમાં : ફાગુની (ફોન : 001-605-536-2661) મુદ્રણ અને ટાઈપ સેટીંગ: નૌતમ રતિલાલ લાલભાઈ શાહ વિનાયક પ્રિન્ટર્સ, ભદ્ર, અમદાવાદ-૩૮૦૦૦૧. મો. ૯૯૦૯૨૦૬૦૬૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ श्रीमद् राजचंद्रजी कायोत्सर्ग मुद्रा में कलिकाल कल्पवृक्ष परमकृपाळु देव श्रीमद् राजचन्द्रजी (हंपी आश्रमस्थित प्रतिमा) Page #6 -------------------------------------------------------------------------- ________________ अनन्य आत्मशरणप्रदा सद्गुरूराजविदेह । पराभक्तिवश चरण में धरं आत्मबलि एह ॥ परमगुरु राजचन्द्र शरणापन्न योगीन्द्र युगप्रधान सहजानंदघन सद्गुरु देव दीक्षा : संवत् १९९१ लायजा (कच्छ) महाप्रयाण : कार्तिक शु. २, ज्येष्ठ शु. १५, बोरड़ी संवत् २०२७, हम्पी "गुलाब के फूल तुल्य, गुरु का दिल कोमल था गोक्षीर धारा की भाँति, उनका सुयश उज्जवल था I मेरे लिये अप्राप्य है, गुरु का विराट व्यक्तित्व गंगा के सलिल समान, उनका आचार निर्मल था ॥" साध्वी डा. श्री प्रियलताश्रीजी । कितने प्रसन्न, कितने प्रशान्त, कितने सहज, कितने सुशान्त । बालवत् सरल, प्रबुद्ध और तरल, कहाँ मिलेंगे तुझे 'निशान्त' ? अनंतयात्री “निशान्त" । जन्म : संवत् १९७० भाद्रपद शु. १०, डुमरा (कच्छ) युगप्रधान पद : संवत् २०१७, Page #7 -------------------------------------------------------------------------- ________________ ભાજOUાથા (શ્રીમદ્ રાજચંદ્રજીનું અંતર્જીવન-દર્શન : પ્રકીર્ણ લેખો) 150મી જન્મજયંતિના પાવન અવસર પર પ્રસ્તાવના + પુરોવચનઃ જ્ઞાનપ્રતાપ (ડો. વસંત પરીખ) નં. પાન નં. ૧. શ્રીમદ્ રાજચંદ્રજીને ગુજરાતે જાણ્યા છે ? ૨. જિનમાર્ગના સ્વયંસંબુદ્ધ વર્તમાન પ્રભાવક શ્રીમદ્ રાજચંદ્રજી ૩. વિશ્વમાનવ યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજી ૪. શ્રીમદ્ રાજચંદ્રજી અને શુદ્ધાત્મ ધ્યાન ૫. શ્રીમદ્ રાજચંદ્રજીની પદ્યરચનાઓમાં ભક્તિયોગનું સામર્થ્ય (સુમિત્રા) ૪૯ ૬. શ્રીમદ્ભાં ભક્તિ-પદો : જેમાં એમનું અંતર સર્વસ્વ ઠલવાયું છે ! પ૬ ૭. શ્રીમદ્જી-ગાંધીજી વિષયક પ્રબુદ્ધ જીવનના તંત્રીશ્રીને પત્ર (૧૯૭૪) ૬૩ ૮. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અનેકાન્તવાદ ૬૫ ૯. (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું ૬૯ - તુલનાત્મક અધ્યયન ૧૦. આ સિધ્ધશિલા... ! (કાવ્ય) ૧૧. આવા જ ઢળતા પહોરે, સત્તાવીસ વર્ષે.. (કાવ્ય) ૧૨. શ્રીમદ્ રાજચંદ્રજી : આકાશવાણી રૂપક ૧૩. કચ્છથી કર્ણાટકની યુગપ્રધાન ભદ્રબાહુની યોગભૂમિમાં... ૧૪. યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજીના પદાનુસારી સહજાનંદઘનજી શ્રી ભદ્રમુનિને યુગપ્રધાનપદ ૧૫. શ્રીમદ્જીનો તત્ત્વબોધ પ્રબોધતો શ્રી સહજાનંદઘનજીનો બહુમૂલો ૧૨૩ પ્રવચનવાણી સી.ડી. સંપુટ ૧૬. ભદ્રમુનિની પૃષ્ઠભૂમિ ૧૨૫ ૧૭. મહાયોગી આનંદઘનજી પ્રત્યે શ્રીમદ્ રાજચંદ્રજી 69 ૯૯ ૧૦૧ ૧૦૯ ૧૧૯ ૧૩૫ III Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧પ૨ ૧૫૯ ૧૬૧ ૧૯૯ ૨૧૬ ૧૮. સ્વલ્પ સ્વ-સંવેદન કથા સંકેત : સ્વાધ્યા ૧૩૯ ૧૯. વિમલાતાઈની સર્વોદયથી સમગ્રતા અને સપ્તભાષી સુધીની ૧૪૭ અનંતને સથવારે જીવનયાત્રા ૨૦. શ્રીમદ્રસાહિત્ય, વિમલાદીદી અને ગુજરાત - ૨૧. એક વિવેકહીન વિદ્વાનને શ્રીમજીનો જડબાતોડ જવાબો ૨૨. ઉપાસ્યપદે ઉપાદેયતા: શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - સ્વલ્પ પરિચય : શ્રી સહજાનંદઘનજી ૨૩. શ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિધ્ધિશાસ્ત્રનું અભિનવ સ્વરૂપ સપ્તભાષી આત્મસિદ્ધિ ૨૪. પરિશિષ્ટ : પ્રકીર્ણ યાદી ઈ : અમરેલીમાં ૧૫૦મી જન્મશતાબ્દિ મહોત્સવ (પ્રેસ રિપોર્ટ) A. પરમકૃપાળુદેવને ચરણે પચાસ વર્ષોનું વિનમ્રપ્રદાન– તેમની જ કૃપાથી B. વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનનાં મહત્વના પ્રકાશના C. અનેકમાંથી થોડા પ્રતિભાવો (૧ થી ૫) D. શ્રીમદ્ રાજચંદ્ર : જેણે આત્મા જાયો શ્રી પરેશ મહેતા) E. અમરેલીમાં યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીનો ૧૫૦મી જન્મજયંતિ ઉત્સવો અમરેલીમાં સર્જક સત્સંગ સભા. • વિવિધ સ્પર્ધાઓનું આયોજન • સમાજસેવાનો નવો રાહ ૨૫. બે કાવ્યો અપૂર્વ અવસરનો દીપ’ અને ધર્મ નહીં કેવળ દેરા'માં (ડો. કાલિન્દી પરીખ) ગુંજ્યા ગુફાના સાદ..(દક્ષિણાપથની સાધના યાત્રા) | ૐ શાંતિ શાંતિ શાંતિ | ૨૧૯ ૨૨૧ ૨૨૯ ૨૩૨ ૨૩૩ ૨૩૪ ૨૩૫ ૨૩૬ ૨૩૭ IV Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના अनन्य आत्मशरणप्रदा, सद्गुरु राज विदेह । पराभक्तिवश चरण में, धरं आत्मबलि एह ॥ પરમપિતા પ્રભુ મહાવીરના જ પ્રતિનિધિ એવા પરમપુરુષ પરમગુરુનું પ્રતિદર્શના પ્રવર્તમાન કાળે યથાયોગ્યપણે થઈ શકે ? હા, એવા અનેક નામી-અનામી પારખુઓએ આ પરોક્ષ પરમપુરુષનું પ્રત્યક્ષપ્રતિદર્શન અને પરિદર્શન એમના જ સમા પ્રયોગવીરો બની કર્યું. જન્મ જન્માંતરોના આત્મદ્રષ્ટા પ્રયોગવીર સમગ્રજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજીને પ્રત્યક્ષપણે થોડા સમર્પિત સુભાગ્યશાળી પુરુષો પારખી શક્યા. તો તે જ રીતે, શ્રીમદ્જીના જીવન કાળ પછીના ધન્યભાગી એવા અનેક પ્રયોગવીરો પરોક્ષપણે પણ કરી શક્યા છે તેમનું અંતર્દર્શન. અંતર્દર્શન ?.. અવશ્ય બહિર્દર્શનનું અંતર્દર્શન. સમ્યક્રપણે, સમગ્રપણે અંતર્દર્શન. બાહ્યાંતર સારુંયે અંતરિત્ર-બાહ્યચરિત્રદર્શનઃ જ્ઞાનાવતાર-ધ્યાનાવતાર પરમપુરુષ પ્રભુ સદ્ગુરુ “રાજ'ને, દેહ છતાં વિદેહી “રાજ'ને, આ પરવર્તીકાળના પ્રયોગવીરો, તેમના અંતર-પ્રદેશમાં પ્રવેશીને કરી શક્યા છે–પોતાનું સર્વસ્વ' સમર્પણ કરીને “પરાભક્તિ' દ્વારા ! આવા પરાભક્તિપૂર્ણ, શ્રીમ-સમર્પિત ઘણા બધા પ્રયોગવીર પવિત્ર પુરુષોનો પ્રત્યક્ષ પરિચય આ પંક્તિલેખક અધ્યાત્માને મહાભાગ્યે થયો.એ પરમોપકારક પરમગુરુઓએ પરમ અનુગ્રહ કરીને, પરોક્ષ એવા, કદાચ પૂર્વજન્મ કયાંક દર્શન કરેલા એવા, પરમપુરુષ પ્રભુ “રાજ'ને જાણે પ્રત્યક્ષ કરાવી પ્રતિષ્ઠિત કરી દીધા અંતધ્યનની સૃષ્ટિમાં ! કેવી કૃપા !! આવા પરમોપકારક પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રયોગવીર પવિત્ર પુરુષો પરમ ધન્ય હતા કે જેઓ પરમગુરુ પરમકૃપાળુદેવ શ્રીમદ્જીનું બાહ્યાંતર બંને રૂપે સમ્યક્ દર્શન કરી શક્યા. દર્શન જ નહીં, તેમના શ્રીચરણે સર્વસ્વ સમર્પણ પણ કરી ચૂક્યા, પરંતુ આમ શી રીતે બની શકે ? પરમ પુરુષ પ્રભુ પરમગુરુનું પારખું અને ઓળખાણ થાય ત્યારે જ ને ! આ ઉતરતા કાળમાં તેમને એવું દુર્લભ અને વિકટ ઓળખાણ થયું. બહારથી કર્મકૃત વિચિત્ર ઉદયમાં પ્રવર્તતા છતાં અંતરદશામાં ઊર્ધ્વ ગુણસ્થાને વિરાજતા, પરમકૃપાળુદેવમાં વિરાજતા, પરમજ્ઞાનીને તેઓ ઓળખી-પારખી-પચાવી Page #10 -------------------------------------------------------------------------- ________________ શક્યા. તે અસંભવ અને અસમાન્ય હતું. પોતાના વિષે ગુપ્ત રહેવા ઇચ્છતા પરમકૃપાળુદેવે તેમના હૃદયરૂપ, પરમાર્થના અખંડ નિશ્ચયી, પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી સોભાગભાઈને તેમણે આખરે આમ લખી પોતાનું હૃદય ઠાલવી જ દીધું, એમ કરતાં કરતાં દુર્લભ આ કાળે એવા વય ષેિ સંકેત કરી જ દીધો : “જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિષે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિક્ટ છે. તેમાં પણ જે ગૃહવાસાદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જોઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અને કદાપિ પ્રતીતિ આવી તો તેમને જે પ્રારબ્ધપ્રકાર હાલ વર્તે છે, તે જોઈ નિશ્ચય રહેવો દુર્લભ છે, અને કદાપિ નિશ્વય થાય તો પણ તેનો સત્સંગ રહેવો દુર્લભ છે, અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવ્યા છે જે કારણો તેને વધારે બળવાનપણે દેખીએ છીએ, અને એ વાત જોઈ ફ્રી ફ્રી અનુકંપા ઉત્પન્ન થાય છે.” (પત્રાંક ૩૯૮) સત્યપુરુષને, દુર્લભ પરમપુરુષને ઓળખવામાં આડે આવતાં આ કારણોનું સ્પષ્ટ વિશ્લેષણ આ પત્રના પૂર્વકથનમાં પરમકૃપાળુદેવે પોતે જ આટલામાં સમાવ્યું છે: “કાળદોષ કળિથી થયો' જેવા “હે પ્રભુ !' કાવ્યમાંના ઉલ્લેખ જેમ (૧) કાળને વિષે મનુષ્યની પરમાર્થવૃત્તિનું પ્રત્યક્ષ ક્ષીણપણું (૨) સરળવૃત્તિનો અભાવ (૩) આજ્ઞાંકિતપણાનો અભાવ (૪) પરમાર્થેચ્છાનો અભાવ (૫) તે સંબંધી નિશ્ચયટતાનો અભાવ છે. આવાં કારણો દર્શાવ્યા છતાં પરમકૃપાળુદેવ પરમાર્થવૃત્તિનો અને સત્યપુરુષની વિધમાનતાનો એકાંતિક કે સદંતર અભાવ જોતા નથી, પરંતુ કાળદોષની બળવત્તરતા તો જોઈને કરુણાવશ અનુકંપાનુ પુનઃ પુનઃ વેદન કરે છે : “આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિષે અખંડપણે વર્તે છે. જીવોને વિષે કોઈપણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્તિ થાય અને કોઈપણ જીવોને ઘણા જીવોને - પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્તિ થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે; તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ. અને તેના કારણો પણ ઉપર જણાવ્યાં છે.” સર્વોત્તમ પરમાર્થના “મૂળ મારગે' બહુજન સમાજને લઈ જવાની કેવી પરમ અનુકંપા, કેવી કૃપા-કરૂણા પરમકૃપાળુની ! Page #11 -------------------------------------------------------------------------- ________________ પરંતુ “મૂળ મારગ'ના આ ઊર્ધ્વરોહણના મૂળ માર્ગનું પ્રથમ સોપાન તો ઉપર કહ્યું તેવું, દુર્લભ એવું સપુરુષનું જ્ઞાની પુરુષનું ઓળખાણ. આવું ઓળખાણ થવામાં બાધારૂપ દોષો અને કારણોનું તેઓ આગળ ચાલતાં આમ નિરૂપણ કરે છે અવસ્થાને : જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તો “હું જાણું છું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું પરિગ્રહાદિકને વિષે જ્ઞાનીપુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રી, લોકભયને લીધે, અપકીર્તિભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાયો રાખે છે; જ્ઞાનીને વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે; પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે; થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઇચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિષે સમાયા છે અને એ ત્રણે દોષનું ઉપાદાન કારણ એવો તો એક “સ્વરચ્છેદ' નામનો મહાદોષ છે, અને તેનું નિમિત્તકારણ અસત્સંગ છે.” (પત્રાંક ૪૧૬) “સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” (શ્રી આત્મસિધ્ધિશાસ્ત્ર ૧૭) સર્વ સ્વરછંદ મતાગ્રહ તજીને, આ પ્રત્યક્ષ સજીવનમૂર્તિ પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુને સમગ્રરૂપે ઓળખીને, ઉપર્યુક્ત કારણો-દોષોથી રહિત થઈને, નિર્વિકલા વિશ્વાસપૂર્વક નિર્માનતાથી સર્વસ્વ અર્પીને સમર્પિત થયેલા સુભાગ્યશાળી પુરુષોના પારખુઓની અંતર્દષ્ટિ અને અંતર્દશા કેવી સમુન્નત હશે ? “આ પ્રત્યક્ષ સદ્ગુરુના ઉપકારને પરોક્ષ જિન ઉપકારથી વિશેષ” સમજીને ધન્યભાગી થઈ ગયા શ્રી સોભાગભાઈ, પ્રભુશ્રી લઘુરાજજી આદિ સાત મુનિઓ ! શ્રી અંબાલાલભાઈ, શ્રી જુઠાભાઈ, શ્રી મોતીલાલ, શ્રી મનસુખભાઈ, શ્રી ધારશીભાઈ, શ્રી રેવાશંકર, પ્રાણજીવનદાસ અને મહાત્મા ગાંધીજી, શ્રી પોપટભાઈ, શ્રી સોમાબાપા, શ્રી પુજાભાઈ, ઈ. તો આ પ્રત્યક્ષદર્શી સમર્પિત પારખુ સપુરુષોની જેમ જ શ્રીમદ્જીના જીવનકાળ પછીના પરવર્તી સમયના પરોક્ષદર્શી સમર્પિત પ્રયોગવીર સમર્પિતો જે થયા તેમાંના થોડા હતા સર્વશ્રી બ્રહ્મચારીજી, યોગીન્દ્ર શ્રી સહજાનંદઘનજી-ભદ્રમુનિજી, ડો. ભગવાનદાસજી, પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, પં. બેચરદાસજી, શ્રી કાનજીસ્વામી, VII Page #12 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિનોબાજી-બાળકોબાજી, સંતશિષ્ય-સંતબાલજી, વિદુષી વિમલા ઠકાર, શ્રી ગુરુદયાળ મલ્લિકજી, ઉપરાંત આત્મજ્ઞા માતાજી ધનદેવીજી, શ્રી મગનબાપા, ઉપરાંત શ્રી લાડકચંદભાઈ, શ્રી દયામુનિ, બેરિસ્ટર જેની, ડો. સરયુબેન, ડો. તરૂલતાબાઈ, ડો. રાકેશભાઈ, શ્રી આત્માનંદજી, શ્રી પારસભાઈ, શ્રી અગરચંદજી-ભંવરલાલજી નાહટા સમાં અધ્યેતાઓ અને મુનિશ્રી ભુવનવિજયજી (આ. ભુવનરત્નસૂરિ), મુનિશ્રી ભાનુવિજયજી, આ. શ્રી જનકચંદ્રવિજયજી, આ. શ્રી નિર્મલસાગરજી, આ. શ્રી સુશીલકુમારજી, શ્રી ચન્દ્રપ્રભા, સાધ્વી શ્રી વિચક્ષણાશ્રીજી, સાધ્વીજીશ્રી નિર્મળાશ્રીજી, સમા શ્રમણ-શ્રમણીઓ આ સર્વ ઉપરાંત અનેક શ્રીમદ્ અભ્યાસીઓ શ્રી વસંતભાઈ ખોખાણી, ડો. દીપકભાઈ તુરખિયા, શ્રી પ્રકાશભાઈ શાહ, શ્રી મધુભાઈ પારેખ અને પ્રક્ટ-અપ્રકટ એવા સાધક-પ્રયોગવીરો શ્રી યોગેશભાઈ (ઈડર), શ્રી નરેન્દ્રભાઈ શાહ (હપી-હુબલી), શ્રી મનુ દોશી (શિકાગો), શ્રી મુકુલભાઈ કલાર્થી, શ્રી દિગીશ મહેતા, ડો. શાંતિભાઈ પટેલ (કેલિફોર્નિયા), સુશ્રી સુધાબેન (બાંધણી), શ્રી નગીનદાસ - ભોગીલાલ-ભીખાભાઈ (મોરબી), શ્રી ગોકુલભાઈ શાહ, ઈ. આ સર્વેનું પાવનસ્મરણ કરીને આ પ્રાસ્તાવિકનું સમાપન કરતાં આ પંક્તિલેખક અલ્પાત્માને જેણે પ્રત્યક્ષ ઉપકાર પરમપુરુષ પરમકૃપાળુદેવ પ્રત્યે સુદઢ કર્યો તેમનું વિશેષ સ્મરણ-વંદન કરી જવું પરમ કર્તવ્ય છે. આ સૌમાં બાલ્યકાળથી માતા-પિતા પૂ. અચરતબા-પૂ. જમનાદાસ રામજીભાઈ ટોલિયા, કુમારકાળથી સ્વયં મહાત્મા ગાંધીજી અને મુનિશ્રી ભુવનવિજયજી, આચાર્ય વિનોબાજી-બાળકોબાજી અને સાધનાકાળથી પ્રજ્ઞાચક્ષુ પં. શ્રી સુખલાલજી, આ. ગુરુદયાળ મલ્લિજી, વિદુષી વિમલાતાઈ, આત્મજ્ઞા માતાજી ધનદેવીજી અને સર્વાધિક અંતે રહ્યા-ચોગીન્દ્ર યુગપ્રધાન શ્રીમદ્ - સમર્પિત શ્રી સહજાનંદઘનજી-ભદ્રમુનિજી જેમનું જીવન ચરિત્ર લખવાનું તેમજ મહાનિવ , સમાણ માત્મસિદ્ઘિ, પ્રજ્ઞા સંચયન, પાપરે ૩પયત આદિ સાહિત્યસર્જનો અને શ્રી સદગાયન પ્રવાન આદિના સંપાદનોનું પણ આ લખનારને પરમાનુગ્રહભર્યું સૌભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે. આ સર્વ પરમોપકારક પરમગુરુઓએ પરમપુરુષ પ્રભુરાજને અંતરની ગુફામાં પ્રતિષ્ઠિત કરવાનો પરમ ઉપકાર કર્યો છે. તેનું જ પ્રતિદ્દન છે આ શ્રીમસંબંધી વિવિધ સમયે લખાયેલા થોડા કાલાં ઘેલાં લેખો. VII Page #13 -------------------------------------------------------------------------- ________________ આ લેખન – ઉપક્રમમાં ઉપર્યુક્ત શ્રીમજીના પ્રત્યક્ષ સમર્પિત અને પરોક્ષદર્શી જે સપુરુષોનું દૂરથી અને નિકટથી જે દર્શન-અંતર્દર્શન થયું છે તે પ્રાયઃ તો અદૃશ્ય રહ્યું છે. અહીં તેમના શ્રીમદ્જી વિષેના આ પ્રકારના ઉલ્લેખનીય પ્રતિભાવો મૂક્યા છે. વધુમાં, આ લખતાં આ યુગના થોડા પ્રવાહો અને વ્યક્તિઓ–વ્યક્તિસમૂહોનું નિરીક્ષણ પણ થયું છે : (૧) શ્રીમદ્જી પ્રત્યે શ્રધ્ધાવાન્ સમયદ્રષ્ટા પુરુષો અને સંતજનો (૨) તેમના પ્રત્યે પ્રગ્નદૃષ્ટિએ, કટાક્ષદૃષ્ટિએ નિહાળનારા તથાકથિત મુનિજનો શ્રીમદ્જીથી અનભિજ્ઞ, અપરિચિત તથાકથિત વિદ્વાનો, સાક્ષરો, પત્રકારો ગાંધીજી-વિનોબાજીના શ્રીમદ્જી પ્રતિ પૂજ્યભાવ છતાં તેમના પ્રત્યે સંદેહભાવ ધરાવતા, શ્રીમદ્ સાહિત્ય અભ્યાસ-વિહીન સ્વય ગાંધીજનો ! (૫) ગુજરાતનો જ જનસમાજ, ઘરના હીરાને જ નહીં ઓળખતો સમાજ (૬) ગુજરાત બહાર ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વભારતનો જન સમાજ, જેમાં દક્ષિણભારતમાં શ્રીમદ્પરિચય કરાવવાનું મહાકાર્ય શ્રી સહજાનંદઘનજીએ કર્યું. (૭) વિદેશમાં વસવા છતાં આ લખનારના પ્રત્યક્ષ અનુભવ મુજબનો શ્રોતા સમાજ, અભ્યાસીવર્ગ અને જિજ્ઞાસુજનો : કેલિફોર્નિયા, બોસ્ટન, ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, શિકાગો, સિધ્ધાચલમ્, લંડન આદિ અમેરિકા ઈંગ્લેન્ડના. આ સર્વની વચ્ચે સદ્ભાવથી કે ક્યાંક સ્પષ્ટ પ્રતિભાવ-પ્રતિકારથી પણ શ્રીમદ્જીનું મહિમાગાન કરવાનું જે અન્ય સામર્થ્ય સાંપડ્યું તે આ પામર અધાત્મા પર ઉપર્યુક્ત સર્વ પ્રત્યક્ષ-પરોક્ષ પરમગુરુઓનો પરમ અનુગ્રહ જ. તેમના વિષયક આ લખાણોમાં જ્ઞાત-અજ્ઞાતપણે દોષ, આશાતના-વિરાધના થયાં હોય તો ત્રિવિધે ક્ષમાપ્રાર્થના. આ પ્રકાશનના સર્વ સ્વનામધન્ય નિમિત્તજનોને વિશેષરૂપે પુરોવચન લેખક સુહૃદ ડો. શ્રી વસંતભાઈ પરીખ અને સમર્પિત મુદ્રક શ્રી નોતમ રતિભાઈ લાલભાઈ સોમચંદ શાહને અનેકશઃ ધન્યવાદ. પરમગુરુ કૃપાકિરણ પ્ર. બેંગ્લોર - હેપી : ગુરુપૂર્ણિમા, ૯-૬-૨૦૧૭. E-mail : pratapkumartoliya@gmail.com Mobile : 09611231580 IX Page #14 -------------------------------------------------------------------------- ________________ (અમરેલી પ્રતાપરાય આર્ટ્સ કોલેજના સહ પ્રાધ્યાપક હતંભરા પ્રજ્ઞાવાન સહૃદયી સન્મિત્ર ડો. વસંતભાઈ પરીખે ભારે અસ્વસ્થ દેહસ્થિતિ વચ્ચે પણ અમરેલીમાં વર્તમાન શ્રીમદ્ રાજચંદ્રજી જન્મજયંતી તા. ૪-૧૧-૨૦૧૭ના પ્રસંગે ચિંતનીય પ્રવચન આપ્યું. તદુપરાંત આ અભ્યાસપૂર્ણ વિવેચન પણ સાભાર લખી આપ્યું.) રાજગાથા' ગ્રંથ પુરોવચન: જ્ઞાન પ્રતાપ | કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતિ જ્યારે વિશ્વભરમાં યોજાઈ રહી છે ત્યારે શ્રીમદ્ગ જ્ઞાનસભર ભાવાંજલિ અર્પતો શ્રી પ્રતાપકુમાર ટોલિયાનો “રાજગાથા ગ્રંથ જિજ્ઞાસુઓ અને ભાવકો માટે અનેક રીતે ઉપયોગી બનાવતો પ્રકાશિત થઈ રહ્યો છે તે ખરેખર એક “અપૂર્વ અવસર' છે. શ્રી પ્રતાપભાઈના સંઘર્ષપૂર્ણ જીવનનો હું સાક્ષી છું. તેમણે અનેક કષ્ટો વેક્યાં છે, પણ કદિયે આત્મવિશ્વાસ ખોયો નથી. સદ્ગુરુઓનો સંગ, સૉંથોનું વાંચન અને સતત આત્મચિંતન એ ત્રણ અદ્ભુત સાધનો તેમને સહાયરૂપ નીવડ્યાં છે. વિશેષતા શ્રીમદ્ રાજચંદ્રના સંપૂર્ણ જીવન અને સર્જનનું એમણે કરેલું ગહન ચિંતન તેમના જ્ઞાનને પ્રતાપી બનાવી રહ્યું છે. વર્ધમાન ભારતીના નિયામક તરીકે એમણે જેનધમી અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક પુસ્તકો લખ્યાં છે. સ્વયં એક કુશળ સિતારવાદક અને ગાયક કલાકાર હોઈ શ્રીમદ્ગી ગાથાને સંગીતમાં ઢાળી અનેક સીડી પણ બહાર પાડી છે. વળી શ્રીમના “આત્મસિદિકશાસ્ત્રને એકી સાથે સાત ભાષાઓમાં પ્રકાશિત કરી તેમણે અભૂતપૂર્વ કાર્ય કર્યું છે.” પ્રસ્તુત ગ્રંથમાં પાને પાને એમનું શ્રીમદ્ગા ગ્રંથનું અર્થઘટન અને જૈન તેમજ ઈતર દર્શનનું જ્ઞાન પ્રગટ થયું છે. વળી તેમણે ગાંધીજી, વિનોબાજી, પં. સુખલાલજી, પૂ. વિમલાજી, પૂ. સહજાનંદઘનજી જેવા મહાન ચિંતકોના પૂ. રાજચંદ્રજી વિષેના વિચારોનું દોહન કરી ગ્રંથને વ્યાપક પરિમાણ આપ્યું છે. ગણધરવાદ વિશેનો લેખ એમના સન્નિષ્ઠ સંશોધનનો પરિપાક છે. આ ગ્રંથમાં સુશ્રી સુમિત્રાબેન ટોલિયાનો એક સુંદર લેખ છે. આ બધું જોતાં શ્રીમદ્ભાં જ્ઞાન, કર્મ, ભક્તિ અને ધ્યાનનો કેવો દિવ્ય ચતુષ્કોણ રચાયો છે તેની પ્રતીતિ થાય છે. ભગવાન મહાવીર પછી વર્ષો વીત્યાં બાદ આનંદઘનજી અને તેમના પછી વરસો બાદ શ્રીમદ્ રાજચંદ્રજી મળ્યા અને આજે હવે શ્રી પ્રતાપ ટોલિયા મળે છે એમ આ જ્ઞાનધારા નિરંતર ચાલુ જ રહેશે એવી આશા જાગે છે. પ્રા.શ્રી પ્રતાપ ટોલિયાના આ રૂડા ગ્રંથનું ભાવપૂર્વક સ્વાગત કરું છું. શ્રીમની ૧૫૦મી જન્મજયંતિ અમરેલી, ૪-૧૧-૨૦૧૭ ડો. વસંત પરીખ Page #15 -------------------------------------------------------------------------- ________________ રાજગાથા : શ્રીમદ્ રાજચંદ્ર જીવન-દર્શન-૧ ગુજરાતના ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક અને ગુજરાતના સપૂત શ્રીમદ્ રાજચંદ્રજીને ગુજરાતે જાણ્યા છે? - પ્રા. પ્રતાપકુમાર જ. ટોલિયા, બેંગલોર pratapkumartoliya@gmail.com (M) 09611231580 (લેખાંક-૧) પૂર્વભૂમિકા : મહાત્માજીની સર્જના “બાપુ-ગાંધીજીની હિન્દુ ધર્મમાં શ્રદ્ધા સુદઢ કરવામાં રાયચંદભાઈ-રાજચંદ્રજી નિમિત્તરૂપ બન્યા, એ સેવા એમના હાથે સ્વાભાવિક રૂપે ઘટિત થઈ હતી, પરંતુ જનતાની દૃષ્ટિએ એ તેમનું સર્વોત્તમ કાર્ય હતું. મારા અભિમતમાં તેમની સર્વોત્કૃષ્ટ સેવા હતી – તેમના (ગાંધીજીના) અંતરમાં આત્મ-સાક્ષાત્કારની લગન જગાડવી.”* – આચાર્ય વિનોબાજી (પવનારથી ૧૭-૧૧-૧૯૩૫ના લિખિત મરાઠી પત્રમાં સંદર્ભ “સપ્તભાષી આત્મસિધ્ધિ' પૃ. ૧૬૭) આ મહત્ત્વની વાત પૂ. બાબાએ “શ્રીમદ્ રાજચંદ્ર શીર્ષક વચનામૃત, ગાંધીજી શ્રીમદ્જી વચ્ચેનો ૨૭ પ્રશ્નોનો પત્રવ્યવહાર અને શ્રીમાં પદોનો સળંગ અભ્યાસ, તેમના ધુળિયા જેલવાસ દરમ્યાન નિરાંતે કરી ગયા પછી, એક પત્રમાં અનુજ બાળકોબાજીને લખેલી, જેમના પર તેમના અનેક પત્રો આ વિષય પર લખાયેલા અને જેમને તેમણે શ્રીમતું ઉપર્યુક્ત સારું યે સાહિત્ય અધ્યયનાર્થે સોપેલું. - પૂ. બાળકોબાજીએ પણ આ શ્રીમદ્રસાહિત્યનું ઊંડું અને સમગ્ર અધ્યયન કર્યું અને ઉરૂલીકાંચનમાં તેમના સાનિધ્યમાં દીર્ઘ અભ્યાસ કરતાં આ સારાયે વિનોબાપત્રોની પ્રતિલિપિ તેમણે આ લખનારને કરવા આપી. અનેક મહત્ત્વનાં શ્રીમસર્જનનાં વિષયો તેમાં હતા. આથી એ પ્રકાશિત કરવા સીધી પૂ. બાબાની જ અનુમતિ મેં માગી. આ પૂર્વે અનેક પદયાત્રાઓમાં બાબાનું અંતરંગ સાનિધ્ય સાંપડેલું, મારી જિજ્ઞાસાઓનું સમાધાન તેઓ કરતા, એટલું જ નહીં, મારી સિતાર પર શ્રીમદ્દ પદો તો તેઓ * આ પત્રનો ઉત્તરાર્ધ વિનોબા-સાહિત્યના 13મા ખંડ પત્ર-મંજૂષા પૃ. 426) શ્રીમદ્ રાજચંદ્રજીને ગુજરાતે જાણ્યા છે? Page #16 -------------------------------------------------------------------------- ________________ ખાસ ગવરાવતા. આ સારી યે ભૂમિકાના. અનુસંધાનમાં મર્મજ્ઞ અને પ્રકાશન-નિસ્પૃહ બાબાએ ત્યારે મને શું ઉત્તર વાળ્યો એ જાણવું છે? તેમણે લખ્યું: “એ પત્રોના અપ્રકાશિત રહેવામાં જ તેનું પ્રકાશન છે. તેના દ્વારા તમારા અંગત વિકાસમાં ઉપયોગ થાય તો કરો.” બસ થઈ ગયું. બાબાનું બ્રહ્મ-વાય-બાણ છૂટું પછી શું થાય ? તેમના એ ચિકિત્સા-બુધ્ધિ યુક્ત અનુમોદના ભર્યા પત્રો વાગોળતો રહ્યો અને સાચવી રાખ્યાં. એ અનેક પત્રોમાંથી એક અન્ય પત્રમાંની ઉપયોગી વાત સર્વસ્પર્શી, વિશાળ જનસમૂહોપયોગી છે એક સરસ શ્રીમદ્ – પદ્ વિષેની, જે તેમણે આ લેખક-ગાયક પાસે અનેકવાર ગવરાવેલું. “આશ્રમ ભજનાવલિ'માં એ અપાવું રહી ગયાનો તેમણે ઉલ્લેખ કર્યો છે. એ સર્વોપયોગી અને સરળ પદ છે : “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્યો !” આ પદની અધવચ્ચે અને અંતે જે પંક્તિઓ છે તે સૌને સ્પર્શી જનારી અને ઢંઢોળનારી છે. પોતાના શોધનની આ પંક્તિઓ – હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધી વળગણા છે? રાખું કે એ પરહરું?” અને “માત્મવત્ સર્વ ભૂતેષુ' સૂત્રની સ્મૃતિ આપતી આ અંતિમ પંક્તિઓ : રે આત્મ તારો, આત્મ તારો, શીધ્ર એને ઓળખો; સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો !” શ્રીમદ્ભા આવા સરળ, સર્વસ્પર્શી અને અનેકવિધ વિષયો પરનાં ચૂંટેલાં પદો વિષે સંકેત આગળ કરીશું. અહીં સંક્ષિપ્ત સંકેત શ્રીમદ્જીના ગાંધીજી પરના પ્રભાવ વિષે કરવો પ્રથમ આવશ્યક છે. ઉપર્યુક્ત વિનોબા-પટકથનના સંદર્ભમાં ગાંધીજીની આત્મકથામાંના પ્રકરણ ઉપરાંત તેમની આંતરિક ભીડમાં પૂછાયેલા ૨૭ મહત્ત્વપૂર્ણ પ્રશ્નો અને શ્રીમદ્જીએ આપેલા ગંભીર, અનાગ્રહી, વિવેકભર પ્રત્યુત્તરો મહત્ત્વપૂર્ણ અને ચિતનીય છે. બાપૂના જીવનશોધનના દ. આફ્રિકાના એ મંથનકાળ વેળા શ્રીમદ્જીએ તેમને મુંબઈથી મોકલેલા યોગવાસિષ્ઠ મહામાયા, પંઘવી ઈત્યાદિ હિન્દુ ધર્મગ્રંથો એ સાક્ષી પૂરે છે કે શ્રીમદ્જી બેરિસ્ટર મોહનદાસ ગાંધીને તેમના જ જન્મજાત હિંદુ ધર્મમાં દઢ બનાવવા કેટલા તત્પર હતા! ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ ધર્મના પ્રચારકોથી સ્વધર્મમાં સંશયગ્રસ્ત બની રહેલા બાપૂને ત્યારે તેમણે જૈનધર્મી બનાવવા પણ પ્રયત્ન રાજગાથા Page #17 -------------------------------------------------------------------------- ________________ ન કર્યો, તેમણે તેમને સત્યશોધક આત્માર્થી, ભક્તિધર્મી, સદાચારી, દયા-અહિંસાધર્મી બની રહેવા અનેક બોધિલાભો ભર્યા પ્રયાસો કર્યા. એક દષ્ટાંત કથનઃ “તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.” (પુષ્પમાળા-૧૫) આવાં અનેક શ્રીમદ્બોધવચનો અને માર્ગદર્શનોથી, પત્ર-સંવાદોથી, પ્રત્યક્ષ સમાગમોથી ગાંધીજી પોતાના આત્મધર્મમાં દઢ થતા રહ્યા તે વિષે તો સ્વયં ગાંધીજીનાં અનેક લખાણો અને પ્રવચનો સાક્ષી છે. ગાંધીજી ભલે “જૈન” ન બન્યા કે અન્ય ધર્મી પણ ન બન્યા, પરંતુ “અહિંસા ધર્મને આત્માર્થી તો શ્રીમદ્જીના નિમિત્તે જ બન્યા. “રાયચંદભાઈ પાસેથી દયાધર્મનું મેં કુંડાં ભરીને પાન કર્યું છે” – જેવા ગાંધીજીનાં અનેક ઉદ્ગાર-કથનો આ વ્યક્ત નથી કરતા ? અહીં “આત્મકથા' આદિ ઉપર્યુક્ત પુસ્તકો ઉપરાંત અનેક વિનોબા-પત્રો, “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી” (પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી) પર્યુષણ પ્રસાદી' અને “અપ્રમાદયોગ” (વિદુષી વિમલા ઠકાર), “અધ્યાત્મ રાજચંદ્ર', (ડૉ. ભગવાનદાસ મહેતા), ગાંધીનું સત્ય' (આંતરરાષ્ટ્રીય લેખક ચિંતક ઈ. એચ. એરિક્સન) વગેરે અને હજી અનેક ગ્રંથો-લખાણો શ્રીમદ્જીના ગાંધીજી પરના પ્રભાવ વિષે ઘણું બધું કહે છે. છેલ્લે છેલ્લે શ્રીમદ્જીના જીવનદર્શનને તેમના જીવનકાળ પછી સમર્પિત થયેલા શ્રી ભદ્રમુનિ સહજાનંદઘનજી તેમના પુરોગામીઓના સૂરમાં સૂર પુરાવે છે “શ્રીમદ્જીના ગાંધીસર્જન’ વિષે : “જો સ્વામી રામકૃષ્ણ પરમહંસ ન થયા હોત તો સ્વામી વિવેકાનંદ પણ ન થાત. તેમજ શ્રીમદ્ રાજચંદ્રજી નહીં થયા હોત તો ભારત – મુક્તિપ્રદાતા મહાત્મા ગાંધીજી પણ આપણને પ્રાપ્ત ન થાત” (“વિશ્વમાનવ') – આમ જ કહ્યું છે વિનોબાજી-અનુજ બાળકોબાજીએ : “ગાંધીજીનાં મનનું સમાધાન ન થયું હોત તો ગાંધીજીએ ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો હોત અને ખ્રિસ્તી થયા હોત તો સત્યાગ્રહનું અને સ્વરાજ્યનું દર્શન હિન્દુસ્તાનને કોણ કરાવત?' (શ્રીમદ્ જન્મશતાબ્દી અંક સં. ૨૦૨૪) - તો વિનોબાજી-શિષ્યા વિદુષી વિમલાતાઈ પણ આવું જ દઢ કથન કરે છે ? “શ્રીમદ્ જો ન થયો હોત તો મોહનદાસ કરમચંદમાં રહેલ મહાત્મા ગાંધી ન થાત.” (અંતર્યાત્રા વિમલસરિતા સહ પૃ. ૨૭) શ્રીમદ્ રાજચંદ્રજીને ગુજરાતે જાણ્યા છે? Page #18 -------------------------------------------------------------------------- ________________ આથી શ્રીમદ્જીની ગાંધીજી-સર્જનનક્ષમતાનાં અનેકોમાંના આ દેખાઓનાં આટલાં કથનો પર્યાપ્ત છે. આ અલ્પ-લેખક દ્વારા પણ કાકાસાહેબ કાલેલકરના હાથે પ્રસ્તુત ગાંધી શતાબ્દી નાટ્ય-લેખન પ્રતિયોગિતામાં ભારતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત હિન્દી/અંગ્રેજી નાટક 'Hereftch' “The Great warrior of Ahimsa” Hi 341 g aid olla કલાત્મકરૂપે વ્યક્ત કરાઈ છે – કરી શકાઈ છે એ સદ્ભાગ્ય છે. મહપુરુષોએ ઓળખ્યા : ગુજરાતે ? હવે અહીં પ્રશ્ન એ છે કે ઉપર્યુક્ત અનેક દૃષ્ટાઓ તો શ્રીમજી અને ગાંધીજીની ક્ષમતાને ઓળખી શક્યા, પણ આ બંને મહામાનવોની જ જન્મભૂમિ એવું ગુજરાત હજુ શ્રીમદ્જીને ઓળખી શક્યું - જાણી શક્યું - સાચા અર્થમાં મૂલવી શક્યું છે ખરું ? પોતાના જ હીરાને પારખી શક્યું છે ખરું? ગુજરાતમાં શ્રીમદ્ભા નામના અનેક આશ્રમો છે જે ભક્તિ-સ્વાધ્યાય-ધ્યાનની સાધનાઓ દ્વારા અને ઘણા સ્થળે વધુમાં પ્રત્યક્ષ જનસેવા દ્વારા પણ શ્રીમદ્જીના લોકોપકારક બોધને પ્રસરાવતા રહ્યા છે. પરંતુ જનસામાન્ય? શિક્ષિત વર્ગ? વિદ્વદ્ જન ? સાધકવૃંદ ? કેટલાક હજુ તેમને જૈન સમાજના જ માને છે ! તો થોડા પણ જેન બંધુઓ તેમને પ્રશ્નદૃષ્ટિએ જુએ છે ! વળી ઘણા તેમને અને ખાસ તો તેમની “ગુજરાતી ભાષાને પણ અપ્રાસંગિક, અપ્રસ્તુત, કવિ તરીકે નિરર્થક માનવા સુધી ચાલ્યા જાય છે ! આવા “ભાષા-વીરોને કાકાસાહેબ કાલેલકર શ્રીમમાં રહેલા અનુભવી અને પ્રયોગવીર એવા સાર્થ કવિનું દર્શન કરવા સૂચવે છે : શ્રીમદ્ અનન્ય પ્રયોગવીર અને સાર્થ કવિ. કવિ એટલે અનુભવી, કવિ એટલે જીતેલો, કવિ એટલે ક્રાંતદર્શી. જીવનના બધા મહત્ત્વના સવાલોનો ઉકેલ જેને હાથ લાગ્યો છે તે. એમનું (શ્રીમદ્ રાજચંદ્રજીનું) કવિપદ આવા વિશાળ અર્થમાં સાર્થ થાય છે.” (પરિચય, પ્રભાવ, પ્રતિભાવ, પૃ. ૩૫) આ જ રીતે તેમની ભાષાને અપ્રાસંગિક, અપ્રસ્તુત, પુરાણી, સમજ બહારની ગણનારા વર્તમાન ભાષા-વિદોએ કવિશ્રી ઉમાશંકર જોશી જેવા ક્રાન્તદેષ્ટા કવિનું જ આ ગંભીર કથન વિચારવું રહ્યું - રાજગાથા Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રજીનું લખાણ ગદ્ય-પદ્ય સ્વરૂપનું છે. શ્રીમદ્ભી સૂક્ષ્મ ધર્માનુભૂતિને તતોતંત શબ્દબદ્ધ કરવામાં ગુજરાતી ભાષાની અપરંપાર શક્તિનાં દર્શન થાય છે. શ્રીમદ્ લખાણ એ રીતે, અત્યંત સમૃધ્ધ એવા ગુજરાતી ગદ્યના ઈતિહાસમાં એક સીમાસ્તંભ રૂપ છે. “શ્રીમદ્ભા શબ્દોનું સેવન કરીએ છીએ ત્યારે એક મહાન ગંભીર આત્માનો ખળભળાટ સંભળાય છે – અને તે સાથે જ આત્મદર્શનની પૂર્ણ પૂર્ણિમાની કૌમુદી નીચે શાતાભર્યા લહેરાતા ચિત્ત પારાવારનો પણ અણસાર મળે છે.” (શ્રીમદ્જી જન્મ શતાબ્દી અંક સં. ૨૦૨૪). શ્રીમદ્જીના શબ્દોમાં (કવિરૂપી હીરાને કવિરૂપી “ઝવેરીજ ઓળખી-પારખી શકે એ ન્યાયે) ક્રાન્તદર્શી કવિશ્રી ઉમાશંકરભાઈને શ્રીમદ્ભા પૂર્ણ આત્મદર્શનના ચિત્તપારાવારનું દર્શન થાય છે. તો એ ગહન આત્મ-સાગરમાં રે પાની પૈર ડૂબકી મારનારા “અધ્યાત્મ રાજચંદ્રના દર્શક-સર્જક ડૉ. ભગવાનદાસ મહેતાને એ શબ્દસાગરમાંથી “અવનીનું અમૃત” લાધે છે. એ પ્રતિફલનનારૂપે તેમને શ્રીમદ્ગા શ્રેષ્ઠ સર્જન શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્રમાં આ અવની-અમૃત સંઘરાયેલું દેખાય છે. આ જ અમૃત-સાગરમાં ઊંડા ઉતરનારા અંતર્દષ્ટા સુશ્રી વિમલાતાઈને પણ શ્રીમદ્ભા શબ્દોમાં સર્વોચ્ચ પ્રજ્ઞાના આંદોલનો દેખાય છે, આત્મસિધ્ધિની ગાથાએ ગાથાએ શ્રીમની સજીવતાનાં દર્શન થાય છે : “The words of Sri Rajchandra are charged with the vibrations of Supreme Intelligence. He is alive in every verse of ATMA SIDDHI.” (- Saptabhashi Atmasiddhi – ગ્રંથનું પુરોવચન) શું શ્રીમદ્ભા અવની-અમૃત-સમી શ્રેષ્ઠ કૃતિ “શ્રી આત્મસિધ્ધિ” કે શું ક્રાન્તદર્શી શ્રી અરવિંદની ગહનકૃતિ “The Life Divine” (કે જેના શબ્દોના સર્જન “Coining of words ને સમજવા બી.બી.સી. લંડનને વાર્તાલાપો યોજવા પડે) શું વિનોવાસાહિત્ય ના વિશાળ સ્વરૂપમાં છુપાયેલ-છવાયેલ “શબ્દબ્રા' કે શું શબ્દસૃષ્ટિની પેલે પારના દેષ્ટા અને “શબ્દે ઘરતી, શત્રે કાશ, શબ્દ શબ્દ મેં કયા પ્રકાશ' કહી શબ્દ” માં સત્ શ્રી માત્ર પુરુષને શોધનારા ગુરુ નાનક – આ સર્વ ગહન સાગરે પેઠેલા દિવ્યદેષ્ટાઓને જ શબ્દશક્તિના, શબ્દમાંથી નિશબ્દ ભણી લઈ જતા શબ્દબ્રહ્મના દર્શન થાય, તીરે ઊભી તમાશો જોનારા આપણ સૌને એ થોડું થવાનું? શ્રીમદ્ રાજચંદ્રજીને ગુજરાતે જાણ્યા છે? Page #20 -------------------------------------------------------------------------- ________________ માટે ગુજરાતે ગુજરાતમાં રહ્યા છતાં શ્રીમથી દૂર રહી તેમને જોનારામૂલવનારાઓએ તેમના શબ્દો, તેમની ભાષાને સમજવા બહુ નહીં તો થોડું તો ઊંડું ઉતરવું રહ્યું. તો જ તેમાંથી “નવનીત' લાવી શકે અન્યથા માત્ર છાશ ! શ્રીમદ્ભા અનુભૂતિસભર આત્મ-ગગનમાંથી ઉદ્ભવેલી “પરાવાણી સમજવા માટે અન્ય ક્રાન્તદર્શી મહાયોગી આનંદઘનનાં શબ્દોને સંભારવા પડે - "गगनमंडल में गउआ बियानी, धरती छिर जमाया, माखन-माखन विरला पाया, छाछे जग भरमाया ।" (માનંદયન પરત્નાવલ્લી) આવા ક્રાન્તદર્શીઓની પરાવાણીના આવા પ્રેરક પરમ શબ્દો..! એ દિવ્ય શબ્દો કે જે શબ્દોએ ‘મહાત્મા’ સર્જયા, જે શબ્દોએ અમૃત પાયા, જે શબ્દોએ આમ કહીઢંઢોળી મહત્વ-જન અને જનજન જગાડ્યા - “હે જીવ! પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા!! અન્યથા રત્ન-ચિંતામણી સમો આ મનુષ્ય જન્મ નિષ્ફળ ચાલ્યો જશે !” (શ્રીમદ્ વચનામૃત) પેલા ભજનિકના શબ્દોમાં ગુરુએ મારેલાં અમને શબ્દોનાં બાણ’ અને એ શબ્દબાણોના મર્મી ભદ્રમુનિના શબ્દોમાં ય એ શબ્દ-બાણ - “રાજબાણ વાગ્યાં રે હોય તે જ જાણે ... સોભાગ્યભાઈને સોંસરાં વાગ્યાં, ભાંગ્યુ ભરમ તે જ ટાણે ... રાજબાણોના તીણ ઘા ખમે, ભમે ન તે ભવ-ખાણે .. જવલે જાણે કોઈ રાજબાણ-મહિમા, સહજાનંદ વખાણે રાજબાણ.” (સહજાનંદ સુધા-પ૩) સંક્ષેપમાં, શ્રીમદ્દી ભાષાનાં શબ્દોના બાણને ઝીલવા વધુ પરિશ્રમ કરવો પડે તેમ નથી. ઝાઝું ઊંડુ ઉતરવું પડે તેમ નથી, એ બહુ ક્લિષ્ટ કે કઠણ નથી, એ સહજ છે. અહીં ઉપર ટાંકેલા તેમના ગદ્ય અને પદ્યનાં થોડાં નમૂનારૂપ અવતરણો આ સિધ્ધ નથી કરતાં? અસ્તુ. અને આ પ્રથમ લેખાંકને અંતે માત્ર સંકેત રૂપે તેમના અનેકવિધ વિષયો પરના સરળ અને દેશભક્તિપૂર્ણ સર્વજન-સ્પર્શી, સર્વધર્મ સમભાવ અને અન્ય ધર્મોના ગુણવંતો પ્રત્યેનો તેમનો અહોભાવ ભરેલાં થોડા પદોના ઊડતી નજરે દર્શન કરી લઈએ : - રાજગાથા Page #21 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ભગવાન મહાવીરના આ પરમ શિષ્ય, રામ-ભક્ત મહાવીર શ્રી હનુમાનને પણ કેવી ભાવ-વંદના આ હનુમાન સ્તુતિમાં કરે છે : “શ્રી રામ કેરાં કામ કીધાં, નામ રાખ્યું જગતમાં, મહાવીર શ્રી હનુમાન ! તમને વંદના મારી ઘણી.” તો વળી “વીર સ્મરણ'માં શ્રી હનુમાનજી-આરાધ્ય દશરથસુત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની શૂરવીરતાને અભૂત રીતે આમ બિરદાવે છે : “એક બાણથી પ્રાણ હરી લે, પાછું કદિયે નહીં પડનાર, દશરથભુત દુશ્મનદળ-છેદક, ધન્ય ધન્ય એ શર ધરનાર ! રાવણ સમ રાણાને રોળ્યો, એ જ શરેથી શ્યામ શરીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં રઢિયાળા એવા રણધીર ?” અને “કદીયે નહીં કાયાથી કંપે, જીતે ત્યારે જંપે વીર, રણરંગી ને જબરા જંગી, ઊછળે જેને શૌર્ય શરીર; કાયરતાના માયર તે નહિ, સાચા એ સાયર શૂરવીર, હૈયે શૌર્ય દમામ હમેશા, અને વળી હિમ્મતનું હર !” (વીર-સ્મરણ : સુબોધ સંગ્રહ-૮૧) અન્યાયીઓ, આતતાયિઓ, આજના સંદર્ભમાં આતંકીઓ સામે દેશભક્તિનું ખમીર દર્શાવતા શૂરવીર શહીદોના શૌર્યને પણ તેઓ આમ પોતાનાં પૂર્વકાવ્યોમાં બિરદાવે છે ત્યારે વળી તત્ત્વજ્ઞ સર્વસ્પર્શી શ્રીમદ્ભાં બીજાં પાસાંનાં પણ દર્શન થતાં નથી? અને તેમની આ સર્વાગી સમગ્ર વિવેકદૃષ્ટિનું પણ સ્મરણ કરાવતા નથી? જ્યાં જ્યાં, જે જે, યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં, તે તે, આચરે આત્માર્થી જન એહ” (શ્રી આત્મસિધ્ધિ) હિંસા-અહિંસા : વિક્ષુબ્ધતા, ચક્ષપ્રશ્નો અને પડકારો : અહીં અહિંસાને પ્રબોધનારા શ્રીમદ્ જાણે અહિંસા કાયરોની નહીં વીરોની, નિર્ભીક વીરોની હોય છે” વી સી યદ વાટ ... એ વાતનું સ્મરણ કરાવી, દેશરક્ષા, શીલ-રક્ષા જેવા અનિવાર્ય પ્રસંગોમાં, જેને ઈતિહાસમાં સાધ્વી-રક્ષાર્થે શસ્ત્ર પણ શ્રીમદ્ રાજચંદ્રજીને ગુજરાતે જાણ્યા છે? Page #22 -------------------------------------------------------------------------- ________________ ઊઠાવતા જૈનાચાર્ય શ્રી કાલકાચાર્યનું અને વર્તમાનમાં એક સ્થળે પૂં. ગાંધીજીનું પણ અપવાદ-કથન, અપનાવવા-આચરવાનું બોધતા જણાતા નથી? હિંસાય સન્મત્ત પૃથ્વી' (રવીન્દ્રનાથ) અહિંસા સામે આજે અનેક પ્રશ્નો અને પરિબળો ઊભાં છે. દેશમાં અનેક સ્થળોએ, અનેક કારણોએ સતત ઘોર હિંસા અને સરહદ પર તેમજ દેશ ભીતર પ્રસરેલા આતંકવાદીઓનાં નિર્દોષ નાગરિકો પરનાં રાક્ષસી આક્રમણો અને દેશદ્રોહી માર્ગભ્રષ્ટો ! આ સર્વની વચ્ચે નિર્ભયપણે મોતને મુઠ્ઠીમાં લઈ આપણે સૌ અહિંસાવાદીઓ, શાંતિસૈનિકો - બાપુ, વિનોબા, જે.પી., મહારાજ આદિની જેમ કેમ નથી પહોંચી રહ્યાં? આજે અહિંસા – વિચાર, સર્વોદય વિચારનો અવાજ ક્યાં? દેવનાર વધશાળાથી યે વિશેષ એવા પારાવાર જંગી કતલખાનાઓને ડામવા આપણે સૌ કેમ કારગત થઈ નથી રહ્યાં? જુઓ આ લેખકનું અપ્રકાશિત/શીધ્ર પ્રકાશ્ય અંગ્રેજી પુસ્તક “Why Abattoirs Abolition ?” વ્યાપક માંસાહારના પિશાચને આપણે કેમ હણી શકતા નથી ? આટઆટલા ઊહાપોહો છતાં નારીની, માતૃશક્તિની સુરક્ષાઓ કેમ સધાતી નથી ? પ્રચાર-માધ્યમો-મુખ્યતઃ મિડિયા ટી.વી. ચેનલો પરના ખુલ્લા વ્યભિચારદેશ્યોને કેમ રોકી, નાથી, સદંતર બંધ કરી શકાતા નથી? બાબાએ એક અશોભનીય પોસ્ટર આંદોલન ચલાવ્યું હતું. તેથી અનેકગણું આ વિરાટ આંદોલન આપણે ક્યારે ચલાવીશું? ભ્રષ્ટાચાર માત્ર આર્થિક ક્ષેત્રમાં જ નહીં, આ સર્વ ક્ષેત્રોમાં અત્ર, તત્ર, સર્વત્ર છે – તેને, વર્તમાનની સારીએ વિક્ષુબ્ધતાને, ક્યારે મિટાવીશું? આ બધું આપણને વ્યથિત નથી કરતું ! બાપુ-વિનોબા જ નહીં, તેમના સૂજક શ્રીમદ્જી પણ આવા ઘોર અન્યાયોની ભાલા-સમી વેદનાથી કરુણા-કંપિત થઈ વ્યથિત થઈ ઊઠતા ! ગાંધીજીએ તેમની આ વિશ્વવ્યાપક વ્યથા-કરુણાને નજરે નિહાળી છે. આપણે સૌ એ ક્યારે નિહાળીશું? એમને સમગ્ર-સ્વરુપમાં કવ જાણીશું? પુરુષનું સાચું ઓળખાણ ક્યારે કરીશું? (આ વિશે વધુ આગામી લેખાંકોમાં) (ક્રમશઃ) | | ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ | રાજગાથા Page #23 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતની વિરલ સંસ્કૃતિને અભિનંદના : આજની અપેક્ષા - xxx તત્ત્વચિંતન કરવાની અને તે ઉપર સ્પષ્ટ તેમજ પ્રવાહબધ્ધ લખવાની અને તે પણ ઘરઆંગણે રમતા કુમારની ઉંમરથી તેમજ વ્યાપારધંધા આદિની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે – ત્યારે શ્રીમદ્ જેવી વ્યક્તિ ઉત્પન્ન કરવા વાસ્તે માત્ર જૈન સંસ્કૃતિ પ્રત્યે જ નહીં, પણ ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે માથું આપમેળે નમી જાય છે. xxx તટસ્થ અને ચિંતક ભાવે શ્રીમાં લખાણ વાંચ્યા સિવાય એમને વિષે અભિપ્રાય બાંધવા કે વ્યક્ત કરવો એ વિચારકની દૃષ્ટિમાં ઉપહાસાસ્પદ થવા જેવું અને પોતાનું સ્થાન ગુમાવવા જેવું છે.” (પં. સુખલાલજી પ્રજ્ઞા સંયન) આજે? “શ્રીમદ્ વિષે રાષ્ટ્રપિતાએ આટલો આદર દર્શાવ્યો છે, પરંતુ એમના રાજકીય અનુયાયીઓએ ભૂલથી પણ એ મહાપુરુષને યાદ કરવાની તસ્દી લીધી નથી ! ગુજરાત આ મુદ્દે નગુણું જ રહ્યું છે. પોતાની ભૂમિની વિભૂતિઓને ઓળખવા માટે એની પાસે નવરાશ જ નથી !! આપણે રવીન્દ્રનાથ અને વિવેકાનંદ પાછળ ગાંડા થતા રહ્યા, પણ આંગણે ઊગેલા સૂર્યને ન ઓળખી શક્યા ! (ડો. કેશુભાઈ પટેલ : “પ્રબુધ્ધ જીવન” : એપ્રિલ-૨૦૧૫,) “ગુજરાતના, ભારતના યુવકો, ખાસ કરીને જૈનો તો વિવેકાનંદને ભૂલી જાય, રાજચંદ્રજીને વાંચે-વિચારે, તેમની પુસ્તિકાઓ ખીસામાં રાખે.” - વિનોબાજીના “વિમલાનંદ” વિમલા ઠકાર : પંચભાષી પુષ્પમાળા પૃ-૫) શ્રીમદ્ રાજચંદ્રજીને ગુજરાતે જાણ્યા છે ? Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવન-દર્શન-૨ જિનમાર્ગના સ્વયંસંબુદ્ધ વર્તમાન પ્રભાવક શ્રીમદ્ રાજચંદ્રજી “હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ઉત્તરથી આવ્યો છું કે દક્ષિણ દિશાથી? પૂર્વથી આવ્યો છું કે પશ્ચિમથી ? ઊર્ધ્વદિશાથી આવ્યો છું કે અધોદિશાથી ?” – મહાવીરવાણી “હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?” – શ્રીમદ્ રાજચંદ્રજી (અમૂલ્ય તત્ત્વ વિચાર) “કોર્દ ? મહાવીરનો આ જે પ્રશ્ન છે, તે કદાચ તેમની પરંપરાના કોઈપણ જૈને સ્વયંને-પોતાને પૂક્યો નહીં હોય! તેથી પાછલા છવ્વીસ સો વર્ષમાં આ પરંપરામાં બીજો કોઈ મહાવીર ઉત્પન્ન નહીં થયો. જો, કોઈએ આ પ્રશ્ન કર્યો તો નિશ્ચિતપણે જ તે અધ્યાત્મ-પુરુષ બન્યો, અધ્યાત્મનું અમૃત તેણે ઉપલબ્ધ કર્યું. આનંદઘન જેવા યોગસિધ્ધ સાધક તો અનેક થયા, પરંતુ મહાવીરની આ ધ્યાન-પદ્ધતિથી પસાર થનાર એક માણસ થયો, ભાઈશ્રી રાજચન્દ્ર. ન ત્યજ્યા આ માણસે ધોતી-ખમીસ, ન પહેર્યો સંતનો વેશ, પણ એક વાત નિશ્ચિત છે કે આ પ્રશ્નને તેમણે ભારે ખૂબીથી જીવીને પચાવી લીધો. માત્ર તેંત્રીસ વર્ષની ઉંમરે આ મહાત્મા ચાલી નીકળ્યો, પરંતુ જતાં પહેલાં જગતનો જવાબ લઈ ગયો !” – મહોપાધ્યાય મુનિશ્રી ચન્દ્રપ્રભ (“મારા સવા મિત્ર નયા' મુખપૃષ્ઠ) પોતે કોણ છે? ક્યાંથી આવ્યો છે? શા માટે આવ્યો છે? કેટલું અહીં રહેવું છે? પછી ક્યાં જવું છે? એ વગેરે હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે. મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિગ્રહું? એના વિચાર વિવેકપૂર્વક, શાંતભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિધ્ધાંત તત્ત્વ અનુભવ્યાં.” “બાળવયે પ્રાયઃ ૧૨ વર્ષની ઉંમરે કૃપાળુનું સાહિત્ય ઉપલબ્ધ થયું હતું અને તે મનન કરતાં આ કાવ્ય સહેજે કંઠસ્થ થયું – “બહુ પુણ્ય કેરા પુંજથી.’ તેમાં આ કડી “હું કોણ છું? ક્યાંથી થયો ?” એ જીભે રમતી થઈ હતી નાની વયે. એના પરિણામે પાછળથી કોઈ એવો સત્સંગ યોગ નહીં છતાં, મુંબઈ જેવી મોહમયી નગરીમાં રાજગાથા Page #25 -------------------------------------------------------------------------- ________________ રહેવા છતાં અને બિઝનેસમાં ગોડાઉનમાં બેઠે બેઠે આ દેહધારીને સમાધિ લાગી ગઈ. એમાં વિશ્વદર્શન પણ થયાં. એમાં પૂર્વ આરાધના કરેલી તેમાંથી કંઈક ભાગ નજરમાં આવ્યો. હવે આગળનો રસ્તો તે પણ બરાબર સાફ – આ રસ્તો (નિગ્રંથ પ્રવજ્યાનો).” – શ્રી ભદ્રમુનિ-સહજાનંદઘનજી (શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, હેપી સંસ્થાપક : “જીવનમર્મ' સી.ડી.) આવી મહાપરિણામદાતા, ભગવાન મહાવીર-પ્રબોધિત તેમના વર્તમાન અનુગામી શ્રીમદ્ રાજચંદ્રજી દ્વારા અનુસંધાનિત અને તેમના નિશ્રાગત પ્રભુશ્રી-પરવર્તીકાલીન પદાનુસારી બાહ્યાંતર નિગ્રંથ શ્રી ભદ્રમુનિ-સહજાનંદઘનજી દ્વારા પ્રયોગસિધ્ધ એવી સ્વયંની-સ્વાત્મની શોધ આ કળિકાળે પણ કેટલી બધી ઉપાદેય અને ઉપકારક છે! “એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” (શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્ર-૧૬) “શુધ્ધ બુધ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ !” (શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્ર-૧૧૭) યુગદેષ્ટા, યુગપુરુષ, યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજી પરમકૃપાળુદેવ જ્ઞાનાવતારે આપેલો આ જ્ઞાન-બોધ, આત્મબોધનો પરમાર્થપંથ, શ્રી જિનેશ્વર પ્રણીત મૂળમાર્ગનો પરમાર્થ પંથ, અનેકાનેક ભવ્યાત્માઓને આ કાળમાં જગાડતો ગયો – હું કોણ છું?” ના નાનકડા પ્રશ્ન દ્વારા : શુધ્ધ બુધ્ધ સ્વાત્માના પ્રત્યુત્તર દ્વારા. એમના કાળમાં, સો વરસ પહેલાં એમના દ્વારા પ્રત્યક્ષપણે સ્વયં-પ્રભાવિત સ્વનામધન્ય સર્વશ્રી સૌભાગભાઈ, મહાત્મા ગાંધીજી, મુનિશ્રી લઘુરાજજી-લલ્લુજી દેવકરણજી આદિ સાત મુનિઓ જુઠાભાઈ-અંબાલાલભાઈ-માણેકલાલ-રેવાશંકરભાઈ, અનુજ મનસુખભાઈ, પોપટભાઈ આદિ આદિ ભવ્યાત્માઓ ઉપરાંત એમના તત્ત્વબોધ અને જીવનથી પરોક્ષપણે પ્રભાવિત પણ અન્ય અનેક પુરુષો, વિર્જનો રહ્યા. એ સર્વેમાં મુનિશ્રી નાનચંદ્રજી “સંતશિષ્ય', પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્યશ્રી સુખલાલજી, ડૉ. ભગવાનદાસ મહેતા, શ્રી કાનજી સ્વામી, આદિ કહી શકાય. તો એમના નિકટના આ પરવર્તીકાળમાં એમનાથી પ્રભાવિત થયેલા કે એમને સમર્પિત થયેલા વિકજનોની એક વણઝાર ઉપરાંત આ સંતો, સપુરુષો, ત્યાગીજનો, મુખ્યતઃ જૈનમુનિઓ ઉલ્લેખનીય અને અનુમોદનીય છે : શ્રી બ્રહ્મચારીજી, આચાર્ય જિનમાર્ગના સ્વયંસંબુદ્ધ વર્તમાન પ્રભાવક શ્રીમદ્ રાજચંદ્રજી Page #26 -------------------------------------------------------------------------- ________________ વિનોબાજી-બાળકોબાજી, મુનિશ્રી સંતબાલજી, શ્રી ભદ્રમુનિ (સહજાનંદઘનજી), આચાર્ય ભુવનરત્નસૂરિ (ભુવનવિજયજી), આચાર્યજનકચંદ્રસૂરિ, મુનિશ્રી ભુવનચંદ્રજી, સંતશ્રી આત્માનંદજી, શ્રી દયામુનિ, મ.મુનિશ્રી ચંદ્રપ્રભ, સાધ્વીશ્રી ભાવપ્રભાશ્રીજી, સાધ્વીશ્રી વિચક્ષણાશ્રીજી, ચંદ્રપ્રભાશ્રીજી, ડૉ. તરુલતાબાઈ, પ્રવીણાશ્રીજી, દિગંબરાચાર્યશ્રી નિર્મલસાગરજી, આચાર્ય સુશીલકુમારજી, ઈ. આટલા બધા મુનિજનો જ જો શ્રીમજીને તેમના પ્રત્યક્ષ અને પરવર્તીકાળમાં ગુરુપદે સ્થાપતા હોય (કેટલાક કટાક્ષ-ષ્ટિ મુનિઓના શબ્દોમાં “એક ગૃહસ્થીને !) કે પ્રભાવિત થતા હોય (અને તેઓ સ્વયં તો આ “ગુરુપદથી તદ્દન નિસ્પૃહ રહ્યા હોય) તો તેમના યુગપ્રભાવકત્વ કે યુગપ્રધાનત્વનું એ સૂચક નથી? અસ્તુ. - શ્રીમદ્જીથી પ્રભાવિત કે સમર્પિત જે મુનિજનો કે આત્માઓનો આ પંક્તિલેખકને ઉપકારક સુયોગ સાંપડ્યો તેમાં પ્રથમ મુનિશ્રી ભુવનવિજયજી (આ. ભુવનરત્નસૂરિજી), પ્રજ્ઞાચક્ષુ પં.શ્રી સુખલાલજી, શ્રી ભદ્રમુનિજી-સહજાનંદઘનજી, આત્મજ્ઞા માતાજી ધનદેવીજી, વિદુષી અધ્યાત્મયોગિની વિમલાતાઈ, આદિ છે, જેમણે આ. શ્રીમદ્ પરવર્તીકાળમાં અન્ય અનેકોને પણ શ્રીમદ્જીની આત્મચેતનાને ઊર્ધ્વલોકમાંથી આત્મસાતુ. કરીને અદ્ભુત આત્મ-સંસ્પર્શ કરાવ્યો છે. તેમાં મહત્ત્વપૂર્ણ છે ગહન અંતરચિતનરત આત્મા પ્રજ્ઞાચક્ષુ પં.શ્રી. સુખલાલજી અને હું કોણ છું'ના શ્રીમવચનોથી જીવનપરિવર્તન અને જિનમાર્ગની નિગ્રંથ પ્રવજ્યા પામનારા અને તેમના જ અમૃત-વચનાધારે સ્વયંના શુધ્ધ બુધ્ધ ચૈતન્યધની આત્માનો સાક્ષાત્કાર પામનારા યોગીન્દ્ર યુગપ્રધાન શ્રી સહજાનંદઘનજી : બને અગ્રસ્થાનીય પરમપુરુષો. પ્રજ્ઞા સંચયન, શ્રી સદગાનંદધન મુરુથા' આદિ તેમના પ્રત્યેના આ અલ્પાત્માના ગુરુતર્પણો છે. પ્રથમ અંતજ્ઞની પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીનું શ્રીમસાહિત્ય અન્યત્ર છે. બીજા આત્મજ્ઞાની ધનદેવીજીએ અલ્પ શાળા-શિક્ષણ છતાં શ્રીમા તત્ત્વાધારે આત્માનુભવની ઊંચાઈઓ માપી, જે તેમના રચેલા નિખ પદ જેવા અનેક પદોમાં વ્યક્ત થાય છે : “આજ મારા આત્મપ્રદેશે આનંદગંગા ઉલસી રે, જ્ઞાન-જ્યોતિ પ્રગટી સર્વાગે, દૃષ્ટિ-અંધતા વિણસી રે.... આજ. અદ્ભુત આત્મ-સ્વરૂપ નિહાળ્યું, દેહ-દેવળથી ભિન્ન રે, આત્મ સ્વરૂપમાં જગત નિહાળ્યું, છએ દ્રવ્ય ભિન્ન-ભિન્ન રે... આજ. રાજગાથા Page #27 -------------------------------------------------------------------------- ________________ લોકાંતે પ્રભુ સિદ્ધ નિહાળ્યાં, સુખ સંપત્તિ ભંડાર રે, સિધ્ધ સમાન સ્વરૂપ જ મારું, નિજસંપત્તિ અધિકાર રે. આજ. (‘ભક્તિઝરણાં” પૃ.-૫) તો ત્રીજા આત્મજ્ઞાની અધ્યાત્મયોગી “સપ્તભાષી આત્મસિધ્ધિ'ની ભૂમિકાનાં લેખિકા વિદુષી વિમલાતાઈ જેવા વિદ્યાવારિધિએ આત્માનુભવની એ ઊંચાઈઓને સ્વયં વિકસાવવા ઉપરાંત શ્રીમદ્ભા અદ્ભૂત અપૂર્વ જીવનની અમાપ્ય ઊર્ધ્વગામિતા છતાં આવા શબ્દોમાં વિદેશીઓ અને ભારતના જન-જન માટે સુલભ બનાવી : સમગ્રતાનું જીવન જીવતા શ્રીમદ્ રાજચંદ્રને સો વર્ષ થયાં. આ મહાન ક્રાંતિકારી અને ઉમદા સજ્જન ૩૨ વર્ષનું જ આયુષ્ય જીવ્યા. રાજચંદ્ર સંવેદનશીલ અને મૃદુ સ્વભાવના યુવાન હતા. એક વ્યાપારી તરીકે તેઓ મુંબઈમાં રહ્યા અને વિકસ્યા. એમણે હિંદુધર્મના તેમજ જૈનધર્મના સિધ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો. XXX વ્યાપારની લેવડદેવડ પણ સાદી છતાં શોભતી રીતે કરે. પ્રામાણિકતા અને સચ્ચાઈપૂર્વક વાત કરે. xxx મૌનવ્રત લીધા સિવાય પણ મીન જાળવે. તે પરિણીત હતા xxx રાજચંદ્ર પોતાનું સ્થાન છોડીને ક્યાંય દૂર ન ગયા xxx પત્નીને શાપરૂપ ન ગણી. એના પ્રત્યે લેષ પણ નહીં અને ત્યાગનો ઉપદેશ પણ ન કર્યો. જીવનના અંત સુધી એમણે ક્યારેય ત્યાગ ન કર્યો. ક્યારેય પોશાક ન બદલ્યો. વસ્ત્રાન્તર, દીક્ષાન્તર, આશ્રમાન્તર કંઈ ન કર્યું. જે રીતે જીવતા હતા એ જ રીતે જીવતા રહ્યા, પરંતુ ભાઈને, પત્નીને બધી વાત સંવાદી રીતે સમજાવી. વવાણીઆ, ખંભાત, ઈડર, અગાસ, ઉત્તરસંડા, રાજકોટ વગેરે જુદાં જુદાં સ્થળે જ્યાં એમને સાધના લઈ ગઈ ત્યાં ખપ પૂરતું રહ્યા. એકાંત માટેની ભૂખ, એકાંત માટેની તરસ એમને જંગલોમાં લઈ ગઈ. ત્યાં તેઓ નિર્ભયતાપૂર્વક રહ્યા. xxx જ્ઞાની તરીકે જાણીતા થયા. જ્ઞાની અવસ્થા એ છે જેમાં માણસ તથ્યને, વસ્તુને, જેવાં છે તેવાં જ જુએ છે. xxx સ્પષ્ટતા આત્મસાક્ષાત્કારનો પ્રાણ છે. જીવનમાં જે બોધનું અવતરણ થયું તેનું લાવણ્ય સરળતા અને સ્પષ્ટતા સાથે લઈને આવે છે. રાજચંદ્ર પાસે એ બને હતાં. એટલે એમનો પત્રવ્યવહાર પણ દિવસે દિવસે વધતો ગયો. ઘણા પત્રો તો આત્મીય બની ગયેલા સૌભાગભાઈને લખાયા છે. આ પત્રો અને સાદા શબ્દોમાં લખાયેલાં એમનાં પદો ગુજરાતી ભાષામાં ગાણિતિક ચોકસાઈ, સાદાઈ અને યથાર્થતાના નમૂના તરીકે સાહિત્યનો ભાગ બની રહે છે. xxx હકીકતમાં હું પણ શ્રીમનું સાહિત્ય વાંચવા જ ગુજરાતી ભાષા શીખી.” (‘અપ્રમાદ યોગ’ : Yoga of Silence : પૃ. ૨૦-૨૧-૨૨) (સંક્ષેપ) જિનમાર્ગના સ્વયંસંબુદ્ધ વર્તમાન પ્રભાવક શ્રીમદ્ રાજચંદ્રજી Page #28 -------------------------------------------------------------------------- ________________ આમ, શ્રીમદ્જી પ્રણીત “હું કોણ છું?” થી પ્રભાવિત સ્વયંદેષ્ટ પ્રધાન વર્તમાન આત્મદેખાઓ છે – મહોપાધ્યાય મુનિશ્રી ચંદ્રપ્રભ, આચાર્ય ભુવનરત્નસૂરિ, યોગીન્દ્ર યુગપ્રધાન શ્રી ભદ્રમુનિ-સહજાનંદઘનજી, પ્રજ્ઞાચક્ષુ પં.શ્રી સુખલાલજી, માતાજી ધનદેવીજી, વિમલાતાઈ, ઈ. અનેક ! શ્રીમદ્ગા જીવનકાળ પશ્ચાત્ ૧૦૦ વર્ષે વર્તમાન વિદુષી આર્ષદૃષ્ટા વિમલાતાઈએ આત્મસાક્ષ્ય દ્વારા નીરખેલી તેમની મીનસાધના, ધર્મપ્રભાવના : “શ્રીમદ્ રાજચંદ્ર પોતાની સમજણના સાધક હતા xxx શ્રીમદ્ રાજચંદ્ર પોતાના શરીર સિવાય કોઈને ગુરુ કર્યા ન હતા. જીવન એ જ એમનું ગુરુ હતું. એ પવિત્ર, પુનિત ગુરુ જે વૈશ્વિક જીવન છે, જે પોતાની અંદર રહેલું જીવન છે, જે જીવન આપણી આજુબાજુ સર્વત્ર રહેલું છે (= આત્મ તત્ત્વ) એ પરમગુરુના તેઓ શિષ્ય હતા. એમના કોઈ ગુરુ કે શિક્ષક ન હતા જેનો આપણે ઉલ્લેખ કરી શકીએ. xxx અને ફરી તમને હું મુંબઈની એમની પેઢીમાં બેસતા યુવાન માણસની યાદ અપાવું, જ્યાં એમને પહેલી વખત ગાંધીજી મળેલા અને એ માણસની સાદાઈની ભવ્યતા જોઈને મુગ્ધ થયેલા. ત્યારે રાજચંદ્ર ઉગતા યુવાન હતા અને ચૂપચાપ શાંતિપૂર્વક પોતાની આજીવિકા મેળવવાની ફરજ બજાવી રહ્યા હતા. xxx આ દુબળા, પાતળા, નાના લાગતા માણસને જોઈને બીજા વેપારીઓ હસતા કે આ માણસ લાખોપતિ થઈ શકે તેવો હોવા છતાં તે લાખોપતિ થતો ન હતો. એમણે જોયું હતું કે એકસાથે એક સો બાબતોને એક જ ક્ષણે જોઈને તેઓ દરેક બાબત કહી શકતા. તેઓ શતાવધાની હતા. મુંબઈમાં એમણે જાહેરમાં એ પ્રયોગ કરી બતાવ્યો હતો. ગાંધીજીએ તે જોયો હતો. xxx ન માની શકાય એવી ઘટના હતી. હજી સો વર્ષ પહેલાંની જ આ વાત છે. હું પુરાણોની કથા કહેતી નથી, હકીકત કહું છું. બાર વરસની ઉંમરથી જ એ માણસ આ પ્રયોગો કરતો હતો. xxx તમે એકાંત અને ધ્યાનમાં વધારે સમય આપો તો તમારા ધ્યાનનો વ્યાપ અને ગ્રહણશક્તિ વધારે વિકસે. રાજચંદ્ર માની ન શકાય એટલી હદે ધ્યાનનો વ્યાપ વિકસાવ્યો હતો અને આંખ અને કાનની ગ્રહણશક્તિ પણ સાથોસાથ વિકસાવી હતી. તમે એમની પાસે સો વસ્તુઓ મૂકો અને પ્રશ્નો પૂછો અથવા લખીને આપો અને તેઓ બધાના જવાબ આપતા. xxx આપણે ફરિયાદ કરીએ છીએ કે વર્તમાન સંજોગો આત્મદર્શન માટે સમય અને શક્તિ રહેવા દેતા નથી. પરંતુ રાજચંદ્ર આપણી સમક્ષ જીવંત દૃષ્ટાંત છે. xxx મહાવીર પછી હું નથી માનતી કે સમસ્ત જૈન સમાજમાં આવી અસામાન્ય બીજી વ્યક્તિ થઈ હોય. પૂર્વનાં બધા તીર્થકરો ૧૪ રાજગાથા Page #29 -------------------------------------------------------------------------- ________________ માટે મને પૂજ્યભાવ છે પરંતુ મને લાગે છે કે મહાવીર પછી બીજા મહાવીર શ્રીમદ્ રાજચંદ્ર પોતે હતા. અતિશયોક્તિ ન થાય એનું ધ્યાન રાખીને હું આ કહું છું.” (પ્રમાદયોગ : ૨૮-૩૧) હું કોણ છું ?'ના ઊહાપોહ દ્વારા આત્મસિધ્ધિની ધ્યાન-ધારા વહાવનારા સ્વયંસંબુધ્ધ શ્રીમદ્જીમાં મુનિ ચંદ્રપ્રભ અદ્વિતીય ધ્યાનયોગી જુએ છે, ભદ્રમુનિ સહજાનંદઘનજી આત્મસમાધિ-પ્રદાતા જીવન પરિવર્તક દેખે છે, ધનદેવીજી આત્માનુભવ પમાડનાર પામે છે, ૫. સુખલાલજી ૨૫00 વર્ષમાં અભૂતપૂર્વ દેખા-દ્મષ્ટાનું દર્શન કરે છે અને વિમલાતાઈ ?.. એ તો એમને મહાવીરોત્તર અદ્વિતીય મૌની-ધ્યાની સિધ્ધ કરે છે ! તેઓ (વિમલાતાઈ) તેમને “સમર્થ રોય ! મા પમાયણ ' ની મહાવીર-આજ્ઞાને ભારોભાર આચરતા અપ્રમત્ત યોગી, “અપ્રમાદ યોગ'ના, મીનધ્યાનયોગના, સિધ્ધ-સાધક ઠેરવે છે : “xxx એક ક્ષણ પણ નકામી ગુમાવતા નહીં. રસ્તીભર અસત્ય નહીં. ક્ષણવાર પણ પ્રમાદ નહીં. નિષ્ક્રીયતા કે જડતા નહીં. હંમેશા સાવધ રહેતા. જાગ્રત અવધાનયુક્ત સમ્યતા જાળવતા. સમય અને શક્તિનો કાળજીપૂર્વક ઘનિષ્ટ ઉપયોગ કરતા. એથી જ્યારે તેઓ મનમાં બેસતા ત્યારે એમનામાં પૂરી શક્તિ રહેતી. ક્રાંતિકારી રાજચંદ્રની સંસ્કાર-મુક્ત વિશ્વચેતના અનંત આત્મશક્તિની દિવ્યચેતના xxx માનવ ચેતના તો સંસ્કારવશ, સંસ્કારયુક્ત ચેતના છે. એથી પર સંસ્કારમુક્ત ચેતના છે, દિવ્ય ચેતના છે, વૈશ્વિક ચેતના છે, જે જીવનશક્તિ સમગ્ર વિશ્વનું નિયમન કરે છે. તેનો મનુષ્યચેતના બહુ નાનો અને સંસ્કારબધ્ધ ભાગ છે, જેને ધર્મોએ અને સંસ્કૃતિઓએ ટાંકણું લઈને ઘડી છે. પરંતુ સંસ્કારમુક્ત ચેતના ઘણી વિશાળ છે, એનું ક્ષેત્ર પણ ઘણું વિશાળ છે. એને મનુષ્યનાં મન-મગજ સ્પર્શી શકતાં નથી. આ ચેતનાને જ શ્રીમદ્ રાજચંદ્ર ઈશ્વર કહે છે. એને જ દિવ્યતા કહે છે. એને જ પ્રભુ-વિભુ કહે છે. તેઓ જૈન હોવાથી વ્યક્તિ સ્વરૂપ ઈશ્વરને માનતા ન હતા એટલે પ્રભુ શબ્દથી તેઓ હિંદુ મત પ્રમાણેના દેવદેવીઓની વાત નથી કરતા અથવા પહેલાં થઈ ગયેલા ૨૪ તીર્થકરોની વાત પણ નથી કરતા. ભ. મહાવીર પછી ૨૦૦૦ વર્ષથી અજ્ઞાનની જે ધૂળ ચડી ગઈ છે એણે જૈન લોકોની બુદ્ધિને આવરી લીધી છે... જિનમાર્ગના સ્વયંસંબુદ્ધ વર્તમાન પ્રભાવક શ્રીમદ્ રાજચંદ્રજી Page #30 -------------------------------------------------------------------------- ________________ હિંદુ વિધિવિધાનની એમના પર પણ ઊંડી અસર થઈ છે. જૈન સમાજ આ બધા કર્મકાંડમાં પરોવાયેલો છે ત્યારે આ ક્રાંતિકારી યુવાન આવ્યો. એ ઈશ્વરને ચેતનારૂપઊર્જારૂપ માને છે, જે બહુ સૂક્ષ્મ દ્રવ્ય છે. એમણે સંસ્કારમુક્ત ચેતનાને-ઊર્જાને પ્રભુ નામ આપ્યું છે. આ વાત હું પૂરી જવાબદારીના ભાવ સાથે કહું છું. જેમ આકાશ પૃથ્વીથી પર છે, તેમ સંસ્કારમુક્ત ઊર્જા મનુષ્ય ચેતનાથી પર છે. આ સંસ્કારમુક્ત ઊર્જાનો સ્પર્શ પામવો, દિવ્યતાનો સ્પર્શ પામવો એ જ ભક્તિનું હાર્દ છે. “રાજચંદ્ર ફક્ત જ્ઞાની ન હતા, એ ભક્ત પણ હતા. દિવ્યતાની સ્તુતિ કરતા ઘણાં કાવ્યો લખ્યાં છે. વિરહનાં પદો પણ એમણે એટલી વ્યથાપૂર્વક અને સરસ લખ્યાં છે. એ રાજચંદ્રનાં આંસુ છે. કારણ કે દિવ્ય ચેતનાથી મનુષ્યની ચેતના જૂદી પડી છે. xxx રાજચંદ્ર જાણે કે પૃથ્વી અને આકાશ વચ્ચે સેતુ બાંધતા હોય એમ મનુષ્ય ચેતના અને દિવ્ય ચેતના વચ્ચેનું અંતર ભેદવા માગતા હતા... એ અંતર એમનાથી સહી શકાતું ન હતું. “xxx રાજચંદ્ર એમનો રાત્રિનો અને પ્રભાતનો સમય અને વચમાં જ્યારે જ્યારે સમય મળે એ બધાનો ઉપયોગ આંખો મીંચીને મનમાં ડૂબકી મારવામાં કર્યો. xxx જે માણસ ઘર બાંધીને સંસારમાં રહેતો હોય એણે મનુષ્ય-ચેતનાના કિનારે અવારનવાર આવવું જ પડે છે. કુટુંબના, સમાજના વ્યવહારો સાચવવા પડે છે. આથી તેઓ થોડા દિવસો વ્યવસાયને આપે અને થોડા દિવસો પ્રયોગ માટે બહાર નીકળી જાય... જ્યારે એમણે જોયું કે જરૂરી રકમ એકઠી થઈ છે ત્યારે મુંબઈ અને અમદાવાદથી પણ દૂર કોઈ નાના ગામડામાં, દૂરના ડાકબંગલામાં, રેસ્ટ હાઉસમાં, દૂરની ટેકરીઓમાં અને પહાડોમાં જઈને રહેતા જ્યાં કોઈ એમને મળવા ન આવે. પત્ની દાવે, ભાઈદાવે કે પુત્રીદાવે વ્યવહારની વાત કરવા કોઈ ન આવે. આ રીતે જુદાં જુદાં સ્થળોએ પ્રયોગ શરૂ થયો. ત્યારે અનામી, અગાધ, અમાપ એવા મૌનમાં તેમના દિવસોના દિવસો નીકળી જતા, એમાં તેઓ સમયના બંધનથી પર થઈ જતા. મનુષ્ય-ચેતના અને દિવ્યચેતનાને જોડનાર સેતુ ફક્ત મૌન છે. આમ એમનું સમગ્ર અસ્તિત્વ, એમનો સમગ્ર આધાર મૌન-શાંતિથી સભર બની ગયો !” (અપ્રમાદયોગ ૩૫-૩૯) રાજગાથા Page #31 -------------------------------------------------------------------------- ________________ મન-મીની મુનિઓ પણ જેમને સમર્પિત ! શ્રીમદ્જીના આવા મૌન ધ્યાનની સાધનાએ અને પૂર્વજન્મોના સંચિત યોગબળે પછી તેમણે જે કાંઈ તેમને સમર્પિત સાત મુનિઓને દ્રવ્યસંગ્રહ' આદિ પ્રબોધિત કરતાં સમજાવ્યું અને થોડા જ નિકટના સુપાત્રજનોને પત્રોમાં ઠાલવ્યું તે સર્વ તેમની વર્તમાનકાલીન યુગ-પ્રભાવનાનું “વચનામૃત' બની ગયું. તેમના યુગપ્રધાન’ હોવાનું આ સર્વ પ્રબળ પ્રમાણ છે. પોતે ૨૫૦૦ વર્ષ પૂર્વે પ્રભુ મહાવીરના લઘુશિષ્યરૂપે ઈડરના ઘંટિયા પહાડના પુઢવી શિલા-સિધ્ધશિલા વિસ્તાર અને ગિરિકંદરાઓમાં જ્યાં પ્રભુ સંગે વિચાર્યા હતા, ત્યાં આ કાળે તેમનું અધિક વિચરવું, અવારનવાર, મૌન ધ્યાનસ્થ થવું, તેમની એ જ ધ્યાન-ગુફામાં આચાર્ય વિનોબાજી જેવાનું ધ્યાન-લીન થવું અને ત્યાં નિર્ધારિત એક કલાકનું પ્રવચન આપવાને બદલે તેમનું પણ મૌન-ધ્યાનસ્થ બની અશ્રુપ્રવાહ વહાવ્ય જવું – આ બધું અદ્ભુત છે, અભૂતપૂર્વ છે આવા વિષમ કળિકાળમાં. શ્રીમદ્જીના વીતરાગમાર્ગને પુનર્જીવિત કરવાની સરવાણી ઈડરની આ ગુફાઓમાંના આર્ષ-ધ્યાનથી પ્રગટી છે. વીતરાગમાર્ગ જ નહીં, આ સારી અવનિનું ભલું કરવાની અને ભારતભરનો ઉધ્ધાર કરવાની પૂર્વદૃષ્ટિ પણ ત્યાંથી જન્મી છે અને તે માટે મહાત્મા ગાંધીજીને માધ્યમ બનાવવાનું પૂર્વ-દર્શન પણ તેમને ત્યાંથી લાવ્યું છે ! રવાનુભવ : આ સારીયે રોમહર્ષક ઘટનાઓનો રહસ્ય-ધ્વનિ પકડવા આ પંક્તિલેખક શ્રીમદ્જી-ક્ષેત્ર સ્પર્શિત ઈડરની આ ધન્ય ધરા અને ગુફાઓમાં કુમારકાળથી અનેકવાર પહોંચ્યો અને મૌન-ધ્યાનસ્થ થવા મથ્યો છે – ગજા વગર ને હાલ મનોરથરરૂપ” છતાં, પ્રભુ આજ્ઞાથી પા-પા પગલી ભરતો અને પરમકૃપાળુનો કૃપાસ્પર્શ પામતો! આ પરમાનુગ્રહની થોડી-શી ફલશ્રુતિઓ છે – ઈડરના ઉપર્યુક્ત ગાંધીપૂર્વદર્શનનું, શ્રીમદ્રપ્રભાવપૂર્ણ, સ્વયંલિખિત પુરસ્કૃત હિન્દી નાટક “મહાનિલ', “શ્રી. આત્મસિધ્ધિશાસ્ત્રનું ગુરુઆજ્ઞાપૂર્વકનું એક કાર્તિક પૂર્ણિમાએ થયેલું ચિરંતન ટુડિયો રેકર્ડંગ અને “સપ્તભાષી આત્મસિધ્ધિ'નું સંપાદન, “વિમલાતાઈની સર્વોદયથી સપ્તભાષી સુધીની જીવનયાત્રા”, “સ્વાત્મસિદ્ધિની સંગીતયાત્રા”, “વિમલ સરિતા સહ અંતર્યાત્રા”, “દક્ષિણાપથની સાધનાયાત્રા” ઈ. પુસ્તિકાઓનું લેખન. આ સર્વ પરમગુરુકૃપાના સર્જનો ઉપરાંત શ્રીમદ્સ્પર્શિત આ ઈડરની ધન્ય ધ્યાન-ધરા પર એક વિશેષ ફલશ્રુતિએ આકાર લીધો. વિસનગરની મહિલા કોલેજના આચાર્ય તરીકેના કાર્યકાળ દરમ્યાન ત્યાં છાત્રા શિબિર સંચાલનાર્થે નિમંત્રેલા વિદુષી જિનમાર્ગના સ્વયંસંબુધ્ધ વર્તમાન પ્રભાવક શ્રીમદ્ રાજચંદ્રજી ૧૭ Page #32 -------------------------------------------------------------------------- ________________ વિમલાતાઈએ એ શિબિરાંતે એક ઈચ્છાનુરોધ કર્યો, “પ્રતાપભાઈ ! તમે ઈડર અવારનવાર જાઓ છો. મને પણ ત્યાં લઈ જાઓ.” તુરત પરમગુરુ-કૃપાનો અદીઠ અનુભવ જેમાં થવાનો હશે તેવો એ યાત્રા-પ્રબંધ થઈ ગયો ને ત્યાં ઈડરમાં વળી એક સાંકેતિક ઘટના ઘટી. અણધાર્યા જ ત્યાં શ્રીમદ્જીસમર્પિત, વર્તમાન વીતરાગમાર્ગ પ્રભાવક અને વિનમ્રતાના અવતાર એવા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હેપી કર્ણાટકના સંસ્થાપક ભદ્રમુનિ-યોગીન્દ્ર યુગપ્રધાન શ્રી સહજાનંદઘનજી અને આત્મજ્ઞા જગત્ માતા ધનદેવીજી શ્રીમદ્ શતાબ્દી નિમિત્તે આવી ચડ્યાં ! વિમલાતાઈ, અમે સૌ આનંદોલ્લાસિત થઈ ગયા. સિતાર પર ભક્તિધ્યાન સંગીતની રમઝટ જામી, વિમલાજીની મંજુલ વિમલવાણી પ્રગટી અને તેમના સદાગ્રહથી સહજાનંદઘનજીની શ્રીમદ્ વાણીની જાણે સરવાણીઓ પ્રવચનમાં ફૂટી નિકળી ! આમાંથી જાણે અમારા અનેક સર્જનોના અને ગુજરાત છોડી, ઈડરનો ધ્યાનસંદેશ લઈને દૂર કર્ણાટકના રંપી શ્રીમદાશ્રમે જઈ અનેકવિધ મંડાણોના બીજ નખાવાના હતા ! એ મંડાણોમાં ઉપર્યુક્ત સાહિત્ય-સંગીત સર્જનો, હેપીના રત્નકૂટ પહાડ પર ધ્યાનમય જિનાલય અને શ્રીમદ્શિક્ષાના વિશ્વવિદ્યાલયના આયોજનો, વિશ્વભરમાં વીતરાગવાણી અનુગંજિત કરવાના અનેક વિશ્વપ્રવાસો અને વર્ધમાન ભારતી-જિનભારતીના શતાધિક રેકર્ડ-નિર્માણો, પરમગુરુ આજ્ઞા અને અનુગ્રહ સહ નિર્માયેલા હતા ! ગુરુપ દિ વર્ત' ને સિધ્ધ કરતા, પરમકૃપાળુદેવ શ્રીમજી દ્વારા પ્રેરિત શ્રી સહજાનંદઘનજી અને વિમલાજી-ધનદેવીજીના આદેશો અને આશીર્વાદો આ અલ્પાત્માને આ સર્વ વર્તમાન વીતરાગમાર્ગ પ્રભાવના કાર્યમાં નિમિત્ત અને માધ્યમ બનાવવાના હતા, અને બન્યા. પરિણામે એ સર્વ સપુરુષોના કૃપા અને યોગબળથી વર્તમાનમાં, યથોચિતપણે ધ્યાનસંગીત, ભક્તિ-સ્વાધ્યાય-પ્રવચનાદિ ત્રિવિધ પ્રભાવના કાર્ય આ નાનકડા એકલ-હાથોએ, એક ચમત્કાર રૂપે, ૮૮ વર્ષની આ દેહ-ગાડીની ઉંમરે પ્રતિકૂળતાઓ વચ્ચેથી આજે પણ સતત ચાલી રહ્યું છે, ગતિશીલ છે. “પ્રજ્ઞા સંવયન' અને હાલ જ પ્રકાશિત “શ્રી સહજાનંદઘન ગુરુગાથા'માં આ બધું વિશદતાથી વર્ણિત છે. અંતે સંક્ષેપમાં, વીતરાગમાર્ગના વર્તમાન મહાપ્રભાવક પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનું અસંભવ એવું મૂલ્યાંકન કરવાની ઉપર્યુક્ત અનેક દૃષ્ટાઓ ઉપરાંત જો કોઈની પણ જિજ્ઞાસા ને ક્ષમતા હોય તો તેમણે તેમનું વચનામૃત સાહિત્ય વિશેષતા પત્રાંક ૭૫૭, ૯૫૬, ૪૦, શિક્ષાપાઠ ૮૪, ૯૯, ઈત્યાદિ) શ્રી સહજાનંદઘનજીનું રાજગાથા Page #33 -------------------------------------------------------------------------- ________________ “ઉપાસ્યપદે ઉપાદેયતા” અને મહાત્મા ગાંધીજીના આત્મકથા અને ૨૭ પ્રશ્ન પત્રવ્યવહારાદિ, સમગ્ર પત્ર-સાહિત્ય, શ્રીમદ્જીને પરમ સમર્પિત પૂ. પ્રભુશ્રી લઘુરાજજીનું ઉપદેશામૃત સાહિત્ય, સુશ્રી વિમલાતાઈનાં “અપ્રમાદયોગ”, “પર્યુષણ પ્રસાદી આદિ લખાણો પ્રજ્ઞાચક્ષુ પંડિતશ્રી સુખલાલજીના ગહન તલસ્પર્શી શ્રીમદ્ સાહિત્ય નિબંધો ડૉ. ભગવાનદાસ મહેતાનું “અધ્યાત્મ રાજચંદ્ર', ડો. સરયુબહેન મહેતાનો “શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્ર' પરનો મહાનિબંધ ઈ.નું તટસ્થપણે ઊંડાણથી પરિશીલન કરી જવા સર્વપ્રથમ અતિ વિનમ્ર વિનંતી છે. તે પૂર્વે કોઈપણ નિર્ણય શ્રીમજી વિષે બાંધવો એ અપરાધ અને જ્ઞાનીની આશાતના જ સિધ્ધ થશે. શ્રીમજીની સર્વ જિનેશ્વરો પ્રતિ વીતરાગ-વંદના અને વીતરાગ-માર્ગ-વિમુખતા પ્રત્યે વેદનાનાં વેણ : શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર પર્યત વર્તમાન ભરતક્ષેત્રના ચોવીશ તીર્થકરોના પરમ ઉપકારને વારંવાર સંભારું છું.” મોક્ષમાર્ગની વિધમાનતા : “શ્રીમાન વર્ધમાન જિન વર્તમાનકાળના ચરમ તીર્થકરદેવની શિક્ષાથી હાલ મોક્ષમાર્ગનું અસ્તિત્વ વર્તે છે એ તેમના ઉપકારને સુવિહિત પુરુષો વારંવાર આશ્ચર્યમય દેખે છે.” કાળદોષે શ્રુતસાગર વિલુપ્તઃ “કાળના દોષથી અપાર શ્રુતસાગરનો ઘણો ભાગ વિસર્જન થતો ગયો અને બિંદુમાત્ર અથવા અલ્પમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે, ઘણાં સ્થળો વિસર્જન થવાથી, ઘણાં સ્થળોમાં સ્થૂળ નિરૂપણ રહ્યું હોવાથી નિગ્રંથ ભગવાનના તે શ્રતનો પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યોને આ ક્ષેત્રે પ્રાપ્ત થતો નથી. ઘણા મતમતાંતરાદિ ઉત્પન્ન થવાનો હેતુ પણ એ જ છે, અને તેથી જ નિર્મળ આત્મતત્ત્વના અભ્યાસી મહાત્માઓની અલ્પતા થઈ. શ્રુત અલ્પ રહ્યા છતાં, મતમતાંતર ઘણા છતાં, સમાધાનના કેટલાક સાધનો પરોક્ષ છતાં, મહાત્મા પુરુષોનું ક્વચિતત્વ છતાં, હે આર્યજનો ! સમ્યકુ-દર્શન, શ્રતનું રહસ્ય એવો પરમપદનો પંથ, આત્માનુભવના હેતુ, સમ્યક ચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે એ પરમ હર્ષનું કારણ છે.” જેનાભાસે પ્રવર્તિત મતમતાંતરો : “દિગંબર અને શ્વેતાંબર એવા બે ભેદ જિનદર્શનમાં મુખ્ય છે. મતદૃષ્ટિથી તેમાં મોટો અંતર જોવામાં આવે છે. તત્ત્વદૃષ્ટિથી તેવો વિશેષ ભેદ જિનદર્શનમાં મુખ્યપણે પરોક્ષ છે; જે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે તેવા છે, તેમાં તેવો ભેદ નથી, માટે બંને સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરુષો સમ્યગુદૃષ્ટિથી જુએ છે, અને જેમ તત્ત્વપ્રતીતિનો અંતરાય ઓછો થાય તેમ પ્રવર્તે છે. જિનમાર્ગના સ્વયંસંબુદ્ધ વર્તમાન પ્રભાવક શ્રીમદ્ રાજચંદ્રજી Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈનાભાસથી પ્રવર્તેલાં મતમતાંતરો બીજાં ઘણાં છે, તેનું નિરુપણ કરતાં પણ વૃત્તિ સંકોચાય છે... જેમાં મૂળ પ્રયોજનનું ભાન નથી, એટલું જ નહીં પણ મૂળ પ્રયોજનથી વિરુધ્ધ એવી પદ્ધતિનું અવલંબન વર્તે છે; તેને મુનિપણાનું સ્વપ્ન પણ ક્યાંથી ? કેમ કે મૂળ પ્રયોજનને વિસારી ક્લેશમાં પડ્યા છે; અને જીવોને, પોતાની પૂજ્યતા અર્થે, પરમાર્થમાર્ગના અંતરાયક છે... તે મુનિનું લિંગ પણ ધરાવતા નથી, કેમ કે સ્વકપોલકલ્પનાથી તેમની સર્વ પ્રવૃત્તિ છે. જિનાગમ અથવા આચાર્યની પરંપરાનું નામ માત્ર તેમની પાસે છે, વસ્તુત્વે તો તે તેથી પરાઙમુખ જ છે.” (શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ૭૫૭) ૧૦૦ વર્ષ પૂર્વનું શ્રીમદ્-કથન : શ્રી હેમચંદ્રાચાર્યની મહાનતા : “શ્રી હેમચંદ્રાચાર્યને આઠસો વર્ષ થયા... તેઓ મહાપ્રભાવક બળવાન ક્ષયોપશમવાળા પુરુષ હતા. તેઓ ધારત તો જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન હતા. પણ હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર જ ધર્મપ્રવર્તક હોઈ શકે. અમે તો તીર્થંકરોની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાર્ગનો પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. વીતરાગમાર્ગનો પરમાર્થ પ્રકાશવારૂપ લોકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો... તેમણે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છસો વરસના અંતરાળમાં બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો. શ્રી વલ્લભાચાર્યે શ્રૃંગારયુક્ત ધર્મ પ્રરૂપ્યો. શૃંગારયુક્ત ધર્મ ભણી લોકો વળ્યા, આકર્ષાયા. વીતરાગધર્મ વિમુખતા વધતી ચાલી...” જિન પ્રતિમા મહત્તા : “ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ સંપ્રદાય જૈનમાં જ ઊભો થયો ! ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિનપ્રતિમા પ્રતિ લાખો દૃષ્ટિવિમુખ થયાં, વીતરાગશાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં, કેટલાંક તો સમૂળગાં ખંડાયાં... ! આમ આ છસો વરસના અંતરાળમાં વીતરાગમાર્ગરક્ષક બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. અન્ય ઘણા આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાળી નહીં. એટલે વિષમતા વધતી ચાલી. ત્યાં શ્રી આનંદઘનજી બસો વર્ષ પૂર્વ થયા.'' શ્રી આનંદઘનજીની અપાર સક્ષમ ઉપકારકતા છતાં ઉપેક્ષા : “શ્રી આનંદઘનજીએ સ્પષ્ટ હિતબુધ્ધિથી લોકોપકાર પ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું; પણ વીતરાગધર્મવિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકો ધર્મને કે આનંદઘનજીને પિછાણી ન શક્યાં, ઓળખી કદર ન કરી શક્યાં, પરિણામે xxx તે લોકસંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા. ૨૦ રાજગાથા Page #35 -------------------------------------------------------------------------- ________________ વનમાં વિચરતા છતાં અપ્રગટપણે રહી ચોવીશી, પદ આદિ વડે લોકોપકાર તો કરી જ ગયા xxx અત્યારે તો શ્રી આનંદઘનજીના વખત કરતાં પણ વધારે વિષમતા, વીતરાગમાર્ગ વિમુખતા વ્યાપેલી છે. શ્રી આનંદઘનજીને સિદ્ધાંતબોધ તીવ્ર હતો. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં હતા. ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ, પરંપર અનુભવ રે' ઈત્યાદિ પંચાંગીનું નામ તેમના શ્રી નમિનાથજીના સ્તવનમાં ન આવ્યું હોત તો ખબર ન પડત કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના ?” (– શ્રી રાજચંદ્ર વચનામૃત ૯૫૬, ઉપદેશનોંધ ૮) વીતરાગ આજ્ઞાવિહીન વર્તમાનના મતમતાંતર ઃ “અત્યારે વીતરાગદેવને નામે જૈનદર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત, તે મતરૂપ છે, પણ સરૂપ જ્યાં સુધી વીતરાગદેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં. એ મતપ્રવર્તનમાં મુખ્ય કારણો મને આટલા સંભવે છે : (૧) પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિગ્રંથદશાનું પ્રાધાન્ય ઘટાડ્યું હોય. (૨) પરસ્પર બે આચાર્યોને વાદવિવાદ. (૩) મોહનીયકર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. (૪) ગ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ દુર્લભોધિતાને લીધે ન ગ્રહવો. (૫) મતિની ન્યૂનતા. (૬) જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણા મનુષ્યો. (૭) દુઃષમકાળ અને (૮) શાસ્ત્રજ્ઞાનનું ઘટી જવું. (વચનામૃત ૪૦) મુખ્ય આ એક કારણ પણ છે કે તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ્ય ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા, જેનું પરિણામ દૃષ્ટિગોચર છે. xxx” (શિક્ષાપાઠ ૮૪) હવે – વીતરાગમાર્ગ વિમુખતા ટાળવા, એ વિરલ માર્ગ પ્રકાશિત કરવા, જિનશાસનોન્નતિ કરવા એક મહાન સદાચરણી, સ્યાદ્વાદી, સર્વસંમત સમાજ સ્થાપનાની અગત્યતા શ્રીમદ્ આર્ષદર્શન : “xxx પરંતુ સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્ત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગૂંથેલાં મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છ મતમતાંતરને ટાળવા તેમજ ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણી શ્રીમંત અને ધીમંત બન્નેએ મળીને સ્થાપન કરવાની અવશ્ય (= આવશ્યકતા) છે એમ દર્શાવું છું. પવિત્ર સ્યાદ્વાદમતનું ઢંકાયેલું તત્ત્વ પ્રસિધ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયોજન નથી, ત્યાં સુધી શાસનની ઉન્નતિ પણ નથી. લક્ષ્મી, કીર્તિ અને અધિકાર સંસારી કળાકૌશલ્યથી મળે છે, પરંતુ આ ધર્મકળા કૌશલ્યથી જિનમાર્ગના સ્વયંસંબુધ્ધ વર્તમાન પ્રભાવક શ્રીમદ્ રાજચંદ્રજી -- ૨૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ તો સર્વ સિધ્ધિ સાંપડશે ! મહાન સમાજના અંતર્ગત ઉપસમાજ સ્થાપવા. મતમતાંતર તજી, વાડામાં બેસી રહેવા કરતાં એમ કરવું ઉચિત છે. હું ઈચ્છું છું કે તે નૃત્યની સિદ્ધિ થઈ ઐનાંતર્ગચ્છ મતભેદ ટળો, સત્ય વસ્તુ ઉપર મનુષ્ય મંડળનું લક્ષ્ય આવો; અને મમત્વ જાઓ !” (શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત : શિક્ષાપાઠ ૯૯ : પૃ. ૧૨૭-૧૨૮) ‘મોક્ષમાળા’ના નિર્માણકાળ ૧૬-૧૭મા વર્ષની યુવાવયે પ્રગટેલા શ્રીમદ્ભુનાં અદ્ભુત આર્ષદર્શનની આ કેવી ભવ્ય ભાવનાઓ છે ! તેમના અંતિમ વર્ષોમાં તો એ પૂર્ણ વિકસી છે. આ ભણી અહીં તેમણે સૂચવેલા “સદાચરણી શ્રીમંતો અને ધીમંતો” બન્નેનું ધ્યાન જશે ? કોઈ નિષ્પક્ષ તત્ત્વાભિનિવેશી આચાર્યો અને આતમજ્ઞાની શ્રમણ કહાવે'ના આનંદઘનજી પરિભાષિત મુનિવર્યોનું ધ્યાન આકૃષ્ટ થશે ? ઐક્યકામી વિશાળ જૈન સંઘ સમાજમાં એવા ગુપ્તરો સમ પરંપરાગ્રહમુક્ત મહત્વપુરુષો છે જ, જે પરમ વંદનીય છે. શ્રીમદ્ઘના પ્રત્યક્ષ સમાગમી મુનિઓ પણ તેમને કેવાં સમર્પિત અને પરવર્તીકાલીન પણ કેવા ! જોમ્ ? થી ‘સોમ્’ સુધી પહોંચાડી ‘અર્હમ્’ પદ દર્શાવી ‘સર્વ જીવ છે સિધ્ધસમ' આ આત્મસિધ્ધિ કરાવનારા સ્વયં પણ કેવા !! શબ્દો ઓછા પડે છે અને અહોભાવના ભક્તિગાન સરી પડે છે સ્વયં સંબુધ્ધ શ્રીમદ્ભુની વર્તમાન જિનમાર્ગ-પ્રભાવનાની અનુમોદના, અભિવંદનામાં :“ધર્મઢોંગને દૂર હટાવી, આત્મધર્મની જ્યોત જગાવી, કર્યું ચેતન-જડ ન્યારું હો, કૃપાળુદેવ ! સફળ થયું ભવ મારું હો, કૃપાળુદેવ ! “અહો ! જ્ઞાનાવતાર કળિકાળના હો રાજ ! ૨૨ તરી બેઠા નિશ્ચિંત મહારાજ રે, ભવના સમુદ્રને કાંઠડે... જિનમાર્ગ બતાવી જંબુ-ભરતમાં હો રાજ, લહ્યો મહાવિદેહ જિન-સાજ રે, ભવના સમુદ્રને કાંઠડે... “અહો ! જ્ઞાનાવતાર ગુરુરાજના હો લાલ, સૌ કેડ કસી સજ્જ થાવ રે, આત્મસ્વરૂપ આરાધવા... આ કાળે કાંટાળા માર્ગને હો લાલ, કર્યું સ્વચ્છ કૃપાળુ રાવ રે, આત્મસ્વરૂપ આરાધવા... – યો.યુ.શ્રી સહજાનંદઘનજી (ભદ્રમુનિ) (‘સહજાનંદ સુધા' પૃ. ૫૪-૫૬) ॥ ૐ શાન્તિઃ ॥ રાજગાથા Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવન-દર્શન–૩ જ્ઞાનાવતાર, અમૃતસાગર, કલિકાલ કલ્પતરુ, ગાંધી-ગુરુ વિશ્વમાનવ યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજી विश्वमानव श्रीमद् राजचंद्रजी VISHWA MANAV SRIMAD RAJACHANDRAJI ધા દા દો કરી શકી ને હવા દો , પી. © દી હfeTECહાડો.6000 _ ૧૪ દિશી દિશal & Aીજે દી થી ઉnsી. ??on beginate (રવી.. (શ્લોકગાન વંદના) महादिव्याः कुक्षीरत्नं शब्दजित रवात्मजम् । राजचन्द्रं अहं वन्दे तत्त्वलोचन दायकम् ॥ (રવીન્દ્રગીત) "ओई महामानव आसे, दिके दिके रोमांच लागे, मर्तधूलिर घासे घासे । ओई महामानव आसे ।" (રવીન્દ્રનાથ ઠાકુર) દર્શન કરીએ, અવનિતલ પર ચરણકમળ પાથરતા આ મહામાનવ-વિશ્વમાનવ પધારી રહ્યાં છે. સ્વયંજ્યોતિર્મય બનીને અનંત જ્યોતિર્મય, ઝળહળ જ્યોતિ સ્વરૂપ સર્વપૂજ્ય, કેવળકૃપાનિધાન પરમાત્માની અભિવંદના કરતા તેઓ પધારી રહ્યા છે... સમસ્ત અવનિનું, પૃથ્વીતલનું કલ્યાણ કરવાની એ પરમાત્મા પ્રત્યે અંતઃપ્રાર્થના કરતા તેઓ મર્યધૂલિને સજીવ કરી રહ્યાં છે :(પ્રભુપ્રાર્થના : રાજ-પદ ગાન) ઝળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન ! પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન ! (૩) જિનમાર્ગના સ્વયંસંબુદ્ધ વર્તમાન પ્રભાવક શ્રીમદ્ રાજચંદ્રજી Page #38 -------------------------------------------------------------------------- ________________ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભકિતનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન ! (૧૫) હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન ! (૧૭) તન મન ધન ને અન્નનું, દે સુખ સુધાસમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન ! (૧૮) વિનય વિનંતી રાયની, ધરો કૃપાથી ધ્યાન; માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન ! (૧૯)” (- શ્રીમદ્ રાજચંદ્ર : વચનામૃત : પૃ. ૨) આ વિશ્વમાનવના આગમનથી દિશા દિશા રોમાંચિત થઈ ઊઠી છે અને પૃથ્વીની મર્યધરાના કણકણ અમરતાની સંજીવની પામીને જાગી ઊઠ્યાં છે. એના મહાજન્મ કારતક શુક્લા પૂર્ણિમાના મંગલમુહૂર્તે સુરલોકમાં શંખનાદ થઈ રહ્યો છે અને નરલોકમાં બજી રહ્યો છે વિજયડંકો ! અજ્ઞાનની અમાનિશાના દુર્ગના સઘળાયે કાંગરા ધૂલિધુસરિત થઈ રહ્યાં છે અને હિમગિરિઓ પર આચ્છાદિત થઈ રહ્યો છે તેનો મહીંધકાર-મોહાંધકાર-વિદારક જ્યોતિર્મય શુભ્ર સત્વજ્ઞાન-આત્મજ્ઞાનનો પ્રકાશ ! તેના આ પરમજ્ઞાનમાંથી શું પ્રકાશિત થઈ રહ્યું છે? તેમાંથી કઈ યુગાકાંક્ષાઓની પ્રાર્થનાઓ પ્રગટી રહી છે? આ જ તો કે – આર્યપ્રજાયેં નીતિ, પ્રીતિ, નમ્રતા અને ભલી ભક્તિની માગણી ઃ માતૃભૂમિ ભારતદેશાર્થે આળસ-અઘ-અજ્ઞાન અને ભ્રમ-ભ્રમણાઓ ભાંગવાની માગણી : સમસ્ત અવનિના કલ્યાણાર્થે તન-મન-ધન-અનના સુધાસમાન સુખની સાથે શ્રેય-પ્રાપ્તિની માગણી. કેવી અદ્ભુત, કેટલી સર્વસ્પર્શી, કેવી સમસ્ત યુગાવશ્યક છે આ પ્રાર્થનાઓ! - અને આ પ્રાર્થનાઓ તો એ મહામાનવના આગમનથી જ, બાલ-કિશોરકુમારાવસ્થાથી જ પ્રગટી રહી છે. “પુષ્પમાળા' વત્ પ્રદાન થઈ રહી છે. યુવાવસ્થાની સર્વસંગપરિત્યાગની પરમપદ-પ્રદાયક પ્રાર્થનાઓ-ચિંતનાઓ પ્રગટ થવી તો હજુ બાકી છે. કેવળ સોળ વર્ષની ઉંમરના મહામંગલમય “મોક્ષમાળાના મહાસર્જન-ચિરંતન સર્જન, અમૃતમય પત્ર-વચનામૃતોનું પદે પદે લેખન-વિસ્તરણ, સાથે સાથે “હે પ્રભુ!', “બહુ પુણ્યકેરા’ – હું કોણ છું?, “બિના નયન’, ‘અપૂર્વ રાજગાથા Page #39 -------------------------------------------------------------------------- ________________ અવસર' આદિ અનેક મહાપદોના ગાન-છંદોનું સર્જન અને લઘુરાજશ્રીઅચલ-અંબાલાલ-જુઠાભાઈ-મોહનદાસ-પોપટભાઈ શ્રી ડુંગર, મોતીલાલ અને સી. સોભાગભાઈ સમા અનેક નરરત્નોનું નિર્માણ, ઊર્ધીકરણ અને પૃથ્વીતળને પ્રદાન ! શું શું મહિમાગાન કરીએ આ મહામાનવ વિશ્વમાનવના આ નરરત્ન-નિર્માણ અને અમરગ્રંથરત્ન સર્જનોનું ? એક બાજુથી ગૃહસ્થલિંગી શુભનામ શ્રી સોભાગભાઈ તેમને સમર્પિત થાય છે, તો બીજી બાજુથી સંન્યસ્તલિંગી પરમ વિનય લઘુતા ધારક પ્રભુશ્રી લઘુરાજજી ! મુનિ થઈને પણ એક ગૃહસ્થને સમર્પિત શિષ્ય ?” – અનાત્મરંગી, ક્રિયાજડ, શુષ્કજ્ઞાની, તથાકથિત ધર્મ ઠેકેદારોને આ મુનિનું સમર્પણ કોઠે નહોતું પડતું, તેમનાથી દેખ્યું નહોતું જતું ! આ ભક્તિવંત મુનિરાજની આલોચના-અપભર્જના-નિંદના જ નહીં, તેમની આહારચર્યા-ભિક્ષા ગોચરી સુધ્ધાં આ ધર્મ-ઢોંગીજનોએ બંધ કરાવી દીધી હતી ! પરંતુ ગમે તેટલા કષ્ટો-ઉપસર્ગો કેમ ન આવે, આ “લઘુ દેખાતા મહાન મુનિરાજ ક્યાં ડગનારા હતા? લોહીલુહાણ થઈને પણ સુદઢતાથી પોતાની સદ્ગુરુ-ભક્તિમાં તેઓ ટકી રહ્યાં. તેઓ જ નહીં, તેમની સાથેના અન્ય છ-સાત મુનિજન પણ આ અનન્ય આત્મશરણપ્રદાતા યુગપ્રધાન મહામાનવ પ્રત્યે સમર્પિત થઈ ચૂક્યા હતા. આ સઘળાંએ આ મહામાનવમાં મહાન આત્મજ્ઞાનીનાં અંતર્દર્શન કર્યા હતાં અને સૌ તેના પ્રણીત કરેલા આ આત્મસિધ્ધિકર તત્ત્વોપદેશથી અનુપ્રાણીત થઈ ચૂક્યા હતા : “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય.” આ તત્ત્વોપદેશ ૩૫૦ વર્ષ પૂર્વના અન્ય મહામનુજ આત્મજ્ઞાની મહાયોગી આનંદઘનજીના તત્ત્વાવબોધ સાથે સામ્ય ધરાવતો હતો – “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે.” વર્તમાન-આત્મજ્ઞાની મહામાનવ યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજીએ ઉપર્યુક્ત અનેક આત્મજ્ઞાની મુનિજનોનું નિર્માણ કરીને જગતને પ્રદાન કર્યું અને સ્વયં મહાજ્ઞાતા થઈને પણ ગુપ્ત રહ્યા. કેવી અને કેટલી આ મહમાનવની મહાનતા ! અહીં જે આત્મજ્ઞાનને સ્વયં પામીને વિશ્વકલ્યાણાર્થ તેમણે પ્રતિપાદિત અને પ્રસ્તુત કર્યું તે આત્મજ્ઞાન જ ભર્યું હતું તેમની શૈલશિખરવત્ કૃતિ, અવની-અમૃત શ્રી આત્મસિધ્ધિશાસ્ત્રમાં. આ આત્મપ્રવાદ-પ્રતિકૃતિને જેટલી પણ ઉપમાઓ આજ સુધીના સર્વજ્ઞાનીજનોએ આપી છે તે સઘળી આ અનુપમેય વિશ્વ તત્ત્વગ્રંથ, વિશ્વ સાહિત્યગ્રંથને માટે હજુ અપર્યાપ્તશી બની રહે છે. વિશ્વમાનવ યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજી Page #40 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રવાદ'ની પ્રતિકૃતિ અને ગણધરવાદનું પ્રતિદર્શન આત્મસિદ્ધિ ! મહા તીર્થકર – ચરમ તીર્થકર ભગવાન મહાવીરના પરવર્તીકાળની ગ્રંથકૃતિઓમાં આ એક અમરકૃતિ જ સર્વના સારરૂપ છે, કે જે ભગવંતના ગણધરવાદનું જ પ્રતિદર્શન કરાવે છે અને ત્યારે કદાચ પ્રભુના જ શ્રીમુખે આનું શ્રવણ કરીને, પોતાની મહાસ્મૃતિમાં 2500 વર્ષ સુધી સ્મરણ-અવધારણ કરીને, ભીતરના આત્મભંડારમાં સંઘરી રાખીને, તેમના આ “લઘુશિષ્ય” અહીં પ્રતિબિંબિત-પરિદર્શિત-પરિવ્યક્ત કરી છે. તો આવી આત્મજ્ઞાન-પ્રદાતા અગાધ ગ્રંથકૃતિનું નિર્માણ અને પ્રદાન, ઉપર્યુક્ત આત્મજ્ઞાની મુનિજનોનું નિર્માણ અને પ્રદાન અને સાથે સાથે વિશેષમાં એક બૅરિસ્ટર મોહનદાસમાંથી મહાત્મા ગાંધીનું નિર્માણ, અહીં પ્રથમ પ્રસ્તુત સમગ્ર અવનિના કલ્યાણકારી મહામાનવ- વિશ્વમાનવના સિવાય બીજું કોણ કરી શકે છે? જેમના અહિંસા-પ્રદાનથી જ મહાત્મા ગાંધીજીએ ભારતની સ્વતંત્રતા પ્રાપ્ત કરી એવા ગાંધીજીના આ “આધ્યાત્મિક માર્ગદર્શક”ના વિષયમાં ગાંધીજીના જ “આધ્યાત્મિક ઉત્તરાધિકારી” આચાર્ય વિનોબાજી શું કહે છે? “ગાંધીજીની હિન્દુ ધર્મમાં શ્રધ્ધા સુદઢ કરવામાં રાયચંદભાઈ (શ્રીમજી) નિમિત્તરૂપ બન્યા, એ સેવા તેમના હાથે સ્વાભાવિક પણે ઘટિત થઈ હતી, પરંતુ જનતાની દૃષ્ટિએ તેમનું સર્વોત્તમ કાર્ય હતું. મારા અભિમતમાં તેમની સર્વોત્કૃષ્ટ સેવા હતી તેમના (ગાંધીજીના) અંદર આત્મસાક્ષાત્કારની લગની લગાડવી.” (પવનારથી 17-11-1935ના લિખિત પત્ર : “સપ્તભાષી આત્મસિદ્ધિ') આ જ વાત પ્રભુશ્રી લઘુરાજજીવતું એક અન્ય આત્મજ્ઞાની, આ પરવર્તીકાળના શ્રીમજી સમર્પિત મુનિ ભદ્રમુનિ સહજાનંદઘનજી અહીં કહે છે : “જો સ્વામી રામકૃષ્ણ પરમહંસ ન હોત તો સ્વામી વિવેકાનંદ પણ ન થાત. તેમ જ શ્રીમદ્ રાજચંદ્રજી ન હોત તો ભારત-મુક્તિ-પ્રદાતા મહાત્મા ગાંધીજી પણ આપણને મળત નહીં.” તો આવા યુગપ્રધાન મહામાનવ, વિશ્લોધ્ધારક વિશ્વવ્યાપક “વિશ્વમાનવ” જ સિધ્ધ થયા. સર્વને અભય-પ્રદાતા વિશ્વમાનવ. આ મહામાનવના આગમનની પ્રશસ્તિ-આર્ષદૃષ્ટિથી ગુરુદેવ રવીન્દ્રનાથે પણ ગાઈ છે – “ઓઈ મહામાનવ આશે” ગીતમાં, ઉદયાચલના શિખર પરથી વિશ્વને મળી રહ્યો છે તેમનો અભય સંદેશ– “ભય ન કરો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરો, અભય બનો હે માનવ ! હે અમૃત પુત્ર માનવ !” રાજગાથા Page #41 -------------------------------------------------------------------------- ________________ આ વિશ્વમાનવની માનવોધ્ધારની, માનવમાં સુખ-ગુપ્ત અમૃત તત્ત્વ એવા શુધ્ધાત્માને જગાવીને આત્મોધ્ધાર કરવાની વિશ્વવ્યાપકતાપૂર્ણ ભાવના દર્શનીય, ચિંતનીય, આદરણીય અને આચરણીય છે. તેમના પૂર્વોક્ત નિકટતમ સમર્પિત પ્રભુશ્રી લઘુરાજજીએ શ્રીમદ્જીના શ્રી આત્મસિધ્ધિશાસ્ત્રને સર્વધર્મમાન્ય, સર્વમાન્ય, સર્વોપયોગી દર્શાવ્યું છે. તેમના શબ્દોમાં - “શ્રી આત્મસિધ્ધિશાસ્ત્રમાં આત્મા ગાયો છે. તેમાં કોઈ ધર્મની નિંદા નથી. સર્વ ધર્મ માનવાવાળાઓએ વિચાર કરવા યોગ્ય છે. આપણે પણ આત્માની ઓળખાણ કરવી હોય તો વારંવાર વિચારણીય છે. ચૌદ પૂર્વોનો સાર તેમાં છે. આપણને આપણી યોગ્યતાનુસાર ચિંતન કરવાથી ઘણો જ લાભ પ્રાપ્ત થાય તેવું છે, તેમાં જે મહાન મર્મ ભરેલો છે તે તો જ્ઞાનીગમ્ય છે, કોઈ પુરુષના સમાગમથી શ્રવણ કરવા યોગ્ય છે.” (સપ્તભાષી આત્મસિધ્ધિ”) તો વર્તમાનના સર્વજન-આદરણીય મહાન ચિંતક એવા એક વિદ્વત્યે આ આત્મસિધ્ધિશાસ્ત્રની મહત્તા વિગત 2500 પચ્ચીસસો વર્ષોની સર્વોત્તમ, શ્રેષ્ઠ સાહિત્યદર્શનકૃતિ દર્શાવીને સિદ્ધ કરી દીધી છે. આ પુરુષ સુજ્ઞાની પદ્મભૂષણ પ્રજ્ઞાચક્ષુ પં.શ્રી સુખલાલજી આને “આત્મોપનિષદ્રની ઉપમા આપતાં વિગત અઢી હજાર વર્ષોમાં રચિત આવી અન્ય દર્શનકૃતિઓની તુલના કરીને મોટી મહત્ત્વની જોય અને ઉપાદેય વાત લખે છે – જે વયમાં અને જેટલા અલ્પ સમયમાં શ્રી રાજચંદ્ર “આત્મસિધ્ધિ'માં પોતે આત્મસાત્ કરેલું જ્ઞાન ઠાલવ્યું છે તેનો વિચાર કરું છું ત્યારે મારું માથું ભક્તિભાવથી નમી પડે છે. એટલું જ નહીં, પરંતુ મને લાગે છે કે તેમણે આધ્યાત્મિક મુમુક્ષુને આપેલો ઉપહાર એ તો શત શત વિદ્વાનોએ પ્રદાન કરેલ સાહિત્યિક ગ્રંથરાશિના ઉપહારથી વિશેષ મૂલ્યવાન છે. પોતપોતાના પક્ષની અને મંતવ્યની સિધ્ધિને માટે અનેક સિધ્ધિગ્રંથ, શતાધિક વર્ષોથી રચાતા આવ્યાં છે, યથા “સર્વાર્થસિધ્ધિ' (જન, જૈનેતર સર્વની), “બાહ્યસિધ્ધિ', “ઈશ્વરસિધ્ધિ', “સર્વજ્ઞસિધ્ધિ’, ‘સિધ્ધિ વિનિશ્ચય' ઇત્યાદિ. પરંતુ (આ) સઘળી સિધ્ધિઓની સાથે જ્યારે શ્રી રાજચન્દ્રની “આત્મસિધ્ધિની તુલના કરું છું ત્યારે સિધ્ધિ' શબ્દરૂપ સમાનતા હોવા છતાં પણ તેના પ્રેરક-દષ્ટિબિંદુમાં ભારે મોટું અંતર દેખાય છે.xxx વસ્તુતઃ આવી દાર્શનિક સિધ્ધિઓ મુખ્યત્વે તર્ક અને વિશ્વમાનવ યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજી ૨૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ યુક્તિના બળ પર રચાયેલી છે, પરંતુ તેની પાછળ આત્મસાધના અથવા આધ્યાત્મિક પરિણતિનું સમર્થ બળ ભાગ્યે જ દેખાય છે. “જ્યારે પ્રસ્તુત આત્મસિધ્ધિની ગરિમા જ ભિન્ન છે. તેમાં શ્રી રાજચંદ્ર જે નિરુપણ કર્યું છે, તે તેમના જીવનના ઊંડાણમાંથી અનુભવપૂર્વક નિષ્પન થવાને કારણે એ કેવળ તાર્કિક ઉપપત્તિ નથી, પરંતુ આત્માનુભવની થયેલી સિધ્ધિ-પ્રતીતિ છે, એવું મને સ્પષ્ટ જણાય છે. એટલા માટે તો એમના નિરુપણમાં એક પણ વચન કટુ, આવેશપૂર્ણ, પક્ષપાતી અથવા વિવેકવિહીન નથી. જીવસિધ્ધિ તો શ્રીમદ્ભા પૂર્વ કેટલાયે આચાર્યોએ રચેલી અને લખેલી છે, પરંતુ તેમાં પ્રસ્તુત આત્મસિધ્ધિમાં છે તેવું બળ ભાગ્યે જ જણાય છે.” પ્રજ્ઞા સંવયન' : પૃ. ૩૭-૩૮) આ આત્મસિધ્ધિ અને અન્ય સઘળું શ્રીમદ્ સાહિત્ય વિશ્વવ્યાપક બને અને આ વિશ્વમાનવ સૃષ્ટિની વિશ્વવ્યાપકતા સિધ્ધ કરે એવી અંતરંગ આકાંક્ષા પૂર્વોક્ત, શ્રીમદ્જીના જીવનકાળ બાદ થયેલા તેમના સમર્પિત સ્વપ્નદૃષ્ટા યો.યુ.શ્રી સહજાનંદઘનજીએ નીચેના સમર્થ શબ્દોમાં વ્યક્ત કરી છે : શ્રીમદનું સાહિત્ય ગુર્જરસીમાને ઓળંગી જઈને હિન્દીભાષી વિસ્તારોમાં મહેંકવા લાગે એ પણ વાંછનીય છે. મહાત્મા ગાંધીજીના એ અહિંસક શિક્ષકને ગાંધીજીની જેમ જગતની સમક્ષ પ્રસ્તુત કરવા જોઈએ કે જેથી જગત શાંતિની શોધમાં સાચું માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે.” (સપ્તભાષી આત્મસિધ્ધિ + શ્રી સહજાનંદઘન ગુરુગાથા) સાચે જ આજનું જગત કેટલું અશાંત, હિંસાગ્રસ્ત અને આતંક-ત્રસ્ત છે ! શાંતિ ક્યાં છે? આ વિશ્વમાનવે કાની ચોટ પર કહ્યું છે :“શાંતિ બહાર નહીં, અંદરમાં, આત્મામાં છે.” એ જ આત્માની શાશ્વત અમરતા ભણી, અમૃત આત્મસત્તા ભણી આ વિશ્વમાનવ વિશ્વને ઉપાડીને લઈ જવા ઈચ્છે છે. રવીન્દ્રનાથે વેદના-વિચલિત સ્વરોમાં ગાયેલી એવી ‘હિંશાય ઉન્મત્ત' – હિંસાથી પાગલ બનેલી પૃથ્વીને મુક્ત-પરિમુક્ત કરવા ઈચ્છે છે. આ અશાંત, હિંસા-ઉન્મત્ત, આતંક-ત્રસ્ત અને જડ ભૌતિકતામસ્ત વિશ્વનો તરણોપાય છે – વિસ્મૃત આત્માનું ભાન, અંદરની આત્મસત્તાની જાગૃતિ અને પ્રથમ (પોતાની) આત્મશાંતિ. સ્વયં પોતાને જ ભૂલી ચૂકેલું અને બહારના સુખોની જ જડ ભૌતિકતામાં ડૂબેલું જગત શાંતિ શી રીતે પામી શકે ? પરિગ્રહ અને પરિગ્રહ ૨૮ રાજગાથા Page #43 -------------------------------------------------------------------------- ________________ મહાપરિગ્રહ સંગ્રહના ભંડાર ને ભીતડાં, તેની પેલે પાર રહેલ, છુપાયેલ પોતાના જ આત્માના, મહાસમર્થ આત્માના અનંત સુખનાં દર્શન શી રીતે કરાવી શકે? પોતાના જ ભૌતિક સુખોની દોડ, બીજી બાજુના દીન-હીન-અભાવગ્રસ્તો-દરિદ્રજનો સાથે સમતા-સમાનતા - “સર્વાત્મમાં સમદષ્ટિ'ની ભાવના આવી “સર્વાત્મમાં સમદષ્ટિ – આ સત્પરુષે ચીંધેલી સહુ આત્માઓમાં સમાનતા જોવાની અંતરની આંખની નજર – શી રીતે જગાવી શકે – જન્માવી શકે – અપાવી શકે? આ વિશ્વમાનવે આ વિશ્વ-સમસ્યાઓનું ગહન ચિંતન કરીને શાંતિ-અંતર્ધાતિશાશ્વત શાંતિ માટેનો ઉપર્યુક્ત ઉપાય દર્શાવીને એક આર્ષદર્શન આપ્યું. આત્માની ઓળખના આ ઉપાયના અભિક્રમમાં એણે પ્રથમ તો આસપાસના જ જનો, પ્રશ્નો અને કારણોને શોધ્યાં, અભિવ્યક્ત કર્યા અને દર્શાવ્યાં પોતાના જીવનની બાલ્યાવસ્થાથી જ. એની આરંભની જ કાવ્ય-ભાવનાઓ, કાવ્ય-રચનાઓમાં આ બધું ઝળકે છે. સામાજિક કુરીતિઓમાંથી છુટકારો, બુરી આદતોમાંથી મુક્તિ, કુટુંબોધ્ધાર, સમાજોધ્ધાર, શિક્ષણઉધ્ધાર, રાષ્ટ્રધ્ધાર, વિશ્લોધ્ધાર, નારી ઉધ્ધાર અને માતૃશક્તિનું જાગરણ વગેરે વગેરે કેવા કેવા અને કેટકેટલા જનહિતકારી વિષયો એણે પોતાનાં કિશોરકાળમાં રચેલાં કાવ્યોમાં ભર્યા છે ! કન્યાને આપેલી મર્યાદાની હિતશિક્ષા પોતાને સાસરે જતી કન્યાને શિખામણ’ વિષયક રચનામાં દેખાય છે, તો માતાને જ્ઞાન-પ્રદાન અને દેશોધ્ધારની ભાવના આ કિશોર કાવ્યમાં : “કહે નેપોલિયન દેશને કરવા આબાદાન, સરસ રીત તો એ જ છે, દો માતાને જ્ઞાન.” પછી દુર્બળ, દુઃખી, પતિત, અહંકાર-ગ્રસિત અને મદોન્મત્ત એવી પ્રત્યેક વ્યક્તિને પોતાનું દર્પણ દર્શાવીને, પોતાની જ જાત-આલોચના કરાવીને પ્રથમ આ વાસ્તવ-દર્શન અને એહસાસ-એકરાર-સ્વીકાર તેઓ કરાવે છે કે :(ગાન : ભક્તિ દોહરા) અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું ય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ય ?” અને ફરી વળી તેને – માણસને – આ હીનભાવના – હીનતાથી છુટકારો અપાવવા, અહંકાર છોડાવવા, તેઓ આ રીતે પ્રભુભક્તિમાં જોડે છે અને એ વિરાટ વિશ્વમાનવ યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજી Page #44 -------------------------------------------------------------------------- ________________ ઝળહળ જ્યોતિ સ્વરૂપ કરુણામૂર્તિ પરમસત્ય, પરમ સત્તા, પરમાત્મ સત્તા પ્રત્યે તેનું આત્મસમર્પણ કરાવે છે : (ગાન : ભક્તિ દોહરા) “કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ ! પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ.” પરંતુ એકવાર અંદરથી પ્રતીતિ થઈ ગઈ, એહસાસ થઈ ગયો, પોતાનાં દોષોને જોઈ લીધા, તેને ધોઈ લીધા, પછી વ્યક્તિ પાપી' ક્યાં રહી ગયો? પાપી સદાને માટે કોણ રહે છે? એ પાપથી, પરિગ્રહ-બોજાથી, અહંકાર-અભિમાનથી, દોષોથી પરિમુક્ત થઈ ગયો, ઉપર ઉઠી ગયો કે પાપી મટી ગયો, આગળ વધી ગયો, ઊંચે ચઢી ગયો ! પણ શું પોતાના અહંકારથી, માન-કષાયથી ઉપર ઊઠી જવું એટલું સહેલું છે? સ્વ-દોષ-દર્શન અને પ્રભુ-સમર્પણ શું સમ્યફ-સપુરુષાર્થ વિના, ગુરૂગમ વિના કદી સંભવ છે ? આ વિશ્વમાનવે અહીં આ પ્રકારે વ્યક્તિને, ભક્તને, સાધકને, તેની અભીપ્સા અને મુમુક્ષુતા જગાવીને, તેનામાં “દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્યાદિ” ગુણ સુદઢ કરાવીને પછી તેને આગળ લઈ જવા, અગ્રપથ જોવા, તેની “અંતરની આંખો” ખોલવાની આવશ્યકતા, અનિવાર્યતા અને યુક્તિ બતાવી : “અંતર્થક્ષ, જ્ઞાનચક્ષુ, વિચારચક્ષુ-ચિંતનચક્ષુ-વિના જ્ઞાનની વાત સમજમાં નથી આવી શકતી. “ગુરુગમ” વગર અસંભવ છે આ પ્રાપ્તિ : (રાજ-પદગાન) “બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત ! સેવે સદ્ગુરુકે ચરણ, સો પાવે સાક્ષાત્.” સદ્ગુરુ પાસેથી દષ્ટિ' – “આંખ પામ્યા વગર, અંતર્થક્ષુ ખોલ્યા વગર, પાવે નહીં ગુરુગમ બિના”, “ગુરુના ગમનો ટુકડો ખાધા વગર, પથનું આગળનું દર્શન ક્યાં? આ અભિક્રમમાં આમ અભીપ્સ આત્માર્થીને સ્વદોષ દર્શન, પ્રભુસમર્પણ, પ્રત્યક્ષ સદ્ગુરુશરણ-ગ્રહણ સુદઢ કરાવ્યું – “પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના, ઊગે ન આત્મવિચાર.” (આત્મસિધ્ધિશાસ્ત્ર-૧૧) સેવે ગc ? રાજગાથા Page #45 -------------------------------------------------------------------------- ________________ અને આ પછી કરાવ્યું તેને આ દિવ્યદર્શન, પોતાના જ અંતર્નિહિત આત્મ વિશ્વનું વિરાટ દર્શન : “શુધ્ધ બુધ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કરીએ કેટલું, કર વિચાર તો પામ !" (આત્મસિધ્ધિશાસ્ત્ર-૧૧૭) “તું દેહાદિ સ્વરૂપ નથી, મર્ત્ય નથી, અમર-અમર્ત્ય-અમૃતરૂપ છો, આત્મ સ્વરૂપ છો, દેહમાં રહેવા છતાં પણ દેહભિન્ન આત્મા છો !' આ પ્રકારે પ્રત્યેક મનુષ્યનું દૃઢ ઉત્થાન કરાવીને તેને ‘અધમાધમ પતિત’ સ્થાનથી ઉપર ઉઠાવી – ઊંચે ચઢાવીને, તેને પોતાના આ વિરાટ વિશાળ સ્વયંજ્યોતિર્મય અંતઃસ્વરૂપનું દર્શન કરાવ્યું. અનેક જીવતાં દૃષ્ટાંતો પડ્યા છે આ મહાકાર્યના. આવું મહાભગીરથ કાર્ય, આ કળિયુગમાં, આ હુંડા અવસર્પિણિ કાળમાં, આ વિશ્વમાનવ સિવાય, એક અદ્વિતીય વિશ્વમાનવ સિવાય, વર્તમાનના આ અદ્વિતીય, અભૂતપૂર્વ મહામાનવ સિવાય, બીજું કોણ કરાવી શકે છે ? અતઃ આ નિરાળી વ્યક્તિ વર્તમાનના વિશ્વમાનવ જ નહીં ? તેમની આ વિશ્વમાનવતાની સ્વીકૃતિ આપીને વર્તમાનકાળની જ મહાવિદુષી આત્મસાધિકા સુશ્રી વિમલા ઠકારે, તેમના ઉપર્યુક્ત આત્મજ્ઞાનની અમરકૃતિ શ્રી આત્મસિધ્ધિશાસ્ત્રને વિશ્વકૃતિ-વિશ્વધર્મ કૃતિ સિધ્ધ કરી દીધી. આ કૃતિના વ્યાપક આંતરરાષ્ટ્રીય સંસ્કરણ ‘સપ્તભાષી આત્મસિધ્ધિ'ના પુરોવચનમાં તેમણે લખ્યું : "In that poetic treatise having a format of a dialogue between an emancipated master and an enquiring student, is contained the essence of Indian Spirituality. It transends the frontier of both Jainism and Hinduism. It has a global content. "The scientific handling of the theme, the mathematical precision in the choice of words and the Lucidity of style are simply enchanting. “એક આત્માનુભવ સંપન્ન સદ્ગુરુ અને એક જિજ્ઞાસુ શિષ્ય વચ્ચેના સંવાદના સ્વરૂપની એ કાવ્યાત્મક કૃતિમાં સંગ્રહીત છે – ભારતીય અધ્યાત્મનો સારસર્વસ્વ પૂર્ણ નિષ્કર્ષ. જૈનધર્મ અને હિન્દુ ધર્મ બંનેની સીમાઓની પેલે પાર એ પહોંચે છે. તેમાં વૈશ્વિક દર્શન-સામગ્રી સંનિહિત છે. વિશ્વમાનવ યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજી ૩૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ “કથ્યવસ્તુનું વૈજ્ઞાનિક સંભાળયુક્ત નિરુપણ, શબ્દચયનમાં ગાણિતિક લાઘવ અને શૈલીની રસપ્રવાહિતા (સઘળું) સાચે જ મુગ્ધ કરી દે તેવું છે. “શ્રીમદ્ રાજચન્દ્ર કહે છે કે શુષ્ક, ધાર્મિક બાહ્યક્રિયાકાંડ અથવા અમુક અનુષ્ઠાનોનું ભાવાવેશપૂર્ણ પુનરુચ્ચારણ-પોપટપાઠ-કોઈ આંતરિક પરિવર્તન આણી નથી શકતા. બંધનના મૂળભૂત કારણ છે રાગ અને દ્વેષ. વસ્તુસ્થિતિના, સત્યનાં, અંતિમ સ્વરુપ-વિષયક અજ્ઞાન, એક વ્યક્તિના અસ્તિત્વ-જીવિતવ્ય-વિષયક અજ્ઞાન, વ્યક્તિના પોતાના હોવાપણા-વિષયક અજ્ઞાન ઉત્પન્ન કરે છે રાગ-દ્વેષનું અસંતુલન. પાયામાં રહેલું આ મૂળભૂત અજ્ઞાન જ સારાય દુઃખો, વેદનાઓ, યાતનાઓનો મૂળ સ્રોત છે :(ગાન) “રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી તે જ મોક્ષનો પંથ.” (આસિ. ૧૦૦) “અજ્ઞાનનું વિલોપન છે સમજદારી (understanding) ના પ્રકાશના આગમનનું ઉદ્ગમ સ્થાન. સમજદારીનો, સજગતાનો, જાગૃતિનો પ્રકાશ સારાયે (અનાદિકાલીન) અંધકારને વિખેરી નાખે છે : (ગાન) “કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.” (આસિ. ૧૧૪) “રાજચન્દ્રના અનુસાર સદેહ સજીવનમૂર્તિ (જીવિત વિદેહી વ્યક્તિ-વિભૂતિ)ના સાથેની ઘનિષ્ઠ નિકટતા અને એવી વ્યક્તિની જીવન જીવવાની જીવનશૈલીનો બોધ પ્રાપ્ત કરવાની શિક્ષા પામવી એ બિલકુલ આવશ્યક છે. આ ઉદ્દેશ્યને ગ્રંથો અથવા પરંપરાઓથી એકત્ર કરેલું શાબ્દિક જ્ઞાન ભાગ્યે જ પૂર્ણ કરે છે. આ ગ્રંથરત્નનું ગહન અધ્યયન કરવાનો હું પ્રત્યેક સાધકને સુદૃઢરૂપે અનુરોધ કરું છું. શ્રી રાજચંદ્રના શબ્દ પરમ પરલોકની પ્રજ્ઞાના આંદોલનો દ્વારા વિદ્યુત-સ્પર્શિત થઈને અનુપ્રાણીત થયેલા છે – રસસિક્ત થયેલા છે. આત્મસિધ્ધિની પ્રત્યેક ગાથામાં તેઓ પ્રત્યક્ષ, સંદેહ સજીવ છે, જીવંત છે.” (“સપ્તભાષી આત્મસિધ્ધિ” પુરોવચન : 28-08-1996) ૩૨ રાજગાથા Page #47 -------------------------------------------------------------------------- ________________ – આ રીતે આત્મસિધ્ધિશાસ્ત્રની મહત્તા અને વિશ્વગ્રંથરૂપ વિશ્વવ્યાપકતાનું દર્શન કરાવીને મહાસાધિકા વિમલા ઠકાર, તેમના-શ્રીમદ્જીના મહાજીવનના કેટલાક અન્ય રહસ્યોનું ઉદ્દઘાટન કરે છે. ઈડરના મહારાજા દ્વારા તેમના પૂર્વજન્મોના સંબંધમાં પૂછાયાનો સંદર્ભ આપીને તેઓ શ્રીમદ્જીની આ સ્પષ્ટતા દર્શાવે છે કે, “અમે પ્રભુ મહાવીરના શિષ્ય હતા.” પછી આગળ વિમલાજી પણ શ્રી સહજાનંદઘનજીની જેમ જ દેઢકથન કરે છે કે, “શ્રીમજી અગર ન થયા હોત તો મોહનદાસ કરમચંદમાં રહેલ મહાત્મા ગાંધી બનત નહીં.” (- અંતર્યાત્રા : વિમલસરિતા સહ) શ્રીમજીની વિશ્વમાનવતા પરિચાયક પ્રસ્તુત કૃતિ એટલે શ્રીમદ્જીના જીવનના “અપ્રમાદયોગ'ની મુક્તકંઠે અનુમોદના કરીને તેમનામાં “પળભરનો પ્રમાદ નહીં અને રસ્તીભરનું અસત્ય નહીં” એવું ગુણ-દર્શન કરીને વિમલાદીદી ઉપર્યુક્ત કથાનો દ્વારા તેમને વિશ્વમાનવ જ સિધ્ધ કરે છે – પ્રભુશ્રી લઘુરાજજી, મહાત્મા ગાંધીજી, યોગીન્દ્ર શ્રી સહજાનંદઘનજી, અંતર્દષ્ટા આચાર્યશ્રી વિનોબાજી, પ્રજ્ઞાચક્ષુ ડૉ. પંડિતશ્રી સુખલાલજી અને મહામના ડૉ. ભગવાનદાસજી આદિ અનેક નામી-અનામી વર્તમાન મનીષિઓની શૃંખલામાં. કેટકેટલું કહીએ આ મહામનુજની આકાશવત્ ઊર્ધ્વગમનમય વિશ્વવ્યાપકતાના વિષયમાં ?. અગાધ, અગાધ, અનંત, અનંત, અનુપમેય ! અમ અલ્પજ્ઞ એવા આ પંક્તિલેખકો ઉપર આ મહામાનવ પરમગુરુનો કેટલો બધો અનુગ્રહ ઊતર્યો કે તેમણે જ અમને બંને (દંપતી)ને નિમિત્ત અને માધ્યમ બનાવ્યા ૧૯૬૯માં “મહાનિકા' પુરસ્કૃત નાટ્ય-લેખન, ૧૯૭૦માં કંપી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં સમર્પણ અને ૧૯૭૪માં શ્રી આત્મસિધ્ધિશાસ્ત્ર (લોંગ પ્લે) રેકોર્ડગાનથી માંડીને ૨૦૦૧માં “પ્રજ્ઞા સંચયન' અને સપ્તમાંથી માત્મસિધ્ધિ” ગ્રંથના અનુવાદનસંપાદન, “પંઘમાપી પુષ્યમાતા' ના ‘૩૧ીચોરે ૩પતા' તેમજ શ્રીમદ્ રવિંદ્ર નીવન સાહિત્ય આદિના પણ અનુવાદ ઉપરાંત યો.યુ.શ્રી સહજાનંદઘનજીની શ્રીમદ્ દર્શન ગુંજાવતી “પરમગુરુ પ્રવચન માળા”ની પ૭ જેટલી સી.ડી. રેકર્ડોના સુડિયો સંકલન-સંપાદનો-પ્રસ્તુતતકરણો સુધીની વિશદ શ્રીમદ્ સાહિત્ય-સંગીત યાત્રાના સતત અનવરત મુકામ સુધી ! આ સર્વ ઉપક્રમોના અંતમાં હવે આ “વિશ્વમાનવ શ્રીમદ્ રાજચંદ્રજી” અને “શ્રીમદ્ જીવનદર્શન-રાજગાથા” વગેરે પણ શ્રી હિંગાનંદવન ગુરુથા અંતર્ગત અને વિશ્વમાનવ યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજી 23 Page #48 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રરૂપે પણ સાનંદ પ્રસ્તુત થઈ રહેલ છે. આ વિશ્વમાનવની સત્ સ્વરૂપ રમણતા દ્વારા અમારી પણ કિંચિત્ સ્વરૂપ રમણતા જગાડવામાં આ પરમપુરુષોનો જ કેટલો બધો ઉપકાર ! પ્રસ્તુત “વિશ્વમાનવ” કૃતિમાં શ્રીમદ્ભુ-જીવન સમર્પિત પૂર્વોક્ત યો.યુ.શ્રી સહજાનંદઘનજીએ શ્રીમદ્જીના અનેક મહત્ત્વપૂર્ણ જીવન રહસ્યોને ખોલ્યાં છે, ઉદ્ઘાટિત કર્યાં છે — સ્વયંની અનુભૂતિ દ્વારા, સ્વયં જ જીવી જઈને ! પ્રસ્તુત થાય છે અહીં એમના પ્રાસાદ-ઓજ-માધુર્યપૂર્ણ, ઢંઢોળી-જગાડી દેતા પરાશબ્દોમાં આ મહામાનવને વિશ્વવ્યાપક, “વિશ્વ માનવ” સિધ્ધ કરતો મહાઘોષ, કે જે ચિરકાળને માટે અમર કરી દે છે શ્રીમદ્ભુને. શ્રી સહજાનંદજીના શ્રીમદ્ભુ-વિષયક આ પ્રાણવાન શબ્દ-મહાઘોષને સુણતાં પહેલાં તેમના દ્વારા પ્રભાવિત અને શ્રીમદ્ભુ-પ્રતિ શ્રધ્ધાન્વિત એવા એક અન્ય વર્તમાન આત્મસાધક મુનિશ્રી ચંદ્રપ્રભના આ શબ્દોથી સમાપન કરીને શ્રધ્ધાંજલિ-અભિવંદના કરીશું વિશ્વમાનવ શ્રીમદ્ભુની કે જેઓ ૩૩ વર્ષની જ દેહાયુમાં અપાર વિરાટ યુગકાર્ય કરીને ચાલ્યા ગયા – મહાવિદેહની મહાસૃષ્ટિમાં. “ોમ્ ? (હું કોણ છું ?) મહાવીરનો આ જે પ્રશ્ન છે, તે કદાચ તેમની પરંપરાના કોઈપણ જૈને પોતાને નહીં પૂછ્યો હોય... અગર કોઈએ આ પ્રશ્ન કર્યો, તો નિશ્ચિતપણે તે અધ્યાત્મ-પુરુષ બન્યો, અધ્યાત્મનું અમૃત તેણે પ્રાપ્ત કર્યું... મહાવીરની ધ્યાનપદ્ધતિથી પસાર થનાર એક માનવ થયો, ભાઈશ્રી રાજચન્દ્ર... આ પ્રશ્નને એણે ભારે ખૂબી અને અનન્યતાથી જીવી બતાવ્યો. માત્ર તેત્રીસ વર્ષની ઉંમરે આ મહાત્મા ચાલી નીકળ્યા, પરંતુ જતાં પહેલાં જીવન અને જગતનો જવાબ લઈ ગયા.” (“મારગ સાંઘા મિલ ગયા) આ મહામાનવ પ્રત્યેની શ્રી સહજાનંદઘનની આ શ્લોક-વંદના પછી સ્વયં સહજાનંદઘનજીને જ આપણે સી.ડી.માં સાંભળીશું "अनन्य आत्मशरणप्रदा सद्गुरु राज विदेह । पराभक्तिवश चरण में, धरं आत्मबलि एह ।" (અનુસંધાન : ‘વિશ્વમાનવ શ્રીમદ્ રાજચંદ્રજી'' ♦ શ્રાવ્ય હિન્દી સી.ડી. : + VISHWAMANAV SHRIMAD RAJCHANDRAJI FOR YOUNGSTERS અંગ્રેજી પુસ્તિકા) * ૩૪ “વિશ્વમાનવ શ્રીમદ્ રાજચંદ્રજી’ :-* રાજગાથા Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવન-દર્શન-૪ શ્રીમદ્ રાજચંદ્રજી અને શુદ્ધાત્મ ધ્યાન – પ્રા. પ્રતાપકુમાર જ. ટોલિયા यत्स्वरूपं अविज्ञाय, प्राप्तं दुःखं अनंतकम् तत्पदं ज्ञापितं येन, तस्मै सद्गुरुवे नमः ॥ (सप्तभाषी आत्मसिद्धि) “શુદ્ધ બુદ્ધ ચેતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ” એહ પરમપદ પ્રાપ્તિનું ધર્યું ધ્યાન મેં.... ...પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપે જો’ 'ध्यानाज्जिनेश ! भवतो भविनः क्षणेन देहं विहाय परमात्मदशां व्रजन्ति ॥' (श्री कल्याणमंदिर स्तोत्र) • “પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે; પણ તે ધ્યાવન આત્મા સપુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. ૦૦૦ આ કાળમાં શુકલ ધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. તે ધ્યાનની પરોક્ષ કથારૂપ અમૃતાનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે, પણ મોક્ષના માર્ગની અનુકૂળતા ઘોરી વાટે ધર્મધ્યાનથી છે.” – શ્રીમદ્ રાજચંદ્રજી (પત્રાંક-૬૨) 'पिंडपदरुपभेदाः शुक्लध्यानस्य ये पुरा । उक्तास्तस्यैव रोहार्थं प्रासादे पदिकं यथा ॥ “પ્રાસાદ-મહેલ-પર આરોહણ કરવાના સોપાનરૂપ પૂર્વેકથિત પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ-શુક્લધ્યાનના એ ત્રણ ભેદો આ રૂપાતીત ધ્યાનને જ પહોંચવા માટેના પગથિયાં છે.” (યો પ્રદીપ-૭૪) 'सर्वज्ञोक्ता तु सद्धिद्या भवविच्छेदकारणं । सैव सेव्या सदा सभ्दिः मोक्षमार्गप्रदायिका ॥' “સર્વજ્ઞ ભગવંતે જે કંઈ કહ્યું છે તે સદ્વિદ્યા છે અને તે સંસારને છેદવાના કારણરૂપ છે. મોક્ષમાર્ગ પ્રદાતા એવી તે જ વિદ્યાનું સર્જન પુરુષોએ સદા સેવન કરવું જોઈએ.” (થોડાપ્રવીપ-૧૭) શ્રીમદ્ રાજચંદ્રજી અને શુદ્ધાત્મ ધ્યાન ઉ૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ જન્માંતરોના પારનું પરિદર્શન : જિન ધ્યાન-નિજધ્યાનની જિનચરણે સમર્પિત અંતરયાત્રા : સાત વર્ષની બાળવયે બાવળના વૃક્ષ પરની કાયોત્સર્ગ-શી અવસ્થામાં અમીચંદની બળતી અગનચિતા નીરખતું, જાગૃત થતું આ અંતર્દષ્ટાનું શુદ્ધાત્મચૈતન્ય જન્મજન્માંતરોની પાર પહોંચી ગયું... એ આત્મયાત્રામાં તેમને મૂળ જિનમાર્ગ અને જિન ભગવંતનાં દર્શન થતાં રહ્યાં હશે, એ સર્વજ્ઞ ભગવંતનાં આજ્ઞાવચનો અંતરશ્રવણે પ્રતિધ્વનિત થતાં રહ્યાં હશે, એ સચનો તેઓ ઊંડાણે વાગોળતાં રહ્યા હશે અને એ ચરણ-કમળોની વિનયોપાસનાના પ્રતિફલનરૂપે તેમને લા-ચલચિત્રની અખંડ શ્રૃંખલા અને અંતર્ધ્યાનધારાવતુ પ્રાયઃ નવસો જેટલા પૂર્વજન્મોનું અદ્ભૂત અભૂતપૂર્વ જાતિસ્મૃતિજ્ઞાન અને સ્વયંનું સાતત્ય ધ્યાન ! એ દર્શન તેમને પશ્ચાત્ક્રમે ઈડરના પહાડોના મુનિ રાજચંદ્રથી માંડીને ભગવાન મહાવીરને ચરણે રહેલા, આજ્ઞામાં અલ્પમાત્ર જ ચૂકેલા વૃદ્ધમુનિ સુધીનું અને તે પૂર્વે “નાગની છત્રછાયાવાળો કોઈ ઓર જ ધ્યાનસ્થ પાર્શ્વનાથ' પરમાત્માના પાદપદ્મને સ્પર્શતું, તેમની આ જનમની ૭ થી માંડીને ૩૩ વર્ષ સુધીની અખંડ, અપ્રમત, આત્મોપયોગ ભરેલી વિરલ, સ્વભાવશુદ્ધ, સર્વોચ્ચ, કેવળ ધ્યાનાવસ્થાની દેહાતીતતામાં લઈ ગયું... તેમના અનંત સંભાવનાઓ ભરેલા એ ધન્ય અંતર્લોકની અવસ્થા હતી - શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ’, અને ‘કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન'ના દેહ છતાં કેવળ ચૈતન્ય નિજસ્વભાવની દેહાતીત દશાવાળી. સ્વાત્મામાં સંધાયેલ સ્વયંની સંસ્થિતિના શુદ્ધાત્મ ધ્યાનની એ દિવ્ય દશા એમને શેષ દેહ એક ધારીને ‘સ્વરૂપ સ્વદેશ' પહોંચાડનારી હતી... નિજધ્યાનની એક ધૂન અને એક મસ્તીભરી એ પ્રચંડવેગે ઘસમસતી વહેતી ધ્યાનધારામાં એ પરમ ધ્યાતા-દેષ્ટાએ વિશ્વના અણઉકેલ્યા રહસ્યો ખોલતું વિશેષ તો શું શું નિહાળ્યું હશે, શા શા રૂપે નિહાળ્યું હશે અને શી શી દૃષ્ટિએ નિહાળ્યું હશે તે તો જ્ઞાનીગમ્ય-કેવળીગમ્ય અને તેમને જ ગમ્ય ! ! અહીં તો એ સ્વયંવેદ્ય, અનિર્વચનીય, અવક્તવ્ય અવસ્થાની માત્ર કલ્પના જ કરવી રહી !!! ઈડરના પહાડોની એકાંત, એકાકી, અસંગ, નિગ્રંથ, નિર્વિકલ્પાવસ્થામાં અને મોહમયીનગરી મુંબઈની સહજાવસ્થાભરી બાહ્ય વ્યાપારદશામાં પણ ‘આત્માને સહજસ્વરુપ-સહજ સમાધિમાં વર્તાવી’, ‘મનને વનમાં’ વસાવી, એ બંનેના આભાસે દેહની થતી ‘કંઈક ક્રિયા’ના સાક્ષી રહી, ‘દેહ ભિન્ન કેવળ ચૈતન્ય'ના ધ્યાનમાં જ, 39 રાજગાથા Page #51 -------------------------------------------------------------------------- ________________ સદા-સર્વત્ર-સતત અપ્રમત્ત આત્મધ્યાનમાં જ, આ પરમપુરુષ વિચર્યા છે – પ્રભુ મહાવીરના પ્રેરક વચન “સમર્થ રોય! મા પમાયણ' અનુસાર પંચ પ્રમાદવિહીન જાગૃત-અંજાગરુક ઉપયોગ દશાનું અને શ્રી જે. કૃષ્ણમૂર્તિ – કથિત “Choiceless Awareness'નું તેમજ સંત કબીરનું “સદન સમાધિ મની'નું સર્વોચ્ચ દષ્ટાંત પૂરું પાડતા ! એમને, એમના જ્ઞાતા-દેષ્ટા અંતર્મનને, એ “એકાંતો અને લોકાંતો' બંનેય જાણે સરખા !! સર્વત્ર જ સહજસમાધિ !!! આ આત્મદેષ્ટા સપુરુષ સજીવનમૂર્તિની આવી ઉત્તરોત્તર વિકસતી આ જીવનની ૭ થી ૩૩ વર્ષ સુધીની બાહ્યાંતર યાત્રામાં “અપૂર્વ અવસર', “અમૂલ્ય તત્ત્વવિચાર'માંના હું કોણ છું?” “થમ નિયમ સંયમ”, “સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે, ધન્ય રે આ દિવસ', પદ્યવચનામૃતો-હાથનોંધો અને આત્મધ્યાનની અમૃતાવસ્થાની પરાવાણી પ્રગટ કરતા શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રીરૂપ વર્તમાન વિશ્વના સર્વોચ્ચ શૈલ-સાહિત્યની અમર સર્જના કરતાં કરતાં, અનેક સોપાનશ્રેણીઓ ચઢતાં ક્યા શૈલશિખરે પહોંચ્યા છે તેની આપણ અજ્ઞજીવોને કલ્પના સરખી આવી શકે તેમ છે? તેમના માટે તો એ કલ્પના નહીં, ‘વિભંગ' નહીં, અંતર-નયનથી નીરખાયેલા અને આત્મધ્યાન શ્રેણીથી આરોહણ કરાયેલા સિદ્ધશેલશિખરના અનુભૂતિદ્વારનું દર્શન હતું! એ શ્રેણીમાં પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીતથી પણ પાર પહોંચતા, જિનેશના ધ્યાન દ્વારા નિજપદને જિનપદ ભણી લઈ જતા, “રસદેવ નિરંજન'ના “અમરપિયાલા” મતવાલા બની પીને અધ્યાત્મવાસા'ને નિહાળતા, યુગોયુગ જીવાડનારા-અમર બનાવનારા આત્મયોગને સાધતા આ ધ્યાનાત્માએ આત્મધ્યાનની શી શી દિવ્યાનુભૂતિઓ કરી હશે તે માપવાનું આપણું સીમિતજનોનું ગજું નહીં! તેમ કરતાં આપણી ગજા વગરની અવસ્થા ભણીઅનાદિ સુપ્તાવસ્થા ભણી આપણે આંગળી ચીંધવી પડે !! પરંતુ તેમ છતાંય, તેમનાં જ પરમ સમર્થ વચનો આપણને સાદ કરી જગાડે છે, ઢંઢોળે છે, આશા આપે છે અને એમના જેવો જ એ પરમ, અપૂર્વ પુરુષાર્થ કરવા પ્રેરે છે : “હે જીવ ! પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા.... !” સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે થે થાય.” તેમની જીવનયાત્રાને પદે પદે વેરાયેલાં આ પાવનપુષ્પો સમા તેમનાં આવાં પારાવાર અમૃતવચનો, જે તેમની અવ્યક્ત જ્ઞાન-ધ્યાન દશામાંથી પરાવાણીરૂપે પ્રફુટિત થયેલા અલ્પાંશમાત્ર ને સૂત્રાત્મક છતાં આપણા આત્મસ્વરૂપને જગવવા, સાધવા અને ધ્યાવવા માટે મહાસમર્થ છે. આપણા માટે તો એ ઘણા ઘણા ! એને શ્રીમદ્ રાજચંદ્રજી અને શુદ્ધાત્મ ધ્યાન Page #52 -------------------------------------------------------------------------- ________________ પામી જઈએ તો આપણો બેડો પાર !! આવા દુષમ કાળમાં આ આલંબન મળ્યું તે તો આપણું અહોભાગ્ય !!! સફળ થયું ભવ હારું હો કૃપાળુદેવ !! પામી શરણ તમારું હો કૃપાળુદેવ !' (યો.યુ.શ્રી સહજાનંદઘનજી) શુદ્ધ ચેતન્યના મહાધ્યાનની યાત્રા તો શુદ્ધ ચૈતન્યને ધ્યાવવા-પામવાની મહાધ્યાન - યાત્રાને આપણે પા પા પગલી ભરતા બાળવત્ છતાં પામશું, પામશું, પામશું રેના દઢસંકલ્પપૂર્વક, વિનયોપાસનાપૂર્વક જ્ઞાનીઓની આજ્ઞાઓને આરાધતાં શ્રીમદ્ વચનોની આંગળી પકડીને આરંભીએ - પરમગુરુની આંગળીએ અમે અંતરયાત્રા માંડી આનંદઘનની આંગળીએ અમે આનંદયાત્રા માંડી.” પરંતુ આ યાત્રા આરંભતા પૂર્વેની જ્ઞાનીઓની જ્ઞાનદશાને સમજવી-થ્થાનીઓની ધ્યાનદશાને સમજવી આવશ્યક. ધ્યાન-જ્ઞાનાત્મા શ્રીમદ્જીની શુદ્ધાત્મ ધ્યાનની અંતર્દશાને સમજવા, તેની ભૂમિકાને સમજવા, તેની પશ્ચાદ્ ભૂમિમાં અવસ્થિત જિનેશ્વર સર્વજ્ઞકથિત, આચરિત અને આરાધિત એવી ભેદજ્ઞાનયુક્ત મૂળમાર્ગ ભરેલી જિનધ્યાન શેલીનું યથાશક્તિ, કિંચિત્ આકલન કરવું આવશ્યક. ધ્યાનના નામે અનેક યુગોથી, અનેક માર્ગોથી, અનેક પદ્ધતિઓથી, અનેક અભિગમોથી ખેડાણો અવશ્ય થયાં છે, પરંતુ જિનેશ્વરપ્રણીત ધ્યાનમાર્ગ તો ઓર જ છે. સાવ નિરાળો, પરમાવગાઢ છતાં સાવ સહેલો, સાવ સરળ નિર્મળ રાજમાર્ગ! પ્રથમ સમર્પણ ભરેલા “અધમાધમ અધિકો પતિત હોવાનું પોતાનું ભાન કરાવી ભક્તિમાર્ગમાં પ્રવેશાવી, પછી હું તો આત્મા છું'ના જ્ઞાનમાર્ગમાં જોડાવી, અંતે તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ'ના આત્માનુભવ દ્વારા સહજ, શુદ્ધ, નિરંજન, નિસ્પદ, નિર્વિકલ્પ ધ્યાનમાર્ગના સોપાને ચઢાવી એ પરમપદના શેલશિખરે પ્રભુ પર પ્રેમ વિકસાવતાં વિકસાવતાં સહજમાં પહોંચાડી દે ! નિજ પદને જિનપદમાં સમાવતો-શમાવતો શ્રી જિનનો મૂળમાર્ગ, ધર્મધ્યાનની મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય, માધ્યથ્યની ચાર ભાવનાઓ ભણાવી, આત્માનું અસ્તિત્વનિત્યત્વ-દેહભિનત્વ છે દેહાદિથી ભિન્ન આતમા રે’ના સરળ વચનને સમજાવી, રાગદ્વેષ અજ્ઞાનની બંધ-ગ્રંથિઓથી મૂકાવી સમગ્રતાભરી સ્યાદ્વાદશૈલી આત્મસાતું કરાવી એકત્વ-અન્યત્વ ભાવનાદિ બાર અનુપ્રેક્ષાઓ આરાધાવી મિત્રા-તારા-બલા રાજગાથા ૩૮ Page #53 -------------------------------------------------------------------------- ________________ દિપ્તા જેવી આઠ યોગદષ્ટિઓ ઉઘડાવી, આર્ત-રૌદ્રના હેય ધ્યાનોથી છોડાવી, ધર્મશુકલના ઉપાદેય ધ્યાનોના પદસ્થ-પિંડસ્થ-રૂપસ્ય-રૂપાતીતના સોપાનો ચઢવા આજ્ઞા, અપાય, વિપાકતીય, સંસ્થાનવિચયની શ્રેણીઓ વટાવડાવી, પૃથકત્વ વિતર્ક વિચારએકત્વવિતર્ક વિચાર-સપ્રવિચાર-અપ્રવિચારના ભેદવિભાગો પાર કરાવી અંતે “શુદ્ધ બુદ્ધ ચેતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ”ના શુદ્ધાત્મ નિરંજનદેવના એ પરમપદ પર્વત શિખરે અવશ્ય જ લઈ જાય છે. સર્વ પ્રથમ શરત સર્વસ્વ સદ્ગુરુ-સપુરુષને ચરણે સોંપી, “મત, દર્શન, આગ્રહ, અહંકાર, સ્વચ્છંદ, મતિ-કલ્પના છોડી', તેમની આજ્ઞાએ ડગ ભરવાની તેમની જ આંગળી પકડીને ચાલ્યું જવા-વત્યે જવાની. શુદ્ધાત્મના મહાધ્યાનીની અંતર્ગાનદશા આ સર્વના આરાધના-ઉપક્રમમાં શુદ્ધાત્મસિદ્ધ ધ્યાની પરમપુરુષ પ્રભુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ વચનોને ચિંતવીએ-સમજીએ અને તેમની શુદ્ધાત્મ અંતર્ધાનદશાને પણ સમજીએ. ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર અને પૂર્વના સર્વ તીર્થકરો વર્ષોના મનપૂર્વક શુદ્ધાત્મસ્વરૂપની અંતર્ધાનદશામાં રહ્યા છે. પદ્માસનસ્થ કે ખડ્વાસ્થનસ્થ કોઈપણ જિનપ્રતિમાનું કાયોત્સર્ગપણું એ દશાની સ્પષ્ટ પ્રતીતિ આપશે. જિનપ્રણીત ધ્યાનમાર્ગના આધાર અને જિનપ્રતિમા થવાનો આદર્શ સન્મુખ રાખેલા રાજપ્રભુ પણ તેમની બાહુબલી કે પાર્શ્વનાથ પરમાત્માવત્ ખગ્રાસન ધ્યાનમાં ઉભેલી કે પ્રભુ મહાવીર કે કોઈપણ જિનેશ્વરવત્ પદ્માસન ધ્યાનમાં બેઠેલી ખુલ્લાં નેત્ર અને નાસિકાગ્ર દૃષ્ટિ ઠેરવેલી પ્રશમપ્રશાંત મુદ્રા દ્વારા આ પ્રતીતિ પૂરી પાડશે. બાલ્યાવસ્થાથી માંડીને જીવનયાત્રાના અંત સુધીની તેમની સજીવન મૂર્તિની કોઈ પણ તસ્વીર નીરખતાં તેમના આ પ્રસન, પ્રશાંત, પ્રશમરસપૂર્ણ, ગંભીર શુદ્ધાત્મ ધ્યાનસ્થ સ્વરૂપનાં, સર્વત્ર સહજસમાધિ સ્થિતિનાં આલ્હાદપૂર્ણ અને આપણા શુદ્ધ શુકલસ્વરૂપને જગાડતા દર્શન થશે. તેમના સૂચક મૌન દ્વારા જ “પુરોડસ્તુ મૌન વ્યાધ્યાનમ્'ના ન્યાયે આપણને ભગવાન મહાવીરવતું જાણે ઘણું જ કહી જતા જણાશે. તેમનું મૌન-ધ્યાન મુખર બનીને વણકહ્યું જ પોતાની શુદ્ધત્મદશાને પ્રગટ કરી દેશે. આપણે જૈનમાર્ગગામીઓએ એમના સમા પરમોપકારક યુગપ્રધાન યુગપુરુષની આ અંતર્દશાને સમજી છે ખરી ? શ્રીમદ્જીનો, તેમના મહાવીરવતુ મૌની-ધ્યાની જીવનનો, તેમની અંતર્દશાનો આ યુગમાં પાર પામી જનારા થોડા ધન્યત્માઓમાંના એક સ્વયં ધ્યાની મીની તેમના વિષે ખૂબ ગંભીરપણે આમ લખે છે – કહે છે : શ્રીમદ્ રાજચંદ્રજી અને શુદ્ધાત્મ ધ્યાના ૩૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ xxx જૈનોએ એમને પડતા મૂક્યા, એમની અવહેલના કરી. પરંતુ એ એકેયની એમના પર અસર ન થઈ. એ તો નમ્ર અને અપ્રસિદ્ધ રહીને ફરતા રહ્યા. xxxxx મહાવીર પછી હું નથી માનતી કે સમસ્ત જૈન સમાજમાં આવી અસામાન્ય બીજી વ્યક્તિ થઈ હોય. પૂર્વના બધા તીર્થકરો માટે મને પૂજ્યભાવ છે, પરંતુ મને લાગે છે કે મહાવીર પછી બીજા મહાવીર શ્રીમદ્ રાજચંદ્ર પોતે હતા. અતિશયોક્તિ ન થાય એનું ધ્યાન રાખીને હું આ કહું છું. xxxx એક ક્ષણ પણ નકામી ગુમાવતા નહીં. રતિભાર અસત્ય નહીં. ક્ષણવાર પણ પ્રમાદ નહીં, નિષ્ક્રિયતા કે જડતા નહીં, હંમેશા સાવધ રહેતા. જાગ્રત અવધાનયુક્ત સમ્યકતા જાળવતા. સમય અને શક્તિનો કાળજીપૂર્વક ઘનિષ્ઠ ઉપયોગ કરતા. એથી જ્યારે તેઓ મૌનમાં બેસતા ત્યારે એમનામાં પૂરી શક્તિ રહેતી. xxxx દૂરની ટેકરીઓમાં અને પહાડોમાં જઈને રહેતા જ્યાં કોઈ એમને મળવા ન આવે. xxx ત્યારે અનામી, અગાધ, અમાપ એવા મનમાં તેમના દિવસોના દિવસો નીકળી જતા. એમાં તે સમયના બંધનથી પર થઈ જતા. મનુષ્યચેતના અને દિવ્ય ચેતનાને જોડનાર સેતુ ફક્ત મીન છે. આમ એમનું સમગ્ર અસ્તિત્વ, એમનો સમગ્ર આધાર મૌનશાંતિથી સભર બની ગયા.” (-અંતર્મોન-ધ્યાનપંથના પથિક સુશ્રી વિમલા ઠકાર : “અપમાદયોગ” પૃ. ૪૩, ૩૦, ૩૯) મૌન શાંતિથી, સહજસમાધિથી, શુદ્ધાત્મધ્યાનની રમણતાથી સભર બનેલા શ્રીમદ્જી “ધરી મીનતા એમ કહી, સમજસમાધિમાંયનો અનુભવ કરતા, ધ્યાનમાર્ગના (સયુરુષના વિનયોપાસક આત્મા વિષે) મર્મ, રહસ્ય અને મહત્તા પૂર્વોક્ત ૬રમાં પત્રાંકમાં દર્શાવી, પરોક્ષપણે પોતાની અંતર્દશાની કથા પણ જાણે કહેતા જણાય છે : “મોક્ષમાર્ગનની અનુકૂળતા ધોરી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સપુરુષોને સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાંકને સત્સંગ આદિ અનેક સાધનોથી થઈ શકે છે. પણ તેવા પુરુષો-નિર્ણય મતના-લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે સપુરુષો ત્યાગી થઈ, એકાંત ભૂમિકામાં વાસ કરે છે. કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે.xxxxx” આ છેલ્લાં શબ્દો શ્રીમદ્જીની સ્વયંની જ “ગૌણત્કૃષ્ટ જ્ઞાન”વાળી, રૂપાતીત ધ્યાનની શુદ્ધાત્મઅંતર્દશાનું જ સૂચન નથી કરતા? શ્રીમજીની આવી અંતર્દશાનો પાર પામનારા અને તેમના અંતરજીવનના ઊંડા સાગરતળે ડૂબકીઓ મારી મૂલ્યવાન મોતીઓ વણનારા આ કાળના અન્ય ધન્યાત્મા ૪૦ રાજગાથા Page #55 -------------------------------------------------------------------------- ________________ ડૉ. ભગવાનદાસ મહેતા પોતાના “અધ્યાત્મ રાજચંદ્ર” શીર્ષક ઉપકારક મહાગ્રંથના ૧૦૦મા પ્રકરણ “શુદ્ધ ચૈતન્ય ધ્યાન”માં આ પરમધ્યાતાની અપાર અનુમોદના કરતાં વર્ણવે છે : આનંદઘન ચેતનમય મૂરતિ, શુદ્ધ નિરંજન દેવ થાઉરે (શ્રી આનંદઘનજી) - આવી શુદ્ધ આત્મોપયોગમાં અખંડ સ્થિતિરૂપ અપ્રમત્ત યોગધારા જેને વહી રહી હતી એવા શ્રીમદ્ શુદ્ધ ચૈતન્યના ધ્યાનની શ્રેણી પર આરોહી રહ્યા હતા. xxx એવા આત્મરત-આત્મતુષ્ટ-આત્મતૃપ્ત શ્રીમદ્ “સત્ય પર ધીમદિ' - એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ.” (પત્રાંક ૩૦૨, ૩૦૭) એમ પરમ સત્યનું અખંડ ધ્યાન કરતા હતા; xxx શુદ્ધતા, વિચારતાં-ધ્યાતાં-શુદ્ધતામાં રમતાં-શુદ્ધતામાં સ્થિર રહેતાં જેને અમૃતમય આત્માના શાંત સુધારસની અમૃતધારા વરસતી હતી એવા શ્રીમદ્ શુદ્ધ ચેતનરસની અમૃતાનુભૂતિ કરતા હતા. xxx શ્રીમદ્ આ શુદ્ધ ચૈતન્યના ધ્યાનમાં કેવા ઉદ્દામ આત્મપુરુષાર્થથી કેવા ઉગ્ર આત્મપરાક્રમથી પ્રવર્યા છે, તેનું દર્શન કરવા તેમના પત્રોમાં આવતા તત્ સંબંધી ઉલ્લેખો પ્રત્યે અને એમના દિવ્ય આત્માના આદર્શ સમી હાથનોંધમાં આવતી હૃદયોર્મિઓ પ્રત્યે અત્રે દૃષ્ટિપાત કરશું.” (અ.રા.પૃ. ૭૦૮-૯) શુદ્ધ ચેતન્યનું તન્મય ધ્યાન : “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. કેવળ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ હું છું. ત્યાં વિક્ષેપ શો? વિકલ્પ શો? ભય શો? ખેદ શો? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમાં ઉપયોગ કરું છું, તન્મય થાઉં છું.” (શ્રીમદ્ રાજચંદ્ર : પત્રાંક ૮૩૩) ચિદાકાશમાં શુદ્ધ ચૈતન્ય ધ્વનિની આકાશવાણી: “આકાશવાણી, તપ કરો, તપ કરો; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો.” (શ્રીમદ્ રાજચંદ્ર : પંચમાવૃત્તિ પૃ. ૮૨૮, હાથનોંધ ૧૦) સ્વયંને બોધ : પ્રથમ જિનપ્રતિમા થવાનો : “પરાનુગ્રહ, પરમ કારુણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા થા. ચૈતન્ય જિનપ્રતિમા થા. તેવો કાળ છે? તે વિષે નિર્વિકલ્પ થા. તેવા ક્ષેત્રયોગ છે? ગવેષ. તેવું પરાક્રમ છે? અપ્રમત્ત શૂરવીર થા. તેટલું આયુષબળ છે? શું લખવું? શું કહેવું? અંતર્મુખ ઉપયોગ કરીને જો.” (શ્રીમદ્ રાજચંદ્ર : પંચમાવૃત્તિ પૃ. ૮૨૩ : હાથનોંધ ૨) શ્રીમદ્ રાજચંદ્રજી અને શુદ્ધાત્મ ધ્યાન Page #56 -------------------------------------------------------------------------- ________________ જિનસંદેશ ધ્યાનની વિદેહી આત્મધ્યાનદશાઃ નિજસ્વભાવના, ભાન સહિત, અવધૂતવત, વિદેહીવતું, જિનકલ્પવત્ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.” (હાથનોંધ ૩-૧૪, આ.રા. ૭૧૪) એકમાત્ર પ્રાપ્તવ્ય-મંતવ્ય સ્થાન-જિનસંદેશધ્યાનઃ “અકિંચનપણાથી વિચરતા એકાંત મૌનથી જિનસંદેશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એવો ક્યારે થઈશ?” (હાથનોંધ ૧-૮૭) “રાગદ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે.” (હાથનોંધ ર-૧, આ.રા. ૭૧૩) શુદ્ધચેતન્યધ્યાની પાવન પુરુષોને પ્રણિપાત ઃ “શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવલજ્ઞાન સ્વરૂપ શક્તિરૂપે તે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે, તથા વ્યક્ત થવાનો જે પુરુષો માર્ગ પામ્યા છે, તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર” (હાથનોંધ ૨-૩, આ.રા. ૭૧૩) આવા મહપુરુષોને પંથે વિચરેલા, જિનસંદેશ શુદ્ધાત્મધ્યાની, શુદ્ધચૈતન્યમૂર્તિ, શ્રીમદ્જીના વિશુદ્ધશુક્લધ્યાનાત્માને આપણા પણ અનેકશઃ નમસ્કાર ! કળિકાળમાં ધ્યાન-સાધનનો રાજમાર્ગ : શુદ્ધાત્માના મહાધ્યાનીનું અવલંબન શુદ્ધ, નિરંજન, અલખ, અગોચર, અજ, અજરામર, સહજાનંદી ત્રિશલાનંદ જિનેશ્વર મહાવીરને પોતાના અંતર્લોકના ધ્યાનભુવનમાં (અં. ૩૧૧) ધ્યાવન કરતા શુદ્ધાત્મા મહાધ્યાની શ્રીમદ્જી “આતમધ્યાન કરે જો કોઉ, સો ફિર ઈસમે નાવે (અં. ૩૧૪) કહેતાં, આત્મધ્યાન કરતાં કરતાં જિનસદેશ્ય દશા સાધતાં, ‘ધ્યાનને ! ભવતો વિના ક્ષોન.' વાળી કલ્યાણ મંદિર સ્તોત્ર કથિત જિન પરમાત્મદશા પામવા જાણે જઈ રહ્યાં છે. તેથી જ ભ્રમર ઈલિકા ન્યાયે ઉદઘોષી રહ્યાં છે કે - ‘જિન થઈ જિનવરને આરાધે, તે સહી જિનવર હોવેરે” (અં. ૩૧૪) અહીં જિનવરનું આરાધવું ધ્યાન ધરવું એ તેમને મન સચ્ચિદાનંદમય શુદ્ધ ચૈતન્ય, પરમ સત્યનું આરાધવું છે - “સત્ય પર થોપદિ “(એવું ) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ.” આમ તેઓ એક નહીં બબ્બેવાર તેમના કૃપાપાત્ર સુભાગી મહાભાગી ધન્યાત્મા સૌભાગ્યભાઈ પરના પત્રોમાં (કા.શુ. ૧૩ સ. ૧૯૪૮ - પત્રાંકઃ ૩૦૨ અને મા.સુ. ર સંવત ૧૯૪૮ પત્રાંક ૩૦૭) રાજગાથા Page #57 -------------------------------------------------------------------------- ________________ શીર્ષક લખે છે અને પછી આ ધ્યાનનું થોડા શા ટંકશાળી સુવર્ણવચનોમાં રહસ્ય પ્રકાશે છે : ભગવને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ, જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય છે.” પરમ સુપાત્ર પ્રાતઃવંદનીય શ્રી સૌભાગ્યભાઈને સૂચવેલા અહંશૂન્ય સમર્પણનો ધ્યાનસાધનનો સ્વાનુભવભર્યો રાજમાર્ગ આપણ સૌને પણ જો પ્રામાણિક સાધનાર્થીઆત્માર્થી હોઈએ તો લાગુ પડે છે. અને આ કાળમાં એ જ સહજ સરળ આચરણીય ઉપાસ્ય, ઉપાદેય છે. અન્યથા સાધનામાર્ગ-ધ્યાનમાર્ગના આ કલિકાળના અનેક આકર્ષણો આપણો વિવેક ભુલાવી શકે, વંચક બની જઈ શકે. આથી આ કાળના કલ્પવૃક્ષવત્ શ્રીમજી સમા શુદ્ધાત્માના જિનસંદેશ મહાધ્યાનીનું અવલંબન આપણા માટે હિતકારક-ઉપકારક-પથપ્રદર્શક બની શકે. તેમના સૂચિત સર્વસ્વ સમર્પણપૂર્વક, સ્વચ્છંદમત-મતિકલ્પના છોડી, સપુરુષનાં ચરણકમળોની વિનયોપાસનામાં ચિત્તને જોડી, તેમની શુદ્ધાત્મધ્યાનદશા-જિન સદેશ ધ્યાનદશાને ઉલ્લાસપૂર્વક સમજી-હૃદયે સ્થાપીને, તેમની જ આંગળી પકડીને ભક્તિયુક્ત સત્સંગ-જ્ઞાનસમજણયુક્ત ધ્યાન- સાધનાના ત્રિવિધ સમગ્રતાભર્યા માર્ગે આગળ વધવું આપણા માટે ઉપાદેય છે. એવા વિશુદ્ધ આત્મવૈભવ સંપન શુદ્ધાત્માનું અવલંબન જ આ કાળનો રાજમાર્ગ છે. અન્યથા પરમકૃપાળુ લાલબત્તી ધરે છે, “સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે.” સર્વથા વિશુદ્ધ આત્મવૈભવ સંપન્ન ધ્યાનાત્મા પરમગુરુ પરમકૃપાળુદેવના આવા અવલંબન લેવાની મહત્તા વિષે અને ભક્તિજ્ઞાન-ધ્યાન સમગ્રતાભરી ત્રિવિધ સાધનાની ઉપયોગિતા-ઉપાદેયતા વિષે આ પંક્તિ લેખક અલ્પાત્માનો અંતર સાધના માર્ગ વર્ષો પૂર્વ સ્પષ્ટ, પ્રશસ્ત અને સુદઢ કર્યો-શ્રીમદ્જીને “અનન્ય આત્મશરણપ્રદાતા' સદ્ગુરુ માની જીવન સમર્પિત કરેલા યો.યુ.શ્રી સહજાનંદજી-ભદ્રમુનિજીએ. ભક્તિ-જ્ઞાન-યોગના પરમકૃપાળુ-નિર્દિષ્ટ આ ત્રિવિધ સમગ્રતાના સાધનાપંથે આજીવન સંચરેલા આ ઉપકારક પ્રત્યક્ષ પુરુષે ત્યારે વિશદતાથી લખ્યું હતું: “આપના હૃદયમંદિરમાં જો પરમ કૃપાળુદેવની (શ્રીમદ્ રાજચંદ્રજીની) પ્રશમરસ નિમગ્ન અમૃતમયી મુદ્રા પ્રગટ થઈ હોય, તો તેને ત્યાં જ સ્થાયી સ્થિર કરવી ઘટે છે. શ્રીમદ્ રાજચંદ્રજી અને શુદ્ધાત્મ ધ્યાન ૪૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ પોતાના જ ચૈતન્યનું તથા પ્રકારે પરિણમન એ જ સાકાર ઉપાસના શ્રેણીનું સાધ્યબિંદુ છે. અને એ જ સત્યસુધા કહેવાય છે. હૃદયમંદિરથી સહસ્ત્રદલ કમળમાં તેની પ્રતિષ્ઠા કરી ત્યાં જ લક્ષ્યવેધી બાણની માફક ચિત્તવૃત્તિ પ્રવાહનું અનુસંધાન ટકાવી રાખવું. એ જ પરાભક્તિ કિવા પ્રેમલક્ષણા ભક્તિ કહેવાય છે. ઉપરોક્ત અનુસંધાનને જ “શરણ કહે છે. શર = તીર. શરણબળે સ્મરણબળ ટકે છે. કાર્યકારણ ન્યાયે શરણ અને સ્મરણની અખંડિતતા સિદ્ધ થયે, આત્મપ્રદેશે સર્વાગ ચૈતન્ય-ચાંદની ફેલાઈ સર્વાગ આત્મદર્શન અને દેહદર્શન ભિન્ન-ભિન્ન પણે નજરાય છે અને આત્મામાં પરમાત્માની છબી વિલીન થઈ જાય છે. આ આત્મા-પરમાત્માની અભેદતા એ જ પરાભક્તિની છેવટની હદ છે. એજ વાસ્તવિક ઉપાદાન સાપેક્ષ સમ્યગુદર્શનનું સ્વરૂપ છે. “વહ સત્યસુધા દરસાવહિંગે, ચતુરાંગલ હૈ દગસે મિલ હૈ. રસદેવ નિરંજન કો પિવહી, ગહી જોગ જુગાજુગ સો જીવહી.” (શ્રીમજી કૃત) આ કાવ્યનો તાત્પર્યાર્થ એ જ છે. આંખ અને સહસ્ત્રદલકમળની વચ્ચે ચાર અંગુલનું અંતર છે. તે કમલની કર્ણિકાના ચૈતન્યની સાકાર મુદ્રા એ જ સત્યસુધા છે, એ જ પોતાનું ઉપાદાન છે. જેની એ આકૃતિ ખેંચાઈ છે, બાહ્યતત્ત્વ નિમિત્ત. કારણ માત્ર છે. તેમના આત્મામાં જેટલે અંશે આત્મવૈભવ વિકસ્યો હોય એટલે અંશે સાધકીય ઉપાદાનનું કારણપણે વિકસે છે અને કાર્યાન્વિત થાય છે. અત એવ નિમિત્ત કારણ, સર્વથા વિશુદ્ધ આત્મવૈભવ સમ્પન્ન હોય તેમનું જ અવલંબન લેવું ઘટે, તેમાં જ પરમાત્માબુદ્ધિ હોવી ઘટે, એ રહસ્યાર્થ છે.” “આવા ભક્તાત્માનું ચિંતન અને આચરણ વિશુદ્ધ હોઈ શકે છે, અત એવ ભક્તિ, જ્ઞાન અને યોગસાધનાનો ત્રિવેણી સંગમ સધાય છે. જેથી એવા સાધકને ભક્તિ-જ્ઞાન શૂન્ય માત્ર યોગ સાધના કરવી આવશ્યક નથી. દષ્ટિ, વિચાર અને આચાર-શુદ્ધિનું નામ જ ભક્તિ, જ્ઞાન અને યોગ છે અને એ જ અભેદ પરિણમને “સમ્યગુ દર્શન-જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ છે. પરાભક્તિ વિના જ્ઞાન અને આચરણ વિશુદ્ધ રાખવાં દુર્લભ છે, એનું જ દષ્ટાંત આર. આચાર્ય રજનીશ) પૂરું પાડી રહ્યા જ છે ને? અતએ આપ ધન્ય છો, કારણ કે નિજ ચૈતન્ય દર્પણમાં પરમ કૃપાળુની છબી અંકિત કરી શક્યા છો. ૐ” (દક્ષિણાપથની સાધનાયાત્રા” પૃ. ૩૨-૩૩) જ રાજગાથા Page #59 -------------------------------------------------------------------------- ________________ અંતિમા : ઉપર્યુક્ત ત્રિવિધ સાધનાના સાકાર-આલંબન ધ્યાન, નિરંજન નિરાકાર અને નિરાલંબન ધ્યાન કે મંત્રાક્ષરોના પ્રથમ સ્થાન પદસ્થ ધ્યાનના ઉપક્રમોમાં આ ચિંતનીય છે - ઋષિમંડલ સ્તોત્રારંભના દાતાક્ષર સંત્સંદ્ઘ' થી આરંભાતા “મમિત્યક્ષ દ્ર વીવ પરમેષ્ઠિન:; સિદ્ધવશ્વસ્થ સર્વાનં સર્વતઃ પ્રશ્મિદે ” કથીપંચરમેષ્ઠિને પ્રણમી, ‘અક્ષય, નિર્મનં, શાંતિ અને “સારા નિરવિરં સરસ વિરસિં' વર્ણવીને થતાં 'निरंजन, निराकार निर्लेप, वीतसंशय, ब्रह्मसंबुद्ध, शुद्ध सिद्ध' परमात्मा ना । સાકાર-નિરાકાર ધ્યાન કે યોગશાસ્ત્રના “અભેદ પ્રણિધાન”ના આધારે કરાતાં “મ” ધ્યાન દ્વારા શ્રી અરિહંત પરમાત્માના સ્વકીય આત્મા સાથે થતા અભેદસંધાન અને માતૃકાક્ષરો દ્વારા નિષ્પન્ન થતા પદસ્થ ધ્યાન-આ સર્વેમાં મહાધ્યાની શ્રીમદ્ રાજચંદ્રજીના જિનસંદેશ શુદ્ધાત્મા ધ્યાનની જ વાત નથી? જેમ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય “મ' પદમાં નવકાર મહામંત્ર સમાયેલ દર્શાવે છે તેમજ “નવકાર મહાપદને સમરો” સૂચવતા શ્રીમદ્જીએ નવકાર મંત્રના જ સારસંક્ષેપ-સારસર્વસ્વ એવા “હંગાત્મસ્વરૂપ પરમગુરુ” પરમમંત્રના ધ્યાને, સ્મરણે અને આધારે પદસ્થ ધ્યાન સિદ્ધ થવાની સ્પષ્ટ સંભાવના દર્શાવી છે. પત્રાંક ૭૬૧માં તેઓશ્રી “પરમ સમ્યફચારિત્ર”ની વીતરાગકથિત વાત કરતાં મહાસમર્થ એવા ધ્યાનનો એક ચિત્તે અભ્યાસ સૂચવતા આદેશ આપે છે કે, “જો તમે અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે ચિત્તની સ્થિરતા ઈચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. પાંત્રીસ, સોળ, છ, પાંચ, ચાર, બે અને એક અક્ષરના એમ પરમેષ્ઠી પદના વાચક મંત્ર છે તેનું જાપૂર્વક ધ્યાન કરો.” અને જાણે શ્રીમદ્જી-સૂચિત આ મંત્રપદસ્થ ધ્યાનની સમર્થ, પ્રબળ પરિભાષા આપતા, શ્રીમદ્જીની જ વાત સિદ્ધ કરતા, યો.યુ. શ્રી સહજાનંદઘનજી પોતાના અનુભવપ્રયોગ-અધિકારપૂર્વક મુનિ આનંદઘન (વર્તમાનના) પરના માર્ગદર્શન આપતા પત્રમાં આમ લખે છે: xxx અતએ સિદ્ધચક મંત્રોનો સાર ‘સહજાન્મસ્વરૂપ પરમગુરુ' આ મંત્ર છે. ચારે આરાધનાયુક્ત પાંચે પદ “પરમગુરુ કહેવાય છે. તે પરમગુરુઓ સહજાભસ્વરૂપ છે. પ્રત્યુત્ જન્મ-મરણયુક્ત કૃત્રિમ દેહસ્વરૂપ નથી જ. માટે નવપદ યા પાંચ પદના સારરૂપે આ સહજાભસ્વરૂપ પરમગુરુ ભક્તિમંત્ર છે. જેની આરાધના શ્રીમદ્ રાજચંદ્રજી અને શુદ્ધાત્મ ધ્યાન ૪૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુ દેવે કરી અને આત્મ-સમાધિદશા પ્રાપ્ત કરી હતી. અહંગૃહ અથવા ભક્તિપ્રધાન ઉભય નિરાલંબન સાલંબન ધ્યાનના પ્રકારો પૈકી પોતાની યોગ્યતા પ્રમાણે એક મંત્રનું નિષ્ઠાપૂર્વક આરાધના કરવાથી આત્મશુદ્ધિ અને સિદ્ધિ અવશ્યભાવી છે.” (- “શ્રી સહજાનંદઘન-પત્રાવલી” પૃ. ૧૧૩) આ રીતે નવકાર, સિદ્ધચક્ર, પરમેષ્ઠિ, ૐ નમ, સહજાભ સ્વરૂપ પરમગુરુ ઈ.ના પદસ્થ ધ્યાને કે નાદાનુસંધાન-સ્વાસાનુસંધાન ધ્યાન કે લોગસ્સ' મહાસૂત્રના અંતિમ ચરણ પદો ‘વંદે, નિમ્પત્ની સારવાર પીરા' જેવા ચંદ્રવત્ શીતલ પ્રશાંત અને સાગરવતુ ગંભીર એવા સિદ્ધોના અને સ્વ-સ્વરૂપના પદસ્થ-પિંડસ્થ-રૂપસ્થ થઈને રૂપાતીત નિરાકાર ધ્યાનમાં કેન્દ્રસ્થાને વિલસી રહ્યો છે આત્મા-શુદ્ધાત્મા. તે જ રીતે યુગોપકારકયુગપ્રધાન આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીના “મહાપ્રાણધ્યાનમાં, કુંદકુંદાચાર્યના સમયસાર ચિંતનમાં, મહાયોગી આનંદઘનજીના અનાહત-ગાનમાં, કે યોગશાસ્ત્ર, યોગશતક, પદૃષ્ટિસમુચ્ચય, યોગપ્રદીપ, જ્ઞાનાર્ણવ, ધ્યાનસૂત્ર, આત્મસિદ્ધિ અને અન્ય શ્રીમદો તેમજ જિનવાણી નિગ્રંથપ્રવચનનાં આગમસૂત્રો, આદિ આદિ સર્વેમાં જો કોઈ કેન્દ્રવર્તી પ્રબળ પ્રધાન ઘોષ-મહાઘોષ સર્વત્ર ગુંજતો-પ્રગટતો-પ્રતિધ્વનિત થતો હોય તો તે છે સર્વજ્ઞદષ્ટ, સર્વજ્ઞદર્શિત-કથિત આત્મા, શુદ્ધાત્મા, વિશુદ્ધાત્મા, પ્રબુદ્ધાત્મા, સિદ્ધાત્મા... ! એ શુદ્ધાત્માના અને શુદ્ધાત્માના લક્ષ્ય થતાં અવલોકનાદિ-પરિદર્શનાદિ સર્વ ધ્યાનો સફળ છે. સાર્થક છે, ઉપાદેય છે, એ વિહીન અન્ય સર્વ નિષ્ફળ અને નિરર્થક શ્રીમદ્ આવા પરમ વિશુદ્ધાત્માના મહાધ્યાની હતા. આવા શુદ્ધાત્માનું લક્ષ્ય કરીને, એ શુદ્ધાત્મસ્વરૂપના ધ્યાનમાંથી “અનાહત'માંથી આહતરૂપે-આહત મહાગાનરૂપે તેમના શ્રીમુખેથી પ્રગટેલી, અંતરની દિવ્ય ચેતનામાંથી સંસરેલી, નિર્વાણગિરા પરાવાણી “આત્મસિદ્ધિ અને અન્ય સર્વ મહાકૃતિઓ આનાં પ્રગટ પ્રત્યક્ષ ઉદાહરણો છે. જેમનાં પદ્ય અને ગદ્યનાં અમૃતવચનોના એક એક અક્ષર જાણે પદસ્થ-પિંડ-રૂપસ્વ-રૂપાતીત અને તેથીય પારના અગમપ્રદેશોમાંથી, નિરંજનદેવના નિર્વિકલ્પ ધ્યાનમાંથી, એ ધ્યાનના-અનાહતના લોકમાંથી આહત શબ્દરૂપે પ્રતિધ્વનિત-પરાવર્તિત થઈ અવતરેલાનીતરેલા છે અને અનેક ભવ્યાત્માઓનો ઉપકાર કરતા, અનેકોના આત્મધ્યાન સિદ્ધ ૪૬ રાજગાથા Page #61 -------------------------------------------------------------------------- ________________ કરતા, વિશ્વનો છેડો ગુંજાવતા ચિરકાળ સુધી ‘યાવચંદ્ર દિવાકરૌ’ અમર થઈને રહેવા સર્જાયેલા છે. એ પ્રાણપૂર્ણતા-પ્રદાતા પરમ શબ્દોને, એ શબ્દોના પરમોપારક સર્જકને અને તેમને પંથે વિચરેલા-સંચરેલા-અનુસરેલા સર્વ સત્પુરુષોના શુદ્ધાત્મમય દેહાતીત સ્વરૂપોને અગણિત વંદના-અભિવંદના કરતા આ અંતિમાએ તેનું જ સ્મરણ કરતાં વિરમીએ અને આપણા શુદ્ધાત્મ સ્વરૂપમાં લીન બની ધ્યાનસ્થ થઈએ. શ્રવણ કરીએ-પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના અંતર્ધ્યાનભુવનમાંથી ઊઠતા-પ્રતિધ્વનિત થતા, મહાપ્રાણમહાધ્યાનના અનહદ અનાહત લોકમાંથી રૂપાંતિરત થઈ આવતા તેમના અને તેમના આપણા ધ્યાતવ્ય ભગવાન મહાવીરની વિરાટાર્થ ભરેલી દિવ્યધ્વનિના આ આહત શબ્દો ઃ - “ધ્યાન કરવાવાળો સાધક પિંડસ્થ, પદસ્થ અને રુપાતીત - આ ત્રણે અવસ્થાઓની ભાવના કરે. પિંડસ્થ ધ્યાનનો વિષય છે : છદ્મસ્થત્વ-દેહવિપશ્યત્વ. પદસ્થ ધ્યાનનો વિષય છે કેવલિત્વ : કેવલી દ્વારા પ્રતિપાદિત અર્થનું અનુચિંતન અને રુપાતીત ધ્યાનનો વિષય છે : સિદ્ધત્વ-શુદ્ધ આત્મા.” (- ધ્યાનસૂત્ર, સમળમુત્ત ૪૯૮) “હે ધ્યાતા ! તું ન તો શરીરથી કોઈ ચેષ્ટા કર, ન વાણીથી કંઈ બોલ અને ન મનથી કંઈ ચિંતન કર, આ પ્રકારે ત્રિયોગનો નિરોધ કરવાથી તું સ્થિર થઈ જઈશ. તારો આત્મા આત્મરત થઈ જશે. આ જ પરમધ્યાન છે.” (- ધ્યાનસૂત્ર, સમળમુત્ત ૫૦૧) “સર્વજ્ઞે કહેલું ગુરુ ઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. જેમ જેમ ધ્યાન વિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીયનો ક્ષય થશે. પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી.” પરમ વિશુદ્ધ સહજાત્મસ્વરૂપ સદ્ગુરુચરણાર્પણમસ્તુ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (‘પરમાર્થ’ વિશેષાંકમાં પ્રકાશિત નિબંધ) વર્ધમાનભારતી, પ્રભાત કોમ્પલેક્ષ, કે.જી. રોડ, બેંગ્લોર-૯. ૨૬૬૬૭૮૮૨ ફોન : ૦૮૦ શ્રીમદ્ રાજચંદ્રજી અને શુદ્ધાત્મ ધ્યાન - ४७ Page #62 -------------------------------------------------------------------------- ________________ જડ ને ચેતન્ય જડ ને ચેતવ્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ફોચ પણ નિજ – દ્રવ્યમાંચ છે. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ભાસે જડ ચેતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. - શ્રીમદ્ રાજચંદ્રજી ૪૮ રાજગાથા Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવન-દર્શન-૫ શ્રીમદ્ રાજચંદ્રજીની પધરચનાઓમાં ભક્તિયોગનું સામર્થ્ય – સુમિત્રાબેન પી. ટોલિયા ભક્તિયોગની ભક્તિમાર્ગની ભૂમિકા : બહુ પુણ્યકેરા પંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો યે અરે ! ભવ ચક્રનો આંટો નહીં એકે ટાળ્યો.” રત્નચિંતામણિ સમાન આ મનુષ્યદેહ તો કરોડો જીવોને મળ્યો છે. તેઓ જન્મે છે, સંસારનાં કર્મો કરે છે અને મૃત્યુ પામે છે. તેઓમાંના અનેકોનું જીવન તો પશુના જીવનથી પણ બદતર હોય છે. અમૂલ્યતમ એવા આ માનવજીવનનું સાફલ્ય તો ત્યારે જ થાય કે જ્યારે ઉત્કૃષ્ટ સાધના દ્વારા જીવનનાં અંતિમ ધ્યેય મુક્તિની પ્રાપ્તિ માટે જાગૃતિપૂર્વક પ્રયત્ન થાય. પ.કૃ. દેવના સ્વયંના શબ્દોમાં - “જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ અને ભક્તિમાર્ગ એ ત્રણે માર્ગમાં ભક્તિમાર્ગ સર્વને માટે સુગમ રાજમાર્ગ છે. જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે, પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિપરિણામીપણું, આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. ક્રિયા માર્ગે અસદ્ અભિમાન, વ્યવહાર, આગ્રહ, સિદ્ધિ મોહ, પૂજાસત્કારાદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ છે.' ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો એ કારણે જ આશ્રય કર્યો છે. આજ્ઞાંકિતપણું અથવા પરમપુરુષ સદ્ગુરુને કારણે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંઘ દીઠું છે...” સદ્ગુરુચરણ અશરણ શરણં... મુમુક્ષુ જનમન અમિત વિd..I. હા, આ માર્ગે જો યોગ્ય ગુરુ મળી ગયા તો બેડો પાર થાય, નહીં તો વેશધારી ગુરુનું શરણ જો ભૂલેચૂકે લેવાઈ ગયું તો તે જીવ ભવજળમાં ડૂબશે :શ્રીમદ્ રાજચંદ્રજીની પધરચનાઓમાં ભક્તિયોગનું સામર્થ્ય ૪૯ Page #64 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદશા પામ્યો નહિ, સાધન દશા ન કાંઈ પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી.” હિમાદ્રિથી કન્યાકુમારી અને બંગાળથી સૌરાષ્ટ્ર સુધી વિસ્તરિત આ ભારત ભૂમિમાં અનેક ધર્મ, પંથ અને મત પરાપૂર્વથી ચાલ્યા આવ્યા છે. એમાં ભોળા જીવોને ભોળવનાર વેશધારી ધર્માત્માઓ પણ પોતાનું મહત્ત્વ વધારવા અનેક તંત્ર-મંત્ર ઈત્યાદિ દ્વારા ભક્તજનોને આકર્ષવા પ્રયત્ન કરે છે. વળી જે દેવો રાગ-દ્વેષયુક્ત અર્થાત્ સ્ત્રી સહિત અને હાથમાં અસ્ત્રશસ્ત્રધારી હોય અર્થાત્ તે મોક્ષની પ્રાપ્તિ માટે આપવાને ક્યાંથી સહાયક બની શકે? મોક્ષપ્રાપ્તિ માટે તો માત્ર એક જ માર્ગ છે જે કલ્પવૃક્ષની જેમ મનવાંછિત બધું આપવાને સક્ષમ છે : શુભ શીતળતામય છાંય રહી મનવાંછિત જ્યાં ફળ પંક્તિ કહી જિનભક્તિ ગ્રહો તરુ કલા અહો ! | ભજીને ભગવંત ભવંત લહો...' આ જિનભક્તિનો માર્ગ એવો છે કે જે માર્ગે ચાલતાં મુમુક્ષુ જીવની દૃષ્ટિ નિજ આત્મા ભણી વળે છે, મનનાં તાપ-ઉત્તાપ નષ્ટ થાય છે અને જીવનાં પરિણામ સમભાવી થાય છે. જિનેશ્વરદેવના અનંત પુરુષાર્થનું સ્મરણ કરતાં મુમુક્ષુને પોતાને એ પુરુષાર્થને માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે, જેથી હીન કર્મોનો ક્ષય થતાં અધોગતિમાંનું ભ્રમણ રોકાય છે. નવકારપદમાંના અરિહંત-સિદ્ધ પ્રભુનું સ્મરણ મનુષ્યને રાગદ્વેષમાંથી ઉગારનારું છે, અનંત પ્રપંચોમાંથી મુક્તિ અપાવનારું છે. માટે હે મુમુક્ષુ જીવો ! જિનભક્તિનું શરણ ગ્રહણ કરી ભવાટવિમાંનું ભ્રમણ ટાળો : કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો નિજ તત્વ સ્વરૂપ યથા નપચંદ્ર પ્રપંચ અનંત દહો.... ભજીને ભગવંત લહો...” ભક્તિયોગની, ભક્તિમાર્ગની ભૂમિકામાં જિનભક્તિનું સર્વોપરિપણું અને સામર્થ્ય શ્રીમદે આવી અનેક પદ્યરચનાઓ દ્વારા સિદ્ધ કર્યું છે, જેનું સંભવ તેટલું અવલોકનઅવગાહન કરીએ. જે વયે સામાન્ય બાળક કે કિશોર ખેલકૂદ અને વિદ્યાલયમાં વિદ્યા પ્રાપ્તિ પાછળ પોતાનો સમય વ્યતીત કરતો હોય એવી વયે બાળક રાયચંદ ગંભીર વિષયો પર કાવ્યરચના કરતા. ૭મા વર્ષે થયેલ જાતિસ્મરણજ્ઞાન પછી સ્કુરિત તેમની કાવ્ય પ્રતિભા ઉત્તરોત્તર વિકસિત થતી ગઈ. ૯મે વર્ષે તો તેઓએ રચવા માંડેલી રામાયણ-મહાભારત ઈ.પરની કાવ્યરચનાઓનો પણ ઉલ્લેખ મળે છે. ૧૩ થી ૧૭ વર્ષની ઉમર સુધીના ૫૦ રાજગાથા Page #65 -------------------------------------------------------------------------- ________________ સમયમાં તેઓએ સમાજ સુધારણા, ન્યાયનીતિ, આચાર વ્યવહાર, સ્ત્રી-શિક્ષણ, દેશપ્રેમ જેવા ગંભીર વિષયો પર એક વિચક્ષણ વ્યક્તિ જ કરી શકે તેવી રચનાઓ કરી છે, તો સાથે - “ઝળહળ જ્યોતિસ્વરૂપ તું, ભયભંજન ભગવાન' જેવી ભક્તિસભર રચનાઓ પણ કરી છે અને કેમ ન કરી શકે ? શ્રીમદ્ગી સમર્થતાની પાછળ કારણરૂપ તો છે તેઓના પૂર્વના અનેક જન્મોની સાધના ! શ્રીમદ્ અપૂર્વ મેઘાવાન હતા. જ્ઞાનના પ્રકાશપુંજ સમાન આ બાળક રાયચંદ હંમેશા તુલનાત્મક દૃષ્ટિથી દરેક તત્ત્વને સમજવા પ્રયત્ન કરતા. માતાએ પયપાન કરાવતાં કરાવતાં ભક્તિરૂપી અમૃતરસનું પણ પાન કરાવ્યું. અને દાદાએ વાર્તા-કથાઓ દ્વારા આ ખીલતા પુષ્પ સમ બાળકના હૃદયમાં ભક્તિરસનું સીંચન કર્યું. કાળની સાથે સાથે વિકસિત થતું આ વ્યક્તિત્વ એક મહાવટવૃક્ષમાં પરિણમ્યું, જેણે અનેક લોકોને - મુમુક્ષુ પ્રાણીઓને છાયા આપી, સંતપ્ત જીવોના તાપ-ઉત્તાપને શમાવવા ભક્તિરસની ધારા વહાવી. ૧૬ વર્ષની વયે પહોચતાં સુધીમાં તો તેઓએ વેદાંત, સાંખ્ય, બૌદ્ધ અને જૈન આદિ દર્શનોનો ગહન અભ્યાસ કર્યો. પોતાના ચિંતન-મનનના નીચોડને તેઓએ ગદ્ય-પદ્ય બંનેમાં શબ્દબદ્ધ કર્યો છે. આત્મ સાક્ષાત્કાર માટે કયો માર્ગ યોગ્ય છે, તે સમજવાને માટે તેઓએ ગહન ચિંતન મનન કરી જૈન ધર્મની શ્રેષ્ઠતાને આત્મસાત્ કરી. “ભક્તિ કોની કરવી?' એ પ્રશ્નના ઉત્તરમાં તેઓ લખે છે - “અનંત દર્શનથી સ્વસ્વરૂપમય થયા એવા શ્રી જિનેશ્વરનું સ્વરૂપ આત્માની નિશ્ચયનયે રિદ્ધિ હોવાથી એ પુરુષાર્થતા આપે છે. વિકારથી વિરક્ત કરે છે. શાંતિ અને નિર્જરા આપે છે, ગુણચિંતવનથી આત્મા સ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતો જાય છે....' આવા જિનેશ્વર ભગવંતની વાણી કેવી છે ? “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નવનિક્ષેપે વ્યાખ્યાની છે....' આ અનંત શક્તિમાન તીર્થકર ભગવાનનો ભવ્ય ઉપદેશ જે અમૃતમયી વાણીમાં વહ્યો હશે તે વાણીને આપણે તુચ્છ જીવો કશાયની પણ ઉપમા આપવાને સમર્થ છીએ ? ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે.” ક્યા શબ્દોમાં આ વાણીનું વર્ણન કરી શકાય ? એ વાણીને તો જેણે જાણી તેણે જાણી છે.' એને શબ્દબદ્ધ કરવાની ચેષ્ટા જ વ્યર્થ છે. સંત કબીરે કહ્યું તેમ એ શ્રીમદ્ રાજચંદ્રજીની પધરચનાઓમાં ભક્તિયોગનું સામર્થ્ય ૫૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ તો “ગૂંગે કા ગુડ” સમી અનિર્વચનીય છે. આ રચનામાં પ.કૃ. દેવની તીર્થકર ભગવંતની વાણી પ્રત્યેની ભક્તિ કેવી સુંદર રીતે પદ્યબદ્ધ થઈ છે. સરળતમ શબ્દો ! અગાધ ભક્તિ !... આ જ ભાવ “અપૂર્વ અવસરમાં પણ વ્યક્ત થયો છે ને !” જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું ધ્યાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો...” (અપૂર્વ અવસર) સદ્ગુરુ મહિમા, સમર્પણભાવ, રવદોષોની આલોચના અને ભક્તિયોગના પાયારૂપ મહાકાવ્ય : આ યુગમાં તીર્થકર ભગવંતોનું સદેહે દર્શન સંભવ નથી. મોક્ષમાર્ગનો નિતાંત લોપ થયો છે. તો આવા કઠણ કાળમાં કોના માર્ગદર્શનથી મોક્ષમાર્ગ શોધવો?' આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીમદે સદ્ગુરુનો અનંત મહિમા વર્ણવ્યો છે - “જે સ્વરૂપને ન સમજવાને કારણે યુગોથી જીવ આ ભવાટવિમાં ભટકતો રહ્યો છે તે સ્વરૂપને સમજાવનાર સદ્ગુરુનાં ચરણમાં મારા કોટિ કોટિ વંદન....” જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત.” “ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય થયો છે કે ભક્તિ એ સર્વોપરિ માર્ગ છે અને સત્પુરુષોના ચરણ સમીપે રહીને જ થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો માર્ગ છે.” “મનુષ્ય ઈચ્છા-આકાંક્ષા, માન, મોહ, માયા જેવા પરભાવોથી લિપ્ત છે. પણ મુમુક્ષુ પોતાના સર્વ આંતરિક દોષોને, પોતાની નિર્બળતાને સમજી પ્રભુ ચરણે તેનો સ્વીકાર કરી શકે તો જ તેનો આંતરિક વિકાસ શક્ય છે. દોષોનો સ્વીકાર કરવો સરળ નથી. પણ જે એનો સ્વીકાર કરી શકે છે તે જેમ ઓછા વજનવાળી નૌકા પાણી ઉપર સરળતાથી તરી જઈ પાર ઉતરી શકે છે તેમ દોષોથી મુક્ત આત્મા અતિ સરળતાપૂર્વક સંસાર સાગરને તરી પેલે પાર ઉતરી શકે છે.” પ.કૃ. દેવના “ભક્તિના વીસ દોહરા' પ્રભુ પ્રત્યેની ઉત્કટ ભક્તિનું દર્શન કરાવતી કાવ્ય રચના છે. માયાના આવરણોને દૂર કરી પોતાના શુદ્ધ સ્વરૂપને પામવા તરસતો આત્મા પશ્ચાતાપના અગ્નિમાં તપી તપીને જ સુવર્ણ સમ શુદ્ધ બની શકે છે. આ કાવ્ય રચનામાં પશ્ચાતાપથી વ્યથિત દુઃખી આત્માનો ભક્તિસભર કરુણ પોકાર છે. ૫૦ રાજગાથા Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાનદાસ મહેતાએ જે રચનાઓને “મહાકાવ્ય' કહ્યાં છે, તેવી પ.કૃ. દેવની ત્રણ રચનાઓમાંની આ એક રચનામાં ભક્ત હૃદયની નિગૂઢ, અકથ્ય વેદના છે. પ્રભુ પ્રત્યેની અવર્ણનીય ભક્તિ છે. એના આધારે જ પૂર્ણતઃ સમર્પિત થઈ, દોષોનો સ્વીકાર કરતા પરમ કૃપાળુ દેવ આર્તનાદ કરે છે : હે પ્રભુ, હે પ્રભુ શું કહું ? દીનાનાથ દયાળ ! હું તો દોષ અનંતનું ભાન છું કરુણાળ... !' પ્રભુ ! તું તો દીનોનો નાથ, અશરણનું શરણ અને ભક્તવત્સલ છે, જ્યારે હું તો અનંત દોષોનું ભાજન છું...!” પરમ ભાવપૂર્ણ શબ્દોમાં ગૂંથાયેલ આ રચનામાં ભક્તહૃદયની વિહ્વળતા, વ્યાકુળતા, સમર્પણભાવની ધારા પ્રવાહિત છે. જાણે સાગરને મળવા આતુર વર્ષાના જળથી ભરપૂર સરિતા! આ રચનાની પ્રત્યેક પંક્તિ ભક્તાત્માની વેદનાના પ્રતિબિંબ સમી છે. એમાં છલકાતો ભાવોન્મેષ પ.કૃ. દેવની આંતરિક સ્થિતિનું સુરેખ ચિત્ર છે. ડૉ. ભગવાનદાસ મહેતાના શબ્દોમાં પ.પૂ.ક. દેવે અક્ષરે અક્ષરે એવો અપૂર્વ ભક્તિસિંધુ વહાવ્યો છે કે તેમાં જેમ જેમ ઊંડા ઉતરીને અગગાહન કરીએ તેમ તેમ ઓર ને ઓર ભાવ ફુરે છે.” ખરે જ આ કાવ્યઝરણામાંથી ઉડતા ભક્તિરૂપી વારિબિંદુ પ્રત્યેક જિજ્ઞાસુ, મુમુક્ષુને ભક્તિરસથી તરબતર કરી મૂકે તેવા છે. શ્રીમદે આંતરનિરીક્ષણ દ્વારા જીવના અનંત દોષો પ્રત્યે લક્ષ્ય કેન્દ્રિત કરાવ્યું છે. સ્વદોષદર્શન કરતી, કરવા પ્રેરિત કરતી આ ભક્તિરચનામાં શ્રીમદ્ભા ભક્તિયોગના સામર્થ્ય પ્રત્યેની તેમની અનુભૂતિનું દર્શન થાય છે : અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન ! સેવા નહીં ગુરૂ સંતને મૂક્યું નહીં અભિમાન...” હે ભગવાન ! અનંત કાળથી હું ભવાટવિમાં ભટકતો રહ્યો. પોતાને સર્વશક્તિમાન સમજી સંતચરણનો આશ્રય લીધા વિના સાધના કરતો રહ્યો ! અંધ હોવા છતાં જગતની યાત્રા કરવા નીકળેલ હું મહામૂર્ખ... !” સંતચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક પાર ન તેથી પામિયો ઊગ્યો ન અંશ વિવેક.” જીવના આ અવિવેક, અહં, સ્વચ્છંદતાનું પરિણામ શું આવ્યું.....? સો સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય. સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ?' અભિમાનરૂપી પડદો હોય ત્યાં સુધી સત્યનું દર્શન સંભવ જ નથી. અભિમાન મુકતાંની સાથે જ ભ. બાહુબલીને કેવળજ્ઞાન થયું ! માટે જ પોતાના અહમનો સ્વીકાર કરતાં પ.કૃ. દેવ કહે છે :શ્રીમદ્ રાજચંદ્રજીની પધરચનાઓમાં ભક્તિયોગનું સામર્થ્ય Page #68 -------------------------------------------------------------------------- ________________ અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું ય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શુંય....” પોતાને અધમાધમ, પતિતોમાં પણ પતિત સમજીને ભક્તિમાર્ગનાં સોપાન ચડતા કૃપાળુ દેવની આ પરમ ઉત્કૃષ્ટ રચના છે. સરળતમ શબ્દોમાં અનન્ય, ગહનતમ્ ભાવોનું નિર્વહન કરતી શ્રીમી આ ભક્તિરચના.. “સાદામાં સાદી અને ઉંચામાં ઉંચી પરમ ભક્તિ કૃતિ એવી અનુપમ છે કે સમસ્ત સંસ્કૃત, પ્રાકૃત કે ગુજરાતી વાડમયમાં શૈલીની સાદાઈમાં, ભાવની ઉચાઈમાં એની તુલનામાં આવી શકે એવી કોઈ કૃતિ જડવી દુર્લભ છે.' ભક્તિયોગના સામર્થ્યનું ઉચ્ચત્તર સોપાન : શ્રીમદ્ભા ભક્તિયોગનું દર્શન કરાવતી, તેમના સર્જનરૂપી આકાશગંગાના ઉજ્જવલ નક્ષત્ર સમી, અન્ય એક કૃતિમાં અવસર ચૂકી ગયેલો આ ઉત્કૃષ્ટ આત્મા પૂછે છે : અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બ્રાહાન્તર નિગ્રંથ જો' સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચરશું ક્વ મહત્ પુરુષને પંથ જો...” - સર્વ સંગોના બંધનથી મુક્ત થઈ, બાહ્યભાવોમાં, પરભાવોમાં વિચરતી આત્મશક્તિને અંતર્મુખ બનાવી રત્નત્રયની પ્રાપ્તિ ક્યારે કરી શકીશું? સ્ત્રી-પુત્રાદિના સંબંધો અને રાગદ્વેષાદિ આંતરિક સંબંધોનું તીક્ષ્ણ બંધન છેદીને ક્યારે તીર્થકર ભગવંતના માર્ગનું અનુસરણ કરી શકીશું? નિજસ્વરૂપમાં લીન થવાને ઝંખતા આ મુમુક્ષુ મહાન આત્મા પંચવિષયમાં રાગદ્વેષથી મુક્તિ ઈચ્છે છે : પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો, દ્રવ્ય ક્ષેત્ર ને કાળભાવ પ્રતિબંધ વણ વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો.” ક્રોધ, માન, માયા બધા જ વિભાવોને પણ સાક્ષીભાવે જોતા રહેવું. કોઈ વંદે કે નિંદ, સહુ પ્રત્યે સમતાભાવ, રજકણ કે વૈમાનિક દેવની સિદ્ધિ બધાને પુદ્ગલ સમજવા. ૫૪ રાજગાથા Page #69 -------------------------------------------------------------------------- ________________ સરળ ભાષામાં બદ્ધ, દિવ્ય ગાન સમી આ રચનામાં પ.કૃ. દેવે એ પરમ પદ પ્રાપ્તિનો પોતાનો મનોરથ વર્ણવ્યો છે. જે પદની પ્રાપ્તિ તીર્થંકર ભગવંત કરી ચૂક્યા છે એ પદની મહત્તાનું ગાન, અને તીર્થંકર ભગવંતોના મહિમાનું વર્ણન તો ભક્તિસભર જ હોય ને ? મોક્ષપદની પ્રાપ્તિ એટલે બાહ્યાજ્યંતર નિગ્રંથદશાની પ્રાપ્તિ અર્થાત્ તીર્થંકર પદની પ્રાપ્તિ જેને માટે આત્મપુરુષાર્થની આવશ્યકતા છે. ૫.કૃ. દેવ એ ધ્યેય પ્રાપ્તિ માટે જે જે સોપાનો ચઢતા ગયા છે તે બધા અંતરના અનુભવોનું જ આ પદમાં ગાન છે. જાણે કે ભગવાન મહાવીરના માર્ગે એમના ડગલે ડગલું ભરતા હોય તેમ – ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો.' ભગવાન મહાવીરે જે ઉપસર્ગ સહન કર્યા તેનું જ જાણે પુનરાવર્તન ન કરી રહ્યા હોય...! અને દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ વિચરવું ઉધ્યાધીન પણ વીતર્લોભ જો...' શ્રેણી ક્ષપક તણી કરીને આરૂઢતા અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો.' આ અનંત સુખને આપનાર સિદ્ધિ પદ કેવું છે ? જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો' સ્વપુરુષાર્થ દ્વારા એ પરમ પદની પ્રાપ્તિનો મનોરથ તો કર્યો છે, પણ હજી એ માટેનો સમય પાક્યો નથી. છતાં પૂર્ણ વિશ્વાસ છે કે પ્રભુઆજ્ઞાએ એ સ્વરૂપને અમે પ્રાપ્ત કરીશું : ‘એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો...' આમ અપૂર્વ અવસરમાં પણ શ્રીમન્દ્વની અન્ય પદ્યરચનાઓ જેવું ભક્તિયોગનું મહા સામર્થ્ય સમાયેલું છે. (‘શ્રીમદ્’ વિશેષાંક, પરમાર્થ : જુલાઈ, ૨૦૦૧માં પ્રકાશિત) શ્રીમદ્ રાજચંદ્રજીની પધરચનાઓમાં ભક્તિયોગનું સામર્થ્ય ૫૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રીમન્નાં ભક્તિ-પદો : જેમાં એમનું અંતર સર્વવ ઠલવાયું છે! (શ્રીમદ્ રાજચંદ્રજી કૃત “રાજપદ', પરમગુરુપદ' વગેરે ભક્તિકૃતિઓની વર્ધમાન ભારતી બેંગ્લોર નિર્મિત નૂતન રેકર્ડોનાં ઉદ્ઘાટન પ્રસંગે તા. પ--૦૬ના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભાગૃહમાં અધ્યક્ષપદેથી અપાયેલું અત્યંત પ્રેરક અને મનનીય પ્રવચન. – પ્રા. પ્રતાપકુમાર ટોલિયાની સર્જન અનુમોદનામાં) શ્રીમદ્ રાજચંદ્રને આ યુગના એક પરમ અધ્યાત્મયોગી તરીકે હું માનું છું અને એમનાં લખાણો અને કાવ્યોનો અભ્યાસ હું લગભગ પચાસ વર્ષથી કરતો આવ્યો છું. એ લખાણો અને કાવ્યો ઉતાવળમાં વાંચવા કે સાંભળવા જેવાં નથી. એ એકાંતમાં, સ્થિર ચિત્તે જ્યારે મન આવી સદ્ભાવનાઓ અંતરમાં ઉતારવાને માટે તત્પર હોય એવે સમયે સાંભળવા અને વાંચવા જેવાં છે. એવી બધી જ ક્ષણો જીવનની નથી હોતી અને એવી વિરલ ક્ષણોએ એ સાંભળ્યું હોય અથવા વાંચ્યું હોય અને મનન કર્યું હોય તો એની અસર ઊંડી અને લાંબા સમય સુધી રહે છે એવો મારો અનુભવ છે. શ્રીમાં બધાં યે લખાણો અને બધાં કાવ્યોનો પ્રધાનસૂર એક છે – ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહસમાન, પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને માન.” આ દેહને પોતાનો માની લીધો છે એવા દેહાધ્યાસથી આત્મા અને દેહ સમાન છે અથવા એક જ છે એમ માની લીધું છે, પણ જેમ “અસિ' એટલે કે તલવાર અને મ્યાન જુદા છે, તેમ દેહ અને આત્મા જુદા છે, એ બે રીતે એમણે સમજાવ્યા છે. – “પ્રગટ લક્ષણે જાણ' : બે પદ બે વખત કહ્યાં છે – ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહસમાન, પણ તે બંને ભિન્ન છે, જેમ અસિ ને માન.” ને બીજું પદ એ જ – “ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે જાણ.” રાજગાથા Page #71 -------------------------------------------------------------------------- ________________ અહીં “જેમ અસિ ને મ્યાન' ને સ્થાને પ્રગટ લક્ષણે જાણ’ એ પદ મૂક્યું અને “પ્રગટ લક્ષણ’ એનાં બે બતાવ્યાં કે, આત્મા નિજાનંદી, શુદ્ધ સ્વરૂપ, જ્ઞાનમય છે અને દેહ જડ ને ચેતનરહિત છે. | “છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ મારગ સાંભળો જિનનો રે. “હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી-પુત્રાદિ કોઈ પણ મારા નથી; શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” – શ્રીમદ્ રાજચંદ્રજી શ્રીમદ્ હું એક અતિ વિરલ વ્યક્તિ માનું છું અને તેમણે જે એક વસ્તુ કહી છે એમાં હું પણ દઢપણે માનું છું કે સદ્ગુરુના સમાગમ વિના આવું જ્ઞાન થવું અત્યંત દુષ્કર છે. પણ એ સાથે એમણે એ પણ કહ્યું છે કે સાચા સદગુરુ મળવા એ એથી પણ વધારે વિકટ છે. અને જે સદ્ગુરુ નથી એવો માણસ પોતાની જાતને “સદ્ગુરુ” કહેવડાવે અને જે “અસગુરુ” છે તેને “સદ્ગુરુ” માનીને જે એની સેવાભક્તિ કરે, એ બંને જણા “બૂડે ભવજળમાંહિ ? આ ભવજળમાં બેય ડૂબી જવાના છે – એવું શ્રીમદ્ સ્પષ્ટપણે કહ્યું છે. એટલે કે સદ્ગુરુ મળવા મુશ્કેલ છે. જે સદ્ગુરુ ન હોય એ પોતાની જાતને “સરુ” કહેવડાવે અને એને જાણવાવાળો ન ઓળખે અને અસદ્ગુરુને “સદ્ગુરુને પદે” સ્થાપે તો બંને જણાં બૂડે. એટલે માણસના જીવનમાં સદ્ગુરુની શોધ સતત ચાલુ રહેવી જોઈએ અને એનું પરમ સદ્ભાગ્ય હોય તો જ એ મળે. ગાંધીજીએ એમ કહ્યું છે કે “ત્રણ મહાપુરુષોની મારા ઉપર છાપ રહી છે – ટૉલસ્ટોય, રસ્કિન અને શ્રીમદ્ રાજચંદ્ર. પણ કોઈને ય મે હજી મારા ગુરુ માન્યા નથી કે ગુરુપદે સ્થાપ્યા નથી.” શ્રીમદ્ રાજચંદ્રનો તો એમને થોડો પ્રત્યક્ષ પરિચય હતો, એ છતાં ય આટલી ઉચ્ચ કોટિના શ્રીમ પણ એમણે ગુરુપદે સ્થાપ્યા નથી એમ ગાંધીજીએ કહ્યું. એટલે શ્રીમદ્ બીજું કહ્યું છે કે જ્યાં આવો સદ્ગુરુનો યોગ ન હોય ત્યાં સદ્વાંચન એ બીજું પગથિયું છે. અને સદ્વાંચન કરવું એ પોતાના હાથની વાત છે. એનું શ્રીમન્નાં ભક્તિ-પદો : પ૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ ચિંતન કરવું, મનન કરવું, નિદિધ્યાસન કરવું, અવગાદ્ધ કરવું એ માણસની શક્તિ પ્રમાણે છે. શ્રીમાં જે ભક્તિ ભરપૂર પદો છે તેમાં એમણે પોતાનો બધોય આત્મા રેડ્યો છે. શંકરાચાર્ય વિષે એમ કહેવાય છે કે એમણે બ્રહ્મસૂત્રો લખ્યાં ને ઘણું પાંડિત્ય ને વિદ્વતા એમાં બતાવ્યાં. પણ શંકરાચાર્યનો આત્મા પ્રગટ થયો હોય તો “ભજગોવિન્દ માં કે “વિવેકચૂડામણિ” માં કે જ્યાં એમણે પોતાનું સર્વસ્વ રેડી દીધું! એમ શ્રીમા લખાણોની અંદર આત્માર્થ ભરપૂર ભર્યો છે, પણ એમનાં ભક્તિ કાવ્યોની અંદર એમનું બધું જ અંતર એમણે ઠાલવ્યું છે ! એ ભક્તિકાવ્યો સરળ છે. સામાન્ય માણસ પણ સમજીને એનાથી પ્રભાવિત થાય, કારણકે જ્ઞાન છે એ બુદ્ધિના માધ્યમથી અંતર સુધી પહોંચે છે અને માધ્યમ' આડું આવે છે, જ્યારે ભક્તિ છે એ સીધી હૃદયને પહોંચે છે, તેમાં કોઈ માધ્યમ આડું આવતું નથી. ભાઈ પ્રતાપ ટોલિયાએ શ્રીમદ્દ ભક્તિકાવ્યોને સુલભ અને સંગીતમાં આપણી સમક્ષ આપ્યાં છે એ એમણે એક મોટું ઉપકારનું કામ કર્યું છે અને એને માટે આપણી સહુની વતી હું એમને ધન્યવાદ આપું છું. સદ્વાંચનનો યોગ ન હોય ત્યારે આવાં ભક્તિ-કાવ્યોનું શ્રવણ થાય તો પણ એમાંથી એક તેજરેખા ઊપજે છે અને આપણાં બાળકો ઘરમાં ફિલ્મી ગીતો સાંભળતા હોય ત્યારે એને આવું કાંઈક સાંભળવાનું મળે તો એમનું પણ સદ્ભાગ્ય લેખાવું જોઈએ. શ્રીમદ્ભાં પદો “બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો” અથવા “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું?”, “રે આત્મ તારો, આત્મ તારો, શીધ્ર એને ઓળખો” અને “હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું ?” વગેરેમાં “હે પ્રભુ! હે પ્રભુ !” જ્યારે એમણે ગાયું ત્યારે અંતે કહ્યું કે : અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું ય.” એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું ય.” શ્રીમની કોટિની વ્યક્તિ અહીં જ્યારે એમ કહે કે, “આ જગતમાં અધમમાં અધમ હું છું અને પતિતમાં પતિત હું છું.” ત્યારે તે એટલા માટે કહ્યું છે કે “માણસમાં જ્યાં સુધી અત્યંત નમ્રતા ન આવે અને બધો જ અહંકાર ગળી ન જાય અને હું અધમમાં અધમ છું, પતિતમાં પતિત છું, એવો અંતરમાં વિચાર ન ઊગે ત્યાં સુધી આત્મવિચાર થવાનો નથી.” ૫૮ રાજગાથા Page #73 -------------------------------------------------------------------------- ________________ જેમ તુલસીદાસે કહ્યું કે “હીં પ્રસિદ્ધ પાતકી” અને સૂરદાસે કહ્યું કે “મો સમ કૌન કુટિલ, ખલ, કામી?” અહીં તુલસીદાસને સૂરદાસ જેવી વ્યક્તિ એમ કહે કે મારા જેવો કુટિલ, ખલ અને કામી કોણ છે? અને અન્ય મહાપુરુષો જે આટલી ઊંચી કોટિએ પહોંચ્યા છે એ પણ પોતાની જાતને જ્યારે આમ કહે ત્યારે પોતાની જાતને નીચી પાડવા નથી કહેતા, પણ જે પ્રભુનું એ સ્મરણ કરે છે એની તુલનામાં એ એમ કહે છે – મારી તમારી તુલનામાં નહીં ! મારી – તમારી તુલનામાં તો એ ઘણા ઊચ્ચ કોટિના છે. પણ જે આદર્શ એમની સમક્ષ છે, જે મૂર્તિ એમની સમક્ષ છે, એની તુલનામાં એ “અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું ય” એમ કહે છે. આવા બધા ય કાવ્યો આપણને શ્રવણ કરવાનું મળે એ આપણા અત્યંત સદ્ભાગ્યની વસ્તુ છે. ભાઈ ટોલિયાએ આપણને એ આપ્યું એને માટે હું ફરીથી એમને ધન્યવાદ આપું છું. એક વસ્તુ મેં જે “આત્મસિદ્ધિ” વિષે કહી હતી એ પણ કહી દઉં. “અપૂર્વ અવસર'નું નવું રેકર્ડિગ “પરમગુરુપદ'માં હમણાં મેં સાંભળ્યું એ મને ખૂબ ગમ્યું. એનો રાગ, એનો લય બરાબર છે. આમ “અપૂર્વ અવસર’ અત્યંત સુંદર રીતે મૂકાયું છે. જ્યારે “બહુ પુણ્ય કેરા પુંજથી” અને “હે પ્રભુ ! હે પ્રભુ!” એ હજુ જરા ઉતાવળમાં છે, એને પણ એ જ રીતે ધીમા લયમાં મૂકવામાં આવે તો વધારે સારું.” અંતમાં એક વસ્તુ ભાઈ ટોલિયાએ કહી તેના તરફ ધ્યાન ખેંચું. તેમણે કહ્યું કે “ભક્તામર' ઊતાર્યું તે જ રીતે “કલ્યાણ મંદિર” ઉતારવાની ભાવના છે, ને ત્રીજું સ્તોત્ર પદ જે મને એટલું જ ગમ્યું છે એ “કિંકર્પર સ્તોત્ર” – “શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સ્તોત્ર” : "किं कर्पूरमयं सुधारसमयं किं चन्द्ररोचिर्मयं किं लावण्यमयं महामणिमयं कारुण्यकेलिमयम् विश्वानंदमयं महोदयमयं शोभामयं चिन्मयं शुक्ल-ध्यानमयं वपुर्जिनपते भूयाद् भवालम्बनम् ।' અત્યંત સુંદર રાગ છે. “ભક્તામર”, “કલ્યાણ મંદિર” અને “કિંકર્પર' ત્રણેય કંઠસ્થ કર્યા હતા. એનું અધ્યયન અને અભ્યાસ ચાલુ નહીં રહેવાને કારણે કંઈક ભૂલી ગયો છું, પણ એ છતાંય એ જ્યારે સાંભળું છું ત્યારે અનહદ આનંદ થાય છે, કારણ શ્રીમદ્ભાં ભક્તિ-પદોઃ ૫૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ કે એના માટે સંસ્કૃત જાણવું જોઈએ. એ ગુજરાતીમાં છે, પણ ગુજરાતીમાં એનો પૂરેપૂરો ભાવ આવતો નથી. એમાંય ખાસ કરીને “કિંકર્પરમય એ તો અત્યંત લાવણ્યમય અને સૌથી શ્રેષ્ઠ છે એમ મારા મનને છે. તો ભાઈ ટોલિયા “કલ્યાણ મંદિર”ની સાથે આ પણ ભેગુ ઉતારે એવી મારી વિનંતી છે – અને એમાં પણ મેં કહ્યું એમ ઉતાવળ ન કરવી, ધીમા લયે જવું. ભલે બે સાંભળવા પડે, બે વખત સાંભળવા પડે, એની બે રેકર્ડ કરવી પડે, પણ એની ચાલ ધીમી રાખજો, જાણે મેઘદૂત ગાતા હોઈએ કે – "कश्चित्कान्ता विरहगुरुणा स्वाधिकारात् प्रमत्तः । शापेनास्तम् गमित महिमा वर्ष भोग्येन भर्तुः ॥" એવી રીતે જાણે અષાઢી મેઘ જતો હોય તેવી રીતે આ જાય – ધીમે ધીમે ... હિં પૂરમર્થ, સુથાર સમર્થ, લિ વોરિયમ્... ” * એમ જ્યારે ધીમે ધીમે માણસ સાંભળે અને એના અંતરમાં ઊતરતું જાય એવું આપજો. ફરીથી અમારા સૌની વતી હું તમને ખૂબ ખૂબ હાર્દિક ધન્યવાદ આપું છું. (પ્ર.જી. 1-8-16) - શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ, તંત્રીશ્રી “પ્રબુદ્ધ જીવન'. *[“શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર” ના નિર્માણની સાધનાપૂર્ણ તૈયારી સાથે કિકપૂર પણ મંથર ગતિના સુંદર પ્રભાવ પૂર્ણ ઢંગમાં ઊતારવાનું વર્ધમાન ભારતીએ નક્કી કર્યું છે. અંતે એ રેકર્ડ પણ થઈ ચૂક્યું છે. - પ્ર.] ૬૦ રાજગાથા Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ભુ રચિત સર્વ જનોપયોગી ભક્તિપદો શિક્ષાપાઠ ૬૭. અમૂલ્ય તત્ત્વવિચાર (હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ? લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!! નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે; પર વસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં. ૩ હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરૂં ? છે કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું; રે ! આત્મ તારો ! આત્મ તારો !શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો. ૨ ૧ સત્ય - જિનેશ્વર ભગવાનની ભક્તિથી અનુપમ લાભ છે. એનાં કારણ મહાન છે; ‘એના ઉપકારથી એની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. એઓના પુરુષાર્થનું સ્મરણ થાય શ્રીમદ્ રાજચંદ્રજીની પધરચનાઓમાં ભક્તિયોગનું સામર્થ્ય ૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ 0 હતો. ૨ એથી કલ્યાણ થાય છે. વગેરે વગેરે મેં માત્ર સામાન્ય કારણો યથામતિ કહ્યાં છે. તે અન્ય ભાવિકોને પણ સુખદાયક થાઓ.” શિક્ષાપાઠ ૧૫. ભક્તિનો ઉપદેશ (તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. ૧ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્જરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લો. સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો. કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લો. પાઠ-૧. તેમના પરમ ઉપકારને લીધે પણ તેઓની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. વળી તેઓના પુરુષાર્થનું સ્મરણ થતાં પણ શુભવૃત્તિઓનો ઉદય થાય છે. જેમ જેમ શ્રી જિનના સ્વરૂપમાં વૃત્તિ લય પામે છે, તેમ તેમ પરમ શાંતિ પ્રગટે છે. એમ જિનભક્તિનાં કારણો અત્રે સંક્ષેપમાં કહ્યાં છે, તે આત્માર્થીઓએ વિશેષપણે મનન કરવા યોગ્ય છે.” (“મોક્ષમાળામાંથી) છે જ આ રાજગાથા Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્જી-ગાંધીજી વિષયક પ્રબુદ્ધ જીવનના તત્રીશ્રીને પત્ર બેંગલોર, ૨૨-૭-૧૯૭૬ | ૐ વીતરાગાય નમઃ | મુરબ્બીશ્રી ચીમનલાલભાઈ, (અને શ્રી શાંતિભાઈ) પ્રબુદ્ધ જીવન માટે મંગાવેલું આપનું “રાજપદ' રેકર્ડોના ઉદ્ઘાટન સમયનું તા. પ-૭-૭૬નું ચિંતનીય પ્રવચન આ સાથે જેમનું તેમ (વ્યાકરણ, ઉદાહરણો માત્ર ઠીક ઠીક કરીને) ઉતારીને મોકલ્યું છે – ટેઈપ રેકર્ડ પરથી બે વખત ધ્યાનપૂર્વક સાંભળીને. ઉક્ત કાર્યક્રમ પહેલાં અને પછી પણ મુંબઈમાં આપને નિરાંતે મળવું હતું. (અંગત અનુભવો ઉપરાંત દેશની પરિસ્થિતિની પ્રવાસ-નિષ્પન અનુભૂત બાબતો ચર્ચવી હતી) પરંતુ અનેકવિધ કામોની લગભગ એકલા પડે રહેલી દોડધામો અને વ્યસ્તતા વચ્ચે વળી ચારેક દિવસની અસ્વસ્થ શરીર સ્થિતિએ પહોંચવા દીધો નહીં. આથી કેટલીક બાબતો – ખાસ કરીને આપના ખૂબ પ્રેરક ને ચિંતનપૂર્ણ પ્રવચનના અનુસંધાનમાં અહીં લખવાની રજા લઉં છું. પ્રથમ તો (શ્રી શાંતિભાઈની) અપેક્ષા મુજબ પ્રવચન વહેલાસર કે ટૂંકાવીને મોકલી શક્યો નથી એ બદલ ખૂબ ખૂબ લામા ચાહું છું (અહીં પણ ચડેલા કામોની વ્યસ્તતા જ). બીજું આ સારું યે પ્રવચન મને-અમને-સૌને એટલું તો સ્પર્શી ગયું છે કે એને ટૂંકાવવા અંતર માન્યું નથી. શ્રી શાંતિભાઈને ખાસ તો વિનંતિ કે આપ જ ઠીક લાગે ત્યાં ટૂંકાવી લો – જરૂર પડે તો મારી અનુમોદના - પ્રશંસાના શબ્દો બાદ કરો. (માણસની જાત Appreciationની ભૂખી, ને એમાંય કળાકારની જાત તો ખાસ ! Appreciation જેટલી જ Critiscim પ્રત્યે પણ સત્કાર વૃત્તિ હોય તો પાર થઈ જવાય ! આથી જ્યાં પ્રશંસાના શબ્દો છે ત્યાં અંતઃકરણ મને જાગૃત રહેવા સૂચવે છે, એ અહેસંતોષમાં ન લઈ જાય તે સારુ ! અને સૂચનનાં શબ્દો છે ત્યાં સ્વીકારનો ભાવ આપે છે. અસ્તુ) પણ બીજું ખાસ બાદ કરવા - ટૂંકાવવા જેવું મને લાગતું નથી. પ્ર.જી.ની મર્યાદા હશે એ સમજી શકું છું. એથી ઠીક પડે તે રીતે, ઠીક પડે ત્યાં Edit કરવાનું આપ પર છોડું છું. બીજું - આપને જાણીને આનંદ થશે કે બીજા ઘણાં બધાં શ્લોકો, “પરમાનંદ પંચવિંશતિ' વગેરે સંસ્કૃતના ધીમી લયમાં રેકર્ડ કર્યા છે અને તે જ રીતે બરાબર શ્રીમજી-ગાંધીજી વિષયક પ્રબુદ્ધ જીવનના તંત્રીશ્રીને પત્ર Page #78 -------------------------------------------------------------------------- ________________ આપની ધારણા મુજબ “કલ્યાણમંદિર” સાથે “કિંકર્પર” પણ રેકર્ડ કરવાનું નિશ્ચિત કરી તેની સાધના તૈયારી શરૂ કરી દીધી છે. આ સૂચન માટે અત્યંત ઉપયોગી ને સામયિક સૂચન માટે આપનો માનું તેટલો આભાર ઓછો છે. આપ સભામાં ‘કિંકર્પર' યાદ કરાવતા હતા ત્યારે મને પૂ. નાનચંદ્રજી મહારાજના આ પ્રાર્થના-ગાનનું તાદેશ, સ્મરણ થતું હતું ! ત્રીજું: એક મુદ્દો આપના સમક્ષ અત્યંત નમ્રતાપૂર્વક, મારી તે વખતે અને પછી ચાલેલી વિચારણા મુજબ મૂકવા રજા લઉં છું. આપે ગાંધીજીને ટાંક્યા હતા (લેખમાં ૩જે પાને છે) અને અંતે કહ્યું હતું કે “આટલી ઉચ્ચ કોટિના શ્રીમદ્દ પણ એમણે ગુરુ પદે સ્થાપ્યાં નથી એમ ગાંધીજીએ કહ્યું.” અહીં શ્રીમદ્ભા કેટલાક આત્યંતિક ભક્તિ ધરાવતા ભક્તો જેવી ભાવુકતા વિના તટસ્થપણે મારા અંતરને એમ થાય છે કે શ્રીમદ્ જેવાને પ્રત્યક્ષ પામીને પણ ગાંધીજીએ ગુરુપદે સ્થાપ્યા નહીં એ એમનું કમભાગ્ય નહીં ? અથવા તો સૂક્ષ્મ અહંભાવ કે “સપુરુષની ઓળખ” થવાની ન્યૂનતા નહીં? સદ્ગુરુની શોધ ચાલુ રહેવી જોઈએ એ ખરું (પૂ. નાનચંદ્રજી મહારાજનું પણ સુંદર ભક્તિપદ છે – “સદ્ગણના સિંધુ શોધું સંતને”) પરંતુ એ શોધને અંતે ક્યારેક સાચા સદ્ગુરુ શ્રીમદ્ જેવા મળ્યા પછી યે એ ઓળખાય નહીં તેમનામાં નિષ્ઠા થાય નહીં કે ચિત્ત કરે નહીં એ કમભાગ્ય નહીં? સ્વયં શ્રીમદ્ જ લખ્યું છે કે “સપુરુષનું ઓળખાણ થવું દુર્લભ છે” અને એવા સપુરુષ પોતે તો પોતા માટે વિશેષ ન કહે, પોતાને ગોપવે ! (હીરા મુખસે ના કહે, લાખ હમારા મોલ) પરંતુ “અસદ્ગસ” અને “સદ્ગુરુ” વચ્ચેના ભેદને પામવા, સપુરુષને ઓળખવા “ખ” કે શક્તિ જોઈએ. ગાંધીજી જેવામાં એ ન હોય એમ માનવાને પણ બુદ્ધિ તૈયાર નથી, પરંતુ હૃદયમાં એમ લાગે છે કે શ્રીમદ્ જેવા મળ્યા પછી યે ગાંધીજીએ અંત સુધી એમનામાં ગુરુબુદ્ધિ મૂકી નહીં, તેમાં ખોવાનું કોને ? શ્રીમદ્ પોતે તો શિષ્ય લાલસાથી કે પૂજાકામનાથી સર્વથા નિસ્પૃહ હતા ! જેમ “અસદ્ગુરુ” ને, “સદ્ગુરુ” માની લેવામાં ભ્રમણા-ભય રહેલ છે તેમ સદ્ગુરુને સાચા સપુરુષને પામ્યા છતાં ઓળખી-સ્વીકારી ન શકાય એ પણ મોટું નુકસાન નહીં ? અહીં ગાંધીજીની આલોચના કરવા કે શ્રીમદ્ગી મહત્તા સ્થાપિત કરવાની બાલચેષ્ઠા કરવા હું નથી જઈ રહ્યો (એ કરનાર હું કોણ ?) પણ આપની પ્રેરક વિચારણાના અનુસંધાનમાં જે ચિંતનધારા ચાલી તે જિજ્ઞાસા ભાવે સ્પષ્ટતા સારુ અહીં લખું છું. આ માટે આપને સૂઝે ને ક્યારેક સમય રહે તો સૂચવવા વિનંતી. આપનો ખૂબ સમય લેવા બદલ ક્ષમાપ્રાર્થના સાથે. (૨૨-૭-૧૯૭૬) – લિ. પ્રતાપકુમાર ટોલિયાનાં પ્રણામ રાજગાથા ૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ . શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં અનેકાન્તવાદ (પ્રતાપકુમાર ટોલિયાએ ગુજરાત અને બેંગ્લોરમાં અંગ્રેજી અને હિન્દીના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું છે. તેઓ પ્રિન્સીપાલ હતા. સપ્તભાષી આત્મસિદ્ધિશાસ્ત્રનું સાત ભાષામાં સંપાદન કાર્ય કર્યું છે. જ્ઞાન સાથે સંગીતને મૂકવાની તેમની વિશેષ શૈલીના ફળ સ્વરૂપ આપેલ સંગીતમય કાર્યક્રમો અને સી.ડી. તેમની પાસેથી મળ્યાં છે. અહીં તેમણે આત્મસિદ્ધિશાસ્ત્રના સંદર્ભે અનેકાન્તવાદ સમજાવ્યો છે. : પ્રબુદ્ધ જીવન : વર્તમાન તંત્રી) આત્મજ્ઞાનના શૈલશિખર, ગ્રંથસાગર, ચૌદ પૂર્વોના સારરૂપ સાતમા ‘આત્મપ્રવાદ’ પૂર્વના કથન-સંક્ષેપ અને વિશ્વધર્મ-સ્વરૂપે મહાન જૈનદર્શનને સુસ્પષ્ટપણે, સરળ ભાષામાં, સર્વ ગ્રાહ્ય-સર્વ સ્વીકાર્ય ક્ષમતાપૂર્વક પ્રસ્તુત કરતા વિશ્વગ્રંથ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની મહાનતા તેમજ સર્વોપરિતા માટે શું શું કહીએ ? અનેક મહાન મનીષીઓએ, અનેક મહાપ્રાજ્ઞ પુરુષોએ, અનેક તત્ત્વચિંતકોએ આ સિદ્ધ કરી દીધું છે. અનેક સાધકોએ આ આત્મસાત્ કરી લીધું છે. શ્રી આત્મસિદ્ધિમાં નિહિત આત્મ-તત્ત્વદર્શન જૈનદર્શનને તેનો નામોલ્લેખ પણ કર્યા વિના એવી કુશળતાથી, એવી સમગ્રતાથી, એવી સહજતાથી, એવી અપૂર્વતાથી શ્રીમદ્ પ્રસ્તુત કરે છે કે આશ્ચર્યચકિત થઈ જવાય ! સર્વ વિશ્વમતોથી ઉપરે, સર્વ દૃષ્ટિઓને-નયોને પોતાનામાં સમાવી લેતું આ આત્મ તત્ત્વદર્શન બહુ સૂક્ષ્મતાથી, ઊંડાણથી અવગાહવા, સમજવા ને માણવા જેવું છે. જૈનદર્શન કથિત ‘આત્મ’ સ્વરૂપના સર્વોચ્ચ દર્શનને રજૂ કરતા આત્મસિદ્ધિ શાસ્ત્ર, જિનવાણીના મહત્ત્વપૂર્ણ નિરૂપક ‘અનેકાન્તવાદ’ને અદ્ભુત રીતે વણી લે છે અને વ્યક્ત કરે છે. એમ જ લાગે કે જાણે સર્વજ્ઞ તીર્થંકર ભગવંત મહાવીરની અને તેને ઝીલતા-ગુંથતા જ્ઞાની ગણધરોની વાગંગા જ જાણે તેમાં ન વહી રહી હોય ! આ મહાન પ્રાક્-વાક્-ગંગાને વર્તમાનકાળમાં ઝીલીને વહાવતા શ્રીમદ્દ જેવા જ્ઞાનાવતાર, પચ્ચીસસો વર્ષ પૂર્વે જાણે ભગવંત મહાવીર પ્રભુના શ્રીચરણે બેસીને એ દિવ્ય સમવસરણમાંથી ‘ગણધરવાદ’ની પરિચર્ચાને અપૂર્વ દત્ત-ચિત્ત પણે સુણતા હોય, અંતરઊંડે સંઘરતા હોય અને અહીં એ મહાશ્રવણને પુનઃ વ્યક્ત કરતા હોય એમ પ્રતીત નથી થતું ? જાણે તેમનું ચૈતન્ય—તેમાં Store અને Save કરેલાં તથ્યોનું Opening અર્થાત્ કૉમ્પ્યૂટર જ રહસ્યોદ્ઘાટન નથી આપતું ? જાણે તેમનું અંદરનું શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં અનેકાન્તવાદ ૫ Page #80 -------------------------------------------------------------------------- ________________ ‘ટેઈપ રેકોર્ડર” (Recorder) આ અનેકાંત તત્ત્વ પચ્ચીસસો વર્ષ પૂર્વનું સ્વસ્થ તત્ત્વશ્રવણ પુનઃ (Replug) શ્રવણ નથી કરાવતું? અસ્તુ આ પૂર્વ પરમકૃતના પુનઃશ્રવણમાં જાણે તેમનો અનેકાંતવાદનો અભિગમ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં યત્ર-તત્ર સહજપણે વ્યક્ત થઈ જાય છે. આ સર્વનું અનુચિંતન કરતાં એ નિમ્ન સાતેક સ્વરૂપ અને સ્થાનોમાં દેખાય છે ? વૃત્તિ અને વ્રત, દ્રવ્ય અને પર્યાય, નિત્યાનિત્ય વિવેક, નિશ્ચય અને વ્યવહાર, ઉપાદાન અને નિમિત્ત, વાણી અને વિચાર, અંતઃકરણ અને આચરણ. આ સર્વનું એક પછી એક ઉધ્ધરણ સહ અધ્યયન કરીએ. સર્વત્ર તેમાં અનેકાંતવાદ ઝળકતો દેખાશે. તદન સ્પષ્ટ તરી આવશે. • વૃત્તિ અને વ્રત : લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું રહ્યું વ્રત-અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. (ગાથા-૨૮) ૦ દ્રવ્ય અને પર્યાય : આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય.” (૬૮) • નિત્યાનિત્ય વિવેક : પર્પદનામકથન : આત્મા છે', “તે નિત્ય છે', છે કર્તા નિજ કર્મ; છે ભોક્તા વળી “મોક્ષ છે'; મોક્ષ ઉપાય સુધર્મ' (13) અહીં આત્માના અસ્તિત્વ સાથે જ નિત્યત્વની સ્પષ્ટતા છે, સ્ફટિકશી સ્પષ્ટતા છે. અહીં તેમાં લેશ પણ સંશય કે સંદેહ નથી. ઉપરની ગાથામાં જ તેને અનેકાંતવાદી દ્રવ્ય નિત્ય અને પર્યાયે અનિત્ય સૂચવી નિત્યાનિત્યતાનો વિવેક કરી દીધો છે. અહીં વેદાંત-દર્શનના “ફૂટસ્થ નિત્ય કહેનારા એકાંતવાદનો અને બૌદ્ધદર્શનના “ક્ષણિકવાદ'નો આબાદ છેદ ઉડાવાયો છે: પરોક્ષપણે, કશાય દર્શન નામો ભણી અંગુલિનિર્દેશ કર્યા વિના ! “અનેકાંતવાદ' એ સંશયવાદ છે એમ આરોપણ મિથ્યાપ્રરૂપણ કરનારાઓને બહુ સહજ અને રવસ્થપણે જડબાતોડ જવાબ અપાયો છે. જેનદર્શન-“જિનદર્શનના સમગ્રતાસભર સત્યવાદનો જયજયકાર કરાયો છે અને તે કશાય મંડન-ખંડન અને વાદપરંપરાનો આશ્રય લીધા વગર ! અહીં આમ વ્યક્ત થતા અનેકાંતવાદની આ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. રાજગાથા Page #81 -------------------------------------------------------------------------- ________________ • નિશ્ચય અને વ્યવહાર : નિશ્ચયર્દષ્ટિ વ્યવહારદૃષ્ટિ બંનેનું સંતુલનભર્યું અનેકાંતિક નિરૂપણ તો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ઠેર ઠેર જોવા મળે છે : ઉદા. પ્રથમોક્ત “વૃત્તિ અને વ્રત'ની ગાથાના અનુસંધાનમાં જ આ પછીની ગાથા, કેવળ નિશ્ચયનયને અપનાવનારા અને વ્યવહારનયને લોપનારા સામે કેવો લાલબત્તીભર્યો બોધ કરે છે : અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને સાધન રહિત થાય.” (ગાથા ૨૯) પુનઃ આ સબોધ આગળ સ્પષ્ટ થાય છે : નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. (૧૩૧) નિય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. (૧૩૨) અનેકાન્તવાદનું આવું સરળ, મનોરમ ચિત્રણ અન્યત્ર ક્યાં મળશે ? • ઉપાદાન અને નિમિત્ત ઃ ચેતન અને જડ : જડ અને ચૈતન્યની ભિન્નતા દર્શાવી ચેતનની પ્રેરણાની મહત્તા દર્શાવતાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર નિરૂપે છે, હોય ને ચેતનપ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ ? જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. (૭૫) જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવધર્મ.” (૭૬) અહીં જડ-ચેતનના વિવેક ભણી આંગળી ચીંધી છે. તે જ રીતે નિમિત્ત અને ઉપાદાન બંનેનું પણ અનેકાંતિક સમાન મહત્ત્વ અને સ્થાન બતાવાયું છે આ ગાથામાં – ‘ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત. (૧૩૬) • વાણી-વિચાર : અંતઃકરણ અને આચરણ : મનસ્ય ચિત્ વરસ્ય અન્ય, વાર્યમ્ સત્ એવા વિપરીત મન-વાણીવ્યવહારને અંતઃકરણ-આચાર ભિન્નતાભર્યા ઉપદેશકો તથાકથિત ધાર્મિકજનોને ઢંઢોળતી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં અનેકાન્તવાદ Page #82 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિની વાણીમાં પણ, ત્રિવિધ યોગોની એકતામાં પણ, અનેકાંતવાદ જ નથી ભર્યો ? ઉદા. મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.” (૧૩૭) આમ આત્માની સમગ્ર સિદ્ધિ કરનારા આ પરમકૃતની અપૂર્વ વાણીમાં, જૈનદર્શનનો અનેકાંતવાદ સજગ સંશોધકોને સર્વત્ર પ્રાપ્ત થયા વિના રહેશે નહીં વસ્તુનું વસ્તુસ્વરૂપ યથાતથ્ય, જેમ છે તેમ અને અનેક નય-નિક્ષેપો સહ સમગ્રતામાં (In Totality), સંતુલન અને સમન્વયપૂર્વક અહીં જે દર્શાવાયું છે તે સાધકને શ્રી જિનકથિત મોક્ષમાર્ગે આરુઢ કરાવનારું છે. આ વસ્તુસ્વરૂપ દર્શનમાં અનેકાંતવાદ સુસ્પષ્ટ થયો છે. જિનવાણીને, જિન-દર્શન, જૈન દર્શનને, પચ્ચીસસો વર્ષ પૂર્વેના રૂપે પ્રતિધ્વનિત કરતા આ આત્મસિદ્ધિ શાસ્ત્રની કેટકેટલી અનુમોદના, અભિવંદના, સ્તવના, આરાધના કરીએ? તેમાંની જ “અનંત અનંત ભાવભેદો ભરી અનેકાંતિક શૈલીની કેટલી ભજના કરીએ ? શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના રચયિતાની આ જિનેશ્વરવાણીનો મહિમા જાણે આ આત્મસિદ્ધિ નિહિત અનેકાંતિક વાણીને પણ લાગુ પડે છે ? અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે, અનંત અનંત....” આ મહિમામયી અનંત-વાણીને, તેના ઉદ્ગાતાને અત્યંતર નમસ્કાર કરીને, આ વાણીના માધ્યમ દ્વારા, આપણે પણ એના આદિ મહાઘોષક મહાવીર પ્રભુના શ્રીચરણે પહોંચી જઈએ એ દિવ્ય સમવસરણમાં અને શ્રવણ કરી ધન્ય થઈએ-ગણધરવાદની એ પરમ પ્રબોધક, સ્વપર-પ્રકાશક જિનવાણી : દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત !' | શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ || ૧૫૮૦, કુમારસ્વામી લેઆઉટ, બેંગલોર-પ૬૦૧૧૧. મોબાઈલ : ૦૯૬૧૧૨૩૧૫૮૦ Email ID : pratapkumartoliya@gmail.com (‘પ્રબુદ્ધ જીવન’ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંકઃ માર્ચ ૨૦૧૫) ૧૮ રાજગાથા Page #83 -------------------------------------------------------------------------- ________________ (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન (એક પરિશોધપત્ર) ૦ સારસંક્ષેપ છે • ત્રિપદીના પૂર્વ નિમિત્ત ગણધરવાદની પૂર્વભૂમિકા શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર અને ગણધરવાદ : સમાંતર તત્ત્વભણી સંશોધન – સંકેત અને શ્રીમદ્ રાજચંદ્રજીની સ્વયંની એક સુદીર્ઘ પૃષ્ઠભૂમિ છે જેના દર્શનની સર્વોપરિતા • શ્વેતાંબર આમ્નાયનાં શ્રી હેમચંદ્રાચાર્ય-શા આચાર્યોની અનુમોદના • વીતરાગ-માર્ગમાં વિભક્તિ-વેદના ને યુગયુગોની ખલના ખાલીપો. અને યુગપ્રધાન મહામાનવની પ્રતીક્ષા હેમચંદ્રાચાર્ય અને આનંદઘનજી સમા મહામાનવો વિરલા જ શ્રીમદ્દજીની ભૂમિકા પ્રજ્ઞાચક્ષુ . સુખલાલજી કથિત “આત્મોપનિષદ્' આત્માના અસ્તિત્વની સિદ્ધિ આદિ ગણધરવાદના જ મુદ્દા : ષપદ નામ કથના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું શ્રી સહજાનંદઘનજી દ્વારા આત્મસાત થવું • ગણધરવા-શ્રવણના મહાવીર-ચરણથી “આત્મસિદ્ધિ' સુજનની મહાયાત્રા કેવળજ્ઞાનના બે પ્રકાર : બીજભૂત અને સંપૂર્ણ વણઝાર.... વિદુષી વિમલાતાઈ સુધીના અધ્યેતાઓની ! GLORY BE TO SRI RAJCHANDRA | અંતિમાએ સંકેત પ્રા. પ્રતાપકુમાર જ. ટોલિયા (એમ.એ. (હિન્દી); એમ.એ. (અંગ્રેજી) સાહિત્યરત્ન, જૈન સંગીતરત્ન સંપાદક : “સપ્તભાષી આત્મસિદ્ધિ', ગાયક : “આત્મસિદ્ધિશાસ્ત્ર) ૧૫૮૦, કુમારસ્વામી લેઆઉટ, બેંગલોર-પ૬૦૧૧૧. (ફોન : 096i12315807 080-26667882) Email ID : pratapkumartoliya@gmail.com (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૬૯ Page #84 -------------------------------------------------------------------------- ________________ સાક્ષાત્ કલ્પતરુ કલ્યાણપાદપારામ શ્રુતગંગાહિમાચલ વિશ્વાંભોજરવિ સર્વજ્ઞ સર્વદર્શી અનંત ઉપકારક ચરમ તીર્થપતિ પ્રભુ મહાવીરનાં પાવન પાદપદ્મોમાં અનંત અનંત અભિવંદના અને તેમના આવા શ્રીચરણે પ્રશસ્ત ભક્તિરાગે સર્વ-સમર્પિત અનંત લબ્ધિનિધાન શ્રી ગૌતમ સ્વામીને અનેકશઃ ભાવવંદના કે જેમણે "श्री वर्धमानात् त्रिपदिम् अवाप्य, मुहूर्त मात्रेण कृतानि येन । अंगानि पूर्वाणि चतुर्दशानि, स गौतमो यच्छतु वांछितं मे ॥" ત્રિપદીના પૂર્વનિમિત્ત ગણધરવાદની પૂર્વભૂમિકા : પ્રભુના કૈવલ્યજ્ઞાનાંત પ્રથમ દેવ-સન્મુખ દેશનાના અપ્રભાવ-અસાફલ્ય-અનુત્પાદકતા પછીનું અપાપાનગરીનું મહસેન વન... ત્યાં સૃષ્ટિની સર્વોત્તમ સર્વોપરિ સંરચના સમું દેવનિર્મિત સમવસરણ..... તેના ત્રિ-ગઢ, ત્રિ-પર્ષદા, ત્રિ-રત્ન, ત્રિ-છત્ર મધ્યથી નિર્વહતી પરમપ્રભુ મહાવીરની અનહદ અનાહત ૐકાર ધ્વનિ-પ્રસૂત રત્નત્રય પ્રબોધતી ત્રિ-પદીપ્રદાતા દિવ્ય દેશના વાણી-અનંત ભાવ-ભેદો, અનંત નય-નિક્ષેપો-ભંગિમાઓ, સમગ્ર સત્યનાં અનેક સ્વરૂપો, અનેકાંત શૈલીના આત્મ-જાગૃતિકર અપાર અભિગમોથી સભર જગકલ્યાણી વાણી : “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે, સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભાવબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; અહો રાજચંદ્ર ! બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.” (શ્રીમદ્ રાજચંદ્ર) આવી આ મંગલમયી વાણીમાં-અનંત મહિમામયી વાગ્-ગંગામાં પ્રભુ મહાવીરનું સાડાબાર વર્ષનું મહામૌન મુખરિત થઈ અવતર્યું અને પ્રગટ્યો એક પરમ સંવાદ, પ્રભુને પરાજિત કરવા પધારેલા ગર્વભરેલા ગૌતમ ઈન્દ્રભૂતિ આદિ ૧૧ મહાવેદશ પંડિતો સાથેનો વાદ-વિવાદ – જેની સંવાદવાર્તામાં અંતર્યામી અને સમીપસ્થના મનોજ્ઞાતા એવા સર્વજ્ઞ પ્રભુએ અનેકાંતિક સ્યાદ્વાદ-શૈલીનો અદ્ભુત અભૂતપૂર્વ અંતઃપ્રકાશ પાથરીને અને એ પોપટપાઠી, શુષ્કજ્ઞાની, આત્માનુભવશૂન્ય પંડિતોના વિવિધ વેદજ્ઞાનને ‘મિથ્યા’ કહેવાને બદલે તેનો અંતર્નિહિત સમ્યક્ અર્થ આપીને અપાર માધુર્ય અને આત્મસ્નેહપૂર્વક ७० રાજગાથા Page #85 -------------------------------------------------------------------------- ________________ ગૌતમાદિ અગિયારેયના મનોગત સંદેહોને “છિન્ન સંશય કરીને તેમને કરી દીધા – નિસ્તબ્ધ, નિશ્ચલ, પરાજિત અને સમર્પિત ! કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પોતાના સારગર્ભિત “ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર'માં આ મહાઘટનાનો આરંભ પ્રથમ ગૌતમ-સંદેહ, આત્માના અસ્તિત્વ વિષેનો &2 52 di 241 210ETHI 52 E9 : The Supreme Lord said to him cherishing a doult to this effect : “Is there a SOUL or not ?” That is your special doubt. There is certainly a soul, Gautama, but it must be known by its characteristics like, consciousness, knowledge, reason, et-cetera, આ રીતે ગૌતમ અનુગામી અન્ય દશેયને સંદેહમુક્ત કર્યાના વિશદ સંવાદનો બન્યો ગણધરવાદ, જેમાં આ સર્વસ્વ આત્મસિદ્ધિકર જ્ઞાન-પ્રદાન દ્વારા પ્રકાશિત થયું સર્વોચ્ચ એવું જૈન દર્શન-આત્મદર્શન. શરણે આવી સમર્પિત થયેલા આ ગૌતમાદિ ૧૧ ગણધરોને વાસક્ષેપિત કરી, શિષ્યપદ આપી, સંઘસ્થ કરી, તેમાંના પ્રમુખ ગૌતમ ઈન્દ્રભૂતિને પ્રભુએ અનુજ્ઞા આપી સ્વયંના એ મહાજ્ઞાનને અપનાવવા ને વિસ્તારવાનીસૂત્રશૈલીના નાના-શા ત્રિપદો “એને વા, યુવેરૂ વા, વિરમે વા' ની ‘ત્રિપદી' દ્વારા : ત્રિપદી-વિશ્વના સર્વસમગ્ર તત્ત્વજ્ઞાનકોશની મૂળભૂત ચાવી ! ગૌતમ ગણધરે એ ત્રિપદીને પ્રભુ પાસેથી પ્રાપ્ત કરીને તેમાંથી ચૌદ-પૂર્વો-દ્વાદશાંગની રચના કરી આપ ‘ત્રિપદી'નું પૂર્વ-નિમિત્ત-પૂર્વ સ્વરૂપ-પૂર્વાધારરૂપ રહ્યું “ગણધરવાદનું નિરૂપણ. ‘ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર'માં શ્રી હેમચંદ્રાચાર્ય આ સમગ્ર ઘટનાનું સમાપન 2414 Sê E9 : “xxx the Lord recited the three-phrases permanence, origination and perishing to Indrabhuti and others xxxxx and Drastivada (દષ્ટિવાદ) were composed by them from the three Phrases and the fourteen Purvas were composed in the Drstivada xxxx (૧૪ પૂનાં નામ) Because these fourteen were composed by the GANADHARAS before the ANGAS, they were named PURVAS.” (અંગ્રેજી “THE JAIN SAGA” Part-3 : Pages 412 and 417) ગણધરવાદના ઉપર્યુક્ત સંદર્ભમાં પ્રભુ મહાવીર ઈન્દ્રભૂતિ ગૌતમના વેદ-દર્શનના આ પદોનો પ્રથમ સમ્યક અર્થ પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન આદિ પ્રમાણોથી આપીને આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરાવી તેનો સંદેહ નિર્મૂળ કરે છે - (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૦૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ "विज्ञानधन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय वान्येवानुविनश्यति, न प्रेत्ये संज्ञास्वि ।" (- મુનિશ્રી જિનેન્દ્રવિજયજી રચિત “શ્રી કલ્પસૂત્ર પૂજા વ્યાખ્યાન” પૃ. ૧૭૦) ગૌતમના આ અને પરવર્તી દસ અન્ય પંડિતોના મળી અગિયારેયના અગિયાર સંદેહો સંક્ષેપમાં આ હતા : (૧) આત્માનું અસ્તિત્વ (૨) કર્મ (૩) તજજીવતચ્છરીરભાવ (૪) બ્રહ્મમય જગત : પંચમહાભૂત છે? (૫) જન્માંતરઃ આ ભવનો જીવ પરભવમાં પણ યથારૂપ? (૬) આત્માની સંસારી દશા : બંધ-મોક્ષ છે ખરા? (૭) દેવ-દેવલોક છે? (૮) નરક-નારકી છે? (૯) પુણ્ય-પાપ છે? (૧૦) પરલોકપુનર્જન્મ છે? (૧૨) નિર્વાણ-મોક્ષ છે? આ સર્વ સંદેહ-નિવારણો એ સારો ગણધરવાદ. શ્વેતાંબર જૈન પરંપરાની આ મહત્ત્વપૂર્ણ ઘટના દિગંબર જૈન પરંપરામાં વળી અન્યરૂપે જ મળે છે. તેમાં સર્વજ્ઞતા-પ્રાપ્તિ બાદ જંગલમાં (ઋજુવાલુકા નદી તટે) દેવનિર્મિત સમવસરણમાં તેમનું બિરાજવું, બધ્ધાંજલિપૂર્વક દેવોનું સમીપાસીન થવું, ૬૨ દિન સુધી પ્રભુમુખથી દિવ્યધ્વનિ-પ્રવચન પ્રકટ ન થવું, ચિંતાપૂર્ણ ઈન્દ્રને અવધિજ્ઞાન દ્વારા પ્રભુસન્મુખે ભાવિ ગણધર નહીં હોવાથી દિવ્યધ્વનિનું નહીં નીકળવું અને એ ગણધર ભવ્યાત્માની શોધાર્થે ઈન્દ્રનું ઈન્દ્રભૂતિ ગૌતમને સુયોગ્ય જાણી તેની પાસે સ્વયં વિદ્યાર્થીરૂપ ધરીને પોતાની આ સ્વગુરુ પ્રશિક્ષિત વણસમજી ગાથાના અર્થનું પૂછવું: "पंचेव अत्थिकाया, छज्जीपणिकाया महव्यया पंच । अट्ठ य पवयणमादा, सहेओ बंध मोक्खो य ॥" (षट्खंडागम) (પાંચ અસ્તિકાય, પડુ જીવનિકાય, પંચ મહાવ્રત, આઠ પ્રવચન માતા શું છે, કઈ કઈ છે?) આમાં જવનિકાયનું નામ સાંભળીને પોતાની દબાયેલી શંકાનું તીવ્રતાથી ઉપસી આવવું અને ઈન્દ્રભૂતિનું ઇંદ્ર (વિદ્યાથી) ને કહેવું કે, “ચાલ, તારા ગુરુની પાસે જ આ ગાથાનો અર્થ બતાવીશ” કહીને ઈન્દ્રભૂતિ + ઈન્દ્ર બંનેનું ભગવાનની પાસે જવું, ભગવાનનું ગૌતમ' નામથી સંબોધાવું અને જીવના અસ્તિત્વ સંબંધિત તેની શંકાનું નિવારણ કરવું, ઈન્દ્રભૂતિનું પોતાના વિદ્યાર્થીઓ સાથે ભગવાનનું શિષ્યત્વ સ્વીકારવું અને તેના પછી ભગવાન દ્વારા દિવ્યદેશનાનું પ્રકાશવું, દસ પંડિતોનું પણ શિષ્ય સમુદાય સહ દીક્ષિત થવું – આ સર્વ ક્રમ જોવા મળે છે. પરંતુ આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવું એ અહીં પણ પ્રધાન સ્થાને છે. આમ, પ્રભુ દ્વારા આત્માના અસ્તિત્વને સિદ્ધ કર્યાની વાત બંને પરંપરા માન્ય છે. (સાર-સંદર્ભ મુનિશ્રી સુમેરમલજી લાડનૂ રચિત હિન્દી “તીર્થકર ચરિત્ર' પૃ. ૨૨૦) ૦૨ રાજગાથા Page #87 -------------------------------------------------------------------------- ________________ આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવાથી માંડીને લોકાલોકના સર્વ સમસ્ત જ્ઞાનને આવૃત્ત કરી સંઘરનારા અને વર્તમાનકાળે પ્રાયઃ ગુખલુપ્ત રહેલા મનાયેલા ઉપર્યુક્ત મહાકોશ ૧૪ પૂર્વો છે – ___ (१) उत्पादम् (२) आग्रायणीयम् (३) वीर्यप्रमादम् (४) अस्ति-नास्तिप्रवादम् (૫) જ્ઞાનપ્રવાહમ્ (૬) સત્યપ્રવાહમ્ (૭) માત્મપ્રવાહમ્ (૮) શર્મપ્રવાતમ્ (૧) પ્રત્યારાનપ્રવી” (૨૦) વિદાપ્રવીરમ્ (૨) ન્યાप्रवादम् (१२) प्राणावायम् (१३) क्रियाविशालम् (१४) लोकबिन्दुसारम् । (સંદર્ભ સ્વરચિત શોધપત્ર: “ મારે માત્મસિદ્ધિા” અ.ભા. સંસ્કૃત પંડિત પરિષદ્ મદ્રાસ પઠિત) ભગવાન મહાવીર પરવર્તીકાળે શ્રી સુધર્મા સ્વામીની પાટપરંપરામાં અંતિમ શ્રુતકેવળી ૧૪ પૂર્વજ્ઞાતા યુગપ્રધાન આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીએ આ ૧૪ પૂર્વેમાંના ૯મા પ્રત્યાખ્યાન પ્રવાદમુમાંથી “શ્રી કલ્પસૂત્ર” – ગણધરવાદયુક્ત-રચ્યું અને સાંપ્રત વર્તમાનકાળે ભ. મહાવીર પ્રણીત મોક્ષમાર્ગને બહુ લુપ્ત થતો જોઈને દ્રવ્યસંગ્રહાદિપ્રવકતા અને સ્વરૂપ-સિદ્ધ બીજકેવળી યુગચેષ્ટા - મ. ગાંધીજી માર્ગપ્રદાતા શ્રીમદ્ રાજચંદ્રજીએ ૧૪ પૂર્વોમાંના ૭મા “આત્મપ્રવાદ”માંથી ભગવાન મહાવીર ચરણના પૂર્વકાલીન શિષ્યત્વની શ્રુતિ-સ્મૃતિપૂર્વકનું “અવનીનું અમૃત” અને “આત્મજ્ઞાનના સર્વોચ્ચ શૈલશિખર' સમું શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર રચ્યું (માતૃભાષા ગુજરાતીમાં, જેના સાત ભાષાના રૂપાંતરો “સપ્તભાષી આત્મસિદ્ધિ” શીર્ષકથી આ લેખક દ્વારા સંપાદિત થયેલ છે.) ૧૪ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ, તેમના નિશ્રાગત સ્થૂળભદ્રજીના સાત સાધ્વી-ભગિનીઓને ચમત્કાર દર્શાવવાના માન-કષાયના પ્રસંગથી, ૧૦ પછીના પૂર્વોનું જ્ઞાન તેમને અને ભાવિ અન્ય સાધકોને સુપાત્ર નહીં ધારીને આગળ સ્પષ્ટરૂપે આપ્યું નહીં ને ઉપલકપણે જ આપ્યું એ સુવિદિત ઘટના છે. હવે અલ્પ ઘટના-ચિંતન કરીએ તો આચાર્ય ભદ્રબાહુસ્વામીને સ્વયંને તો ૧૪ પૂર્વોનું પૂર્ણ શ્રુત-જ્ઞાન હતું જ અને તેથી તેમના દ્વારા નિષ્પન શ્રી કલ્પસૂત્ર એમ તેમાંના ગણધરવાદને પ્રમાણભૂત ગણી જ શકાય- ભલે કતિપય સંશોધકોના મતાનુસાર તેમાંથી પ્રાપ્ત ૪૨ શ્લોક જ મળ્યા હોય અને કાળક્રમે (ભ. મહાવીરના ૧૧૦૦ વર્ષો બાદ) શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સમા મર્મજ્ઞશ્રુતશે તેને ૩૦૪/૩૫૩ જેટલા લોકોમાં વિકસાવ્યું હોય ! (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૦૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ મુદ્દાની વાત એ છે કે ગણધરવાદની ઘટના અને રચના એ કોઈ કલ્પના, કાલ્પનિક ઘટના કે વિર્ભાગજ્ઞાન નથી જ (જેનો આ આલેખમાં આગળ સંકેત કરાયો છે) એટલે ગણધરવાદ, જે પણ અભ્યાધિક સ્વરૂપમાં આજે ઉપલબ્ધ છે તેના પર પ્રશ્નચિહ્ન લગાવવાનો કે તેને નકારવાનો પ્રશ્ન જ અસ્થાને છે, અપ્રસ્તુત છે. ગણધરવાદની તત્ત્વ-પ્રતિછાયા શ્રીમજી રચિત “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં સ્પષ્ટ પ્રતિધ્વનિત થયેલી જોવા મળે છે એ તથ્ય પણ શ્રીજીની સ્વરૂપજ્ઞાનની મહાવિદેહી બીજ-કેવળી દશા જોતાં, તેમણે પ્રભુ મહાવીર-ચરણે ૨૫૦૦ વર્ષ પૂર્વ આત્મસાત્ કરીને અંતરપ્રજ્ઞા-ચેતનામાં સંઘરી રાખીને અભિવ્યક્ત થયું હોઈને તુલનીય છે. ગણધરવાદ-આત્મસિદ્ધિ શાસ્ત્રની તુલનાત્મક સમન્વય સંભાવનાર્થે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર અને ગણધરવાદ : સમાંતર તત્વ ભણી સંશોધનસંકેત અને શ્રીમદ્ રાજચંદ્રજીની સ્વયંની એક સુદીર્ઘ પૃષ્ઠભૂમિ – • જૈન દર્શનની સર્વોપરિતા છે અન્ય અનેક અભિવંદનીય મહાજ્ઞાનીઓ અને સર્વજ્ઞદેષ્ટાઓ જેમ પરમ આર્ષદ્રષ્ટા જ્ઞાનાવતાર, વર્તમાન કાળના સ્વયંભૂ એવા પ્રભુ મહાવીરનાં પૂર્વ, લઘુ શિષ્ય શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાની સૂક્ષ્મ, પ્રજ્ઞામય તત્ત્વાભિનિવેશી ન્યાયબુદ્ધિથી વિશ્વના સર્વ દર્શનમાં જૈન દર્શનને સર્વોપરિ સ્વીકાર્યું અને પ્રમાયું છે. • શ્વેતાંબર આમ્નાયના શ્રી હેમચંદ્રાચાર્ય-શા આચાર્યોની અનુમોદના ૦. જેનદર્શનમાં આ જ આર્ષ-પ્રજ્ઞાથી, દિગંબર આમ્નાયના થોડા તત્ત્વો અને કુંદકુંદાદિ આચાર્યોને પ્રમાણવા અને પ્રણમવા છતાં, તેમણે શ્વેતાંબર આમ્નાયના તત્ત્વ, પરંપરા અને મહાન આચાર્યો (હેમચંદ્રાચાર્ય-શા)ને સર્વાધિક પ્રમાણ્યાં અને પૂજ્યાં છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને, તેમના વીતરાગમાર્ગની સંનિષ્ઠાને શ્રીમદ્જીએ પોતાના વચનામૃત (ઉપદેશનોંધ)માં જે ભારોભાર અનુમોદવા અભિનંદવા અને ઉપાય ગણવાનું મહા ઉપકારક કાર્ય કર્યું છે તે અતિ ચિંતનીય અને અનુસરણીય છે. તેમાં તેમણે વિતરાગમાર્ગની મહાન જૈન પરંપરામાં જે અલના યુગોથી પ્રવેશી તેનું હૃદયની વેદનાભર્યું આકલન અને નિરુપણ કર્યું છે. તેમાં ય તેમણે વીતરાગમાર્ગથી વિભક્ત થયેલા પ્રતિમા-વિરોધી જૈન સંપ્રદાયોની સમુચિત, સંક્ષિપ્ત આલોચનાનો, વેદનાસભર અંગુલિનિર્દેશ કર્યો છે, જે તેમના “પ્રતિમાસિદ્ધિના અન્ય લેખમાં સ્પષ્ટ થાય છે. રાજગાથા Page #89 -------------------------------------------------------------------------- ________________ આ સાથે જ પ્રાતઃ વંદનીય શ્રી હેમચંદ્રાચાર્ય પછી આઠસો વર્ષોમાં, અન્ય અનેક સમર્થ પુરુષો જૈન પરંપરામાં થયા છતાં, શ્રી જિનપ્રણીત માર્ગને, અંતરધ્યાનના અનુભવ માર્ગને, વિશ્વપ્રસારના-વિશ્વધર્મ બનવાના મહામાર્ગને, ઉદ્ધારનાર મહાસમર્થ જૈન આચાર્ય - યુગપ્રધાનનો ભારે અભાવ નિહાળ્યો છે. આવી પરમ ક્ષમતા તેમણે એક જ મહાપુરુષમાં નિહાળી - “અનુભવ ! તૂ હૈ હેતુ હમારો” અને “અનુભવ નાથ કો ક્યો ન જગાવે?'ની આહલેક જગાવનાર, વીતરાગના અંતરાનુભવ માર્ગના મહાયાત્રી, અવધૂત નિરપેક્ષ વિરલા ને ગગનમંડલમાં વિચરતા મહાયોગી આનંદઘનજીમાં પણ તેમને ચૂકી ગયો જડ ધનપૂજક પરખ-રહિત, પથપતિત જૈન સમાજ ! • વીતરાગ-માર્ગમાં વિભક્તિ-વેદના અને યુગોની સ્કૂલના : આવી આ અંતિમ અબ્દિની જૈન સમાજ, જેને પરંપરાની દશામાં કોઈ સમર્થન મહાસમર્થ આચાર્ય, સઘળાયે જૈન સંપ્રદાયોની વિભક્ત દશાને સાંકળી શકનાર અને વીતરાગના મૂળ માર્ગનું ઉન્નયન કરાવનાર યુગપ્રધાન એવા યુગીન “મોક્ષમાર્ચ નેતાજ” નો પરમ વ્યથિત શાસન-હિતચિંતક, આર્ષદૃષ્ટા શ્રીમદ્જીએ ઘોર અભાવ જોયો છે, વીતરાગમાર્ગમાં તેમણે ખાલીપો અનુભવ્યો છે ! બીજી બાજુ તેઓ પોતાની અંતસૃષ્ટિમાં એ ઉપકારક પુરાણપુરુષો'નો વિરહ અનુભવતા રહ્યાં છે. ત્રીજી બાજુ સ્વયં તો મહાવિદેહી આત્મદશામાં રહ્યા છે. એવા યુગપ્રધાન મહામાનવની જાણે તેઓ મહાપ્રતીક્ષા કરતા ઊભા રહી ગયા છે - ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરના શબ્દોમાં “શેરૂ મહામાનવ માણે' ની સંભાવનાવતું ! ૦ ખાલીપો... અને યુગપ્રધાન મહામાનવની પ્રતીક્ષા : વાસ્તવમાં, નિરાગ્રહી, તટસ્થ, અંતર્દષ્ટિથી નિહાળીએ, “જિન તણો એ પંથડો નિહાળીએ', તો કદાચ વીતરાગમાર્ગના વર્તમાનકાળના વિરાટ યુગદેષ્ટા યુગપ્રધાન મહામાનવ સ્વયં શ્રીમદ્જી પોતે જ છે !! છતાં આ ભાવ-નિગ્રંથ સપુરુષે લઘુતા ધારીને સ્વયંની આવી ક્ષમતા-સંભાવનાને બાહ્ય નિગ્રંથતા ધારણ ન કરાય ત્યાં સુધી ગુપ્ત, ગોપવેલી રાખી છે ! આ ચિંતન-વિધાનમાં પ્રસ્તુત પંક્તિ લેખકનો પ્રશસ્ત ભાવ ભક્તિ-રાગ કોઈને દેખાય, પરંતુ સાંપ્રત જૈન પરંપરાની-અંતર્ભાગ-વિહોણી બની ચૂકેલી નિગ્રંથ સાધનાધારાનીછિન્નભિન્ન અને ક્રિયાઇડ + શુષ્કજ્ઞાની બની ગયેલા જૈન સમાજની શું આ દયનીય દશા નથી? જિનમતરૂપી સિંહનું અંતભેદોથી ઘણગ્રસ્ત થવાનું વીરવચન અહીં સિદ્ધ થતું નથી દેખાતું? (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૦૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ વીતરાગના મોક્ષમાર્ગના-સતુપુરુષાર્થયુક્ત આશા ઉમંગ ઉલ્લાસભર્યા મૂળમાર્ગનો લોપ આપણે જોઈ નથી રહ્યાં? આ ત્રણગ્રસ્ત છિન્નભિન્ન જિનમાર્ગનું દર્શન આપણને પડતું નથી? સ્વયં પ્રભુ મહાવીરનું જે ભવિષ્યકથન - અંતર્ભેદોથી જિનશાસન વ્રણગ્રસ્ત થવાનું-આપણને દેખાતું નથી? જેને યુગદેષ્ટા શ્રીમજીએ સર્વાધિક પારંપરિક ગણ્યો અને જેને “જેને પરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ ધરાવતો પ્રમાણ્યો અને સિદ્ધ કર્યો એવો પંડિતશ્રી સુખલાલજીના પણ સત્યશોધક, તટસ્થ અભિયાનવાળો આપણો શ્વેતાંબર આમ્નાયનો સર્વાધિક પ્રમાણભૂત વીતરાગમાર્ગ આજે ક્યાં જઈ ઊભો છે? કેટકેટલા ગચ્છ-મતભેદોમાં ! જૈન પરંપરાના આ પ્રતિનિધિ-માર્ગને આજે મહાઅંતરમંથન-અંતરશોધન-અંતર નિરીક્ષણની જરૂર છે. તેનામાં નિહિત પરંતુ વર્તમાને વણગ્રસ્ત અને સુખ એવા મહાક્ષમતાભર્યા “સિંહ” ને (વીર મહાવીરના સાંકેતિક લાંછન રૂપ સિંહને) યુગની મહાનિદ્રામાંથી જગાડવાની આવશ્યકતા છે – તાતી આવશ્યકતા છે. સિંહાવલોકનની આવશ્યકતા છે. શ્રીમદ્જી જેવા વીતરાગમાર્ગ હિતચિંતકને જેની અંતર્વેદના થઈ છે એવું આ જાગરણ-મહાજાગરણ કોણ કરાવશે? – ‘મuપાળે મુક્તિ ફોરૂ' આત્મજ્ઞાન ત્યાં મુનિપણું અને આત્મ-સાધના કરે તે સાધુ એવા પૂજ્ય મુનિજનો? સ્વયંમાં સંનિહિત ને સુષુપ્ત મહાક્ષમતા – શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન સ્વયંજ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ !” (- શ્રી આત્મસિદ્ધિ ૧૧૭) - આને તેઓ પરખશે ને જગાવશે? પોતાના અંતરમાં સ્વયં જાગીને સમાજને ઢંઢોળશે અને જગાવશે? - પરંપરાનું, સમાજનું, શાસનનું નેતૃત્વ કરનારા અને જેમનામાં વીતરાગમાર્ગના આરાધકોએ અપાર શ્રદ્ધા મૂકી છે એવાં પૂજ્ય આચાર્ય ભગવંતો? તેઓ તેમની અગાધ અંતર્-ક્ષમતાઓ અને સંભાવનાઓને હવે જગાવશે ? એકાંતિક આગ્રહો ને અભિનિવેશોથી મુક્ત થઈ, રાગ-દ્વેષથી સર્વથા રહિત થઈ, સભ્યપણે અંતર સન્મુખ આત્માભિમુખ બની વર્તમાન યુગીન આવશ્યકતાઓને પિછાણશે ? એ શુભ સંકેત છે કે કેટલાક સુવિહિત આચાર્યો અને મુનિજનો આ જ્ઞાનદિશા ભણી નિહાળી રહ્યાં છે, પરંતુ હજી “સમગ્રપણે ઘણું બધું કરવું શેષ છે. ઘણું ઘણું કરવું બાકી ઊભું છે. મંઝિલનું અંતર કાપવું હજી તો દૂર, અતિ દૂર છે. રાણા Page #91 -------------------------------------------------------------------------- ________________ કથિત ‘સંશોધન’ કરનારા વિદ્વાનો-લેખકો-ચિંતકો કે જેઓ અનુમોદનીય પરિશ્રમપૂર્વક અત્ર-તંત્ર-સર્વત્રથી ઘણું એકત્ર તો કરીને મૂકવા જાય છે, પરંતુ વર્ષો ને વર્ષોના અપેક્ષિત (જર્મન વિદ્વાન શુસ્પ્રિંગ-શા) ગહન અધ્યયનનું, ખુલ્લા મનના અનભિનિવેશી-ઉન્મુક્ત ‘સ્વાધ્યાયન’નું શું ? એ સુદીર્ઘ સ્વાધ્યાયન પછીની અંતરાનુભૂતિ (આનંદઘનજીવત)નું શું ? અંતરના એ સુદીર્ઘ સ્વાનુભવમાર્ગમાં શુદ્ધાત્મજ્ઞ નિગ્રંથ સદ્ગુરુના આજ્ઞાઆદેશભરી જ્ઞાનસાધનાંતે, વર્ષો ને વર્ષોના બાહ્યાંતર મૌન ભરી (પ્રભુ મહાવીર સમ) આત્મધ્યાનપૂર્ણ આરાધનાંતે જ પમાતા સત્-નિષ્કર્ષનું શું ? આત્માનુભૂતિ માટેના આવા મહા સત્-પુરુષાર્થનું શું ? ન આવી આત્માનુભૂતિધારા, આત્મપ્રતીતિધારા, આત્મલક્ષ્યધારા પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી, સ્વયંની આત્મદશા સમ્યક્ જાગી ન હોય ત્યાં સુધી, એ “જ્ઞાનભાનુ પ્રગટ ભયો ન હોય’’ ત્યાં સુધી, અનુભવ-લોકના આલોકમાં વિહરવાને બદલે “કલ્પના લોક’માં વિહરવાનું એને વ્યક્ત કરવાનું કેટલું સમુચિત ? અહીં તો સ્પષ્ટ દર્શન જોઈએ ઃ “એહિ નહીં હૈ કલ્પના, એહિ નહીં વિભંગ; કઈ નર પંચમ કાલ મેં દેખી વસ્તુ અભંગ !’’ (‘બિનાનયન : શ્રીમદ્જી) તો સ્પષ્ટ આવશ્યકતા છે અખંડ અભંગ આત્મદર્શનની, તેના અનુભવલોકમાં વિચરવા વિહરવાની, ‘બાહ્યાંતર નિગ્રંથ' બની મહત્ત્પુરુષોના ઊર્ધ્વગગનેગગનમંડળમાં પહોંચવાની અને પાઠકોને પહોંચાડવાની, અને નહીં કે ‘કલ્પના લોક’માં, સ્વયંના આત્માનુભવ વિહીન મનગઢંત સ્વૈરવિહારમાં ભમાવવા-ભરમાવવાની ! એ સ્વચ્છંદ જ બને – “સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ !” (આત્મસિદ્ધિ-૧૭) આમ સ્વચ્છંદ-મુક્ત, આત્મજ્ઞ સદ્ગુરુ સંયુક્ત, સુદીર્ઘ અંતર-મૌનના આરાધના પ્રાપ્ત ચિંતક-સંશોધક જ આવું પ્રથમોક્ત યુગદર્શન પામી શકે. છે આવું અંતરાનુભવ ને સદ્ગુરુ આજ્ઞા યુક્ત યુગદર્શન ? એ જો હોય તો એમને ધન્ય છે ને નમન છે. એ ન હોય તો કેવળ કલ્પનાલોકના તરંગ કે વિભંગજ્ઞાનનું શું સાર્થક્ય ? શું મહત્ત્વ ? શું જ્ઞેયત્વ-ઉપાદેયત્વ ? શ્રીમદ્ભુ અહીં પોતાની વેદના ઠાલવે છે : “એવા જીવો પોતાની મતિકલ્પનાથી મોક્ષમાર્ગ કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરવા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે.” (પત્રાંક-૬૮૦) (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ७७ Page #92 -------------------------------------------------------------------------- ________________ આ સંદર્ભમાં મહાપ્રભુ, મહામાનવ, મહાજ્ઞાની મહાવીર - સર્વજ્ઞ, સર્વદર્શી પ્રભુ મહાવીરના અખંડ, અભંગ, અકથ્ય, અનુપમેય જ્ઞાનના અને તે જ્ઞાનના સંપ્રેષણની પ્રક્રિયા સમા મહાકોશ ગણધરવાદ' ને “કાલ્પનિક” ગણાવવા-સિદ્ધ કરવા જતા વર્તમાનના સુદીર્ઘ આત્માનુભવ વિહીન તથાકથિત લેખકો-સંશોધકો-ચિંતકો પોતાની ' મતિકલ્પનાથી ઉપર્યુક્ત “કલ્પના લોકોમાં “મરમના મલકમાં પહોંચવા અને પાઠકોને પથભ્રાન્ત કરવા મથી રહ્યાં છે તેઓ લાલબત્તી માગે છે. શ્રીમદ્જી જેવા આત્મજ્ઞ યુગદેષ્ટાઓ જાણે તેમને કહે છે – “થોભો ! પ્રથમ * આત્માનુભવના મૌનના મહાલોકમાં પહોંચો, ત્યાં મોંની મહાવીરવત્ સાડાબાર વર્ષ જ નહીં, સાડા બાર જન્મો વીતાવો, સ્વયંને સ્વયં પામો, કલ્પનાલોકથી અનંત ગુણા પાર રહેલા એ આત્મલોકનો અનુભવ પામ્યા પછી અન્યોને એની અભિવ્યક્તિ કરો....! એટલું સહેલું કે સતું નથી એ બે-પાંચ ગ્રંથો વાંચી, બે-પાંચ સંતો પાસે પહોંચી, બે-પાંચ સંદર્ભો એકત્ર કરીને ગણધરવાદના મહાજ્ઞાનને મૂલવવું કે પ્રમાણવું.” ૦ હેમચંદ્રાચાર્ય અને આનંદઘનજી સમા મહામાનવો વિરલા જ વાસ્તવમાં ગણધરવાદના જ્ઞાનીગમ્ય, ગુરુગમગમ્ય, આત્મસંનિષ્ઠ ગુરુગમગમ્ય મહાજ્ઞાનને વિરલા જ પામી શકે, શક્યા છે – મ. આનંદઘનજીનાં શબ્દોમાં – “માખન માખન વિરલા પાયા છાછે જગ ભરમાયા!” (ગગનમંડલ મેં : મહાયોગી આનંદઘન પદ્યરત્નાવલી) ગુરુગમ આધારે આ લખનાર અલ્પાત્મા છાતી ઠોકીને કહે છે કે એ મહાજ્ઞાનને વર્તમાનયુગમાં પ્રથમ પામ્યા છે – વર્તમાન મહાવિદેહ ક્ષેત્રે વિરાજતા મહાયોગી આનંદઘનજી અને એવી જ મહાવિદેહક્ષેત્રની કેવળી દશામાં વિરાજતા સીમંધર પ્રભુની પર્ષદામાં આસીન શ્રીમદ્ રાજચંદ્રજી પ્રભુ મહાવીરથી સીમંધર પ્રભુ સુધીની તેમની જ્ઞાનયાત્રા અનન્ય છે. ગણધરવાદ પરના તેમના અધિકારની અને પ્રામાણ્યની લાંબી કહાણી છે. ઉપર્યુક્ત તથાકથિત સંશોધકને આ બંને અધિકારી પુરુષોનો જાણે પરિચય જ નથી ! એ હવે જોઈશું. ૦ શ્રીમજીની ભૂમિકા શ્રીમદ્જીએ, પ્રભુ મહાવીરના લઘુ શિષ્યરૂપે', પ્રભુના જ શ્રીમુખે આ ગણધરવાદને સમ્યફ એકાગ્રતાથી સાક્ષાત્ શ્રવણ કરીને, પોતાના આત્મલોકમાં સંઘર્યો છે, આત્મસાત્ કર્યો છે, કયૂટર કે ટેઈપ રેકર્ડર જેમ અંદર ઊતાર્યો છે. આત્માનુભવના લોકમાં શ્રવણ-ગ્રહણની આ કેવી ઘટના છે ! રાજગાથા Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦૦ વર્ષ પૂર્વની આ અસામાન્ય ઘટના પછી, આત્મલોકની એ સંગ્રહિત સુસ્પષ્ટ સ્વાનુભૂતિ પછી, તેમણે એ અનુભૂતિધારા-પ્રતીતિધારા-લક્ષ્યધારાની જ્ઞાનના જબ્બર પ્રબળ ધોધ-પ્રબોધવત્ અભિવ્યક્તિ-મહાભિવ્યક્તિ કરી છે – સર્વજ્ઞ પ્રભુવીર પ્રણીત આત્મજ્ઞાનના હિમશૈલવત્ આત્માવસ્થાભરી એક બેઠકે રચેલ ૧૪૨ ગાથાઓના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ! . ‘આત્મસિદ્ધિ’નું આ અનુભવસભર મહાશાસ્ત્ર !! એ અન્ય કશું નહીં, જાણે પ્રભુવીર પ્રણીત ‘ગણધરવાદ’નું જ સાક્ષાત્ પ્રતિરૂપ !! એની પ્રત્યેકે પ્રત્યેક ગાથા આની પ્રતીતી આપશે, સાક્ષી પુરાવશે. સ્વયં પ્રભુ વીરને જ શ્રી ચરણે, એ દિવ્સ સમોસરણમાં, એ ધન્ય વેળાએ સ્વયં ઉપસ્થિત રહીને એ આત્મજ્ઞાનગંભીર ગણધરવાદનું તેમણે અમૃતપાન કર્યું છે... એ અમૃતપાનને તેમણે આ કાળના ભાગ્યવંત આત્માઓ માટે પચ્ચીસસો વર્ષ સુધી સંઘરી રાખીને વહેંચ્યું છે... એનું ખોબા ભરીને પાન કરાવ્યું છે. તરસ હોય, શક્તિક્ષમતા હોય તો એને લઈ લો, પોતાનાં નાના મોટા પાત્રોમાં ભરી લો... એ ભરી ભરીને એમાં નિહિત પરમ તત્ત્વનો જાતે જ અનુભવ કરી લો... એના પરમ આનંદને માણી લો ! પરમ સૌભાગ્યશાળી સૌભાગભાઈ... પરમ અનુગ્રહ-પ્રાપ્ત પરમ લઘુતાધારી શ્રી લઘુરાજજી... કાઉસગ્ગ ધ્યાનવત્ દોઢ કલાક સુધી એ અલૌકિક શાસ્ત્રની સંરચનાલેખનવેળાએ એકાગ્ર ઊભા રહેલા પરમ ધન્ય અંબાલાલભાઈ... અને એવા અન્ય સુપાત્ર ભક્તજનોએ આત્માની સિદ્ધિ કરાવતા અનુભવાનંદનું અમૃતપાન કર્યું છે...! ‘આ.સિ.’ને ‘અવનીનું અમૃત’ કહેનારા મહાવિદ્વાન ડૉ. ભગવાનદાસ અને મહાપ્રાજ્ઞ પંડિતશ્રી સુખલાલજી જેવા વિદ્વન્દ્વનોએ પોતાની અંતરપ્રજ્ઞાથી વિગત ૨૫૦૦ વર્ષની સર્વોચ્ચ સર્વશ્રેષ્ઠ આત્મજ્ઞાન વિષયક કૃતિ તરીકે પ્રમાણી છે... !!* અંગ્રેજીમાં મહાત્મા ગાંધીજી, સંસ્કૃતમાં પંડિત બેચરદાસજી, હિન્દીમાં શ્રી સહજાનંદઘનજી, કન્નડમાં ડૉ. એ. એન. ઉપાધ્યેજી જેવા ‘સપ્તભાષી આત્મસિદ્ધિ’ ગ્રંથમાં પૂર્તિ કરતાં અનેક સુજ્ઞ વિદ્વાનો તેનો અનુવાદ કરવા લલચાયા છે... !!! અને કેટકેટલા નામ લઈએ... લેખકો, વક્તાઓની જાણે વણઝાર આ મહાકૃતિની સરળ વિવેચના કરવામાં વર્ષોથી વહેતી થઈ છે... તો, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’માં પ્રતિબિંબિત-પ્રતિધ્વનિત ‘ગણધરવાદ’ના જ અસ્તિત્વને દર્શાવવા એક એક ગાથાને લેવી રહે, એ એક દીર્ઘ મહાવિષય બની જાય, એનો અહીં (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન be Page #94 -------------------------------------------------------------------------- ________________ અવકાશ સ્થળ સીમાને કારણે નથી, અહીં તો સંકેતભર અંગુલિનિર્દેશ કરવો રહે છે. મહાપુરુષો, સદ્ગુરુદેવોના અનુગ્રહ-આદેશથી એવો, આત્મસિદ્ધિ-ગણધરવાદનો તુલનાત્મક પ્રતિદર્શન કરવાનો અવસર આ પંક્તિ લેખકને અનેકવાર સાંપડ્યો-પોતાના શ્રી કલ્પસૂત્રાનુવાદ વાચનને ભારતમાં અને વિદેશોમાં પ્રસ્તુત કરતી વેળાઓએ (કુલ ૨૫ વાર) ભારતમાં કુતૂર, તિરુપુર, અલપાઈ, કોચીન, હૈદ્રાબાદ અને વિદેશોમાં લંડન ન્યૂજર્સી, બોસ્ટન આદિ નગરોનાં પર્યુષણ-પ્રવચનોમાં. બોસ્ટનના શ્વેતાંબર-દિગંબર બંને આમ્નાયોના શ્રોતાઓ વચ્ચેનો વીસ વીસ દિવસનો ધારાપ્રવાહવતુ આ વિવેચનપ્રસ્તુતિવત્ તુલનાત્મક અધ્યયનનો અનુભવ તો સ્મરણીય બની ગયો છે. આ સર્વ કથન કરવાનો ઉદ્દેશ સ્વયં-પ્રચાર અહંકારનો નહીં, “આત્મસિદ્ધિ માં નિહિત “ગણધરવાદ'ની પ્રતિબિંબિત છાયાની ક્ષમતાનો નિર્દેશ માત્ર કરવાનો છે. આવો આ અનુગ્રહ અને આદેશ બને પુરુષ સદ્ગુરુજનોના ઉપકાર-પરમ ઉપકારથી પ્રાપ્ત થયો અને આ બંને ઉપકારક મહાપુરુષો પણ કેવા? બંને શ્રીમદ્જી પ્રતિ સદ્ભાવસભર. એક વિદ્વતા-વિશ્વના મૂર્ધન્ય મહાપ્રાજ્ઞ અને બીજા આત્માનુભવના-અનુભૂતિ જગતનાઆકાશના તેજસ્વી નક્ષત્ર. એમનાં પરમ પાવન નામ? પ્રજ્ઞાચક્ષુ પં.શ્રી સુખલાલજી અને શ્રીમજી-સમર્પિત લઘુતાના બીજા અવતાર સમયોગીન્દ્ર યુગપ્રધાન શ્રી સહજાનંદઘનજી - ભદ્રમુનિ (હમ્પી, કર્ણાટક). પ્રથમ પરમ પુરુષે આત્મવાદ સિદ્ધ કરતા ગણધરવાદ અને જૈનદર્શનના સારતત્ત્વરૂપ એવા શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રને વિગત અઢી હજાર વર્ષની જૈન-જૈનેતર આચાર્યો દ્વારા લિખિત સિદ્ધિ કૃતિઓમાં સર્વોપરિ, અભૂતપૂર્વ અને સ્વયંના આત્માનુભવપૂર્ણ સિદ્ધ કરી – આ શબ્દોમાં - ૦ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી કથિત “આત્મોપનિષદ્' શ્રીમદ્ રાજચંદ્રની એ પ્રસ્તુત કૃતિ “આત્મસિદ્ધિને નામે જાણીતી છે. મેં મથાળે એને આત્મોપનિષદ્ કહી છે. શ્રી રાજચંદ્ર આ નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે. તેની પૂર્વવર્તી જૈન-જૈનેતર આત્મવિષયક મહત્ત્વપૂર્ણ ગ્રંથો સાથે સરખામણી કરતાં અનાયાસે કહેવાઈ જાય છે કે પ્રસ્તુત “આત્મસિદ્ધિ એ સાચે જ આત્મોપનિષદ્ છે. “સંસ્કૃત ભાષામાં પ્રાચીન ઉપનિષદો જાણીતા છે. તેમાં માત્ર આત્મતત્ત્વની જ ચર્ચા છે.. * જુઓ : “શ્રી કલાર્થીનો “આત્મસિદ્ધિ શાસ્ત્રના પુરોવચનનો “પ્રજ્ઞાસંચયન’ના પૃ. ૩૭ પરનો અનુવાદ. (પરિશિષ્ટ) રાજગાથા Page #95 -------------------------------------------------------------------------- ________________ “મહાવીરના વિચારમંથનના પરિણામરૂપ જે પ્રાચીન ઉદ્ગારો “આચારાંગ”, “સૂત્ર કૃતાંગ જેવાં આગમોમાં મળે છે તેમાં પણ આત્મસ્વરૂપના જ્ઞાન અને તેની સાધનાને લક્ષીને જ મુખ્ય વક્તવ્ય છે. “સમ્યજ્ઞાન મેળવવાના અનેક માર્ગો શોધાયા અને યોજાયા. કોઈએ એક તો કોઈએ બીજા ઉપર સહેજ વધારે ભાર આપ્યો. એને લીધે કેટલીક વાર પંથભેદો જભ્યા અને એ પંથભેદો ટૂંકી દૃષ્ટિથી પોષાતાં સાંકડા વાડા પણ બની ગયાં. આધ્યાત્મિક સાધના ઉપર ઊભી થયેલી પરંપરાઓ મોટે ભાગે એકદેશીય અને દુરાગ્રહી પણ બની ગયેલી આપણે ઈતિહાસમાં જોઈએ છીએ. કોઈ પણ સમાજમાં ઊછરેલો જ્યારે ખરા અર્થમાં આત્મજિજ્ઞાસુ બને છે, ત્યારે તેને પણ શરૂઆતમાં એ વાડા અને ફાંટાનાં સંકુચિત બંધનો અને કુસંસ્કારો ભારે વિનરૂપ થઈ પડે છે. પણ ખરો આત્મજિજ્ઞાસુ એ બધાં વિનોથી પર જાય છે અને પોતાનો માર્ગ પોતાના જ પુરુષાર્થથી નિષ્કટક બનાવે છે. આવા અધ્યાત્મવીરો વિરલ પાકે છે. શ્રીમદ્ એ વિરલમાંના એક આધુનિક મહાન વિરલ પુરુષ છે xxx એમની ઓળખ ગુજરાત બહાર અથવા જેનેતર ક્ષેત્રમાં બહુ વિશેષ નથી. પણ તેથી એમનું આધ્યાત્મિક પોત અને સૂક્ષ્મ સત્યર્દષ્ટિ સાધારણ છે એમ જો કોઈ ધારે, તો તે મહતી બ્રાતિ જ સિદ્ધ થશે.. પ્રથમ પુરુષ “ગણધરવાદ' પરિશીલનના સત્યસંનિષ્ઠ સુદીર્ઘ ગહન અધિકૃત અધ્યેતા, બીજા “ગણધરવાદ'ના પોતાના શ્રી કલ્પસૂત્ર વ્યાખ્યાન દ્વારા નવતર સ્વાનુભવપૂર્ણ અર્થપ્રદાતા ઉદ્ગાતા. “જે ઉંમરે અને જેટલા ટૂંક વખતમાં શ્રી. રાજચંદ્ર “આત્મસિદ્ધિમાં પોતે પચાવેલ જ્ઞાન ગૂંચ્યું છે તેનો વિચાર કરું છું ત્યારે મારું મસ્તક ભક્તિભાવે નમી પડે છે. એટલું જ નહિ, પણ મને લાગે છે કે તેમણે આધ્યાત્મિક મુમુક્ષુને આપેલી આ ભેટ એ તો સેંકડો વિદ્વાનોએ આપેલી સાહિત્યિક ગ્રન્થરાશિની ભેટ કરતાં વિશેષ મૂલ્યવંતી છે. પોતપોતાના પક્ષની અને મંતવ્યની સિદ્ધિ અર્થે અનેક સિદ્ધિ-ગ્રન્થો સેંકડો વર્ષ થયાં લખાતાં રહ્યાં છે. સર્વાર્થસિદ્ધિ માત્ર જૈન આચાર્યું જ નહિ, પણ જેનેતર આચાર્યોએ પણ પોતપોતાના સંપ્રદાય પરત્વે લખી છે. “બ્રહ્મસિદ્ધિ', “અદ્વૈતસિદ્ધિ આદિ વેદાંત વિષયક ગ્રંથો સુવિદિત છે. નિષ્કર્મસિદ્ધિ', “ઈશ્વરસિદ્ધિ', એ પણ જાણીતાં છે. “સર્વજ્ઞસિદ્ધિ જૈન, બૌદ્ધ વગેરે * શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ્ દર્શન અને ચિંતન”-૨ : પૃ. ૭૯૨-૯૪ પ્રજ્ઞાસંચયન” : હિન્દી અનુવાદન-સંપાદન : પૃ. ૩૫-૩૮ (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૮૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ અનેક પરંપરાઓમાં લખાયેલી છે. પણ એ બધી સિદ્ધિઓ સાથે જ્યારે શ્રી. રાજચંદ્રની આત્મસિદ્ધિને સરખાવું , ત્યારે સિદ્ધિ શબ્દરૂપે સમાનતા હોવા છતાં એના પ્રેરક દૃષ્ટિ બિન્દુમાં મહદ અંતર જણાય છે... વસ્તુતઃ એવી દાર્શનિક સિદ્ધિઓ મુખ્યપણે તર્ક અને યુક્તિને બળે રચાયેલી છે, પણ એની પાછળ આત્મસાધના કે આધ્યાત્મિક પરિણતિનું બળ ભાગ્યે જ દેખાય છે, જ્યારે પ્રસ્તુત “આત્મસિદ્ધિની ભાત જ જુદી છે. એમાં શ્રી. રાજચંદ્ર જે નિરૂપ્યું છે તે તેમના જીવનના ઊંડાણમાંથી અનુભવપૂર્વક આવેલું હોઈ એ માત્ર તાર્કિક ઉપપત્તિ નથી, પણ આત્માનુભવની થયેલી સિદ્ધિ-પ્રતીતિ છે, એમ મને સ્પષ્ટ લાગે છે. તેથી જ તો તેના નિરૂપણમાં એક પણ વેણ કડવું, આવેશપૂર્ણ, પક્ષપાતી કે વિવેક વિનાનું નથી. જીવસિદ્ધિ તો શ્રીમદ્ અગાઉ કેટલાય આચાર્યોએ કરેલી અને લખેલી છે, પણ તેમાં પ્રસ્તુત આત્મસિદ્ધિમાં છે તેવું બળ ભાગ્યે જ પ્રતીત થાય છે. અલબત્ત, એમાં યુક્તિ અને દલીલો ઢગલાબંધ છે. શ્રી. રાજચંદ્ર “આત્મસિદ્ધિમાં મુખ્યપણે આત્માને લગતા છ મુદ્દા ચર્ચા છેઃ (૧) આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ (૨) તેનું નિયત્વ-પુનર્જન્મ (૩) કર્મકતૃત્વ (૪) કર્મફળ ભોક્નત્વ (૫) મોક્ષ અને (૬) તેનો ઉપાય...”* ૦ આત્માના અસ્તિત્વની સિદ્ધિ આદિ ગણધરવાદના જ મુદ્દા પપદનામકથન આ પરિચર્ચિત આત્મા વિષયક છ મુદ્દાને શ્રીમદ્જીએ મૂળ આત્મસિદ્ધિની ૪૩મી ગાથાના પદ્યમાં ‘પદનામકથન' શીર્ષક નીચે આ શબ્દોમાં મૂક્યા છે : “આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજકર્મ, છે ભોક્તા, વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.” (શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રઃ ૪૩) પર્ષદ આધારિત અને સ્વયંના આત્માનુભવમાંથી વહેલી શ્રીમદ્જીની આ પાવન ધારા અનેક અધ્યેતાઓ-ચિંતકોની જેમ આ પ્રજ્ઞા પુરુષને પણ ઊંડેઊંડે, સર્વાગે સ્પર્શી. તેમના પરનો આ મહાકૃતિનો પ્રભાવ વર્ણવતાં આ પંક્તિલેખકે હમણાં જ એક અનુવાદ કરતાં હિન્દીમાં આમ નોંધ્યું છે : “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું આત્મસંધાનયુક્ત ગહનતમ ચિંતન કરતાં સ્વયં પંડિતશ્રી સુખલાલજીએ પણ આ આત્માનુભવધારાનો અનુભવ કર્યો. તેમના ઉપર એટલો બધો પ્રભાવ તેમના આ દીર્ઘકાલીન અનુલેખક-અનુવાદકે પોતાની આંખે નિહાળ્યો કે આ “આત્મોપનિષદ્ શીર્ષક આત્મસિદ્ધિ વિષયક સમીક્ષાલેખ લખાવતા સમયે જ નહીં, પરંતુ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર અને “અપૂર્વ અવસરનું ગાન કરાવતી વેળાએ પણ તેઓશ્રી અશ્રુપૂર્ણ આત્માનુભવમાં ડૂબી જતા હતા ! દત્તચિત્ત થઈને આનું શ્રવણ કરતાં કરતાં રાજગાથા Page #97 -------------------------------------------------------------------------- ________________ તેઓ ભક્તિભાવથી ગદ્ગદ્, રોમાંચિત, કંપિત અને અશ્રુપ્લાવિત બની જતા હતા !! તેમની અશ્રુધારા આત્માનુભૂતિધારામાં મળી જતી હતી - સુદીર્ઘ કાળ સુધી !!! આત્મસિદ્ધિમાં ગુંથેલા આત્મજ્ઞાન પ્રત્યે સાચે જ તેમનું મસ્તક જ નહીં, હૃદય પણ ઝુકી પડતું હતું. “કેવો, કેટલો પ્રભાવ રહ્યો હશે - સમસ્ત અધ્યાત્મશાસ્ત્રોના નવનીતના રૂપમાં શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રને પ્રસ્તુત કરનાર, દેખનાર આ પ્રજ્ઞાચક્ષુ અંતર્દષ્ટા પર !” (પ્રા. પ્રતાપકુમાર ટોલિયાનો સ્વયંનો સ્વાનુભવ) જ્યારે ગણધરવાદ' પરના અધિકૃત-અધિકારી પ્રજ્ઞાપુરુષ પંડિતશ્રી સુખલાલજી જેવા “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રથી ચિંતનાત્મકરૂપે જ નહીં, અનુભવાત્મક રૂપે પણ આટલા પ્રભાવિત થાય ત્યારે શ્રીમદ્જીના આ વર્તમાનકાળના આત્માનુભવ ગ્રંથની પ્રમાણભૂતતા ને ક્ષમતા કેટલી હશે અને તે જેની પ્રતિછાયા છે એવા રપ00 પૂર્વના ગણધરવાદની સામ્યતા કેટલી હશે એ ચિંતનીય છે. • શ્રી આત્મસિદ્ધિનું આત્મસાત્ કરવું બીજા ઉપકારક સત્પુરુષ શ્રી સહજાનંદઘનજીએ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રને આત્માનુભવપૂર્વક આત્મસાત્ કર્યું, સ્વયં લઘુતા ધારીને નિગ્રંથ સાધુ બાહ્યાંતર બંને રૂપે હોવા છતાં, પરખી નહીં શકનારા જનો જેમને “ગૃહસ્થ’ ગણે છે તેમને શ્રીમ) ગુરુપદે સ્થાપ્યા એટલું જ નહીં, તેમના જ નામ પર હંપી-કંદરાએ કર્ણાટકમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્થાપ્યો અને શ્રીમજીને જ “અનન્ય આત્મ શરણ પ્રદાતા ગણી જીવન સમર્પણ કર્યું છે તેમના રચિત આ સ્તુતિમંત્રમાં પરિલક્ષિત થાય છે. “અનન્ય આત્મ-શરણ-પ્રદા, સદ્ગુરુ યુગપ્રધાન-રાજવિદેહ, ચરણ-કમળની વેદી પર, કરું આત્મબલિદાન.” 'अनन्य आत्मशरणप्रदा सद्गुरु राज विदेह ! पराभक्तिवश चरण में धरं आत्मबलि एह ॥'* કેટલી વિનમ્રતા, લઘુતા, સમર્પણશીલતા છે આ શ્રીમજી-સમર્પિત સપુરુષમાં! લઘુતામાં જ પ્રભુતા હોય છે એ તેમણે સિદ્ધ કરી દર્શાવ્યું ! અન્યથા શ્રીમદ્જીના તત્ત્વદર્શનના વર્તમાનના મૂર્ધન્ય સુવક્તા એવા વિદ્વર્ય શ્રી વસંતભાઈ ખોખાણી આ શબ્દોમાં શ્રી સહજાનંદઘનજીને આદરઅંજલિ ન આપતા કે, “આ લઘુતાધારી પુરુષને * “સ વોઇ સુહાય” : શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના ચાર મહાનુભાવો પરના પ્રતિભાવના ડૉ. શ્રી રાકેશભાઈ ઝવેરીના વિવેચનનો સ્વાનુવાદ પૃ. ૧૭૫ (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૮૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ યુગપ્રધાન પદ દેવો દ્વારા પ્રાપ્ત થવા છતાં તેમણે સ્થપાયેલા આ આશ્રમને તેમણે પોતાનું નહીં, શ્રીમદ્જીનું નામ આપ્યુંશ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ !!!” મહટ આ તો વાત થઈ આ સપુરુષના બાહ્યપ્રદાનની. તેમના અંતરપ્રદાનની વાત તેથી યે સવિશેષ મોટી ને મહત્વની છે. તેમણે શ્રીમદ્ સાહિત્ય દ્વારા વીતરાગવાણીને ગુજરાત બહાર વિશ્વભરમાં અનુગ્રંજિત કરવાના મહા પ્રયત્નો આદર્યા અને આદરાવ્યા. આ પંક્તિલેખક એનો પ્રથમ સાક્ષી અને સંદેશવાહક છે. શ્રીમદ્દની આ વિશ્વધર્મક્રિતિ શ્રી આત્મસિદ્ધિને સાત સાત ભાષાઓમાં અનુવાદિત કરાવવાનો અસામાન્ય પુરુષાર્થ આ દેહધારીને નિમિત્ત બનાવીને કરાવ્યો અને જે તેમની વિદેહસ્થ દશામાં વિદુષી સુશ્રી વિમલાતાઈએ પૂર્ણ કરાવ્યો. આનું, આ અનુપમ પુરુષાર્થનું પ્રત્યક્ષ પ્રમાણ - સ્પષ્ટ પ્રતિફલન છે સપ્તભાષી આત્મસિદ્ધિના મહાગ્રંથનું ચિરંતન સર્જન, આટલું જ નહીં, તેમના જ, સહજાનંદઘનજીના જ આદેશ અનુગ્રહનું આ પરિણામ છે કે તેમના દેહવિલય સમય ૧૯૭૦-૭૧થી જ તેમના દ્વારા પ્રેરિત જૈનવિદ્યા વિશ્વવિદ્યાલયના પ્રારંભિક પ્રસ્થાનરૂપ પ્રવૃત્તિ વર્ધમાન ભારતીએ આજ ૪૫ વર્ષ સુધી વહેતી રહીને શતાધિક રેકર્ડકેસેટ-સી.ડી.ની સંગીતકૃતિઓ દ્વારા તેમની ઈચ્છાનુસાર વિશ્વભરને વીતરાગવાણીથી અનુગ્રંજિત કર્યું છે અને તે પણ શ્રીમદ્જીની સર્વ સમુદાયો-સર્વ સંપ્રદાયોને જોડનારી સમન્વય દૃષ્ટિ પૂર્વક ! આ જ સંદર્ભમાં તેમના સ્વયંના આત્માનુભવસભર પ્રવચનવાણી કૃતિઓ (સી.ડી.) ઉપરાંત તેમનું સ્વયંનું રચેલું સાહિત્ય ભારોભાર મહત્ત્વનું છે - સઘળું યે “શ્રીમદ્ દૃષ્ટિ' સમર્પિત. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રને તો તેમણે પોતાની અનુભૂતિધારાનું પ્રતીતિધારા, લક્ષ્યધારાના આત્માનુભવપૂર્વક આત્મસાત્ કરી દર્શાવ્યું. તેમની અનાહગાનની સંગીત મસ્તીપૂર્વક અનેક સ્વરચિત પદોમાં ઢાળી અને ગાઈ બતાવ્યું. ખંજરી પર રણકતા અને આ લખનારની સિતાર પર રણઝણતા તેમના પરાભક્તિની મસ્તીનાં પદો અનેક ધન્ય શ્રોતાઓએ માણ્યા છે અને તેમની સહજાનંદ સુધા જેવી સાહિત્ય કૃતિઓમાં સંઘરાયા ને સચવાયા છે - વર્ધમાનભારતીની સંગીતકૃતિઓ સી.ડી. રેકર્ડોમાં પણ સર્વત્ર સતત ગુંજી રહ્યાં છે. આ સઘળું આ પરમપુરુષને અને સાથે સાથે અંતર્દષ્ટિ પ્રદાન કરનાર પ્રજ્ઞાચક્ષુ પંડિતજીને પણ આભારી છે. આ કિંચિત્ દીર્ઘ ચિંતના પછી આવીશું સહજાનંદઘનજીના વિશિષ્ટ પ્રદાનવ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના હિન્દી અનુવાદ ઉપરાંત પૂર્વોક્ત પર્ષદોમાંના એક એક પદ * સહજાનંદ સુધા પૃ. ૯૫ *. હેપી આશ્રમ-દર્શન વેળાએ પ્રકટ રાજગાથા Page #99 -------------------------------------------------------------------------- ________________ પર તેમણે રચેલાં અદ્ભુત, અભૂતપૂર્વ, ચિરંતન દર્શન-પદોના સર્જન ઉપર. પ્રત્યેક પદને નિહાળીએ અને માણીએ : (૧) આત્મ-અસ્તિત્વ સિદ્ધિ “તન વસ્ત્રાદિક છે જ જો, તો આત્મા પણ છે જ; નિજ નિજ દ્રવ્ય સ્વભાવથી, જડ-ચેતન બંને જ...” આત્માપદ : “હું તો આત્મા છું જડ શરીર નથી” (૨) આત્મ-નિયત્વ પદ : “નિત્ય છું નિત્ય છું આતમા નિત્ય છું; તો પછી મરણ ભય કેમ મ્હારે ?” (૩) જીવકર્તૃત્વ પદ : કર્તા જીવ સ્વતંત્ર આચારી, તો તું કેમ રહે છે ભિખારી ?” (૪) જીવ ભોક્તત્વ પદ : “જે જે ક્રિયા તે તે સર્વ સફળ કર્તા ભાવે” (૫) મોક્ષ-સ્વરુપ પદ : “છે જીવનો શુધ્ધ-સ્વભાવ, કષાય અભાવ; પરમ-ગુરુ-જનથી, છે મોક્ષ ચિત્ત-શોધનથી..” (૬) મોક્ષનો ઉપાય પદ : “સંત-આજ્ઞા-ભક્તિ પ્રધાન, સુસાધ્યું નિશાન, જીવન ડોરી, છે મોક્ષ માર્ગ એ ધોરી..” છ-પદ-વિવેક-ફળ પદ : “એ બોધ છ-પદનો કહી ગયા, ગુરુરાજ અનંતી કૃપા કરી, સ્વ-સ્વરૂપ સમજવા અહીં કહ્યા, હરવા નિજ ભ્રાંતિ તિમિર-સરી..” * * આ સર્વે પદોનું ષપરહસ્ય'ના નામે રેકોર્ડિંગ થયું છે. ગણધરવાદ'-શ્રવણના મહાવીર-ચરણથી “આત્મસિદ્ધિ સુજનની મહાયાત્રા આવા ગણધરવાદના આત્મદર્શનના પ્રતિરૂપ સમા શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના રચયિતા પ્રદાતા વિષે સહજાનંદઘનજી કંઈક મૌલિક, કંઈક નવું, કંઈક અદ્ભુત સત્યોદ્ઘાટક કથન કરે છે. શ્રીમદ્જીની ભગવાન મહાવીરના શરણની ર૫૦૦ વર્ષ પૂર્વની અવસ્થાથી માંડીને વર્તમાન મહાવિદેહક્ષેત્રે વિહરમાન ભગવાન શ્રી સીમંધર સ્વામીના શરણની મહાવિદેહી દશા વિષે અહોભાવપૂર્વક તેમની કલમ ચાલે છે : (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૮૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ “આ અવસર્પિણી કાળમાં આ ક્ષેત્રે ૧૦ દસ અચ્છેરાં પૂર્વે ગણવામાં આવ્યાં છે. ત્યાર પછી અચ્છેરા રૂપ શ્રીમદ્ રાજચંદ્રજીનું આ ક્ષેત્રે જન્મ થયું. એ મહાવિદેહનું જ પરમ-પાત્ર ભૂલથી આ ભરતક્ષેત્રે આવી ચઢ્યું, અને ત્યારબાદ મહાવિદેહ ગયું. બાલ્યકાળથી વીતેલું એમનું વિદેહી જીવન એમના મહાવિદેહીપણાની ખાત્રી કરાવે છે. “સ્વ-પર હિતાર્થે નિર્દભપણે પોતાની કલમ વડે લખાયેલી આત્મચર્યામાં શ્રીમદ્દા અલૌકિક જીવનના સ્પષ્ટ દર્શન થાય છે. તત્સમ્બન્ધી કેટલાક જીવન પ્રસંગો અન્ય લેખકો દ્વારા આલેખાયેલા અનેક ગ્રંથોમાં કેટલેક સ્થળે વાચક વૃદને જોવા મળશે.” શ્રીમદ્ રાજચંદ્ર ક્ષાયિક સમ્યગ્દષ્ટા, અખંડ સ્વરૂપજ્ઞાની અને ઉત્કૃષ્ટ અપ્રમત્ત યોગી હતા: આ વાતની ખાત્રી કરવા સર્વ પ્રથમ એમની આત્મચર્યાનું નિરીક્ષણ કરવા ચાલો આપણે એમના જ “વચનામૃત' ગ્રંથમાં પ્રવેશીએ : 1. “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃશંક છે, ગ્રંથિ ભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે - પત્રાંક-૧૭૦” 2. “છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી... પરિપૂર્ણ લોકાલોક જ્ઞાન ઉત્પન થશે... પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન થયું જ છે - પત્રાંક-૧૮૭” 3. “આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે, તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે - પત્રાંક-૨૧૪” 4 એક પુરાણ પુરુષ અને પુરાણપુરુષની પ્રેમ-સંપત્તિ વિના અમને કંઈ ગમતું. નથી, અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ - પત્રાંક-૨૫૫.” 5. “આત્મા-બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે, એક બીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે. - પત્રાંક-૨૯૧” શ્રીમદ્જીની અદ્ભુત આત્મદશા વર્ણવતી સહજાનંદઘનજીની કલમ આગળ ચાલે છે : * “સહજાનંદ સુધા' : ૯૭, ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦ર રાજગાથા Page #101 -------------------------------------------------------------------------- ________________ 6. “જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ...... અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન માંડ-માંડ કરી શકીએ છીએ. ચિત્તનો પણ ઝાઝો સંગ નથી, આત્મા આત્મભાવે વર્તે છે. સમયે-સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી - પત્રાંક-૩૧૩” 7. “અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપ પરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયઃ નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્ય ભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી.. શ્રી તીર્થકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું - એમ અમને દેટ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવ-જ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું કે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ - સાચા છીએ - પત્રાંક-૩૨.” 8. “અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી - પત્રાંક-૩૨૯.” 9. “ઘણા-ઘણા જ્ઞાનીપુરુષો થઈ ગયાં છે, તેમાં અમારા જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન-અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. - પત્રાંક-૩૩૪.” 10. “અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શાબ્દિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે; કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભાવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે – પત્રાંક-૩૪૭.” 11. “સમય માત્ર પણ અપ્રમત્તધારાને નહિ વિસ્મરણ કરવું એવું જે આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે – પત્રાંક-૩૫૩.” 12. અમે પાંચ માસ થયા જગત, ઈશ્વર અને આત્મભાવ એ સર્વને વિષે ઉદાસીનપણે વર્તીએ છીએ. મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાર્તા છે - વૈશાખ વદ-૬, ૧૯૪૮ - પત્રાંક-૩૫૮.” 13. “યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે, ધન્ય રે દિવસ આ અહો !. આવી અપૂર્વ વૃત્તિ અહો ! થશે અપ્રમત્તયોગ રે, કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહવિયોગ રે, ધન્ય. (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૮૦ Page #102 -------------------------------------------------------------------------- ________________ “અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે, ધન્ય. // (શ્રીમદ્ રાજચંદ્રઃ હાથનોંધ ૧-પૃ. ૬૪) * આ બધું “વિશ્વમાનવ શ્રીમદ્ રાજચંદ્રજી” સી.ડી.માં રેકર્ડસ્થ થયું છે. “ઉપરોક્ત અવતરણોથી એમ સિદ્ધ થયું કે શ્રીમદ્ રાજચંદ્રજીને ૧૯૪૭માં નિશ્ચય નયે શુધ્ધ સમતિ પ્રકાશ્ય હતું. તેથી અખંડધારાએ વિ.સં. ૧૯૪૮ના માગશર સુદી-૬ સોમે ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ્યું. જેથી તેઓ અખંડ સ્વરૂપજ્ઞાની બીજકેવળી બન્યા. “નિરભ્ર આકાશમાં બે કળા નિરાવરણ ચંદ્રમાની જેમ અનંતાનુબંધી કષાય અને દર્શનમોહ રહિત ચિદાકાશમાં આત્મચંદ્રનું બે કળા નિરાવરણપણે અખંડ ધારાએ સતત સહજ પ્રકાશિત બન્યું રહેવું તે જ ધન્ય બીજ કેવળજ્ઞાન કહેવાય, અને ચતુર્દશીના ચંદ્રમાની માફક આત્મચંદ્રનું પ્રકાશવું તે ઉત્કૃષ્ટ બીજ કેવળજ્ઞાન કહેવાય. વચ્ચેનો ગાળો મધ્યમ બીજ કેવળજ્ઞાનનો છે. જ્યારે પૂર્ણિમાના સર્વથા નિરાવરણ પૂર્ણચંદ્રની માફક આત્મચંદ્રનું સર્વથા નિરાવરણપણું થાય ત્યારે સંપૂર્ણ કેવળજ્ઞાન થયું ગણાય છે.” ૦ કેવળજ્ઞાનના બે પ્રકાર : બીજભૂત અને સંપૂર્ણ બીજભૂત અને સંપૂર્ણ એમ કેવળજ્ઞાન બે પ્રકારે. હાથનોંધ -પૃ. ૧૭પમાં, શ્રીમદ્ અનુભવ પ્રમાણથી જે નોંધ્યું છે તે ઉપલી વિચારણાથી બુદ્ધિગમ્ય થઈ શકવા યોગ્ય છે. વળી દેશ્ય પદાર્થની અપેક્ષાએ જ માત્ર આ કાળે કેવળજ્ઞાનની વ્યાખ્યા પ્રચલિત છે તે અપૂર્ણ છે. તેની સાથે જીવની અપેક્ષાએ વ્યાખ્યા મેળવીએ ત્યારે જ તે સંપૂર્ણ થઈ ગણાય. કારણ કે જૈન ન્યાય ગ્રંથોમાં “વાર વ્યવસાયી જ્ઞાન પ્રમાણમ્' અર્થાત જે “સ્વ” તે સ્વરૂપે તથા “પર” તે પરરૂપે એમ સ્વ-પર તે જેમ છે તેમ જુદું જુદું બતાવે તે જ્ઞાન પ્રમાણભૂત ગયું છે. આ ન્યાયથી કેવળજ્ઞાનની પ્રચલિત વ્યાખ્યાએ ખૂટતી કડીને જોડવા રૂપે શ્રીમદે આત્મસિદ્ધિશાસ્ત્રમાં જીવની અપેક્ષાએ કેવળજ્ઞાનની વ્યાખ્યા બતાવી છે.”* શ્રી સહજાનંદઘનજીએ સ્વાનુભવથી અને મહાપ્રાજ્ઞ પં.શ્રી સુખલાલજીએ ગહન ચિંતનથી શ્રીમદ્જીની આ આત્મસિદ્ધિશાસ્ત્રની અપૂર્વ આત્માનુભવ-નિવૃત કેવળજ્ઞાનપરિભાષાનો જે સંકેત કર્યો છે તે નિમ્ન ગાથામાં સ્પષ્ટ પરિલક્ષિત થાય છે : “કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.” (૧૧૩) રાજગાથા Page #103 -------------------------------------------------------------------------- ________________ આ કેવળ નિજસ્વભાવ કેવો હોય ? તેનો ઉલ્લેખ તેમણે આ પૂર્વાપર પૂર્વગાથાઓમાં કહ્યો છે : “આત્મા સતુ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ, મોક્ષપંથ તે રીત.” (૧૦૧) સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, શુધ્ધ બુધ્ધ ચૈતન્યધન સ્વયંજ્યોતિ સુખધામ એવા પરિશુધ્ધ, પરિપૂર્ણ, પરિજ્ઞ આત્માના કેવળ નિજસ્વભાવનું અખંડ અવિચ્છિન્ન ધારારૂપ જ્ઞાન જેમને સ્વયંને વર્લ્ડ- પ્રવર્ચી ગયું અને જેમાં પચીસસો વર્ષ પૂર્વનું પરમાત્મા મહાવીરના શ્રીમુખે પ્રવહેલું ગણધરવાદનું મહાજ્ઞાન પ્રતિબિંબિત થયું એવા શ્રીમજીની દેહ છતાં નિર્વાણવત્ દેહાતીત મહાવિદેહી આત્મદશાને અને તેમાંથી નિવૃત શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્રની સંરચના-પ્રવહનાને આપણે શું કહીશું? આપણે અલ્પજ્ઞો એને શી રીતે, આપણી કઈ અંતરભૂમિકામાંથી, કયા શબ્દોમાં મૂલવીશું? શ્રી આત્મસિદ્ધિના નિષ્કર્ષરૂપે શ્રીમદ્જીએ સ્વયં આપેલ તારણ “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” અનુસારની તેમને સ્વયંને જ આ કેવળજ્ઞાનના “શુધ્ધ સમકિત પ્રકાશ્યા” બાદની સંપ્રાપ્તિ આરંભાયાનો સંકેત કરે છે. અહીં ઉપર શ્રી સહજાનંદઘનજી જેવા ઉત્સુક્ત આત્મદેખાએ તેમને “અખંડ સ્વરૂપજ્ઞાની બીજકેવળી” તરીકે અનંતાનુબંધી કષાય અને દર્શનમોહ રહિત ચિદાકાશ-ચેતનાના નિરભ્ર આકાશમાં, બે કળા નિરાવરણ પણે અખંડ ધારાએ સતત સહજ પ્રકાશિત રહેતા બીજ કેવળજ્ઞાની આત્મચંદ્ર સ્વરૂપે નિહાળ્યા છે એ યથાર્થ છે. ધન્ય છે તેમના સમાની એ અંતર-ઊંડાણેથી ઉદ્ભવતી આત્મદષ્ટિ કે જે શ્રીમદ્જીની આવી અદ્ભુત આત્મદશાને, બીજ કેવળીદશાને નિહાળી શકે છે! સાર્થક છે તેમની વિવેકદ્રષ્ટિ કે જે સ્વયં શ્રીમદ્જીના જ ઉપર્યુક્ત સ્વવૃત્તાંતમાં પરમ સત્ય ભરેલા તારણોથી આ સિધ્ધ કરી શકે છે !! મહાપ્રાજ્ઞ પંડિતશ્રી સુખલાલજી જેવાની એકલાની જ અંતરપ્રજ્ઞાની વિગત પચીસસો વર્ષોના ગ્રંથસર્જનો પર ફરી વળતી દૂરદષ્ટિ નહીં, અનેકાનેક ગુણગ્રાહક એવા આત્મસિધ્ધિ શાસ્ત્રના અન્ય અધ્યેતાઓની અંતર્દષ્ટિ પણ આ નિહાળી અને સિધ્ધ કરી શકી છે !!! વણઝાર... વિદુષી વિમલાતાઈ સુધીના અધ્યેતાઓની કેટકેટલા અન્ય મહાપ્રાજ્ઞોનાં - શ્રીમઅભ્યાસી અભિવક્તાઓ અને લેખકોસંશોધકોનાં નામ લઈએ? પ્રભુશ્રી લઘુરાજજીર્થી માંડીને મહાત્મા ગાંધીજી, આચાર્ય * “ઉપાસ્યપદે ઉપાદેયતા” શ્રી સહજાનંદઘનજી : પૃ. ૧૨ થી ૨૩ (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૮૯ Page #104 -------------------------------------------------------------------------- ________________ વિનોબાજી - બાળકોબાજી - ડૉ. ભગવાનદાસજી, ડૉ. સરયૂબેન, શ્રી વજુભાઈ ખોખાણી - વસંતભાઈ ખોખાણી અને વિદુષી સુશ્રી વિમલાતાઈ સુધીના અનેકાનેક નામી-અનામી અભ્યાસી પરમ ધન્યજનોની જાણે વણઝાર ચાલી છે – શ્રીમદ્ભુ અને આત્મસિધ્ધિની આ યુગની મહાસિધ્ધિની પરિસર્જનાને બિરદાવતી અને તેને વિશ્વ તત્ત્વના શૈલશિખરે સુપ્રતિષ્ઠિત કરતી ! એક વિમલાતાઈનાં જ વિમલ વચનોની પરાવાણીનું દર્શન કરીએ ઃ Glory Be to Sri Rajchandra "In that Science of Self-Realisation... in that Poetic Treatise (of Sri Atmasiddhi) having a format of a dialogue between an Emancipated Master and an Enquiring Student, is contained the essence of Indian Spirituality. It transcends the Frontiers of both Jainism and Hinduism. It has a Global Content. "The Scientific Handling of the Theme, the Mathematical Precision in the choice of words and the lucidity of style are simply enchanting. "Dry Theological Dogmas or Sentimental Repeatition of certain rituals do not bring about transformation sayes Rajchandra. Raga and Dwesha - infatuation and hatred are the root causes of Bondage. Ingnorance about the ultimate nature of reality, about the issence of one's being, causes the imbalance of Raga-Dwessha. That basic ignorance is the source of all suffering. Eradication of ignorance is the emergence of understanding. The light of understanding dispels darkness. "I strongly recommend a serious study of this jewel of a book to every genuine Sadhaka. The words of Sri Rajchandra are charged with the vibrations of supreme intelligence. He is alive in every verse of Atma Siddhi."* * ૯૦ (“Saptabhashi Atmasiddhi”ના પુરોવચનમાંથી સંક્ષેપીને) – ‘સપ્તભાષી આત્મસિધ્ધિ' ‘‘અંતયાત્રા વિમલ સરિતા સહ' અને “સર્વોદયથી સમગ્રતા અને સપ્તભાષી સુધીની વિમલાતાઈની જીવનયાત્રા” ઈત્યાદિ કૃતિઓ (સ્વ-રચિત)માં. રાજગાથા Page #105 -------------------------------------------------------------------------- ________________ જે સર્વશ્રેષ્ઠ પ્રજ્ઞામાંથી પ્રસ્ત થયેલા શબ્દોના આંદોલનોનું અને એ પ્રત્યેક શબ્દમાં ધબકતા-વિરાજતા શ્રીમદ્જીનું અહીં સુશ્રી વિમલાદીદી જે દર્શન કરી-કરાવી રહ્યાં છે તેનું વિશદ અધ્યયન કરવા જેવું છે. તેમના સ્વયંના દ્વારા અને આ લેખક દ્વારા એ અન્યત્ર શબ્દબધ્ધ થયેલું છે. અહીં તો હીરાની પરખ સાચો ઝવેરી જ કરી શકે એ ન્યાયે, શ્રીમદ્જીના અને તેમની મહાકૃતિના મૂલ્યાંકન વિષે અંગ્રેજ વિવેચક Ben Jonsonના આ કથનથી સમાપન-સંકેત કરીશું : “To judge of Poets is only the faculty of Poets and not of all, but the Best.” શ્રીમદ્જીનું સાત વર્ષની આયુનું જાતિસ્મરણ જ્ઞાનનું પ્રાકટ્ય, દસ વર્ષની બાલઆયુનું એ પૂર્વજન્મજ્ઞાનની પ્રતીતિ સમું “પુષ્પમાળા'નું સર્જન, ૧૬ વર્ષની યુવાવસ્થાનું “મોક્ષમાળા'નું મહાનિર્માણ અને સાક્ષાત્ સરસ્વતી'નું બિરુદ અપાવતું “શતાવધાન’ - પ્રસ્તુતીકરણ, આ પછીનું સ્વયંની નિગ્રંથ દીક્ષા ગ્રહણાર્થ માતૃઆજ્ઞાર્થ ઋણાવસ્થામાંના માતૃચરણે સેવા કરતા બેસીને – “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ છો?” - નું ૨૧ ગાથાનું અદ્ભુત ભાવાલેખન – - ચરોતરના વનો અને ઈડરની ગુફાઓમાં આત્મધ્યાનમાં સતત નિમજ્જન ઉપરાંત ઝવેરી બજારની પેઢી પર “કાળકૂટને વિષ” દેખનારા હીરાના વ્યાપારમાં પણ આત્માની સહજસમાધિ દશામાં રમણ – – આ સર્વ ઘટનાઓ અને સર્જનાઓને ઊડતી નજરે નિહાળીએ તો આ સર્વપછીની શ્રીમદ્જીની “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની આ મહાસર્જનાને આપણે શી રીતે, કેવી દૃષ્ટિએ મૂલવી શકીશું? એ મૂલ્યાંકન માટે આપણી અંતર્મજ્ઞાની દૃષ્ટિ સક્ષમ છે ખરી? અત્યંત અત્યંત દુરુહ કાર્ય છે આ અને એટલે જ અહીં ઉપર્યુક્ત સર્વશ્રી સુખલાલજી, સહજાનંદઘનજી, વિમલાતાઈ જેવા અનેક આત્માનુભવી દેખાઓની કથેલી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર અને શ્રીમદ્જીની દેહાતીત મહાવિદેહી દશાને પ્રમાણીને ચાલવું રહે. “તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું !” (શ્રીમદ્જીઃ બહુ પુણ્ય) પાવે નહીં ગુરુગમ બિના – (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૯૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ ‘ગુરુગમ’ - સુગુરુગમ - વિના શ્રીમદ્ભુની મહાવિદેહી દશામાંથી અખંડ આત્મજ્ઞાન ધારામાંથી નિષ્પન્ન એવું શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું પરિસર્જન આપણે યથાતથ્ય સમજી અને મૂલવી નહીં શકીએ. અનેક પૂર્વજન્મોની, પુરુષ પુરાણ પરમગુરુઓની નિશ્રાની સાધનાંતે શ્રીમદ્ભુનું આ કાળમાં જન્મવું એ શું સૂચવે છે ? સહજાનંદઘનજીના શબ્દોમાં એ એક ‘અચ્છેરા’ રૂપ જ ઘટના નથી ? ફરી વિચારીએ કે શ્રી સિધ્ધાચલજીની યાત્રાના મહાદિને અને કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના પણ કાર્તિક પૂર્ણિમાના શુભ જન્મદિને - એ ‘પૂર્ણાતિથિએ’ શ્રીમદ્જીનું જન્મવું એ ય શું સંકેત કરે છે ? આવી એક પરમ પાવન પૂર્ણાતિથિએ દેહજન્મ ધારણ કરીને અને માત્ર ૩૩ વર્ષની વયે મહાસર્જનો પૂર્ણપણે સંપન્ન કરીને અનેકોની આત્મજ્યોત પ્રગટાવીને પુનઃ એક પૂર્ણાતિથિએ જ - ચૈત્ર વદી પંચમીએ-મહાપ્રયાણ કરી ‘એક દેહ ધારી સ્વરૂપ સ્વદેશ' જવા પ્રસ્થાન કરી જવું એ તેમની પૂર્ણતા ભણીની ગતિનું જ ઘોતક છે. પૂર્ણતા ભણી, મોક્ષભણી ધસમસતા વેગે ગતિ કરી રહેલા આ પરમપુરુષનું ‘આત્મામાં લીન થઉં છું’ એ શબ્દો પછીનું મહાસમાધિપૂર્વકનું સમાધિમરણ એમની આ જન્મની મહાવિદેહી દશાના પ્રતિફલનરૂપ મહાવિદેહ ક્ષેત્રે જ એ શેષ એક જન્મ ધારણ કરવા ઘટિત થયું......! આ સર્વની અનુચિંતના તેમના બીજકેવળીપણામાંય પૂર્ણ કેવળજ્ઞાન પામવા મહાક્ષેત્રે શ્રી સીમંધર પ્રભુની જ મહાનિશ્રામાં પહોંચવાનો સંકેત કરે છે. અનેક ઋષભાદિ-પાર્શ્વનાથાદિ પુરાણ પુરુષોની પરમનિશ્રાઓના અંતે પ્રભુ મહાવીરના ચરણોની ૨૫૦૦ વર્ષ પૂર્વની અંતિમ નિશ્રા અને આ સુદીર્ઘયાત્રાને અંતે વર્તમાને વિહરમાન પ્રભુ સીમંધર ભગવાનની નિશ્રામાં કેવળજ્ઞાની બની તેમની પર્ષદામાં બિરાજવાની શ્રીમદ્ભુના મહાજીવનની સારી યે સંકલના અને ઘટના અદ્ભુત, અભૂતપૂર્વ, અનન્ય છે. દીર્ઘ અંતર્પ્રજ્ઞાથી અને સુગુરુગમથી ‘ચૈતન્ય દૂરદર્શન'માંના પ્રવેશ દ્વારા સર્વ કોઈ સિધ્ધસમ ધન્યાત્મા આ સર્વ સ્વયં નિહાળી અને અનુભવી શકે છે. તો આવા પરમપુરુષની સક્ષમ લેખિનીમાંથી પ્રગટેલું - પ્રવહેલું શ્રી આત્મસિધ્ધિનું ગ્રંથ સર્જન કેટલું સક્ષમ હોય એ સહજ સમજી શકાય તેવું છે. યુગપ્રધાન આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીજીએ ૧૪ પૂર્વોમાંના ‘પ્રત્યાખ્યાન પ્રવાદ’ પૂર્વમાંથી ‘શ્રી કલ્પસૂત્ર' સમ મહાગ્રંથનું સર્જન કર્યું અને સ્વરૂપજ્ઞાની મહાવિદેહી ‘બીજકેવળી’ શ્રીમદ્ રાજચંદ્રજીએ સાતમા ‘આત્મ પ્રવાદ' પૂર્વના આધારે પૂર્વપ્રજ્ઞાપૂર્વક રાજગાથા ૯૨ Page #107 -------------------------------------------------------------------------- ________________ તેમજ પ્રભુ મહાવીરના ગણધરવાદના કથનની પૂર્વશ્રુતિ-સ્મૃતિપૂર્વક શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ચ્યું. આવી આત્મસિધ્ધિશાસ્ત્રની આ મહારચનાના પ્રદાન દ્વારા વર્તમાનમાં વિલુપ્ત એવા વીતરાગમાર્ગ-જિનમાર્ગને પ્રશસ્ત કરી સ્વચ્છ અને સુસ્પષ્ટ કરીને, તે ભણી આંગળી ચીંધીને તેઓશ્રી મહાવિદેહક્ષેત્રે સિધાવી ગયા, પરમ ધન્ય બની ગયા ! તેમના અંતરલોકના ઊંડાણ અને ઊંચાણ ભણી ડોકિયું જ નહીં, તેમાં ઊંડા ઉતરી, તેનું ખેડાણ કરી તેમને પ્રશસ્ત ભક્તિભાવે અંજલિ આપતાં અહોભાવભર્યા આવાં અનેક રાજપદો શ્રી સહજાનંદઘનજીએ રચ્યાં છે : અહો જ્ઞાનાવતાર ! કળિકાળના હો રાજ ! તરી બેઠા નિશ્ચિત મહારાજ રે, ભવના સમુદ્રને કાંઠડે. “જિનમાર્ગ બતાવી જંબુ-ભરતમાં તો રાજ! લહ્યો મહાવિદેહ જિન-સાજ રે, ભવના સમુદ્રને કાંઠડે.” આ પદના વિસ્તારમાં પોતાની આપવીતી કહીને પછી આના અનુસંધાનમાં આત્મસાધકોને પુરુષાર્થ પ્રેરણા આપતું બીજું રાજપદ તેમણે રચ્યું : અહો જ્ઞાનાવતાર ગુરુરાજના હો લાલ ! સૌ કેડ કસી સજ્જ થાવ રે, આત્મસ્વરૂપ આરાધવા. આ જડ સ્વરૂપમાં જંજાળમાં હો લાલ ! કેમ અટકી રહ્યાં છો સાવ રે? આત્મસ્વરૂપ આરાધવા.. આ કાળે કાંટાળા માર્ગને હો લાલ ! કર્યું સ્વચ્છ કૃપાળુ રાવ રે, આત્મસ્વરૂપ આરાધવા ચાલી ચિન્હો કર્યા સંકેતના હો લાલ! મહાભાગ્ય મળ્યો એ દાવ રે, આત્મસ્વરૂપ આરાધવા છે મોક્ષ ને મોક્ષ ઉપાય છે હો લાલ ! આ કાળે એ શ્રદ્ધા જમાવ રે એકનિષ્ઠાથી એ પંથ ચાલતાં હો લાલ! સધે સહજાનંદ સ્વભાવ રે. આત્મસ્વરૂપ આરાધવા....”*1 શ્રી સહજાનંદઘનજીએ શ્રીમદ્જી અને તેમના સર્જન-પ્રદાન વિષયક પૂર્વોક્ત પ્રતિપાદનનું સમાપન કરતાં તારણ આપ્યું છે :* સહજાનંદ સુધા : પૃ. ૬૭ અને ૬૯ 2 “ઉપાસ્યપદે ઉપદેવતા” પૃ. ૪૫ (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૯૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ “શ્રીમદ્ રાજચંદ્રજી તે કાળ, તે સમયના યુગપ્રધાન પુરુષ હતા. એમનામાં તથા પ્રકારની તારકશક્તિ હતી. માટે જ નગારા પર ડંડાની ચોટે તેમણે કહ્યું કે - “તીર્થકર જે સમજ્યા અને પામ્યા તે આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણાય વખત થયાં કરી રાખ્યો છે. જો કે તીર્થકર થવા ઈચ્છા નથી, પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે, એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે. તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને શમાવવાની ઈચ્છા રાખી નથી. (પત્રાંક-૧૭૦)2 અંતિમાએ સંકેતો તીર્થકર બનવાની નહીં, પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવાની ઈચ્છાના ધારક આત્મસિધ્ધિ શાસ્ત્ર-રચયિતા શ્રીમદ્દે કલ્પસૂત્રના ગણધરવાદમાં “આત્મ-પ્રવાદને અને પ્રભુ મહાવીરના જીવનાંતના સમી સાધના ઉપદેશ એવા “શ્રી ઉત્તરાધ્યયન”માંના વિનય-સૂત્રને જ પ્રતિધ્વનિત તેમજ મહિમા-મંડિત કરેલ છે, યથા – “એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ, મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.” (આસિ.શાસ્ત્ર-૨૦) આવા વિનય-મહત્તા અને આત્મ-સત્તાની સર્વોપરિતાના ને નાફ તે સર્વ નારૂ' (“જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણું')ના નિગ્રંથ પ્રવચનના હાર્દને અભિવ્યક્ત અને પરિલક્ષિત કરતી અનેક ગાથાઓ શ્રી આત્મસિધ્ધિશાસ્ત્રમાં નિહિત છે. તેના શ્રી ગણધરવાદ સાથે સામ્ય અને તુલનાત્મક સમન્વયાત્મક વિશદ અધ્યયન ભણી સર્વ મહામના વિદ્વજનોને વિનમ્ર અનુરોધ કરવાનો અહીં ભાવ અને સંકેત માત્ર છે. ઉન્મુક્ત ચિત્તના વિદ્વાન અધ્યેતાઓ, પૂર્વોક્ત વિદ્વાનોની હારમાળાથી આગળ જઈને બંનેના એકે એક વિધાનની તુલના કરી શકે તેવી સંભાવના અને ક્ષમતા બંને રચનાઓમાં છે. અનેક સત્યો તેથી ઉજાગર થઈ શકે તેમ છે. ગણધરવાદમાં ૧૧ પ્રશ્નસંદેહો પ્રતિપાદિત થયાં છે, જેમાં જૈનદર્શનનાં ૯ કે ૭ તત્ત્વો સમાહિત થઈ જાય છે. આત્મસિધ્ધિશાસ્ત્રના ૬ પદોના ષસ્પદ નામ કથન'માં બંનેમાં પ્રધાનપદે છે આત્મસત્તા અને કર્મસ, જે જૈનદર્શનમાં અભિવ, વિશિષ્ટ અને સમગ્ર સંપૂર્ણ સ્વરૂપે અભિવ્યક્ત થયેલ છે. વિશ્વના સર્વદર્શનો તેને નકારી કે પ્રતિવાદિત કરી શકે તેમ નથી. તેવી ક્ષમતા રાજગાથા Page #109 -------------------------------------------------------------------------- ________________ ક્યાંય નથી. જૈન દર્શન પ્રણીત આ આત્મસ્વરૂપ ચિંતના અને કર્મસત્તાની ગહનતાગૂઢતાને સમસ્ત વિશ્વદર્શનોના અભ્યાસી વિદુષી વિમલા ઠકાર આ શબ્દોમાં આગળ બિરદાવે છે : “In that poetic treatise is contained the essence of Indian Spirituality. It transeends the frontiers of both Jainism and Hinduism. It has a global content." (– “Saptabhashi Atmasiddhi” foreword : pp-xvii) ગૌતમાદિની આત્મસત્તા શ્રદ્ધા દેઢ કરાવતા ગણધરવાદમાંના પ્રભુ મહાવીરના ઉદ્દેશ અભિગમને શ્રીમદ્ આત્મસિદ્ધિશાસ્ત્રમાં આમ મૂકે છે ઃ “વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાષ્યો અત્ર અગોપ્ય.” (આ.સિ.શાસ્ત્ર-૨) લુપ્તમોક્ષમાર્ગના આત્માર્થને જગાડવાનો શ્રીમનો ઉદ્દેશ્ય તેમના સ્વયંના આ શબ્દોમાં વ્યક્ત થાય છે ઃ "देह के हेतु अनंतबार आत्मा का क्षय किया है । मुमुक्षु जीव को अवश्य निश्चय होना चाहिए कि आत्मा के हेतु जिस देह का क्षय किया जाएगा, उस देह में आत्मविचार का जन्म होने योग्य जानकर, सर्व देहार्थ की कल्पना छोड़कर, केवल एक आत्मार्थ में ही उसका उपयोग करें ।" (શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની શ્રી વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન પ્રકાશિત સર્વ પ્રથમ લોગ પ્લે અને સી.ડી. રેકોર્ડનું પૂર્વ પ્રસ્તુતીકરણ ઃ “સપ્તભાષી આત્મસિધ્ધિ'' પૃ. XXIII) : - – આ ઉદ્દેશ્ય અને ઉપર્યુક્ત તુલના માટેનો અનુરોધ – સંકેત કરતા આ વિનમ્ર પ્રયાસ-આલેખમાં જિનાજ્ઞા-સદ્ગુરુ આજ્ઞા વિરુદ્ધ જ્ઞાતાજ્ઞાતપણે કોઈ અભિવ્યક્તિસ્ખલના થઈ હોય તો અંતઃકરણથી “મિથ્યા દુષ્કૃત - મિચ્છામિ દુક્કડમ્” ક્ષમાપ્રાર્થના. ॥ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ॥ ‘પારુલ’, ૧૫૮૦, કુમાર સ્વામી લે આઉટ, બેંગલોર-૫૬૦૧૧૧. (M) 09611231580 (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૯૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ 3) C90 સંદર્ભ સૂચિ (ગુજરાતી-હિન્દી-અંગ્રેજી) 1 શ્રી પસૂત્રમ્ શ્રી કલ્પસૂત્ર ૯૬ શ્રી વ્પસૂત્રમ શ્રી કલ્પસૂત્ર (0); विशेष आवश्यक भाष्य ગણધરવાદ ૭ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર સપ્તભાષી આત્મસિદ્ધિ આનંદઘન પદ્ય રત્નાવલી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર : પં. સુખલાલજીનું પુરોવચન : प्रज्ञा संचयन: श्रीमद् राजचंद्र की आत्मोपनिषद् ATMA SIDDHI SHASHTRA The Song of off Beat शास्त्र आत्म ♦ શ્રીમદ્ રાજચંદ્ર (વચનામૃત ગ્રંથ) ત્રિશષ્ટિશલાકા પુરુષચરિત્રનો અંગ્રેજી અનુ. The Jain Saga Part-3 શ્રી કલ્પસૂત્ર પૂજા વ્યાખ્યાન + યો.યુ.શ્રી. સહજાનંદઘન પ્રવચન સી.ડી. षटखंडागम : तीर्थंकर चरित्र ૭. આર્દત્વતે આત્મસિદ્ધિ Pigmitess PRAMKUMAR 4 TOLIVA શ્રીમદ્ રાજચંદ્રજી કૃત આત્મસિધ્ધિ અને અપૂર્વ અવસર પ્રા. પ્રત્તાકુમાર ટોલિયા सद्गुरु बोध सुहाय ♦ શ્રી સહજાનંદસુધા ♦ ઉપાસ્યપદે ઉપાદેયતા ♦ અંતર્યાત્રા : વિમલસરિતા સહ : Voyage within with Vimalaji ♦ સર્વોદયથી સપ્તભાષી સુધી... ♦ મરમનો મલક રાજગાથા Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આ સિદ્ધશિલા.... ! આ સિધ્ધશિલા ! પરમપદ પ્રબોધતી પરિસિધ્ધ શિલા !! અહીં સપ્તમુનિ-બોધ જ નહીં, હિંસકોને ય મૂક-પ્રબોધ પ્રગટ્યો પરમ કૃપાળુનો !! અહીં, હા અહીં જ ક્યહી બિરાજ્યા હશે, પ્રભુને ચરણે, “છગન-મગન”*1 બે વાઘ, અહિંસા-પ્રતિષ્ઠાએ *2 પરમ પ્રભાવે, કરીને હિંસા-વેરનો સદાય ત્યાગ !!! ને અહીં જ, કદાચ અહીં જ અંતર્દર્શન-આર્ષ દર્શને, પૂર્વ-દર્શને દીઠો હશે, પરમકૃપાળુ-પરમષ્ટાએ આર્યાવર્ત ભારત તણા ઉત્થાન-ઉધ્ધારનો માર્ગ અહિંસક બનાવેલા વાઘ-મોહન નહીં, “માનવ-મોહન”*૩ના માધ્યમ થકી, જે સુદૂર વિદેશથી મોહમયી નગરે મળવા તલસી રહેલા મહામહિમ-મહાભાગ ! વિચિત્ર વિશ્વે નથી લીધી નોંધ, પ્રસરેલા અહીંના આંદોલનો-આર્ષદર્શનોની, અહિંસા, અનેકાંત, આત્મજ્ઞાન અને વિશ્વશાંતિ-વિશ્વકલ્યાણનાં સંદર્શનોની પરમગુરુ “રાજ” થકી જે રોપાયા-પ્રતિરોપાયા એક “મોહન”ના મન-મસ્તિષ્ક મહીં, ને પ્રસર્યા “ભારતમુક્તિથી કરવા મુક્ત અશાંતિમાંથી સકળ વિશ્વ મહી !! કેન્દ્ર આ સર્વનું, ઉત્સ ઉગમ સ્થાન આ સર્વનું, પ્રશાંત પ્રવર્તમાન વિશ્વનું, આ પરમ પરમાણુ વેરતી, અહિંસા પ્રબોધતી, હિંસા ઘોર પિંગાળતી, આત્માને ઢોળતી, સિધ્ધશિલા. પરમ ગુરુ પરમકૃપાળુની પુનિત સંસ્પર્શિત-સિધ્ધશિલા... ! “અહમને ઓગાળતી, “અહમને ઊઠાડતી, પરમપદ પ્રબોધતી પરિસિધ્ધ શિલા !!x ૪ વંદન શતધા, સહસ્ત્રધા, અનંતધા (તને) ઓ સિધ્ધશિલા.. ! - અનંતદર્શી (ઈડર, ૨૫-૨-૧૯૯૪) * પરમકૃપાળુ દેવે બંને વાઘોને આપેલાં નામઃ મોહન-મગન #2 “હિંસા પ્રતિષ્ઠાથાં તાંનિધો વૈરત્યાઃ '' – પાતંજલ યોગદર્શન *3 મોહનદાસ કરમચંદ ગાંધીજી આ સિધ્ધશિલા..... Page #112 -------------------------------------------------------------------------- ________________ ધ્યાને, ધન્ય ધરાએ, ઈડરની દીદાર દીઠો પરમકૃપાળુનો પરમ જ્ઞાનના દેશમાં, મહાવિદેહના, મહાજ્ઞાનના, મહાવિરામી ભવ-પ્રદેશમાં, ધન્ય થયો આ ભવ-ભટકણમાં, આ ધન્ય ધરાએ આવી બાહ્યાંતરની સર્વ ઉપાધિ, સર્વ સંગોનો સુઅંત લાવી ! “એક પરમાણુમાત્રની મળે નવ સ્પર્શના” 'न वि अस्ति मम किञ्चित्, एक परमाणु मित्तंपि ।" - આ ઘોષ-પ્રઘોષ સુણાવ્યો સિધ્ધશિલાને પ્રાંતેથી, “આહત”માંથી સરી “અનાહતે”, પરમ-ધ્યાનને દ્વારેથી / - અનંતદર્શી (સિધ્ધશિલા” નિકટ ધ્યાનમાં, ઈડર, ૨૫-૨-૯૪) સ્વજન મારાં પરમકૃપાળુ, વિજન સારું વિશ્વ..... ! વિદેશ - પરદેશ આ જગત સઘળું, સ્વરૂપ એ જ સ્વદેશ !! – અનંતદર્શી રાજગાથા Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આવા જ ઢળતા પહોરે, સત્તાવીસ વર્ષે..! સ્વાનુભવ કથા (શ્રીમદ્ રાજચંદ્ર વિહારભવન, ઈડર પરમક્ષેત્રની પુનઃસંસ્પર્શના વેળાએ) 3ૐ નમઃ | આ શૃંગનો પ્રાન્ત.. ! કેવળ એકલ પ્રશાન્ત.... !! દૂષણ-પ્રદૂષણ-વિસ્વર સૂરોથી, ના થતો વિભ્રાન્ત.... !! શી ધન્ય એની ધરા, શા ધન્ય એનાં અણુ-રેણુ (સુવર્ણ) કણ-કણ ! અહીં પુઢવી શિલા” પર સમોસર્યા પ્રભુ પિતા પરમ વીર ભગવંત; અને બિરાજ્યા “સિધ્ધશિલા' પર પરમકૃપાળુ આણવા ભવ અંત – પ્રબોધતાં આત્મ-દ્રવ્યને દ્રવ્ય સંગ્રહ થકી, સરળ સુભાગી સપ્ત સંત; સમજાવી સકળ માર્ગ નિગ્રંથ, ભેદાવી મર્મપડળ કર્યદળ અનાદિ અનંત. હશે સંચર્યા પૂર્વે ય કેટકેટલી વાર અહીં પ્રભુ પરમકૃપાળુ પરમ દયાળ, કરી સાર સંભાળ ને ભાળ, વળગાડી આંગળીએ આ પામર, અલ્પ લઘુ બાળ; સ્વચ્છેદે વત્યે જે બહુ કાળ-કરાલ, ભેદાવી ભ્રાન્તિની મહાજાળ, કલુષિત કર્મની જંજાળ, ઊઠાવી લઈ પરમાનુગ્રહે ત્યાંથી, તરત, તત્કાળ ! અને આ દેહજન્મે ય ખેંચતી રહી, આ જ ધરા બહુ વાર, ઉતારવા કર્મનાં ભ્રમ-ભાર, સંશોધવા જીવન-રહસ્યોના સાર; અનેકદા બાળ-યુવાવયે એકલ એકાન્ત ભટકતો માથે પ્રભુ આધાર, અને તદનંતરે એકદા શતાબ્દી વર્ષે, નિર્મલ વિમલ તાઈ સંગે લઈ સિતાર ! આવા જ ઢળતા પહોરે, સત્તાવીસ વર્ષે..! Page #114 -------------------------------------------------------------------------- ________________ અહો ! કેવો એ વિરલ સંયોગ કે જ્યારે સહસા પધાર્યા આ “વિહાર” દ્વાર, “પરમકૃપાળુના દાસ”, મુનિ “ભદ્ર-સહજાનંદ” દયાળ, લઈ ભક્તોની વણઝાર; શોભતો સંગે અજ્ઞાત છુપાતાં, આત્મજ્ઞા માતેશ્વરીનો*1 દિવ્ય દીદાર, અને “પરમકૃપાળુના લાડલા લાલ”&2 તણીય સુંદર, સરળ, સથવાર ! આગમન પૂર્વે જ આ સૌ ભવ્યોનાં, રણઝણી રહેલા મુજ સિતારના તાર, પ્રભુ-ભદ્ર નિશ્રાએ, લાલ’ અનુરોધે, કરી રહ્યાં એ રાત્રિભર ઝણકાર; ને પ્રાતે વિમલાતાઈના પરિમલ મુખરિત મને, જવ પ્રગટ્યો સંવાદ, પરમગુરુ સંગે, જે ય નમ્રાતિનમ્ર બની, મહાપ્રયાસે વદી રહ્યાં તે વાર. સિધ્ધશિલાની સમીપ વિરાજી, અન્યોન્ય(ની) થઈ આજીજી ઝાઝી, અંતે પ્રગટી વાણી ગુરુની, સૌમ્ય-સંવાદી, શાંત-સરળ ને સાજી, પ્રેરક, પ્રબુધ્ધ, પ્રચંડ જે બનતાં સાતે ય પહાડો રહ્યાં ગાજી, સુયોગ્યતા જોઈ “સહજાનંદઘન”ની પરમકૃપાળુ ય જાણે થઈ ગયાં રાજી ! ધન્ય થયો સુણી આ લઘુ બાળ, “ભદ્ર” “વિમલ*3નો વિરલ સંવાદ, ને એથી ય વધુ મૂક, ગુપ્ત, અજ્ઞાત માતનો ધૂન ભક્તિ (તણો) નિનાદ; તાર સંધાયા ભવ-ભવાંતરના, ઈડરથી હંપી તણા ગુંજ્યા ગુફાના સાદ, આવા જ ઢળતા પહોરે, સત્તાવીસ વરસે, રહ્યાં અપાવી પ્રભુ આજ્ઞાની યાદ “આવી વિરમો સર્વ સંગોથી, થઈ જાઓ સ્વયંમાં સ્થિત !” એ ય કેવો યોગાનુયોગ અહીં પ્રથમ પરિચય કરાવ્યો પ્રભુના લાલે, ને આજ સત્તાવીસ વર્ષે પુનઃ પ્રવેશ ય કરાવ્યો “લાલના લાલ” શ્રી ચીમનલાલે ! - “અનંતદર્શી' (ચંદ્રપ્રભુ પર્વતિકા, ઈડર, ૨૫-૨-૧૯૯૪) #1 માતાજી શ્રી ધનદેવીજી, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, હેપી #2 શ્રી લાલભાઈ સોમચંદ શાહ * ભદ્ર-વિમલ શ્રી ભદ્રમુનિ (સહજાનંદઘનજી) અને વિમલાતાઈ ૧૦૦ રાજગાથા Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીમદ્ રાજચંદ્રજી (બેંગલોર આકાશવાણી પ્રસારિત હિન્દી સંગીતરૂપકનો ગુર્જર અનુવાદ) महादिव्या : कुक्षीरलं शब्दजीत रवात्मजं । राजचन्द्रं अहं वन्दे, तत्त्वलोचनदायकम् ॥ “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. (આત્મસિદ્ધિ) પ્રવકતા (સ્ત્રી): કેટલા ગહન અર્થસભર શબ્દ ! મહાનુભાવ! આ કોના શબ્દો આપ ગાઓ છો ? પ્રવક્તા (પુરુષ) : આ શબ્દો છે - પોતાની અંતરસ્થ આત્માનો બોધ પ્રાપ્ત કરી અન્ય સાધકોને એનું જ્ઞાન કરાવનાર, આ યુગના વિરલ, ગુપ્ત અને આત્મજ્ઞ મહાપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીના. સ્ત્રી-સ્વર : શ્રીમદ્ રાજચંદ્રજી ? કોણ હતા એ ? એમનું નામ સામાન્ય જનસમાજે બહુ સાંભળ્યું હોય એમ લાગતું નથી..! પુરુષઃ સાચું છે. કારણ કે તેઓ પ્રસિદ્ધિથી સર્વથા દૂર રહેવા ઈચ્છતા મહાપુરુષ હતા. છતાં ય ન તો એમનો નિર્મળ ઉપકાર ઓછો પ્રસર્યો છે, ન જગત પર એમનો ઉપકાર ઓછો છે! સ્વયં મહાત્મા ગાંધીજીએ એમની અંતરથી પ્રશંસા કરતા, પોતાની આત્મકથામાં આ પ્રમાણે કહ્યું છે. સ્ત્રી : મહાત્મા ગાંધીજીએ ? પુરુષ : હા, એમને માટે “રાયચંદભાઈ' શબ્દનો પ્રયોગ કરીને. ગાંધીજીએ શ્રીમદ્રને પોતાની આત્મકથામાં જ નહીં, પોતાના જીવનમાં પણ ઉચ્ચતમ સ્થાને સ્થાપિત કર્યા છે. - ટૉલ્સ્ટૉય અને રસ્કિન કરતા પણ ઉચ્ચતર સ્થાને, પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક, (Spiritual Guide), તરીકે સ્થાપિત કરીને... સ્ત્રી : ઓહો..! હું તો આ વાતથી તદ્દન અજાણ છું. શું લખ્યું છે બાપૂએ એમના વિષે ? શ્રીમદ્ રાજચંદ્રજી ૧૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ પુરુષ : લખ્યું છે – “તેઓ એક અત્યંત જ્ઞાની અને મહાન ચરિત્રવાળા પુરુષ હતા. “શતાવધાની’ તરીકે પણ તેઓ પ્રસિદ્ધ હતા.. જે વસ્તુએ મને પ્રભાવિત કર્યો હતો તે હું પાછળથી સમજી શક્યો. એ વાત હતી એમનું શાસ્ત્રોનું વિશાળ-અગાધ જ્ઞાન, એમનું નિર્લોક ચારિત્ર્ય અને આત્મા સાક્ષાત્કાર માટેની એમના અંતઃકરણમાં નિરંતર પ્રજવલિત રહેનારી એક લગન - એક જ્વાળા.* સ્ત્રી : અદ્ભુત ! અત્યંત અદ્ભુત !! આવા મહાન ગુણવાળા મહાપુરુષ આ કાળમાં કેટલા હશે? પુરુષ : ખૂબ થોડા. આ જ વાત ગાંધીજીએ એક વાર અમદાવાદમાં શ્રીમદ્જીની જન્મજયંતી પ્રસંગે કહી હતી : હું વર્ષોથી ભારતમાં સાચા ધાર્મિક પુરુષની શોધ કરતો રહ્યો છું, પરંતુ મને આજ સુધી એવા કોઈ મહાપુરુષ મળ્યા નથી, કે જે શ્રીમદ્ રાયચંદભાઈની તોલે આવી શકે.”*2 સ્ત્રી : એ તો ખરેખર આશ્ચર્યજનક વાત છે ! પુરુષ : જી હા, ગાંધીજીએ એમની આત્મકથામાં પણ આ પ્રમાણે જ લખ્યું છે – “આગળ જતાં હું અનેક ધર્માચાર્યોના સંપર્કમાં આવ્યો છું. પ્રત્યેક ધર્મના આચાર્યોને મળવાનો મેં પ્રયત્ન કર્યો છે, પરંતુ જે પ્રભાવ રાયચંદભાઈએ મારા મન પર પાડ્યો છે, એવો પ્રભાવ અન્ય કોઈ પાડી શક્યા નથી. એમનાં અનેક વચન મારા અંતઃકરણમાં સીધા ઉતરી જતાં હતાં. એમની બુદ્ધિ માટે મને ખૂબ આદર હતો અને એટલો જ આદર મને એમની પ્રામાણિકતા માટે પણ હતો.”*3 સ્ત્રી : ગાંધીજીના મન પર શ્રીમદ્ભા આટલા ગહન પ્રભાવનું કારણ શું હતું? પુરુષ : શ્રીમદ્જીના ઉપરોક્ત ગુણ અને વિશેષમાં તેઓનો સર્વધર્મ સમાદર, દયાધર્મ, સત્ય, અહિંસા ઈત્યાદિ. એક વાર ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા તત્પર થયેલા બેરિસ્ટર મોહનદાસ ગાંધીને, શ્રીમદ્જીએ સ્વયં જૈન હોવા છતાં, એમના (ગાંધીજીના) પોતાના-હિંદુધર્મમાં સુદઢ કર્યા હતા. સ્ત્રી : એમ ? એવું પણ બન્યું હતું કે ? પુરુષ : હા, ગાંધીજીની આત્મકથા તથા શ્રીમદ્જી સાથેનો એમનો પત્રવ્યવહાર આ ઘટનાના સાક્ષી છે. આચાર્ય વિનોબા ભાવેએ પણ આ પ્રસંગ વિષે લખ્યું હતું – #2 “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી" * *3 “આત્મકથા” ભા.-૨, પ્ર. ૧, પૃ. ૧૧ર-૧૧૩ “આત્મકથા” ભા.-૨, પ્ર. ૧ ૧૦૨ રાજગાથ Page #117 -------------------------------------------------------------------------- ________________ બાપૂની હિંદુ ધર્મમાં શ્રદ્ધા દેઢ કરવામાં રાયચંદભાઈ નિમિત્ત બન્યા એ એમના હાથે ઘટિત સહજ સેવા હતી, પરંતુ મારા મત પ્રમાણે, જનતાની દૃષ્ટિએ એ તેમનું સર્વોત્તમ કાર્ય હતું.”*4 - સ્ત્રી : ગાંધીજીને સ્વધર્મમાં સ્થિર કરવા છતાં શ્રીમદ્જીના મનમાં બધા ધર્મો પ્રત્યે શું સદ્ભાવ હતો ? પુરુષ: નિસંદેહ! સ્વયં ગાંધીજીએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે, “રાયચંદભાઈના મનમાં અન્ય ધર્મો પ્રત્યે અનાદર ન હતો. મારી સાથે ચર્ચા કરતાં ક્યારે ય તેમણે મને એમ નથી કહ્યું કે મોક્ષપ્રાપ્તિ માટે મારે અમુક ધર્મનું અવલંબન લેવું જોઈએ. તેઓએ મને આચારના વિષયમાં જ વિચાર કરવા કહ્યું હતું.”*5 પોતાના એક સુવિચાર-ચિંતનમાં પણ શ્રીમદ્જીએ સ્વયં લખ્યું છે – તું ગમે તે ધર્મને માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.” (“પુષ્પમાળા'-૧૫) સ્ત્રીઃ અહીં સર્વ ધર્મ સમાદરની વાત તો સ્પષ્ટ થાય છે. પણ ગાંધીજીના સત્ય, અહિંસા આદિનો પણ શ્રીમજી સાથે કોઈ સંબંધ હતો ? પુરુષ : અવશ્ય. ગાંધીજીના સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિની સાધનાની પ્રેરણાના મૂળમાં તો શ્રીમદ્જી જ હતા. સ્ત્રી : શું કહો છો ? ગાંધીજીએ આ વિષયમાં ક્યાંય કશો ઉલ્લેખ કર્યો છે ? પુરુષ : હા, વિક્રમ સંવત ૧૯૯૨ની કાર્તિક પૂર્ણિમાના વ્યાખ્યાનમાં તેમણે આ વિષે ઉલ્લેખ કર્યો છે. “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી” (શ્રીમદ્ રાજચંદ્ર ગૌર Tથીની) પુસ્તકના પૃ. ૭૨ અને ૯૦ પર આ જોવા મળે છે. ગાંધીજીએ સ્પષ્ટરૂપે સ્વીકાર કર્યો છે કે “મેં અનેક વ્યક્તિઓનાં જીવનમાંથી ઘણું પ્રાપ્ત કર્યું છે. પરંતુ સહુથી વિશેષ કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી રાજચંદ્રજીના જીવનમાંથી. દયાધર્મ પણ હું એમના જીવનમાંથી શીખ્યો છું. આ ઉપરાંત એમના જીવનમાંથી શીખવા મળેલી બે મહત્ત્વપૂર્ણ વાતો તે સત્ય અને અહિંસા. તેઓ પોતે જે સાચું માનતા એ જ કહેતા અને એ પ્રમાણે જ આચરણ કરતા અને અહિંસા તો એ જૈન હતા એટલે એમના સ્વભાવમાં જન્મજાત હતી જ.”*6 #4 તા. ૧૭-૧૧-૧૯૩૫ના રોજ પવનારથી લખાયેલ એક પત્ર. *5 “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી' પૃ. ૫૬ *6 – શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી શ્રીમદ્ રાજચંદ્રજી ૧08 Page #118 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી ઃ એ દૃષ્ટિએ વિચારીએ તો ગાંધીજીને આટલી હદ સુધી પ્રભાવિત કરનાર અને તેમને બૅરિસ્ટર ગાંધી'માંથી “મહાત્મા ગાંધી' બનાવનાર શ્રીમદ્ રાજચંદ્રજી તો આજના, સંપૂર્ણ વર્તમાન યુગને પ્રભાવિત કરનાર યુગ પુરુષ' જ કહેવાય. તો આવા મહાપુરુષના પોતાના જીવનની પણ થોડી રોમાંચક ઘટનાઓ હશે જ ને.. પુરુષ : થોડી ઘટનાઓ જ નહીં, માત્ર તેત્રીસ વર્ષનું એમનું આખું જીવન જ રોમહર્ષક તેમજ પ્રેરક છે. આવો, એમના જીવનના આવા પ્રસંગો જોઈએ. સાંભળો થોડાક : પુરુષ : જન્મ - આજથી ૧૫૦ વર્ષ પૂર્વે - ૯મી નવેમ્બર, ૧૮૬૭ અને વિ.સં. ૧૯૨૪ની કાર્તિક પૂર્ણિમા. સ્ત્રી કાર્તિક પૂર્ણિમા! મહાન જૈનાચાર્ય કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી તેમજ શીખ ધર્મના સંસ્થાપક સ્વનામધન્ય ગુરુ નાનકદેવની પણ એ જ જન્મતિથિ.. પુરુષઃ આ પાવન દિવસે, અનેક પૂર્વજન્મોમાં પોતાની આત્મસાધનાની સિદ્ધિ કરીને જન્મેલા, આજન્મ કુલયોગી, અપ્રમત્ત જ્ઞાનાત્મા, નિષ્કારણ કરૂણાશીલ, સાક્ષાત્ સરસ્વતી' આત્મજ્ઞ યુગપુરુષનો જન્મ થયો.... સૌરાષ્ટ્રના વવાણિયા નામક ગામમાં.. (વાદ્ય સંગીત - સૂરમંડલ) સ્ત્રી ઃ પુત્રનાં લક્ષણ પારણાંમાંથી. આ બાળકનાં અલૌકિક ગુણ બાળપણથી જ દૃષ્ટિગોચર થવા લાગ્યાં. સાત વર્ષની ઉંમરે જ એક અદ્ભુત ઘટના બની... આ યુગની એક અદ્ભુત ઘટના... ! પુરુષ : વવાણિયા ગામમાં બાળક રાયચંદના પરમ હિતૈષી, શરીરથી સ્વસ્થ, હુષ્ટપુષ્ટ એક યુવક હતા. નામ હતું અમીચંદ. બાળક રાયચંદ પ્રત્યે એમના હૃદયમાં ખૂબ પ્રેમ હતો. કર્મગતિ ન્યારી છે. એક દિવસ અચાનક... સ્ત્રી : અચાનક અમીચંદને એક ભયંકર સાપ કરડ્યો. (પાર્શ્વધ્વનિ) પુરુષ : અને આ સર્પદંશથી અમીચંદનું અકાળ અવસાન થયું. અમીચંદ મરી ગયા. (સાત વર્ષના બાળક રાયચંદ અને પંચાણ દાદાનો પ્રવેશ) બાળક : (બાલ સ્વરમાં પ્રત્યાઘાતપૂર્ણ આશ્ચય) “મરી ગયા.? અમીચંદજી મરી ગયા ?” સ્ત્રીઃ “મરી જવું' શબ્દ સાત વર્ષના બાળક રાયચંદે, પહેલી વાર જ સાંભળ્યો. એના અંતરમાં એક જાતનો ખળભળાટ મચી ગયો. એ વિચારમાં પડી ગયો. દોડતો દોડતો બાળક આવ્યો એના દાદા પંચાણભાઈ પાસે. પૂછવા લાગ્યો - ૧૦૪ રાજગાથા Page #119 -------------------------------------------------------------------------- ________________ બાળક : “દાદા, દાદા ! મરી જવું એટલે શું?” સ્ત્રી : દાદાને ડર લાગ્યો કે બાળક ક્યાંક ગભરાઈ જશે. એટલે સ્પષ્ટ જવાબ ન આપતાં એમણે કહ્યું – દાદા : (ગંભીર સ્વર) જા જા બેટા, નાસ્તો કરી લે. બાળક : “ના દાદા, મારે નાસ્તો નથી કરવો. તમે મને પહેલાં સમજાવો ને, કે મરી જવું એટલે શું?” સ્ત્રી : આખરે દાદાએ સંક્ષેપમાં સમજાવતાં કહ્યું – દાદા મરી જવું એટલે હવે એ બોલશે-ચાલશે નહીં, ખાશે-પીશે નહીં... એવું બધું. બાળક ? તો હવે એ કરશે શું? દાદા ઃ (થોડી મુંઝવણ સાથે) કંઈ નહીં, બેટા ! એના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા, એટલે લોકો એને સ્મશાને લઈ જશે અને ત્યાં એના શરીરને બાળી નાંખશે. સ્ત્રી : પણ બાળક રાજચંદ્રને એ ઉત્તરથી સંતોષ ન થયો. જિજ્ઞાસાવશ એ ચુપચાપ સંતાઈને જ્યાં અમીચંદના શબને લઈ ગયા હતા એ સ્મશાનભૂમિ તરફ ગયો. પુરુષ : સ્મશાન પાસેના તળાવના કિનારે એક બાવળના ઝાડ પર ચઢીને જોયું તો સાચે જ લોકો એ શરીરને બાળી મૂકવાની તૈયારી કરતા હતા. સ્ત્રી : આ જોતાં એ બાળકના કોમળ હૃદયમાંથી એક આહ નીકળી ગઈ. (વાઘધ્વનિ) બાળક : “અરે ! આટલા સુંદર અને ભલા માણસને, આવા પરમહિતૈષીને આ લોકો બાળી રહ્યાં છે? કેટલા નિષ્ફર, કેટલા કૂર છે આ લોકો ! ધિક્કાર છે આ લોકોને !” - સ્ત્રી અંતરમાં અનુભવાતી આ વેદનામાં કેટલીક ક્ષણો વ્યતીત થઈ. અંતરમાં વેદનાની જ્વાળાઓ, બહાર ભસ્મીભૂત થઈ રહેલા શબની અગ્નિજવાળાઓ ! આ બાહ્યાંતર દુખોથી સભર દર્શન બાળકને પોતાના આત્માના ઊંડાણમાં ખેચીને તે લઈ ગયું. અંતઃકરણમાં તત્ત્વસંબંધિત ઊહાપોહ જગાવનારા પ્રશ્ન-મહાપ્રશ્ન ઊઠવા લાગ્યા. બાળક : (અત્યંત ગંભીર સ્વર-પ્રતિધ્વનિ Effect) શ્રીમદ્ રાજચંદ્રજી ૧૦૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ “અમીચંદનું આ શરીર તો એનું એ જ છે ! તો એમાંથી જતું શું રહ્યું? જે જતું રહ્યું એ તત્ત્વ કયું? શું શરીરની અંદર પણ કોઈ અલગ તત્ત્વ ઉપસ્થિત હતું?” (વાઘ સ્વર) પુરુષ અને વૃક્ષ પર ઊભા ઊભા જ એ પોતાનાં આવા ગહન-ગંભીર પ્રશ્નોમાં ઊંડાણમાં ખોવાઈ ગયા. એમના ચર્મચક્ષુ સામે પ્રજવલિત ચિતામાં ભસ્મ થઈ રહેલા પોતાના પ્રિય-વ્યક્તિના મૃતદેહને જોઈ રહ્યાં હતા અને અંતર્થક્ષ-અંતરની દિવ્ય આંખો જન્મ-જન્માંતરોની પાર.. એક પરમ સત્યની ઝાંખી મેળવી રહ્યા હતા. સ્ત્રી : એમની સ્થૂળ કાયા બાવળના ઝાડ પર ઊભી હતી, પણ અંતચેતના તો અનેક જન્મોમાં જોયેલ જગતની યાત્રા કરતી કરતી દેહભિન શુદ્ધાત્મસ્વરૂપનો સ્પર્શ કરી રહી હતી અને સ્વયંને પૂછી રહી હતી. પ્રશ્નોના ઊંડાણમાં “સ્વને શોધતી.... પોતાને જ પૂછી રહી હતી.. પુરુષ : “હું કોણ છું.. ? ક્યાંથી આવ્યો છું? મારું વાસ્તવિક સ્વરૂપ શું છે ?” “હું કોણ છું? હું કોણ છું? હું કોણ છું?...” સ્ત્રી અને અંદરનો એક પડદો... એ આવરણ દૂર થઈ ગયાં... જન્મજન્માંતરોનું રહસ્ય ખુલી ગયું.. બાળ જ્ઞાનાત્મા રાજચંદ્રને લગભગ ૮૦૦-૯૦૦ પૂર્વજન્મોનું એક ચલચિત્રની જેમ દર્શન થયું.! અદ્ભુત અતિ અદ્ભુત હતું એ દર્શન...!! પુરુષ એ ચલચિત્રની નિરંતર પરિવર્તિત થતી પટ્ટી પર દૂર અતીતમાં, ક્યારેક ભગવાન મહાવીરના શિષ્યના રૂપમાં, તો ક્યારેક કોઈ રાજા રાજકુમારના રૂપમાં દૃષ્ટિગત થતાં પોતાનાં દેહદર્શનમાં બાળક રાજચંદ્રને એક દેશ્ય સદા, શાશ્વતરૂપે, સ્થિર દેખાતું રહ્યું. પોતાના પરિશુદ્ધ આત્માની દિવ્યજ્યોતિનું ! (દિવ્ય વાદ્યસંગીત) સ્ત્રી : એમને પોતાના પૂર્વજન્મોનું જ્ઞાન પણ થઈ ગયું અને પોતાની શુદ્ધ, બુદ્ધ સર્વદા સ્થિર અજર, અમર આત્માનું પણ ! પુરુષ આત્મા કે જે ક્યારેય મૃત્યુ પામતો નથી, ક્યારેય જનમતો નથી. મરે છે - જન્મે છે તો શરીર... બાહ્ય શરીર.... સ્ત્રી અને પરિણામે.. એ શરીરની માત્ર સાત વર્ષની વયે એમણે આત્મજ્ઞાનનો અનુભવ કર્યો. એમને સમજાઈ ગયું કે – “સચ્ચિદાનંદી શુદ્ધ સ્વરૂપ, અવિનાશી હું આત્મા છું.” ૧૦૬ રાજગાથા Page #121 -------------------------------------------------------------------------- ________________ પુરુષ : આ અભૂતપૂર્વ અનુભવે જાગ્રત કરી દીધી એમની સુપ્ત આત્મચેતનાને અને સ્વયંપ્રજ્ઞાને. જીવનમાં એક પરિવર્તનનો પ્રારંભ થઈ ગયો. એમની સુપ્ત સરસ્વતી જાગ્રત થઈ ગઈ... અને શરૂ થઈ ગયાં એમનાં કાવ્યસર્જનો... કેવળ નવ વર્ષની ઉંમરે એમણે રામાયણ પર કવિતા લખી, દસમા વર્ષે ‘પુષ્પમાળા’ની રચના થઈ અને સોળમે વર્ષે તો ‘મોક્ષમાળા’ નામક અદ્ભુત ગ્રંથ રચાઈ ગયો ! પુરુષ : તત્પશ્ચાત્ અન્ય અનેક રચનાઓનું સર્જન કરતા કરતા શ્રીમદ્ રાજચંદ્રજી પોતાની અલૌકિક સ્મરણશક્તિ અને આત્મબળના પરિચાયક ‘અવધાન' પ્રયોગ કરવા લાગ્યા. એક સાથે અનેક વાતો; સો સો વસ્તુઓને સ્મૃતિમાં રાખી પુનઃ પ્રસ્તુત કરનાર શતાવધાન ! સ્ત્રી : વિદ્વાનો, વર્તમાનપત્રો, આમ જનતાએ જ નહીં, ભારતના વૉઈસરૉયે પણ તેમની પ્રશંસા કરી. એમનો યશ ગુજરાત, મુંબઈ જ નહીં, સંપૂર્ણ ભારત અને સાગર પાર વિદેશમાં પણ પ્રસરી ગયો. વૉઈસરૉયે તેમને ઈંગ્લેન્ડ જઈ શતાવધાનના આ પ્રયોગો કરી બતાવવા નિમંત્રણ આપ્યું. પણ... પણ... ના એ અહીં જ અટકી ગયા... એમની અંતચેતનાએ, જાગ્રત આત્માએ એમને સાવધ કર્યાં C પુરુષ : “નહીં... નહીં... આ બધું મારે કોને, શા માટે, બતાવવાનું છે ? આ તો મારી પ્રસિદ્ધિ વધારનારા છે. આ યશ, કીર્તિ, પ્રસિદ્ધિ જ તો જીવનમાં બાધારૂપ છે, આત્માર્થના માર્ગમાં એક અડચણરૂપ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે. ન જોઈએ આ યશ, આ સિદ્ધિ પ્રયોગ, આ વિદેશગમન !” સ્ત્રી : અને એમણે વિદેશયાત્રા માટેનાં વૉઈસરૉય જેવાનાં આમંત્રણને પણ સધન્યવાદ પાછું ઠેલ્યું... (Harp સૂરમંડળ) પુરુષ : એક બાજુ તેઓ ઈડર (ગુજરાત)ની ગિરિકંદરાઓમાં જઈ પોતાની આત્મામાં લીન થઈ જતા, તો બીજી બાજુ મોહમયી મુંબઈ નગરીમાં આવી પોતાના હીરા-ઝવેરાત ઈ.ના વ્યાપારનાં જાગૃત કર્તવ્ય-કર્મોમાં ! ગૃહસ્થવેશમાં હોવા છતાં વાસ્તવમાં તો તેઓ ગુપ્ત મહાયોગી જ હતા. સ્ત્રી : વિદેશ તો શ્રીમદ્ભુ ન ગયા પણ વિદેશથી ભારત આવેલ એક સુશિક્ષિત તેજસ્વી યુવક એમને અહીં જ, આ મોહમયી નગરી મુંબઈમાં મળ્યો. પુરુષ : પ્રથમ દર્શને જ એ યુવાન એમનાથી અત્યંત પ્રભાવિત થઈ ગયો. શ્રીમદ્દ્ની વેધક, પારદર્શી આંખોમાં એને પ્રકાશનાં દર્શન થયાં અને એમની પરાપ્રાંજલ વાણીમાં શાંતિસભર સમાધાન. આ યુવક તે બૅરિસ્ટર મોહનદાસ ગાંધી. સ્ત્રી : પછી તો એ બંનેનો સંબંધ ગાઢ થતો ગયો. વાતચીત, ચર્ચા-વિચારણા વધતા ગયા. યુવકના પુનઃ વિદેશગમન-આફ્રિકા જતાં પત્રવ્યવહાર પણ વધતો ગયો. શ્રીમદ્ રાજચંદ્રજી ૧૦૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ પુરુષ : એક સમયે તો - પ્રારંભમાં ઉલ્લેખ થયો છે તદનુસાર ખ્રિસ્તી ધર્મ પ્રત્યે ઝુકી રહેલા બેરિસ્ટર ગાંધીને ગંભીર પ્રશ્નોત્તરો-પત્રો અને પુસ્તકો દ્વારા માર્ગદર્શન આપી સ્વધર્મમાં-હિંદુધર્મમાં સ્થિર કરવાનું મહાન કાર્ય શ્રીમજી દ્વારા થયું. સ્ત્રી : ગાંધીજીને સત્ય-અહિંસા આદિની દીક્ષા આપી, સર્વધર્મ સમભાવની સમજ આપી. ભારતની સ્વતંત્રતા માટેના અહિંસક યુદ્ધના પરોક્ષ પ્રેરક પણ રાજચંદ્રજી જ હતા. પુરુષઃ કેવળ ગાંધીજી કે માત્ર ભારતના જ નહીં, આજના સમસ્ત યુગ માટેના આવા મહાન ઉપકારક શ્રીમદ્ રાજચંદ્રજી માત્ર તેંત્રીસ વર્ષની ઉંમરે પોતાની જીવનયાત્રા સમાપ્ત કરી મહાવિદેહની મોક્ષયાત્રાના માર્ગે ચાલી નીકળ્યા. સ્ત્રી ઃ એમના આ જીવનની મહાન ઉપકારક આત્મયાત્રાની સાક્ષીરૂપ (એમના અક્ષરહદેહરૂપ અનેક પદો, પત્રો) મોક્ષમાળા, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ અવસર ઈત્યાદિ અનેક અમર કૃતિઓ પોતાની શાશ્વત સ્મૃતિનાં રૂપમાં જગતને આપીને એ ચાલી નીકળ્યા ! ભારતનાં સર્વ દર્શનોના સારરૂપ, આત્મજ્ઞાન-પ્રદાતા એમની મહાન કૃતિ “આત્મસિદ્ધિશાસ્ત્ર'ના એમના જ આ પરમ પાવન શબ્દો દ્વારા આપણે એમની મહાન આત્માની અભિવંદના કરતા આ પ્રશ્નોત્તરનું - આ વાતચીતનું સમાપન કરીએ. પુરુષ : “દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીનાં ચરણમાં હો વંદન અગણિત.” પુરુષઃ આજે પણ ગૂંજી રહી છે એમની આત્મસાક્ષાત્કાર પ્રાપ્તિ માટેની અદમ્ય ઝંખના ભરી અમિટ ધ્વનિ - ક્યારે થઈશું આ સર્વ સંબંધોથી મુક્ત? આત્મામાં સ્થિર ?” “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહમાંતર નિગ્રંથ જો, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો, ચાર કર્મ ધનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં ભવનાં બીજ તણો આત્યંતિક નાશ જો.... “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?” (આકાશવાણી બેંગલોરથી ૧૫-૬-૧૯૮૬ના દિવસે પ્રસારિત) (સૌજન્ય : આકાશવાણી, બેંગલોર) (અનુવાદ : શ્રીમતી સુમિત્રા પ્ર. ટોલિયા) ૧૦૮ રાજગાથા Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કચ્છથી કર્ણાટકની યુગપ્રધાન ભદ્રબાહુની યોગભૂમિમાં યુગપ્રધાન ભદ્રમુનિ સહજાનંદઘન યુગપ્રધાન યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીના પંથે વિચરેલા જે મહાપુરુષને યુગપ્રધાનપદ-પ્રદાનતિથિ પ્રત્યેક જ્યેષ્ઠ પૂનમે હોય છે. – પ્રા. પ્રતાપકુમાર જ. ટોલિયા, બેંગલોર (શ્રીમદ્ રાજચંદ્રજીની “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર' રેકર્ડના ગાયક અને સપ્તભાષી આત્મસિધ્ધિ' ગ્રંથના સંપાદક, જેમના દ્વારા લખાયેલું પ્રસ્તુત મહપુરુષનું જીવનચરિત્ર શ્રી સદગાનંદન ગુરુITથા' હાલ જ પ્રકાશિત થયું છે.) ૮૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજીએ શ્રી મહાનિશીથી સૂત્રની સાક્ષી આપીને, સ્વરચિત “ઉપદેશકુલકીમાં યુગપ્રધાનોની સંખ્યા આર્ય સુધર્મા સ્વામીથી માંડીને દુષ્પસહ સાધુ પર્યત ૨00૪ની દર્શાવી છે, જે પાંચમા આરાના અંત પર્યંતનો ક્રમ છે.” (– ઉપાસ્યપદે ઉપાદેયતા પૃ. ૨૬ : હિન્દી પૃ. ૩૪-૩૫) યુગપ્રધાન કોણ અને કેમ ? ઉપર્યુક્ત તારણ આપીને સ્વયં શ્રી ભદ્રમુનિજી સમાપનમાં, જેમના શરણે પોતે અનન્યભાવે સમર્પિત થયા છે એવા વર્તમાન યુગપ્રધાન યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીનું યુગપ્રધાનત્વ સિધ્ધ કરતાં અતિ મહત્ત્વની વાત આમ લખે છે : “શ્રીમદ્ રાજચંદ્રજી તે કાળ, તે સમયના યુગપ્રધાન સપુરુષ હતા. એમનામાં તથા પ્રકારની તારકશક્તિ હતી. માટે જ નગારા પર ડંકાની ચોટે (તેમણે) કહ્યું કે “તીર્થકર જે સમજ્યા અને પામ્યા તે આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણાય વખત થયા કરી રાખ્યો છે. જો કે તીર્થકર થવા ઇચ્છા નથી, પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે, એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે. તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને શમાવવાની ઈચ્છા રાખી નથી.” (- “શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત પત્રાંક ૧૭૦, શ્રી સોભાગભાઈ ઉપરનો પત્ર ઉંમર વર્ષ ૨૪) કચ્છથી કર્ણાટકની યુગપ્રધાન ભદ્રબાહુની યોગભૂમિમાં યુગપ્રધાન ભદ્રમુનિ ૧૦૯ ૧૦૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રમુનિ અંતમાં આ વિષે, યુગપ્રધાન કોણ અને કેમ ગણાય તેની સરળપણે સ્પષ્ટતા કરે છે : “જેમ તીર્થકર એ એક વિશેષ પદ છે તેમ યુગપ્રધાન પણ એક વિશેષ પદ છે. કેવળ આચાર્યપદની સાથે જ એ પદનું કાંઈ સીમિત સંબંધ નથી. પરંતુ ઉત્સર્ગે સામાન્ય કેવળીથી માંડીને ક્ષાયિક સમ્યકત્વ યુક્ત દ્રવ્ય-ભાવ સાધુપદ પર્યત એ પદની વ્યાપ્તિ છે. પોત-પોતાના સમયે જેની તારક પુન્યાઈ અદ્વિતીય હોય તે યુગપ્રધાન ગણાય છે. જેમ કે કેવળીઓમાં પ્રથમ યુગપ્રધાન આર્ય સુધર્માસ્વામી ગણાયા અને સાધુપદમાં દુષ્પસહો જા સાહુ દુષ્પસહ સાધુ અંતિમ યુગપ્રધાન બતાવાય છે, તેમજ અપવાદે શ્રીમદ્ રાજચંદ્રજી પણ યુગપ્રધાન હતા, એમ જ્ઞાનીઓની કૃપાથી જાણ્યું છે.” (- ઉપાસ્યપદે ઉપાદેયતા પૃ. ૪૬ ઃ હિન્દી પૃ. ૫૦) શ્રી તીર્થકર દેવે કહ્યા પ્રમાણે, જ્યાં વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ પામી રહ્યો છે ત્યાં ઉન્મત્તપણે તે આચરીને, તીર્થકર મહાવીરના અંતિમ લઘુશિષ્ય તરીકેની શેષ આજ્ઞાનેનજિનાજ્ઞાન-શિરોધાર્ય કરીને, શ્રી સોભાગભાઈ, લલ્લુજી આદિ સાત મુનિઓ, શ્રી અંબાલાલભાઈ, શ્રી જુઠાભાઈ, શ્રી પોપટભાઈ જેવા અનેક આત્માર્થીઓને તારીને, વિશ્વને આત્મજ્ઞાનના સુવર્ણ-શૈલી “આત્મસિધ્ધિ', મોક્ષમાળા', “વચનામૃતાદિ અમર કૃતિઓ કેવળ ૩૩ વર્ષની જ અલ્પ દેહાયુમાં આપીને, રાજનગર “રાજકોટમાં અંતિમ ચરણ પાથરીને, સ્વયંના “શુધ્ધ-બુધ્ધ ચૈતન્યઘન સ્વયંયોતિ સુખધામ” એવા આત્મસ્વરૂપમાં લીન થઈને અંતે સ્વરૂપસ્વદેશ જવા મહાવિદેહમાં શ્રી સીમંધર પ્રભુના શ્રીચરણે જેઓ પહોંચ્યા અને બાહ્યાંતર નિગ્રંથી થઈને વર્તમાને ત્યાં કેવળી તરીકે વિચારી રહ્યાં છે, એવા શ્રીમદ્ રાજચંદ્રજી અહીં ભરતક્ષેત્રમાં એકસો વર્ષ પૂર્વ યુગપ્રધાનપણે જીવી ગયા, પોતાની લેશમાત્ર પ્રસિદ્ધિને પણ ગોપવીને, બેરિસ્ટર ગાંધીને જેઓ “મહાત્મા ગાંધીજી બનાવી ગયા ને જેમના દ્વારા દેશને આઝાદી અપાવી અહિંસા-સિધ્ધિ કરાવી ગયા, એવા યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી પરમકૃપાળુદેવને આ કાળના અદ્વિતીયતારકશક્તિધારક યુગપ્રધાન નહીં તો બીજા શું ગણી શકાય ? આત્માની અનંત શક્તિઓને જિનાજ્ઞા અનુસરીને સિધ્ધ કરનાર સ્વયં તો યથાસંભવ ગુપ્ત રહ્યા. પરંતુ આ “ઝવેરીને, આ આત્મ-હીરાના વ્યાપારીને, જે ગાંધીજી, લઘુરાજજી, સોભાગભાઈજી જેવા થોડા અન્ય ઝવેરીઓ પારખી ગયા, ઓળખી ગયા, તેમના જીવનકાળ દરમ્યાન પ્રત્યક્ષ “પામી ગયા, તેવી જ રીતે તેમના જીવનકાળ પછી પણ પરોક્ષરૂપે પામી ૧૧૦ રાજગાથા Page #125 -------------------------------------------------------------------------- ________________ જનાર, ઓળખી-પારખી જનાર, ને તેમના શરણે પોતાની સારીયે લઘુતા ધારીને સમર્પિત થઈ જનાર અન્ય ઝવેરીઓમાંના એક હતા શ્રી ભદ્રમુનિ-સહજાનંદઘનજી, જેમણે આરંભમાં લખ્યા મુજબ તેમનું, શ્રીમદ્જીનું, યુગપ્રધાનપણું સિધ્ધ કર્યું છે, આત્મસાત્ કર્યું છે. યુગપ્રધાનને ચરણે શરણ-ગ્રહણ-સમર્પણ : યુગપ્રધાન કોણ અને કેમ ગણાય તે આટલાથી સ્પષ્ટ થઈ જાય છે. આવા વર્તમાન યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજીને તેમના આ જન્મના સમગ્ર જીવનદર્શનથી, જીવન-વિચરણથી તો શ્રી ભદ્રમુનિએ ઓળખ્યા જ, પરંતુ પોતાની પૂર્વજન્મની સ્મૃતિથી પણ તેમનો ઉપકાર-સંબંધ સ્વીકાર્યો અને સ્વયં અણીશુદ્ધ, સર્વસંગપરિત્યાગી, પંચ મહાવ્રતધારી, પરંપરા – દીક્ષિત જૈન મુનિ હોવા છતાં શ્રીમજીને ગુરુપદે સ્થાપ્યા, તેમના પ્રત્યે અત્યંત લઘુતાભાવે સમર્પિત થયા અને જીવનભર તેમનો જ પ્રચાર કર્યો ! તેમનું આ સમર્પણ-સૂત્ર જોવા જેવું છે : "अनन्य आत्मशरणप्रदा सद्गुरुराज विदेह । पराभक्तिवश चरण में, धरं आत्मबलि एह ॥" આ સમર્પણ-સૂત્રને સરળભાષામાં વિસ્તારમાં તેમણે લખ્યું, ગાયું અને જીવનપર્યત પ્રચાર્યું ને આચર્યું - “સફળ થયું ભવ મહારું હો, કૃપાળુદેવ ! પામી શરણ તમારું હો, કૃપાળુદેવ ! કળિકાળે આ જંબુ-ભરતે, દેહ ધર્યો નિજ-પર હિત શરતે; ટાળ્યું મોહ-અંધારું હો ! કૃપાળુદેવ ! - સફળ થયું. (૧) ધર્મ ઢોંગને દૂર હટાવી, આત્મધર્મની જ્યોત જગાવી, કર્યું ચેતન જડ ન્યારું હો ! કૃપાળુ દેવ ! - સફળ થયું. (૨) સમ્યમ્ દર્શન-જ્ઞાન-રમણતા, ત્રિવિધ કર્મની ટાળી મમતા, ‘સહજાનંદ' લહું પ્યારું હો ! કૃપાળુ દેવ ! - સફળ થયું. (૩)” આવા મહિમા-ગાયક લઘુતાધારક આ ભદ્રમુનિ કોણ ? જેમ શ્રીમદ્જી સ્વયં ગુપ્ત અને સ્વ-પ્રસિદ્ધિથી દૂર રહ્યાં, તેમજ રહ્યાં ભદ્રમુનિ પણ ! કચ્છથી કર્ણાટકની યુગપ્રધાન ભદ્રબાહુની યોગભૂમિમાં યુગપ્રધાન ભદ્રમુનિ ૧૧૧ ૧૧૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ પોતાના વિષે પ્રાયઃ ચુપ રહ્યાં - જ્યાં જ્યાં પોતાના વિષે જણાવવું, કહેવું કે લખવું પડ્યું, તે પણ નિરુપાયે, સહજપણે અને સંક્ષેપમાં. પરંતુ જગતે, આપણે, સ્વહિતાર્થે, તેમના આ 2014 ૨૦૧૪ના જન્મશતાબ્દી વર્ષે તેમનો અલ્પ-પરિચય પામવો આવશ્યક, ઉપકારક, ઉપાદેય થશે. ગુજરાતના, ખાસ કરીને જેમની કાયા કચ્છની રહી તેવા ખમીરવંતા કચ્છપ્રદેશના તેમાંય જેમની દેહ-જન્મ જ્ઞાતિ “કચ્છી વિશાઓશવાળ જેને' કુળની રહી તેના કેટલા ભાગ્યશાળી ભાઈ-બહેનો તેમને ઓળખે છે? ઓળખવાનું – બહારથી અને અંદરથી બંને રીતે. પ્રથમ બહારની ઓળખ તો ટૂંકામાં મેળવીએ તો શ્રી ભદ્રમુનિનો દેહજન્મ થયો કચ્છ ડુમરા ગામમાં – મૂળજીભાઈના નામે, મૂળા નક્ષત્રમાં, વિ.સં. ૧૯૭૦ના ભાદ્રપદ સુ. ૧૦ સૂર્યોદય સમયે, અંગ્રેજી દિનાંક 30-8-1914 ના શુભદિને. પિતામાતા હતા પરમાર ગોત્રીય વિશા ઓશવાળ અંચલગચ્છીય સુશ્રાવક શ્રી નાગજીભાઈ સામતભાઈ કારાણી અને ધન્ય માતેશ્વરી સુશ્રાવિકા નયનાદેવી. તેમના નાના ભાઈ બહેનો હતા શ્રી મોરારજીભાઈ અને મેઘબાઈ-ભાણબાઈ અને પિતરાઈ ભાઈઓ શ્રી વિસનજી ભાણજીભાઈ, શ્રી જેઠાલાલ ભાણજીભાઈ અને શ્રી પ્રેમજીભાઈ. માની મીઠી ગોદમાં જ શ્રી નવકાર મહામંત્ર, જિન ચોવિસી ઈ. ધર્મસંસ્કાર અને યતિશ્રી રવિસાગરજી પાસેથી તેઓ વિશેષ ધાર્મિકજ્ઞાન પામ્યા. ધાર્મિક સંસ્કાર ઉપરાંત વ્યાવહારિક ભણતર માટે તેમને ડુમરાના છાત્રાલયમાં દાખલ કરાવાયેલા, જ્યાંથી તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીમિત્રોનો પ્રેમ સંપાદન કરી પ્રતિ રવિવારે ઘેર આવતા અને પોતાની નવકારમંત્ર શ્રદ્ધા અને નિર્ભયતાનો પરિચય સર્વત્ર કરાવતા. અનેક જન્મોના પૂર્વસંચિત કર્મો અને પૂર્વાનુભવોના સંસ્કારોને કારણે આ યોગીશ્વર દેહધારીનો બાલ્યાકાળ રોમાંચક બની રહ્યો. તેમણે પોતે જ નિખાલસ સહજપણે પોતાના વિષે લખેલ પોતાની સાવ નાની-શી “આત્મકથા'માંથી આ સંકેત મળે છે. આ વિષે તેઓ લખે છે : “એ જ્ઞાનાવતાર પદે. શ્રીમદ્ રાજચંદ્રજીની અસીમ કૃપાથી આ દેહધારી નિશ્ચયાત્મકરૂપે એવું જાણી શકેલ છે કે પૂર્વના કેટલાક જન્મોમાં કેવળ પુરુષવેદથી આ આત્માનો એ મહાન પવિત્ર આત્માની સાથે (શ્રીમદ્જી સાથે) વ્યવહારથી નિકટનો સગાઈ સંબંધ અને પરમાર્થથી ધર્મ સંબંધ ઘટિત થયેલ છે. તેમની અસીમકૃપાથી આ આત્મા પૂર્વે અનેકવાર વ્યવહારથી રાજઋધ્ધિઓ અને પરમાર્થથી મહાન તપત્યાગના ફળસ્વરૂપ લબ્ધિ-સિધ્ધિઓ અનુભવી ચૂકેલ છે. ૧૧૨ રાજગાથા Page #127 -------------------------------------------------------------------------- ________________ રાજઋધ્ધિઓથી ઉદ્ભવ થનારા અનર્થોથી બચવા માટે પૂર્વજન્મમાં આયુબંધ કાળમાં કરેલા સંકલ્પબળથી આ દેહધારી આ દેહમાં એક ખાનદાન પણ ઉપજીવનમાં સાધારણ સ્થિતિવાળા કચ્છી વિશા ઓશવાળ અંચલગચ્છીય જૈન કુટુંબમાં જન્મ્યો છે. સ્તનપાન કરતાં કરતાં એ જનનીમુખેથી શ્રવણ કરીને નવકાર મંત્ર શીખ્યો. “જે મંત્રના પ્રભાવથી માત્ર અઢી વર્ષની ઉંમરે એ સ્વપ્નાવસ્થામાં સંસારકૂપનું ઉલ્લંઘન કરી ગયો. ચાર વર્ષની ઉંમરે તેને ખુલ્લી આંખે પ્રકાશ ફેલાતો દેખાયો... નવ-દસ વર્ષની ઉંમરે તે પૌષધોપવાસવ્રત, પૂજા, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવા લાગ્યો.” “સંવત્સરિમાં ચાલીસ લોગસ્સનો કાઉસગ્ગ મૂળજી બોલ્યાં, બાલયોગી સાધુ સમા આ, નિરખી લોકો ડોલ્યાં ! (પછી આગળ જતાં) દ્વાદશ વર્ષે પઠન કર્યા” 'તા, રાજપ્રભુનાં વચનો, વચનો સર્વે રહ્યાં સત્તામાં, જાગે અંતરમાં ભજનો" (ગુરુદેવની પૂજા પુષ્પાબાઈ સ્વયંશક્તિઃ પૃ. ૪, ૫) અન્યો દ્વારા લિખિત આ કવિ-વર્ણન પછી તેમની સ્વયં-લિખિત નાનકડી “આત્મકથા” આગળ વધે છે : બાર વર્ષની ઉંમરે તેને શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતગ્રંથ વાંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જે વાંચતા એ શિક્ષા પૂર્વ-પરિચિત થઈ. તેમાંથી તેણે “બહુ પુણ્ય કેરા પુંજથી”.... નિરખીને નવયૌવના'. “ક્ષમાપના પાઠ ઈત્યાદિ સહસા કંઠસ્થ કર્યા. હું કોણ છું? ક્યાંથી થયો?” એ ગાથા એની જીભ ઉપર રમવા લાગી અને નિરખીને નવયૌવના' એ શિક્ષાબળથી લઘુવયમાં સંપન્ન થયેલ) સગાઈવાળી કન્યાનો વિવાહપૂર્વે જ દેહ છૂટી જતાં, બીજી કન્યાની સાથે થઈ રહેલા સગાઈ સંબંધને ટાળીને એ આત્મસમાધિ માર્ગ પર અગ્રેસર થઈ શક્યો. પૂર્વકાળના જન્માંતરોમાં પરમકૃપાળુદેવ, શ્રી તીર્થંકરદેવ આદિ અનેક મહાજ્ઞાની સપુરુષોના મહાન ઉપકારો તળે આ દેહધારી અનુગ્રહબધ્ધ છે. તેમનામાંથી બે સપુરુષોનો ઉપકાર તેને આ દેહમાં વારંવાર સ્મરણમાં આવ્યા કરે છે – એક સ્વલિંગ સંન્યસ્ત યુગપ્રધાન શ્રીમદ્ શ્રી જિનદત્તસૂરિજી અને બીજા ગૃહલિંગ સંન્યસ્ત યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજી. આ ઉભય જ્ઞાતપુત્રોની અસીમ કૃપા આ દેહ પર વારંવાર અનુભવ કરતો આ આત્મા ધીમી ગતિએ છતાં પણ સુદઢરૂપે આધ્યાત્મિક ઉન્નતિ શ્રેણી પર અગ્રસર થઈ રહેલ છે.” કચ્છથી કર્ણાટકની યુગપ્રધાન ભદ્રબાહુની યોગભૂમિમાં યુગપ્રધાન ભદ્રમુનિ ( ૧૧૩ ૧૧૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ પોતાના આવા મહાપુણ્યભર્યા પૂર્વસંચિતો અને પૂર્વસંસ્કારોના કારણે ભદ્રમુનિનો આત્મવિકાસ વિલક્ષણરૂપે વળાંક ધારણ કરે છે – ડુમરા જેવા નાનકડા ગામની અલ્પસંખ્યક વસ્તીના શિક્ષાર્જન-વિદ્યાર્જનનાં સાધનો મર્યાદિત હોવા છતાં ! ડુમરા ગામની શાળામાં સાતમા ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ, અધ્યયનની અદમ્ય ઇચ્છા હોવા છતાં પણ સંયોગવશાત્ અભ્યાસ છોડીને તેમને આજીવિકાળે મુંબઈ મહાનગરીમાં આવવું પડ્યું – જાણે વવાણિયાથી આ જ હેતુથી મુંબઈ પધારેલા યુવાન શ્રીમદ્જી જેમ! જીવન-વળાંકની ઘટના અને સર્વસંગ પરિત્યાગ : “યુવાવયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે” – શ્રીમદ્ રાજચંદ્રજી. પોતાના “શુધ્ધ બુધ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સ્વરૂપ શુધ્ધાત્માના પૂર્વકાળના અભ્યાસના સ્મૃતિ-સંસ્કાર યુવાન મૂળજીભાઈમાં એક ધન્ય, વિરલ, અલૌકિક અનુભૂતિવેળામાં જાગી ગયા. “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ?” - પરમપદ પ્રાપ્તિની આ ભાવના માટે બાહ્યાંતર નિગ્રંથદશાનું મુનિજીવન અંગીકાર કરવાની કોઈ પૂર્વકાલીન શુભ ઇચ્છાને સાકાર કરવાનું ત્યારે તેમને એક નિમિત્ત’ મળી ગયું. “ઉપાદાન જો ગહન હોય તો પછી કહેવું શું? પોતાની ૧૨ વર્ષની વયે હું કોણ છું?” ના શ્રીમપદે તેમના અંતર ઊંડે પ્રજવલિત કરેલી શોધ-વાળા હવે બાહ્યરૂપે પણ પ્રકાશિત-વિસ્તારિત કરવાની ધન્ય વેળા આવી ગઈ. ૧૯ વર્ષની યુવાવસ્થામાં તેને ચરિતાર્થ કરવા માટે એક વૈરાગ્યપ્રદાતા ઘટના બની. મુંબઈમાં શ્રી પુનશીભાઈ શેઠની પેઢીનો વ્યાપાર-વિક્રય સંભાળવાની તેમની નોકરીનો હજુ થોડો જ કાળ વીત્યો હતો. મોહમયી નગરીની ભાતબજારનું એ ગોદામ. તેના અંદર કાર્યરત યુવાન મૂળજીભાઈ. એ મકાનના ઉપરના માળેથી કોઈ અજાણ માઈના ચાંદીના બટનવાળા પહેરણનું ત્યાં પડવું. મૂળજીભાઈ દ્વારા તેને તદ્દન નિસ્પૃહ-નિર્લોભભાવે એક બાજુ મૂકી દેવું – એમ સમજીને કે તેના માલિક પોતે આવીને તે લઈ જશે. પરંતુ એ પહેરણની માલકણ વિપરીત-બુધ્ધિબાઈ ઉપરથી ત્યાં આવી ચઢી, ક્રોધની જ્વાળામાં રાતી-પીળી થઈ ગઈ અને તેણે મૂળજીભાઈ પર જ પહેરણ-ચોરીનો આરોપ લગાવી દીધો ! ૧૧૪ રાજગાથા Page #129 -------------------------------------------------------------------------- ________________ આ સારુંયે શાંત ચિત્તે ચૂપચાપ સહી રહેલા મૂળજીભાઈના અંદર પ્રશ્ન-ચિંતનની પરંપરા જાગી ઊઠી : “શું સંસારીજનોના આવા જ આરોપ-પ્રતિભાવ... ? સંસારનું આવું જ સ્વરૂપ ? સારા યે સંસારીઓ આમ જ વહી જઈ રહ્યાં છે ?... આ બધાંની વચ્ચે હું ક્યાં છું અને કોણ છું ? હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?” આ સ્વ-વિચારમાં ડૂબતાં ડૂબતાં તેઓ અંતરઊંડાણને ‘હરે પાની પૈત યે ।' આ અંતર-શોધ જ્વાળાનું પરિણામ હતું – તેમના દેહભાનનું છૂટી જવું... લાગી ગઈ એક ભાવ-સમાધિ, સહજ સમાધિ ! થવા લાગી એક અસામાન્ય, અલૌકિક, અશબ્દ અનુભૂતિ... પ્રગટ્યો અંતરે નિર્મળ જ્ઞાનપ્રકાશ... અને અને જ્ઞાનના એ આલોકમાં તેમને સ્પષ્ટ દર્શન થયું લોકાલોકનું, લોકસ્વરૂપનું, વર્તમાન વિશ્વનું, ભરતક્ષેત્રના આત્મસમાધિ-મૂળ માર્ગને ભૂલીને ભટકી ગયેલા સાધુ-સંતો-શ્રાવકોગૃહસ્થો-સર્વનું અને સ્વયંનું પણ ! પોતાના આ શબ્દાતીત અનુભવનું વર્ણન કરવાને તેમને શબ્દો હાથે લાગતા નથી... જેમ તેમ કરીને થોડા શબ્દોમાં તેઓ સ્વયં લખે છે – ... “એક ઉત્તમ ક્ષણે એક અકથ્ય નિમિત્ત પામીને ભવાંતરના અભ્યાસ સંસ્કારને કારણે ગોદામના એકાંત ભાગમાં સ્વવિચારમાં બેઠા બેઠા દેહભાન છૂટીને સહજ સમાધિ સ્થિતિ થઈ ગઈ. એ દશામાં... જ્ઞાનની નિર્મળતાને કારણે આ દુ:ખી દુનિયાનું ભાસન થયું. તેમાં ભરતક્ષેત્રનાં ગૃહસ્થજનોની તો વાત જ શી, સાધુ-સંત પણ આત્મસમાધિમાર્ગથી લાખો યોજન દૂર ભટકી ગયેલા દેખાયા... !' આ તો થઈ અન્યોના દર્શનની, વર્તમાન વિશ્વના દર્શનની વાત, પરંતુ પોતાની ? ... સ્વયં પોતાની દશાનું પણ પ્રામાણિક દર્શન, આકલન, આલેખન, નિરીક્ષણ કરતાં તેઓ સ્પષ્ટ લખે છે : “આ આત્મા પણ પૂર્વે આરાધિત સમાધિમાર્ગથી વિચ્છિન્ન પડી ગયેલ દેખાયો !’’ વિશ્વદર્શન-આત્મદર્શનની આ અપ્રમત્ત દશામાં તત્ક્ષણ જ તેમની આત્મશોધનની પ્રશ્ન-પરંપરા વધુ આગળ સ્ફુરિત થતી ચાલી નીકળી કે, “તો હવે મારો માર્ગ ? ક્યાં જવું છે મારે ?” જેના પ્રત્યુત્તરમાં અદ્ભુત, અપૂર્વ અનુભૂતિનો એવો એક ઘટસ્ફોટ થનાર છે એવા આ મહાપ્રશ્નને સ્વયં જ ઊઠાવતાં આ અનુભવના અંતમાં તેઓ લખેપૂછે છે : કચ્છથી કર્ણાટકની યુગપ્રધાન ભદ્રબાહુની યોગભૂમિમાં યુગપ્રધાન ભદ્રમુનિ ૧૧૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ “મારો માર્ગ ક્યાં? મારો માર્ગ ક્યાં ?” - અને થયો એ ઘટસ્ફોટ... મળ્યો આ મહાપ્રશ્નનો મહાઉત્તર, તત્કાળ પ્રકટેલી એક આકાશવાણી દ્વારા : આ રહ્યો તારો માર્ગ ! જા, સિધ્ધભૂમિમાં જા !.. શરીરને વૃક્ષતળે વૃક્ષવતું રાખીને સ્વરુપસ્થ બનીને રહી જા ... ” અને બસ. પછી તો કહેવું શું? મન મસ્ત થયું પછી શું બોલે ? સર્વપ્રદેશી આત્માનો આનંદસાગર આત્માનંદના હિલોળા લેવા લાગ્યો. આ અનુભવગમ્ય જ્ઞાનાનંદ લૂલા-લંગડા એવા શબ્દોમાં બંધાઈને થોડો જ વ્યક્ત થવાનો હતો?... શબ્દો વર્ણનમાં ઓછા પડ્યા. કેવળ અકથ્ય અનુભૂતિ રહી ગઈ જૂને છે ગુડ' સમાન ! ઠીક જ કહ્યું હતું ને પરમકૃપાળુદેવે - “જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો ! તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે, અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો !” (અપૂર્વ અવસર) અહીં શબ્દાતીત અનુભવ-સંપ્રાપ્ત યુવાન મૂળજીભાઈને, પૂર્વ પ્રયોગવશ પ્રાપ્ત’ અનુભવાનંદની અભિવ્યક્તિ અકથ્ય જણાઈ. આ છતાં પછીથી અનેક પૃચ્છકો અને જિજ્ઞાસુઓના સમાધાન માટે તેમને ક્યાંક ક્યાંક, કોઈક સંદર્ભમાં પ્રત્યુત્તરોમાં કહેવું પડ્યું, જેમ કે અતિ-જિજ્ઞાસુ વિદુષી સાધિકા સાધ્વીશ્રી નિર્મળાશ્રીજી પ્રતિ લિખિત 28-2-1970નો તેમનો આ સંક્ષિપ્ત પત્રોત્તર : “આ વૈયક્તિક પ્રશ્નના સ્વલ્પ ઉત્તર સિવાય અધિક લખવાનો સમય અને વૃત્તિ નથી. આ દેહધારીને આગારવાસમાં વસતાં મોહમયી નગરી ભાતબજાર સ્થિત ગોદામમાં વિના પ્રયાસે ૧૯ વર્ષની વયે સમાધિસ્થિતિ થઈ ગઈ. તેમાં વિશ્વનું યૂલરૂપેણ અવભાસન થયું. ભરતક્ષેત્રના સાધકોની દયનીય દશા જોઈ. પોતાના પૂર્વસંસ્કાર સ્મૃતિમાં ઊભરાઈ આવ્યાં. તેના પછી બધ્ધથી મુક્ત સર્વ આત્માઓને નીચેથી ઉપર સુધી જોયાં.. જે દર્શન પૂર્વસંસ્કારવિહીનોને પર્યક્રભેદન દ્વારા સંભવ થાય છે તે અનાયાસ થયું. તેથી જાણી શકાયું કે પૂર્વભવોમાં ચક્રભેદન કરીને જ આ આત્માનું આ ક્ષેત્રમાં આવવાનું થયું છે. વર્તમાનમાં તો સ્વરુપાનુસંધાન જ તેનું સાધન છે. અધિક શું લખું?” (સદ્ગુરુ પત્રધારા : શ્રી સહજાનંદઘન ગુરુગાથા પૃ. ૧૨૨) આગારવાસમાં યુવાવસ્થામાં આત્મસમાધિનો આ અદ્ભુત, અભૂતપૂર્વ, અલૌકિક આનંદાનુભવ મૂળજીભાઈને “યુવાવસ્થાના સર્વસંગ-પરિત્યાગ” દ્વારા અણગારવાસી ૧૧૬ રાજગાથા Page #131 -------------------------------------------------------------------------- ________________ ભણી લઈ ગયો. જીવનને મહાન વળાંક (turning point of Renunciation) આપી ગયો. તેઓ આ અનુભવને અંતે, આકાશવાણી-આદેશના અનુસાર સ્વરૂપ થવા પેલી સિધ્ધભૂમિની શોધીને માટે તત્પર થયા. આ અર્થે સંસારત્યાગ કરીને, બાહ્યાંતર નિગ્રંથ પ્રવજ્યા ગ્રહણ કરીને, વનગમન કરવાની તેમણે માતા-પિતા પરિવારજનો પાસે આજ્ઞા માગી. પરંતુ આ વર્તમાનકાળમાં અસંભવ જેવી, જંગલમાં એવી ઘોર તપસ્યા ભરેલી નિગ્રંથ મુનિદીક્ષા માટે એ સૌ અનુમતિ શી રીતે આપી શકે? એક તરફથી પરિવારિકોહિતૈષીજનોની પણ દઢતા અને બીજી તરફથી તેમને પરિવર્તિત કરવાની યુવાન મૂળજીભાઈની પણ સંકલ્પ-દેઢતા. આખરે પૂજ્યા જયેષ્ઠા પરિવાર માતુશ્રી પાનબાઈ ભાણજીભાઈ કારાણીની એક ત્યાગ-બલિદાન ભરેલી મધ્યસ્થતાથી કંઈક માર્ગ નીકળ્યો. તદનુસાર પ્રથમ પોતાના કુળધર્મમાં-ટ્વેતાંબર જૈન મુનિદીક્ષા ગ્રહણ કરીને ગુરુકુળ વાસમાં સાધના કરવાની અનુમતિ-આજ્ઞા વડીલોએ અતીવ દુઃખી હૃદયે પ્રદાન કરી, જેને તેમણે શિરોધાર્ય કરી. ૧૨ વર્ષની કઠોર આત્મસાધના, અધ્યયનાસભર ગુરુકુળવાસ : ખરતરગચ્છીય જૈનાચાર્ય શ્રી જિનયશસૂરિ મહારાજના અંતેવાસી આચાર્યશ્રી જિનરત્નસૂરિજીની પાવન નિશ્રામાં, વૈશાખ શુ.-૬ વિ.સં. ૧૯૯૧ બુધવારને 8-5-1935ના પૂર્વાન્યમાં કચ્છભૂમિના લાયજા ગામમાં મહામહોત્સવપૂર્વક મુનિદીક્ષા ગ્રહણ કરીને તેમણે બાહ્યાંતર નિર્ગથત્વના પથ પર પદાર્પણ કર્યું. મૂળજીભાઈ નામ મિટાવીને તેઓ ભદ્રમુનિ નામથી ઘોષિત કરાયા. ગુરુકુળ વાસમાં પ્રારંભથી જ યુવાન ભદ્રમુનિએ વિનયોપાસનાપૂર્વક એકાસણાના ઘોર બાહ્યતપ અને સ્વાધ્યાય-ધ્યાનના આત્યંતર તપની આરાધના આરંભી. “સમર્થ જયમ્ ! મા પમાયણ' વાળી પ્રભુ આજ્ઞાનુસાર તેઓ ક્ષણભરના પણ પ્રમાદ વગર, પોતાની પૂર્વકાળની અધૂરી સાધનાને પૂર્ણતાભણી લઈ જવાને.... અપ્રમત્ત ભાવથી પ્રવૃત્ત થઈ ગયા. ત્યાં ઉપાધ્યાયશ્રી લબ્ધિમુનિ પાસેથી તેમણે વિશાળ શ્રુતજ્ઞાનાર્જન કર્યું. તેમણે પ્રકરણગ્રંથ, સંસ્કૃત-પ્રાકૃત પદ્ભાષા વ્યાકરણાદિ, જૈન-અજૈન વાયગ્રંથ તથા અનેક સૂત્ર-આગમ કંઠસ્થ કર્યા. પોતાના પૂર્વોપકારક એવા જ્ઞાનાવતાર યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજીના સમગ્ર સાહિત્યનું અધ્યયન-અવગાહન કર્યું. તેમના આ જ્ઞાન-સ્વાધ્યાય કચ્છથી કર્ણાટકની યુગપ્રધાન ભદ્રબાહુની યોગભૂમિમાં યુગપ્રધાન ભદ્રમુનિ ૧૧૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ સાધન અને સ્વાત્માના દર્શન હેતુ ધ્યાનાદિ આરાધનથી તેમના સઘળા ગુરુબંધુ પણ પ્રભાવિત થયા. તેઓ પોતાના ગુરુજનોના કૃપાપાત્ર અને ગુરુબંધુઓમાં પ્રીતિપાત્ર બન્યા. સ્પષ્ટ આત્મદર્શન પામવાની તેમની ખુમારી ભરેલી અંતર-લગનીની સતત પ્રજ્વલિત સાધના-જ્વાળા સ્વ-પર પ્રકાશક બનીને તેમના સારાયે ગુરુબંધુઓને માટે પણ એક પ્રેરણાસભર બની. તે સમયની તેમની એક ખુમારી ભરેલી તસ્વીર તેમની ત્યારની અંતરદશા કંઈક વ્યક્ત કરે છે. આવી સતત-સજગતાભરી આત્મ-ખુમારી મુનિજનોમાં આજે ક્યાં ? (આતમ અનુભવરસ કે રસિયા, ઉતરે ના કબહુ ખુમારી– મ. આનંદઘનજી). સંક્ષેપમાં બાર વર્ષના એમના યાદગાર ગુરુકુલવાસના અનેક ચાતુર્માસો ભરેલી એમની આત્મસાધનાયાત્રાનો સર્વસંગ પરિત્યાગ એમને ઉત્તરોત્તર પરમપદ પ્રાપ્તિ ભણી જ લઈ જનારો બની રહ્યો. અને આ પરમપદ-પ્રાપ્તિના પંથનો તેમનો આગળનો પડાવ હતો એકાકી, અસંગ, વન-પર્વતોનો ગુફાવાસ. એ માટે ફરી એમને પેલો આકાશવાણી-અંતરાદેશ સંભળાયો. આ ઘટનાઓનું સંક્ષેપમાં સમાપન, તેમના ગુરુકુળવાસની પૂર્ણાહુતિના તેમના જ શબ્દોમાં કરીએ :“દીક્ષાપર્યાયના બારમા વર્ષે ધર્મઋણ ચુકાવીને, ઉઋણ થઈને, આકાશવાણીના આદેશને આચારમાં કાર્યાન્વિત કરવા એ (= સ્વયં) ગુફાવાસી બન્યો.' (– આત્મકથા, ચતુર્થ પ્રકરણ, સહજાનંદઘન ગુરુગાથા) આ ગુફાવાસ, એકાકી વન-વિચરણ પણ તેમણે કેવળ એક વસ્ત્ર અને એક પાત્ર' સાથે અગવારી મુકામે ગુરુઆજ્ઞા પ્રાપ્ત કરીને આંરભ્યો. તેમના ગુરુકુળવાસ અને ગુફાવાસના, ભારતભરના તીર્થોમાં વિચારણનો તેમનો સુદીર્ઘ, પ્રેરક, સર્વોપકારક રોમાંચક ઈતિહાસ છે. તેમાં તેમની અષ્ટાપદગમન યાત્રા, પાવપુરીમાં વિદુષી સાધિકા સાધ્વી સરલાબેનને સમાધિ-મરણ કરાવવું, કર્ણાટકની ગોકાક ગુફામાં ત્રણ વર્ષ મૌનપૂર્વક એકાંતસાધનામાં રહેવું અને કર્ણાટકની યુગપ્રધાન આચાર્યશ્રી ભદ્રબાહુની યોગભૂમિમાં પોતાની “પૂર્વ-પરિચિત સિધ્ધભૂમિમાં જઈ વસીને, પોતાના જીવનના અંતિમ દસ વર્ષ અનેકોને હંપીમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્થાપી, શ્રીમદ્ભુ પ્રણીત મૂળમાર્ગે સુદૃઢ કરવા, આદિ અનેક ધન્ય ધર્મપ્રભાવના-પ્રસંગો સંગ્રહાયેલા છે. પરંતુ એ વિશદવર્ણનોને હાલ પૂરતા અહીં રોકીને તેમનો મહત્વનો ઘટના પ્રસંગ લઈને આ પ્રારંભિક લેખાંક સમાપન કરીશું. એ પ્રસંગ છે ઃ “શ્રી સહજાનંદઘનજીને યુગપ્રધાનપદ” ૧૧૮ રાજગાથા Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૪ યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજીના પદાનુસારી સહજાનંદઘનજી શ્રી ભદ્રમુનિને યુગપ્રધાનપદ | (વર્તમાનકાળની એક અદભૂત, અપૂર્વ ઘટના) વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં ૨૦ વિહરમાન જિનોમાં શ્રી સીમંધર સ્વામીની પર્ષદામાં પૂર્વોલિખિત શ્રીમદ્ રાજચંદ્રજી ઉપરાંત શ્રીમદ્ દેવચંદ્રજી, મહાયોગી આનંદઘનજી, આદિ પણ કેવળી સ્વરૂપે બિરાજી રહ્યાં છે, વિચરી રહ્યાં છે. શ્રી સીમંધર સ્વામીએ વર્તમાનમાં દેવલોકના “દેવેન્દ્ર દેવ” દાદાશ્રી જિનદત્તસૂરિજીને આજ્ઞા આપી કે, “ભરતક્ષેત્રમાં જઈને શ્રી સહજાનંદઘનજીને યુગપ્રધાન’ પદ પ્રદાન કરો.” આ જિનાજ્ઞા અને ત્યાંના વર્તમાન કેવલી શ્રીમદ્ રાજચંદ્રજીના આશીર્વાદથી દેવેન્દ્રદેવ દાદાશ્રી, આચાર્ય લબ્ધિસંપન શ્રી સહજાનંદઘનજી (ભદ્રમુનિ)ને યુગપ્રધાન પદારુઢ કરવા માટે મહારાષ્ટ્રના દહાણુ નિકટના બોરડી નગરે પધાર્યા. વિ.સં. ૨૦૧૭ના પ્રથમ જેઠ સુદ-૧૫ને મંગળવાર દિ. 30-5-1961ના દિવસની એ ચાંદની રાત હતી, જ્યારે “ભક્તિની શક્તિનો સૌને પ્રત્યક્ષ અનુભવ થવાનો હતો. અમદાવાદના એમ. વાડીલાલ કં.ના શ્રી મોહનભાઈ અને બોરડીનાં શ્રી હીરાચંદભાઈએ સારી પૂર્વવ્યવસ્થા કરી હતી. બીકાનેરના મેજીસ્ટ્રેટ શ્રી જી.સી. ચન્નાણી, શ્રી અગરચંદજી નાહટા, શ્રીમદ્ રાજચંદ્રજીનાં સુપુત્રી પૂ. જવલબા, મહારાષ્ટ્રના ખાદીમંત્રી શ્રી પ્રાણલાલભાઈ, મુંબઈ નગર નિગમ પાર્ષદ શ્રી જીવરાજભાઈ આદિ ૧૫ પ્રતિષ્ઠિત લોકોની એક સમિતિ રચાઈ. શ્રી સહજાનંદઘનજી બોરડીના સમુદ્ર તટે જનમેદની વચ્ચે પૂર્ણિમા-ભક્તિની “સહજાત્મ સ્વરૂપ પરમગુરુ” ધૂન ભક્તિની મસ્તીભેર ઝીલાવી રહ્યાં હતા – બ્રાહ્મમુહૂર્ત સુધી આ ધૂન સાગરના મોજાં સાથે જાણે સ્પર્ધા કરતી ગુંજતી-ઝુમતી રહી. મુનિએ ત્યારે સફેદ ચાદર ઓઢી હતી, ને આકાશમાં હતી શ્વેતચાંદની ! આ બાજુ નિકટસ્થ એક બંગલામાં એક ઓરડી અંદર શ્રી ભદ્રમુનિજીના સંસારી કાકીબા અને તેમનાં ઉત્તરાધિકારી ભક્તાત્મા આત્મજ્ઞા માતાજી ધનદેવીજીને પૂરી દેવાયા હતા. આ ઓરડીમાં ભક્તિના સાક્ષાત્ સ્વરૂપ એવા માતાજી ધ્યાનસ્થ થયા ત્યારે ત્યાં જેની યાદી બનાવાઈ ગઈ તેવી પાંચ વસ્તુઓ – પ્રભુચિત્ર, યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજીના પદાનુસારી સહજાનંદઘનજી... ૧૧૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ પાટ, બાજોટ, થાળી અને અગરબત્તી – જ હતી અને માતાજીની જાણે “જડતી લઈને તેમને સફેદ સાડી પરિધાન કરાવાઈ હતી. ઓરડીને બંધ કરીને, તાળું મારીને, ચાવી ઉપરોક્ત સમિતિ પાસે રખાઈ હતી. બ્રાહ્મમુહૂર્ત બાદ પ્રભાતે જ્યારે એ ઓરડી ખોલવામાં આવી ત્યારે નિકટસ્થ સાગરતટે સતત ગુંજતી ધૂન વચ્ચે એક દિવ્ય સુગંધ સર્વત્ર પ્રસરી ગઈ..... | દિવ્ય વાસક્ષેપ અને કુમકુમ, કે જેમાંથી એ સુગંધ પ્રસરી રહી હતી, સારી એ. ઓરડીમાં પથરાયા હતા. ત્યાં વિશેષરૂપે ત્રણ દિવ્યો પ્રગટ થયા હતા – એક થાળીમાં કુંકુમ રંગી સુગંધિત અક્ષત અને બીજીમાં રજતમય શ્રીફળ જેના ઉપર રત્નત્રય સિધ્ધશિલા સહિત સ્વસ્તિક તેમજ “શ્રી સીમંધર સવામી-મહાવિદેહ ક્ષેત્ર” અક્ષરાંકિત હતા તેમજ ચાંદીની પટ્ટિકા ઉપર નિમ્ન શ્લોક ઉત્કીર્ણિત હતો - “इन्द्रादयो नतायस्य, पादपद्मे मुनिर्हि सः । યુપ્રધાન સહનાનંદધનો ભારતે .” અર્થાતુ જેના ચરણકમળોમાં ઈન્દ્રાદિ દેવો નતમસ્તક છે એ સહજાનંદઘન મુનિ જ ભારતવર્ષમાં આજના યુગપ્રધાન છે. ત્યારે શ્રી સહજાનંદઘનજીની પેલી શ્વેત ચાદર પણ કેસરી રંગની ઉપસ્થિત થઈ હતી અને શ્રી માતાજીના સ્વેત વસ્ત્રની સાડી કેસરી રંગની બની ગઈ હતી ! શ્રી માતાજી ત્યારથી “જગતમાતા' રૂપે ગણાયા-પૂજાયા. - ભક્તિમાં નિહિત અનંત શક્તિનો, આત્માની અનંત શક્તિનો આ પ્રત્યક્ષ પુરાવો હતો ! જેઠ શુકલા પૂર્ણિમાના આ ભક્તિ-પ્રસંગે આનંદોલ્લાસનું અને ભક્તિની મસીનું તો પૂછવું જ શું? તેના અનેક વર્ણનો અનેક ચરિત્ર-લેખકોએ આલેખ્યાં છે. પરંતુ શ્રી સહજાનંદઘનજીને થયેલું આ યુગપ્રધાનપદ, સ્પષ્ટરૂપે સિધ્ધ-દર્શિત યુગપ્રધાનપદ પ્રદાન આ કાળમાં દુર્લભ છે. તેવા જ દુર્લભ, અભૂતપૂર્વ, અનન્ય છે તેમની આત્માનુભૂતિનાં અનેક પ્રસંગો, જેનાં રહસ્યો તેમની સ્વયં-લિખિત “અનુભૂતિ વી. સાવા, સમક્ષ-સાર, સહજાનંદસુધા, ઈ.માં સંઘરાયેલા છે. સદનાનંદ સુધીમાં તેમનો અદ્ભુત પદ્ય-લેખન સંગ્રહ સમાયો છે. તેમાં છ પદનો પત્ર જેવા પરમકૃપાળુદેવના હું તો આત્મા છું ઈ. અનેક વચનામૃતોને ‘પર્ધદ-રહસ્ય શીર્ષકથી પદ્યરૂપ આપી ગેય બનાવી મૂક્યા છે. એ લખ્યા માત્ર જ નથી, જીવનભર મસ્તીભેર સ્વયં ગાયા અને સાધક સમૂહો પાસે ગવરાવ્યા-ઝાલાવ્યા પણ છે ! આની સી.ડી. ૧૨૦૦ રાજગાથા Page #135 -------------------------------------------------------------------------- ________________ પણ બની છે. પત્રાવલી ઉપરાંત સ્વયંસ્વરમાં રેકર્ડ થયેલા આત્મસાક્ષાત્કાર વI ગામવøમ, કાત્મ માન-વીતરીતિ, પાંચ સમવાય, આત્મ-પકડ, સાકાર-નિરાકાર, આદિ અનેક અભૂતપૂર્વ રેકર્ડ પ્રવચનોમાં રાજ-વાણીસાર તો વિશેષરૂપે સંગ્રહીત છે. જે યુગોયુગો સુધી અનેક શોધકો-સાધકોનો પથ પ્રશસ્ત કરનારા છે. સ્વયંના અવાજના આ અતિ દુર્લભ, અનન્ય રેકર્ડ પ્રવચનો જે મોટા ભાગના આ લેખકના અગ્રજ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, હેપીના પૂર્વ અધ્યક્ષ અને અનન્ય સ્વપ્નદૃષ્ટા સદ્ગુરુભક્ત સ્વ. શ્રી ચંદુભાઈ ટોલિયાએ સમય સમય પર ભક્તિભાવે રેકર્ડ કરી સંગ્રહીત કરેલા. તે વખતના સામાન્ય ટેઈપ-રેકર્ડરો પર ઉતારેલા મહદંશની જર્જરિત સ્થૂલ ટેઈપો અને થોડી કેસેટોના આ બહુમૂલા પ્રવચનો (હિન્દી, ગુજરાતી)ને ભારે પરિશ્રમ અને કાળજીપૂર્વક અનેકવાર મોંઘા પ્રોફેશનલ રેકર્ડિંગ ટુડિયોમાં, અનેક પ્રક્રિયાઓ દ્વારા ઉતારાયા, પરિવર્તિત-ટ્રાન્સફર કરાયાં. સર્વ પ્રકારની પારાવાર પ્રતિકૂળતાઓ અને અગ્નિપરીક્ષાઓ પછી કેવળ ગુરુકૃપાના જ બળે, આ લેખક-સંપાદક, જીવનભરનાવિગત ૪૭ વર્ષોના સતત, સજગ પુરુષાર્થ બાદ, સદ્ગુરુની આ આધ્યાત્મિક સંપદા તૈયાર કરી શક્યો છે અને વર્તમાનની તેમજ ભવિષ્યની સાધના-જિજ્ઞાસા-તૃષાતુર પેઢીને માટે (“રખોપાં કોને સોપવા હો જી?”ની સુયોગ્યોની શોધપૂર્વક) એ મૂકીને જઈ રહ્યો છે. આમાંના એકે એક પ્રવચન અને તેના વિષયો અદ્ભુત છે, અંતરાનુભૂતિપૂર્ણ છે, અસામાન્ય છે, અભૂતપૂર્વ છે, આનંદ-શાંતિ અને પ્રયોગનો અનુભૂતિ પથ-પ્રદાતા છે. ભવિષ્યનો તૃષાતુર, ગુણાનુમોદક, સાધક-શોધક, યથાર્થ વિતરાગમય-આરાધક અંતર્થક્ષ સંપન્ન શ્રોતા જ એ સિધ્ધ કરી દેશે કે આ કાળે આવી વીતરાગ વાણી ક્યાંથી ?.. પરમકૃપાળુદેવ શ્રીમદ્જીની અને વીતરાગ ભગવંતોની જ વાણીને પ્રતિધ્વનિત-પ્રતિબિંબિત કરતા આ સ્યાદ્વાદશૈલીના, સમગ્ર-સર્વાગીણ, મંજુલ, પ્રભાવક, પથદર્શક, પ્રમાદ-ખંખેરતા પ્રબોધક પ્રવચનો પર્યાપ્ત છે – તેમના, સહજાનંદઘનજીના યુગપ્રધાનત્વની પ્રતીતિ આપવા માટે. ભવ્યજીવોની ભાવિ પેઢી આની સાખ પૂરશે. આજ સુધી ઉપલબ્ધ પ્રાયઃ ૫૭ જેટલા આ પરમગુરુવાણી પ્રવચનો, નિમ્ન શીર્ષકોથી પૂજ્યા માતાજી દ્વારા પ્રેરિત, પ્રારંભિત વાસક્ષેપિત, આશીર્વાદ-પ્રદત્ત શ્રી વર્ધમાન ભારતી-જિનભારતી બેંગલોરથી પ્રકાશિત અને ઉપલબ્ધ છે. તેના શીર્ષકો-વિષયોની યાદી આ પુસ્તકમાં અપાઈ છે. તેમનાં આ સર્જનો અને જીવનભરના અનેકોને તારનાર અનેક તારક-પ્રસંગો, તેમના રત્નમયી સર્વોત્કૃષ્ટ સાધનામય જીવન જેટલા જ મહત્વનાં હોઈને તેમના યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજીના પદાનુસારી સહજાનંદઘનજી.. ૧૨૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ યુગપ્રધાનપદની પ્રતીતિ કરાવે છે. મુનિશ્રી આનંદઘનવિજયજી, મુનિશ્રી ચંદ્રપ્રભસાગરલલિતપ્રભસાગરજી, અગરચંદજી-ભંવરલાલજી નાહટા બંધુ ઉપરાંત અનેક જ્ઞાતઅજ્ઞાત દેખાઓએ તેમને અંતરથી ઓળખીને આરાધ્યા ને બિરદાવ્યા છે. તેમને પ્રત્યક્ષપણે નહીં જોનાર છતાં દૂરથી શ્રી મકરંદ દવે જેવા ઋષિ-કવિએ તેમની સાધનામાં અપૂર્વ અધ્યાત્મનો પ્રકાશ જોયો છે. તે જ રીતે ઉપર્યુક્ત બોરડી પ્રસંગ પછી તેમના દ્વારા કર્ણાટકની યુગપ્રધાન ભદ્રબાહુસ્વામીની ભૂમિ હંપી પર યુગપ્રધાન યુગપુરુષ “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ' સ્થપાયો તેને જોઈને શ્રીમદ્ભા પ્રબુધ્ધ અધ્યેતા વિદ્યર્થ શ્રી વસંતભાઈ ખોખાણી અહોભાવથી બોલી ઊઠ્યા હતા કે – “સહજાનંદઘનજીની લઘુતા કેટલી કે તેમણે પોતાના નહીં, શ્રીમદ્ભા નામે આશ્રમ સ્થાપ્યો, પોતે યુગપ્રધાન छतi !" સદાકાળ જય-વિજય હો આવા મહા-લઘુતાધારક યુગપ્રધાનનો ! ॥ ॐ शान्तिः ॥ एकावतारी युगप्रधान पद युगप्रधान पदधारी सहजानंद एकावतारी, एकावतारी प्रभु एकावतारी...युगप्रधान पदधारी वर्ष ओगणीसमे लागी समाधि, मोहमयी नगरे भारी.... सहजानंद एकावतारी मोक्ष मारगर्नु रहस्य प्रत्यक्ष करी, बन्या महा व्रतधारी..... सहजानंद एकावतारी श्री जिनरत्नसूरि - पद निश्रा, वर्ष बारे सेव सारी.... सहजानंद एकावतारी पछी गुफा - गिरि - बनो विचरतां, करी आत्म-साधना भारी..... सहजानंद एकावतारी २ युगप्रधान - पद देवोओ आप्युं, बोरडी नगर मोझारी.... सहजानंद एकावतारी कर्णाटके हंपी रत्नकूट कंदरा, वातावरण मनोहारी..... सहजानंद एकावतारी ३ संघे स्थाप्युं आ राजचंद्र आश्रम, महिमा ए प्रगट तमारी.... सहजानंद एकावतारी कृपालुदेवनो मार्ग दीपाव्यो, आत्म सामर्थ्य विस्तारी..... सहजानंद एकावतारी ४ साचा गुरु आप आ कलिकाले, मल्या मने उपकारी..... सहजानंद एकावतारी आत्म-ज्ञानी थई आप प्रतापे, धनबाई जाऊँ बलिहारी..... सहजानंद एकावतारी ५ - पू. माताजी धनदेवीजी. (भक्ति झरणां) ૧૨ રાજગાથ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રીમદ્ રાજચંદ્રજીનો તત્ત્વબોધ પ્રબોધતી યોગીન્દ્ર યુગપ્રધાન શ્રી સહજાનંદઘનજીની સ્વયંની આત્માનુભૂત વાણીમાં અભૂતપૂર્વ “પરમગુરુ પ્રવચન' ક્રમિક સીડીનો કેસેટ માલા સંપુટ. ક્રમ વિષય-શીર્ષક ભાષા અવધિ ૧ શ્રી કલ્પસૂત્ર-૧ : પર્યુષણની પરિભાષા હિન્દી ૯૦ મિ. ૨ શ્રી કલ્પસૂત્ર-૨ : ઉપાદાન-નિમિત્ત ૩ શ્રી કલ્પસૂત્ર-૩ : દસ કલ્પ, આચાર ૪ શ્રી કલ્પસૂત્ર-૪ : “દર્શન વિશુદ્ધિ” ૫ શ્રી કલ્પસૂત્ર-૫ : “નવકાર” આત્મતત્ત્વ ૬ શ્રી કલ્પસૂત્ર-૬ : દ્રવ્ય ભાવપૂજા આત્માવલોકન, ૧ કર્તવ્ય ૭ શ્રી કલ્પસૂત્ર-૭ : કલ્પ૦ચરિત્રારંભ અષ્ટમ તપ ૮ શ્રી કલ્પસૂત્ર-૮ : તીર્થકરો, ૨૭ પૂર્વભવો, મંગલક્ષણ ૯ શ્રી કલ્પસૂત્ર-૯ : ૧૦ આચાર, મહાવીર જન્મ ૧૦ શ્રી કલ્પસૂત્ર-૧૦ : બાલક્રીડા, સંગમ, દીક્ષા ૧૧ શ્રી કલ્પસૂત્ર-૧૧ : મહાવીર + પાર્શ્વનાથ ચરિત્ર ૧૨ શ્રી કલ્પસૂત્ર-૧૨ : અન્ય જિન + કેવલી ૧૩ શ્રી કલ્પસૂત્ર-૧૩ : સ્થવિરાવલી સંપૂર્ણ ૧૪ દશલક્ષણ-૧ : ભૂમિકા : ભાદ્ર. શુ. ૫. ૧૫ દશલક્ષણ-૨ ” ૬૦ મિ. ૧૬ દશલક્ષણ-૩ : ૪ કષાય, વિનયગુણ ૧૭ દશલક્ષણ-૪ : લોભ, પરિગ્રહ, ધર્મ - ૯૦ મિ. ૧૮ દશલક્ષણ-૫ : અપ્રમાદ, સત્ય, સંયમ ૧૯ દશલક્ષણ-૬ : ક્ષમાગુણ ૨૦ દશલક્ષણ-૭ : સમાપન, સ્તવન ૨૧ દશલક્ષણ-૮ : ભાદ્ર. શુ. ૧૦ (એકબાજુ) (શ્રીમદ્ રાજ. શતાબ્દી) ” ૨૨ દશલક્ષણ-૯-૧૦ : શ્રીમદ્ રાજચંદ્ર શતાબ્દી-(શેષ) ૨ ૨૩ નિયમસાર, ક્ષમાપના ૨૪ આત્મસાક્ષાત્કારનો અનુભવક્રમ (સાધનાપ્રયોગ)-૧ જયપુર ૨૫ આત્મસાક્ષાત્કારનો અનુભવક્રમ (સાધનાપ્રયોગ)-૨ જયપુર ૨૬ આત્મસાક્ષાત્કારનો અનુભવક્રમ (સાધનાપ્રયોગ)-૩ જયપુર ૨૭ આત્મસાક્ષાત્કારનો અનુભવક્રમ (સાધનાપ્રયોગ)-૪ જયપુર ૨૮ આત્મસાક્ષાત્કારનો અનુભવક્રમ (સાધનાપ્રયોગ)-૫ જયપુર શ્રીમદ્ રાજચંદ્રજીનો તત્ત્વબોધ પ્રબોધતી... ૧૨૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ધર્મસમન્વય-૧ (જયપુર) ૩૦ ધર્મસમન્વય-૨ (જયપુર) ૩૧ પરમગુરુપ્રવચન-૧ પાંચ-સમવાય ૩૨ પરમગુરુપ્રવચન-૨ : સત્પુરુષાર્થ ૩૩ પરમગુરુપ્રવચન-૩ સાકાર-નિરાકાર ૩૪ પરમગુરુપ્રવચન-૪ આધ્યાત્મિકતા ૩પ પરમગુરુપ્રવચન-૫ : આત્મસાધના ૩૬ પરમગુરુપ્રવચન-૬ : આત્મા પરમચરણે ૩૭ પરમગુરુપ્રવચન-૭ : શ્રીમદ્જી જ્ઞાનદશા ૩૮ પરમગુરુપ્રવચન-૮ : આત્મપકડ ૩૯ પરમગુરુપ્રવચન-૯ : આત્માનુભવક્રમ ૪૦ પરમગુરુપ્રવચન-૧૦ : માયિક સુખત્યાગ ૪૧ પરમગુરુપ્રવચન-૧૧ : અહિંસાચર્ચા, પદ ૪૨ પરમગુરુપ્રવચન-૧૨ : સુખદુઃખકારણ ૪૩ પરમગુરુપ્રવચન-૧૩ : સાધનાવશ્યક ગુણો ૪૪ પરમગુરુપ્રવચન-૧૪ : “હું કોણ છું ?” ૪૫ પરમગુરુપ્રવચન-૧૫ : સમાધિમરણ કી કલા ૪૬ પરમગુરુપ્રવચન-૧૬ : અધ્યાસ, આત્મસ્મરણ ૪૭ આત્મદર્શન-વિશ્વદર્શન-આઠ યોગદૃષ્ટિ, વિશ્વમૈત્રી ૪૮ અષ્ટાપદ અંતર્દર્શન રહસ્ય ૪૯ સમ્યક્ત્વ-સામાયિક-સભાચર્ચા ૫૦ આત્માની અનુભૂતિ-૧ ૫૧ આત્માની અનુભૂતિ-૨ પ૨ નવકાર મહિમા (કલ્પપ્રવચન સંક્ષેપમાં) ૫૩ પ્રભુ-પદ (સ્વયંસ્વર) ૫૪ સહજાનંદપદ (સ્વયંસ્વર, પ્રવચનસહ) હિન્દી ૯૦ મિ. ૧૨૪ 64 ,, ગુજરાતી ૬૦ મિ. હિન્દી હિન્દી ૯૦ મિ. હિન્દી હિન્દી ૬૦ મિ. ગુજરાતી હિન્દી ૯૦ મિ. હિન્દી ૬૦ મિ. ગુજરાતી ૯૦ મિ. ,, હિન્દી હિન્દી ,, હિન્દી હિન્દી હિન્દી ગુજરાતી ગુજરાતી ગુજરાતી ગુજરાતી ,, ગુજરાતી ૯૦ મિ. 99 ,, ગુજરાતી "" " "" 29 મૂળ રેકર્ડિંગ ઃ સ્વ. ચંદુભાઈ ટોલિયા, નવીનભાઈ ઝવેરી સંપાદન : પ્રા. પ્રતાપકુમાર ટોલિયા, શ્રીમતી સુમિત્રા ટોલિયા પ્રકાશન અને પ્રાપ્તિ : વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન પ્રભાત કોમ્પલેક્ષ, કે.જી. રોડ, બેંગલોર-૫૬૦૦૦૯. ફોન : ૦૯૬૧૧૨૩૧૫૮૦ 99 99 ,, ,, ,, ,, "" હિન્દી ૯૦/૬૦ હિન્દી ૯૦ મિ. "" ૬૦ મિ. "" ૫૫ સહજાનંદસુધા (પ્ર. + સુ. + કિ. ટોલિયા) ૫૬ માતૃ-વાણી-૧ (તત્ત્વવિજ્ઞાન સ્વાધ્યાય) ૫૭ માતૃ-વાણી-૨ (તત્ત્વવિક્ષાન સ્વાધ્યાય) (પૂ. માતાજી ધનદેવીજીના સ્વયં સ્વરમાં) (હજુ અનેક વધુ નિર્માણ, સંપાદન હેઠળ) મૂલતઃ સાદા રેકર્ડરોનાં કાચાં સાધનો પર રેકિંગ થયેલી આ બહુમૂલ્ય વિષયોની સી.ડી. શક્ય તેટલી શુદ્ધ કરાવાઈ ગુણવત્તા સુધારાઈ છે, છતાં કેટલીક ક્ષમ્ય ગણવા વિ. ,, ,, ,, ,, રાજગાથા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભદ્રમુનિની પૃષ્ઠભૂમિ ભારતની શ્રમણધારાના વર્તમાનકાળના પરમ પ્રવર્તક, ચોવીસમા ચરમ તીર્થકર ભગવાન મહાવીરની પાટ પરંપરાના ઉત્તરાધિકારી હતા ઊર્ધ્વરેતા અંતિમ શ્રુતકેવલી, ચૌદ પૂર્વધર, “શ્રી કલ્પસૂત્ર' પ્રણેતા યુગપ્રધાન શ્રી ભદ્રબાહુ સ્વામી. ભગવાન મહાવીરની વિહારભૂમિ બિહાર અને એમની પોતાની મહાપ્રાણ ધ્યાનસાધનાની ભૂમિ નેપાળ - પૂર્વભારતથી લગભગ બે હજાર વર્ષ પહેલાં તેઓ અનેક (પ્રાયઃ બાર હજાર જેટલા) મુનિઓ સાથે આ ગિરિકંદરામય યોગભૂમિ-વિદ્યાભૂમિ કર્ણાટકમાં પધાર્યા. કેવળ કર્ણાટકમાં જ નહીં, જ્યાં આજે વિલુપ્ત થઈ ગઈ છે એવી શ્રમણધારાના ૨૦મા તીર્થકર ભગવાન મુનિસુવ્રત સ્વામીનો પૂર્ણ પ્રભાવ ધરતીના કણકણમાં તેમજ આકાશ-અવકાશના અણુએ અણુમાં તરંગિત-આંદોલિત હતો, એવા સમસ્ત દક્ષિણ ભારત પર તેમનો પ્રભાવ-તેમનું વ્યક્તિત્વ છવાઈ ગયા. પરિણામસ્વરૂપ, સમીપવર્તી કેરલ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશનાં સંસ્કૃતિ-ભાષા તેમજ સાહિત્ય ઉપર પણ ભદ્રબાહુસ્વામીનો મહાપ્રભાવ છવાઈ ગયો. આ પ્રદેશોનું સંપૂર્ણ સાહિત્ય એ પ્રભાવથી અનુપ્રાણિત થઈ ગયું. કન્નડ ભાષામાં તો આહતોજિનોનાં તત્ત્વબોધનું આલેખન અને પુરાણ ચરિત્રકથાઓનાં ગાન ગાનાર પંપા, રન્ના, જના, અના, બોપન્ના, રત્નાકર ઈત્યાદિ જૈન કવિ-મનીષિઓની એક હારમાળા જ ઉપસ્થિત થઈ ગઈ. કનડ સાહિત્યમાંનું લગભગ ૯૫% સાહિત્ય જૈન સાહિત્યથી પરિપ્લાવિત થઈ ગયું ! ગુણવત્તા તેમજ વિસ્તાર બંને (quality & quantity) દષ્ટિએ જૈન સાહિત્ય દ્વારા એક વિશિષ્ટ-સમૃદ્ધ માનવજીવનનું એક અનુપમ ઉદાહરણ - એક પ્રતિમાને ઉપસ્થિત કરી દીધું. કન્નડના પ્રથમ મહાકવિ પંપાએ શ્રુતદેવી માતા સરસ્વતીને જિનવાણી માતા સરસ્વતીના રૂપમાં સ્થાપિત કરી એના મહિમાને એક નવી પરિભાષા આપી. નૂતન રૂપે આલેખ્યું : “મારિ વિનેશ્વર વાળી સરસ્વતી, सर्व जिनेश्वर वाणी सरस्वती ।" ભદ્રમુનિની પૃષ્ઠભૂમિ ૧૨૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ તો તત્ત્વજ્ઞ કવિ રત્નાકર વર્ણીએ જિનેશ્વરબોધિત જગત સ્વરૂપને આ રીતે નૂતન રૂપે આલેખ્યું : “મનુ વુિ છુ, પણ તના ! मनदोळु निश्चय, रळियद कोटिगे।" શું શું આલેખવું? આવું મર્મભર્યું તત્ત્વ સાહિત્ય જ નહીં, ગીત-વીતરાગ' જેવી સંગીતકૃતિઓ, “ભૂવલય' જેવી ગણિતાનુયોગની કૃતિઓ અને શ્રવણ બેલગોલ - બાહુબલી સમી અનેક ચિરંતન જૈન શિલ્પ-કૃતિઓ શ્રી ભદ્રબાહુ પ્રભાવિત પરવર્તી કાળમાં નિરંતર નિર્મિત થતી રહી. ભદ્રબાહુ સ્વામી દ્વારા પરિશોધિત જૈનધર્મના પ્રભાવથી પ્રભાવિત કર્ણાટકની આવી ધન્યભૂમિ-યોગભૂમિમાં પદાર્પણ કર્યું ભદ્રમુનિ-સહજાનંદઘનજીએ. જિનેન્દ્ર ભગવંતો દ્વારા કથિત-શ્રીમદ્ રાજચંદ્રજી દ્વારા પ્રકાશિત, લુપ્ત-ગુપ્ત એવા મૂળમાર્ગ આત્મધર્મની જ્યોતિ જગાવવા, અલખની ધૂન જગાવવા, પશ્ચિમ ભારતના ગુજરાતની કચ્છની ભૂમિથી નીકળી, શત્રુંજય-ગિરનાર-ભદ્રેશ્વરની તીર્થભૂમિથી ઉત્તર ભારતમાં અષ્ટાપદ અને પૂર્વમાં સમેતશિખર, પાવાપુરી, ખંડગિરિ-ઉદયગિરિ, આદિ તીર્થોની સ્પર્શના કરતા, અનેક ગિરિકંદરાઓમાં મૌનપૂર્વક એકાંતવાસમાં ભગવાન મહાવીરની જેમ જ વિચરણ કરતા કરતા તેઓ કર્ણાટકમાં આવી પહોંચ્યા... ! ભદ્રબાહુ સ્વામીથી પ્રભાવિત પંપા આદિ જૈન મહાકવિઓએ જિનેશ્વર ભગવંતની જે જિનવાણીનો મહિમા કનડ ભાષામાં ગાયો હતો એની ગૌરવગરિમા, પોતાના પૂર્વ જન્મના ઉપકારક, “અનન્ય આત્મશરણપ્રદાતા', યુગપ્રધાન, જિન મૂળમાર્ગના પરિશોધક, મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક, શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ ગુજરાતીમાં મહાગંભીર, અર્થસભર શબ્દોમાં ગાઈ અને એનો જ પ્રતિઘોષ કર્ણાટકની આ પુણ્ય ધરા પર ગુંજાવવા માટે જ જાણે ભદ્રમુનિ ગાઈ રહ્યાં - “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી... જિનેશ્વરતણી વાણી.. જેણે જાણી તેણે જાણી છે."* અહો ! આ પણ કેવો સાંકેતિક યોગાનુયોગ.... ! કર્ણાટક અને ગુજરાત ! આહંતુ મહિપુરુષોનાં પવિત્ર ચરણકમળના સ્પર્શથી પવિત્ર આ બંને આર્ય પ્રદેશોની ભૂમિમાં કેવો સમાનતાસભર એક-શો જિનવાણીનો * શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત - ભક્તિ કર્તવ્ય. ૧૨૬ રાજગાથા Page #141 -------------------------------------------------------------------------- ________________ મહિમા !! બંને ભિન્ન-ભિન્ન ભાષાના વાણીરૂપોના પ્રેરક-સર્જક અને ગાન કરનાર પણ કેવા મહાન પુરુષો... !!! અંતિમ શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી, શ્રીમદ્ રાજચંદ્રજી અને ભદ્રમુનિ સહજાનંદઘજી... સર્વ આર્ષદ્રષ્ટા, યુગપુરુષ, યુગપ્રધાન મહામાનવ... ! ભદ્રબાહુસ્વામીના ચરણોથી પવિત્ર બનેલી ઉર્વરા ભૂમિ પર ભદ્રમુનિ પધાર્યાં - શ્રીમદ્ રાજચંદ્રજીનો, મહાવીર પ્રભુ દ્વારા પ્રણીત જિનમાર્ગનો, યુગસંદેશ લઈને : ભગવાન મહાવીરનો એ જ વર્તમાનકાલીન યુગબોધ કે જેને ચૌદ પૂર્વધર મહાજ્ઞાની, મહાપ્રાણ-ધ્યાની, અંતિમ શ્રુતકેવલી યુગપ્રધાન ભદ્રબાહુ સ્વામીએ ક્યારેક અહીંની યોગભૂમિમાં બીજના રૂપમાં વાવ્યો હતો. અહીંની પ્રાણસભર હવામાં લહેરાવ્યો હતો. અહીંની ગિરિકંદરાઓમાં ગાઈને ગુંજાવ્યો હતો... બસ - મૂળ માર્ગની એ જ પ્રભુવીરની વાણીને, શ્રીમદ્ભુ દ્વારા ગુંજાયમાન મંત્રને, ફરી ગુંજાવવો હતો... એ મૂળ ધ્વનિ હતો - આત્માનો... જડ દેહથી ભિન્ન કેવળ ચેતન-આત્માનો...ચૈતન્યાત્માનો ! શતાબ્દિઓથી વિસ્તૃત સ્વયં વીતરાગ માર્ગના જ આત્માનો !! દેહાર્થમાં, જડક્રિયા અને શુષ્ક જ્ઞાનમાં ડૂબી ગયેલ મહાસમર્થ, અનંત વીર્યવાન આત્માનો !!! આ બધા મહાપુરુષોએ એ વીરવાણીને જ અહીં અલખ જગાવીને મુક્ત કંઠે ઘોષિત કરી, પ્રતિઘોષિત કરી. ભગવાન મહાવીર, સુધર્માસ્વામી, ભદ્રબાહુસ્વામી, કુંદકુંદાચાર્ય, શ્રીમદ્ રાજચંદ્ર... સર્વના એ આત્મઘોષના દુંદુભિનાદને ભદ્રમુનિસહજાનંદઘનજીએ કર્ણાટક તેમજ દક્ષિણ ભારતની ભૂમિનાં કણ-કણમાં ગુંજાવી દીધો. બધે જ એમનો મસ્તીસભર આ તાત્ત્વિક ગાનનો ઘોષ ગુંજવા લાગ્યો - એમની ખનકાર કરતી, સૌની પ્રમાદ નિદ્રાનો ભંગ કરતી ખંજરીના ઝણકારની સાથે :“હું તો આત્મા છું જડ શરીર નથી.” “સહજાત્મસ્વરુપ પરમ ગુરુ...” “સહજાનંદી શુદ્ધ સ્વરુપી અવિનાશી હુ આત્મા છું....” “ભિન્ન છું સર્વથી સર્વ પ્રકારે.' “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” “કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન... ભદ્રમુનિની પૃષ્ઠભૂમિ ૧૨૦ Page #142 -------------------------------------------------------------------------- ________________ કહિયે કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ....” “શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન સ્વયંજ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ!” શ્રીમદ્ રાજચંદ્રજીના “આત્મસિદ્ધિશાસ્ત્ર' તેમજ બીજી મંગલ કૃતિઓનો આ મહાઘોષ સર્વત્ર ગ્રંજિત-અનુગંજિત કરવાનું કાર્ય સહજાનંદઘનજીનું જીવનકાર્ય બની ગયું, એક જીવનધર્મ, એક મિશન જ બની ગયું. એ તો માત્ર દક્ષિણ ભારત કે ભારતભરમાં જ નહીં, આ વીતરાગવાણીના મહાઘોષને સંપૂર્ણ વિશ્વમાં પ્રસારિતા કરવા ઈચ્છતા હતા જેનો આ પંક્તિ લેખક સાક્ષી છે. વર્તમાન યુગમાં શ્રીમજી દ્વારા અભિવ્યક્ત વાણી વિશ્વગુરુ પ્રભુ મહાવીરની જ વાણી હતી. પરિશુદ્ધ-પરિષ્કૃત, પ્રમાણભૂત વાણી-જિનવાણી હતી. ભગવાન મહાવીરના મહાપુરુષાર્થી ઉત્તરાધિકારી એવા ભદ્રબાહુ-ભદ્રમુનિ જેવા એને શી રીતે ભુલાવી શકે ? ઈતિહાસ સાક્ષી છે. દક્ષિણ ભારતમાં ભદ્રબાહુ સ્વામીને તેમજ તેમના પરવર્તીકાલીન જૈનાચાર્યો તેમજ નિગ્રંથ મુનિઓને અનેક ઘોર ઉપસર્ગ-કષ્ટો સહન કરવા પડ્યાં હતાં. તેઓની ઉપર ચારે બાજુથી અસંખ્ય જોષી-જૈનષી-અત્યાચારી આતતાથી લોકો દ્વારા ઉપસર્ગ, મરણાંત ઉપસર્ગ નિરંતર થતા રહ્યા. ઘોડાઓના પગ તળે કચરી નાખવાના અને જીવતા બાળી મૂકવા સુધીના ભયંકર ઉપસર્ગ આવતા રહ્યા ! પણ મહાવીરના આ વીર, સહનશીલ અનુયાયીઓ પરિસ્થિતિના પ્રભાવથી જરા પણ વિચલિત થયા વિના, દેહભાવથી મુક્ત-આત્મભાવમાં લીન રહી સ્થિર રહ્યા જિનમાર્ગ પર !! કેટલી અભિવંદના.... કેટલી અનુમોદના કરીએ આ સર્વ મહાપુરુષોની.. આત્મસાધકોની....? ભદ્રમુનિને પણ જિનમાર્ગનું અનુસરણ કરવામાં, શ્રીમજી દ્વારા પ્રતિબોધિત વીતરાગવાણી પ્રસારિત કરવામાં અને આત્મજ્ઞાન સહ વીતરાગતા સાધીને સિદ્ધ કરવામાં અહીં અનેક ઉપસર્ગ-પરિષહ સહન કરવા પડ્યા હતા. પરંતુ તેઓ તો પોતાના નિર્ધારિત રાજમાર્ગ પર અડગ રહ્યા અને પોતાની આનંદભરી મસ્તી સાથે ગાતા અને ગવડાવતા રહ્યા - “છો બીજા ઉન્માર્ગે ચાલતા હો લાલ અને માને સન્માર્ગ પ્રભાવ રે, તેથી ડગીએ નહીં રાજમાર્ગથી હો લાલ આત્મસ્વરુપ આરાધવા.” * સહજાનંદ સુધા પૃ. ૧૧૪. ૧૨૮ રાજગાથા Page #143 -------------------------------------------------------------------------- ________________ આ ઘોર કળિયુગમાં - આ પંચમકાળમાં, સુખસુવિધાઓની જ કામના કરનાર, દેહાસક્ત મનુષ્યોના આ યુગમાં આવા અડગ રહેનાર આ ‘સહજાનંદઘન’ નામ ધારણ કરનાર આ ભદ્રમુનિ કોણ હતા ? કઈ માટીના બનેલા હતા તેઓ ? કઈ સ્વનામધન્યા માતાના પુત્ર હતા તેઓ ? ક્યાંથી પધાર્યા હતા તેઓ અને કેવા કેવા ઉપસર્ગપરિષહોની વચ્ચે એમણે પોતાનો આત્મવિકાસ કર્યો હતો ? એમના દેહનો... બાહ્ય જીવનનો પરિચય પૂછનાર પ્રશ્નકર્તાને તેઓએ પ્રત્યુત્તર આપતાં ઠીક જ કહ્યું હતું : “નામ સહનાનંન્ મેરા, નામ સહનાનંવ, અગમ વેશ, અભદ્ધ નાર વાસી મૈં નિર્દે... ।'' છતાં ય, એમના આંતિરક સૂક્ષ્મ પરિચયની સાથે સાથે એમનો બાહ્ય-સ્થૂળ પરિચય મેળવવા માટે થોડી બાળચેષ્ટા કરીએ... હા... બાળચેષ્ટા જ ને - ભદ્રમુનિજી સમાન સ્વાનુભૂતિસંપન્ન મહાપુરુષોના જીવનનો સ્થૂળ તેમજ સૂક્ષ્મ - સમગ્ર પરિચય' સાચા અર્થમાં મેળવવો (In right Perspective) અત્યંત દુષ્કર હોવાથી આપણે માટે એ સંભવ ક્યાંથી ? તેઓની અકલ્પ્ય ઊંચાઈને માપવાની ક્ષમતા આપણા અધૂરા, તૂટ્યા-ફૂટ્યા માનદંડોમાં ક્યાં હોય ? એમનો વાસ્તવિક પરિચય અર્થાત્ એમની સમગ્ર જ્ઞાનદશાને સમજવાનો પ્રયત્ન કરવો મુશ્કેલ. આ વસ્તુને તેઓએ પોતાની અત્યંત અર્થગંભીર, મહાન રચના સમજ્ઞતારમાં આલેખી છે જેની વિચારણા આપણે આગળ ગ્રંથના અંતિમ પૃષ્ઠોમાં અવસરે કરીશું. - સહજાનંદઘનજી, પૂર્વનું મુનિ-નામ ‘ભદ્રમુનિ', દીક્ષા પહેલા શ્રાવક જીવનનું નામ - મૂળ નક્ષત્રમાં જન્મેલા હોવાથી - મૂળજીભાઈ. આ દેહને ધારણ કરવા તો તેઓ આવ્યા હતા ગુજરાતના કચ્છમાં ડુમરા નામક ગામમાં વિક્રમ સંવત ૧૯૭૦ની ભાદ્રપદ માસની શુક્લ પક્ષની પૂર્ણાતિથિ દસમી (30-8-1913)ના શુભ દિવસે, પરંતુ આ જન્મની પહેલાના તો અનેક જન્મોની એક મહાશૃંખલાની એક પૃષ્ઠભૂમિ હતી. પણ એ શૃંખલાના સંબંધમાં ઊંડા ઉતરવાને બદલે આપણે વિવિધ પ્રસંગોમાં એમના સ્વયંના શબ્દોમાં જ કથિત પૂર્વકથાના કેટલાક સંકેતોને જ આધાર માની ચાલીએ. તેઓએ પોતાની સંક્ષિપ્ત આત્મકથામાં તેમજ અન્ય અનેક વખત ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે તેઓ વીસમા જૈન તીર્થંકર ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીની નિશ્રામાં નિગ્રંથ મુનિ હતા અને કર્ણાટકની આ હંપી ક્ષેત્રની યોગભૂમિમાં જ પ્રભુની સાથે ભદ્રમુનિની પૃષ્ઠભૂમિ ૧૨૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ તેમની ક્ષેત્રસ્પર્શના-ભૂમિસ્પર્શના થઈ હતી. સ્વયં ભદ્રમુનિજીએ આ રત્નકૂટ-હેમકૂટની આસપાસનાં ક્ષેત્રોમાં ભ્રમણ કરી કરેલી ઐતિહાસિક શોધ પછી એક સંશોધનપૂર્ણ લેખ લખ્યો હતો – વિજયનગર સામ્રાજ્યમાં જૈનધર્મનું સ્થાન” એ લેખમાં પરોક્ષ રૂપમાં થોડો જ સંકેત કર્યા પછી રત્નકૂટ હેપીની આ ધરતી પર પ્રથમ વખત પદાર્પણ કરતી વખતે તેઓ કહે છે: “જેની તને ઈચ્છા હતી એ આ જ તારી પૂર્વ-પરિચિત યોગભૂમિ છે.” “અહીં ભગવાન મુનિસુવ્રતસ્વામીના કાળમાં અને એમની નિશ્રામાં અમારું વિચરણ થયું હતું.” અને તેઓને સ્મૃતિમાં તેમ જ દિવ્યદૃષ્ટિમાં આ યોગભૂમિ કર્ણાટકના આ પ્રાચીન જૈન તીર્થની દિવ્યતા અને મહત્તાનું દર્શન થયું હતું - "कर्णाटे विकट तरकटे, हेमकूटे च भोटे च । श्रीमत् तीर्थंकराणाम् प्रतिदिनं भावतोऽहं नमामि ॥"* (जिनवरभवनानाम् भावतोऽहं नमामि ।) અન્યત્ર શ્રી સહજાનંદઘનજીએ પોતાના મહત્વપૂર્ણ આલેખ “ઉપાસ્યપદે ઉપાદેયતા*1માં પણ આ ભૂમિનું વર્ણન કરતા કેટલાક સંકેતો આપ્યા છે. આગળ અનેક સ્થાન પર શ્રીમદ્ રાજચંદ્રજી સમાન પોતાના ઉપકારક ઉપાય સાથેના પોતાના પૂર્વજન્મોના સંબંધોનો તેમજ પૂર્વકૃત ઉપકારોનો ઉલ્લેખ કરેલ છે. ઉદાહરણરૂપે - શ્રીમદ્ રાજચંદ્ર શતાબ્દિ સમયે ૧૯૬૭માં હમ્પીમાં તેઓએ આપેલ પ્રવચન – શ્રીમદ્ગી ક્ષ જ્ઞાનશા' #2 સંક્ષેપમાં કર્ણાટક, રત્નકૂટ હમ્પી, ગોકાક આદિ યોગભૂમિ સાથે એમનો પૂર્વસંબંધ અવશ્ય હતો એ સંદેહવિહીન અને નિર્વિવાદ હકીકત છે. મુનિસુવ્રત ભગવાન, તત્કાલીન ૧૪૦ જિનાલય અને રામાયણકાલીન કિષ્ઠિધા નગરીમાં ભગવાન રામ, હનુમાનજી, વાણી-સુગ્રીવ આદિ વિદ્યાધરોની ભૂમિ વિષયક અવારનવાર ભદ્રમુનિજીના ઉલ્લેખથી આ વાત સ્પષ્ટ થાય છે. પરવર્તીકાલીન વિજયનગરની હેપીની ખંડેર સમી ધરતી પર (જ્યાં પણ હેમકૂટના આજે વિદ્યમાન ૩૨ ભગ્ન જિનાલય !) આવતાં પહેલા ગોકાકની ગુફામાં - જે આચાર્ય શ્રી શાંતિસાગરજીના સમાધિમરણ હેત વ્યવસ્થિત આરક્ષિત કરવામાં આવી હતી - * જિનભારતી દ્વારા પ્રકાશિત. *2 જિનભારતી પુસ્તિકા + સી.ડી. ૧૩૦ રાજગાથા Page #145 -------------------------------------------------------------------------- ________________ ત્રણ વર્ષ સુધી એમનો મૌનસાધનાવાસ અને જીવનના અંતિમ સમય સુધી અહીં સ્થિરતા તેમજ પરમયોગસાધના સહ હંપી ગુફામાંથી જ સમાધિમરણપૂર્વક મહાવિદેહ પ્રતિ મહાપ્રયાણ - આ બધું કર્ણાટકમાં જ થયું. - ભદ્રબાહુસ્વામીવતું ! આ પણ એમનો કેવો ઉદય અને કર્ણાટકની આ ધન્યધરા - યોગભૂમિનું કેવું મહાભાગ્ય કે કચ્છ-ગુજરાત-રાજસ્થાનથી કૈલાસ-હિમાલય-અષ્ટાપદથી, સમેત શિખરજી, પાવાપુરી આદિ અને ત્યાંથી ખારવેલ રાજાઓના ખંડગિરિ-ઉદયગિરિના ઉત્કલ પ્રદેશ બાજુ વિહાર-વિચરણ કરતા કરતા - જીવનના અંતિમ દસ વર્ષ કર્ણાટકમાં હેપીમાં જ તેઓનો વાસ થયો ! એ અત્યંત અર્થપૂર્ણ છે. જે આપણને ઘણું ઘણું સૂચવે છે. ભગવાન મુનિસુવ્રત સ્વામીના ચરણસ્પર્શ પામેલી કર્ણાટકની યોગભૂમિ કાલાંતરે અનેક મહાપુરુષોનાં વિચરણની ભૂમિ બની, અને ત્યાર પછી અંતિમ શ્રુતકેવલી યુગપ્રધાન ભદ્રબાહુસ્વામી દ્વારા સ્પર્શાવેલી એ જ કર્ણાટકની આ ધરા યુગપ્રધાન ભદ્રમુનિ સહજાનંદઘનજીનાં ચરણોનો સ્પર્શ પામી. સહજાનંદઘનજીનું આ ધરતી પર પધારવું, પોતાનો વિશિષ્ટ પ્રભાવ ફેલાવવો અને શેષ જીવન અહીં પૂર્ણ કરવું એ એક બીજી દૃષ્ટિએ પણ મહત્ત્વ ધરાવે છે. શ્વેતાંબર અને દિગંબર - બંને વિભક્ત જૈને પરંપરાઓને જોડવાની દિશામાં. આ વિષયમાં એમના અનન્ય શરણપ્રદાતા શ્રીમદ્ રાજચંદ્રજીનુ તેમજ એમનું પોતાનું ચિંતન – “આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે” ઈત્યાદિ સમાનરૂપે વ્યથાપૂર્ણ છે. આ સંદર્ભમાં એમનું પોતાનું સમન્વયપૂર્ણ જીવનકવન અને સાધના તેમજ બંને પરંપરાઓના પર્વ પર્યુષણ અને દશલક્ષણ એક સાથે ઉજવવાનો નૂતન પ્રાયોગિક ઉપક્રમ અત્યંત સૂચક, સાંકેતિક આર્ષદષ્ટિયુક્ત દિશાદર્શક તેમજ મહત્વપૂર્ણ છે. યુગપ્રધાન શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી રચિત “શ્રી કલ્પસૂત્ર' તેમજ દશલક્ષણધર્મ' વિષયક હમ્પીમાં રેકોર્ડ થયેલા એમના અંતિમ પ્રવચનો*3 આ બંને ધારાઓને – કે જે ભદ્રબાહુ સ્વામીના કાળ પછી વિભક્ત થઈ હતી – જોડે છે. (ભદ્રબાહુની જ ભૂમિમાં ભદ્રમુનિનું પધારવું સમન્વય દૃષ્ટિએ સાંકેતિક નથી ?) આ તો એક અદ્ભુત અને અગમ્ય ઈતિહાસ છે જેની શોધ કરવી એ આપણા જેવા અલ્પજ્ઞ જનો માટે ક્યાં સંભવ છે ? પરંતુ આ ભૂમિની સાથે યોગીન્દ્ર યુગપ્રધાન શ્રી સહજાનંદઘનજીના સુદીર્ઘ પૂર્વજન્મોના સંબંધના વિષયમાં આમાંથી સંકેત મળે છે એ તો નિશ્ચિત છે. ઈતિહાસવિદ્ ગુરુભક્ત શ્રી ભંવરલાલ નાહટા આ વિષયમાં લખે છે :#3 આ સર્વપ્રવચન - સી.ડી. જિનભારતી દ્વારા સંપાદિત અને ઉપલબ્ધ. ભદ્રમુનિની પૃષ્ઠભૂમિ Page #146 -------------------------------------------------------------------------- ________________ “ભદ્રમુનિ ભગવાન મુનિસુવ્રત સ્વામીના શિષ્ય પણ હતા. રામાયણકાલીન પોતાની એ પૂર્વ સાધનાભૂમિ કિષ્કિંધા - હંપી તીર્થમાં આવી એનો ઉદ્ધાર કર્યો.' (શ્રી સહજાનંદઘન-પત્રાવલી : પ્રસ્તાવના પૃ. ૬) વાસ્તવમાં આત્મખોજ કરવા માટે ભગવાન મહાવીરે પોતાના શિષ્યોના અંતરમાં જે પ્રશ્ન – ઊહાપોહ જગાડ્યો હતો કે “હું ક્યાંથી આવ્યો ? પૂર્વ કે પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણથી ? ઊર્ધ્વદિશાથી કે અધોદિશાથી ?''... ઇત્યાદિ (ઉત્તરાધ્યયન સૂત્ર) અને શ્રીમદ્ રાજચંદ્રજી પણ જ્યારે એ જ પ્રશ્ન-વાર્તાનું પુનઃ ઉચ્ચારણ કરે છે કે, – “હું કોણ છું ? ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું ? મારું વાસ્તવિક સ્વરૂપ શું છે... ?'' - • તો એ ખોજનો અર્થ ભૌતિક પણ છે અને આત્મિક પણ, સ્થૂળ પણ છે અને સૂક્ષ્મ પણ. દૈહિક પૂર્વજન્મોની શ્રૃંખલાની દૃષ્ટિએ સ્થૂળ અને આત્માની - અનાદિ અનંત આત્માની અજન્મા અવસ્થાની આત્મિકરૂપની દૃષ્ટિએ સૂક્ષ્મ. કારણ કે મહાન અપરાજેય જૈન દર્શનની આ સત્ય અવધારણા છે અને આ વાત પૂર્ણતઃ સત્ય છે કે : ૧૩૨ - “આત્માની યાત્રા અનાદિ છે.....” (હિન્દીમાંથી ગુજરાતી અનુવાદ : શ્રીમતી સુમિત્રા પ્ર. ટોલિયા, બેંગલોર) [M: 09845006542] આ પ્રાતઃસ્મરણીય મહાત્મા (ભદ્રમુતિજી)ને દૂરથી પ્રણમતા એક મતીષિ “ટોલિયાજીએ પોતાની સાધનાયાત્રાના આ પથ પર એવા જૈન મહાત્માઓની ચર્ચા કરી છે, જેમનામાં વિશ્વમૈત્રી સ્થાપિત થઈ ચૂકી હતી, જે સમગ્ર વિશ્વને પ્રેમમય અને પવિત્ર બનાવી શકતા હતા..... આવા મહાત્માઓના સ્મરણમાત્રથી મન પવિત્ર બની જાય છે. આ પાવન સ્મૃતિને શાશ્વત ધારામાં સ્થાપિત કરવાને માટે આ પ્રાતઃસ્મરણીય આત્માઓના જીવનને અક્ષરબ્રહ્મને અર્પિત કરી ગ્રંથનું રૂપ આપવામાં આવે છે. ટોલિયાજીનો આ સફળ પ્રયાસ અનુશીલન કરનારાઓના મનને નિર્મળ બનાવવાની શક્તિ ધરાવે છે. આ ગ્રંથને અનંત પ્રણામ. ડૉ. રામનિરંજન પાંડેય (સરસ્વતી વિદ્યાલય સંકુલ પ્રણેતા, આંધ્ર) (દક્ષિણાપથની સાધનાયાત્રાના આમુખમાં) — રાજગાથા Page #147 -------------------------------------------------------------------------- ________________ ખંડેરોમાં આ અનોખો આશ્રમ : જ્યાં અલખ જગાવ્યો એક અવધૂતે ! ઉન્મુક્ત આકાશ, પ્રસન્ન પ્રશાંત પ્રકૃતિ, હરિયાળાં ખેતરો, પથરાળ ટેકરીઓ, ચોતરફ વિખરાયેલાં ભગ્ન ખંડેરો અને નીચે વહી રહેલી તીર્થ-સલિલા તુંગભદ્રા-આ બધાંની વચ્ચે ‘રત્નકૂટ'ની પર્વતિકા પર ગિરિ કંદરાઓમાં છવાઈ ફેલાઈને ઊભો છે આ એકાંત આત્મસાધનનો આશ્રમ, જંગલમાં મંગલવત્ ! - ભગવાન મુનિસુવ્રતસ્વામી અને ભગવાન રામના વિચરણની ને વાલી-સુગ્રીવહનુમાનજી તેમજ અનેક વિદ્યાઘરોની આ રામાયણકાલીન ‘કિષ્કિન્ધાનગરી’ અને કૃષ્ણદેવરાયના વિજયનગર સામ્રાજ્યની જિનાલયો-શિવાલયો-રામમંદિરો અને રાજપ્રાસાદોવાળી આ સમૃદ્ધ રત્નનગરી કાળક્રમે કોઈ સમયે ખંડેરોની નગરી બનીને પતનોન્મુખ બની ગઈ......! પરિણામસ્વરૂપે, તેની મધ્યમાં વસેલી રત્નકૂટ પર્વતિકાની પ્રાચીન આત્મજ્ઞાનીઓની આ સાધનાભૂમિ અને મધ્યયુગીન વીરોની રણભૂમિ આ પતનકાળ દરમ્યાન હિંસક પશુઓ, વ્યંતરો, ચોર-લુંટારાઓ અને પશુબલિ ચઢાવનારા દુરાચારી હિંસક તાંત્રિકોનાં કુકર્મોનો અડ્ડો બની ગઈ અને એણે રુદ્ર-ભૂમિનું રૂપ ધારણ કર્યું. પરંતુ એક દિવસ સુદૂર હિમાલય ભણીથી આ ધરતીની અંદરનો પોકાર સાંભળીને, તેની સાથેનો પોતાનો પૂર્વસંબંધ જાણીને, તેને ‘રૌદ્ર’માંથી પુનઃ ‘સૌમ્ય’રૂપ આપવા આવ્યો એક અવધૂત આત્મયોગી. અનેક કષ્ટો, કસોટીઓ, અગ્નિપરીક્ષાઓ, ઉપસર્ગ-પરિષહો અને પારાવાર પ્રતિકૂળતાઓ વચ્ચેથી તેણે અહીં આત્માર્થનો અલખ જગાવ્યો, બેઠો એ પોતાની અલખ-મસ્તીમાં, ભગાવ્યા તેણે ભૂત-વ્યંતરોને, ચોરલુંટારાઓને, હિંસક દુરાચારીઓને અને આ પાવન ધરતી ફરીને મહેકી ઊઠી.... અને પછી..... પછી અહીં લહેરાઈ ઊઠ્યો આત્માર્થના ધામ, સાધકોના સાધનાસ્થાન અને કવિ-કલાકારોની કલ્પનાભૂમિ-શો આ આશ્રમ ! ભવ્ય તેનો ઇતિહાસ છે, વિસ્તૃત તેના મહાયોગીનું જીવનવૃત્તાંત છે, જે આજે અનેકરૂપે શબ્દાંકિત, સ્વરાંકિત અને ધ્વન્યાંકિત થઈ રહેલ છે. પરંતુ આ અલખયોગી તો અસમયે જ એક દિવસ ચાલી નીકળ્યા, ૨જી નવેમ્બર ૧૯૭૦ કારતક શુકલા બીજને દિને મહાજાગૃત પૂર્વસૂચિત, આત્મસમાધિપૂર્વક, પોતાની ચિરયાત્રાએ, ચિરકાળને માટે-અનેકોને રોતાં-તડપતાં છોડીને અને અનેકોના ભદ્રમુનિની પૃષ્ઠભૂમિ ૧૩૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ આત્મદીપ પ્રજવાળીને ! આ અલખ અવધૂત યોગીને સદેહે નહીં, વિદેહે જ મળીઓળખીને અવધૂત સંત-કવિ શ્રી મકરંદ દવેએ તેમના આ આશ્રમ માટે ઠીક જ લખ્યું છે કે, “ભારતમાં આજે અધ્યાત્મનો, સાચા અધ્યાત્મનો દુષ્કાળ દેખાય છે ત્યારે હંપીના ખંડેરોમાં મને નવો પ્રકાશ દેખાઈ રહ્યો છે.” 11 30 44: 11 ૧૩૪ જય જય તીર્થક્ષેત્ર હંપી તીર્થંકર પ્રભુ મુનિસુવ્રતથી, ધન્ય થયેલ આ ધરતી, ‘સદ્બહ્યા'ના સ્તોત્ર મહીં છે, ગાથા મંગલ કરતી, જય જય તીર્થક્ષેત્ર હપી... જ્યાં પદ ધરવા દેવ-મુનિગણ,સદા રહેતાં ઝંખી જ્યાં ધૂન રટતાં, કલરવ કરતાં, ભક્તમેળાનાં પંખી ! જય જય તીર્થક્ષેત્ર હંપી... આત્મશુદ્ધિ ને આત્મસિદ્ધિની, લાગી જેને લગની, એવા સાધક જાગૃત નરને,રહી સદાય નિમંત્રી, જય જય તીર્થક્ષેત્ર હંપી... સાધક-સાથી, સંત-સાધ્વી, ધૂન મચાવે સંપી, “સહજાત્મ સ્વરૂપ” શ્રી પરમગુરુના નામમંત્રમાં જંપી, જય જય તીર્થક્ષેત્ર હંપી... નીચે તીર્થસલિલા વહેતી, તુંગભદ્રા સંસરતી “જ્ઞાન, યોગ ને ભક્તિ" ત્રિવેણી, ઉપર રહી છે વહેતી, જય જય તીર્થક્ષેત્ર હંપી... સદ્ગુરુ ઉપકારી સહજાનંદઘનની ભરી સદા જ્યાં મસ્તી, જય જય તીર્થક્ષેત્ર હપી... “દિવ્યદર્શી” રાજગાથા Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મહાયોગી આનંદઘનજી પરત્વે શ્રીમદ્ રાજચંદ્રજી પ્રા. પ્રતાપકુમાર જે. ટોલિયા પોતાના અનેક લખાણો, પત્રોમાં શ્રીમદ્ રાજચંદ્રજી સ્થળે સ્થળે મહાયોગી આનંદઘનજીનાં પદાવતરણો મૂકે છે અને ટાંકે છે, તેના પર સમુચિત શાસ્ત્રીય વ્યાખ્યાઓ કરે છે અને આનંદઘનજીના આત્માર્થ અને લોકહિતરિક જીવન-કવનને સ્તવે અને અભિનંદે છે. પ્રથમ તેમનાં અવતરણ-ઉલ્લેખો જોઈએ :જિનારાધના શી રીતે ? xxxxx જ્ઞાનીને જે યથાયોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે – ક્રમે કરી જ્ઞાની થાય છે. “આનંદઘનજીએ એક સ્થળે એમ કહ્યું છે કે, – જિન થઈ “જિનને જે આરાધે, તે સહી જિનવર હોવે રે; (પાઠાંતર : “જિન સ્વરૂપ થઈ જિન આરાધે..') ભૂંગી ઈલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે ! જિન થઈને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કોઈ જિનને એટલે કૈવલ્યજ્ઞાનીને-વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કૈવલ્યપદ યુક્ત હોય છે. તેને ભમરી અને ઈયળનું પ્રત્યક્ષ સમજાય એવું દષ્ટાંત આપ્યું છે.” (પત્રાંક-૩૮૭) “આનંદઘનજીનાં બે (સ્મૃતિ) વાક્ય સ્મૃતિમાં આવે છે તે લખી અત્યારે આ પત્ર સમાપ્ત કરું છું. ઈણવિધ પરબી મન વિસરામી, જિનવર ગુણ ને ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે. હો મલ્લિજિન ! સેવક કેમ અવગણીએ.” જિન થઈ જિનવરને જે આરાધે | જિનસ્વરૂપ થઈ જિન આરાધે તે સહી જિનવર હોવે રે “આનંદઘનજી અને બીજા બધા જ્ઞાની પુરુષો એમ જ કહે છે.”xx (પત્રાંક-૩૯૪) ક્ષેત્રનું અને કાળનું દુષમપણું : આ કાળ સ્વભાવે કરી તીર્થકરાદિકે દુષમ કહ્યો છે. તેમાં વિશેષ કરી પ્રયોગ અનાર્યપણા યોગ્ય થયેલાં એવા, આવાં ક્ષેત્રો વિષે તે કાળ બળવાનપણે વર્તે છે. લોકોની મહાયોગી આનંદઘનજી પરત્વે શ્રીમદ્ રાજચંદ્રજી ૧૩૫ Page #150 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રત્યયયોગ્ય બુધ્ધિ અત્યંત હણાઈ જવા યોગ્ય થઈ છે, એવા સર્વ પ્રકારના દુષમયોગને વિષે વ્યવહાર કરતાં પરમાર્થનું વીસરવું અત્યંત સુલભ છે, અને પરમાર્થનું અવીસરવું અત્યંત અત્યંત દુર્લભ છે. આનંદઘનજીએ ચૌદમા જિનના સ્તવનને વિષે કહ્યું છે, તેમાં આવા ક્ષેત્રનું દુષમપણું એટલી વિશેષતા છે; અને આનંદઘનજીના કાળ કરતાં વર્તમાનકાળ વિશેષ દુષમપરિણામી વર્તે છે તેમાં જો કોઈ આત્મપ્રત્યયી પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું એ જ જણાય છે.” (પત્રાંક-૪૫૩) સિધ્ધાંતજ્ઞાન : કુંદકુંદાચાર્ય અને આનંદઘનજીને સિધ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું.” (પત્રાંક-૫૮૩) “પપરિણતિનાં કાર્ય કરવાનો પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યાં કરવી તે ચૌદમા જિનની સેવા શ્રી આનંદઘનજીએ કહી છે તેથી પણ વિશેષ દોહ્યલું છે. જ્ઞાની પુરુષને નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યદશા વર્તે ત્યારથી જે સંયમસુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશમાર્ગે પણ તે સુખ પ્રગટ્ય પ્રરૂપવા યોગ્ય છે.? (અપાર સંસાર સમુદ્રતારક સદ્ધર્મ નિષ્કારણ કરુણાથી ઉપદેશક) (પત્રાંક-૬૦૦)” (જ્ઞાની પુરુષના ઉપકારને નમસ્કાર કરતો સોભાગભાઈ પર પત્ર) વીતરાગ સ્તવના : શ્રી ઋષભજિન સ્તવન : “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ. ૧” “જગતના ભાવોમાંથી ઉદાસીન થઈ ચૈતન્યવૃત્તિ શુધ્ધ ચૈતન્ય સ્વભાવે સમવસ્થિત ભગવાનમાં પ્રીતિમાન થઈ તેથી તેનો હર્ષ આનંદઘનજી દર્શાવે છે. પોતાની શ્રધ્ધા નામની સખીને આનંદઘનજીની ચૈતન્યવૃત્તિ કહે છે કે હે સખી ! મેં ઋષભદેવ ભગવાનથી લગ્ન કર્યું છે, અને તે ભગવાન મને સર્વથી વહાલા છે. xxxxx ભગવાન ઋષભદેવ તો અનંત અવ્યાબાધ સુખસમાધિને પ્રાપ્ત થયા છે, માટે તેનો આશ્રય કરું તો મને તે જ વસ્તુની પ્રાપ્તિ થાય.” અથવા પ્રથમ પદનો અર્થ એવો પણ થાય છે કે, પરમેશ્વરરુપ પતિની પ્રાપ્તિને અર્થે કોઈ કાષ્ઠ-ભક્ષણ કરે છે, એટલે પંચાગ્નિની ધૂણીઓ સળગાવી તેમાં કાષ્ઠ હોમી તે અગ્નિનો પરિષહ સહન કરે છે. xxxxx “તે ભગવાનના સ્વરૂપાનુસાર વૃત્તિ ન કરે અને અન્ય સ્વરૂપમાં રુચિમાન છતાં અનેક પ્રકારનાં તપ તપીને કઇ સેવે, તો પણ તે ભગવાનને પામે નહીં.”xxxxx ૧૩૬ રાજગાથા Page #151 -------------------------------------------------------------------------- ________________ “જે ભગવાન અનંત જ્ઞાનદર્શનમય સર્વોત્કૃષ્ટ સુખસમાધિમય છે, તે ભગવાનને આ જગતનું કર્તાપણું કેમ હોય ?xxx (૭પ૩-૫૪-પત્રાંક) શ્રી શાન્તિનાથ સ્વામી સ્તવન “પ્રથમ સ્તવનમાં ભગવાનમાં વૃત્તિ લીન થવારૂપ હર્ષ બતાવ્યો, પણ તે વૃત્તિ અખંડ અને પૂર્ણપણે લીન થાય તો જ આનંદ-ઘનપદની પ્રાપ્તિ થાય, જેથી તે વૃત્તિના પૂર્ણપણાની ઈચ્છા કરતાં થતાં આનંદઘન બીજા તીર્થકર શ્રી અજિતનાથની સ્તવના કરે છે. જે પૂર્ણપણાની ઈચ્છા છે, તે પ્રાપ્ત થવામાં જે જે વિદન દીઠાં તે સંક્ષેપ ભગવાનને આનંદઘનજી આ બીજા સ્તવનમાં નિવેદન કરે છે. xxxxx હે સખી ! બીજા તીર્થકર એવા અજિતનાથ ભગવાને પૂર્ણ લીનતાનો માર્ગ દર્શાવ્યો છે તે, અર્થાત્ જે સમ્યક ચરણરૂપ માર્ગ પ્રકાશ્યો છે તે, જોઉં છું, તો અજિત એટલે મારા જેવા નિર્બળવૃત્તિના મુમુક્ષુથી જીતી ન શકાય એવો છે. “પંથડો નિહાળું રે બીજા જિન તણો રે, અજીત અજીત ગુણધામ” xxx અર્થાત્ ચર્મચક્ષુએ જોતાં તે જણાય એવો નથી.xxx” (પત્રાંક-૭૫૩) – આ સર્વ સ્વયં-સ્પષ્ટ વ્યાખ્યાઓ જિજ્ઞાસુને માટે પરમ ચિંતનીય છે. – પ્ર. મોરબી, ચૈત્ર વદ ૧૨, ૧૯૫૫ શ્રીમદ્ આનંદઘનજી શ્રી અજિતનાથજીના સ્તવનમાં સ્તવે છે :‘તરતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર-પંથડો એનો અર્થ શું? જેમ યોગનું, મન, વચન, કાયાનું તારતમ્ય અર્થાત્ અધિકપણું તેમ વાસનાનું પણ અધિકપણું, એવો તરતમ વાસના રે’નો અર્થ થાય છે, અર્થાત્ કોઈ બળવાન યોગવાળો પુરુષ હોય તેનું મનોબળ, વચનબળ આદિ બળવાન હોય અને તે પંથ પ્રવર્તાવતો હોય પણ જેવો બળવાન મન, વચનાદિ યોગ છે, તેવી જ પાછી બળવાન વાસના મનાવા, પૂજાવા, માન, સત્કાર, અર્થ, વૈભવ આદિની હોય તો તેવી વાસનાવાળાનો બોધ વાસિત બોધ થયો; કષાય-યુક્ત બોધ થયો; વિષયાદિની લાલસાવાળો બોધ થયો; માનાર્થ થયો; આત્માર્થ બોધ ન થયો. શ્રી આનંદઘનજી શ્રી અજિત પ્રભુને સ્તવે છે કે હે પ્રભુ! એવો વાસિતબોધ બાધારૂપ છે તે મારે નથી જોઈતો. મારે તો કષાયરહિત, આત્માર્થસંપન્ન, માનાદિ વાસનારહિત એવો બોધ જોઈએ છે. એવા પંથની ગવેષણા હું કરી રહ્યો છું. મન વચનાદિ બળવાન યોગવાળા જુદા જુદા પુરૂષો બોધ પ્રરૂપતા આવ્યા છે, પ્રરૂપે છે; પણ હે પ્રભુ! વાસનાના કારણે તે બોધ વાસિત છે, મારે તો નિર્વાસિત બોધ જોઈએ છે. તો, હે વાસના વિષય કષાયાદિ જેણે જીત્યા છે એવા જિન વીતરાગ અજિતદેવ! જે તારો છે તે તારા પંથને હું ખોજી, નિહાળી રહ્યો છું. તે આધાર મારે જોઈએ છે. કારણ કે પ્રગટ સત્યથી ધર્મપ્રાપ્તિ થાય છે. મહાયોગી આનંદઘનજી પરત્વે શ્રીમદ્ રાજચંદ્રજી ૧૨ Page #152 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીની ચોવીશી મુખપાઠે કરવા યોગ્ય છે. તેના અર્થ વિવેચનપૂર્વક લખવા યોગ્ય છે. તેમ કરશો. (શ્રી સહજાનંદઘનજીએ આ લખ્યા, સત્તરમાં સ્તવન સુધી સીડી ડીવીડીમાં એ રેકર્ડસ્થ પણ થયા છે) યુગોપકાર શ્રી હેમચંદ્રચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છસો વરસના અંતરાલમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો. શ્રી વલ્લભાચાર્યે શૃંગારયુક્ત ધર્મ પ્રરૂપ્યો. શૃંગારયુક્ત ધર્મ ભણી લોકો વળ્યા, આકર્ષાયા. વીતરાગધર્મવિમુખતા વધતી ચાલી. અનાદિથી જીવ શૃંગાર આદિ વિભાવમાં તો મૂર્છા પામી રહ્યો છે, તેને વૈરાગ્ય સન્મુખ થવું મુશ્કેલ છે. ત્યાં તેની પાસે શૃંગાર જ ધર્મરૂપે મુકાય તો તે વૈરાગ્ય ભણી કેમ વળી શકે ? આમ વીતરાગમાર્ગવિમુખતા વધી. ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ-સંપ્રદાય જૈનમાં જ ઊભો થયો. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિનપ્રતિમા પ્રતિ લાખો દૃષ્ટિવિમુખ થયાં, વીતરાગશાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં, કેટલાંક તો સમૂળગાં ખંડાયાં. આમ આ છસો વરસના અંતરાલમાં વીતરાગમાર્ગરક્ષક બીજા હેમચંદ્રચાર્યની જરૂર હતી. અન્ય ઘણા આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાળી નહીં. એટલે વિષમતા સામે ટકી ન શકાયું. વિષમતા વધતી ચાલી. ત્યાં શ્રી આનંદઘનજી બસો વરસ પૂર્વે થયાં. શ્રી આનંદઘનજીએ સ્વપર હિતબુદ્ધિથી લોકોપકાર-પ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું, આ વીતરાગધર્મવિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકો ધર્મને કે આનંદઘનજીને પિછાણી ન શક્યાં, ઓળખી કદર કરી ન શક્યા. પરિણામે શ્રી આનંદઘનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતાયોગે લોકોપકાર, પરમાર્થપ્રકાશ કારગત થતો નથી, અને આત્મહિત ગૌણ થઈ તેમાં બાધા આવે છે, માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં પ્રવર્તવું યોગ્ય છે. આવી વિચારણાને પરિણામે તે લોકસંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટણે રહી ચોવીશી, પદ આદિ વડે લોકોપકાર તો કરી જ ગયા. નિષ્કારણ લોકોપકાર એ મહાપુરુષોનો ધર્મ છે. પ્રગટપણે લોકો આનંદઘનજીને ઓળખી ન શક્યાં. પણ આનંદઘનજી તો અપ્રગટ રહી તેમનું હિત કરતા ગયા. અત્યારે તો શ્રી આનંદઘનજીના વખત કરતાં પણ વધારે વિષમતા, વીતરાગમાર્ગવિમુખતા વ્યાપેલી છે. શ્રી આનંદઘનજીને સિદ્ધાંતબોધ તીવ્ર હતો. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં હતા. ‘ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્ત, વૃત્તિ, પરંપર અનુભવ રે' ઇત્યાદિ પંચાંગીનું નામ તેમના નમિનાથજીના સ્તવનમાં ન આવ્યું હોત તો ખબર ન પડત કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના ? ૧૩૮ - શ્રીમદ્ રાજચંદ્રજી : વચનામૃત રાજગાથા Page #153 -------------------------------------------------------------------------- ________________ પરમગુરુકૃપાકિરણની સ્વલ્પ સ્વ-સંવેદન કથા સંકેત : સ્વકથ્ય अनन्य आत्मशरणप्रदा, सद्गुरु राजविदेह । पराभक्तिवश चरण में, धएं आत्मबलि ऐह ॥ અનાદિ આત્મયાત્રાનાં અનેક યુગ... ! અનેક યુગ વીત્યાં રે ભૂતળમાં ભટકતાં હો જી નાવ્યો ના'વ્યો પંથડા કેરો રે પાર...!” એ પાર લાવવા, નિજ નિકેતન-નિજ ઘરે પહોંચાડવા પરમકૃપાળુએ પરમકૃપા કરી, તેમના જ કોઈ અકળ પૂર્વાનુગ્રહથી-પૂર્વ પરિચય માત્રથી, બહુ પુણ્યપુંજાતે આ માનવદેહ અપાવતાં, શરીરરથમાં પ્રવેશાવતાં જ આ આત્મ-સારથીને “આત્મસિદ્ધિ અને અન્ય પદ શ્રવણ-લાભ અપાવી દીધો ! કેવો, કેટલો એમનો પરમાનુગ્રહ !! ઉપકારક પૂજ્ય માતા-પિતાએ પરમનિમિત્ત બનીને જન્મપૂર્વ અને ગળથૂથી થી જ આ પરમકૃપાળુ-પરમપદગાનનાં સંસ્કાર આપ્યાં. એ સર્વ ગવરાવતાં ગવરાવતાં પરમકૃપાળુદેવે જે દેહાયુએ “મોક્ષમાળા' રચી હતી તે જ આ અલ્પાત્માના દેહજન્મદિને પૂજ્ય પિતાશ્રીએ એક ઉપાલંભ અને એક મહાપ્રેરણાપૂર્વક ભેટ આપી. દીપાવલિના એ પ્રભુ મહાવીર નિર્વાણ દિને જ સંપ્રાપ્ત આ મહાપ્રદાને આ જીવનને બદલી નાખ્યું. ત્યારથી જ, પરમકૃપાળુદેવનાં એ વચનોથી એવો તો જીવન-પરિવર્તક વળાંક આવ્યો કે એ સર્વ વચનાદેશોને જીવનમાં પ્રત્યક્ષ પ્રયોગાત્મક રૂપે ઉતારવાનો પુરુષાર્થ પ્રારંભાયો. અનેક સંતોના પરિચયમાં એ વિકસવા લાગ્યો. દેહજન્મભૂમિ અમરેલીથી આરંભાયેલી આ અંતરયાત્રા એકાદ વર્ષના પૂનાના પર્વતી પર્વતિકા અને મુંબઈ નાલાસોપારાના ટેકરી વિસ્તારના મણિલાલ રેવાશંકર ઝવેરીના બાગ ઉપર અગ્રજ દ્વારા “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ પ્રાપ્ત થતાં આગળ વધી. એકાંતમાં એ ગ્રંથના પરમ ઉપકારક વચનામૃતોનાં પાન આરંભાયા. એ મહાગ્રંથના શીર્ષક શબ્દો જ પરમગુરુકૃપાકિરણની રવલ્પ રવ-સંવેદન કથા સંકેત : રવકથ્ય ૧૩૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ કોઈ અપૂર્વ, અકળ, આત્માનંદ ને આત્મોલ્લાસ આપતાં – જાણે એ પૂર્વ પરિચિત ન હોય ! એ પછી અમરેલીમાં પુનઃ ઉપકારક પિતાજીએ એક પાવન પરિચય સંગસમાગમ કરાવ્યો શ્રીમદ્-અભ્યાસી મુનિશ્રી ભુવનવિજયજીનો કે જેમણે ‘આનંદઘનનો આતમ રંગ' આ આત્મા પર લગાડ્યો હતો ! આનંદઘનજી જ નહીં; શ્રીમદ્ભુનાં પદો પણ તેઓ જે આત્મમસ્તી અને આત્મોલ્લાસથી બુલંદ સુમધુર કંઠે ગાતા અને આ અલ્પાત્મા પાસે પણ ગવરાવતા. તેના અંતરાનંદ સભર આત્માનુભવે આ દેહધારીને શ્રીમદ્-આનંદઘન એ બંનેના પદોની ગાનલગની લગાડી દીધી. સંતબાલજીગુરુ મુનિશ્રી નાનચંદ્રજી ‘સંતશિષ્ય’ના લીંબડી-સાયલા ‘ભગતના ગામ' એવા શ્રી સૌભાગ્યભાઈના ચરણરજ ધામના સત્સંગોએ વળી આ ગાનાનંદમાં વૃદ્ધિ કરી. લીંબડીના તેમના શ્રી દેવચંદ્રજી સાર્વ. પુસ્તકાલયના ગ્રંથાલયી તરીકેની કામગીરીમાં શ્રીમદ્ સાહિત્યાધ્યયન વિકસવા ઉપરાંત અવાર નવાર ઈડરની પાવનભૂમિએ એકલા, એકાંતમાં જવાનું અને પરમકૃપાળુનાં પરમ અણુઓ શિરે ચઢાવી ગુફાધ્યાનોમાં બેસવાનું પરમ સૌભાગ્ય સાંપડવા લાગ્યું. ત્યાં અપૂર્વ લેખન પણ થયાં. સર્વત્ર જાણે પરમકૃપાળુદેવનો જ આ પરમાનુગ્રહ ! આ પછી બાળકોબાજી પાસે ઉરુલીકાંચનમાં, વિનોબાજી પાસે તેમના સંગાથની પદયાત્રાઓમાં શ્રીમદ્ પદગાન ચાલ્યાં. તેમાં વળી આંધ્ર રેપલ્લીના વિદેહી જ્ઞાનયોગિની ચિન્તમ્મા માતાએ તો આ ગાનલગની પર પણ ઈદિ શબ્દાનંદમુ, આત્માનંદમ્ લેદુ !' કહી એક વજ્રાઘાત આપી આહત-સંગીત ગાનને રોકાવી દીધું - કદાચ કેવળ આત્મગાનના અનાહત સંગીતના આત્માનંદ ભણી વાળવા ! ઘણા સમયના એ ગાન-મૌન ગ્રહણ પછી પુનઃ વિનોબાજી પાસે જતાં શ્રીમદ્ – પદગાન આનંદઘન – પદગાન આરંભાયા - એમાંથી ધ્યાન સંગીત”ની નૂતન ઉદ્દભાવનાની શોધ ચાલી. ‘સ્વાત્મસિધ્ધિની સંગીતયાત્રા' લેખમાં આ સર્વ આલેખાયું છે. ‘નાદાનંદ' બાપુરાવજી જેવા હૈદ્રાબાદના ઉપકારક ઋષિ સંગીતગુરુની નિશ્રાના અને શાંતિનિકેતનના અલ્પકાળના રવીન્દ્રસંગીતના સંગીતાભ્યાસે આ ધ્યાન સંગીતને વિશેષ વળાંક આપ્યો. એમ.એ. સુધીના અભ્યાસાંતે ગુજરાતની કૉલેજોમાં અધ્યાપનકાળમાં એક બાજુથી ‘ધ્યાનસંગીત’નો પ્રયોગ ‘સર્વેદિય સંગીત’ની સાથે સાથે વિકસતો ચાલ્યો, તો બીજી બાજુથી શ્રીમદ્-પદો ઉપરાંત વચનામૃત અભ્યાસ પણ. ૧૪૦ રાજગાથા Page #155 -------------------------------------------------------------------------- ________________ વિસનગર મહિલા કૉલેજના આચાર્યપદ દરમ્યાન ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથ સદા મારા કાર્યટેબલ પર રહેતો અને પ્રથમ એના વાચન-મનનની પ્રેરણા લઈ કૉલેજ-સંચાલનનું વ્યવહાર કાર્ય ચાલતું, જ્યાં ધ્યાન-ધ્યાસંગીતને પણ નિત્ય પ્રાર્થનાને બદલે મૂકાયેલું. - ઈડર જવાનું તો ત્યાંથી પણ બનતું જ. અહીં પણ પરમકૃપાળદેવનો જ સતત કૃપાનુભવ ! આ પહેલાં ૧૯૫૬થી વિનોબાજી પાસેથી અમદાવાદ પ્રજ્ઞાચક્ષુ પંડિતશ્રી સુખલાલજીના પાવન સાન્નિધ્યમાં આવીને રહેતાં વિદ્યાધ્યયન કાળથી માંડીને ૧૯૭૦ સુધીના ગુજરાતમાંના છેલ્લા ગૂજરાત વિદ્યાપીઠ સુધીના અધ્યાપન-કાળના ૧૪ વર્ષના અનુભવો તો વળી અનોખા જ રહ્યાં. પરમોપકારક પંડિતજીએ પરમકૃપાળુદેવના સાહિત્યનાં અસ્પર્શિત રહસ્યોનો અનુગ્રહભર્યો અનુભવ કરાવ્યો ! પ્રજ્ઞામંચયન પુસ્તકના મારા પ્રાથનમાં સંક્ષેપ સંકેતરૂપે અને પ્રજ્ઞાચક્ષુનું દૃષ્ટિપ્રદાન’ના લખાઈ રહેલા પુસ્તકમાં એ કંઈક વિસ્તૃતરૂપે અંકિત થયેલ છે. આ દરમિયાન ૧૯૬૭ના અંતમાં ઉપર્યુક્ત વિસનગર કૉલેજમાં એક છાત્રાશિબિર ચલાવવા વિદુષી વિમલાતાઈ પધાર્યાં અને તેમણે પોતાને મારા સદાપરિચિત પ્રિય સાધનાસ્થાન ને પરમકૃપાળુદેવના પાવનધામ ઈડર ઘંટિયા પહાડ પર લઈ ચાલવા અનુરોધ કર્યો. તત્કાળ ત્યાં જવાનું બન્યું - સિતાર સાથે. અણધાર્યો જ, કોઈ સાંકેતિક એવો હંપીથી શ્રીમદ્ શતાબ્દિ નિમિત્ત યાત્રાર્થે પધારેલા શ્રી ભદ્રમુનિસહજાનંદઘજીનો ત્યાં પાવન પરિચય થયો. વિમલાતાઈ અને તેમના સાંનિધ્યમાં શ્રીમદ્ જીવનનાં અનેક રહસ્યોદ્ઘાટનો પણ થયાં. શ્રીમદ્-આનંદઘનના ધ્યાનસંગીત સભર મસ્તીગાન પણ સિતાર પર ચાલ્યાં : સહજાનંદઘનજીના પોતાના મસ્તીભર્યાં અંતરગાને અને વિમલાતાઈ સમક્ષનાં તેમના શ્રીમદ્ભુવન વિષયક પ્રવચને વળી વિશેષ અંતરાનંદ અને અંતરબળ પૂર્યાં : શ્રીમદ્-શ્રધ્ધાની જીવનયાત્રા વધુ સમૃદ્ધ બનવા લાગી. શ્રી સહજાનંદઘન ગુરુગાથાના પ્રાસ્તાવિકમાં આ લખાયું. ઈડરના આ અનુભવ અને વિસનગર મહિલા કૉલેજના આચાર્યપદ પછી અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠના પ્રતિષ્ઠિત અનુસ્નાતક પ્રાધ્યાપક પદે જતાં, ત્યાં દાંડી પદયાત્રાના અને અમદાવાદના કોમી રમખાણોમાં નિર્ભયપણે સાયકલ પર રાત્રે ‘શાંતિ સૈનિક’ તરીકેના નિર્ભયતાભર્યા, શાંતિ કરાવવાના અનુભવે અને ઈડરના પ્રેરક પરમકૃપાળુ ધ્યાનયોગબળોએ એક નૂતન સર્જન કરાવ્યું : ‘મહાસૈનિક' નાટક લેખનનું. પરમકૃપાળુદેવ પ્રેરિત મહાત્મા ગાંધીજીના અહિંસક જીવનનો અને ‘પરમગુરુકૃપાકિરણ’ની સ્વલ્પ સ્વ-સંવેદન કથા સંકેત : સ્વકથ્ય ૧૪૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ શાંતિસેનાના અહિંસક મૂલ્યનો તેમાં અભિનવ-લેખન પ્રયોગ થયો. ગાંધી શતાબ્દી નિમિત્તે ૧૯૬૯માં એ નાટક અખિલ ભારતીય નાટ્ય-લેખન સ્પર્ધામાં મૂકાયું અને એ પરમકૃપાળુદેવની જ કૃપા કે ભારતભરમાં એને પ્રથમ ક્રમે સ્થાન અપાયું. એ પણ એક શ્રીમદ્જીની રાજભૂમિ રાજકોટ સાથેનો જ સાંકેતિક સંયોગ કે એ નાટકનું પારિતોષિક પણ કાકાસાહેબ કાલેલકરના હાથે રાજકોટમાં જ અપાયું ! આ પૂર્વે કાકાસાહેબે પૂ.પં. સુખલાલજીના સાંનિધ્યમાં આ અલ્પાત્માના કંઠે “અપૂર્વ અવસર સાંભળેલું અને પરમકૃપાળુદેવને “આત્મસિદ્ધિ' ની ભાષા સમૃદ્ધિ ઉપર અમદાવાદની જાહેર સ્મૃતિસભામાં તેમણે ત્યારે ભારોભાર અહોભાવ ભરેલી અંજલિ આપેલી. આવા અનેક અનુભવોમાં પરમકૃપાળુદેવની જ કૃપાને સર્વત્ર અનુભવ કરતો જીવનના એક મહત્ત્વનાં સ્થાન અને સાધન પરિવર્તન પર આવવાનું નિર્માયું. “પ્રજ્ઞા સંવયન'ના “ પ્રાથન'માં લખ્યા અનુસાર બેંગલોર-હપીથી અમદાવાદ પધારેલા પૂ. અગ્રજ અને હેપી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના અધ્યક્ષ શ્રી ચંદુભાઈએ અને પૂ. પંડિતજીના આદેશે ગૂજરાત વિદ્યાપીઠમાં રાજીનામું આપવાનું વિચારી બેંગલોર જવા અને હેપી આશ્રમે નૂતન જૈન વિદ્યાપીઠ આરંભવા જવાનું ગોઠવ્યું. પૂ.શ્રી ભદ્રમુનિ-સહજાનંદઘનજીના પ્રથમ ઈડરના પરિચયે એ વિચારણીય લાગતાં ૧૯૬૯ની શરદપૂનમે હંપી આશ્રમે પ્રથમ વાર જવાનું બન્યું અને ત્યાં વિદ્યાપીઠ સર્જન તેમજ બેંગલોર આજીવિકા અર્થે અગ્રજ સાથે વ્યવસાયમાં જોડાઈ અંતે અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠમાં રાજીનામું આપી ૧૯૭૦ના મે માસમાં બેંગલોરહેપી સ્થાનાંતર કર્યું. આનો થોડો ઉલ્લેખ “દક્ષિણાપથની સાધનાયાત્રાના મારા પુસ્તકમાં થયો છે. તે પૂર્વે સુશ્રી વિમલાતાઈ સાથે આયોજેલી selected works of Srimad Rajchandra'ની ગ્રંથ સંપાદન-સંકલના, પૂ.તાઈની થોડી નિરાશા સાથે, ત્યારે પડતી મૂકવી પડી. આર્ષદૃષ્ટા, શ્રીમદ્સમર્પિત, સહજાનંદઘનજીની નિશ્રામાં નૂતન સર્જાયોજન . થયું. પૂ. સહજાનંદઘનજી અને અગ્રજ પૂ. ચંદુભાઈએ હંપી શ્રીમદ્ રાજચંદ્ર પર નૂતન ધ્યાનમય જિનાલય નિર્માણ કરવાનું આયોજન કરેલું. તે સાથે પૂ.પં. સુખલાલજી અને પૂ. સહજાનંદઘનજીની પરિકલ્પનાના શ્રીમદ્ રાજચંદ્રજી તત્તાધારિત નૂતન જેનવિદ્યાદર્શન વિશ્વવિદ્યાલય-નિર્માણની પરિકલ્પના જોડાઈ. સહજાનંદઘનજી અને અગ્રજ બને પણ અતિ ઉત્સાહિત અને આનંદિત. ઉદારમના અગ્રજે તો આ અનુજ અલ્પાત્માનો આવી વિદ્યાપીઠ સર્જનાનો સાથ પામી બંને બંધુ દ્વારા હેપી તીર્થે ૧૪૨ રાજગાથા Page #157 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ-તેજપાળ બેલડી વત્ ઉપર્યુક્ત બંને સર્જનોનાં નિર્માણનાં નવલાં સ્વપ્નો જોયાં... ! . પરંતુ ભવિતવ્યતા તો કંઈક ઓર જ હતી. પ્રથમ તો પૂ. સહજાનંદઘનજીએ વિશ્વભરમાં શ્રીમદ્જીના સાહિત્ય દ્વારા વીતરાગવાણી અનુગંજિત કરવાનો આ અલ્પાત્માને ઉપાદેય આદેશ આપ્યો. શ્રીમદ્ભ સૂર્યને ગુજરાતના વાદળોની ઘનઘટામાંથી બહાર લાવવાની તેમની વિશ્વવ્યાપ-ભાવના અદ્ભુત હતી. આ માટે એકબાજુથી “સપ્તભાષી આત્મસિદ્ધિ' સમા સાત ભાષાના સંપાદનને (બે ભાષાઓના આ લેખક દ્વારા અનુવાદનો પણ) તેમનો આદેશ હતો, બીજી બાજુથી આવા શ્રીમદ્રસાહિત્યના રેકર્ડીંગોનો તેમજ વિદ્યાપીઠના અભ્યાસક્રમ સર્જનનો, જે સુદૂર પૂ. પંડિત સુખલાલજીની મહત્ત્વની અનુભવસિદ્ધ પરિકલ્પના દ્વારા ગોઠવવાનો હતો – આ સર્વ કામોના અલ્પસમયમાં જ મંગલારંભ તો થયા, પણ.... પાંચ મહીનાના જ ગાળામાં અચાનક, અણધાર્યું, અગ્રજ પૂ. ચંદુભાઈનું અકસ્માતમાં દેહાવસાન થયું (ગાંધી જયંતી ૨.૧૦.૭૦) અને તે પછી બરાબર એક મહીને કા.શુ. બીજને ૨.૧૧.૭૦ની પરોઢની અમૃતવેળા પૂર્વે અભૂતપૂર્વ એવી યોગસમાધિસહ ગુરુદેવ પૂ. સહજાનંદઘનજીએ પણ મહાવિદેહ ક્ષેત્રમણી મહાપ્રયાણ કર્યું – જાણે પરમકૃપાળુદેવ કેવળી ભગવંતના પાવન ચરણોમાં પહોંચવાના તેમના સંકલ્પ “આયુ અંતે આવીશ તુજ પાજ રે” અનુસાર ! એક માસાંતરે બબ્બે વજાઘાતો થયા....! પરિકલ્પિત અને આયોજિત સ્વપ્નો ચકનાચૂર થયા....!! પંખીના જાણે માળા વિખાયા....!! એક બાજુથી હંપી આશ્રમે આત્મજ્ઞા પૂમાતાજીની નિશ્રામાં યત્કિંચિત્ આશ્રમકાર્યોના અને બીજી બાજુથી બેંગલોર મુકામે સ્વગૃહસ્વ અને બંધુ વ્યવસાયે ભારે કસોટીઓ ને અગ્નિપરીક્ષાઓ ભર્યા પરિસ્થિતિ પ્રસંગો સર્જાયા. બાર બાર વર્ષે આ પ્રતિકૂળ પરિસ્થિતિઓને પાર પાડવામાં વીત્યાં. આ વચ્ચે પૂ. સહજાનંદઘનજીની પ્રેરણાનું વર્ધમાનભારતી દ્વારા વિશ્વ ગુંજાવતી રેકર્ડોનું (અને થોડું જ સપ્તભાષીનું) નિર્માણ સર્જન કાર્ય આરંભાયું. પ્રતિકૂળતાઓને અનુકૂળતાઓ માનજો, પ્રતાપભાઈ !” અને “સ્વયંમાં સ્થિત થઈ રહેજો, એથી સઘળું સધાશે” - આવા મહાપ્રેરક સદ્ગુરુ સહજાનંદઘનજીના આદેશોએ, પૂ. માતાજીએ અને દૂરથી પૂ.પં. સુખલાલજીએ ભારે બળ પૂરા પાડ્યાં. પૂ. માતાજીની આજ્ઞાનુસાર કાર્તિક-પૂર્ણિમાની પરમ કૃપાળુદેવની જયંતીએ જ પ્રથમ પરમગુરુકૃપાકિરણની રવ-સંવેદન કથા સંકેતઃ વકથ્ય, ૧૪૩ Page #158 -------------------------------------------------------------------------- ________________ દસ્તાવેજી સુડિયો રેકર્ડીગ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર અને અપૂર્વ અવસર”નું અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે, છતાં પરમકૃપાળુદેવની સ્પષ્ટ કૃપાના અનુભવપૂર્વક સાનંદ સંપન્ન થયું. મુંબઈ ઘાટકોપરના શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિરે તેના ઉદ્ઘાટનની અસંમતિ દર્શાવતાં, પણ એ જ જ્ઞાનમંદિરના અધ્યક્ષ શ્રી દુર્લભજી ખેતાણી અને મંત્રીશ્રી પ્રભુદાસ સંઘાણીના સહયોગથી ઘાટકોપરના જ ભાટિયાવાડી સભાગૃહમાં પૂ. માતાજીએ ખાસ હેપીથી પધારી તે રેકર્ડોનું, વણકથ્યા પ્રભાવ ભરેલું, ઉદ્ઘાટન કર્યું - શ્રી ચીમનલાલ ચકુભાઈ, શ્રી લાલભાઈ સોમચંદ, ડૉ. સોનેજી (આત્માનંદજી) સમા અનેક મહાનુભાવોની સમુપસ્થિતિમાં ૧૯૭૪માં. આત્મસિધ્ધિ-ભક્તામરના આ અલ્પાત્માના ગાનના પ્રથમ રેકર્ડીગોના વિરોધીઓના હાથ એથી હેઠા પડ્યા અને વિરોધોની પ્રતિકૂળતાઓ વચ્ચે પણ જાણે પરમકૃપાળુદેવની અને સહજાનંદઘનજીની કૃપા વરસી ! તેમની જ ભાવનાઓ અને આજ્ઞાઓ જાણે વિશ્વભરમાં અનુગ્રંજિત થવા જઈ રહી હતી. સાથે જ તેમના યોગબળે અદ્ભુત, અકલ્પિત વિશ્વ-પ્રભાવના કરાવવાનું આ અલ્પાત્માને નિમિત્ત બનાવી કાર્ય કર્યું ! અનેકાનેક કસોટી પ્રસંગોએ આ પરમગુરુઓના યોગબળે જ યોગક્ષેમ ચલાવ્યું રાખ્યું અને લાજ રાખતા જઈ “મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે!”નો સાક્ષાતુ. અનુભવ કરાવ્યો. આ નિર્માણ કાર્યના અને પરિવારના વ્યવહારકાર્યના અપાર વિપરિત પરિસ્થિતિ પરિબળો વચ્ચે “જે શિર પરમકૃપાળુદેવ તેને શું કરશે સંસાર?” જેવા સહજાનંદ-પદોએ સતત ધીરજ બંધાવ્યા કરી. અન્યથા વ્યવહારના અને અધ્યાત્મસંગીતના - બંને ક્ષેત્રોમાં પ્રતિકૂળતાઓનો પાર ન હતો. એક બાજુથી અગ્રજ અને સ્વયં પરિવારના પરિસ્થિતિ – પરિબળો વિપરિત સ્વરૂપે કાર્ય કર્યે જતા હતા, બીજી બાજુથી આજીવિકાળે અલ્પ વેતને પણ સ્વીકારેલી શ્રી સત્ય સાંઈબાબા કૉલેજના વિભાગાધ્યક્ષ-પ્રાધ્યાપક તરીકેની નોકરી સ્વધર્મસન્માન કારણે બે વર્ષ પછી ભ. મહાવીર ૨૫૦૦મા નિર્વાણોત્સવ દરમ્યાન છોડવી પડી હતી - બેંગલોરના પ્રભુ પાર્શ્વનાથ જિનાલયમાં બેસી સણસણતું રાજીનામું લખી અને હવે પછી જીવનભર જિનેશ્વર અને સરસ્વતીના ચરણે કંઠ અને કલમ મૂકવાનો સંકલ્પ કરીને ! - આજે આ ઘટનાને ચાલીસેક વર્ષનાં વહાણાં વહી ગયાં છે અને આ સંકલ્પના અંતે પરમકૃપાળુદેવ પરમગુરુની જ કૃપાપ્રેરણાથી, પદ પદ પર પારાવાર પ્રતિકૂળતાઓ વચ્ચે પણ સર્જનો-સરસ્વતીકૃપા સર્જનો તો પ્રતિછાયારૂપ જીવનસંગિની સુમિત્રાના ૧૪૪ રાજગાથા Page #159 -------------------------------------------------------------------------- ________________ મૂક સહયોગપૂર્વક અનેક સંપન્ન થતાં રહ્યાં છે – વર્ધમાન ભારતી દ્વારા સહજાનંદઘનજીઆદેશિત વીતરાગવાણી અનુગ્રંજિત કરાવવાના, પરંતુ આ સર્જનો માટેનું અર્થપીઠબળ અગમ્ય અને અગ્નિપરીક્ષાઓ ભરેલું જ રહ્યું છે. એ સઘળું એમના જ ચરણે છોડીને તેમની જ કૃપાથી થયેલાં અને થઈ રહેલાં નિમ્ન મુખ્ય સર્જનોની નોંધ માત્ર કરીને વિરમીશ. એ પણ તેમની કૃપાનો કેવો યોગાનુયોગ કે તેમના જ અનેક સર્જનો આ અલ્પાત્માનાં હાથે થઈ રહ્યાં ‘નિમિત્ત માત્ર' રૂપે! (૧) શ્રીમજી કેન્દ્રિત મ. ગાંધીજીના અહિંસક યુદ્ધ વિષયક નાટક “મહાસૈનિક (૨) “આત્મસિધ્ધિથી માંડીને પરમગુરુ પદ, રાજપદ, ભક્તિ કર્તવ્ય, મહાવીર દર્શન ઈ. સો એક જેટલી જિનભક્તિ-ધ્યાન તત્ત્વ સંગીત રેકર્ડો (૩) પૂ. સહજાનંદઘનજી પ્રેરિત-પ્રારંભિત “સપ્તભાષી આત્મસિદ્ધિનું પૂ. વિમલાતાઈએ પૂર્ણ કરાવેલ સંપાદન-પ્રકાશન (૪) “પંચભાષી પુષ્પમાળાની પાંચ પુસ્તિકાઓનું અનુવાદન-સંપાદન. પ્રકાશન (૫) સદ્ગુરુ બોધ સુહાય, હુઆ અપૂર્વ ભાન, મંત્રમૂલં ગુરુવાક્ય ઈ. પાંચ પુસ્તકોનો ગ્રંથાનુવાદ હિન્દીમાં “શ્રીમદ્ રાજચંદ્ર જીવન ઔર સાહિત્ય સુધી ડૉ. રાકેશભાઈ ઝવેરીના. શ્રી સહજાનંદઘનજીની અલભ્ય ૫૭ જેટલી પ્રવચન ટેઈપોનું કષ્ટ સાધ્ય સંપાદન-પ્રકાશન : ૯ પરમપુ૨ પ્રવેવન શ્રેણીમાં - જેમાં પ્રધાનતઃ શ્રીમદ્ નીવન થા અને અન્ય (૭) વાદુવલ્લી : ડોક્યુમેન્ટ્રીઃ ભરત બાહુબલી-અહિંસક યુદ્ધથી શ્રીમદ્જી પ્રેરિત ગાંધીજીના અહિંસક યુદ્ધ સુધી (૮) પંડિતશ્રી સુખલાલજીના “પ્રજ્ઞાસંઘન' અનુવાદન દ્વારા શ્રીમજી લેખ પ્રકાશન (૯) ડૉ. રાકેશભાઈ ઝવેરી લિખિત વિશેષ જીવનચરિત શ્રીમન્ન ચંદ્ર નીવન ૌર સાહિત્ય (હિન્દી અનુવાદ) (૧૦) સંક્ષિપ્ત શ્રીમદ્ જીવનકથા અંગ્રેજીમાં - Vishwa Manav “Shrimad Rajchandra for Youngsters' (૧૧) વિશ્વમાનવ શ્રીમદ્ રાજચંદ્રજી (શ્રાવ્ય સી.ડી.)-આકાશવાણી રૂપક સાથે પરમગુરુકૃપાકિરણની રવલ્પ સ્વ-સંવેદન કથા સંકેતઃ સ્વકથ્ય ૧૪૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ (૧૨) રાજગાથા (આ પુસ્તક ગુજ. + હિન્દી) (૧૩) સહનાનંધન નુાથા (હિન્દી + અંગ્રેજી) બે ભાગોમાં. (૧૪) શ્રી સહજાનંદઘનજીના ‘સદ્ગુરુ મહિમા’ અને ‘ઉપાસ્યપદે ઉપાદેયતા’ના હિન્દી અનુવાદ : (૧૫) અંતર્યાત્રા-વિમનસરિતા સહ (હિન્દી પુસ્તક) : શ્રીમદ્ઘના તત્ત્વની છાયામાં. (૧૬) Voyage within with Vimalajee આ સર્વ સર્જનો વિષે વિચારાય છે ત્યારે સતત અનુભવાય છે કે સર્વત્ર કેવી કૃપા પરમગુરુઓએ કર્યા કરી છે અને પ્રતિકૂળતાઓ વચ્ચે પણ સ્વાત્મ-સ્થિરતા સુર્દઢ કરાવ્યા કરી છે : સતત આ આદેશો દ્વારા કે “શુધ્ધ બુધ્ધ ચૈતન્યધન, સ્વયં જ્યોતિ સુખધામ... કર વિચાર તો પામ !” “તું છો મોક્ષરવરૂપ...! અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ.” આ. ભુવનરત્નસૂરિજીથી માંડીને સુખલાલજીવિમલાતાઈ-સહજાનંદઘનજી જેવા પ્રેરક પરમગુરુજનો પણ જાણે પરમકૃપાળુદેવના પ્રતિનિધિવત્ જ સાંપડતા રહ્યાં ! હજુ એક તરફથી અપાર સર્જનો અધૂરાં પડ્યાં છે, બીજી તરફથી વ્યવહારક્ષેત્રની ક અને આ સર્જન ક્ષેત્રની અર્થ-જવાબદારીઓ માથે ઊભી છે. ત્રીજી તરફ હંપી આશ્રમે પણ પ્રતિકૂળતાઓ જ ઊભી છે, સુશ્રી વિમલાતાઈના ૧૯૯૪થી કરાયેલા જૈન સમાજ-કૃપાળુદેવ ભક્તો પ્રત્યેના અનુરોધો ઉપેક્ષિત જ રહ્યાં છે. ત્યારે પરમકૃપાળુદેવનું એક યોગબળ જ પાર પડાવવાનું છે સર્વ, સમાધિમરણ દ્વારા - જે તેમના ચરણોમાં મહાવિદેહે, તેમના પરમાનુગ્રહથી લઈ જવાનું છે ઃ * “તું ગતિ, તું મતિ, આશરો, તું આલંબન મુજ પ્યારો રે; ‘વાચકયશ' કહે માહો, ૧૪૬ તું જીવન જીવ આધારો રે ! ગરવા રે ગુણ તુમ તણા.' (ઉપાધ્યાય યશોવિજયજી) 99 ગજા સંબધ્ધ : સુશ્રી વિમલાતાઈના અનુરોધો. “એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, વગર ને હાલ મનોરથરૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, 11 3 wild: 11 પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરુપ જો !” (શ્રીમદ્ રાજચંદ્રજી) રાજગાથા Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વિમલાતાઈની સર્વોદયથી સમગ્રતા અને સપ્તભાષી સુધીની અનંતને સથવારે જીવનયાત્રા – પ્રા. પ્રતાપકુમાર ટોલિયા. અધ્યાત્મને અભિનવ આયામ અર્પનારા, સમગ્રતા (Wholeness) - અખિલાઈના અલખ આરાધિકા, જીવનયોગના મહાસાધિકા જીવનદૃષ્ટા વિદુષી વિમલાતાઈ ઠકાર અંતે પ્રાયઃ ૮૮ વર્ષનું જીવનવન વટાવીને વિરાટને દ્વારે પહોંચી ગયાં છેઃ ૧૧ માર્ચ, પૂર્ણિમાના પરોઢે, ચૈતન્ય જયંતીના દિને. અનેક જન્મોની પૂર્વ સાધના લઈ આવેલા, અપાર પુરુષાર્થ આદરેલા, અનેક સંતો-દષ્ટાઓ-મહામાનવોના સ્નેહ-સાંનિધ્ધ પામેલાં, અનેક ગ્રંથોને અવગાહ્યાં છતાં સ્વાનુભવના જીવનગ્રંથને ઉકેલવા મથતાં વિમલાદીદી આખરે મહાવિદેહના “સોહામણા નિસ્પૃહ દેશ'-અગમ દેશના અગમ માર્ગે સંચરી ગયા છે – આ જીવનનું એક આનંદસભર અભિનવ દર્શન કરાવીને, અનેકોના જીવન અજવાળીને, દેહમાં વસવા છતાં વિદેહી દશા ધારતા જીવીને ! આ પંક્તિલેખકનો તેમની સાથે, અનેક ઉપકારક સપુરુષોની પાવનનિશ્રા ઉપરાંત, પ્રાયઃ ૫૪ વર્ષનો સુદીર્ઘ નાતો. ભૂદાન આંદોલન ૧૯૫૪થી માંડીને આજ ૨૦૦૯ સુધીનો આ લાંબો પરિચય સંબંધ. એ નાતાએ જીવનમાં ઘણો મોટો સર્જનમય ભાગ ભજવ્યો છે – “તરે તર્વનિત' વત્ નિકટથી અને દૂરથી. Yoyage within with Vimalajee પુસ્તિકામાં એમાંનો અલ્પાંશ આલેખાયો છે. આ ઉપક્રમમાં દીદીના ભૂદાનના ઓવારે બાબા વિનોબાજી સહ, “અનંતના સથવારે” જે. કૃષ્ણમૂર્તિ સહ અને મહાવિદેહે છતાં અહીં સાક્ષાત્ ધબકતા શ્રીમદ્ રાજચંદ્રજી સહ, આ અલ્પાત્માનો અલ્પ અંતર્વિહાર ચાલ્યો છે. આ બધાનો અહીં વિમલાદીદીના સંદર્ભમાં થોડો જ સંસ્પર્શ કરીશું. આઠ વર્ષ ભૂદાનમાં તેનો આધ્યાત્મિક આયામ શોધવા જોડાયેલા દીદીએ સ્વ. પરમાનંદભાઈના પ્રબુધ્ધ જીવન'માંના લેખના અને તેમના ૩૦-૦૬-૬૩ના પત્રના ઉત્તરમાં લખેલું કે, હું ૧૯૫૩માં ભૂદાન આંદોલનમાં જોડાઈ ત્યારે લોકકલ્યાણની કોઈ એક પ્રવૃત્તિ સમજીને જોડાઈ ન હતી, પણ એ આંદોલનની જે એક આધ્યાત્મિક બાજુ વિમલાતાઈની સર્વોદયથી સમગ્રતા અને સપ્તભાષી સુધીની અનંતને સથવારે જીવનયાત્રા ૧૪૦ Page #162 -------------------------------------------------------------------------- ________________ હતી તેનાથી હું મુગ્ધ બની રહી અને તે કારણે હું આકર્ષાઈ હતી. માનવીમાં રહેલી Innate goodness વિષેની - પાયાના શુભ તત્ત્વ વિષેની - શ્રદ્ધા પર આધારિત એવા ક્રાંતિકારી આંદોલને માનવજાત પ્રત્યેના પ્રેમથી ભરેલા મારા ચિત્તને આકર્ષે હતું. એને લગતી પ્રવૃત્તિ પાછળ મારામાં રહેલી કર્તૃત્વશક્તિને અભિવ્યક્ત કરવાની કોઈ ખાસ વૃત્તિ નહોતી, પણ માનવજાત માટેના પ્રેમને અભિવ્યક્ત કરવાનો આશય હતો. (આ આંદોલનમાં) જીવતા જાગતા ભારતનો આ પ્રત્યક્ષ પરિચય મારા માટે એક જુદા જ પ્રકારનો અનુભવ હતો.” (સંદર્ભ વિમલ સંસ્મરણો’ : પ્રભાબેન) ભૂદાન છોડીને આબુનિવાસી બનેલાં અને ચેતનાના નવા આયામને ઉઘાટિત કરવા પર્વતોની ગોદ શોધતાં વિમલાબહેન વિષેના શ્રીયુત્ પરમાનંદભાઈના ઉપર્યુક્ત લેખ અને તેમના કવયિત્રી સુપુત્રી શ્રીમતી ગીતાબેન પરીખે કરેલા દીદીના “મૌન મનુના”ના “નવા પલટો' શીર્ષકથી કરેલા કાવ્યાનુવાદથી ઘણા શોધકો સાધકોને ત્યારે તેમની નવી ભાળ અને ઓળખ મળ્યાં હતાં. આ બધામાંના સ્વનામધન્ય સાધકોમાં શ્રી ત્રિકમલાલ મહાસુખરામ, બિંદુકાકા, ભોગીભાઈ વગેરેને ત્યારે આબુમાં દીદી દ્વારા શ્રી કૃષ્ણમૂર્તિનો પણ પરિચય થયો. “એ દિવસોમાં શ્રીમદ્ રાજચંદ્ર અને કૃષ્ણમૂર્તિની વાતો વિશેષ થતી. કૃષ્ણમૂર્તિના પ્રવચનો વાંચ્યા પછી એના પર ચર્ચા પણ થતી. શ્રી ત્રિકમભાઈને શ્રીમદ્ રાજચંદ્ર પર પ્રચંડ શ્રદ્ધા હતી. શ્રીમદ્ રાજચંદ્રના પદો-ખાસ કરીને “આત્મસિદ્ધિ તેમના બુલંદ અવાજે વાંચી સંભળાવતા.” (વિમલ સંસ્મરણો ૯) આ પ્રાથમિક પરિચય પછી જેટલો શ્રી કૃષ્ણમૂર્તિનો પ્રત્યક્ષ પરિચય થયો, તેટલો જ શ્રીમદ્ રાજચંદ્રજીનો પરોક્ષ પરિચય તેમના અથાગ સાહિત્યના અવગાહન અને અંતર્દર્શન દ્વારા દીદીને થયો. આ પછી ૧૯૭૩માં તેમણે આબુમાં શ્રીમદ્જી પર આઠ દિવસ પર્યુષણ પ્રવચનો આપ્યાં, જે “અપ્રમાદ યોગ” (Yoga of silence) અને બીજા પર્યુષણ પ્રસાદી (એ બંને પુસ્તકોમાં તેમણે “શ્રીમદ્જીના જીવનમાં પળભરનોય પ્રમાદ ન હતો અને રસ્તીભરનું અસત્ય ન હતું' એમ કહીને અંજલિ અહોભાવ વ્યક્ત કરેલ છે.) શીર્ષકથી પ્રસિદ્ધ થયાં છે. એટલું જ નહીં, શ્રીમજી પ્રત્યે તેમનો વધતો ગયેલો અહોભાવ અને અભિગમ અનેકોને અનેક પ્રકારે પ્રેરણા અને પ્રત્યક્ષ પ્રોત્સાહન આપી રહ્યો. “આત્મસિદ્ધિની અદ્દભુત અપૂર્વ રચના પરની તેમની અપાર આસ્થા, જે આ લખનારને “સપ્તભાષી આત્મસિદ્ધિ'ના સંપાદનસર્જનમાં મહાનિમિત્ત બની, તેમના જ શબ્દોમાં જોઈએ : ૧૪૮ રાજગાથા Page #163 -------------------------------------------------------------------------- ________________ . આત્મસિદ્ધિ ગ્રંથ એક સૂત્રબધ્ધ કાવ્યગ્રંથ છે. ગુરુ-શિષ્યના સંવાદમાં હિન્દુ તેમજ જૈન દર્શનનો સમન્વિત સાર ગુંથાયેલ છે. દીર્ઘ સમય સુધી સ્વાધ્યાય કરવો પડે.” “સ્વચ્છંદ એટલે મનનું સ્વામીત્વ. ગમા-અણગમા, પસંદગી-નાપસંદગી, સન્માનઅપમાન, યશ-અપયશ, ઈત્યાદિ લાગણીઓ મનની ચાલ ગણાય. પ્રમાદ, આળસ મનની તાનાશાહી કહેવાય.” “સદેહ આત્મજ્ઞાનીના સહવાસમાં મનચલાપણું ચાલતું નથી. હું-મારુંના ફૂંફાડા ચાલતા નથી. સ્વચ્છંદ કે મનસ્વીપણું ત્યાં સહેજે રોકાઈ જાય છે. મનનું ધણીપણું ત્યાં ટકતું નથી. મનને મૌન રહેવું પડે. બુદ્ધિ મુખર થાય. વિવેક જાગૃત થાય. વિવેક જાગૃત થયા વગર આત્મબોધ પચતો નથી. ચેતનામાં રાચતો નથી.” “મોક્ષ પામે” એ કાવ્યોક્તિ છે. “મોક્ષ છે નિજ શુદ્ધતા - તું છો મોક્ષ સ્વરૂપ આ સૂત્રો પરમ સત્યનાં પ્રબોધક સૂત્રો છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય તેવું પણ આત્મસિદ્ધિમાં કહ્યું છે.” “મનના મનમાં તેમજ વિવેકની જાગૃતિમાં મુક્તાવસ્થાના એંધાણ પ્રકટ થાય છે. મનની ગુલામીથી મુક્તિ એ જ હકીકતમાં મોક્ષ ગણાય.” (તા. -૦૭-૧૯૯૪ના એક પત્રમાંથી) આ પત્ર પછી દીદીએ તા. ૨૯-૦૮-૧૯૯૬ના દિવસે “આત્મસિદ્ધિની સમૃદ્ધ સર્વાગ સુંદર ભૂમિકા “સપ્તભાષી” ગ્રંથ માટે “Glory be to Sri Rajchandra' શીર્ષકથી આત્મસિદ્ધિ શતાબ્દી પ્રસંગે શિકાગોમાં તેની હસ્તલિખિત પ્રતનું વિમોચન કરતાં લખી મોકલી, જે તેમાં છપાઈ છે, તે સ્વયંમાં જ એક દિશાસૂચક દેઢ દસ્તાવેજ બની ચૂકેલ છે. તેનો એક એક શબ્દ ચિંતનીય છે. અષ્ટ શ્રીમદ્જીને તે દષ્ટ અને તદન સુસ્પષ્ટ કરે છે, સંજીવન મૂર્તિરૂપે દર્શાવી દે છે. શ્રીમદ્ સાહિત્યના અનેક પ્રબુદ્ધ અધ્યેતાઓ અને ચિંતકોની હરોળમાં તેમનું આ ગાગરમાં સાગર સમું પ્રસ્તુતીકરણ નવી જ ભાત પાડે છે અને તેમની શ્રીમ-શ્રદ્ધા વ્યક્ત કરે છે. “સપ્તભાષી આત્મસિદ્ધિ'ના પ્રકાશનના સંબંધમાં તો તેઓ આ શ્રદ્ધાથી પણ સવિશેષ ઉપકારક બન્યાં છે. શ્રીમદ્જી, સહજાનંદઘનજી, પં. સુખલાલજી, ગુરુદયાળ મલ્લિકજી અને માતાજી ધનદેવીજી સમા સર્વ પ્રેરણાદાતા ઉપકારકોના જાણે તેઓ સાક્ષાત્ પ્રતિનિધિ બનીને રહ્યાં અને વર્ષોનું આ કસોટીભર્યું સંપાદનકાર્ય તેમણે જ સંપન્ન કરાવ્યું કે જે માટે ડૉ. કુમારપાળ દેસાઈ અને ડૉ. ધનવંત શાહ જેવા સહૃદયી મિત્રો આ લેખકસંપાદકને બિરદાવતા રહે છે અને જે નિમિત્ત માત્રથી વિશેષ કશું નથી. દીદી પોતે વિમલાતાઈની સર્વોદયથી સમગ્રતા અને સપ્તભાષી સુધીની અનંતને સથવારે જીવનયાત્રા ૧૪૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ પણ આ અલ્પજ્ઞને આ માટે અભિનંદે છે ત્યારે જ તેમની એ અનુગ્રહ લીલા વિસ્મય પમાડે છે. “સપ્તભાષી', Selected works of Srimad Rajchandra, અન્ય શ્રીમદ્ સાહિત્યના બહુભાષી પ્રસારમાં દીદીનું એટલું મોટું યોગદાન અનેકરૂપે રહ્યું છે કે જેટલું હજુ સુધી શ્રીમદ્ નામધારક કોઈપણ આશ્રમ કે સાધક-ભક્તનું કદાચ રહ્યું નથી ! વિમલાદીદી શ્રી જે. કૃષ્ણમૂર્તિનું, પોતાની સ્વાનુભવ શૈલીમાં, જે ભાષ્ય કરી ગયા તેથી ઓછું માહાભ્ય તેમણે શ્રીમદ્જીનું અને તેમના સાહિત્યનું કર્યું કે આંક્યું નથી, એ અનેક મહાનુભાવો જેમ આ અલ્પાત્માને સ્પષ્ટ દેખાયું છે, જે હજુ તો વ્યક્ત થવું શેષ છે. સ્વ. ત્રિકમલાલભાઈ જેવાને દીદીમાં જ શ્રીમદ્ દેખાયા, તો આ લખનારને તેમણે શ્રી કૃષ્ણમૂર્તિનો બેંગ્લોરમાં પ્રત્યક્ષ પરિચય-મુલાકાત કરાવીને પછી કૃષ્ણમૂર્તિ-શ્રીમદ્ બંનેને પરમજ્ઞાનરૂપી આદિત્યના બે ભિન્ન ભિન્ન કિરણોરૂપે દર્શાવ્યા ! એક પત્રમાં તેમણે ઉત્તર વાળ્યો - મારી જિજ્ઞાસા-પૃચ્છાનો : શ્રીમદ્ રાજચંદ્ર વીતરાગ મહાપુરુષ હતા. શ્રી જે. કૃષ્ણમૂર્તિ જીવનરસિક આત્મોપલબ્ધ મહાપુરુષ હતા. સત્ય અનંત છે. વિભિન્ન મહાત્માઓ દ્વારા તેની વિભિન્ન છટાઓ વ્યક્ત થાય છે. સૂર્યકિરણોમાં સાત રંગ છે. એક રંગ બીજા રંગ જેવો નથી, પરંતુ છે બધા એક આદિત્યથી ઉદિત !” (૧૨-૦૮-૨૦૦૪) આવો અભિગમ મૌન સહબેઠકો, પત્રો અને પ્રત્યક્ષ સંવાદોમાં વ્યક્ત કરતા રહેલાં દીદી આ લેખકને અને સમગ્ર વર્તમાન જગતને તો અવારનવાર શ્રીમદ્ અને શ્રીમદ્ સાહિત્યને, એ સાહિત્યના અનુચિંતન, અનુશીલન અને અનુગમનનો વર્તમાનકાળનો તરણોપાય દર્શાવતાં તેમના પ્રત્યેની શ્રદ્ધા દઢ કરાવતાં, તેમના સાહિત્યને પ્રસરાવવા સતત ભલામણ, પ્રયાસ, સહાય કરતાં રહ્યાં. તેમનો અનેકવારનો આ “અંતરબોધ-પ્રબોધ અંતરિક્ષમાંથી જાણે પડઘા પાડે છે – ગુજરાતના અને ભારતના યુવાનો હવે વિવેકાનંદને ભૂલી જાય, શ્રીમદ્ રાજચંદ્રને અપનાવે. તેમના સાહિત્યને યાદ કરે. તેમના વચનોને પોકેટ બુકો બનાવી હૃદયમાં પણ લખે. તેમની “મોક્ષમાળા' જેવી કૃતિઓને પાઠ્યપુસ્તક બનાવે. તેમની “પુષ્પમાળા ઓને જીવનમાં ધારણ કરે.” વિમલાદીદીના આ વર્તમાનકાળ માટેના યુગસંદેશને સમાદરથી ચિંતવવાઅપનાવવાનો આજના આક્રાંત, અશાંત, આતંકિત જગત સામે પડકાર અને સમય આવીને ઊભો છે. ૧૫૦ રાજગાથા Page #165 -------------------------------------------------------------------------- ________________ અનેક સંતો, વિનોબાજી અને કૃષ્ણમૂર્તિ પછી શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યેનું તેમનું આ વલણ અને તેમને પચાવતો અભિગમ આપણને ઘણું ઘણું કહી જાય છે. તેમના આ પ્રદાનને આપણે, તેમની અનંતયાત્રા વેળાએ સ્વીકારીને તેમને હૃદયની અંતરાંજલિ અર્પીએ અને તેમના વિદેહગત ઊર્વાત્માને પ્રણમી વિરમીએ – દેહ છતાં જેની દશા, વર્તે “દેહાતીતના સ્થાને વિદેહ જતાંય જેની દશા વર્તે “દેહાતીત' કહીને તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત !” (“બિરાદર’: ઓગસ્ટ ૨૦૦૯) ધ્યાનસંગીત – અંતર્યાત્રા શ્રીમદ્ રાજચંદ્ર, શ્રી વિમલાતાઈ તથા શ્રી ગુરુદયાલ મલિક વગેરે મહાનુભાવોનો પ્રેમ પ્રાપ્ત કરનાર બેંગ્લોર નિવાસી શ્રી પ્રતાપભાઈ ટોલિયા પોતે જીવનસાધક છે, સંગીતના ઊંડા જ્ઞાતા છે. તેઓના પત્ની શ્રીમતી સુમિત્રાબેન તથા પુત્રી ભવિતા સાથે તેઓ ધ્યાનસંગીત દ્વારા અધ્યાત્મ, યોગ, ભારતીય સંસ્કૃતિ તથા જૈનધર્મના મૂળ તત્ત્વ રજૂ કરે છે. તેઓ તા. ૨૩ એપ્રિલ, શનિવારના રોજ વિમલ સૌરભ, વાણિયાવાડી, શેરી નં. ૯, રાજકોટ ખાતે સાંજે ૬.૩૦ થી ૯.૦૦ વાગ્યા સુધી કવિલોક સરિતાથી આત્માના આનંદલોકના સાગર સુધીની પ્રસ્તુતિ રજૂ કરશે. જેમાં જૈન સૂત્રો, ઉપનિષદો, રવીન્દ્ર સંગીત, સપ્ત સંગીત વગેરેનું ગાન કરશે. રસ ધરાવતા મિત્રો આ લાભ લેવા અચૂક હાજર રહે તેવું નિમંત્રણ ગુજરાત બિરાદરી-રાજકોટ કેન્દ્ર તરફથી છે. (ધ્યાન સંગીત) વર્ધમાન ભારતી - C/o. પ્રતાપભાઈ ટોલિયા તરફથી ચાર ઓડિયો સી.ડી. મળેલ છે. ૧. મેરી ભાવના - અનુભવવાણી – શબ્દ મહિમા 2. Musical Performance in U.S.A. ૩. કહત કબીરા 8. Music for Meditation રસ ધરાવતા મિત્રો નીચેના સરનામે સંપર્ક કરે : JINA-BHARATI Vardhaman Bharti International Foundation Prabhat Complex, K. G. Road, BANGALORE-560009. (‘બિરાદર’ : ઓગસ્ટ ૨૦૦૯) વિમલાતાઈની સર્વોદયથી સમગ્રતા અને સપ્તભાષી સુધીની અનંતને સથવારે જીવનયાત્રા ૧૫૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ (શ્રીમદ્ રાજચંદ્રજી વિષે પ્રસ્નો ઊઠાવતા કેટલાક સર્વોદય મિત્રોના પ્રત્યુત્તરમાં) શ્રીમદ્રસાહિત્ય, વિમલાદીદી અને ગુજરાત - પ્રા. પ્રતાપકુમાર ટોલિયા “શુધ્ધ, બુધ્ધ, ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજાં કહિયે કેટલું, કર વિચાર તો પામ.” (“આત્મસિધ્ધિ' : ૧૧૭) • “હે જીવ! પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા! નહીં તો રત્ન-ચિંતામણી જેવો આ મનુષ્ય જન્મ નિષ્ફળ ચાલ્યો જશે.” (વચનામૃત) • “રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો... વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દૃષ્ટિ ફેરવી જાઓ.” (પુષ્પમાળા'-ગાંધીજીના શબ્દોમાં “પુનર્જન્મની સાક્ષી : દસ વર્ષની બાળવયે લિખિત !) • “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો! સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લડો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ?” (“મોક્ષમાળા' શિક્ષાપાઠ-૬૭) • “તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.” (પુષ્પમાળા'-૧૫). શ્રીમદ્ રાજચંદ્રજીનાં આ, ગુજરાતની પ્રજાને ઓછા યાદ એવા વચનો સ્વામી વિવેકાનંદજીનાં ઉપનિષદાધારિત “ત્તિર્ણ, નામૃત, પ્રાપ્ય વરાનિવધત!” સમા અને “ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત થતાં સુધી જંપો નહીં, Arise Awake and stop not till the goal is reached” સમાં બહુશ્રુત-બહુસ્મૃત વચનોની યાદ આપી શ્રીમદ્ રાજચંદ્રજીના જ આ કથનને પુષ્ટ કરે છે કે – ૧૫૨ રાજગાથા Page #167 -------------------------------------------------------------------------- ________________ “આશય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માંય.’” (‘આત્મસિધ્ધિ’-૧૧૮) આ કથન સાથે ‘શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ્' લેખનું સમાપન કરતાં ૧૯૫૩માં પ્રજ્ઞાચક્ષુ ડૉ. પંડિતશ્રી સુખલાલજીએ મહત્ત્વનો સંકેત કરતી વાત નોંધી છે કે – “દરેક ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓ ‘આત્મસિધ્ધિ’ને ઉદાર દૃષ્ટિથી તેમજ તુલના દૃષ્ટિથી સમજશે તો એમને એમાં ધર્મનો મર્મ અવશ્ય જડી આવશે. ખરી રીતે પ્રસ્તુત ગ્રંથ ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસક્રમમાં સ્થાન પામે તેવો છે. ફક્ત એને સમજનાર અને સમજાવનારનો યોગ આવશ્યક છે.” (શ્રી મુકુલભાઈ કલાર્થી સંપાદિત, ગૂજરાત વિદ્યાપીઠ પ્રકાશિત ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ પૃ. ૩૮) આ બધા સંદર્ભો મારા ‘બિરાદર' ઓગસ્ટ-૦૯ના અંકમાં પ્રકાશિત “વિમલાતાઈની સર્વોદયથી સમગ્રતા અને સપ્તભાષી સુધીની અનંતને સથવારે જીવનયાત્રા' લેખના અનુસંધાનમાં બે સર્વોદયમિત્રોએ ઊઠાવેલ પ્રશ્ન પરત્વે આપી રહ્યો છું. વિમલાદીદીના તેમાં અપાયેલ યુગસંદેશ પાછળની વિશાળ ભૂમિકા અને તેમના તેમજ અન્ય મહત્ પુરુષોનાં ચિંતન-સંદર્ભો સમજવા આવશ્યક છે. તેનો અલ્પાંશ આ લખનારની ‘સપ્તભાષી આત્મસિધ્ધિ’, ‘પંચભાષી પુષ્પમાળા' જેવી પ્રકાશિત અને ‘Voyage within with Vimlajee' જેવી અપ્રકાશિત કૃતિઓમાં અને થોડી લેખમાળાઓમાં અપાયો છે. ‘બિરાદર' માસિક મુખપત્રની ઘણી સ્થળ મર્યાદા છતાં મારો ઉક્ત લેખ મહત્ત્વનો સંકેત તો આપે છે. એ લેખનો આગળનો બીજો વિશદ ભાગ (જે આ સાથે જોડ્યો છે, તે) છાપવાની શક્યતા પત્રની સુવિધા પર નિર્ભર છે. આથી તેમાંના થોડા જ વાક્યો અહીં ટાંકીને પછી ઉપર્યુક્ત ભૂમિકા અને મહતોના સંદર્ભો પર આવીશ. ઉક્ત આવશ્યક યુગસંદેશ, જે સજગતા અને સમગ્રતાના સાધિકા દીદીએ અનેકદા આપ્યો છે, પ્રથમ ગુજરાતની પ્રજા માટે વ્યક્ત કરતાં વિમલાદીદી પોકારીને સ્પષ્ટ કહે છે : “ગુજરાતની પ્રજા પર તો મારા શ્રીમનું મોટું ૠણ છે. વિવેકાનંદને આંબી જાય એવી એમની વાણી છે. મોહમયી મુંબઈ નગરીમાં પેઢી પર બેસીને એમની અવિરત સાધના ચાલી, એ વ્યક્તિ ન હતી, એ તો એક Phenomenon હતા..... શ્રીમદ્ ના હોત તો મોહનદાસ કરમચંદમાં રહેલો શ્રીમદ્-સાહિત્ય, વિમલાદીદી અને ગુજરાત ૧૫૩ Page #168 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધી ન હોત....! (વિનોબાજીનો પવનારથી લખેલો ૧૭-૧૧-૧૯૩૫નો પત્ર પણ આવો ભાવ રજૂ કરે છે. જુઓ “સપ્તભાષી' પૃ. ૧૬૭). ગુજરાતની પ્રજામાં વાણિજ્યના સંસ્કાર એવા ગાઢ છે કે મોક્ષાર્થીની વાત, શ્રીમદ્ભા દર્શનની વાત કોણ સમજે? હા, લોકો રોજ દેરાસર જાય, દાનધર્મ કરે એમાં જ ધર્મ આચરવાનો સંતોષ માની લે. (શ્રીમદ્ જેમ) પળભરનો પ્રમાદ નહીં અને રત્તીમાત્રનું અસત્ય નહીં - આ જીવવા માટે તો સુવિધા-સુરક્ષાને હોડમાં મૂકવા પડે ! એના માટે તો કિંમત ચૂકવવી પડે ! આ જીવવાનું સાહસ, તૈયારી છે ? “શ્રીમદ્ભા સોભાગભાઈ પરનાં પત્રો એ તો અમૂલ્ય ખજાનો છે (એક રત્નદીપશું દૃષ્ટાંત કથન : ‘તમે અમે કંઈ દુઃખી નથી, જે દુઃખ છે તે રામના ૧૪ વર્ષના વનવાસનો એક દિવસ પણ નથી અને ગજસુકુમાલના ધ્યાનની એક પળ પણ નથી” - (શ્રીમદ્જી) એમાં સાધકને ક, ખ, ગ થી માંડીને નિજપદ સુધીની યાત્રાની સફર લોકભોગ્ય ભાષામાં રજૂ કરાઈ છે.xxx” - પ્રભાબેન મરચંટ સંપાદિત વિમલ સત્ત્વ', પૃ. ૧૬૩-૬૪) આમ દીદીએ શ્રીમદ્દી આધ્યાત્મિક ક્રાન્તિ પ્રબોધતી, પ્રમાદને ખંખેરાવી ઊંચે ઉઠાવતી સર્વોપકારક પરાવાણીનો, તેની પરમપ્રભાનો મહિમા સર્વત્ર, વિશ્વભર ગાયો ને પ્રસરાવ્યો - પ્રથમ ગુજરાતથી આરંભીને. દીદીની જીવનયાત્રાનું આ કોઈ નાનું સૂનું પ્રદાન છે ? પ્રતિફલન છે? અહીં પ્રથમ તેઓ ગુજરાતને જ કેમ મૂકે છે ? વિવેકાનંદને ભૂલી જવાનું અને તેમની વાણીને “આંબી જાય' એવી શ્રીમદ્ વાણીને વાગોળવાનું-આચરવાનું કેમ કહે છે ? શ્રીમદ્માં મહાત્મા ગાંધીને સર્જવાની ક્ષમતા કેમ વ્યક્ત કરે છે? આ અને આવા પ્રશ્નો - સ્વાભાવિક ઊઠતા પ્રશ્નો-ઊંડું ચિંતન માગે છે. પ્રથમ ગુજરાતને તેઓ કદાચ એટલા માટે મૂકતા જણાય છે કે એક તો દીદીએ ગુજરાત નિકટ (આબુ) વસીને ગુજરાતને બિરાદરી વગેરે અનેકરૂપે પોતાનું પ્રથમ કાર્યક્ષેત્ર બનાવ્યું અને બીજું ગુજરાતની આધ્યાત્મસત્ત્વ ભરેલી સંસ્કૃતિ પોતાના જ સંત-સુપુત્રોને ભૂલી તો નથી રહી? આવી આશંકાથી તેમને શ્રીમદ્ જેવા, એક નાનકડા વર્ગથી બહાર, વ્યાપક વિશાળ ગુજરાત જીવનમાં, કંઈક વિસ્મૃત કે ઉપેક્ષિત જણાયા ૧૫૪ રાજગાથા Page #169 -------------------------------------------------------------------------- ________________ તે લાગે છે. શ્રીમદ્ જેવા પોતાના જ હીરાની ગુજરાતની વિશાળ પ્રજાને ખબર, ઓળખ, કદર છે ખરી ? - અહીં વિસ્મૃત શ્રીમદ્જીને વ્યાપકરૂપે યાદ કરાવવા-વિચારવા-વાગોળવાઅપનાવવાની હિમાયત જ્યારે દીદી કરે છે ત્યારે તેઓએ વિવેકાનંદને ઓછા આંક્યા નથી. અહીં કોઈને ય ઓછા આંકવાની વાત જ નથી ! શ્રીમન્ને નિજાનુભવથી (માત્ર પુસ્તકોથી નહીં !) આત્મસાત્ કરીને, શ્રીમદે પોતે ઝંખેલી અને કરવા ધારેલી આધ્યાત્મિક ક્રાન્તિ’ને સ્વયં સાકાર કરવા જઈને, દીદી તેમને “મારા શ્રીમદ્ કહીને કેટલા આત્મીય ભાવથી બિરદાવે છે અને ગુજરાતની પ્રજા પર રહેલા તેમના મોટા ત્રણ'ની યાદ અપાવે છે ! આમ કરવાના તેમના ઉપક્રમમાં તેમણે ન તો વિવેકાનંદને ઓછા આંક્યા છે, ન તેમની તુલના કરી છે. કૃષ્ણમૂર્તિની જેમ વિવેકાનંદને પણ રાજચંદ્રની તુલનામાં નહીં, પણ પોત પોતાની સ્વયં સ્થાનની ગરિમામાં રાખ્યા છે, મૂક્યા છે. સૌ પોતપોતાને સ્થાને Unique રૂપે છે. વિમલાદીદીમાં અહીં ભારોભાર વિવેક છે. સમગ્રતાના સાધક-ઉપાસકમાં સ્પષ્ટ વિવેક દૃષ્ટિ હોય છે. શ્રીમદ્ભા શબ્દોમાં – જ્યાં જ્યાં, જે જે, યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં, તે તે, આચરે, આત્માર્થી જન એહ.” (“આત્મસિદ્ધિ') બીજું, આવા વિવેકવાન વિમલાદીદી – વિમલાનંદ'-ની વિવેકાનંદ પ્રત્યે કોઈ ઓછી આસ્થા, ઓછી સદ્ભાવના છે? સ્વામી વિવેકાનંદ સ્મૃતિ-સ્પર્શના અને ગરિમા પોતાના (વિવેકાનંદ-મિત્ર એવા) નાના પાસેથી ગળથુથીમાં પામનાર, બાર વર્ષની ઉંમરે ‘વિવેકાનંદ મંડળ” સ્થાપી તેમના વિચારો પ્રસરાવનાર, વિવેકાનંદજીના ઉપકારક ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસનો (‘ઠાકુર'નો) અંતર-સંપર્ક રાખનાર વિમલાદીદી જેવા રવયં જ ડંકાની ચોટ પર અનેકવાર શ્રીમદ્ રાજચંદ્રજીને બિરદાવતા પૂર્વોક્ત વિધાનો કરે (જેના અનેક સમર્થ પ્રમાણો આ લેખક પાસે છે) ત્યારે તેની પાછળના રહસ્યો ને કારણો શા હશે ? એ સર્વ વિવેકીજનો માટે વિચારણીય છે. શું ‘નાત્મવત્ સર્વભૂતેષુને સહજ-સર્વદા અપનાવનાર, સર્વ ભૂતોમાં સમદર્શન કરનાર બે સંતોમાં-એ સંતોના આત્મસ્વરૂપોમાં – અભેદ ન જોતા હોય? “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે'ની ઉપરોક્ત વિવેકદ્રષ્ટિ અનુસાર ગુજરાતની પ્રજા સમક્ષ ગુજરાતના જ વિસ્મૃત સુપુત્ર રાજચંદ્રજીને આગળ ધરે તેમાં બીજા સંતને તરછોડીને ભૂલી જવાની કે ઓછા ગણવાની વાત ક્યાં આવી ? દીદીના આવા અભિગમ કે હાર્દને સમજ્યા વિના તેમના વિષે જલ્દી અભિપ્રાય આપી દેવો, કે પોતાના અલ્પ શ્રીમદ્રસાહિત્ય, વિમલાદીદી અને ગુજરાત ૧૫૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ કે અપૂર્ણ જ્ઞાન છતાં પોતાના અભિમત-અભિનિવેશનો આગ્રહ રાખવો એ પોતાના પૂર્વગ્રહીત મન (conditioned Mind)નું, ખુલ્લાપણાના (Openmindedness) અભાવનું પરિચાયક નથી ? આથી દીદીના કથન માટે આ અને આવા અનેક સંદર્ભોમાં આ લખનારના ઓગસ્ટના ‘બિરાદર'માંના લેખના સમાપનના અનુસંધાનમાં “શ્રીમજીનું અને તેમના સાહિત્યનું માહાભ્ય હજુ તો વ્યક્ત થવું શેષ છે” આ સ્મૃતિ આપીને પુનઃ વિનમ્રપણે પૂછવાનું કે વિવેકાનંદને તો ગુજરાતે-આપણે પૂરતા જાણ્યાં, યાદ કર્યા પણ ગુજરાતના જ શ્રીમદ્ઘ ગુજરાતના યુવકોએ જનસમાજે કેટલા જાયા ?* દીદીના જે અવતરણ-ચિહ્નમાં મહત્વ આપવા મૂકાએલ યુગસંદેશને દીદીની આધ્યાત્મિક ક્રાન્તિની ભાવનાના અનુસરણમાં તદનુસાર અમલમાં મૂકવા ક્યારથી યે અમારા થોડા વિનમ્ર પ્રયત્નો ચાલ્યા છે. આ શ્રૃંખલામાં “મોક્ષમાળા'ની શ્રીમદ્ કૃતિ પર હંપી કર્ણાટકના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ પર પ્રથમ શિબિર યોજાયો. એ પછી પંચભાષી પુષ્પમાળા'ની પોકેટ બૂકોનું મુદ્રણ-પ્રકાશન ચાલ્યું, જેની ગુજરાતીહિન્દી-અંગ્રેજી પુસ્તિકાઓ તો (નામના મૂલ્ય) તૈયાર અને ઉપલબ્ધ છે.* અન્ય ભાષાઓમાં તે મુદ્રણાધીન છે. અન્ય અનેક શિબિરો, સી.ડી. નિર્માણો વગેરે દ્વારા પણ આ સર્વ સતત ગતિમાન છે. અમારા પરિચયમાં આવનારા અનેક નવયુવકો આ સર્વથી નહીં જાણેલું જાણી રહ્યાં છે - ગુજરાતમાં, ભારતમાં અને ભારત બહાર. પરંતુ અહીં આવા જાગી રહેલા નવયુવકો, નવી પેઢીની કે વિશાળ જનસમાજની વાત બાજુએ રાખીએ, આપણા વિચારશીલ ને વંદનીય કર્મઠ કાર્યકર્તાઓ, વિચારકો, અહીં ઉલ્લેખ કરેલા સુજ્ઞ વિચારવાન પત્રલેખકોએ પણ શ્રીમનું સ્વયં લિખિત સાહિત્ય કેટલું વાંચ્યું-વિચાર્યું? શ્રીમદ્ વિષે પંડિત સુખલાલજીનાં “દર્શન અને ચિંતન’: “શ્રીમદ્ રાજચન્દ્ર-એક સમાલોચના', “શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ્', “શ્રીમદ્ રાજચન્દ્ર અને ગાંધીજી' વગેરે, ડો. ભગવાનદાસના “અધ્યાત્મ રાજચંદ્ર; સહજાનંદઘનજી (ભદ્રમુનિ)ના ‘તત્વવિજ્ઞાન”, “ઉપાસ્યપદે ઉપાદેયતા'; વિમલાતાઈના અપ્રમાદયોગ, પર્યુષણ પ્રસાદી, Yoga of silence, “સપ્તભાષી આત્મસિદ્ધિના પુરોવચનો-પરિશિષ્ટો, ડો. સરયૂ મહેતાના “શ્રીમદ્ગી જીવનસિધ્ધિ', બ્ર. ગોવર્ધનદાસજીના જીવનકલા', શ્રી મુકુલભાઈ કલાર્થીના “આત્મસિદ્ધિશાચ, ડો. રાકેશભાઈ ઝવેરીના શ્રીમદ્ભા ચાર વિવેચન ગ્રંથો, ડો. દિગીશ મહેતા અને * જુઓ આ પુસ્તકનું જ પ્રથમ પ્રકરણ : “શ્રીમદ્ રાજચંદ્રજીને ગુજરાતે જાણ્યા છે?” ૧૫૬ રાજગાથા Page #171 -------------------------------------------------------------------------- ________________ ડો. રમણલાલ શાહનાં લખાણો ઉપરાંત હિન્દીમાં શ્રી ચન્દ્રપ્રભના ‘મારા માવા મિલ ગયા ।' જેવા ભારતમાંથી પ્રસિદ્ધ ગ્રંથો-લખાણો ઉપરાંત વિદેશોમાંથી પ્રકાશિત થઈ રહેલ શ્રીમદ્ સાહિત્ય” આ સર્વમાંથી આપણા ઉપર્યુક્ત પત્રલેખક મિત્રોએ કેટલું, કયું સાહિત્ય વાંચ્યું-વિચાર્યું છે ?” આ પ્રતિ-પ્રશ્ન પૂછવાથી તેમને માઠું તો નહીં લાગે ને ? આમાંથી થોડું પણ જોઈ-ચિંતવી ગયા હોય તો તો ઠીક અને તેમનું પ્રશ્નો કરવાનું સ્થાને છે. એમ ન થયું હોય તો એ સૌને આ બધું વાંચી ચિંતવી ગયા પછી જ પોતાના અભિપ્રાય મૂકવા વિનમ્રભાવે સૂચન કરી શકું ? એ જાણવું સમીચીન થશે કે વિનોબાજી અને બાળકોબાજી બંનેએ ‘શ્રીમદ્ રાજચંદ્ર' બે ગ્રંથો આઘાંત વાંચ્યા. આ લખનારને તે વિષે ચર્ચા વિચારણા કરવા અનેકવાર પ્રત્યક્ષ અને પત્રો દ્વારા તેમજ શ્રીમદ્ પદો ગવરાવતા રહીને અનુગ્રહ કર્યો. શ્રીમદ્ વિષયક બાબાના બાળકોબાજી પરના અદ્ભુત ચિંતનીય પત્રો આ લખનાર પાસે છે, જેને સ્વયંના ઉપયોગ માટે જ રાખવાનો બાબાનો આદેશ રહ્યો ઃ આ પછી પંડિત સુખલાલજી-સહજાનંદઘનજીમલ્લિકજી અને સવિશેષે વિમલાદીદી સાથે તો શ્રીમદ્ સાહિત્ય અનુશીલન ૧૯૬૭ની ઈડર પહાડ પરની સહયાત્રાથી માંડીને તે પછીની અનેક શિબિરોની અને આબુ-ડલહૌસીની અંતર્યાત્રાઓ સુધી ચાલ્યું, જે બધાનો ઉલ્લેખ પૂર્વલેખમાં છે. સંક્ષેપમાં, આ સર્વ મહત્ પુરુષોએ શ્રીમદ્ભુ વિષે એટલું બધું સુગમ, સુદૃઢ અને સુસ્પષ્ટ કરાવ્યું છે કે એ સર્વ આજના અશાંત વિશ્વસમક્ષ મૂકવાનો યુગધર્મ દીદીના પૂર્વોક્ત યુગસંદેશ દ્વારા મળે છે. (“સુખ અને શાંતિ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે.” – શ્રીમદ્ભુ) ઉપર્યુક્ત સર્વ સાહિત્યાદિમાં પંડિત સુખલાલજી અને વિમલાદીદી આ બેનાં પણ શ્રીમદ્-લખાણોનું હાર્દ ગુજરાતી મિત્રોમાં આવે તો ઘણું. કાકા સાહેબ કાલેલકરે જેની ગુજરાતી ભાષાને પણ બિરદાવી અને જેની કાનો-માત્રાની પણ ભૂલ વિનાની સાંગોપાંગ અમરકૃતિ બની તેવી શ્રીમદ્જીની ‘આત્મસિધ્ધિ’ એ માત્ર દર્શનની નહીં, વિશ્વસાહિત્યની કૃતિ છે. તેના સાત ભાષાઓના અનુવાદ સંપાદિત થયા પછી દીદીએ ભાવના વ્યક્ત કરી કે એ ૧૪ ભાષાઓમાં પણ કેમ અનૂદિત ન થાય ? ‘ગીતાપ્રવચનો’ અને ‘ગીતાંજલિ' જેમ એ અનેક ભાષાઓમાં જાય. અને હવે તેમની જ આ ભાવના જાણે સાકાર થવા જઈ રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધીની આધુનિક ભારતીય ભાષાઓના ભાષાંતર ઉપક્રમોમાં કાશ્મીરના ‘આધુનિક લલ્લા' ગણાતા કવયિત્રી શ્રીમતી બિમલા રૈના કાશ્મીરી ભાષામાં અનુવાદ કરવા ‘સપ્તભાષી આ લેખક દ્વારા : 1580, કુમારસ્વામી લે આદિ, બેંગ્લોર-560111 (ફોન 080-26667882) શ્રીમદ્-સાહિત્ય, વિમલાદીદી અને ગુજરાત * ૧૫૦ Page #172 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ' હાલ બેંગલોરની સાહિત્ય અકાદમીની અ.ભા. લેખક પરિષદ વેળા લઈ ગયા છે. દક્ષિણની શેષ તેલુગુ, તમિલ, મલયાલમમાં તેના અનુવાદો સંપન્ન કરાવવાના પ્રયત્નો છે. પ્રાચીન ભાષા પ્રાકૃતમાં તે ભાષાંતરિત કરવા કર્ણાટકના શ્રવણ બેલગોળાની “પ્રાકૃત વિદ્યાપીઠના નિદેશક ડૉ. પ્રેમસુમન જૈન તે લઈ ગયા છે. વિદેશોમાં જર્મનીના એક મિત્ર જર્મન ભાષામાં તેના અનુવાદનો પ્રયત્ન કરી રહ્યા છે. અંગ્રેજીમાં તો સ્વયં ગાંધીજીએ તેનો અનુવાદ પ્રથમ કરેલો (બીજાઓએ પછી !) જે પાછળથી લંડનની બસમાં જતાં ખોવાઈ ગયેલો ! આ બધું સૂચવે છે કે શ્રીમદ્રકૃતિ “આત્મસિધ્ધિમાં કેટલી વિશ્વવ્યાપકતા, કેટલી ક્ષમતા, કેટલી પ્રાણશક્તિ ભરી છે ! એને શું વિશ્વ બહારના નોબેલા પ્રાઈઝની જરૂર છે ? ગુરુદેવ રવીન્દ્રનાથની ગીતાંજલિ'ને વિશ્વના નોબેલ પ્રાઈઝ મળવાના પહેલાં બંગાળના જ વિદ્વાનોએ તેને શું પુરસ્કાર આપેલો એ જાણ છે? ગુરુદયાળ મલ્લિકજીના શાંતિનિકેતન-ઘટના જ્ઞાનના આધારે કહીએ કે બંગાળના જ એ વિદ્વાનોએ ગુરુદેવને ગીતાંજલિ નોબેલ પ્રાઈઝ જાહેરાત પૂર્વે પ્રથમ “જોડાનો હાર” આપ્યો હતો અને નોબેલ પ્રાઈઝ પછી આપેલો ફુલોનો હાર ! - જે ગુરુદેવે “શે પાદર ગામા ન છાને” (એ મણિહાર મને ન શોભે, મારે ન જોઈએ) , કહી નકાર્યો હતો, ને એ સારીએ ઘટના પર દૂર બેઠેલા શાયર ઈકબાલે આવો પ્રતિભાવ ત્યારે આપ્યો હતો : “ ગોર ! તૂ ક્યોં હિન્દ મેં પૈ દુઆ ? યહાં તો રિયા--હા , नाकद्रियों की लहर है; शायर-हिन्दोस्ताँ होना, खुदा का कहर है !" પણ ગુજરાત કૃતજ્ઞ છે, આવું કૃતન નહીં. શ્રીમદ્જીની ચિરંતન કૃતિઓનું એ મૂલ્યાંકન કરશે જ કરશે, એને અવશ્ય અપનાવશે. દીદીની આવી શ્રદ્ધામાં આપણો પ્રાર્થના સૂર ભેળવી, શ્રીમદ્ સાહિત્યના અનુશીલન અધ્યયનનો અભિગમ કેળવીએ, સંકલ્પ કરીએ તેમાં તેમની વિભૂતિપૂજા કે વ્યક્તિપૂજા નહીં, સત્સાહિત્યની સર્વોપકારક અનુમોદના છે, અભિવંદના છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ II (પ્રકાશિત ‘બિરાદર’ સપ્ટેમ્બર, ૨૦૦૯) મક નોંધ: જે શ્રીમદ્ સાહિત્ય, અભ્યાસી મિત્રોને જોઈએ તે આ લેખક દ્વારા (ગુજરાતમાં અગાસ આશ્રમી) માત્ર ટપાલખર્ચ ઈ. મોકલી મેળવી શકશે. પંચભાષી પુષ્પમાળા' સૌ માટે ભેટ તૈયાર છે. ૧૫૮ રાજગાથા. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૨૧ એક વિવેકહીન વિદ્વાને શ્રીમદ્જીનો જડબાતોડ જવાબ મોરબી, ચૈત્ર વદ ૦)), ૧૯૫૫ આ ભારતવર્ષની અધોગતિ જૈનધર્મથી થઈ એમ મહીપતરામ રૂપરામ કહેતા, લખતા. દશેક વરસ પર અમદાવાદમાં મેળાપ થતાં તેમને પૂછયું : પ્ર.-ભાઈ, જૈનધર્મ અહિંસા, સત્ય, સંપ, દયા, સર્વ પ્રાણીહિત, પરમાર્થ, પરોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિર્બસનતા, ઉદ્યમ આદિનો બોધ કરે છે ? (મહીપતરામે ઉત્તર આપ્યો) મ. ઉ. - હા. પ્ર.- ભાઈ, જૈનધર્મ હિંસા, અસત્ય, ચોરી, કૂરતા, સ્વાર્થપરાયણતા, અન્યાય, અનીતિ, છળકપટ, વિરુદ્ધ આહારવિહાર, મોજશોખ, વિષયલાલસા, આળસ, પ્રમાદ આદિનો નિષેધ કરે છે ? મ. ઉ.-હા. પ્ર-દેશની અધોગતિ શાથી થાય ? અહિંસા, સત્ય, સંપ, દયા, પરોપકાર, પરમાર્થ, સર્વ પ્રાણીહિત, ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ સાદાં આહાર-પાન, નિર્બસનતા, ઉદ્યમ આદિથી કે તેથી વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થપટુતા, છળકપટ, અન્યાય, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીરમનને અશક્ત કરે એવાં વિરુદ્ધ આહાર-વિહાર, વ્યસન, મોજશોખ, આળસપ્રમાદ આદિથી ? મ.ઉ.-બીજાંથી અર્થાત્ વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, પ્રમાદ આદિથી. પ્ર.-ત્યારે દેશની ઉન્નતિ એ બીજાંથી ઊલટાં એવાં અહિંસા, સત્ય, સંપ, નિર્બસનતા, ઉદ્યમ આદિથી થાય ? મ.ઉ.-હા. પ્ર.-ત્યારે “જૈનધર્મ દેશની અધોગતિ થાય એવો બોધ કરે છે કે ઉન્નતિ થાય એવો ? મ.ઉ.-ભાઈ, હું કબૂલ કરું છું કે જેનધર્મ' જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનોનો બોધ કરે છે. આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્વક મેં વિચાર કર્યો ન હતો. અમને તો નાનપણમાં પાદરીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું, લખી માર્યું. મહીપતરામે સરળતાથી કબૂલ કર્યું. સત્યશોધનમાં સરળતાની જરૂર છે. સત્યનો મર્મ લેવા વિવેકપૂર્વક મર્મમાં ઊતરવું જોઈએ. (- શ્રીમદ્ રાજચંદ્ર : વચનામૃત : ઉપદેશ નોંધ પૃ. ૬૬૬) એક વિવેકહીન વિદ્વાને થીમજીનો જડબાતોડ જવાબ ૧૫૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિઃ શ્રી જિનેશ્વર મહિમાના મહાગાયક શ્રીમજી “શ્રીમદ્ રાજચંદ્રજીના લખાણોમાંથી “શ્રી જિનેશ્વર મહિમા' નામનું સુંદર પુસ્તક તમે સંકલિત કરી રહ્યા છો તે બદલ મારા અંતરના આશીર્વાદ છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ સંક્ષેપમાં ઘણું કહી દીધેલ છે. તેમણે મુમુક્ષુઓ પર જે પત્રો લખ્યા છે તેમાં બિંદુમાં સિંધુ સમાવી દીધેલ છે. શ્રી જિનેશ્વરદેવનો મહિમા શ્રીમજીએ ખૂબ ગાયો છે. પોતાની અપૂર્વ એવી ભાવવાહી અને પ્રશાંતવાહી શોલીમાં તે મહિમા ગાતાં તેમણે પોતાનો અપૂર્વ નમ્રભાવ તેમાં દર્શાવ્યો છે.” ! - પ્રભાવક પ્રવચનકાર, સૌરાષ્ટ્ર કેશરી, પૂ. મુનિરાજ શ્રી ભુવનવિજયજી ગણિ (આ. ભુવનરત્નસૂરિ), લેખક, આનંદઘનજી સ્તવન ચોવીસી વિવેચન, “પ્રશાંત વાહિતા”, (શ્રી જયંતીલાલ પોપટલાલ શાહના સંકલન “શ્રી જિનેશ્વર | મહિમા'ને આશીર્વચન). સારાય વિશ્વ ઉપર જે શ્રી જિનેશ્વરદેવોનો અપૂર્વ-અનુપમ ઉપકાર છે તે શ્રી જિનેશ્વર દેવોના મહિમાનું શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્યના આધારે શ્રીમ પરમતારક શ્રી જિનેશ્વર દેવ પ્રત્યે પ્રસંગે પ્રસંગે ઉચ્ચારેલા ભક્તિભર્યા શબ્દોના સંગ્રહરૂપ “શ્રી જિનેશ્વર મહિમા' નામનું પુસ્તક તૈયાર કરી રહ્યા છો તેથી આનંદ. તમારા આ સુપ્રયત્નના ફળરૂપે જીવો સંસારના ભાવોથી ઉદાસીન બની શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે ભક્તિસભર બને એ જ અભિલાષા.” - આત્માર્થ માર્ગના પ્રેરણાદાતા પૂ.મુનિશ્રી મિત્રાનંદવિજયજી મહારાજ શ્રીમદ્ભા આંતર વૈભવની ઝાંખી : શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનમાં તત્ત્વનિષ્ઠા અને ધર્મનિષ્ઠાની સોહામણી અને વિરલ ફૂલગુંથણીનાં આફ્લાદકારી દર્શન થાય છે. xxx શ્રીમદ્ભી જ્ઞાનસાધનાની ભૂમિકા કેટલી ઉચ્ચ હતી અને એમાં એમણે કેટલી સિધ્ધિ મેળવી હતી, એનો વિચાર કરતાં સાચે જ, હેરત પામી જવાય છે. xxx એમને તો જ્ઞાની કે આત્મજ્ઞાની જ કહેવા જોઈએ. “ભક્તિની ઉપયોગિતા સમજાવતાં શ્રીમદ્ કહે છે કે – “શુભ શીતળામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિન ભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. “ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સપુરુષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.” - શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ (શ્રી “જિનેશ્વર મહિમા'ની પ્રસ્તાવના) ૧૦. રાજગાથા Page #175 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉપાસ્યપદે ઉપાદેયતા (ઉપાસ્યપદે ઉપાદેયતા અંતર્ગત) શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - સ્વલ્પ પરિચય લેખક : સહજાનંદઘન - હંપી જૈનો, શૈવો અને વૈષ્ણવોનું પ્રાચીન તીર્થધામ આ હંપી - વર્તમાન મૈસુર રાજ્ય બેલ્લારી જિલ્લામાં ગુંટકલ-હુબલી રેલ્વે લાઈનના હોસ્ફેટ સ્ટેશનથી કેવળ છ માઈલ દૂર પૂર્વોત્તર ખૂણે વસેલું છે. (આવવા-જવા માટે એસ.ટી. બસ સર્વિસની પુરતી સગવડ છે) પાકી સડક, હરિયાળાં પ્રદેશ અને ઐતિહાસિક પુરાતત્વ સામગ્રી વિશ્વભરના યાત્રિકોને અહીં ખેંચી લાવે છે. આ આશ્રમનો પરિચય પ્રાપ્ત કરવા માટે આ ભૂમિનો પણ પરિચય પ્રાપ્ત કરવો અનિવાર્ય છે. એના પરિચયમાં એની ઐતિહાસિકતા જાણવા લાયક હોવાથી સર્વપ્રથમ એ અત્રે રજુ કરાય છે. આ ભૂમિનો ઈતિહાસ : “આજથી પ્રાયઃ ૧૧,૮૬,૪૯૩ વર્ષ પૂર્વે જ્યારે વીસમા તીર્થંકર ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી આ ભરતક્ષેત્રમાં જ્ઞાન-ગંગા વહેવડાવી ભવ્ય કમલોને વિકસાવતા હતા ત્યારે તેમના અનુયાયી વર્ગમાં વિદ્યાધરો પણ સારી સંખ્યાએ સમ્મિલિત હતા. તે વિદ્યાધર વર્ગમાંના વિદ્યાસિદ્ધ રાજાઓ પૈકી રામાયણપ્રસિદ્ધ વાલી-સુગ્રીવ જ્યાં રાજ્ય કરતા હતા અને તેઓની રાજધાની જે કિષ્કિન્ધાનગરી કહેવાતી હતી - તે જ આ વિદ્યાધર ભૂમિ.’’ અહીંની પહાડી શિલામય શિખરમાળાઓમાંના કેટલાક શિખરોના ઐતિહાસિક નામો - ઋષ્યમૂક, ગંધમાદન, માલ્યવન્ત આદિ પુરાતત્વ સંશોધકોને મૂક આહ્વાન આપી રહ્યાં છે. અંતિમ તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના શાસનકાળમાં ઈ.સન્ની ચોથી સદી પૂર્વે અહિ આંધ્રવંશી રાજાઓ રાજ્ય કરતા હતા. તે પછી ચોથી સદીમાં કદમ્બવંશી રાજાઓએ રાજ્ય કર્યું, જેઓ જૈનધર્માનુરાગી હતા. તેમના તત્કાલીન શહેરો પૈકી ઉચ્ચશૃંગ શહેર હતું, કે જેના અવશેષો બેલ્લારી જિલ્લાના હરપનહલ્લી તાલુકામાં છે. ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - સ્વલ્પ પરિચય ૧૬૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ હરપનહલ્લી ગામથી ૧૬ માઈલ દૂર અનજીગામથી પ્રાપ્ત એક શિલાલેખમાંથી એમ જાણવા મળે છે કે અહીંના કરો અને કાંચીના પલ્લવોનું પરસ્પર ભીષણ યુદ્ધ થયું હતું. છઠ્ઠી સદીના મધ્ય ભાગમાં ચાલુક્યવંશી રાજા કીર્તિવર્મને આ ભૂમિ પોતાને અધીન કરી હતી. આ ચાલુક્યવંશી રાજાઓને, પહેલેથી જૈન હોઈ પાછળથી બાહ્યપરિસ્થિતિવશ શૈવ બનવું પડ્યું હતું. તે પછી દશમી સદીના પ્રારમ્ભ પર્યત રાષ્ટ્રકૂટ રાજાઓએ અહીં રાજ્ય કર્યું. દશમી સદીના ત્યાર પછીના સમયમાં ગંગવંશી અને અગિયારમીમાં પશ્ચિમી ચાલુક્યવંશી રાજાઓ અહીં સત્તાધીશ રહ્યા. ચાલુક્યવંશી રાજા તૈલ-દ્વિતીયના શિલાલેખ હરપનહલ્લીની આસપાસના ‘ભાગલી” અને “કોગલી' ગામોના જિનાલયોમાં ઉપલબ્ધ છે. વળી કોગલીજિનાલયમાં હોય સાલવંશી રાજા વીરરામનાથના પણ બે શિલાલેખ વિદ્યમાન છે. કાલાન્તરે ભારતમાં ઉત્તર સીમાડેથી મુસલમાનો પ્રવેશ્યા. તેઓ ઉત્તર વિભાગથી ભારત ઉપર આધિપત્ય જમાવતા-જમાવતા યાવત્ અહીંની તુંગભદ્રા નદીના ઉત્તર કિનારા પર્યત પહોંચી આવ્યા. નદીની ઉત્તરીય સીમામાં આવેલા આનેગુંદી રાજ્યના કે રાજા જમ્બુકેશ્વર અને મહમદબીન તુઘલખ અને તેના સેનાપતિ મલ્લિક કાફિરે સન્ ૧૩૧૦માં હરાવી તે રાજ્ય હડપી લીધું. આવા કપરા કાળમાં તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારાથી માંડી કન્યાકુમારી પર્વતના હિન્દુ રાજાઓ સ્વબચાવ અર્થે સંગઠિત થઈ યદુવંશી હુક્કરાયને મંડલેશ્વર બનાવી જાગરૂક રહ્યા અને સન્ ૧૫૫ પર્યત મુસલમાનોને આ તરફ પ્રવેશવા ન દીધા. હુક્કરાય નિઃસંતાન હતો. તેથી તેણે પોતાના અનુજ બુક્કરાયને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો. આનેગુંદી નરેશ જબુકેશ્વરની પુત્રી ગૌરાંદેવી સાથે બુક્કરાય પરણ્યો હતો, તેની સંતાન પરિપાટી ચાલી. એ બંને ભાઈઓ વિદ્યારણ્ય સ્વામીના ભક્ત હતા. સ્વામીજી સુવર્ણસિદ્ધિ જાણતા - હતા. તેમની કૃપા પ્રાપ્ત કરી એ બંધુયુગલે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. સન્ ૧૩૩૬માં ૬૦ માઈલના ક્ષેત્રફળ વિસ્તારવાળું વિજયનગરનું નિર્માણકાર્ય પ્રારંભાયું. તે પહેલાં અહીં હેમકૂટને અડીને ઉત્તરીય ખીણમાં હેપી ગ્રામ અને દક્ષિણે ૧૨ રાજગાથા Page #177 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણપુરમ ગામ હતાં. હેમકૂટ તથા ચક્રકૂટ નામના બે જૈન તીર્થો પણ હતા તથા નદીપાર ભોટ-જૈન તીર્થ હતું. આ ત્રણે તીર્થો દિગમ્બર સંપ્રદાયને અધીન હતા. દિગમ્બર જૈન ભટ્ટારકોના મઠ પણ હતા. રાજા બુક્કરાયના સમયમાં ત્રીજો એડવર્ડ ઈંગ્લેન્ડની ગાદીએ હતો. બુક્કરાયની પાટે હરિહર દ્વિતીય અને તેની પાટે રાજા દેવરાય પ્રથમ રાજ્યારૂઢ થયા. તે અરસામાં આ નગરનિર્માણ સારી પેઠે વિસ્તરી ગયું હતું. આ સામ્રાજ્યના સિંહાસન ઉપર કેટલાક કાળ પછી રાજા કૃષ્ણદેવરાય વીસ વર્ષની ઉંમરે બિરાજ્યા. એ મહાન્ પરાક્રમી સર્વધર્મસમસ્વભાવી અને ઉદાર હતા. સર્વધર્મ સંરક્ષણને લગતા એના શિલાલેખ અદ્યાપિ અહીં વિદ્યમાન છે. સન્ ૧૫૦૯ થી ૧૫૨૯ સુધીના એના શાસનકાળમાં આ સામ્રાજ્ય ખૂબ વિસ્તર્યું. વર્તમાન મૈસુર રાજ્ય, આંધ્ર રાજ્ય, તમિલનાડુ તથા મહારાષ્ટ્ર અને કેરલનો કેટલોક મુખ્ય ભાગ એ બધા આ રાજ્યના જ અંગો હતાં. ઓરીસ્સા નરેશ એનો ખંડિયો હતો. સંરક્ષણ ખાતાઓમાં ૧૦ લાખ સૈનિકો હતા તેમાંથી 3 લાખનું લશ્કર આ વિજયનગરની છાવણીમાં રહેતું. અહિ પાટનગરમાં નાગરિક જન સંખ્યા વધુ ૧૬ લાખથી અધિક બતાવવામાં આવે છે. આ રાજાને સોનાથી તોળવામાં આવતો અને તેનું દાન થતું. તેના સ્મૃતિચિન્હ રૂપે પથ્થરનો વિશાળ કાંટો (‘તુલાભાર”) આજે વિદ્યમાન છે. એના સમયે આઠમો હેનરી ઈંગ્લેન્ડની ગાદીએ હતો. ઘણા વિદેશીઓએ આ નગરના દર્શન કર્યાના ઉલ્લેખ મળે છે. ત્યારપછી આ સામ્રાજ્યના સિંહાસન ઉપર અચ્યુતરાય અને પછી અંતિમ હિન્દુ રાજા સદાશિવરાય આવ્યા. સદાશિવરાવ ઘણો નબળો હતો. એની નબળાઈનો ઘણો લાભ લેવા મુસલમાન નવાબો આપસી વિખવાદ ટાળીને એકત્ર થયા. બીજાપુરનો અલિ આદિલશાહ, અહમદનગરનો નિઝામ શાહ, બિદરનો બહાદુરશાહ ગોળકૉન્ડાનો કુતુબશાહ અને બીદરનો ઉમ્મદશાહ એ પાંચે મળીને વિજયનગર સામ્રાજ્યના સૈન્યનો કચ્ચરઘાણ વાળ્યો. પ્રજાને લૂંટી અને આ નગરને ખેદાન મેદાન કર્યું. નગરના સ્થાપત્યોને તોડતાં લગભગ છ માસ લાગ્યા હતા. પ્રજાજનો બિચારા કેટલાય લાખની સંખ્યાએ રહેંસાઈ ગયા ! લાખો મહાલયો અને હજારો મંદિરોને તોપગોળે ઉડાવ્યા !! એ નગરની વૈભવ સમ્પન્નતાની ગુણગાથા સંભળાવતા સેંકડો જિનાલયો, સેંકડો શિવાલયો, અનેક વિષ્ણુ-ગણપતિ મંદિરો, હજારો ગુફાઓ, સેંકડો બજારો, હજારો ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - સ્વલ્પ પરિચય ૧૩ Page #178 -------------------------------------------------------------------------- ________________ મહાલયો તથા કોટ-કિલ્લાઓના ધ્વસાવશેષો અહીંની પહાડી શિખરમાળાઓ તથા સમતલ ભૂમિમાં વિસ્તારથી વિખરાયલા અદ્યાવધિ પ્રત્યક્ષ જોવાય છે. ઉક્ત ધ્વસાવશેષોનું યત્કિંચિત્ શબ્દચિત્ર આ પ્રમાણે છે : ૧. જૈનતીર્થ - હેમકૂટઃ આ એક જ પઢવી શિલામય નજીવી ઉંચાઈવાળું શિખર છે, જેની ચારે તરફ વિશાળ કિલ્લો અને પૂર્વાભિમુખી બે ઉત્તુંગ પ્રવેશદ્વાર છે. એમાં સેંકડો જિનાલયો ભગ્ન-અભગ્ન અવસ્થાએ વિધમાન છે, પરંતુ એકેય જિનબિમ્બ બચ્યું નથી. તેમાંના કેટલાક જિનાલયોને શિવાલયો તથા શૈવમઠ રૂપે ફેરવી દેવામાં આવ્યાં છે. કેટલાંક ખાલીખમ ઉભાં છે, જ્યારે કેટલાંક તળીયાઝાટક કરી દેવાયાં છે. શવો દ્વારા જિનાલયોના દ્વાર ઉપરનાં મંગલ જિનબિમ્બો ઘસી દેવાયાં છે અને તેને સ્થાને અન્ય આકૃતિઓ પણ કોતરાઈ ગઈ છે. શિલાલેખો ઘસી દેવાયાં છે તે પૈકી એક પુઢવીશિલામાં કોતરાયલા શિલાલેખમાં “ૐ નમો પાર્શ્વનાથાય”. આ આદિ વાક્ય વાંચી શકાય છે. વર્ષાકાળે એની ધોવાયલી માટીમાંથી સોનું શોધી મજૂરી મેળવતા મજૂરો નજરે જોયા છે. આ કારણથી જ આ શિખરનું સાર્થક નામ - હેમકૂટ પ્રચલિત છે. હેમકૂટના ઉત્તરીય ભાગને અડીને તલેટી વિભાગમાં કોટ-કાંગારાથી સુસજજ વિશાલકાય પંપાપતિ શિવાલય આવેલું છે, જેનું પૂર્વાભિમુખી પ્રવેશદ્વાર-ગોપુરમ્ ૧૧ માળનું એકસો પાંસઠ ફીટ ઉંચું છે તથા ઉત્તરાભિમુખી પ્રવેશ દ્વાર તેનાથી નાનું છે. આ મંદિરનું બાંધકામ ત્રણ તબક્કે થયેલું જણાય છે. સંભવ છે કે નગર નિર્માણ પૂર્વે આ શ્રી ચંદ્રપ્રભ જિનાલય હોય અને નગર નિર્માણ બાદ વિદ્યારણ્ય સ્વામીની પ્રેરણાથી અમુક ફેરફારોપૂર્વક શિવાલય રૂપે ફેરવી દેવાયું હોય. આ શિવાલયની પૂર્વ દિશામાં પ્રાચીન ઝવેરી બજારના ખંડેરો બે શ્રેણિએ વિદ્યમાન છે, તે તથા મંદિરની ઉત્તર દિશામાં આવેલા ખંડેરોને વ્યવસ્થિત કરી દુકાનો, હૉટલો, ધર્મશાળાઓને અંતે મકાનો રૂપે ફેરવી, તેમજ બીજા પણ નૂતન મકાનો બાંધી છેલ્લા પાંત્રીસ વર્ષથી તપી ગ્રામનો પુનર્વસવાટ ચાલુ છે. ગામને ઉત્તર કિનારે બારમાસી પ્રવાહવાળી તુંગભદ્રા નદી અસ્મલિત પ્રવાહે પ્રવહે છે. ૨. જૈનતીર્થ ચક્રકૂટ ઃ ઉક્ત નદીનો પ્રવાહ પંપાપતિ શિવાલયથી અર્ધા માઈલ આગળ વધ્યા પછી ઉત્તરાભિમુખ વળાંક લે છે. ત્યાં એ જલપ્રવાહમાં ચક્ર-ભ્રમર પડે છે. એથી એને અડીને પૂર્વ દિશામાં જે શિખર છે તેને ચક્રકૂટ કહે છે. એના ૧૬૪ રાજગાથા Page #179 -------------------------------------------------------------------------- ________________ નદી તરફના વિભાગમાં કેટલાક જિનાલયોના ખંડેરોની વિખરાયેલી વિસ્તૃત સામગ્રી નજરે જોવાય છે. નદીના ત્યારપછીના પૂર્વોત્તરીય વળાંક આગળ એ ચક્રકૂટ ઉપર વિશાલ મંડપોનું ગ્રુપ છે. તે જિનાલયોનું જ ખંડેર છે. નીચે કેટલાક અજેના અવશેષો પણ પાછળથી બનાવેલા વિધમાન છે. આ શિખરના વાયવ્ય ખૂણે ખીણના ઉપલા ભાગના ચાલુ રસ્તાને અડીને જૈનમંદિરોનું ગ્રુપ છે. આ તમામ વિધમાન જિનાલયોના જૈન બોર્ડને અજેનરૂપે ફેરવી દેવાયાં છે. શિલાલેખો ઘસીને નષ્ટ કરાયાં છે. આ ચક્રકૂટનો નદી તરફનો વિભાગ અતિ વિકટ છે માટે જ અહીંના ત્રણેય જૈન તીર્થોનો ઉલ્લેખ જેમાં છે તે શ્વેતામ્બર-દિગમ્બર ઉભય સંપ્રદાયને માન્ય અતિપ્રાચીન સ્તોત્ર “સમજ્યા”માં કહ્યું છે કે : “कर्णाटे हेमकूटे विकटतरकटे चक्रकूटे च भोटे ॥ श्रीमत्तीर्थंकराणाम् प्रतिदिवसमहं तत्र चैत्यानि वन्दे ॥" શબ્દાર્થ : કર્ણાટક દેશમાં હેમકૂટ, વિકટતર કટિભાગવાળો ચક્રકૂટ તથા ભોટએ ત્રણ જૈન તીર્થક્ષેત્રો છે, ત્યાં રહેલા શ્રીમાનું તીર્થંકરદેવોના દૈત્યોની હું પ્રતિદિવસ વંદના કરું છું. ચક્રકૂટની નીચે ઉત્તરાભિમુખી વહેતા જલપ્રવાહને અજૈનો ચક્રતીર્થ કહે છે, અને તેમાં સ્નાન કરી પોતાના ભવોભવના પાપ-તાપ શમાવ્યાનો સંતોષ મનાવે છે. ઉક્ત ચક્રતીર્થ તથા ત્યાંથી જલપ્રવાહે અર્ધો માઈલ દૂર આવેલા પુરંદરદાસ મંડપની વચ્ચે નદી પાર થવા પ્રાચીન પુલના અવશેષરૂપે દેખાતી પથ્થરના થાંભલાઓની હારમાળા જ્યાં જાય છે, તે પણ વિશાલ જિનાલય ખાલીખમ ઊભું છે. તે તથા તેની જોડેની વિશાલ ગુફાઓ, મંડપ-ગ્રૂપો અને ૩૦ એકર મંદિરના હક્કની ભૂમિને એક શેવ સંન્યાસીએ પોતાને આધીન કરી ત્યાં મઠની સ્થાપના આ આશ્રમની સ્થાપના થયા પછી કરી લીધી છે. (૩) જૈન તીર્થ ભોટ : ઉપરોક્ત મઠથી પ્રાયઃ એક માઈલ દૂર ઉત્તરે આવેલી કિલ્લાયુક્ત શિખરમાળાની દક્ષિણ ખીણમાં એક ચોતરફી પગથિયા યુક્ત બાંધેલું વિશાલકાય કુંડ તથા તેની પશ્ચિમે નજીકમાં જ આવેલું બીજું નાનું કુંડ છે જેને શેવોએ ક્રમશઃ પંપાસરોવર તથા માનસરોવરના નામથી પ્રચલિત કર્યા છે તે કંડોને અડીને દક્ષિણ કિનારે ઉપલા વિભાગમાં વિશાલકાય જિનાલયના મંડપોનું ગ્રુપ છે. તેમાંના ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - વલ્પ પરિચય - ૧૫ ૧૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ જિનબિમ્બો ઉદેશ્ય કરી દેવાયાં છે કેવળ એકમાત્ર વિશાલકાય અધિષ્ઠાયિકાદેવીની મૂર્તિ બચી છે. જેના ઉપર “જૈન પદ્માવતી” નામનું બોર્ડ પાંત્રીસ વર્ષ ઉપર હતું - તેવા ખબર મળ્યા છે. તેને હટાવીને તેને લક્ષ્મીજીના નામથી પ્રચલિત કરી એક અજૈન વૈરાગી સાધુએ ત્યાં મઠની સ્થાપના પાંત્રીસેક વર્ષથી કરી છે. મંદિરની પાછળની પર્વતશ્રેણિમાં કેટલીક ગુફાઓ છે તેમાંની એકનું નામ શબરી ગુફા પ્રચલિત કરી તે સ્થાનને શબરી આશ્રમના નામે ઓળખાવે છે. આ સ્થાન એ જ ભૂતકાલીન જૈનતીર્થ ભોટ છે. ભોટ એ એક જાતની પથ્થરની ક્વાલિટીનું નામ છે, તથા પ્રકારની પથ્થરની ખાણ ત્યાં હોય અને પાછળથી એ ખાણને જ બાંધી કુંડો બનાવ્યા હોય તેવી શક્યતા છે તેથી તે ભોટ-પથ્થરની ખાણને લીધે જ તે તીર્થ ભોટ નામે પ્રચલિત થયું લાગે છે; કારણ કે હેમકૂટ તથા રત્નકૂટ એ નામો પણ તે-તે સ્થાને તે-તે વસ્તુની ઉપલબ્ધિને લીધે પાડવામાં આવ્યાં છે. અત્યાર લગીના લેખકોએ આ ત્રણેમાંથી કેવળ હેમકૂટને જ જૈનતીર્થ પણે વર્ણવ્યો છે, પણ બાકીના બંનેનો જૈનતીર્થના નામે ઉલ્લેખ નથી કર્યો. દિગમ્બર સંપ્રદાયના પ્રસિદ્ધ લેખક બ્ર. શીતલપ્રસાદજી લિખિત “મદ્રાસ વપૈસુર પ્રાન્ત વૈ પ્રાચીન જૈન માર' ગ્રન્થમાં પણ અંગ્રેજ લેખકોના અનુસરણને લીધે ઉક્ત ઉભય તીર્થોનું વર્ણન નથી તેનું કારણ એમ જણાય છે કે તે-તે ગવેષકોને અહીં વિશેષ રહેવાનો મોકો નહિ મળ્યો હોય. ચક્રકૂટની પૂર્વ દિશામાં મંદિરો, મહાલયો અને બજારોના ખંડેરો વિપુલ પ્રમાણમાં વિસ્તરેલા વિદ્યમાન છે. તે પૈકી રાજા વિષ્ણદેવરાય કૃત મંદિર અતિ વિસ્તૃત, સુરમ્ય અને કલામય છે. તેમાં પથ્થરનો રથ છે જેમાં હાથીઓ જોડાયેલા છે. બુંદેલખંડમાંના દિ.જૈનોમાં ગજરથ-મહોત્સવની પ્રથા અદ્યાવધિ પ્રચલિત છે તેનું જ આ પ્રતીક છે. ભમતીમાં મંદિરની દિવાલમાં એક નાની દિ. જૈન મૂર્તિ પણ વિધમાન છે. કલાપૂર્ણ સભામંડપમાં એક જ પથ્થરમાં ર થી ૧૬ પર્યત અર્ધવિભાગે ખોદેલા થાંભલાઓ યુક્ત અનેક સ્તંભો છે જેને આસ્ફાલન કરવાથી સપ્ત સ્વરો જુદા જુદા ધ્વનિત થાય છે. હેમકૂટની દક્ષિણ દિશામાં આવેલા વિશાલકાય વિષ્ણુમંદિરને અડીને એક પાકી સડક કમલાપુરમ્ તરફ જાય છે. તેમાં એક માઈલ ચાલ્યા પછી ડાબે હાથે કાચી સડક ફંટાય છે, તેમાં થોડુંક ચાલ્યા પછી જમણે હાથે બાંધેલા કુંડ જેવા ભાગમાં એક વિશાલ જિનાલય વિદ્યમાન છે. પ્રાયઃ એમાં પાણી ભરાયેલું રહે છે. ત્યાંથી ૧૬૬ રાજગાથા Page #181 -------------------------------------------------------------------------- ________________ એકાદ ફર્લાગ આગળ વધતાં કિલ્લામાં પ્રવેશાય છે તેમાંના કેટલાક ખંડેરો ઓળંગ્યા બાદ એક વિશાલ મંદિર કોટ-કાંગરાથી સજ્જ છે તેના કિલ્લાની દિવાલોની અંદરબહાર તથા મૂળમંદિરની દિવાલોની અંદર-બહાર સર્વત્ર રામ-રાવણના યુદ્ધનું તાદૃશ્ય ચિતાર ખોદાયેલું છે. ગભારાની પછીતની બે બાજુની દિવાલોમાં બે જિનબિમ્બ મનોજ્ઞ ખોદાયેલાં છે. તે જૈન મંદિર હોવાના ચિન્હ છતાં રામમંદિરના નામે પ્રચલિત કરવામાં આવ્યું છે. તે મંદિરથી બહાર નિકળતાં આગળના ચોગાનની બંને બાજુએ બે વિભાગે વિજયનગર સામ્રાજ્યના ભૂતકાલીન મહારાજાઓના વિશાળ મહેલો, શસ્ત્રાગારો, અશ્વશાળાઓ, ગજશાળાઓ, પાકશાળાઓ, સ્નાનાગારો, ઉન્નત કિલ્લાઓ આદિના ખંડેરો વિપુલ પ્રમાણમાં વિદ્યમાન છે. વિશેષમાં અહીં લાકડાને બદલે પથ્થરમાંથી કંદારેલા કમાડ પણ હતા, તેનું એક સેમ્પલ બચ્યું છે. ગજશાળાને મ્યુઝિયમ રૂપે ફેરવવામાં આવી છે, જેમાં શ્રી બાહુબલિજીની એક પાંચેક ફીટની ખંડિત ખગ્ગાસન પ્રતિમા તથા બેએક જિનબિમ્બશીર્ષ માત્ર જૈનોનાં અવશેષરૂપે રાખવામાં આવ્યાં છે. બાકી બધી વૈદિક પદ્ધતિની પ્રતિમાઓ વિવિધ દેવતાઓની છે. લશ્કરી માણસો માટે પથ્થરની શિલામાં જ ખોદેલાં થાળી-વાટકાઓ ભોજનપાત્ર રૂપે સંગ્રહિત છે. મ્યુઝિયમ પાસેના ખેતરોમાં પણ કેટલાક જિનાલયોના ખંડેરો છે. ત્યાંથી અને માઈલ દૂર ૧૦ હજારની જનસંખ્યાવાળું કમલાપુરમ્ ગામ છે. તેના નાકેથી કંપલી તરફ જતી સડકે થોડેક દૂર જમણે હાથે એક વૃદ્ધાનું જિનાલય વિદ્યમાન છે. જેની રચના સિંહનિષાદી છે. એને કનડીમાં ગણિગિરિ વસદી કહે છે. તેના પ્રાંગણના દીપસ્તંભ ઉપરના લેખમાં નીચે મુજબ હકીકત છે : “મૂલસંઘ, નંદીશાખા, બલાત્કાર ગણ, સરસ્વતી ગચ્છમાં શ્રી પદ્મનંદી આચાર્ય થયા. (ત્યાર પછી તેમની શિલ્ય પરંપરાના કેટલાક નામ આપ્યા પછી જણાવ્યું છે કે) રાજા બુક્કરાયના પુત્ર હરિહર દ્વિતીય તેના દંડાધિપતિ ચેત્ર તપુત્ર ઈરગ્સ ડેશ કે જેઓ મુનિ સિંહનંદીના પરમ ભક્ત હતા. તેમણે આ.શ્રી કુંથુજિનાલય બનાવ્યું...” આ મંદિરમાં પણ એકેય જિનબિમ્બ નથી. | વિજયનગરના પાન-સોપારી બજારના ખંડેરોમાં એક શિલાલેખ છે તેમાં સન્ ૧૩૪૮માં થયેલા રાજા દેવરાય દ્વિતીય શ્રી પાર્શ્વનાથનું પાષાણમય જિનાલય બનાવ્યાનો ઉલ્લેખ છે. ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - રવા પરિચય Page #182 -------------------------------------------------------------------------- ________________ મ્યુઝિયમની ઉત્તરે પહાડી ખીણના ઉચ્ચ પ્રદેશમાં તથા પંચાયતિ શિવાલયની ઉત્તરે નદી કિનારે કેટલાક જિનાલયોના ધ્વસાવશેષો હોવાના ચિન્હો છે. હમ્પીથી ૧૧ માઈલ દૂર નદીના વહેણના ઉદ્ગમ ભણી વિશાલકાય તુંગભદ્રા બાંધ છે, જેની અપાર જલરાશિ સમુદ્રની ઉપમા પામે છે. વર્ષાકાળે આ તુંભનદ્રાનદીમાંથી પૂર ઉતર્યા પછી ક્વચિત્ હીરા મળી આવે છે. જેને ખરીદવા માટે મદ્રાસના ઝવેરીઓ ચક્કર લગાવતા હોય છે. હેમકૂટની પૂર્વદિશામાં સડકને અડીને ત્રીસેક એકરના વિસ્તારવાળો એક સાધારણ ઊંચાઈ ધરાવતો શિખર છે જેને રત્નકૂટ કહે છે. તેના પૂર્વ છેડે એક ઉના શિખર છે, જેને માતંગપર્વત કહે છે. ઠક્કર ફેરુ કૃત રત્નપરીક્ષા ગ્રન્થમાં રત્નોની ઉત્પત્તિના સ્થાનો દર્શાવતાં “માર્થા પવ્યયે' આ માતંગ પર્વતનો પણ ઉલ્લેખ કરાયેલો છે. એના કટિભાગમાં બે આરપાર ગુફાઓ છે જેમાં ખોદકામ થયાંના ચિન્હો છે. માતંગ શિખરે એક મંદિર અને તેને ફરતા ચારે તરફ મંડપોનું ગ્રુપ છે. મંદિરમાં માતંગયક્ષની મૂર્તિ વિદ્યમાન છે, જેને અજૈનો માતંગઋષિ નામથી પૂજે છે. સંભવ છે કે એ મંદિરમાં સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથની સ્થાપના હોય અને પાછળથી તે અદેશ્ય કરાઈ હોય. રત્નકૂટમાં નવરત્નોની ખાણો હોવાની વાતો પુરાતત્ત્વ અન્વેષકો પાસેથી સાંભળી છે. ચાલુ ડામર રોડથી રત્નકૂટ તરફ વળતાં જમણે હાથે જે શિખર છે તેનો પણ રત્નકૂટમાં જ સમાવેશ છે. જેમાં લંબાયમાન બે મોટી ગુફાઓ તથા કેટલીક નાની ગુફાઓ છે. તે સિવાયના રત્નકૂટના બાકીના હિસ્સામાંના ઉત્તર અને દક્ષિણ છેડે પણ કેટલીક ગુફાઓ છે. એ બધી ગુફાઓમાં ક્યાંક-ક્યાંક ખોદકામ થયાના ચિન્હો છે. વળી એમાં ગુપ્ત માર્ગો પણ છે જે હાલ બંધ છે. આ રત્નકૂટ ઉપર પ્રાકૃતિક ચાર કુંડો, ત્રણેક નાના ખેતરો અને બાકીનો પુઢવી શિલામય વિસ્તાર છે. જેના ઉપર વિ.સં. ૨૦૧૭ના આષાઢ સુદી એકાદશીએ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની સ્થાપના ઘણા જ ઉલ્લાસપૂર્વક યોગાનુયોગે થઈ છે. આ આશ્રમ પ્રાદુર્ભાવના કારણો : આ આશ્રમના પ્રાદુર્ભાવમાં તથા પ્રકારના કર્મોદયે આ દેહધારી મુખ્ય નિમિત્ત બન્યો. મૂળમાર્ગ - આત્મસમાધિમાર્ગમાં પ્રવેશવા, સ્વાનુભૂતિશ્રેણિને વિકસાવવા મથતા એવા કેટલાક ગુણાનુરાગી મધ્યસ્થ મુમુક્ષુઓનો આરાધના-ઉત્સાહ વધારવા ૧૬૮ રાજગાથા Page #183 -------------------------------------------------------------------------- ________________ માટે તથાપ્રકારના પોતાના પ્રેરક પ્રસંગો ક્રમબદ્ધ લિપિબદ્ધ કરવા, માનનીય મુરબ્બી મુમુક્ષુઓનો સસ્નેહ અનુરોધ થવાથી તેમની ભાવનાને સંતોષવા, ક્રમપ્રાપ્ત સ્વસાધકીય જીવનના કેટલાક પ્રેરક પ્રસંગો આ આશ્રમની ઉત્પત્તિમાં શ્રેણિબદ્ધ કારણ બન્યા હોવાથી તેનું શબ્દચિત્ર આ દેહધારી આમ રજુ કરે છે ઃ આ રજુઆત કરવા જતાં પોતાને અભિમાન ન થઈ જાય' આ પથ્યપાલનની અત્યારની પરિણતિઓ એને બરાબર ખ્યાલાત છે. આપવડાઈ વડે આત્મવંચના કરી ભાવિસંસાર વધારવા એ હરગીઝ ઈચ્છતો નથી. પોતાના અલૌકિક અનુભવોનું નિખાલસ કથન એ જો આપવડાઈમાં જ ખતવાતું હોત તો પૂર્વના મહાજ્ઞાનીઓએ તેવી પ્રવૃત્તિ કરી જ ન હોત, તેથી તેમના અનુગામીરૂપે બીજા કોઈ બની શક્યા ન હોત, પરિણામે મોક્ષમાર્ગની પરિપાટી સદંતર બંધ જ રહેત. શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતગ્રન્થ અનુસાર પત્રાંક ૬૮૦ અને તેવા બીજા કેટલાય પત્રોમાં શ્રીમદે જે કંઈ સ્વાનુભૂતિઓ અંકિત કરી છે, તે જેમ વાસ્તવિક આત્મજ્ઞાનના અભ્યાસીઓની દૃષ્ટિએ જેમ આપવડાઈ નથી, તેમ તેવા જ પ્રકારે હવે પછીના કાળમાં યાવત્ પાંચમા આરાના અંત પર્યંત થનારા આ ભરતક્ષેત્રના જ્ઞાનીઓમાંથી જે-જેને જેટલે અંશે જ્ઞાનપ્રાપ્તિ થશે તે-તેઓ તેટલે અંશે પોતાના થયેલા અનુભવોનો નિખાલસ એકરાર પરાર્થે કરે તો તે આપ-વડાઈમાં નહિ જ લેખાય. બાકી બગલો હોવા છતાં જે હંસનો દેખાવ કરશે તે તો ખત્તા જ ખાશે એ નિર્વિવાદ છે. ચોથા ગુણઠાણાથી બારમા પર્યંત સાધકીય જીવનમાં બે પ્રકારની ધારા હોય છે. એક અનાદિય ઋણ ચુકવવારૂપ કર્મધારા અને બીજી પ્રાપ્ત ચૈતન્યવૈભવસૂચક જ્ઞાનધારા. માટે જ કર્મધારાના સમલપાસાં અને જ્ઞાનધારાના નિર્મલપાસાં એમ ઉભયપાસાંવાળું સાધકીય જીવન હોય જ હોય. તે બંને પાસાંને યથાસ્થાને ગોઠવીને જો જીવન-ચિત્રણ થાય તો જ તે વાસ્તવિક ગણાય. આ સિદ્ધાંત આ લેખકની નજર બહાર નથી, પરંતુ અહીં તો પોતાનું જીવનચરિત્ર લખવા એ બેઠો નથી, પણ યથાપ્રસંગ અન્યને હિતકર પ્રેરક પ્રસંગો આલેખવા બેઠો છે. જેથી કેવળ પોતાનાં ઉજળાં પાસાં નજરમાં રાખીને એ જે કંઈ લખે તેને હંસયંસુન્યાયે વિચારી જવા વાચકવૃત્તને વિનવી, એ પોતાનું પ્રકૃત વક્તવ્ય હવે રજુ કરે છે. આ આશ્રમના પ્રાદુર્ભાવની નિમિત્તતામાં એને પ્રેરક હતો - આકાશવાણીનો આદેશ. આ દેહની ઓગણીસ વર્ષની વયે આ દેહધારી જ્યારે મોહમયી નગરીના ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી સ્વલ્પ પરિચય - ૧૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ ભાતબજારમાં શા લાલજી જેઠા કાં.નું વેચાણખાતું સંભાળતો હતો ત્યારે એક ઉત્તમ ક્ષણે એક અકથ્ય નિમિત્ત પામીને ભવાન્તરના અભ્યાસ સંસ્કારે ગોડાઉનના એકાન્ત વિભાગમાં સ્વવિચારે બેઠે બેઠે એને દેહભાન છૂટી સહજ સમાધિસ્થિતિ થઈ ગઈ. તે દશામાં જ્ઞાનની નિર્મળતાએ આ દુઃખી દુનિયાનું એને ભાન થયું. તેમાં આ ભરતક્ષેત્રના ઘરબારીઓની તો શી વાત ! સાધુ-સંતો પણ આત્મસમાધિમાર્ગથી લાખો ગાઉ દૂર ભટકાઈ ગયેલા જણાયા. આ આત્મા પણ પૂર્વે આરાધેલા સમાધિમાર્ગથી વિખૂટો પડી ગયેલો જણાયો. ત્યાર પછી એને એકાએક પ્રશ્ન ફુર્યો કે “મારો માર્ગ ક્યાં?” ત્યારે એને તત્કાળ આકાશવાણી સંભળાઈ કે “... આ રહ્યો તારો માર્ગ. જા! સિદ્ધભૂમિમાં જા ! શરીરને વૃક્ષ નીચે વૃક્ષવત્ રાખી સ્વરૂપસ્થ થઈને રહે...” ૐ.... પછી આ આત્માના પ્રદેશ-પ્રદેશે જે આનંદ લહરીઓ છૂટી, તેનું શબ્દચિત્ર ખડું કરવા હજુ સુધી કોઈ શબ્દ એને સાંપડ્યા નથી, કારણ કે એ અનુભવ શબ્દાતીત હતો. કેટલોક કાળ વીત્યા પછી કોઈ ગ્રાહકે આ દેહને ઢંઢોળ્યાથી એને પુનઃ દેહભાન થયું. ઉક્ત આદેશને એણે હૃદયમાં ટંકોત્કીર્ણ કર્યું. ક્રમશઃ તેનો અમલ કરવા એણે હિતેચ્છુઓ અને વડીલોની આજ્ઞા માગી, પણ ઘરમાં જ રહીને તેવી સાધના કરવાનો સૌનો આગ્રહ દઢ રહ્યો. તેમ છતાં તેઓના તે આગ્રહને ફેરવવા પોતાના મક્કમ વલણે એ મથતો રહ્યો. ફળસ્વરૂપ વર્ષભરને અંતે તેઓ પીગળ્યા, છતાં નિરાધારપણે સાધના કરવામાં તો તેઓ સહમત ન જ થયા, પરંતુ મુનિદીક્ષા લઈને અમુક વર્ષો પર્યત ગુરુકુળ વાસે વસી, નિર્ભયદશા પ્રાપ્ત થયે જ ઉક્ત આદેશ અનુસાર સાધના કરવાની આજ્ઞા અતિવ દુઃખી હૃદયે વડીલોએ આપી. જેને આ દેહધારીએ શિરોધાર્ય કરીઆ રીતિએ કર્મસંસ્કારે વડીલોના પૂર્વઋણની પતાવટ કરી એ અતિ હર્ષિત થયો. - હવે ધર્મસંસ્કારે જેમનું ઋણ બાકી હતું, તેમને એ શોધવા લાગ્યો અને શોધી કાઢ્યા. તે હતા ખરતરગચ્છીય શ્રી જિનરત્નસૂરિજી મહારાજ આદિ. ચાર મહિનાનો તેમનો પરિચય સાધી વિ.સં. ૧૯૯૧ના વૈશાખ સુદી છઠ્ઠના પૂર્વાને મહામહોત્સવ ૧૨૦૦૦ જનસંખ્યાની હાજરીમાં મુનિદીક્ષા અંગીકાર કરીને આ દેહધારી મુળજીભાઈ મટીને ભદ્રમુનિના નામથી જાહેર કરાયો. ગુરુકુળવાસે વસતાં વિનયોપાસનાપૂર્વક સાધુ સમાચારી, પ્રચલિત પ્રકરણ ગ્રન્થો, સંસ્કૃત-પ્રાકૃતાદિ વ્યાકરણો, કોષ, છંદ, અલંકાર, કાવ્ય આદિ ગ્રન્થો, જૈન-અજૈન ૧૦ રાજગાથા Page #185 -------------------------------------------------------------------------- ________________ ન્યાય ગ્રન્થો અને દશવૈકાલિક આદિ અલ્પ સૂત્રો કંઠસ્થ કરી આ દેહધારી ગુરુગણમાં પ્રીતિપાત્ર થયો અને સેવાના આદાન-પ્રદાન પૂર્વક દીક્ષા પર્યાયના બારમા વર્ષે ધર્મઋણની પતાવટ કરી ઉઋણ થઈને આકાશવાણીના આદેશને અમલી બનાવવા એ ગુફાવાસી બન્યો. ગુફાવાસ માટે સર્વપ્રથમ એ વિ.સં. ૨૦૦૩ના પોષ સુદ-૧૪ને સોમવારે મારવાડના મોકલસર ગામ પાસેની પહાડી ગુફામાં પ્રવેશ્યો. ગુફાવાસ પૂર્વે જ એને સહસા સ્વાસાનુસંધાન પૂર્વક પ્રતિક્રમણ આદિ ધાર્મિક અનુષ્ઠાન કરતાં અનહદધ્વનિ પ્રગટી ગઈ હતી, જેથી ગુફામાં મંત્રમરણના પ્રાણ અને વાણી એ બંને સ્ટેજને વટાવી તેના ત્રીજા સ્ટેજ રસમાં પ્રવેશ્યો. રસ-સ્થિતિએ એને દેહભાન છૂટી જઈ સહજસમાધિમાં અવસ્થિતિ થતી હતી. સમય મર્યાદાની વાડ એ ઉલ્લંધી ગયો અને સહજાનંદ ખુમારીને અનુભવી એ સહજાનંદઘન બન્યો. ૧૧ માસ બાદ એણે ત્યાંથી અન્યત્ર પ્રયાણ કર્યું. ત્યારબાદ ક્રમશઃ અનેક દેશ-પ્રદેશમાં અનેક ગુફાઓ તથા એકાન્ત વનોપવનોમાં વિચરતાં રહેતાં અને અનેક ધર્મના ત્યાગી-તપસ્વીઓ તથા સગૃહસ્થોનો પરિચય થયો. તેમાંના વિશેષ પરિચયમાં આવેલા કેટલાક ભાવુકોએ સ્વેચ્છાથી ભક્તિભાવનાવશ એને પ્રાપ્ત આધ્યાત્મિક અનુભવનો લાભ બીજાને અપાવવા આશ્રમ પદ્ધતિને ઉચિત ગણીને પોતાને ખર્ચે આશ્રમ બાંધી આપવાની ઓફર કરી; વળી એક સંન્યાસી મહાત્મા તો પોતાના જ આશ્રમને અર્પણ કરવા તત્પર થયા. પણ અંતરના આદેશ વિના એણે કોઈનો સ્વીકાર ન કર્યો. પ્રસ્તાવ મુકનારા સ્વેદિ. જૈનો - અજૈનોના નામ અને સ્થાનો નીચે મુજબ છે: ૧. જોધપુર સ્ટેટ – મોકલસરની પહાડી ગુફા પાસે, ત્યાંના કબીરપંથી શા. હંસરાજજી લલવાણી તરફથી. ૨. મેવાડ સ્ટેટ – ચારભુજારોડ સ્ટેશનથી ૧ માઈલ દૂર ચંદ્રભાગા નદી તટે વિવર નામના સ્થાનમાં શા. બાલચંદ કપુરચંદ કાં.ના ભાગીદાર મુલચંદજી તરફથી. ૩/૬. મધ્યપ્રદેશ – (૧) ભોપાલથી ૩૦ માઈલ દૂર વિષ્ણાચલ પર્વતની ગુફાઓમાં વાડીગામ નિવાસી દિ. જૈનો તરફથી. (૨) સાંચી સૂપની પૂર્વે ૨૮ માઈલ રાહતગઢ સમીપ વેતવાનદી કિનારેની ગુફાઓમાં ત્યાંના દિ. જૈનો તરફથી. (૩) જબલપુર પાસેના પનાગર ગામથી ૩ માઈલ દૂર પહાડમાં ત્યાંના દિ. જેનો તરફથી. Page #186 -------------------------------------------------------------------------- ________________ (૪) ચંદેરી પાસે ૧ માઈલ દૂર અંદારજી-ગુફામંદિરો સમીપ ચંદેરીના દિ. જેનો તરફથી. ૭. મૈસુર સ્ટેટ – બેલગાંવ જિલાના ગોકાક કસ્બા પાસેની જૈન ગુફાઓમાં ત્યાંના દિગ્ધ. જેનો તરફથી. ૮૯. બીકાનેર સ્ટેટ – (૧) બીકાનેરથી ૩ માઈલ દૂર શિવવાડી પાસે સાક્ષરવર્ય પુરાતત્વાચાર્ય શ્રી અગરચંદજી નાહટાના મોટાભાઈ શ્રી શુભરાજજી નાહટા તરફથી. (૨) બીકાનેરથી ૫ માઈલ દક્ષિણે ઉદરામસરના ધોરાઓમાં અઢી લાખના લાગતથી તૈયાર કરેલા પોતાના આશ્રમને તેના માલિક સુપ્રસિદ્ધ વૈદ્યરાજ સંન્યાસી બાબા આસોપાએ સાદર ભેટ આપવું. ૧૦/૧૨. ઉત્તરપ્રદેશ – (૧) દેહરાદૂન - મસુરીની વચ્ચે રાજપુરના ઉપવનમાં દહેરાદૂન નિવાસી લાલા કૃષ્ણચંદ્રજી જૈન રઈશ તરફથી. (૨) મસુરીની શિખર માળાઓમાં મસુરીથી વા માઈલ નીચે જડીયાની ગામ પાસે પૂ. ક્ષુલ્લક શ્રી છોટેવર્ગીજી મહારાજની સહિઆરીએ દેહરાદૂન નિવાસી લાલા દીપચંદજી જૈન આદિ તરફથી. (૩) દહેરાદૂનથી ૫ માઈલ પૂર્વે સુપ્રસિદ્ધ ઐતિહાસિક સમરભૂમિ નાલાપાની શિખરે આવેલા સંન્યાસી આશ્રમની તેર વીઘા જમીનનું દાન ત્યાંના મહંત તરફથી, અને આશ્રમ નિર્માણ દહેરાદૂનના દિ. જેનો તરફથી. ૧૩. હિમાચલ પ્રદેશ – ઋષિકેશ-બદ્રીનાથની સડકે કર્ણપ્રયાગ અને રુદ્રપ્રયાગની વચ્ચે સુનબા ગામ સમીપ ગંગા તટે આવેલા પૂર્વ શિખર ઉપર બીકાનેર નરેશ ગંગાસિંઘના મિત્ર, અવેતનિક રાજ્યમાન ખજાનચી શ્રી પ્રેમચંદજી સા'બ તથા શ્રી શુભરાજજી આદિ તરફથી આષ્ટાપદ તીર્થની તલેટી રૂપે તીર્થસ્થાપના અને આશ્રમ સ્થાપના. ૧૪. બિહાર પ્રાન્ત – સિદ્ધક્ષેત્ર તીર્થરાજ શ્રી સમેતશિખરની તલેટી મધુવનમાં પૂ. ક્ષુલ્લક શ્રી છોટેવર્ણજીની સહિઆરીએ ઉત્તરપ્રદેશના દિ. જેનો તરફથી. ૧૫. સૌરાષ્ટ્ર- સિદ્ધક્ષેત્ર શ્રી ગિરનારના સહસ્ત્રાપ્રવનમાં બીકાનેરના શ્રી શુભરાજજી નાહટા તરફથી. ૧૬. ઓરીસા - ભુવનેશ્વરથી ૭ માઈલ પશ્ચિમે ખંડગિરિ ગુફાઓમાં કલકત્તા નિવાસી શ્રી સાહુજી તથા અન્ય ભક્તમંડળ તરફથી. ૧૭. કચ્છ સ્ટેટ – રાયધણજર ગામની પહાડી ગુફાઓમાં ત્યાંના શ્રી જૈન સંઘ તરફથી. ૧૦૨ રાજગાથા Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮. નીલિપિર – કૂનૂરના સુરમ્ય શિખરોમાં ત્યાંના રઈશ શ્રી અનોપચંદજી ઝાબક તરફથી. તદુપરાંત ઈડરગઢની ગુફાઓમાં, ચંબલઘાટીની અવધી પાસેની ગુફાઓમાં, પંજાબમાં ભીવાની શહેર સમીપ અને કર્ણાટકમાં વરંગ, કુન્દાદ્રિ વિગેરે સ્થાનોમાં સ્થાયી થવાનો આગ્રહ તે-તે સ્થાન નિવાસીઓએ અતીવ કર્યો હતો. વળી, પહેલેથી સ્થપાયેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમોમાં અપનાવવા આ દેહધારીને સ્નિગ્ધ આમંત્રણો પણ મળ્યાં હતાં. યથા — ૧. શ્રીમદ્ રાજચંદ્ર વિહારભવન - ઈડર - ઘંટિયા પહાડ ઉપર ત્યાંના ટ્રસ્ટી શ્રી મણિલાલ માધવજીએ ઉદારતા દર્શાવી હતી. ૨. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - અગાસમાં સ્થિર થવા ત્યાંના અધિષ્ઠાતા પરાભક્તિનિષ્ઠ પૂ.શ્રી બ્ર. ગોવરધનદાસજીએ પોતાના દેહવિલયના બે માસ પૂર્વે આગામી ચાતુર્માસના મિસથી આમંત્રણપત્ર શ્રી પાવાપુરી તીર્થના ચાતુર્માસમાં આ દેહધારીને પાઠવ્યો હતો. તેઓનો પ્રથમ પરિચય વિ.સં. ૨૦૦૪માં થયો. બે મહિના બાદ ત્યાંથી ધામણ તરફ પ્રયાસ કરતી વખતે તેઓશ્રીએ પોતાને પરંપરાગત સંપ્રાપ્ત એક અદ્ભુતનિધિ ઘણા જ ઉમંગથી આ દેહધારીને સોંપી દીધી હતી, જેનું વર્ણન કરવાની ઈચ્છાને આ દેહધારીએ સ્થગિત કરી દીધી છે. ૩. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-વડવામાં સ્થિર કરવા તે આશ્રમના માનનીય ઉત્સાહી પ્રમુખ ગુણાનુરાગી શ્રી મોહનભાઈએ આ દેહધારીને વિ.સં. ૨૦૧૫થી અનેક વાર આમંત્ર્યો હતો. ૪. શ્રીમદ્ રાજચંદ્ર જન્મ ભવન-વવાણિયામાં સ્થિર કરવા પરમકૃપાળુના જ અંગજ પૂ.માતેશ્વરી શ્રી જવલબાએ પોતાના નિખાલસ વાત્સલ્યથી આ બાળને ખૂબ નવાજ્યો હતો. ઉપર્યુક્ત તમામ સ્થાનોમાં જ્યારે-જ્યારે આ દેહધારીને સ્થિર થવા આમંત્રણ મળ્યું, ત્યારે-ત્યારે આ આત્મામાં એવો અંતર્નાદ સંભળાયો કે “તારો ઉદય દક્ષિણમાં છે” તથાપ્રકારનો જવાબ પણ શ્રી શુભરાજજી આદિ કેટલાકને અપાયો હતો. આ દક્ષિણ ભારતના કર્ણાટક પ્રદેશમાં ગોકાકની જૈન ગુફાઓમાં તા. ૨૨-૨-૫૪થી તા. ૨૨-૨-૫૭ પર્યંત ૩ વર્ષ અખંડ મૌનપૂર્વકની સાધના આ દેહધારી પૂર્વે કરી ગયો હતો, પરંતુ તથાપ્રકારના સમવાય કારણના અભાવે આ હમ્પી તીર્થે ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - સ્વલ્પ પરિચય ૧૭૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ એ ન આવી શક્યો. પણ છેલ્લે મહારાષ્ટ્રના બોરડી ગામે ૨૦૧૭ના પ્રથમ જ્યેષ્ઠ સુદી પૂર્ણિમા પર્યંત ૨૧ દિવસના અનાયાસે સધાયલા ચિરસ્મરણીય સત્સંગ પ્રસંગ પછી એ મહારાષ્ટ્રના કુંભોજ તીર્થે આવ્યો. ત્યાંથી ગદગના કચ્છી ભાવુકો એને ગદગ તેડી આવ્યા. ત્યાંથી બેલ્લારી અને હોસ્ફેટના પૂર્વપરિચિત મારવાડી ભાઈઓ વિ.સં. ૨૦૧૭ના દ્વિતીય જ્યેષ્ઠ સુદી એકાદશીએ આ દેહધારીને કંપી તેડી આવ્યા. સર્વપ્રથમ હંપીના રત્નકૂટની ગુફાઓમાં જ પ્રવેશ કર્યો અને આ આત્મામાં એકાએક સ્ફુરણા થઈ કે “જેને તું ઈચ્છી રહ્યો હતો તે જ આ તારી પૂર્વ પરિચિત સિદ્ધભૂમિ” પૂર્વે અહીં ઘણા સાધકોએ વિધાની સિદ્ધિઓ મેળવી છે તેથી એ વિધાસિદ્ધ ભૂમિ - વિધાધર ભૂમિ કહેવાઈ છે. આ વાતાવરણના સ્પર્શથી હૃદય નાચી ઊઠ્યું. અવસર જોઈને સાથેના ભાવુકોએ અહીં જ ચાતુર્માસ માટેનો સાદર અનુરોધ કર્યો જેને આ દેહધારીએ સહર્ષ વધાવી લીધો. આ ઉજડેલા સ્થાનને વ્યવસ્થિત થતાં કેટલોક સમય લાગવાની સંભાવનાને લીધે સામેના હેમકૂટ ઉપર આવેલા અવધૂત-મઠમાંની એક ગુફામાં આ દેહધારી ઊતર્યો. ત્યાં હંપિ-તહસીલદાર, ગુણાનુરાગી બસલિંગપ્યા આદિ સત્સંગમાં આવ્યા, અને પોતે લિંગાયતી હોવાથી તેઓએ આ દેહધારીની ધાર્મિક વિચારધારા સમજવા કેટલાક પ્રશ્નો પૂછ્યા. સાત્વિક સમાધાનથી પ્રભાવિત થઈ એણે આ દેહધારીને અહીં જ સ્થાયી થવાનો સવિનય આગ્રહ કર્યો. પછી તેમણે હોસ્પટ-કોંગ્રેસના વર્તમાન પ્રેસિડન્ટ એસ.પી. ઘેવરચંદ જૈન આદિ સમક્ષ એવો પ્રસ્તાવ મૂક્યો કે “જો તમે સ્વામીજીને હંપીમાં રહેવાનું કબુલ કરાવો તો આશ્રમ માટે હું ફી પટ્ટે જમીન આપું.” આ પ્રસ્તાવને ,, તેઓએ સહર્ષ વધાવી લીધો. પટ્ટો કયા નામનો બનાવવો ? એ પ્રશ્ન ઉપસ્થિત થતાં સહજાનંદ-આશ્રમ આ નામ સર્વાનુમતે પાસ થયું, ત્યારબાદ તેની આ દેહધારીને જાણ કરાઈ. એણે શ્રીમદ્ના અલૌકિક જીવન સમ્બન્ધી કેટલુંક વર્ણન કરીને એમના પ્રત્યે સૌનો આદરભાવ પેદા કરાવ્યો અને પછી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના નામનો પટ્ટો કરવો-એમ નક્કી કરાવ્યું. જો કે આ પ્રદેશમાં તથાપ્રકારના પ્રચારના અભાવે શ્રીમદ્ પ્રત્યે કોઈ શ્રદ્ધાભક્તિ ધરાવનાર ન્હોતા, પણ આ દેહધારી પ્રત્યે પૂર્વ પરિચયને લીધે કેટલાકને વિશ્વાસ હતો તેથી તેઓએ તે વાત માની, પણ જેઓ ગચ્છ-મતના દેઢ સંસ્કારી હતા તેઓને તેમના ઉપદેશકોએ આ સત્સંગમાં આવતાં રોકી લીધા. Page #189 -------------------------------------------------------------------------- ________________ આશ્રમ નિર્માણ કાર્ય માટે શ્રદ્ધાળુઓએ પરસ્પર મળી ફંડ એકત્ર કર્યું અને એક શિવભક્ત ગુત્તી-તોટપ્પાએ ખડે પગે રહીને એક મહિનામાં ગુફામંદિર તૈયાર કરાવ્યું. જેથી વિ.સં. ૨૦૧૭ના અષાઢ સુદી એકાદશીએ ઘણા જ ઉલ્લાસપૂર્વક આ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની સ્થાપના તથા ગુફામંદિરમાં પરમકૃપાળુ દેવના ચિત્રપટ્ટની સ્થાપના કરવામાં આવી. ટ્રસ્ટી મંડળ રચાયું જેમાં પ્રમુખપદે સરલહદયી મારવાડી સમાજના આગેવાન શ્રી સુખરાજજી જૈન; મંત્રીપદે હોસ્પેટના વર્તમાન કોંગ્રેસ પ્રેસિડન્ટ શ્રી એસ.પી. પેવરચંદજી જૈન અને ખજાનચીપદે સેવાભાવી શ્રી હરખચંદજી જૈન ચુંટાયા. જેમાંથી પ્રમુખ હતા તેમને ગત વર્ષે ખજાનચી બનાવવામાં આવ્યા છે અને આ વર્ષે પ્રમુખપદે મોકલસર નિવાસી શ્રી વંશરાજજી હુંડીયા ચુંટાયા છે, તથા મંત્રી તેના તે જ છે. નિર્માણ કાર્ય આગળ વધવા માંડ્યું. આગંતુકો માટે ભોજન વ્યવસ્થા શરૂ થઈ ભક્તિ-સત્સંગમાં જનસંખ્યા વધવા માંડી અને જૈનધર્મનો ડંકો આ પ્રદેશમાંના શૈવોને કાને અથડાવા લાગ્યો. આ ક્ષેત્રમાં શૈવોનું એકછત્રી રાજ્ય હતું. તેઓએ જૈન સંપ્રદાયના નામ નિશાન મટાવી દીધાં હતાં, તેઓમાં આ જૈનોનો પગદંડો એકાએક જામતો જોઈ ખળભળાટ મચી ગયો. “તિના તારામાપિ, વ્હત્ જિનમંદિર' – આ પોતાના વારસાગત સિદ્ધાંતને વફાદાર થવા તેઓ સંગઠિત થયા, અને પોતાના વારસાગત માની લીધેલા શત્રુઓને ઉગતાં જ દાબી દેવા તેઓએ કમર કસી. તેમને ઉશ્કેરનાર હોસ્પેટમાં રહેતો શિરોહી-મારવાડનો એક ધનસમ્પન સોનારો હતો. તેણે તન-મન-ધન ખર્ચવા પોતાના જાતિ ભાઈઓને અને લડાઈ લડવા અહીંના કનડીઓને સજ્જ કર્યા. શામ, દામ અને ભેદ નીતિ વડે તેઓ ફાવ્યા નહિ ત્યારે દંડનીતિ અપનાવીને મારપીટ અને લુંટફાટ વડે આશ્રમવાસીઓને ભગાડવા તેઓએ એક ગુંડાઓનું ટોળું મોકલ્યું, પણ આશ્ચર્ય ! ગુફામંદિર આગળ તે ટોળું જમા તો થયું, પણ ગુફાના દ્વાર ખુલ્યા હોવા છતાં કોઈ અંદર પ્રવેશી જ ન શક્યું. તેઓના પગ અટકી ગયાં, હાથ પડી ગયાં અને ગભરાઈને તેઓ બાપડા ચુપચાપ પલાયન થઈ ગયાં. આખરે રાજ્યાશ્રમ લેવા તેઓ યાવત્ મિનિસ્ટરો પર્યત પહોંચ્યા. “અમારા મહાદેવજીને અદેશ્ય કરી એક જૈન મહાત્માએ અમારી દત્તાત્રય ગુફાનો કન્નો લઈ અમારા ઉપર અન્યાય કર્યો છે- એવા આશયની પત્રિકાઓ છપાવીને તેઓએ Page #190 -------------------------------------------------------------------------- ________________ ઘણો પ્રોપેગેંડા કર્યો. મૈસુર રાજ્ય, મદ્રાસ રાજ્ય અને આંધ્રપ્રદેશમાંથી લોકોના ટોળેટોળાં આ આશ્રમની મુલાકાતે ઉભરાવા લાગ્યાં. ગુપ્તચર અને સંરક્ષક પોલીસ ખાતાના વડાઓ યાવત્ મિનિસ્ટરો પર્વતની આ આશ્રમમાં વિના આમંત્રણે પધરામણી થતી ગઈ. પણ આશ્ચર્ય ! પરમકૃપાળુની કૃપાથી કોઈએ ન તો ઉપાલશ્મનો એક શબ્દ ઉચ્ચાર્યો અને ન અપ્રીતિ દર્શાવી. ઉલ્ટાનું તેમાંના સત્તાધીશોએ પ્રભાવિત થઈને આ રત્નકૂટ ઉપર જે સરકારી ભૂમિ હતી તે આશ્રમને સાદર ભેટ કરી. એ ભેટમાં મુખ્ય ફાળો મૈસુર રાજ્યના તે વખતના ગૃહપ્રધાન આર. એમ. પાટીલનો છે. તેઓ ત્યારથી પ્રતિવર્ષ આ આશ્રમની મુલાકાતે આવ્યા કરે છે. હમણાં તેઓએ જલસુવિધા માટે સરકાર તરફથી નળયોજના પણ મંજુર કરી છે. વિરોધીઓના હાથ હેઠા પડ્યા, તેથી ગભરાઈને તે બાપડા સોનારાનું હૃદય અચાનક બંધ પડી ગયું અને વિરોધી મંડળી વિખરાઈ ગયું. તે સોનારાના મોટા ભાઈ જયવન્તરાજ પરમ કૃપાળુદેવના અનુરાગી થયા અને પ્રાયઃ પ્રતિ રવિવાર તથા પૂર્ણિમાએ તેમજ પર્યુષણ આદિ પર્વોમાં સપરિવાર સત્સંગ ભક્તિનો લાભ લેતા રહે છે. આ એક પરીક્ષામાંથી પસાર થતા હતા, તે દરમ્યાન બીજા કેટલાક પરીક્ષકો કમર કસવા લાગ્યા. તેમાંના મુખ્ય પરીક્ષક નીવડ્યા, હુબલી નિવાસી ઘેવરચંદ કે જે પોતાને કૃપાળુદેવનાં મુખ્ય વારસદાર અને આત્મજ્ઞાની માને છે. તેણે આ દેહધારીને પોતાનો આજ્ઞાંકિત બનાવવા અને આ આશ્રમના સર્વેસર્વા બનવા પ્રયત્નો આદર્યા. પ્રથમ કપટભાવથી બાહ્યભક્તિ દેખાડીને પોતાની છાપ બેસાડવાનો અભિનય કર્યો અને ધીરે-ધીરે પોત પ્રકાશવા માંડ્યું. પોતાનું મનમાનતું ન થવાથી આખરે પરમ કૃપાળુના જયન્તી અવસરે નવ-નવા જોડાયેલા ૨૫૦/૩૦૦ મુમુક્ષુઓની ઉપસ્થિતિમાં પોતાના ૧૫/૨૦ અનુયાયીઓને કુંભોજ તીર્થે જવાનું બહાનું બતાવી અહીં તેડી લાવીને ધાંધલ મચાવ્યું. ટ્રસ્ટીઓએ ઠરાવ પાસ કરીને એનો બહિષ્કાર કર્યો. તેરાપંથી અને બાવીસ સમુદાયના આગેવાન શ્રાવકોની પણ સહસા અહીં હાજરી હતી. તેઓએ પણ એને ખૂબ સમજાવ્યો છતાં એ એકનો બે ન જ થયો. ચીટકીને બેઠો રહ્યો. ઉશ્કેરાયેલા કેટલાક સભ્યોએ એને મેથીપાક ચખાડવાની તૈયારી કરી, તેઓને સમજાવી રોકીને આ દેહધારીએ એ નિંદક મિત્રને રક્ષણ આપ્યું, અન્યથા મહાભારતનું કુરુક્ષેત્ર બની જાત. ૧૦૬ રાજગાથા Page #191 -------------------------------------------------------------------------- ________________ એની સાથે આવેલા બાપડા ભોંઠા પડી ગયા અને જાહેર કર્યું કે અમને છેતરીને એ અહીં તેડી આવ્યો. આખરે કંટાળીને સૌ ચાલતા થયા, જેથી એ પણ પંથે પડ્યો. આમ પૂર્વગ્રહ બાંધીને આ આશ્રમનો પાયો ઉખેડી નાખવા એણે પ્રતિજ્ઞા કરી. પ્રતિજ્ઞાપાલન અર્થે હજારો રૂપિયા ખર્ચી અનેક પત્રિકાઓ થોકબંધ છપાવીને પ્રચારિત કરી. અનેક ગામ-નગરોમાં પોતાના ગોઠીઆઓને પ્રચારાર્થે મોકલ્યા. પ્રચારિત પત્રિકાઓમાં એણે પોતાનું ઉભરાઈ જતું આત્મજ્ઞાન ઠાલવ્યું, આ દેહધારીને અનેક કલંકો આપીને એને ઉતારી પાડવામાં કોઈ કસર ન રાખી. પરિણામે ગચ્છવાસીઓને પરમ કૃપાળુદેવની નિંદા કરવાનો મોકો મળ્યો. તેઓએ પોતાની શક્તિ, ગામો-ગામ વિચારીને અહીં આવતા જિજ્ઞાસુઓને રોકવામાં વાપરી. ઘણાને હેપી આશ્રમમાં ન જવાની પ્રતિજ્ઞા લેવડાવી. આ પ્રમાણે વિરોધીમિત્રોનો પ્રચાર છતાં અહીં આવનારાઓની સંખ્યામાં પ્રતિવર્ષ વધારો થતો જ દેખાય છે. ઉપરોક્ત ઉભય પ્રકારના વિરોધી પ્રચારને રોકવા આ દેહધારીએ કોઈ પ્રકારની પ્રતિક્રિયા ન જ કરી, કારણ કે એને ખાત્રી જ છે કે આખરે સત્યનો જ વિજય થાય છે. પ્રથમ ચાતુર્માસ પૂર્ણ થયા પછી રામનવમીના દિવસે હેપીને અડીને આવેલી કૃષ્ણાપુરમ જાગીરના માલિક અનેગુંદી રાજ્યના રાજગુરુ રામાનુજ સંપ્રદાયના વયોવૃદ્ધ આચાર્ય વાત્સલ્યમૂર્તિ શ્રી તોળપાચાર્યે શ્રી રામ જયત્તિ પ્રસંગે આ દેહધારીને હોસ્પેટની જાહેર સભામાં તેડી જઈ પ્રવચન કરાવ્યું. તે પ્રવચનમાં આધ્યાત્મિક દૃષ્ટિએ રામાયણના પાત્રોનું વર્ણન સાંભળી તેઓ પ્રમુદિત થયા, ઉલ્લાસમાં આવી જઈ તેઓએ ઉભા થઈને જાહેર કર્યું કે “હેપી-રત્નકૂટ ઉપર અમારા હક્કની જે ભૂમિ છે તે જેટલી જોઈએ તેટલી આજથી પૂજ્ય સ્વામીજીને ચરણે સાદર ભેટ ધરું છું.” તાળીઓના ગડગડાટપૂર્વક સભાજનોએ આ ભેટની અનુમોદના વ્યક્ત કરી. આ પ્રમાણે વિરોધી મિત્રોની કૃપાથી જ આ દેહધારીની મૈસુર રાજ્યભરમાં પ્રસિદ્ધિ થતાં આ આશ્રમને ૩૦ એકરના વિસ્તારવાળું આ રત્નકૂટ આખું “ફી ઓફ મારકેટ વેલ્યુ” - આ કાનૂનને અનુસરીને મફતમાં મળ્યું અને સાથે પરમ કૃપાળુદેવના નામની સુગંધ દક્ષિણ ભારતમાં સર્વત્ર પ્રસરી ગઈ.... આ આશ્રમમાં સંસ્થા તરફથી થયેલું બાંધકામ : ૧. આ રત્નકૂટ ઉપર ગમનાગમન માટે રાા ફર્નીગ વ્યવસ્થિત પગરસ્તો. ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - વલ્પ પરિચય ૧oo, Page #192 -------------------------------------------------------------------------- ________________ ૨. એક જ શ્રેણિમાં બે મોટી અને આઠેક નાની ગુફાઓ, તેમાંથી એક મોટી ગુફામાં ચેત્યાલય પણ છે. જેમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીની (૧ ફુટની) પાષાણ પ્રતિમાજી તથા શ્રી પાર્શ્વપ્રભુની (૧ ઈંચ) ધાતુ પ્રતિમાજી સપરિકર બિરાજમાન છે. પૂજાવિધિ નિત્ય નિયમિત થાય છે. વળી પરમ કૃપાળુદેવની ૩૧ ઈંચની સુરમ્ય પાષાણ પ્રતિમાજી અને ચરણચિન્હ તથા તેમના ચિત્રપટો સ્થાપિત છે જેમની સન્મુખ બે વખત નિયમિત સત્સંગ તથા ભક્તિ વિગેરે નિત્ય થાય છે. આ ગુફામંદિરની અંતર્ગુફામાં આ દેહધારી આરાધના કરે છે. જેમાં એક સવા બે ઈંચનું રત્ન જિનબિમ્બ અને પરમ કૃપાળુદેવનું ૧ ફુટનું પાષાણબિમ્બ વિશેષ દર્શનીય છે. તે સિવાયની ગુફાઓમાંથી એકમાં ૧૩ વર્ષથી આ દેહધારી સાથે રહેતા બ્ર. સુખલાલ, એકમાં આશ્રમમંત્રી, એકમાં આશ્રમ ખજાનચી, એકમાં કંપલીની ભક્ત મંડળી, એકમાં આ દેહના શ્રી કાકીબા અને બાકીમાં આશ્રમનો સરસામાન વિ. છે. ૩. ગુફા શ્રેણિના ઉત્તરે અર્ધામાં શ્રેણિબદ્ધ મંડપો અને અર્ધામાં નાનું ચોગાન ઓટલાઓથી સુસજ્જ છે; તથા દક્ષિણે વિશાલ ચોગાન કંપાઉન્ડથી સુસજ્જ છે જેમાં પર્વદિવસોમાં જનસંખ્યાની અધિકતાએ વિશાલ મંડપ બાંધી સત્સંગ-ભક્તિનું આયોજન થાય છે. ૪. બંને મોટી ગુફાઓ ઉપર એક પાષાણ મંડપો યુક્ત મોટો હોલ અને સામે શ્રેણિબદ્ધ ચડાવ-ઉતાર બેઠકો છે તથા કમ્પાઉન્ડ બહાર કુંડ પાસે એક નાનો હોલ છે જેમાં માત્ર પુરુષ વર્ગ સામુહિક પણે ઉતરે છે. વળી બાહ્ય વિભાગમાં - ૫. ઓફીસરૂમ બે ખંડનો તથા તેની બંને બાજુ ઓટલાઓની શ્રેણિ. ૬. ભોજનશાળા – જેમાં રસોઈઘર, સ્ટોરરૂમો અને જમવા માટેનો લંબાયમાન હોલ વિગેરે છે. આ ભોજનાલય નિઃશુલ્ક ચાલે છે. એના દ્વાર બહાર જમણે હાથે એક વિશાળ ચોતરો છે. ૭. આશ્રમના સામાન માટે અને નોકરી માટે રસોઈઘરની પાછળ પાંચ રૂમો છે જેમાંના બેમાં હમણાં સત્સંગિની બૅનો ઉતરે છે. તેની પછી તે ગૌશાળા છે જેના વડે નિઃશુલ્ક ભોજનશાળામાં છાશ-કઢીની સુગમતા રહે છે અને અશુદ્ધ ઘી-દૂધના ત્યાગી વ્રતધારીઓની સેવાનો લાભ પણ લેવાય છે, કારણ કે અહીં વ્હે. દિ. ઉભય શ્રેણિનો ત્યાગી વર્ગ આવે છે. તેમાંથી દિ. ત્યાગી વર્ગની આહારવિધિ પણ સાચવવી પડે છે. એમાં બજારૂ કોઈ ચીજ વપરાય નહીં - એવો નિયમ હોય છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૮. ઉક્ત પાંચ રૂમોની શ્રેણિમાં જ એક સહસ્થ તરફથી બંધાવીને ભેટ મળેલું મહિલા ભવન છે. જેમાં સામુહિકપણે સો એક બહેનો આરામથી રહી શકે છે. એમાં એક તલઘર અને બાથરૂમો પણ છે. ૯. જળવ્યવસ્થા માટે ત્રણ કુંડો અને કૂપ. તદુપરાંત સાધકોએ પોતાના જ ખર્ચે અને પરિશ્રમે બાંધેલાં ૯ મકાનો એક મોટી અને ૭ નાની ગુફાઓ છે, જેનો તેઓની ગેરહાજરીએ બીજા સુયોગ્ય સાધકો લાભ લઈ શકે છે. વળી, એક વિશાળ જિનાલય યુક્ત સત્સંગ ભવન તથા ૧૫/૨૦ મકાનો બંધાવનારા ઉમેદવારો તૈયાર છે, પણ જાતમહેનતની તેમને ફુરસદ નથી, તેથી સંસ્થા તેવા કોઈ સુયોગ્ય વ્યક્તિની પ્રતીક્ષામાં છે કે જે તથા પ્રકારની સેવા આપી શકે. આ સંસ્થાનો આય-વ્યયનો હિસાબ પ્રત્યેક કાપૂર્ણિમાએ પરીક્ષણ પૂર્વક સભામાં જાહેર કરાય છે અને ટ્રસ્ટીઓની ચુંટણી પણ થાય છે. આ સંસ્થાના માધ્યમથી અત્યાર લગી હજારેક નવ-નવા ભાવુકો શ્રીમદે ચીંધેલા માર્ગ પ્રત્યે શ્રદ્ધાવાન થયા છે અને થતા જાય છે. રહેવાની સગવડ વધતાં તે સંખ્યા ઉત્તરોત્તર વધે એવી સંભાવના છે. આ સંસ્થાની સાધકીય નિયમાવલી : ૧. મત-પંથના આગ્રહોનો પરિત્યાગ અને પંદર ભેદે સિદ્ધના સિદ્ધાન્તાનુસાર ધર્મસમન્વય. ૨. સપ્ત વ્યસન, રાત્રિભોજન, કંદમૂળ આદિ અભક્ષ્ય ભોજન અને અબ્રહ્મચર્યાદિના ત્યાગી યથાશક્તિ પ્રતિજ્ઞા પૂર્વક આત્મભાન અને વિતરાગતાનો અભ્યાસ. ૩. સવાર-સાંજ વ્યક્તિગત કિવા સામુહિકપણે નિર્ધારિત ભક્તિક્રમનું આરાધન તથા તદુપરાંત જે-જેને સામાયિક-પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયા કરવી હોય તે-તેને પોતપોતાની રીતિએ કરવાની છૂટ, પછી ભલે તે દિગમ્બર આમ્નાય વાળો હોય, અથવા શ્વેતામ્બર કિવા મૂર્તિપૂજક હોય અથવા મુહપત્તીબંધક. ૪. પ્રતિ રવિવારે મધ્યરાત્રિ પર્યત ક્રમબદ્ધ ભક્તિ, સ્વાધ્યાય અને મંત્રધૂનનું સામુહિક આરાધન; તથા પ્રતિ પૂર્ણિમાએ અખંડ રાત્રિનો પ્રોગ્રામ જેમાં ક્રમબદ્ધ ભક્તિ, પાક્ષિકાદિ અતિચાર આલોચના - ખામણા, આધ્યાત્મિક ભજનો અને મંત્ર ધૂન, પ્રભાતે પ્રાર્થનાદિ. ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - સ્વલ્પ પરિચય ૧૬ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રીમન્ની જન્મ તથા પુણ્યતિથિએ તેમજ પર્યુષણ આદિ પર્વોમાં વિશેષ આયોજનપૂર્વક આરાધના. ૬. દીપાવલિના ત્રણ અહોરાત્ર સામુહિક અખંડ મંત્રધૂન. ૭. પ્રતિદિન સવારે ૯/૧oll તથા બપોર બાદ રો//૪ નિયમિત સત્સંગ-સ્વાધ્યાય. જેમાં મુખ્ય વિષય હોય છે - પરમ કૃપાળુદેવના વચનાલયે આત્મ સાક્ષાત્કાર અને તે અનુભવમાર્ગમાં પ્રવેશવાની સાધનપદ્ધતિ. નોટ : સત્સંગ અર્થે અહીં આવતા જેનોને બે ટંક ફી ભોજન તથા રહેવાની યથાશક્ય સગવડ અપાય છે. સુવા-બેસવા ચટાઈઓ સિવાય બીજી કોઈ સગવડ ચાહીને અહીં રખાઈ નથી. તથા ચા-નાસ્તાની વ્યવસ્થા આગંતુકો સૌ પોત-પોતાની સ્વતંત્રતાએ કરી લે છે. આ આશ્રમ સાથે શ્રીમદ્ભા નામને જોડવાના કારણો : પૂર્વના જન્માન્તરોમાં પરમ કૃપાળુ શ્રી તીર્થંકરદેવ આદિ ઘણા મહાજ્ઞાની સપુરુષોના મહાન્ ઉપકાર તળે આ દેહધારી દટાયેલો છે. તેઓ પૈકી બે સપુરુષોનો ઉપકાર આ દેહે એને વારંવાર સ્મરણમાં આવ્યા કરે છે - એક સ્વલિંગ સંન્યાસી યુગપ્રધાન શ્રીમદ્ શ્રી જિનદત્તસૂરિજી તથા બીજા ગૃહલિંગ સંન્યસ્ત યુગપ્રધાન શ્રીમદ્ શ્રી રાજચંદ્રજી. એ ઉભય જ્ઞાતપુત્રોની આ દેહે અસીમ કૃપા વારંવાર અનુભવતો આ આત્મા, ધીમી ગતિ છતાં મજબુતપણે આધ્યાત્મિક ઉન્નતિશ્રેણિએ આગળ વધી રહ્યો છે. યુગપ્રધાન શ્રી શ્રી જિનદત્તસૂરિજી કે જેઓ ૮૦૦ વર્ષ પૂર્વે આ ભારતભૂમિના લાખો ભવ્યોને શ્રી તીર્થકરોએ ચીંધેલા આત્મસમાધિમાર્ગે ચઢાવી વિ.સં. ૧૨૧૧ના આષાઢ સુધી એકાદશીએ માનવદેહ છોડી ગયા, તેઓ વર્તમાને શ્રી દેવેન્દ્રદેવના નામે ત્રાયત્રિશંક દેવ છે. પ્રથમ દેવલોકની સુધર્મસભામાં શકેન્દ્રના ગુરુસ્થાનને શોભાવી રહ્યા છે. તેઓ પૂર્વના ઋણાનુબંધાનુસાર આ બાળને પ્રત્યક્ષપણે અજબ પ્રેરણાઓ પૂર્વક પ્રતિદિન આશીર્વાદ આપતા રહે છે. તેમની જ પ્રેરણાથી આ દેહધારી જેમનો નિશ્ચયાત્મક આશ્રય ગ્રહણ કરી વાડેબંધીથી મુક્ત રહી નિર્ભયપણે આરાધન કરી રહ્યો છે, તેઓ શ્રીમદ્ રાજચંદ્રજીની અસીમ ઉપકાર પરંપરાની સ્મૃતિ અર્થે તેમનું પવિત્ર નામ પોતાને નિમિત્તે ઉત્પન્ન થયેલા આ આશ્રમ સાથે જોડી દેવાનું આ દેહધારીએ સાહસ કર્યું છે. ૧૮૦ રાજગાથા Page #195 -------------------------------------------------------------------------- ________________ એ જ્ઞાનાવતારની અસીમ કૃપાથી આ દેહધારી નિશ્ચયાત્મકપણે એમ જાણી શક્યો છે કે પૂર્વના કેટલાક જન્મોમાં કેવળ પુરુષવેદે આ આત્માનો એ મહાન પવિત્ર આત્મા સાથે વ્યવહારથી નિકટનો સગાઈ સમ્બન્ધ અને પરમાર્થથી ધર્મ સમ્બન્ધ થયેલો છે. એમની અસીમ કૃપાથી આ આત્મા પૂર્વે અનેકવાર વ્યવહારથી રાજઋદ્ધિઓ અને પરમાર્થથી મહાન તપ-ત્યાગના ફળસ્વરૂપ લબ્ધિસિદ્ધિઓ અનુભવી ચુક્યો છે. રાજઋદ્ધિઓથી ઉદ્ભવતા અનર્થોથી બચવા પૂર્વ જન્મે આયુબંધ કાળે કરેલા સંકલ્પબળે આ દેહધારી આ દેહે એક ખાનદાન કિંતુ ઉપજીવનમાં સાધારણ સ્થિતિવાળા કચ્છી વીસા ઓશવાલ અંચલગચ્છીય જૈન કુટુંબમાં જન્મ્યો છે. સ્તનપાન કરતે-કરતે એ જનનીમુખે સાંભળીને નવકાર મંત્ર શીખ્યો. જે મંત્રના પ્રતાપે કેવળ રા વર્ષની વયે સ્વપ્ન અવસ્થામાં સંસારકૂપને એ ઉલ્લંઘી ગયો. ૪ વર્ષની વયે એને ખુદની આંખે પ્રકાશ-પ્રકાશ દેખાયો. ૯/૧૦ વર્ષની વયે એને શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગ્રન્થ વાંચવાનું સૌભાગ્ય સાંપડ્યું, જેને વાંચતાં એ શિક્ષા પૂર્વ પરિચિત લાગી. તેમાંથી “બહુ પુચકેરા પુંજથી, નિરખીને નવયૌવના.. ક્ષમાપના પાઠ, વિગેરે એણે સહસા કંઠસ્થ કર્યા, હું કોણ છું, ક્યાંથી થયો”?.. આ ગાથા એની જીભે રમતી થઈ ગઈ તેમજ “નિરખીને નવ યૌવના” આ શિક્ષાબળે, લઘુવયે થયેલી સગાઈવાળી કન્યાના લગ્ન પૂર્વે જ દેહ છૂટી જતાં, બીજી કન્યા સાથે થતા સગાઈ સમ્બન્ધને ટાળી એ આત્મસમાધિમાર્ગે ઝુકી શક્યો; અને ૧૯ વર્ષની વયે એને મોહમયી નગરે અનાયાસ સહજસમાધિદશાનો સાક્ષાત્કાર થયો. જેનું વર્ણન એ પહેલાં કરી ચુક્યો છે. વયમર્યાદાના એકવીસમા વર્ષે આ દેહધારી જૈન શ્વે. સાધુ બન્યો. ત્યાર પછી એને અનેક અદ્ભુત અલૌકિક અનુભવો થયા. તે પૈકી થોડાક મહત્વપૂર્ણ અનુભવો, સાહસિક સાધકોને ઉત્સાહિત કરવા અત્રે રજુ કરું છું. (૧) આકાશવાણીનો અનેકવાર પરિચય. (૨) અનહદ ધ્વનિ, દિવ્ય દર્શન, દિવ્ય સુગંધ, દિવ્ય સુધારસ અને દિવ્ય સ્પર્શ – એ પાંચ દિવ્ય વિષયોનો સાક્ષાત્કાર. (૩) ભાવિમાં હોનહાર ઘટનાઓનું વર્તમાનમાં ક્વચિત અનાયાસ ભાસન. (૪) ઈંદ્ર પર્વતના દેવલોકવાસીઓનું અનેકવાર પ્રત્યક્ષ મિલન. (૫) ચૈતન્ય-ટેલીવિઝન પદ્ધતિએ પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનું પ્રત્યક્ષ દર્શન અને આશીર્વાદ. (૬) શ્રી સીમંધર પ્રભુના આશીર્વાદ એ વિશિષ્ટ પદની અનુભૂતિ. (૭) મહાવિદેહ ક્ષેત્ર એ આ દુનિયાથી અલગ સ્વતંત્ર દુનિયા છે એવી અફર પ્રતીતિ. (૮) આત્મલબ્ધિએ ઉપાસ્યપદે ઉપાદેયતાઃ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - રવલ્પ પરિચય ૧૮૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ તીર્થ ગમન અને વંદના. (૯) નકગારથી માંડીને સિદ્ધાલય પર્વતની જીવ સુમદાયની બાહ્યથી મુક્ત પર્વતની વિવિધ અવસ્થાઓનું પ્રત્યક્ષ તાદેશ દર્શન. (૧૦) આત્મા અને કર્મમળનું તથા શરીરનું ભિન્ન-ભિન્નપણે પ્રત્યક્ષદર્શન. (૧૧) ધર્માસ્તિકાય આદિ અરૂપી જડ પદાર્થોનું પ્રત્યક્ષ દર્શન. (૧૨) એકાકી વિહાર વિચરતાં વનમાં માર્ગ ચૂકી જતી વખતે સાકાર સ્વરૂપનું પ્રાક્ટય અને માર્ગ નિર્દેશન, વિધિવત્ નદી-જળ ઉતરતાં દેહનું ચંબલના અથાગ જળમાં ડૂબી જવું કે તત્કાળ દૈવિક શક્તિએ શરીરનું અધ્ધર કરવું. નૌકા પ્રાકટ્ય અને નાવિકરૂપે દિવ્ય દેહધારીઓનું તે નૌકા વડે આ દેહને સામે પાર પહોંચાડી અદૃશ્ય થવું; પર્વતમાળાઓમાં આસનસ્થ રહેતાં સિંહ ચિત્તા આદિ હિંસક પશુઓનું સન્મુખ આવી જવું, છતાં અડોલ આસને રહેતાં નિર્ભયપણું શરીરે સ્પર્શીને ફણિધરનું વિંટળાઈને બેસવું છતાં સમાધિસ્થિતિનું બન્યું રહેવું; દેહભાન થયે તેનું ચુપચાપ ચાલ્યા જવું; વ્યાધિકાને દિવ્ય દેહધારીઓનું પ્રગટવું અને આત્મનિષ્ઠામાં બળ આપવું. ઇત્યાદિ. આ બધું પરમ કૃપાળુની કૃપાનું જ ફળ છે, માટે આ આશ્રમ સાથે એમનું પાવન નામ જોડી એમની સભાવ સ્થાપનાને ઉપાસ્યપદે પ્રતિષ્ઠિત કરીને આ દેહધારી એક નિષ્ઠાએ આરાધના કરીકરાવી રહ્યો છે. શ્રીમદ્ભી ઉપાસ્યપદે ઉપાદેયતા : આ અવસર્પિણીકાળમાં આ ક્ષેત્રે ૧૦ અચ્છેરાં પૂર્વે ગણાવવામાં આવ્યાં છે, ત્યાર પછી અચ્છેરારૂપ શ્રીમદ્ રાજચંદ્રજીનું આ ક્ષેત્રે જન્મ થયું. એ મહાવિદેહનું પાત્ર ભૂલથી આ ભરતક્ષેત્રે આવી ચડ્યું, અને ત્યારબાદ મહાવિદેહે ગયું. બાલ્યકાળથી વીતેલું એમનું વિદેહીજીવન એમના મહાવિદેહીપણાની ખાત્રી કરાવે છે. સ્વ-પર હિતાર્થે નિર્દભપણે પોતાની કલમ વડે લખાયેલી આત્મચર્યામાં શ્રીમદ્ભા અલૌકિક જીવનનાં સ્પષ્ટ દર્શન થાય છે. તત્સમ્બન્ધી કેટલાક જીવનપ્રસંગો અન્ય લેખકો દ્વારા આલેખાયેલા અનેક ગ્રન્થોમાં કેટલેક સ્થળે વાચકવૃન્દને જોવા મળશે; જ્યારે આ લેખમાં શ્રીમદ્દી ક્ષાયિકસમ્યદૃષ્ટિ અને ઉત્કૃષ્ટ અપ્રમત્તદશાને લીધે આગમ પ્રમાણ તથા અનુભવ પ્રમાણથી ઉપાસ્યપદે ઉપાદેયતા સિદ્ધ કરવાનું યત્કિંચિત પ્રયત્ન વાચકવૃન્દ જોઈ શકશે. જેને તટસ્થ બુદ્ધિએ અવગાહવાથી ગુણાનુરાગી સાહસિક સાધકોને અદ્ભુત પ્રેરણા મળશે. ૧૮૯૨ રાજગાથા Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ ક્ષાયિકસમ્યગ્દષ્ટા અખંડ સ્વરૂપજ્ઞાની અને ઉત્કૃષ્ટ અપ્રમત્તયોગી હતા. આ વાતની ખાત્રી કરવા સર્વપ્રથમ એમની આત્મચર્યાનું નિરીક્ષણ કરવા, ચાલો ! આપણે એમના વચનામૃત ગ્રન્થમાં પ્રવેશીએ : “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃશંક છે, ગ્રન્થિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે - પત્રાંક-૧૭૦. છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. પરિપૂર્ણ લોકાલોક જ્ઞાન ઉત્પન્ન થશે. પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે – પત્રાંક-૧૮૭. આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીનભાવ વર્તે છે. તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે - પત્રાંક-૨૧૪. એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમ-સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રાચિમાત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ પ્રિય છે એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ - પત્રાંક-૨૫૫. આત્મા બ્રહ્મસમાધિમાં છે, મન વનમાં છે, એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે. પત્રાંક-૨૯૧. જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ. અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સમ્બન્ધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ તેમજ બીજાં પણ ખાવા-પીવા વિગેરેનાં પ્રવર્તન માંડ-માંડ કરી શકીએ છીએ.... ચિત્તનો પણ ઝાઝો સંગ નથી. આત્મા આત્મભાવે વર્તે છે. સમયેસમયે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. - પત્રાંક-૩૧૩. - “અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયઃ નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી... શ્રી તીર્થંકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું - એમ અમને દઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું તે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે, માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએસાચા છીએ - પત્રાંક-૩૧૨. ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - રવલ્પ પરિચય ૧૮૪ Page #198 -------------------------------------------------------------------------- ________________ “અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી - પત્રાંક-૩૨૯. ઘણાઘણા જ્ઞાનીપુરુષો થઈ ગયા છે, તેમાં અમારા જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન-અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે... દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ-અનુભવ છે. - પત્રાંક-૩૩૪. અમે, કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે; કુટુંબથી, મનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે - પત્રાંક-૩૪૭. સમય માત્ર પણ અપ્રમત્તધારાને નહિ વિસ્મરણ કરવું એવું જે આત્માકાર મન, તે વર્તમાન સાથે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. - પત્રાંક-૩૫૩. મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્યભાવમાં પોતાપણું થતું નથી અને અખંડ-આત્મધ્યાન રહ્યા કરે છે. - પત્રાંક-૩૬૬. “અમે પાંચ માસ થયાં જગત, ઈશ્વર અને અન્યભાવ એ સર્વને વિષે ઉદાસીનપણે વર્તીએ છીએ.... મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે. એ તો નિઃશંક વાત છે. - વૈશાખ વદ-૬ ભોમ, ૧૯૪૮. - પત્રાંક-૩૮. “અવિચ્છિન્નપણે જેને વિષે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી ના પ્રણામ પહોંચે. જેને વિષે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે, એવા જોગને વિષે હાલ તો રહીએ છીએ. આત્મસ્થિતિ તેને વિષે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ શ્રી. ના ચિત્તને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ. - પત્રાંક-૩૭૦. “અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે, એવા જે શ્રી રાજચંદ્ર તે પ્રત્યે ફરી-ફરી નમસ્કાર. - પત્રાંક-૩૭૬. “છ માસ સંપૂર્ણ થયાં જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી એવા શ્રી ને નમસ્કાર. - પત્રાંક-૩૭૮. જો કે અમારું ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહિ. તેને વિષે વાણીનું ઉઠવું, સમજાવવું, આ કરવું અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડમાંડ બને છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે. રુચિમાત્ર સમાધાન પામી છે એ આશ્ચર્યરૂપ વાત ક્યાં કહેવી? આશ્ચર્ય થાય છે ! આ જે દેહ મળ્યો છે તે પૂર્વે કોઈવાર મળ્યો નહોતો, ભવિષ્યકાળે પ્રાપ્ત થયો નથી. ધન્યરૂપ-કૃતાર્થરૂપ એવા જે અમે... પત્રાંક-૩૮૫. ઉદયાધીન માત્ર જીવિતવ્ય કરવાથી-થવાથી ૧૮૪ રાજગાથા Page #199 -------------------------------------------------------------------------- ________________ વિષમપણું મટ્યું છે. તમ પ્રત્યે, પોતા પ્રત્યે, અન્ય પ્રત્યે કોઈ જાતનો વિભાવિક ભાવ પ્રાયે ઉદયપ્રાપ્ત થતો નથી..... પૂર્વોપાર્જિત એવો જે સ્વાભાવિક ઉદય તે પ્રમાણે દેહસ્થિતિ છે, આત્માપણે તેનો અવકાશ અત્યંતાભાવ રૂપ છે. - પત્રાંક-૩૯૬. “જે પુરુષનું દુર્લભપણું ચોથાકાળને વિષે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે...... ઈશ્વરેચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહિ પણ અમથકી, એમ પણ અત્રે માનીએ છીએ..... જગતમાં કોઈપણ પ્રકારથી જેની કોઈ પણ જીવ પ્રત્યે ભેદદૃષ્ટિ નથી એવા શ્રી..... નિષ્કામ આત્મસ્વરૂપના નમસ્કાર પ્રાપ્ત થાય. પત્રાંક-૩૯૮. “ચિત્તને વિષે જેવું આ ઉપાધિયોગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણું વર્તે છે. તેવું મુક્તપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું; એવી નિશ્વળદશા (ક્ષાયિક સમ્યક્દશા) માગસર સુદ-૬ (૧૯૪૮) થી એકધારાએ વર્તી આવી છે. પત્રાંક-૪૦૦. અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવા તુલ્ય છે. - પત્રાંક-૪૧૧. અવ્યાબોધ સ્થિતિને વિષે જેવુંને-તેવું સ્વાસ્થ્ય છે. પત્રાંક-૪૯૯. મન-વચન-કાયાના જોગમાંથી જેને કેવળી સ્વરૂપભાવ થતાં અહંભાવ મટી ગયો છે............ વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ. . પત્રાંક-૪૬૬. - - - “જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે, તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે..... જેવો સર્વ દેહ પ્રત્યે વર્તવાનો પ્રકાર રાખીએ છીએ, તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે..... આત્મરૂપપણાના કાર્યે માત્ર પ્રવર્તન હોવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે તેમ સ્વપણે ગણાતા સ્ત્રી આદિ પદાર્થોં પ્રત્યે વર્તે છે..... સર્વ પ્રકારની વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે; સમવિષમતા નથી સહજાનંદ સ્થિતિ છે... પત્રાંક-૪૬૯. ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - - - “આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે એવો પરમપુરુષે કરેલો નિશ્ચય તે પણ (અમને) અત્યંત પ્રત્યક્ષ છે. - પત્રાંક-૫૭૯. એક આત્મપરિણામ સિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વર્તે છે; અને જે કંઈ કરાય છે તે જેવા જોઈએ તેવા ભાનના સોમા અંશથી પણ નથી થતું. - પત્રાંક-૫૮૩. મનઃપર્યવજ્ઞાન પણ પર્યાયાર્થિક જ્ઞાન ગણી વિશેષ એવા જ્ઞાનોપયોગમાં ગણ્યું છે, તેનો સામાન્યગ્રહણરૂપ વિષય નહીં ૧૮૫ સ્વલ્પ પરિચય - Page #200 -------------------------------------------------------------------------- ________________ ભાસવાથી દર્શનોપયોગમાં ગયું નથી - એમ સોમવારે બપોરે જણાવવું થયું હતું તે પ્રમાણે જૈનદર્શનનો અભિપ્રાય આજે (પ્રત્યક્ષ) જોયો છે. શ્રાવણ સુદ-૧૦ બુધવાર, ૧૯૫૧. - પત્રાંક-૬૨૫. જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો ? “હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. ત્યાં હવે તો લેવાદેવાની પણ કડાછૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે. “કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગ કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે. વર્તમાને વિદ્યમાન વિરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન કયાંથી થાય? “ઓ દુષમકાળના દુર્ભાગી જીવો ! ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. “સંસારતાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. “મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને અમે કલ્પવૃક્ષ જ છીએ. “વધારે શું કહેવું ? આ વિષચકાળમાં પરમશાંતિના ધામરૂપ અમે બીજા શ્રીરામ અથવા શ્રી મહાવીર જ છીએ કેમ કે અમે પરમાત્મવરૂપ થયા છીએ. “આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી. પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પ્રત્યે પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. - મુંબઈ, ચૈત્ર સુદ-૧૩, ૧૯૫૨ (3% શ્રી મહાવીર (અંગત) - પત્રાંક-૬૮૦. (નોંધ : આ સર્વ વચનામૃતો સ્વયં શ્રી સહજાનંદઘનજીએ હિન્દીમાં અનુવાદિત કરીને, શતાબ્દી પ્રવચનોમાં સ્વમુખે ઉચ્ચાર્યા છે. વિશ્વમાનવ શ્રીમદ્ રાજચંદ્રજી' એ શીર્ષકથી ખાસ સી.ડી.માં વર્ધમાન ભારતીએ તે પ્રકાશિત કર્યા છે. પ્ર.) ૧૮ રાજગાથા Page #201 -------------------------------------------------------------------------- ________________ ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવો હતો, ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્યો કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એજ અદ્ભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે. ૐ શાંતિઃ - પત્રાંક-૯૫૧. “યથા હેતુ જે ચિત્તનો, સત્યધર્મનો ઉદ્ધાર રે થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે. ધન્ય. આવી અપૂર્વ વૃત્તિ અહો ! થશે અપ્રમત્તયોગ રે, કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શી ને દેહ વિયોગ રે. ધન્ય. અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે... ધન્ય. - હાથનોંધ-૧, પૃ. ૬૪” ઉપરોક્ત અવતરણોથી એમ સિદ્ધ થયું કે શ્રીમદ્ રાજચંદ્રજીને ૧૯૪૦માં નિશ્વયનચે શુદ્ધ સમકિત પ્રકાણ્યું હતું તેની અખંડધારાએ વિ.સં. ૧૯૪૮ના માગસર સુદ-૬, સોમે ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ્યું, જેથી તેઓ અખંડરવરૂપજ્ઞાની બીજકેવળી બન્યા. નિરભ્ર આકાશમાં બે કળા નિરાવરણ ચંદ્રમાની જેમ અનંતાનુબંધી કષાય અને દર્શનમોહ રહિત ચિદાકાશમાં આત્મચંદ્રનું બે કળા નિરાવરણપણે અખંડધારાએ સતત સહજ પ્રકાશિત બન્યું રહેવું તે જધન્ય બીજકેવળજ્ઞાન કહેવાય, અને ચતુર્દશીના ચંદ્રમાની માફક આત્મચંદ્રનું પ્રકાશવું તે ઉત્કૃષ્ટ બીજકેવળજ્ઞાન કહેવાય. વચ્ચેનો ગાળો મધ્યમ બીજકેવળજ્ઞાનનો છે. જ્યારે પૂર્ણિમાના સર્વથા નિરાવરણપૂર્ણ ચંદ્રની માફક આત્મચંદ્રનું સર્વથા નિરાવરણપણું થાય ત્યારે સંપૂર્ણ-કેવળજ્ઞાન થયું ગણાય છે. બીજભૂત અને સંપૂર્ણ એમ કેવળજ્ઞાન બે પ્રકારે હાથનોંધ-૧, પૃ. ૧૦પમાં શ્રીમદે અનુભવ પ્રમાણથી જે નોંધ્યું છે, તે ઉપલી વિચારણાથી બુદ્ધિગમ્ય થઈ શકવા યોગ્ય છે. વળી દશ્ય પદાર્થની અપેક્ષાએ જ માત્ર આ કાળે કેવળજ્ઞાનની વ્યાખ્યા પ્રચલિત છે તે અપૂર્ણ છે, તેની સાથે જીવની અપેક્ષાએ વ્યાખ્યા મેળવીએ ત્યારે જ તે સંપૂર્ણ થઈ ગણાય કારણ કે જૈન ન્યાય ગ્રન્થોમાં સ્વ-ર વ્યવસાયી સાનં પ્રમામ્ અર્થાત્ ઉપાસ્યપદે ઉપાદેયતાઃ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - રવલ્પ પરિચય ૧૮. Page #202 -------------------------------------------------------------------------- ________________ જે ‘સ્વ’ને સ્વરૂપે તથા ‘પર’ને પરરૂપે એમ સ્વ-પરને જેમ છે તેમ જુદું-જુદું બતાવે તે જ્ઞાન પ્રમાણભૂત ગણ્યું છે. આ ન્યાયથી કેવળજ્ઞાનની પ્રચલિત વ્યાખ્યાએ ખૂટતી કડીને જોડવારૂપે શ્રીમદે આત્મસિદ્ધિશાસ્ત્રમાં જીવની અપેક્ષાએ કેવળજ્ઞાનની વ્યાખ્યા બતાવી છે. જિનાગમમાં સયોગી ભવસ્થ કેવળજ્ઞાન, અયોગી ભવસ્થ કેવળ બબ્બે પ્રકારનું અને સિદ્ધ કેવળજ્ઞાન એ આદિ ભેદો જોવામાં આવે છે તે પણ જીવસાપેક્ષ છે જેની પૂર્તિ પણ શ્રીમદે પ્રકાશેલી વ્યાખ્યા વડે જ શક્ય છે. આ રહસ્યોદ્ઘાટનથી એમ સિદ્ધ થયું કે બીજના ચંદ્રમાની જેમ આત્મચંદ્રનું બીજકેવળજ્ઞાને પ્રત્યક્ષદર્શન આ કાળે હોઈ શકે. “વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભૌ બતલાય દિયે.” શ્રી.રા. વચનામૃત. વળી બીજથી ચતુર્દશી પર્યંતના નિરાવરણ ચંદ્રની માફક જેટલું નિરાવરણપણું આત્મચંદ્રનું થાય તેટલું કર્મ-રાહુથી આત્માનું મોક્ષ પણ થાય અને તે આ કાળે હોઈ શકે. તેમ છતાં પ્રચલિત ઉપદેશ પ્રવાહમાં “આ કાળે આ ક્ષેત્રે આત્માના પ્રત્યક્ષ દર્શન નહિ જ થાય તથા મોક્ષ પણ નહિ જ થાય” એવો પ્રચાર જૈનોમાં ચાલી રહ્યો છે તે પણ આ કાળનું એક અચ્છેરૂં જ છે. અને આ અચ્છેરાના અંગ રૂપે એમ પણ પ્રરૂપાય છે કે “આ ભરતમાં હમણાં કોઈને ક્ષાયિક સમકિત ન જ થઈ શકે.” ચાલો ! ત્યારે હવે આપણે જૈન શાસ્ત્રોમાં પ્રવેશીને જોઈએ કે આ કાળમાં આ ક્ષેત્રે જીવ ક્ષાયિક સકિત પામી શકે કે નહિ ? ક્ષાયિક સમ્યક્ત્વ કોને અને કોની નિશ્રામાં થાય ? “દર્શનમોહનીય કર્મનું ક્ષય હોવાનું જે ક્રમ છે, તે ક્રમનો પ્રારંભ કેવળી અથવા શ્રુતકેવલીની નિકટ નિશ્રામાં જ થાય અને તેનો પ્રારંભ કરનારો કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલો મનુષ્ય જ હોય.” (ગોમ્મટ સાર-જીવકાંડ ગાથાંક-૬૪૭ના ત્રણ ચરણ) આ સિદ્ધાન્તાનુસાર આ ક્ષેત્રે વર્તમાન ક્ષણે કોઈ કેવળી અથવા શ્રુતકેવળી નથી માટે તેની નિશ્રાના અભાવે કોઈને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થઈ શકે - આવો પ્રવાદ ચાલુ થયો હોય એમ લાગે છે; પરંતુ તે જ ગાથાના ચોથા ચરણની શિક્ષા ભણી આંખ આડે કાન કરવામાં આવ્યા હોય એમ પણ લાગે છે. તે ગાથાનું ચોથું ચરણ છે - નિવો હોવિ સવ્વસ્થ' અર્થાત્ જો કદિ દર્શનમોહનો સર્વથા ક્ષય થવા પૂર્વે જ અધુરા કાર્યે તે ક્ષપણકનું આયુ પૂર્ણ થઈ જાય તો તે પોતાના અધુરા કાર્યની પરિસમાપ્તિ ચારે ગતિઓમાંથી કોઈપણ ગતિમાં તે જીવ જઈને કરી શકે છે. ત્યાં ૧૯૮ રાજગાથા Page #203 -------------------------------------------------------------------------- ________________ તેને પૂર્વ સંસ્કારબળ સહાયક થાય છે માટે અન્યાશ્રય અનિવાર્ય નથી હોતું. આ દિ. સિદ્ધાંત મુજબ . કર્મસિદ્ધાન્તનું પણ કથન મળી રહે છે. વળી ૮૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજીએ શ્રી મહાનિશીથસૂત્રની સાખ આપીને સ્વરચિત ઉપદેશકુલકમાં યુગપ્રધાનોને ક્ષાયિક સમકિતી જણાવ્યા છે. આર્ય સુધર્માસ્વામીથી માંડી દુપ્પસહ સાધુ પર્યત યુગપ્રધાનોની ૨૦૦૪ સંખ્યા બતાવી છે. જે પાંચમા આરાના અંતપર્યંતનો ક્રમ છે. ઉપરોક્ત આગમપ્રમાણથી આ ક્ષેત્રે પાંચમા આરાના અંત પર્યત કોઈ વિરલ જીવો પૂર્વ સંસ્કારબળ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરી શકે એ નિર્વિવાદ સત્ય છે. આ તથ્યને અનુભવ પ્રમાણથી શ્રીમદે સાબિત કરી આપ્યું છે. કોઈએ માનવું-ન-માનવું એ મરજીની વાત છે. શંકા – કદાપિ શ્રીમ ક્ષાયિક સમ્યકત્વ થયું હોય તો છો થયું, પરંતુ તેથી કાંઈ તેઓ પરમાત્મા બની જતા નથી, તેમ છતાં તેઓ પોતે પોતાને પરમાત્માપણે ગણાવે અને ભક્તો એમની જિનવત્ આરાધના કરે એ ક્યાંનો ન્યાય ? આ ઢંગ તો શ્વે. કે દિ. કોઈનેય માન્ય નથી. કારણ કે “સાધુ-દીક્ષા પૂર્વે જ કદાચ કોઈને કેવળજ્ઞાન થાય તો પણ જ્યારે દેવતાઓ તેમને મુનિવેષ આપે અને તેઓ અંગીકાર કરે ત્યારે જ તેઓને વંદનાદિ કરી શકાય, તે પૂર્વે નહિ જ. આ શ્વે. કથન છે, તથા ઓછામાં ઓછું અંતર્મુહૂર્તકાળ પૂર્વે મુનિવેષ ધારણ કર્યા વિના તો કોઈને ય કેવળજ્ઞાન થયું નથી અને થવાનું નથી' - આ દિ. કથન છે. જ્યારે શ્રીમદે ન તો ઓઘા-મુહપત્તિ કે પછી-કમંડલ લીધાં અને ન તો તેઓ સંપૂર્ણ કેવળી થઈ શક્યા, તેમ છતાં તેઓ ઉપાસ્યપદે કેમ ઉપાદેય હોઈ શકે ? સમાધાન – જેને દર્શનવિશુદ્ધિ કરવી હોય તેવા આત્માર્થી સાધકને દર્શનવિશુદ્ધિના પુષ્ટ નિમિત્ત રૂપે આત્મજ્ઞાની તથા સર્વજ્ઞ વીતરાગ બંને એક સમાન ઉપાસ્ય છે – એવો એકરાર દિ. શ્વે. ઉભયશ્રેણિના શાસ્ત્રોમાં પ્રગટ દેખાય છે. યથા : सर्वज्ञ वीतरागस्य । स्ववशस्यास्य योगिनः ॥ न कामपि मिदां क्वापि । तां विस्रो हा ! जडा वयम् ॥ - નિયમસાર માથાંવ-૨૪૬, ટી-પાંવ-રરૂ. અર્થ – સર્વજ્ઞવીતરાગમાં તથા જેનું આત્માકાર મન છે તેવા આ સ્વવશ યોગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી; છતાં અરેરે ! આપણે જડ જેવા છીએ કે જેથી તેમનામાં ભેદ માનીએ છીએ. ઉપાસ્યપદે ઉપાદેયતાઃ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - રવલ્પ પરિચય ૧૮૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ खाइमसम्मद्दिह्रि । जुगप्पहाणागमं च दुप्पसहं ॥ दसवेयालिय कहिगं । जिणं व पूएज्ज तियसवई ॥ २५ ॥ ... તે તદ મારાદેન્ગા | નદ તિયરે ૪ વડવ્યાપ્ત ૨૨ . પર્વ નિવ-નિય #ાજો ! ગુપટ્ટાખો નિખાવ્ય રડ્યો... રદ્દ છે » મહાનિરીદાશો મળિયા મિvi | રૂ૪ . – શ્રી જિનદત્તસૂરિ કૃત ઉપદેશકુલકમ્ શ્રી મહનિશીથસૂત્રની સાખે આગમપ્રમાણ તથા અનુભવપ્રમાણથી યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજી કહી ગયા કે – “ક્ષાયિકદષ્ટિવન્તને, યુગપ્રધાનોને, આગમને તથા દશવૈકાલિક સૂત્ર માત્રને કહેશે તે દુપ્પસહ સાધુને પણ શ્રી જિનેશ્વર ભગવાનની માફક ત્રિદશપતિ અર્થાત્ ઈંદ્ર પૂજે.” આ પ્રમાણે પોત-પોતાના સમયે વિદ્યમાન યુગપ્રધાનોને જિનેશ્વર ભગવાન તુલ્ય જોવા-શ્રદ્ધવા. તેઓની ચોવીસ તીર્થકરોની માફક જ આરાધના કરવી.” અર્થાત્ તીર્થકરોમાં અને યુગપ્રધાનોમાં ઉપાસ્યની દૃષ્ટિએ ભેદ ન જાણજો. વળી ઉપરોક્ત આગમ પ્રમાણ તથા અનુભવ પ્રમાણ-પ્રત્યક્ષપ્રમાણથી શ્રીમદ્ભા અંતરાત્મામાં નેપથ્થધ્વનિ પ્રગટી અને તેને સાંભળીને પત્રારૂઢ કરતાં એ પરમ કૃપાળુએ જણાવ્યું કે – “પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું - તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે..... પરમાત્માને નિરંજન અને નિર્દેહ રૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો હોય એવો દેહધારી પરમાત્મા, તે પરાભક્તિનું કારણ છે. તે જ્ઞાની પુરુષના સર્વ ચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે, અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેની ઓળખાણ વિના પરમાત્માની કોઈને પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વપ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી જ્ઞાનરૂપ પરમાત્માની દિવ્યમૂર્તિને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એકલયે આરાધવી-એવો શાસ્ત્ર લક્ષ છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિ ૧૯૦ રાજગાથા Page #205 -------------------------------------------------------------------------- ________________ રૂપ હોય છે. પંચ પરમેષ્ટિપંચમાં “નમો અરિહંતાણં” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. - પત્રાંક-૨. “સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે - આ અમારું હૃદય છે. પત્રાંક-૧૯૮. “હે પુરુષ પુરાણ ! અમે તારામાં અને સત્પષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તો પુરુષ જ વિશેષ લાગે છે, કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે; અને અમે પુરુષને ઓળખ્યા વિના તમે ઓળખી શક્યા નહિ; એ જ તારૂ દુર્ઘટપણું અમને સપુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. પત્રાંક-૨૧૩. પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જો કે મહાજ્ઞાનીઓ થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં, એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષજ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી-કાઢી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે. - પત્રાંક-૪૬૬. “કોઈ પ્રગટ કારણને અવલંબી, વિચારી, પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞપુરુષને માત્ર સમ્યગ્ દૃષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્વરૂપ છે; અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. પ્રત્યક્ષ સર્વજ્ઞપુરુષને પણ કોઈ કારણે, વિચારે, અવલંબને સમ્યફષ્ટિ સ્વરૂપપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મપ્રત્યયી ફળ નથી. પરમાર્થથી તેની સેવા-અસેવાથી જીવને કંઈ જાતિભેદ થતો નથી. માટે તે કંઈ સફળ કારણરૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી એમ જણાય છે. - પત્રાંક-૫૭૪.” ઉપરોક્ત આગમ અને અનુભવ પ્રમાણના સ્વલ્પ અવતરણોથી એમ સિદ્ધ થયું કે, “આત્મજ્ઞાની અને સર્વજ્ઞ વીતરાગ બંને એક સમાન ઉપાસ્ય છે' એમ દિગ્ધ. ઉભય પરંપરાના પ્રાચીન આચાર્યો કહી ગયા છે. વળી ભાવ નિગ્રંથને દ્રવ્યલિંગતાની સાથે અમુક ચોક્કસ વેશભુષા અને ક્રિયાકાંડનું કોઈ એકાંતિક અનિવાર્ય સમ્બન્ધ નથી એમ પણ ઉભય જૈન પરંપરાના શાસ્ત્રો કહે છે જેમાં - સમયસર માં કહ્યું છે કે : पाखंडी लिंगाणि व गिहलिंगाणि च बहुप्पयाराणि । धित्तुं वदंति मूढा लिंगमिणं मोखमग्गोत्ति ॥ ४०८ ॥ ઉપાસ્યપદે ઉપાદેયતાઃ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - રવભા પરિચય ૧૯૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ ण उ होदि मोक्खमग्गो लिंगं जं देहणिम्ममा अरिहा ॥ लिंगं मुत्तु दंसणणाणचरित्ताणि सेयंति ॥ ४०९ ॥ ― वि एस मोक्खमग्गो पाखंडीगिहिमयाणि लिंगाणि । दंसणवाणचरित्ताणि मोक्खमग्गं जिणा बिंति ॥ ४१० ॥ तम्हा दुहित्तु लिंगे सागारणगारएहिं वा गहिए । दंसणणाणचरित्ते अप्पाणं जुंज मोक्खपहे ॥ ४११ ॥ અર્થ - નાના પ્રકારના સાધુ-પાખંડીવેશ અને ગૃહસ્થવેશ ધારણ કરીને મૂઢઅજ્ઞાનીજનો એવી એકાંતિક પ્રરૂપણા કરે છે કે ‘આ વેશ જ મોક્ષમાર્ગ છે’, તેઓને અપ્રમત્ત-યોગી આચાર્ય કુંદકુંદ એમ સમજાવે છે કે ‘વેશ એ કાંઈ મોક્ષનો માર્ગ નથી” કેમ કે અદ્વૈતદેવ પણ દેહથી નિર્મમ હોવાથી ઉલ્ટાનું દેહાશ્રિત વેશભુષાને તજીને દર્શન-જ્ઞાન-ચારિત્રને ભજે છે. માટે નિશ્ચયથી સાધુવાંગ કે ગૃહસ્થસ્વાંગ એ મોક્ષમાર્ગ નથી કેમ કે તે શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે; પરંતુ દર્શન-જ્ઞાનચારિત્ર જ મોક્ષમાર્ગ છે કેમ કે તે આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. આ કારણથી હે આત્માર્થીઓ ! આગાર કે અણગારની વેશભુષાના આગ્રહો તજી પોતાના આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં જોડો. વળી “સિદ્ધા પત્તરસ મેવા” અર્થાત્ પંદર ભેદે સિદ્ધ. આ.વે. આગમકથન જગ જાહેર છે, તેમાંથી એક પણ ભેદને ઉત્થાપનારા ઉત્સૂત્રભાષીને અનંત સંસારી થવું પડે છે - એવી દિવ્યધ્વનિ સંભળાવનારા ભવભીરુથી કેવળ મનકલ્પિત સ્વલિંગ માત્રનો જ એકાંતિક આગ્રહ કેમ થઈ શકે ? નાટક કરતે-કરને નાટક જોતે-જોતે, શૃંગાર સજતે-સજતે કે લગ્નનાં ફેરા ફરતેફરતે; ખાતે-ખાતે કે સફર કરતે-કરતે; જીવદયા ચિંતવર્ત-ચિતવતે કે ગરદને છરી ચલાવતે-ચલાવતે, એમ નાના પ્રકારની બાહ્ય ચેષ્ટાઓ છતાં જ્યાં ઉત્તમ નિમિત પામીને જીવ સવળીએ વળ્યો કે વિના સાધુસ્વાંગ છતાં અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થયાના અનેક પુરાવાઓ શ્વે. સાહિત્યમાં જોવાય છે. જ્યાં કેવળજ્ઞાન થયું ત્યાં સાધ્યની સિદ્ધિ થઈ, પછી સાધકપણું ક્યાં રહ્યું ? કે જેથી સાધનો વસાવવાં પડે ? વંદનીય કોણ કેવળજ્ઞાન કે ઓઘામુહપત્તિ આદિ સાધુસ્વાંગ ? જો ઓઘા-મુહપત્તિ આદિ વંદનીય હોત તો તેના મેરૂ જેટલા ઢગલા વ્યર્થ કાં બતાવાય છે ? ઓઘા તો ગોરજીઓ પાસે પણ છે તેમને કાં અવંદનીય ઠરાવો છો ? જેમ તેમની પાસે મુનિપણું નથી તેમ ઓઘામુહપત્તિ હોવા છતાં જેને આત્મજ્ઞાન કે જેના વડે આત્મા દેહથી રાજગાથા ૧૯૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન પ્રત્યક્ષ જોઈ-જાણી શકાય છે તે ન હોય તો તેને પણ મુનિપણું નથી, કારણ કે મુનિપણું તો આત્મજ્ઞાન વડે જ હોઈ શકે - અબળાનેળ મુળિ હોર્ એમ આચારાંગ સૂત્ર કહે છે; માટે તે વંદનીય-પૂજનીય હોઈ શકે નહિ. વંદનીય-પૂજનીય તો જ્ઞાનાદિ આત્મગુણો છે, અજ્ઞાનાદિ નહિ. શાસ્ત્રજ્ઞાન એ તો જ્ઞાનીઓના જ્ઞાનની સ્થાપના છે, તે ઉધારે લીધેલી રકમનો બીજો કોઈ માલિક બની શકે નહિ. પોતાને આત્મજ્ઞાન ન હોવા છતાં જેઓ પોતાને સુગુરુ માની-મનાવી ભક્તો દ્વારા પોતાની વિવિધ વંદના અને સોનાના ફુલડે નવાંગે પૂજના કરાવવાની રસવૃત્તિ ધરાવે છે, તથા આત્મજ્ઞાનીઓની આશાતના કરવા-કરાવવામાં પોતાનું પહારથીપણું વખાણે છે, તેમની શી ગતિ થશે ? એ જોતાં સખેદ આશ્ચર્ય થાય છે. કારણ કે તેવા આચાર્યો નવ-પાંચડાની પૂર્તિ માટે પોતાની કમર કસી રહ્યા છે. જેને જે ભવે ક્ષાયિક સમ્યક્ત્વ થાય તેને તે જ ભવે અથવા બીજે કે ત્રીજે ભવે અને ક્વચિત્ વિકલ્પથી ચોથે ભવે સંપૂર્ણ કેવળજ્ઞાન થાય જ. તેઓ પૈકી કોઈ તીર્થંકર નામકર્મ યુક્ત હોય અને કોઈ ન હોય - આ વાત સૈદ્ધાંતિક છે. ક્ષાયિક સમકિતની પ્રગટતાને લીધે જેમ ભાવિ તીર્થંકર, વર્તમાન તીર્થંકરવત્ આરાધ્ય છે, તેમજ ભાવિ સામાન્ય કેવલી પણ વર્તમાન જિનવત્ આરાધ્ય છે. વર્તમાનદશાની ઉપેક્ષા કરીને અદ્યાવિધ બાહ્યસાધુતા ન હોવા છતાં ભાવિ જિનેશ્વર શ્રી શ્રેણિકાદિના જીવદ્રવ્યની વર્તમાન જિનેશ્વરવત્ આરાધના જેમ ઉપાદેય છે અને તેથી તેમની મૂર્તિપૂજાદિ ગુણરૂપ છે; તેમ જ વર્તમાન ક્ષાયિકદંષ્ટા, અખંડ સ્વરૂપજ્ઞાની, ઉત્કૃષ્ટ અપ્રમત્ત સંયમી અને ભાવિ સંપૂર્ણજ્ઞાની યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજીની આરાધના વર્તમાન જિનવત્ ઉપાદેય છે જ અને તેથી એમની મૂર્તિ અને અનુભવવાણી પણ વંદનીય, પૂજનીય યાવત્ આરાધનીય છે-જ-છે. તેમ છતાં “માને તેના દેવ-ગુરુ અને પાળે તેનો ધર્મ છે”. જે જેના નિમિત્તે તરવાના હોય તે તેના નિમિત્તે જ તરે. બધાને કાંઈ એક જ નિમિત્ત ન જ હોય. ત્યાં પછી ભિન્ન નિમિત્તતામાં વિવાદ શો ? ચૈતન્ય-ટેલિવિઝન પદ્ધતિએ જોતાં તો શ્રી શ્રેણિકના જીવદ્રવ્યની વર્તમાને નૈગમનયે પ્રભુતા દેખાય છે; જ્યારે શ્રીમદ્ રાજચંદ્રદેવના જીવદ્રવ્યની તો વર્તમાને એવંભૂતનયે પ્રભુતા પ્રગટેલી દેખાય છે, કારણ કે તેઓ મહાવિદેહક્ષેત્રે શ્રી સીમંધર તીર્થંકરના સમવસરણમાંની કેવળીપર્ષદામાં બિરાજેલા છે. જ્ઞાનીઓની કૃપાથી આ આત્માને એની સુપ્રતીતિ વર્તે છે. પછી ભલે કોઈને માન્યામાં આવે યા નહિ, તેમ છતાં સત્પ્રતીતિને તેથી લેવા-દેવા નથી. ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - સ્વલ્પ પરિચય ૧૯૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ પં. સુખલાલજી જેવા સમર્થ વિદ્વાન તાર્કિકો જૈન ભૂગોળ-ખગોળની વિસંવાદિતા તથા જડવિજ્ઞાનની વિલક્ષણ પ્રગટતાને લીધે અનુમાન-પ્રમાણથી ભલે ! મહાવિદેહને કવિઓની કલ્પના માને; પરંતુ ચૈતન્યવિજ્ઞાનના આવિષ્કારરૂપ દૂરંદેશી લબ્ધિદુરબિન વડે જોતાં મહાવિદેહ એ એક આ દુનિયાથી અલગ સ્વતંત્ર દુનિયા છે, તેમજ નંદીશ્વરાદિ દ્વીપો, સ્વર્ગ-નરક એ બધાં પ્રચલિત પ્રરૂપણાથી ભિન્ન સ્વરૂપે છે ખરાંએવી ખાત્રી થાય છે. સોનગઢ નિવાસી શાસ્ત્રવિદો એમ વદતા સાંભળ્યા કે “સમકિતી તો દેવલોકે જ જાય; કદાપિ સમકિતની પ્રાપ્તિપૂર્વે મનુષ્યાય બંધાયેલું હોય તો પણ તેઓ કર્મભૂમિમાં ન જઈ શકે; ભોગભૂમિમાં જ જાય એમ શાસ્ત્રો કહે છે, માટે અમે તો શ્રીમદ્ દેવલોકે ગયા-એમ માનીયે છીએ-પ્રરૂપીયે છીએ. તમારી મહાવિદેહવાળી માન્યતાને શો શાસ્ત્રાધાર છે ? સમાધાન – કેવળજ્ઞાન સ્વરૂપ પોતાના આત્માની પરદ્રવ્ય અને પરભાવોથી ભિન પ્રતીતિ, ક્વચિત્ મંદ-ક્વચિત્ તીવ્ર ક્વચિત સ્મરણ - ક્વચિત્ વિસ્મરણ ધારારૂપે જ્યાં સુધી વર્તતી હોય ત્યાં સુધી તે પ્રતીતિધારાને ક્ષાયોપથમિક સમ્યક્ત કહેવાય અને એકધારાવાહી પ્રવાહે તે અખંડ પ્રતીતિને ક્ષાયિક સમ્યક્ત કહેવાય. ક્ષાયોપથમિક-સમકિત જીવને સ્વરૂપાનુસંધાનપૂર્વક પર ચિંત્વન થાય ત્યાં સુધી તેની તે દશા સમ્યક ગણાય, પરંતુ અભ્યાસકાળ પર ચિંતન સમયે ક્વચિત્ સ્વરૂપાનુસંધાન છૂટી પણ જાય ત્યાં ચૈતન્યની એકલી પરવ્યવસાયિતા થઈ ગણાય તેવી દશા મિથ્યા ગણાય. તેવી હાલતમાં યોગાનુયોગે જો આયુબંધ થાય તો તત્સમયી અધ્યવસાય પ્રમાણે ચારે ગતિઓમાંથી કોઈ પણ ગતિનું આયુબંધ થાય - આ સહજે સમજાય તેવી વાત છે. શ્રીમને સ્વાત્મપ્રતીતિધારા જ્યારે ક્ષાયોપથમિકભાવે વર્તતી હતી, ત્યારે એક વખતે શ્રી સીમંધર પ્રભુના સત્સંગ-પ્રસંગને ચૈતન્ય ટેલીવિઝન પદ્ધતિએ જોઈને ઉલ્લાવાસમાં આવી જઈ મત્તે ભવે તુમ ઘના આ સૂત્રાનુસાર તેમના શરણભાવમાં એટલા તલ્લીન થઈ ગયા હતા કે સ્વાત્મપ્રતીતિધારા છૂટી ગઈ અને મનુષ્યાય બંધાઈ ગયું. ક્ષાયિકધારા તો તેમને ત્યારપછી સિદ્ધ થઈ. નિદાન રહિત જો મનુષ્યાય બંધાય તો તે સમકિતી જીવ ભોગભૂમિમાં જાય એ બનવા યોગ્ય છે, પરંતુ નિદાનયુક્ત મનુષ્યાયુબંધને ઉપરોક્ત સિદ્ધાંત લાગુ પડી શકે નહિ. વળી સમ્યકત્વની ચાલુ ધારામાં કે જ્યાં નિદાનની સંભાવના નથી ત્યાં જો આયુબંધ થાય તો તે દેવાયુરૂપે હોય એમ સમજાય છે. એમ આગમ તથા ૧૯૪ રાજગાથા Page #209 -------------------------------------------------------------------------- ________________ અનુભવપ્રમાણથી એ મહાવિદેહીનું મહાવિદેહે ગમન સિદ્ધ થયું. ગંભીરતાથી વિચારતાં ઉક્ત આગમપ્રમાણ બુદ્ધિગમ્ય થઈ શકે છે. મહાવિદેહે એ મહાવિદેહીએ માનવદેહ ધારણ કર્યા પછી પૂર્વ સંસ્કાર બળે બાળવયે દ્રવ્ય-ભાવ નિગ્રંથ બનીને પ્રભુ કૃપાએ એઓ સાતિશય અપ્રમત્તધારાની સાધનાને વિકસાવવા મંડી પડ્યા. થોડા જ વર્ષો પછી તેને પાર કરી અપૂર્વકરણે ક્ષાયકશ્રેણિએ આરોહણપૂર્વક ઘાતકર્મ મળનો સર્વથા ક્ષય કરીને એવંભૂતનયે અરિહંત-પદે આરૂઢ થઈ શ્રી સીમંધર પ્રભુની કેવળી પાર્ષદામાં એ પરમ કૃપાળ વર્તમાને બિરાજી રહ્યાં છે. આ આત્માને એ પરમ કૃપાળુની અસીમ કૃપાનો ઘણીવાર અનુભવ થાય છે. અધિક શું લખું? માટે જ સાક્ષાતુ પરમાત્મપણે આ દેહધારી એમની ઉપાસના કરી-કરાવી રહ્યો છે શંકા – તમને જો મહાવિદેહ અને શ્રી સીમંધર તીર્થકર દેવના સમવસરણની પ્રતીતિ છે, તો તીર્થંકરદેવોની શાશ્વત ક્રમે ચાલતી આરાધના પદ્ધતિને છોડી એક સામાન્ય કેવલીની આરાધનાનો પ્રચાર શા માટે કરો છો? શું એ તીર્થકરોની મહાનું અશાતતા નથી ? સમાધાન – જેમ મહાવિદેહના ઈશ્વરનામના તીર્થંકરદેવના પ્રત્યુત્તરથી પ્રેરાઈને બે ચારણ લબ્ધિધારી મુનિઓ આકાશગમન વડે ભરતમાંના તત્કાલીન કર્તાપુત્ર કેવલી કે જેઓ કેવળજ્ઞાની છતાં માતા-પિતાના અનુગ્રહ અર્થે ઘરમાં રહ્યા હતા. જેમની સમીપ આવ્યા અને તેમને જોઈને કેવળી ભગવંતે પ્રથમ દેશના પ્રકાથી તે સાંભળતેસાંભળતે તે બંને મુનિઓ કેવળજ્ઞાન પામ્યા, તેમ જેનું જેમના નિમિત્તે જ્ઞાનીની દૃષ્ટિએ તરવું નિયત હોય તે તેમના જ આશ્રયે તરે, એવો સિદ્ધાંત કરે છે. આ ન્યાયથી તથા ભવ્યતાને લીધે આ ક્ષેત્રે વર્તમાન શ્રીમદ્ભા નિમિત્તે જ ઘણા ભવ્યો સમકિત પામવાના હોઈ શ્રી સીમંધરપ્રભુની જ તથા પ્રકારની કથંચિત્ પ્રેરણા પામીને આ દેહધારી ઉક્ત આરાધના પ્રચારને કરી-કરાવી રહ્યો છે. માટે એ તીર્થકરોની આશાતના નહિ પણ આજ્ઞાની આરાધના છે.. શંકા – પરમ પૂજ્ય પ્રભુશ્રી લઘુરાજ સ્વામી તો પોતાના પ્રતિબોધેલા અનુયાયી વર્ગને એવી પ્રતિજ્ઞા કરાવી ગયા છે કે “જેમ સતિનો પતિ એક, તેમજ આપણા સૌના ગુરુ એક પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી જ; બીજાને ગુરુ નહિ માનવા.” જ્યારે તમે તો એમને ગુરુને બદલે ભગવાન મનાવો છો, તો તમને એવું તે કયું જ્ઞાન થયું છે, કે જેના બળે આ નવી પ્રરૂપણા કરો છો ? ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - વલ્પ પરિચય ૧૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ સમાધાન – જેમની પરાભક્તિની પ્રશંસા સમય-સમયે ઈંદ્રસભામાં પણ થઈ રહી છે એવા એ મહાપુરુષે કેવળ નિખાલસ ભક્તિબળે હજારો અને પાટીદારોને ભક્તિના રંગે રંગી, પ્રથમ પોતાની તરફ શ્રદ્ધાન્વિત થવા દીધા. થોડા સમય પછી તેમાંના કેટલાક ભોળા ભક્તો પૂર્વ સંસ્કારવશ જણ-જણને ગુરુ માનવા લાગી ગયા, જે અનર્થનું કારણ હતું. તેથી લાગ જોઈને એમણે સૌને એક ખીલે બાંધવા ઉપરોક્ત પ્રતિજ્ઞા કરાવી. તે પ્રતિજ્ઞામાં દેવતત્વ અને ગુરુતત્વની અભેદ વિવક્ષા છે. ભેદવિવક્ષાકાળે તો તેઓ શ્રીમદ્દ પરમાત્માપણે જ ઓળખાવતા; અને એમની ઓળખાણ કરાવવામાં પોતે ગુરુપદની ભૂમિકા ભજવતા. કારણ કે જે દેવતત્વ અને ધર્મતત્વને ઓળખાવે એ જ ગુરુપદ કહેવાય છે. જો તેઓએ શ્રીમદ્દી આરાધ્યપણે ઓળખાણ કરાવી ન હોત, તો આટલા બધા ભક્તોમાંથી કોણ-કોણ પોતાની મેળે શ્રીમદ્ આરાધ્ય સમજી એમની આરાધના કરી શકત? કારણ કે પોતાને તો તથા પ્રકારનું જ્ઞાન નહોતું. એ જ ન્યાયથી સાધકીય જીવનમાં ગુરુપદની અનિવાર્યતા સ્વીકારવામાં આવી છે. અન્યથા દેવપદ અને ગુરુપદની કથંચિત્ ભિન્નતાનું પ્રતિપાદન જ્ઞાનીઓએ કર્યું ન હોત. જેમણે શ્રીમદ્ગી હાજરીએ એમને પૂર્વસંસ્કારબળે સ્વતઃ જ્ઞાનીપણે ઓળખ્યા, ઓળખીને એમના જ બોધે બોધિ-સમાધિ-લાભ પામ્યા તેઓના તો શ્રીમદ્ ગુરુ પણ હતા અને દેવ પણ હતા; પરંતુ શ્રીમદ્ભા દેહવિલય પછી એમની ઓળખાણ જેમણે કરાવી તેઓ તો ઓળખાણ પ્રાપ્ત કરનારાના ગુરુ જ ગણાય. શ્રીમદ્ તો તેમના આરાધ્યદેવ જ ગણાય, પરંતુ ગુરુ નહિ જ. આ રહસ્ય છે. કેવળ એકાંતિકપણે ઉભય સાપેક્ષ તત્વને એક નિરપેક્ષ માનવા જ વસ્તુનું અનેકાંતિક સ્વરૂપ ઓળખાતું નથી અને તેના અભાવે સમ્યક ઉપલબ્ધિ થઈ શકતી નથી. માટે તે હેય છે. ઉપરોક્ત તથ્યને અનુસરીને જ આ દેહધારીની પ્રરૂપણ-નીતિ છે. માટે એમાં કોઈ પ્રરૂપણાભેદ નથી-જ-નથી; તેમ છતાં જેમને એ ભેદ ભાસે છે, તે તો તેમની જ બુદ્ધિનો ભેદ છે. શંકા – શ્રીમદ્ પોતે પોતાને શું પચ્ચીસમા તીર્થકર મનાવતા હતા? સમાધાન – ના; પરંતુ કેટલાક નિંદક મિત્રો શ્રીમન્ની પચ્ચીસમા તીર્થ નામે મજાક ઉડાવી ગયા છે અને ઉડાવે છે ખરા ! તેમ છતાં એમાંનો મજાકનો ભાવ બાદ કરી બાકીને તપાસીયે તો વાત કથંચિત માન્ય કરવા યોગ્ય ખરી. ૧૬ રાજગાથા Page #211 -------------------------------------------------------------------------- ________________ શંકા – તીર્થકર તો ચોવીશ જ હોય; પચ્ચીશ કઈ રીતે ? સમાધાન – પચ્ચીસમો તીર્થકર શ્રી સંઘ કહેવાય છે. આ વાત તો સાચી ને? શ્રીસંઘ એટલે સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાનો ચતુર્વિધ સમુદાય. જો એ આખા સમુદાયને પચ્ચીસમો તીર્થકર ગણીયે, તો તે તારશે કોને ? કારણ કે તે તો પોતે જ તારકપદ ર્યો ! ત્યાં પછી તાર્ય-તારક-સંબંધ ક્યાં રહ્યો? તે સંબંધના અભાવે તાર્યપદ અને તારકપદ એ બંને પણ અસિદ્ધ ઠરશે માટે એનો તાત્પર્ય અર્થ બીજો હોવો જોઈએ. તીર્થકરના અભાવ કાળે તારકપણાની જવાબદારી ઉપાડવામાં પોત-પોતાના સમયે શ્રીસંઘમાં જે અદ્વિતીય પુરુષ વિશેષ હોય તે યુગપ્રધાન સપુરુષ કહેવાય. તેઓ પણ તારવાનું કામ કરતા હોવાથી અપવાદે તીર્થકર કહી શકાય. ફલિતાર્થ એ આવ્યો કે “શ્રી સંઘ એ પચ્ચીસમો તીર્થકર નહિ, પરંતુ તે માંહેનો યુગપ્રધાન સપુરુષ જ પચ્ચીસમો તીર્થકર ગણાય છે. એ જ ન્યાયે વૈદિક પરંપરામાં પૂર્ણાવતાર અને અંશાવતારની કલ્પના કરાઈ છે. શ્રીમદ્ રાજચંદ્રજી તે કાળ તે સમયના યુગપ્રધાન પુરુષ હતા. એમનામાં તથા પ્રકારની તારક શક્તિ હતી, માટે જ નગારા પર ડંડાની ચોટે કહ્યું કે “તીર્થકર જે સમજ્યા અને પામ્યા છે. આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણાય વખત થયા કરી રાખ્યો છે. જો કે તીર્થકર થવા ઈચ્છા નથી, પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે. એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને શમાવવાની ઈચ્છા રાખી નથી. - પત્રાંક-૧૭૦.” જેમ તીર્થકર એ એક વિશેષ પદ છે તેમ યુગપ્રધાન પણ એક વિશેષ પદ છે. કેવળ આચાર્યપદની સાથે જ એ પદનો કાંઈ સીમિત સંબંધ નથી, પરંતુ ઉત્સર્ગે સામાન્ય કેવળીથી માંડીને ક્ષાયિક સમ્યકત્વ યુક્ત દ્રવ્ય-ભાવસાધુપદ પર્યત અને અપવાદે ક્ષાયિક સમ્યકત્વવંત ભાવસાધુપદ પર્યત એ પદની વ્યાપ્તિ છે. પોત-પોતાના સમયે જેની તારકપુચાઈ અદ્વિતીય હોય તે યુગપ્રધાન ગણાય છે જેમકે કેવળીમાં પ્રથમ યુગપ્રધાન આર્ય સુધર્માસ્વામી ગણાયા અને સાધુપદમાં દુપ્પસહો જા સાહુ દુપ્પટાહસાધુ અંતિમ યુગપ્રધાન બતાવાય છે તેમ જ અપવાદે શ્રીમદ્ રાજચંદ્ર પણ યુગપ્રધાન હતા એમ જ્ઞાનીઓની કૃપાથી જાણ્યું છે. ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - સ્વલ્પ પરિચય ૧૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ કળશ-કાવ્યો સફળ થયું ભવ હારૂં હો કૃપાળુદેવ ! પામી શરણ તમારું હો કૃપાળુદેવ ! કળિકાળે આ જંબુ-ભરતે, દેહ ધર્યો નિજ-પર-હિત શરતે, ટાળ્યું મોહ-અંધારૂં હો કૃપાળુદેવ ! સફળ...૧ ધર્મ-ઢોંગને દૂર હટાવી, આત્મધર્મની જ્યોત જગાવી; કર્યું ચેતન-જs ન્યારૂં હો કૃપાળુદેવ !... સફળ...૨ સમ્યમ્ દર્શન-જ્ઞાન-રમણતા, ત્રિવિધકર્મની ટાળી મમતા; સહજાનંદ પ્યારું હો કૃપાળુદેવ !.. સળ...૩ એક અનુમોદના પત્રા તા. રપ/૧૨/૨૦૧૭ મુ. શ્રી પ્રતાપભાઈ ટોલિયા, જય પ્રભુ. ઉપાસ્યપદે ઉપાદેયતા - પુસ્તિકા શ્રધ્ધાનો એક અવ્વલ નંબરનો નમૂનો છે. મહાવિદેહી દશા-વિદેહી’ દશા અને “મહાવિદેહક્ષેત્રની - કેવળીની દશા !!! પંચમહાવ્રતધારી જૈન સાધુ, એક ગૃહસ્થને મહાવીર-વીતરાગ- કે પૂર્ણ પુરુષ તરીકે ઓળખે-ઓળખીને પાછા આરાધે, આરાધના કરે અને અન્યને કરાવવાના ભગીરથ પ્રયાસરુપે કાગળે ચડાવી શકે !! - સમ્પ્રદાયની પકડમાંથી સિંહ જેમ બહાર નીકળી જઈ, પરમકૃપાળુદેવ-બાહ્યથી ગૃહવેશધારીને “વીતરાગ' તરીકે ગાવા-પ્રતીત કરવા અને કરાવવા તે પરમદુર્લભ શ્રધ્ધા તે જ “સમ્યકદર્શન’ - કાઈ સમકિત થાય તો કપાળે શિંગ થોડું ફૂટે? શાસ્ત્રને આધારે સાબિત કરી કૃપાળુદેવને ભગવાન તરીકે ગાનાર આ યોગીરાજરાજમાર્ગના યોગીને નમસ્કાર. સંપ્રદાય, સંપ્રદાયના વેષ, સંપ્રદાયના આશરાને ઠુકરાવી પરમકૃપાળુદેવને ભગવાન તરીકે ઓળખ્યા અને ભવ સફળ કર્યો અને કેટલાયને મૂળમાર્ગે વાળ્યા ! - ડૉ. દીપક તુરખિયાના જય પ્રભુ મહત્વની સંપાદકીચ નોંધઃ આ સારા યે મહત્ત્વપૂર્ણ પ્રકરણની વચ્ચે નોંધ મૂકી સૂચવ્યું તેમ, શ્રી. સહજાનંદઘનજીના સ્વયંના હિન્દી અનુવાદવાળી, ભારે ઓજભરી શ્રાવ્ય સી.ડી. વિશ્વમાનવ શ્રીમદ્ રાજચંદ્રજી તેમના સ્વયંના જ પ્રેરક અવાજમાં તૈયાર થઈ છે, જે શ્રવણીય અને સર્વત્ર પ્રસારણીય છે. આ પ્રકરણે અનેક સાધકોને ઉત્સાહિત કર્યા છે. તેમાં છેલ્લે ડૉ. દીપકભાઈ તુરખિયા જેવા સાધકવર્યનો ચિંતનીય પત્ર ઉપર અપાયો છે. -પ્ર. ૧૯૮ રાજગાથા Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૩ “શ્રીમદ્ રાજચંદ્ર આત્મવિધા જૈન વિશ્વવિધાલય” સંસ્થાપનાની પૂર્વભૂમિકારૂપ શ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અભિનવ સ્વરૂપ સપ્તભાષી આત્મસિદ્ધિ - સદ્ગુરુ-આદેશિત સંપાદન. પ્રા. પ્રતાપકુમાર જ. ટોલિયા ભૂમિકા : પ્રત્યક્ષ સદ્ગુરુ-ઉપકાર પ્રજ્ઞાચક્ષુ ડૉ. પં. સુખલાલજીની પાવન નિશ્રા અને ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદનું પ્રાધ્યાપક પદ બંને ૧૯૭૦માં છોડવાનું બન્યું. શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યેના જન્મજાત સંસ્કાર અને નિષ્ઠાને સુદૃઢ કરવા માટે આની પાછળ સદ્ગુરુ-આજ્ઞા હતી. ચૌદ ચૌદ વર્ષોનો પૂજ્ય પંડિતજીનો ઉપકારક આશ્રય હતો. એક મહાશિલ્પીની જેમ તેઓ સહજપણે અને અજ્ઞાતરૂપે આ પથ્થરવત્ વિદ્યા-અર્થીને ઘડી રહ્યાં હતાં. તેમના ઘેઘૂર વડલાની શીતળ છાયામાં શહેર મધ્યના ઉપવન-શા સરિતકુંજના ચિકુ-નિકુંજમાં રા એકડો ઘૂંટતા નાનકડા અભ્યાસીનો વાસ હતો. તેમની સેવા કરતાં અપાર વિદ્યાનંદનો લાભ થઈ રહ્યો હતો. બીજી બાજુ વિદ્યાપીઠના અધ્યાપનકાર્ય દરમ્યાન દાંડીયાત્રા અને હુલ્લડો વચ્ચેની નિર્ભય શાંતિ સૈનિક તરીકેની કામગીરીથી ત્યાં સર્વ કોઈનો પ્રેમ સાંપડી રહ્યો હતો. ત્રીજી બાજુથી વિદુષી વિમલાતાઈ સાથે અંગ્રેજીમાં “Selected Works of Srimad Rajchandraji” ગ્રંથ અનુવાદિત અને સંપાદિત કરવાની યોજના થઈ હતી. આ વાતાવરણમાં શ્રીમદ્ રાજચંદ્રજી પ્રભાવિત મહાત્મા ગાંધીજી વિષયક હિન્દી નાટક ‘મહાસૈનિક’ લખાયું અને ગાંધી શતાબ્દીમાં ભારતભરમાં પ્રથમ પુરસ્કૃત થયું કાકા કાલેલકરના હાથે. આ સારીયે પૃષ્ઠભૂમિમાં પૂજ્ય પંડિતજીની સત્સંગ-નિશ્રા અને વિદ્યાપીઠ ત્યાગવાનું મન કેમ થાય ? પરંતુ આર્ષ-દૃષ્ટા પંડિતજીએ આ સર્વથી યે કંઈક વિશેષ નિહાળ્યું હશે ! આટઆટલાં વર્ષોના ઘડતર પછી આ પાષણ-શા વ્યક્તિના હાથે કંઈક નવું અને અપૂર્વ સર્જાવવાનું તેમણે સ્વપ્ન સેવ્યું હશે !! શ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અભિનવ સ્વરૂપ સપ્તભાષી આત્મસિદ્ધિ ૧૯૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ આ અરસામાં, વિશેષતઃ ૧૯૬૭ની શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દીથી અવારનવાર એક વિનમ્રતાની મૂર્તિ એવા અને પ્રસિદ્ધિથી દૂર રહી ગુપ્તપણે વિચરતા જૈન મુનિ તેમને અમદાવાદ આવીને મળતા. એ હતા શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યે, સ્વયં યુવાવયથી સર્વસંગપરિત્યાગી વ્હે. સાધુ હોવા છતાં, જીવન-સમર્પિત થયેલા શ્રી ભદ્રમુનિસહજાનંદઘનજી (પ્ર.જી.માં તેમનું એક સંક્ષેપ જીવન પ્રકરણ પ્રકાશિત થયું છે). આ લેખકને પણ તેમનો પ્રથમ અને પ્રેરક પ્રભાવભર્યો પરિચય વિદુષી વિમલાતાઈ સંગે ઈડર પહાડ પરના શ્રીમદ્ ધ્યાન-ધામમાં થઈ ચૂકેલો. પૂ.શ્રી સહજાનંદઘનજીએ, પોતાને યુગપ્રધાનપદ પ્રાપ્ત થયા છતાં, સ્વયંને ગોપવીને, દાસાનુદાસરૂપે માનીને શ્રીમદ્ રાજચંદ્રજીના નામે આશ્રમ સ્થાપેલો – કચ્છ ગુજરાતથી ભારતભરના તીર્થોમાં વિચરીને અને ગુફાઓમાં મૌનપૂર્વક, ઠામ-ચોવિહારયુક્ત પરિષહો અને ઉપસર્ગો સહ્યાં બાદ ! યુગપ્રધાન ભદ્રબાહુસ્વામીની કર્ણાટકની યોગભૂમિમાં, જંગલમાં મંગલવતુ, સુરમ્ય રત્નકૂટ પર્વતિકા પર, ભગવાન મુનિસુવ્રત સ્વામી અને ભગવાન રામની કિષ્ક્રિધાનગરી અને વિજયનગરના હેપીના ખંડેરો ને ગુફાઓના સ્થાન પર એ આશ્રમ તેમની અસામાન્ય આત્મસાધનાની સાક્ષી આપતો આજે ઊભો છે !! શ્રી સહજાનંદઘનજી પાસેથી પંડિતશ્રી સુખલાલજીએ આ અદ્ભુત આશ્રમની સર્જન-ગાથા સાંભળી. વિશેષમાં એ જ આશ્રમના પ્રમુખ અને આ લેખકના અગ્રજ સ્વ. શ્રી ચંદુભાઈ પણ બે મહા-સ્વપ્નો સેવતા પૂજ્ય પંડિતજીને બે વખત અમદાવાદ આવી મળ્યા. તેમણે તેમને વિનંતી કરી તેમના આ અનુજને હેપી-બેંગલોર આવીને, શ્રી સહજાનંદઘનજીની આર્ષભાવના અનુસાર એ બે મહાનિર્માણોમાં સાથ-સહયોગશક્તિ આપવાની. શ્રી સહજાનંદઘનજીની, શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્ય-દ્વારા વિશ્વભરમાં વીતરાગવાણી અનુગ્રંજિત કરવાની-ગુંજાવવાની, ભવ્ય ભાવનાઓ હતી. એ દૃષ્ટિએ વર્તમાનકાળના ઓછા જ શ્રીમસાધકો કે આશ્રમોએ વિચાર્યું હશે ! તેમની આ અભૂતપૂર્વ, અનન્ય, અત્યંત ઉપાદેય અને અનુમોદનીય અંતરંગ ભાવના આવી હતી : “પ્રતીક્ષા છે સૂર્યની.. !” શ્રીમતુ સાહિત્ય ગુર્જરસીમાને ઓળંગીને હિન્દી ભાષી વિસ્તારોમાં મહેકવા લાગે એ પણ વાંછનીય છે. મહાત્મા ગાંધીજીના આ અહિંસક શિક્ષકને ગાંધીજીની જેમ જગતની સમક્ષ પ્રસ્તુત કરવા જોઈએ, કે જેથી જગતું શાંતિની શોધમાં સાચું ૨૦૦ રાજગાથા Page #215 -------------------------------------------------------------------------- ________________ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે. આમ હોવા છતાં એ કોઈ સામાન્ય કરામત નથી કે આપણે લોકોએ તેમને – શ્રીમ – ભારતના એક ખૂણામાં જ (= ગુજરાતમાં જ) છુપાવીને રાખ્યા છે – કારણ કે મતપંથરૂપી વાદળોની ઘટામાં સૂરજને એવો દબાવી-સંતાડી રાખેલ છે કે ભાગ્યે જ કોઈ તેમનાં દર્શન કરી શકે ! 3ૐ” (૧૯૭૦ : હેપી) આ જ્ઞાન-સૂર્યની આજ સુધી ઘણી પ્રતીક્ષા રહી છે. શ્રી સહજાનંદઘનજીએ આ જ વાત પ્રબળરૂપે પોતાની પ્રસાદ-ઓજ-માધુર્યભરી વાણીમાં ૧૯૬૭ની શ્રીમદ્ શતાબ્દીની ટેઈપ “વિશ્વમાનવ શ્રીમદ્ રાજચંદ્રજીમાં રજૂ કરી છે. તો આવા શ્રીમદ્જીવનદર્શન-કવનને સમર્પિત શ્રી સહજાનંદઘનજી પાસે મોકલવાનો, સ્વયં પણ શ્રીમસંનિષ્ઠ એવા મહાપ્રાજ્ઞ પંડિતશ્રી સુખલાલજીનો, અનેક ભાવિ સંભાવનાઓનું આર્ષ એવું પૂર્વદર્શન કરીને, આ લેખકને આદેશ થયો ! પૂજ્ય પંડિતજીની ઉંમર ત્યારે ૯૦ નેવું વર્ષની. તેમના આ આદેશમાં અનેકોનાં હિત સમાયેલાં હતા : મારા પોતાના ઉપરાંત શ્રીમદ્રસાહિત્યના અને જીવન-વિદ્યા આત્મવિદ્યાઓના ઉપેક્ષિત રહેલા ક્ષેત્રોના. મારું અને મારા જેવા સામાન્ય અભ્યાસીના હાથે થનારા નવા સર્જનનું તેમણે લાંબાગાળાનું કોઈ હિત જોયું. કદાચ ગૌતમ સ્વામીવત્ તેમના પ્રત્યેના મારા પ્રશસ્ત રાગ-બંધનને તોડાવવાનું તેમજ મારી થનારી અગ્નિપરીક્ષાઓ દ્વારા મારી વધુ ઊંચી યાત્રા કરાવવાનું તેમની અગમ દૃષ્ટિમાં હશે ! . અને “દક્ષિણાપથની સાધનાયાત્રા” કરાવીને ઉપકારક પૂજ્ય પંડિતજીએ મને ગુજરાતની જન્મભૂમિ છોડાવીને દૂર દક્ષિણમાં કર્ણાટકમાં બેંગલોર અને કંપની આત્મજ્ઞાની શ્રીમદ્જી-સમર્પિત શ્રી સહજાનંદઘનજીની પરાભક્તિમયી નિશ્રા-ભૂમિમાં પરિવાર સાથે મોકલ્યો. આમ મારી આગળની સાધનાયાત્રા પરમ પ્રેરક નિમિત્ત પણ અગ્રજ બંધુ સાથે આર્ષદૃષ્ટા પંડિતજી જ બન્યા. તે સમયે, એપ્રિલ ૧૯૭૦માં અન્ય ઉપકારક પૂજ્ય ગુરુદયાલ મલ્લિકજીનું મહાપ્રયાણ થયેલું. એ સંત-વિયોગ દુઃખ સાથે પૂજ્ય પંડિતજીની પ્રેમ વાત્સલ્ય ભરેલી નિશ્રાને છોડવાના વિરહ-વિયોગનું દુઃખ પણ ભરેલું હતું. તો બીજી બાજુથી એક નવા ક્ષેત્રની સૃષ્ટિમાં પૂર્વ-પરિચિત અન્ય અનન્ય પરમગુરુની પાવન નિશ્રામાં જવાનો આનંદ પણ હતો. એ આનંદમાં સમાયેલી હતી પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિદ્ધિશાત્રનું અભિનવ રવરૂપ સપ્તભાષી આત્મસિદ્ધિઃ ૨૦૧ Page #216 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની એક આર્ષદૃષ્ટિ ભરેલી પરિકલ્પનાની પરિપૂર્તિની આજ્ઞા. અદ્ભુત હતી, અભૂતપૂર્વ અને અદ્વિતીય હતી પંડિતજીની એ સુદીર્ઘ ઊંડી ઈચ્છા ભરેલી પરિકલ્પના. એ હતી – પ્રધાનતઃ આરંતુ આત્મવિદ્યાયુક્ત સર્વ જીવન-વિદ્યાઓના એક અભૂતપૂર્વ જૈન વિશ્વવિદ્યાલયના નૂતન નિર્માણની. વિશાળ વિશ્વવિદ્યાલયની પંડિતજીની આર્ષ ભાવના : આ અસામાન્ય કાર્યને ઉપાડી લઈને સિદ્ધ કરવા માટે તેમણે તેમની અંતર્વેદના અને એક આર્ષદૃષ્ટિ ભરેલો આદેશ અને મંગલ આશીર્વાદ, તેમનું પાવન સાનિધ્ય છોડતી વેળાએ આપેલો. એ હતો : “આપણો જૈનોનો એ મહાપ્રમાદ છે કે આપણે ગત ૨૫૦૦ વર્ષોમાં, આપણી પાસે પરા-અપરા સર્વ વિધાઓની વિશાળ સંપદા હોવા છતાં પણ, તક્ષશિલા અને નાલન્દાની કોટિના એક પણ જૈન વિશ્વવિદ્યાલયનું નિર્માણ નહીં કર્યું છે... તમે લેખક અને ગાયક છો એટલે પુસ્તકો તો લખશો અને રેકર્ડો પણ ઉતારશો, પરંતુ આવા વિશ્વવિદ્યાલયના નિર્માણનું યુગસાપેક્ષ મહાકાર્ય કરો. હંપીના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ પર આ કાર્ય કઠિન હોવા છતાં પણ સંભવ બની શકશે, કારણ કે ત્યાં શ્રી સહજાનંદઘનજી-ભદ્રમુનિજી ભારે વિશાળ દૃષ્ટિવાળા સપુરુષ છે, સંપ્રદાયમુક્ત છે અને તેમની સાથે મારો સાર્થક પરિચય થયો છે. વળી તમારા મોટાભાઈ ત્યાંના આશ્રમ-પ્રમુખ છે, તેમની સાથે પણ મારી વિસ્તૃત વાતચીત થઈ છે. આજીવિકા અર્થે વ્યવસાયમાં તમારી ભાગીદારી ઉપરાંત તેઓ આ વિધા-કાર્યમાં પણ તમારી સહાયતા કરશે એવો મારો વિશ્વાસ છે. માટે શુમતે પંથાનઃ !” બસ, ગુપમ્ વિવારીયા આર્ષદૃષ્ટા, સર્વ હિતસ્રષ્ટા પૂજ્ય પંડિતજીના આ આજ્ઞા-આશીર્વાદને નિઃશંક આનંદભાવથી માથે ચઢાવીને, તેમનું પાવન સાનિધ્ય અને ગૂજરાત વિદ્યાપીઠનું પ્રતિષ્ઠાયુક્ત પ્રાધ્યાપક ત્યાગીને અમદાવાદ છોડી બેંગલોર અને હિંપી આવીને વસ્યો. શ્રીમદ્ રાજચંદ્ર શરણાગત સહજાનંદઘનજીના ચરણોમાં શ્રીમદ્ સમર્પિત થઈ ગયો. તેમણે પણ ભારે ઉલ્લાસ અને પ્રસન્નતાની અમીવર્ષા કરીને મને અને અમારા સારાયે પરિવારને અપનાવી લીધા. શ્રીમદ્જીની સિદ્ધ સાધનાભૂમિ ઈડર પહાડ પર સુશ્રી વિમલાતાઈ સાથે તેમનો પ્રારંભિક પ્રેરક પરિચય તો મને થઈ જ ચૂકેલો. ૨૦૨ રાજગાથા Page #217 -------------------------------------------------------------------------- ________________ વિશ્વવિદ્યાલયના મંગલ મંડાણઃ શ્રીમદ્ભી વીતરાગ વાણી દ્વારા રત્નકૂટે ૧૯૭૦ના મે માસમાં તેમની નિશ્રામાં આવી વસ્યા પછી તેમણે પૂજ્ય પંડિતજીની ઉપર્યુક્ત, અભૂતપૂર્વ જૈન વિશ્વવિદ્યાલય-સંસ્થાપનાની ભાવનાને અતિ પ્રસન્ન અને પ્રમોદભાવપૂર્વક એવા તો આશાતીત-કલ્પનાતીત સ્વરૂપે સ્વીકાર કરી લીધી કે તેમાં કોઈ અકળ પરમગુરુસંકેત નિહાળીને હું તો દંગ જ થઈ ગયો! આશ્રમપ્રમુખ વડિલબંધુ પૂ. ચંદુભાઈની સાથે થયેલી આ વિષય પરની પ્રથમ બેઠકમાં જ તેમણે પરમ ઉદાર સંમતિ પ્રગટ કરી દીધી : કરો, પ્રતાપભાઈ ! સાર્થક કરો મહાપ્રાજ્ઞ પંડિતજીની આ યુગાપેક્ષી વિશ્વવિધાલય સંસ્થાપનાની આર્ષ-ભાવના ! આપ સરસ્વતી-પુત્ર છો, પંડિતજીના આદેશ-આશીર્વાદ લઈને આવ્યા છો, એક ને એક દિવસે એ પૂર્ણ થશે જ. ઉપચકાઓ અને ગિરિગુફાઓની રત્નકૂટની આ સુયોગ્ય પવિત્ર સાધનાભૂમિ છે.... બોલો, આ માટે આપને કેટલું ધન જોઈએ ?” કંઈક સંકોચપૂર્વક મેં ઉત્તર વાળ્યો : “વીસેક લાખ રૂપિયા....” “બસ, વીસ લાખ જ? વીસ કરોડ શા માટે નહીં ? જૈન સમાજમાં પૈસાનો ક્યાં તોટો છે ?... પહેલાં વીસ કાર્યકર્તા વ્યક્તિ લઈ આવો, જે આપના સમા સમર્પિત હોય, ગાંધીવિચાર અને મિશનરી સ્પિરિટવાળા હોય.. બાકીનું બધું થઈ જશે. આપ જે કાંઈ પણ કરવા ઈચ્છો તે શીધ્ર જ આરંભ કરી દો : આ વિશ્વવિદ્યાલય દ્વારા આપણે વિશ્વસમસ્તને વીતરાગ-વાણીથી અનુગંજિત કરી ભરી દેવું છે, કે જે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના અમૃત-વચનોમાં જ ભરેલી છે.” આ પરત્વે, સાથે બેઠેલા આશ્રમપ્રમુખ વડિલબંધુએ પણ સંમતિ દર્શાવતા કહ્યું કે, “પ્રથમ બે લાખ રૂપિયા તો હું જ આપી દઈશ. ચિંતા ન કરો અને કાર્ય આરંભ કરી દો. તમે જેન વિશ્વવિદ્યાલયનું પ્રારુપ તૈયાર કરી નિર્માણની દિશામાં આગળ વધો. તમે એવા બેનમૂન વિશ્વવિદ્યાલયનું સર્જન કરો અને હું ગુરુદેવ-આદેશિત નિરાળા જ જિનાલયના નિર્માણમાં પ્રવૃત્ત થઈ રહ્યો છું, જેનો પ્લાન-નકશો પણ બની ચૂક્યો છે. આ બંને નિર્માણો દ્વારા આપણે બંને બંધુ રત્નકૂટની આ આશ્રમભૂમિ ઉપર વસ્તુપાળ-તેજપાળવત્ મહાન કાર્ય જીવનમાં સંપન કરીને જઈએ.” આ બંને આર્ષદર્શક, હિતચિંતક પૂજ્યજનોના આવા પ્રોત્સાહનોથી બહુ પ્રભાવિત અને આનંદિત થયો. તેમાં પૂજ્ય પંડિતજીના જ આશીર્વાદ જોયા. પ્રસ્તુત પરાવિદ્યાશ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અભિનવ વરૂપ સપ્તભાષી આત્મસિદ્ધિઃ ૨૦૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાનવિધા પ્રધાન અન્ય જીવનોપયોગી વિધાઓથી સભર એવા વિશ્વવિધાલયનું પ્રારુપ તૈયાર કરવા બેઠો. પત્ર સંપર્કથી ગહન પરામર્શ અમદાવાદ પૂજ્ય પંડિતજી સાથે કરીને યુગાનુરૂપ દૃષ્ટિથી અભ્યાસક્રમ પણ બનાવી લીધો. આમાં “અમૃતા આત્મન: તા’' વત્ શ્રીમદ્ રાજચંદ્રજી-પ્રણીત આત્મજ્ઞાનની પરાવિધાને પ્રથમ અને કેન્દ્રમાં રાખીને વિશ્વસંસ્કૃતિના આદિ પ્રણેતા ભગવાન ઋષભદેવ-કથિત ૭૨ અને ૬૪ જીવનકળાઓ-જીવનવિધાઓના સર્વ પ્રધાન વિષયો અપરાવિધાઓના સમાવી લીધા. ૨૫૦૦ વર્ષોના ભારતીય દર્શનોના મહાસ્મૃતિ સંપન્ન પારગામી પંડિતજી અને આત્માનુભવજ્ઞાની સહજાનંદઘનજી – બંનેની સુભગ, સમગ્ર, સર્વસ્પર્શી શ્રમણધારાની સાથે અન્ય તુલનાત્મક ધારાઓનો તેમજ વર્તમાનના અહિંસા અને જીવનશોધનના પ્રયાસો-પરિબળોનો પણ આમાં સમાવેશ કરાયો. બંને પ્રબુધ્ધ અને યુગની નાડ પરખનારા પ્રાજ્ઞપુરુષો દ્વારા પ્રેરિત અને પ્રમાણિત આ સર્વકાલોપયોગી, સર્વથી નિરાળો અને મૌલિક એવો આ અભ્યાસક્રમ-પ્રારુપ અનેક વિદ્વાનો દ્વારા અનુમોદના પ્રાપ્ત આજે પણ મારી ફાઈલોમાં સુરક્ષિત છે. અગ્રજ નિર્મિત અપૂર્વ જિનાલય પ્લાન પણ, જે મર્મજ્ઞ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પ્રમાણેલો. સર્વપ્રથમ સર્જન ‘આત્મસિદ્ધિ' ગાન અને સપ્તભાષી સંપાદન “શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન, સ્વયં જ્યોતિ સુખધામ” (આત્મસિદ્ધિ-૧૧૭) ઉપર્યુક્ત પીઠિકા, પાર્શ્વભૂમિકાની ઉપરાંત સર્વપ્રથમ સૃજનો વિશ્વભરમાં વીતરાગવાણી ગુંજાવવા માટેનાં બે હતાં. એક તો શ્રીમદ્જીની ચિરંતનકૃતિ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના સરળ શાસ્ત્રીય રાગોમાં ગાનના રેકડીંગનું અને બીજું તેના સાત ભાષાઓના અનુવાદન-સંપાદન-પ્રકાશનનું. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના ગાનનું ચિરંતન રેકડીંગ તો પછીથી ૧૯૭૪ની કારતક પૂર્ણિમાની શ્રીમદ્ જયંતી દિને થયું, પરંતુ ‘સપ્તભાષી આત્મસિદ્ધિ'નું અનુવાદનસંપાદનનું ગુરુદેવ શ્રી સહજાનંદઘનજીની પરિકલ્પના અને આજ્ઞાનું સર્વપ્રથમ શુભ સર્જન કાર્ય તો તેમની નિશ્રામાં જ ૧૯૭૦માં મંગલ આરંભ પામ્યું. આત્મજ્ઞાનના સુવર્ણશિખર સમી આ ૧૪૨ ગાથાઓની અમરકૃતિને નવતરરૂપે મૂકવાની તેમની દૃષ્ટિ હતી. ગ્રંથના એક એક પૃષ્ઠે શ્રી આત્મસિદ્ધિની એક એક ગાથા શ્રીમદ્ભુના મૂળ હસ્તાક્ષરોમાં મૂકાય અને તેની નીચે મુદ્રિતરૂપે આ સાત ભાષાઓના કાવ્યમય અનુવાદ મૂકવામાં આવે : મુદ્રિત જોડણીશુધ્ધ ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ૨૦૪ રાજગાથા Page #219 -------------------------------------------------------------------------- ________________ મરાઠી, બંગલા, કન્નડ અને અંગ્રેજી. પ્રારંભમાં આ લેખની શરૂઆતમાં આપેલી ‘પ્રતીક્ષા છે સૂર્યની !' શીર્ષક સહજાનંદઘનજીની શ્રીમદ્-સાહિત્યને ગુજરાતગુજરાતીની બહાર લાવવાની ભાવનાનો ઉલ્લેખ થાય. પછી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના સર્જન પૂર્વની ભૂમિકા અને તેની ૧૮૯૬ના આસો વદી એકમની નિડયાદમાંની રચના તસ્વીર સાથે અપાય. ૧૪૨ ગાથાઓના ૧૪૨ પૃષ્ઠોની આગળ અને પાછળ સંભવ તે બધી જ ગ્રંથવિષયક સામગ્રી અને કર્તા શ્રીમદ્ઘની પૃષ્ઠભૂમિ અપાય. જેમના પ્રથમ અને પ્રબળ નિમિત્તે આ અમરકૃતિ રચાઈ તેવા શ્રીમદ્જીના “હૃદયરૂપ” પ્રાતઃસ્મરણીય સખા શ્રી સૌભાગ્યભાઈનું ચિત્ર અને શ્રીમદ્ભુને સર્વથા સમર્પિત, લઘુતામાં પ્રભુતાથી સભર એવા પ્રભુશ્રી લઘુરાજજીની તસ્વીર અને ઉપદેશામૃત’માંનું તેમનું આત્મસિદ્ધિમહિમા વિષયક લખાણ પણ મૂકાય. કાવ્યમય અનુવાદો જે ઉપલબ્ધ હોય તે ઉપયોગમાં લેવાય અને ન હોય તે નવેસરથી કરાવાય. મજાની વાત એ હતી કે, તેમણે – શ્રી સહજાનંદઘનજીએ કૃતિના અંગ્રેજી ઉપરાંત હિન્દી અનુવાદનું શુભ કાર્ય આ પંક્તિલેખકને સોપ્યું અને પોતે પૂર્વે કરેલા હિન્દી ગાનમય અનુવાદની વાત મને કરી જ નહીં. મારા સર્જન-પુરુષાર્થને ગતિ આપવાની અને પોતાની ક્ષમતાને ગોપવી રાખવાની કદાચ તેમની દૃષ્ટિ હશે ! પરંતુ તેમના જીવનકાળ બાદ તેમની ભાષાંતરિત આ હિન્દી કૃતિ હાથ લાગતાં, સપ્તભાષી ગ્રંથમાં તેમની જ એ કૃતિ ઉચિત સમજીને મારો અહંભાવ શૂન્ય કરવા માટે મૂકી. અંગ્રેજી પણ નિકટ અધિકારી એવા પૂ.શ્રી બ્રહ્મચારીજી રચિત એ જ કારણે મૂકી. વાસ્તવમાં અંગ્રેજી અનુવાદો તો મહાત્મા ગાંધીજી સમેત અનેક વિદ્વાનોએ કર્યાં છે. અસ્તુ. હવે અન્ય અનુવાદોમાં પંડિતશ્રી બેચરદાસજી કૃત સંસ્કૃત, ‘અજ્ઞાત’ કૃત મરાઠી તો મળ્યા, પરંતુ બંગલા અનુવાદ શ્રી સહજાનંદઘનજીના ભક્ત શ્રી ભંવરલાલજી નાહટા પાસે નવેસરથી કરાવાયો અને કન્નડ અનુવાદ ગેયરૂપે-કાવ્યરૂપે ત્યારે નહીં મળતાં ગદ્યરૂપે ડૉ. એ. એન. ઉપાધ્યેનો મૂક્યો અન્ય વિદ્વાન્ ડૉ. જયચંદ્ર પાસે કન્નડ ભાષાને શુદ્ધ કરાવીને. - ૧૪૨ પાનાઓના અનુવાદોના આગળ પાછળના પૃષ્ઠોની શક્ય તે સામગ્રી આંતરરાષ્ટ્રીય ઉપયોગિતા સારું અંગ્રેજીમાં અને થોડી હિન્દીમાં પણ અપાઈ. તેમાં શ્રીમદ્ભુ અને આત્મસિદ્ધિ વિષયક અનેક પ્રબુધ્ધજનોનાં કથનો વણી લેવાયા. મહાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અભિનવ સ્વરૂપ સપ્તભાષી આત્મસિદ્ધિ ઃ ૨૦૫ Page #220 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીના મહત્વનાં થોડા લખાણોને ખાસ મહત્વ આપ્યું. ઉપરાંત જે પારાવાર પ્રતિકૂળતાઓ વચ્ચેથી આ અનેક વર્ષોનું સંપાદન કાર્ય ગુરુકૃપાથી જ સંપન્ન થઈ શક્યું, તેનો ઉલ્લેખ પણ સંક્ષેપમાં કરાયો. આ મહાકાર્યને આમ સંપન્ન કરાવવામાં પાંચ પાંચ પ્રેરણાદાતાઓ હતા : શ્રી સહજાનંદઘનજી, પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, આચાર્ય ગુરુદયાલ મલ્લિકજી, આત્મજ્ઞા માતાજી ધનદેવીજી અને વિદુષી વિમલાતાઈ. તેમાં પ્રથમ પ્રણેતા ગુરુદેવશ્રી સહજાનંદઘનજીએ હાથ પકડીને મંગળ આરંભ કરાવ્યો. રત્નકૂટ હેપીની સાધકગુફામાં એકાંત લેખનકાર્ય માટે બેસું ત્યારે ત્યાં પ્રેમપૂર્વક પોતાનું નાનકડું લેખન-મેજ (ઢાળિયું) લખવા મોકલી આપે. પછી તેમની ગુફામાં જઉં ત્યારે તેઓ એ બધું જોઈએ સુધારી કે સૂચનો કરીને આપે. દૂર અમદાવાદથી પૂજ્ય પંડિતજી પણ સમય સમય પર તેમાં પત્રોથી પ્રેરણા ભરતા રહે. ભારે પ્રસન્નતા અને ધન્યતાપૂર્વક ત્યારે આ બે બે પુરુષોના માર્ગદર્શનથી આ મહત્વકાર્ય ગતિશીલ બન્યું. તેમણે ભારે મોટી કૃપા કરીને આ અણધડ પથ્થર-શા વ્યક્તિને નિમિત્ત અને માધ્યમ બનાવ્યો. હેપી-બેંગલોરમાં આમ આ સર્જનના પ્રારંભના મહીના વીત્યાં. પરંતુ.... નિયતિએ કંઈક જુદું જ ધાર્યું હતું... ! નિયતિચક્રની એ ઘટનાઓ પર આવતાં પહેલાં એક સંક્ષિપ્ત ઉલ્લેખ કરી લઉં. શ્રી સહજાનંદઘનજી શ્રીમદ્ રાજચંદ્રજી આધારિત સાધનાની સ્વાધ્યાય-ભક્તિ-ધ્યાનની એકાંગિતા છોડાવી આ સર્વાગિતા અને સમગ્રતામાં જોડતાં. તેમણે પોતે લખેલાં ભક્તિપદો અને શ્રીમદ્ભાં વચનામૃતોનાં પદ્યરૂપો પોતાની મસ્તીભરી ભક્તિઆરાધનામાં ગાતાં અને ગવરાવતાં. “અહો, સપુરુષનાં વચનો”, “બીજું કશું ના શોધ, કેવળ શોધ તું સપુરુષને”, “આ જગતને રૂડું બનાવવા, યત્ન તો કીધું ઘણું (શ્રી રા. પત્રાંક ૩૭), “અહો ! પરમ શાન્ત રસમય, શુદ્ધ ધર્મવીતરાગી” (પત્રાંક ૪૦૬-૪૦૫) – આવા તેમના “સહજાનંદ સુધા” શીર્ષક પદાવલી-ગ્રંથના દર્શનીયચિંતનીય અનુકરણીય પદો છે. વિશેષમાં શ્રીમદ્જી પ્રત્યેની તેમની સમર્પિત ભક્તિનાં અહો ! જ્ઞાનાવતાર કળિકાળના હો રાજ”, “આવો આવો હો ગુરુરાજ ! મારી ઝુંપડીએ”, “રાજ-બાણ વાગ્યાં રે હોય તે જ જાણે”, “સફળ થયું ભવ મારું હો, કૃપાળુદેવ !” જેવા ક્યાંક તેમની માતૃભાષા કચ્છીના મીઠા જણાતા પુટ સાથે ભારે સરળ અને સર્વ માટે સુગેય બન્યાં છે. “કોઈ ક્રિયાજડ થઈ રહ્યાં, શુષ્ક જ્ઞાનમાં કોઈ ૨૦૬ રાજગાથા Page #221 -------------------------------------------------------------------------- ________________ – જેવી છિન્ન-ભિન્ન થયેલી, મૂળમાર્ગ ભૂલેલી વીતરાગ પરંપરાનો ઉધ્ધાર તેમણે શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્રમાં જોયો. તેમાંથી તેમણે “આત્મસિધ્ધિ મંત્ર” તારવ્યો અને શ્રીમદ્જીની કૃપાનો ઉપકાર માનતું આ મહત્ત્વનું પદ લખ્યું - “પરમગુરુ 3ૐ સહજાત્મ સ્વરૂપ એ, જપું મંત્ર સદાય અનૂપ રે, પરમ કૃપાળુદેવ ગુરુ રાજે, હેર કરી મુજ ઉપરે, છિન્ન પરંપરોધ્ધાર કરીને, બક્યો મંત્ર દધિ-તૂપ રે..” (ખંડગિરિ ગુફાવાસ : ૩-૧૦-૧૯૫૭ રચિત) તેમની આ પદોની ગાન-મસ્તીનો આ લેખકને પોતાના સિતારવાદન સાથે અનેરો, અપૂર્વ લાભ મળતો રહ્યો. નિયતિચક્રનાં બે અણધાર્યા વજાઘાતો સપ્તભાષી આત્મસિધ્ધિના સાનંદ ચાલી રહેલા કાર્ય વચ્ચે ગુરુદેવ સહજાનંદઘનજીના જીવનની ગંભીર ઘટના ઘટી. આત્માથી સંપૂર્ણ આનંદમય રહેવા છતાં ઉદયકર્મવશ શરીરે વ્યાધિગ્રસ્ત થઈ ગયા. ઠામ ચોવિહારની અને કોઈપણ ઔષધોપચાર કે લબ્ધિ ચમત્કાર બંનેથી દૂર રહેવાની તેમની સંસ્થિતિ હતી સ્વરુપાનુસંધાનમાં – શ્રીમદ્જી-પ્રણીત અખંડ આત્માનુભવમાં - “દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન રે. કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.” શ્રી આત્મસિધ્ધિના આ પરમ વચનો તેમણે અનુભવમાં ઉતાર્યા હતાં. તેમની આવી દેહાવસ્થા અને બાહ્યાંતર દશામાં એક સવારે હેપીમાં તેમની ગુફામાં સપ્તભાષી ગ્રંથની અનુવાદિત હસ્તપ્રત તેમને સંશોધનાર્થ સોપવા પહોંચ્યો. એ હાથમાં લઈને પોતાની લાકડાની પાટ પરના ઓશિકાના સ્થાને મૂકી દીધી ! (ઓશિકું કે કોઈ કપડું પણ તેઓ પાટ પર પાથરતા રાખતા નહીં – એવી દેહદશામાં પણ !) બોલ્યા : “પ્રતાપભાઈ ! રહેવા દો.. હમણાં નહીં.” આ સાંભળી આંચકાભર્યો આઘાત અનુભવતો સ્તબ્ધ રહી ગયો. મૌન પરત આવ્યો. બીજા દિવસે, તેમના પેટ પર નિસર્ગોપચારની ભીની માટી લઈને મૂકવા ગયો, કારણ, દવા તો તેઓ કોઈ લેતા ન હતા. આ જોઈ તેઓ ખડખડાટ હસ્યા અને પૂછ્યું : “આ માટીના દેહ ઉપર માટી મૂકશો ?” માટી પણ મૂકવા ન દીધી અને તેઓ એક અજબ આનંદભર્યા અંતર-મીનમાં ડૂબી ગયા. વદન પર એ જ પ્રસન્નતા ! વચનમાં ક્યાંય દેહપીડાનો ઊંહકારો કે શ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અભિનવ સ્વરૂપ સપ્તભાષી આત્મસિદ્ધિઃ ૨૦૦ Page #222 -------------------------------------------------------------------------- ________________ અણસારો નહીં !! “જ્ઞાનીનું પારખું ખાટલે ને પાટલે કહેવતવાળી તેમની આ અદ્ભુત દેહભિન્ન આત્મજ્ઞાનની અનુભવદશા અમે દંગ થઈ સગી આંખે નિહાળતા રહ્યાં ! તેમાંથી દેહાતીત આત્મસિધ્ધિ-દશા પ્રાપ્ત કરવાનો પ્રત્યક્ષ પાઠ અમે સૌ આશ્રમ સ્થા જનો શીખવા મથતા રહ્યા. તેમનું સ્વાથ્ય ઉત્તરોત્તર કથળતું જ રહ્યું. છતાં, આવી શરીરાવસ્થા વચ્ચે પણ એક ચમત્કારવત્ તેઓ પૂર્વવત્ અપૂર્વ ઉલ્લાસ સહ પોતાનાં આત્માનુભવ ભરેલાં દુર્લભ નિત્ય પ્રવચનો આપતાં રહ્યાં. એ સઘળાયે પર્યુષણ-પ્રવચનો શ્રી કલ્પસૂત્ર પરના અને પછીનાં દસ દિવસનાં દશલક્ષણ ધર્મ” પરનાં અસાધારણ અને બંને જૈન પરંપરાનાં શ્રીમજી પછી કોઈએ પણ નહીં ચીંધેલા એવા સમન્વય ભરેલાં હતાં. અગ્રજે, આ લેખકે અને અન્ય એક સાધકમિત્રે ત્યારે ટેઈપ કરી સંઘરી રાખેલાં એ અભૂતપૂર્વ પ્રવચનો, પ્રધાનપણે શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્ર-દર્શિત અનુભવ માર્ગ-આત્માનુભવના પ્રાયોગિક સાક્ષાત્કાર માર્ગ દ્વારા, એકતા ઝંખતા, અનેકાંતને અનુસરતા, આરાધક જૈનો માટે ઉપકારક, ઉપાદેય અને દીવાદાંડી તુલ્ય બનવાનાં છે ભાવિમાં. અસ્તુ. સપ્તભાષી આત્મસિધ્ધિનું સંપાદન-કાર્ય ત્યારે અધુરું જ રહી ગયું. હેપી રહીને મેં બેંગલોરથી આશ્રમપ્રમુખ વડિલબંધુને તારથી બોલાવ્યા– ગુરુદેવના વધુ ને વધુ બગડતા સ્વાથ્ય અને તેમની સેવામાં ખડે પગે રહેલાં આત્મજ્ઞા માતાજી અને સારાયે સ્તબ્ધ-શા આશ્રમમાં ચાલી રહેલી “સહજાત્મ સ્વરૂપ પરમગુરુ”ની સામુહિક મંત્ર ધુન વચ્ચે. બંધુ આવ્યા. ગુરુદેવની દેહદશા જોઈ આંસુ સારતા ચિંતિત અને ખંભિત થઈ ગયા. ૧૯૭૦ના ૧લી ઓક્ટોબરની રાતની અને બીજી ઓક્ટોબરની એ પ્રભાતની સદ્ગુરુ-સંગની તેમને, “આશ્રમ પ્રમુખને પણ વધુ વેળા ન મળી ! એક વિવેકવિહીન એવા “ગુરુભક્તિના ઠેકેદાર” ચોકીદારે તેમને ગુરુદેવના ગંભીર સ્વાથ્યની અને આશ્રમ વ્યવસ્થાની આવશ્યક એવી વાતો ગુરુદેવ સાથે કરવા દીધી નહીં. ગુરુદેવના જ, પોતાના જ પ્રમુખપણા નીચેના આશ્રમ તંત્રની જડતાથી તેઓ વધુ અંતર-વ્યથિત થયા. એકબાજુથી ગુરુદેવની સ્વાથ્ય ચિંતા, બીજી બાજુથી આ જડ-ભક્તોની અવિવેકિતાની વ્યથા. આ સારાયે પ્રસંગ વિષે અન્યત્ર નોંધાયું હોઈ અહીં આ ઉલ્લેખ એટલા પૂરતો કરવાનો કે ગુરુભક્તિની પ્રચુરતા અને ભારે ચિંતા તેમના અંતરે સમાઈ રહી. ગુરુદેવની સતત સેવા સંભાળનું મને સોંપતા, “Ashram Minus Gurudev is equal to Nothing” ના વેદના-વેણ ઠાલવતા, ત્યાં ચાલી રહેલી ૨૦૮ રાજગાથા Page #223 -------------------------------------------------------------------------- ________________ “સહજાત્મ સ્વરૂપ પરમગુરુની સમૂહ ધૂનને જ તેઓ તરણોપાય ઠેરાવતા, એ ધૂનને અંતરમાં રટતા ભારે હૈયે તેઓ ગાંધીજયંતીની એ સવારે હેપીથી મુંબઈ જવા રવાના થયા એક સંબંધીજનની મોટરમાં. બેલગામ પાસે સાંજે મોટર અકસ્માત થયો. તેમાં ઘાયલ થવા છતાં, દૂરસ્થ હેપી ગુફાસ્થિત બીમાર ગુરુદેવના અનુગ્રહ-આશીર્વાદથી અને અંતરે ચાલી રહેલા પેલા મંત્રજાપથી સમાધિપૂર્વક બેલગામ હોસ્પિટલમાં દેહાવસાન પામ્યાં. અકસ્માતની આવી સ્થિતિ વચ્ચે પણ ગુરુકૃપા કેવી કે તેઓ શાંતસમતા જાળવી શક્યા અને જતાં જતાં ડૉક્ટરોને સભાનપણે, જાણે હસતાં હસતાં કહેતા ગયા કે, “I am going up, Good Bye !” આ બાજુ હંપી આશ્રમ પર એ જ બીજી ઓક્ટોબરની રાતના સમયે સતત સમૂહમંત્ર ગાન ધૂનમાં લીન રહેલા મુજ પર, તાલ દેતાં દેતાં હાથ લોહીલોહાણ થઈ ગયાનો સંકેત થયેલો, જે બીજા દિવસે બેંગલોર પહોંચતા અસહ્ય, અપ્રત્યાશિત વજાઘાતરૂપે માથે આવી પડ્યો ! પરંતુ નિયતિનો અણધાર્યો પ્રહાર અહીં થંભનારો ન હતો. હજી બીજા મહાવજપાતનો પ્રહાર બાકી હતો. અને ત્યારબાદ બરાબર એક મહીને બીજી નવેમ્બર, ૧૯૭૦ની રાત્રે એ આવી ઊભો. ગુરુદેવ સહજાનંદઘનજીએ પણ, હજી આગલા દિવસના નૂતનવર્ષના પ્રભાતે સર્વ આશ્રમજનોને ઉપરની નિઃસંગ ગુફામાં ધ્યાન કરાવવાનો આ અલ્પાત્માને આદેશ આપ્યા બાદ, બીજની રાતે અપૂર્વ સમાધિદશામાં આત્મસ્થ રહીને, દેહથી વિદેહનું મહાપ્રયાણ કરી દીધું છે આ બબ્બે વજાઘાતોના પ્રહારોથી અનેક પ્રકારની પારિવારિક, વ્યાવસાયિક અને આશ્રમ-સંસ્થાકીય આપદાઓ, અગ્નિપરીક્ષાઓ, પ્રતિકૂળતાઓ અને અણધાર્યા પડકારો આવી ઊભા. આ સર્વની વચ્ચે મારા બે આધારો હતા – દૂર ગુજરાતમાં રહેલા પૂજ્ય પંડિતજી અને નિકટ હેપી સ્થિત આત્મજ્ઞા પૂજ્ય માતાજી. “પ્રતિકૂળતાઓને અનુકૂળતાઓ માનજો !” કહેનારી ગુરુદેવ-વાણી પણ ભૂતકાળની સ્મૃતિઓના અંદરના ભંડારમાંથી સંભળાઈ રહી હતી. વિપદાઓની વચ્ચેથી પણ અદીઠ ગુરુકૃપાના બળે મારું નવું નિર્માણકાર્ય ચાલ્યું. વીતરાગ-વાણી વિશ્વભરમાં ભરી દેવાની ગુરુ-આજ્ઞાનું પ્રથમ ચરણ તેમની જ કૃપાથી મંડાયું – શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના ૧૯૭૪ના સર્વપ્રથમ સુડિયો રેકર્ડીંગલોંગ પ્લે રેકોર્ડથી. શ્રી ભક્તામર સ્તોત્ર, પરમગુરુ પદ, રાજપદ, મહાવીર દર્શન, શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર આદિના રેકર્ડીગોથી એ શૃંખલા આગળ ચાલી. શ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અભિનવ સ્વરૂપ સપ્તભાષી આત્મસિદ્ધિઃ ૨૦૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ પરંતુ સપ્તભાષી આત્મસિધ્ધિના સંપાદન-પ્રકાશનનું મહાકાર્ય તો હજુ ત્યારનું અધૂરું જ પડ્યું હતું. અમારા હંપી આશ્રમના જ ટ્રસ્ટી ગુરુબંધુઓ કે જેમણે આ આશ્રમ પ્રમુખ અગ્રજને દુઃખદ અનુભવ કરાવ્યો હતો, તેમના જડબુદ્ધિના, વિવેકવિહીન અંતરાયોથી એ વર્ષોથી રોકાઈ રહ્યું હતું. સંવેદનભર્યા કરુણાત્મા વિદુષી વિમલાતાઈએ, પૂજ્ય પંડિતજીની પણ પ્રેરણાથી, માઉન્ટ આબુ બેઠાં બેઠાં અનેક પ્રકારની સહાયતાઓ : અનુવાદ-સંપાદન માર્ગદર્શન, પુરોવચન લેખનાદિ ઉપરાંત અપાર આવશ્યક ધનરાશિ પણ મોકલાવી ! (કે જ્યારે અમારા જ આશ્રમનાં ઉપર્યુક્ત મહાનુભાવ મેનેજીંગ ટ્રસ્ટી અને સહટ્રસ્ટીઓ મુદ્રણ-પ્રકાશન ખર્ચ માત્ર પણ આપવાનો વિશ્વાસઘાત કરી મોઢું ફેરવી ગયા હતા ! આવા ભ્રષ્ટ બની ગયેલા આશ્રમ ટ્રસ્ટમાંથી આ પ્રમુખ કારણે ત્યાગપત્ર પણ વિમલાતાઈએ ત્યારે અપાવ્યું.) આશ્રમ અધિષ્ઠાત્રી આત્માશા માતાજી તો આ પહેલાં જ, અમારા સારા યે પરિવારની અને આશ્રમકાર્ય – સપ્તભાષી કાર્ય, રેકોર્ડ નિર્માણ કાર્ય, વિદેશ પ્રભાવના યાત્રાઓની સતત સંભાળ રાખતા રાખતા ૧૯૯૨માં જ આત્મસમાધિપૂર્વક મહાપ્રયાણ કરી ગયા હતા. (પ્ર.જી.માં ત્યારે તેમના વિષયક લઘુ લેખ પણ છપાયો છે). આ સઘળાનો લાંબો ઈતિહાસ છે, જેનો સંક્ષેપ ‘સપ્તભાષી'ની અંતિમામાં અપાયો છે. અહીં આ દીર્ઘ બની રહેલા લેખનું સમાપન કરવાનું છે. આખરે પરમગુરુઓના અનુગ્રહથી જ સપ્તભાષી પ્રકાશ પામી. અનેક પ્રબુધ્ધજનોએ એને પ્રેમથી આવકારી. આ દરમિયાન હંપીમાં વિશ્વ વિદ્યાલય-નિર્માણનું વિરાટ વિશાળ કાર્ય તો ગુરુદેવ અને અગ્રજ આશ્રમ પ્રમુખ બંને આધારો ગયા પછી શી રીતે સંપન્ન થાય ? તેઓ બંને ગયા પછી, આશ્રમ અધિષ્ઠાત્રી પૂજ્ય માતાજીની ઉપસ્થિતિમાં ૧૯૮૬માં આશ્રમ ટ્રસ્ટના સંવિધાનમાં વિશ્વવિદ્યાલય-જિનાલય બંને અધૂરા કાર્યો સંપન્ન કરવાનો સાગ્રહ સમાવેશ અન્ય બે ટ્રસ્ટી બંધુઓ સાથે મેં કર્યો હતો. ક્યારેક એ સાકાર થશે જ, એવી શ્રદ્ધાથી. અત્યારે તો એવા વિદ્યા-સંસ્થાનની નાનકડી પૂર્વભૂમિકાશી ‘સહજાનંદ પીઠ’ના તતલો અને સાધક ગુફાઓમાં સમયે સમયે આયોજિત શિબિરો અને ધ્યાન સાધન બેઠકો રૂપે જ એ સીમિત છે. આ વર્ષો – લાંબી ઘટનાઓમાં માર્ચ ૧૯૭૮માં પૂજ્ય પંડિતશ્રી સુખલાલજીનું મહાપ્રયાણ, ૧૯૭૯માં જન્મદાત્રી ઉપકારક પૂજ્ય માતુશ્રીનું પ્રયાણ, ૧૯૮૮માં સપ્તભાષીમાં પણ જીવનસંગિની સુમિત્રા સાથે રહી સંપાદન-સહયોગ આપતી જ્યેષ્ઠા સુપુત્રી કુ. પારુલનું પણ માર્ગ-અકસ્માતમાં યુવાવયે અકાળે પ્રયાણ, પછી આશ્રમનાં ૨૧૦ રાજગાથા Page #225 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય માતાજીનું ઉપર્યુક્ત મહાપ્રયાણ અને છેલ્લે ૨૦૦૯માં ઉપકારક વિમલાતાઈનું પણ મહાપ્રયાણ – આ સધળા આત્મીયજનોના પ્રસ્થાનો પછી નિયતિએ અમને અનેક પ્રતિકૂળતાઓના પડકારો ભરેલા સ્વયં પુરુષાર્થના મુકામે લાવી મૂક્યા છે. એક બાજુથી આમાં એકલતા છે, બીજી બાજુથી સદેહે નહીં છતાં વિદેહે-મહાવિદેહે બેઠેલાં પરમગુરુઓની કૃપાધારાની વર્ષા છે. વિપરિતતાઓ વચ્ચેથી એ જ અમારું યોગક્ષેમ ચલાવે છે – તેમના જ આદેશિત કાર્યો સંભવ કરાવવા માટે, તેમની જ આજ્ઞાઓનું અનુપાલન કરાવવા અર્થે ! નિર્વિકલ્પ વિશ્વાસ છે કે તેઓ અમારી આંગળી ઝાલી ચાલે છે અને પાર પહોંચાડશે જ તેમના ચરણ શરણમાં. સંકેત છે રવિબાબુના શબ્દોમાં “અંતવિહીન 'નોહતો અંધકાર”, કવિમિત્ર નાથાલાલ દવેના શબ્દોમાં, “શત તણા અંધાર પાર કો ઉષા ઉઘડતી ન્યારી” અને મહાયોગી આનંદઘનજીનાં શબ્દોમાં “મેરે ઘટ જ્ઞાનભાનુ ભયો ભોર.” એ જ્ઞાન-ભાનુ, એ જ્ઞાન-સૂર્ય પેલા ગુરુદેવ સહજાનંદઘનજી-આદેશિત “પ્રતીક્ષા છે સૂર્યની !”ના પ્રત્યુત્તરમાં છે. વીતરાગવાણી ગુંજાવવાની, ગાંધીજીના અહિંસક શિક્ષક એવા શ્રીમજીને વિશ્વસમક્ષ વિશ્વમાનવરૂપે મૂકવાની તેમની ૧૯૬૭ની આર્ષવાણી આજ ૨૦૧૭માં પચાસ વર્ષે ફળી રહી છે, તેમનામાંથી પ્રેરણા પામનારા “યુગપુરુષ મહાત્માના મહાત્મા”ના અને અમારા “મહાસૈનિક” નાટ્યસ્વરૂપો દ્વારા ! વિશ્વકલ્યાણકર, સપુરુષોના યોગબળનો જય હો ! ૐ શાંતિ. પુનશ્ચ : આ ગ્રંથ માટે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ વડવાના શતાબ્દી પ્રસંગે સંપાદકનું અનુમોદન-અભિવાદન કરાયું - નવેમ્બર ૨૦૧૬. સત્યરુષોના યોગબળનો જય હો ! શ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અભિનવ સ્વરૂપ સપ્તાભાષી આત્મસિદ્ધિઃ ૨૧૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર”નું અનેકભાષીય નૂતનરૂપ સપ્તભાષી આત્મસિદ્ધિ પ્રકાશિત (શ્રીમદ્ રાજચંદ્ર જન્મજયંતી : કારતક પૂર્ણિમા ઃ ૩૦-૧૧-૨૦૦૧) પરમગુરુ પ્રેરણા-ઈચ્છા-આજ્ઞા-આદેશ-આશીર્વાદથી ૩૧ વર્ષ પૂર્વે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, હેપી, કર્ણાટકમાં પ્રારંભિત, યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીની સર્વદર્શન સારવતુ, સર્વોપકારક એવી ગુજરાતી સાહિત્ય અને દર્શનની વર્તમાનયુગની શ્રેષ્ઠ અમરકૃતિ શ્રી “આત્મસિધ્ધિશાસ્ત્ર”, દીર્ઘકાળના સતત પરિશ્રમ બાદ, વિરાટ બહુઆયામી “સપ્તભાષી આત્મસિદ્ધિ'ના અભિનવ સ્વરૂપમાં પૂર્ણતા પ્રાપ્ત કરી ચૂકી છે. વર્ષોની અનેક, અપાર પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચેથી પણ પરમપુરુષોના જ અનુગ્રહથી આ દીર્ઘપ્રતીક્ષિત સાત ભાષાઓનો સંયુક્ત મહાગ્રંથ, જે શ્રીમદ્ રાજચંદ્ર પરમસમાધિ શતાબ્દિ વર્ષ અને ભગવાન મહાવીરના ૨૬00મા જન્મકલ્યાણક વર્ષમાં તૈયાર થયો, તે હાલમાં જ શ્રીમદ્ રાજચંદ્ર જયંતી, કારતક પૂર્ણિમાની પૂર્ણાતિથિના પવિત્ર દિને દિ. ૩૦ નવેમ્બર ૨૦૦૧ના રોજ બેંગલોરમાં પ્રકાશિત થયો – જિનભારતી' વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા. ઉપર્યુક્ત (બૃહત્ ગુજરાત સ્થિત) આશ્રમના પ્રણેતા અને શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનદર્શનને સમર્પિત મહાપુરુષ યોગીન્દ્ર યુગપ્રધાન શ્રી સહજાનંદઘનજી (ભદ્રમુનિજી)ની પ્રેરણાથી વિશ્વભરમાં વીતરાગવાણી-રાજવાણી-જિનવાણી અનુગંજિત કરાવવાના મહ ઉદ્દેશ્યથી આ મહાકાર્ય ઈ.સ. ૧૯૭૦માં પ્રારંભ થયું હતું. તદનુસાર પ્રથમ ૧૯૭૪ની શ્રીમદ્ રાજચંદ્ર જયંતી-કારતક પૂર્ણિમાના પાવનદિને આ ચિરંતનકૃતિ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું લોંગ પ્લે રેકર્ડ (L.P. હવે C.D.)ના રૂપમાં સર્વપ્રથમ સંગીતમય રેકર્ડીગ કરાયું. સર્વશ્રી પ્રા. પ્રતાપકુમાર ટોલિયા, સુમિત્રા ટોલિયા, શાંતિલાલ શાહ અને પૌરવી દેસાઈના સુમધુર સજગ સ્વરોમાં મૂળ ગુજરાતી કૃતિની હિન્દી કૉમેન્ટ્રી યુક્ત આ રેકર્ડની સાથે જ ત્યારે વર્ધમાનભારતી બેંગલોર દ્વારા દેવનાગરી લિપિમાં ગુજરાતી સહ સમશ્લોકી હિન્દી અનુવાદયુક્ત દ્વિ-ભાષી પુસ્તક શ્રોતાઓને ભેટ આપવામાં આવ્યું. પરંતુ આ કૃતિના સપ્તભાષીય વિશદરૂપના સંકલન-સંપાદન-પ્રકાશન પૂર્વે જ પૂર્વોક્ત પ્રેરણાદાતા યો.યુ.શ્રી સહજાનંદઘનજી અસમય વિદેહસ્થ થવાથી અટકી પડેલું, તેમની ઈચ્છા-આજ્ઞા મુજબનું “અનેકભાષી આત્મસિદ્ધિ” તેમજ અન્ય ૨૧૨ રાજગાથા Page #227 -------------------------------------------------------------------------- ________________ વિશ્લોપકારક શ્રીમદ્રસાહિત્યને પ્રકાશિત-પ્રસારિત કરવાનું ઉપયોગી આવશ્યક કાર્ય, સંપન્ન કરવાની અનેક અન્ય મહાન આત્માઓએ સતત પ્રેરણા કર્યા કરી. આ પ્રેરકોમાં પ્રથમ હતા પૂર્વોક્ત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના અધિષ્ઠાત્રી આત્મજ્ઞા માતાજી ધનદેવીજી અને અમદાવાદથી પદ્મભૂષણ પ્રજ્ઞાચક્ષુ ડૉ. પંડિતશ્રી સુખલાલજી. એ બંનેનો પણ કાળક્રમે વિદેહવાસ થવાથી વિદુષી સુશ્રી વિમલા ઠકાર-વિમલાતાઈમાઉન્ટ આબુ અને ડલહૌસી હિમાચલ પ્રદેશ બેઠાં બેઠાં પ્રેરણા આપતા રહ્યાં. તેમણે પ્રસ્તુત મહાગ્રંથના સંપાદક-અનેક કૃતિઓના લેખક અને ઉપર્યુક્ત “આત્મસિદ્ધિ” વગેરે અનેક રેકર્ડોના ગાયક-સંગીત નિર્દેશક પ્રા. પ્રતાપકુમાર ટોલિયાને “સપ્તભાષી આત્મસિદ્ધિના તેમના સંપાદન-કાર્યમાં સતત પ્રેરણા, પથદર્શન અને પ્રોત્સાહન પ્રદાન કર્યું. આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રા. ટોલિયાના સ્વયંના હિન્દી અનુવાદ ઉપરાંત તેમણે વિશેષ અનુરોધથી કરાવેલા નૂતન બંગાળી અનુવાદ અને પંડિતવર્ય શ્રી બેચરદાસજીના સંસ્કૃત અનુવાદ જેવા પૂર્વકૃત મરાઠી, કનડ, અંગ્રેજી વગેરે અનુવાદોને શોધી, પ્રત્યેક ભાષાનુરૂપ પરિશુધ્ધ અને સંકલિત કરાવી આ મહા ઉપકારક લઘુકૃતિના સપ્તભાષીય મહાગ્રંથના સ્વરૂપને વર્ષોના પરિશ્રમ પુરુષાર્થથી તૈયાર કર્યું. આ સંપાદિત સ્વરૂપની પ્રા. ટોલિયાની ભારતની અને વિદેશની અનેક યાત્રાઓ દરમ્યાન પરિશોધિત પ્રથમ હસ્તલિખિત પ્રતિ તૈયાર કરી અને તેની પૂર્વ-પશ્ચાની સમીક્ષાત્મક નોંધો લખવામાં આવી. અંગ્રેજી અને હિન્દી બંને ભાષાની આ નોંધો ગુજરાત બહારના ભારત અને વિને ગુજરાતી સાહિત્યની આ લધુ છતાં મહાકૃતિ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનો યથાયોગ્ય, સમુચિત પરિચય કરાવવાના ઉદ્દેશને નજર સમક્ષ રાખીને લખવામાં આવી. ૧૯૯૬માં આ પ્રથમ હસ્તપ્રતનું શ્રી આત્મસિધ્ધિશાસ્ત્રના લેખનના શતાબ્દિ મહોત્સવ દરમ્યાન (Sri Atmasiddhi Centenary Celebrations) શિકાગોઅમેરિકામાં આંતરરાષ્ટ્રીય સ્વરૂપે વિમોચન કરવામાં આવ્યું, જ્યાં (અને તપૂર્વ આરંભે સાનફ્રાન્સિસ્કોમાં) પ્રતાપકુમાર ટોલિયા સ્વયે ઉપસ્થિત રહ્યાં. આમ “સપ્તભાષી આત્મસિધ્ધિ”નું પ્રારૂપ તૈયાર થયું. તત્પશ્ચાત્ તેના મુદ્રણ-પ્રકાશન-પ્રસિદ્ધિકરણની અર્થવ્યવસ્થાની અપાર પ્રતિકૂળતાઓ હતી જ. ન કોઈ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમોને આ પ્રકાશનમાં રસ હતો, ન અન્ય સંસ્થાઓ, મિત્રો કે પ્રકાશનોને મૂળ પ્રેરક યો.યુ.શ્રી સહજાનંદઘનજીના હેપી આશ્રમને તો તદન નહીં ! સપ્તભાષી આત્મસિદ્ધિ' પ્રકાશિત ૨૧૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ અંતે સુશ્રી વિમલાતાઈની અલ્પ પણ “મહામૂલી સહાયતા', થોડા નાની નાની આગોતરી નોંધણી અને સંપાદકની સ્વયંની (દાન-ગ્રાન્ટ, ઈ. વિનાની) સ્વ નિર્ભર પ્રવૃત્તિ – નિષ્ઠા અને શ્રધ્ધાના આધારે ગાડું ચાલ્યું. જાણે અદીઠ ગુરુકૃપાકરુણાની ધારા વરસતી હોય અને રેતીમાં ય વહાણ ચાલે તેમ અનેક પ્રકારની પ્રતિકૂળતાઓની વચ્ચેથી, ઉપર ઉલ્લેખિત કોઈ આશ્રમ, સંઘ, સંસ્થા, સાથી, આદિની સહાયતા વિના સપ્તભાષીની આ પવિત્ર કૃતિ અનપેક્ષિત જ સર્વાગ સુંદર રૂપ-સ્વરૂપ ધારણ કરતી ચાલી ! અદશ્ય એવી પરમ શક્તિનો જ જાણે કોઈ દોરીસંચાર !! પરિણામે “જિનભારતી” – વર્ધમાન ભારતી ઈન્ટરનેશલ ફાઉન્ડેશન, બેંગલોર દ્વારા “સપ્તભાષી આત્મસિદ્ધિની આ વિશ્વસાહિત્ય-વિશ્વદર્શનની કૃતિ, શ્રીમદ્ રાજચંદ્ર પરમ સમાધિ શતાબ્દી અને ર૬૦૦મા ભગવાન મહાવીર જન્મકલ્યાણક વર્ષમાં મુદ્રિત રૂપમાં સાકાર થઈ. ગુજરાત અને ભારત બહારના વ્યાપક આંતરરાષ્ટ્રીય વિશ્વમાં ચિરંતન ગ્રંથસર્જન બનવા જઈ રહેલ આ “સપ્તભાષી આત્મસિધ્ધિ”નું દીર્ઘ-પરિશ્રમયુક્ત પૂર્ણતા પ્રાપ્ત સ્વરૂપ કારતક પૂર્ણિમાની પૂર્ણાતિથિ અને ગ્રંથકર્તા શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મદિને (તા. ૩૦-૧૧-૨૦૦૧ના) બેંગ્લોરમાં પ્રકાશિત થયું - પ્રકટ થયું. કારતક પૂર્ણિમાની બેંગલોર શહેરની વ્યાખ્યાન સભામાં મધુરવક્તા આચાર્ય શ્રી ચંદ્રાનનસાગરજીની નિશ્રામાં જૈનદર્શનાભ્યાસી તપસ્વી સાધક શ્રી અશોક સંઘવીએ આ મહાગ્રંથનું વિમોચન કરી ગ્રંથકર્તા અને ગ્રંથસંપાદકના વિવિધ પ્રદાનોનો વિસ્તૃત પરિચય સભાને કરાવ્યો. આચાર્યશ્રીએ પણ પોતાની લાક્ષણિક શૈલીથી ગ્રંથકર્તા શ્રીમદ્ રાજચંદ્રજીની આ મહાનકૃતિની અનુમોદના કરીને તેનો મહિમા ગાયો અને સરસ્વતીપુત્ર સંપાદકીને પણ તેમના સ્વયં પરના ઉપકારનો નિખાલસ ઉલ્લેખ કરી, અનેક ધન્યવાદ-આશીર્વાદ આપ્યા. આ સર્વ દ્વારા જાણે ગુરુકૃપા સાકાર થઈ. ૧૯૭૦, ૧૯૭૪, ૧૯૯૬ અને ૨૦૦૧ સુધીની આ ચિરંતન કૃતિના નિર્માણની મહાયાત્રાનો થોડો-શો રસપ્રદ ઈતિહાસ છે. તેનો આછેરો સંકેત કૃતિના પૂર્વ-પશ્ચાતું પૃષ્ઠોમાં કર્યો છે. “સપ્તભાષી આત્મસિદ્ધિ' કૃતિનાં પ્રત્યેક પૃષ્ઠ પર ઉપર્યુક્ત સાતેય ભાષાઓ (મૂળકર્તાના હસ્તાક્ષર ઉપરાંત ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, મરાઠી, બંગલા, કન્નડ અને અંગ્રેજી)ની એક એક પદ્યમય ગાથાઓ સમશ્લોકી, ગેય સ્વરૂપે અપાઈ છે. કુલ ૧૪૨ ગાથાઓના ૧૪૨ પૃષ્ઠો ઉપરાંત ભારત ભાષા હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીમાં પરિચયાત્મક વિવેચનનોંધો અને કર્ણાટકની ભાષા ૨૧૪ રાજગાથા Page #229 -------------------------------------------------------------------------- ________________ કનડમાં વિશેષ અનુવાદયુક્ત પરિશિષ્ટાદિ પૃષ્ઠો મળીને (જેમાં શ્રીમદ્ રાજચંદ્રજી અને ગાંધીજીનો સંબંધ સાર પણ અંગ્રેજીમાં આવી જાય છે) કુલ બસો ૨૦૦ ઉપરાંત પૃષ્ઠો મોટા ડેમિ ૧/૪ કદમાં અપાયા છે. મુખપૃષ્ઠના હિમાલયના શેલશિખરના સાંકેતિક સુંદર આવરણચિત્ર ઉપરાંત અંદર અનેક ઉપયોગી તસ્વીરપૃષ્ઠો પણ અપાયા છે. ગુજરાતી, બિન-ગુજરાતી એવા સામાન્યજનો અને અભ્યાસ પાઠકો – ખાસ કરીને ભારત બહાર વિદેશના – સૌને માટે આ ગ્રંથ ઉપયોગી, ઉપાદેય અને સંગ્રહણીય બનશે. સુંદર કલાત્મક મુદ્રણ અને જાડા કાગળ-આર્ટ પેપર આદિથી યુક્ત અને ઉપર ઉલ્લેખ કર્યા અનુસાર, કોઈપણ ગ્રાન્ટ, દાન, અર્થસહાયતા વિના કેવળ ગુરુકૃપા પર નિર્ભર રહી વર્ષોના પરિશ્રમથી તૈયાર થયેલ આ ગ્રંથનું પડતર મૂલ્ય રૂા. ૫૦૧/- પાંચસો એક છે, જે (ટપાલથી મગાવતાં રજી. થી રૂા. ૨૫/કેવળ બેંગલોરના નિમ્ન સરનામેથી એ પ્રત્યક્ષ અથવા બેંક ડ્રાફટ કે મનીઓર્ડર મોકલીને મેળવી શકાશે :- વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન, પ્રભાત કોમ્પલેક્સ, કે.જી. રોડ, બેંગલોર-પ૬૦૦૦૯. (સરનામું અંગ્રેજીમાં કરવું આવશ્યક) ફોન : ૦૮૦-૨૬૬૬૭૮૮૨. “સપ્તભાષી આત્મસિદ્ધિ' વિષે - (સુશ્રી વિમલાતાઈના અંગ્રેજી પુરોવચન ઉપરાંત અનેક પત્રોમાંથી બે મહત્વનાં નાના પત્રો) માઉન્ટ આબુ, ૧૫-૮-૧૯૯૬ (૧) પ્રિય ભાઈ પ્રતાપજી, ગઈ કાલે સપ્તભાષી આત્મસિધ્ધિ અંગેના કાગળિયા મળ્યાં. ખૂબ જ સંતોષ અનુભવ્યો. તમોએ ઘણો શ્રમ કરીને અનુવાદ કરાવ્યા ! શાબ્બાશ ! સ્નેહાદર સાથે બહેનના વિમલ આશીષ (૨) પ્રિય મા પ્રતાપની, 28.8.1996 पत्र मिला । सप्तभाषी आत्मसिध्धि तैयार करना एवं छपवाना यह आपके जीवन की सर्वोच्च सिध्धि है । गुजरात के राजचन्द्र आश्रमों को जो करना चाहिए था, जो उनका दायित्व था, वह उन्होंने नहीं किया । आपके हाथों यह कार्य हुआ । शायद श्रीमद् राजचंद्र का अनुग्रह आप दोनों पर उतरा है । दीदी के स्नेहभेर विमल आशीष સપ્તભાષી આત્મસિદ્ધિ પ્રકાશિત Page #230 -------------------------------------------------------------------------- ________________ Q uffre-A પરમકૃપાળુદેવને ચરણે પચાસ વર્ષોનું વિનમ્ર પ્રદાન – તેમની જ કૃપાથી ! Il Sahajatma Swaroop Paramguru || To Remember 3-'R's of RAJ. R=Return Home of Self, R = Rethink & Research: Who am I?, R=Realise pure englightened Self WITH GRAND GRACE OF PARAMGURU PARAMKRUPALU DEV GYANAVATAR KALI KALPATARU SRIMAD RAJCHANDRAJI ON HIS 150th YEARS' PIOUS BIRTH CELEBRATIONS, Contribution & Humble Dedicated Creations since 1967 & 1974 till date 2017 : 50 yrs. Ву Prof. PRATAPKUMAR J. TOLIYA, Smt. SUMITRA P. TOLIYA (M.A, Sangeet Visharad) Kum. PARUL TOLIYA, Dr. VANDANA TOLIYA, Chi. BHAVITA TOLIYA, Chi. PHALGUNI TOLIYA, Chi. KINNARI TOLIYA Family & JINA-BHARATI - VARDHAMAN BHARATI INTNL. FOUNDATION CHOIR 1. SUBLIME SRIMAD - SHELTER SIDDHASHILA, IDAR WITH Y.Y. Sri SAHAJANANDGHANJI, MATAJI, VIMALAJI -1967 Selected Works of Srimad Rajchandra (in process since 100th Janma-shati) 2. MAHA-SAINIK (H/E) GREAT WARRIOR OF AHIMSA: PLAY ON GANDHIJI & SRIMADJI -1969. Planned English being staged at Washington USA, Hindi at Gujarat Vidyapith, A’bad- 2017. 3. DAKSHINAPATH KI SADHANAYATRA (H/G/E]: IN LAND OF MYMYSTIC MASTER, HAMPI, 1969 & Nisanga Gufa Dhyan : Y.Y.S. 'initiated on New Year 1-11-1970. 4. KALPASOOTRA DISCOURSES : with Atma Siddhi (USA + INDIA : H/G] Y.Y.S. & Self Since 1970. ATMASIDDHI SHASTRA (H/G): Creation - seeds in 1967) BY Y.Y. Sri SAHAJANANDAGHANJI - BHADRA MUNI & VIDUSHI VIMALA THAKAR recorded on Kartik Poornima 1973 with Atmagya Mataji Hampi Holy Mother's Blessings and released by her in 1974 at Mumbai. 6. PARAMAGURU PRAVACHANA Series (H/G] YY Sahajanandaghanji 1967 - 1970 - 2017 till date (58 CD) 7. PARAMGURU PAD (CD; H/G] Srimad-Padas, Recorded 1975 ૨૧૬ રાજગાથા Page #231 -------------------------------------------------------------------------- ________________ 8. MAHAVIRA DARSHAN [H/E/LP; CD] / MAHAVIR KATHA (LP/CD]: Srimadji based -1975 9. RAJPAD-RAJVANI - [LP/CD:H/G]: Srimad-Padas & Golden Thoughts Rec. 1976 10. BHAKTI - KARTTAVYA [Book + CD ; H/G] Srimad - Padas & Swadhyay studies, Rec. 1979 11. 2-10-1981 1st USA 3-fold Programmes Tour Mataji - initiated beginning at UNESCO, N.Y. 12. Radio Music Feature Hindi “RAJCHANDRAJI” on AIR Bangalore -1986 13. JAINISM ABROAD : USA SPEECHES : [E/H/G] 1981-83-86-88-91-2001 (About 50 talks) 14. MUSICAL PERFORMANCES IN AMERICA [H/G/ENGLISH] 1981 TO 2001 (A few Radio - T.V. Shows & About 90 concerts) with Srimadji theme 15. INT. JAIN CONF. CONCERTS + SEEKERS ABROAD [E/H/G] VCD-DVD London : Delhi 1983-86 16. MATRI-VANI, Raj-Vachanamrut Swadhyaya Talks by Holy Mother of Hampi up to 1992 17. BHAKTI JHARANA (H/G] + Bhajans CD by Holy Mother of Hampi upto 1992 18. SAHAJANANDA SUDHA [H/G] Padas CD on Srimadji and sublime devotion by Y.Y.S. -1992 19. ATMAGYA MATAJI [H/G/E/K] by Late. Kum. Parul: with Parul - Prasoon Booklet 1992 20. ATMAGYA MATAJI [CD] by Late. Kum. Parul & Smt. Sumitra 1992 21. SADHANA SANSKAR SHIVIRS : Mokshamala, Dhyan, Yoga: Hampi, Abroad -1994 22. ANTAR YATRA. VIMALA SARITA SAH [H] BY Prof. P. TOLIYA- 1995 23. ATMA SIDDHI SHASTRA Centenary Celebrations at San Francisco USA, 1995 24. DHYANA SANGEET, DHOON DHYAN, ATMA DHYAN 5 CDs OF [H/G/E] Music for Meditation -1979-1995-2000 25. ATMASIDDHI SHASTRA Centenary Celebration Presentation at Chicago USA, 1996 26. VOYAGE WITHIN WITH VIMALAJI [E] 1998 27. SAPTABHASHI ATMA SIDDHI: Editing 7 LANGUAGES [G/H/S/K/M/B/E] VOL: Trans. Great Scholars. - 2001 28. PRAGYAVABODHA: Brahmachariji: 2 CDs Gujrati of Musical Rendering. - 2005 29. BAHUBALI DARSHAN[H/K]-Ahimsak War :S.R + M.G: Documentary and DD telecast-2006 30. MAHAVIR KATHA SERIES S.R. based [H/G] CD Live Concerts Bombay/ Calcutta/Rajkot/Amreli - 2010 31. UPASYAPADE-UPADEYATA[H] by Y.Y.S. on Srimadji book Hindi 2010 32. MANTRA MOOLAM GURU VAKYAM [H] Hindi Trans. of Dr. Rakeshbhai Zaveri - 2011 પરમકૃપાળુદેવને ચરણે પચાસ વર્ષોનું વિનમ્ર પ્રદાન - તેમની જ કૃપાથી ! ૨૧૭, Page #232 -------------------------------------------------------------------------- ________________ 33. MILA BODH SUKH SAJ - Hindi Translation of Dr. Rakeshbhai- Zaveri - 2011 34. SADGURU BODH SUHAY - Hindi Translation of Dr. Rakeshbhai Zaveri - 2012 35. HUA APOORVA BHAN - Hindi Translation of Dr. Rakeshbhai Zaveri - 2013 36. PRAGYA-SANCHAYANA: [HINDI BOOK] Pragyachakshu Dr. Pt. Sukhlalji: on Srimadji - 2013 37. PANCHA BHASHI PUSHPAMALA: S.R.' 5 languages [G/K/B/H/E] BOOKLETS-2013 38. VIMALA THAKAR: [E] BY Prof. P. Toliya: Brief Life Sketch. -2014 39. SADGURU BODH [CD] [H/G] -2014 40. SRIMAD RAJCHANDRA JEEVAN AUR SAHITYA [H] Hindi Translation of Dr. Rakeshbhai Zaveri - 2014 41. Y.Y.S. Sri SAHJANAND GHANA GURU GATHA Biography in Hindi-2014-17 42. Y.Y.S. Sri SAHJANAND GHANA GURU GATHA Biography in English-2017 43. Y.Y.S.: Vishwa Manav Srimad Rajchandraji Y.Y.S. + P's - Radio Feature [H] Audio CD 2017 44. Y.Y.S.: Vishwa Manav Srimad Rajchandraji [E] Booklet 2017 45. ATMA SIDDHI SESSIONS - Weekly Satsang 3 - Folds - 2017 46. RAJ-GATHA [G] Deeply - Studied varied Articles on Srimad Rajchandraji on the occasion of 150th Birth Anniversary (2017) 47. DHARMA DARSHAN at Yoga-Bhakti Sangeet Centre, Gubbi (Karnataka) 2016 Gandhi Jayanti 48. SRIMAD JAYANTI at Dharma Darshana Gubbi, Kartik Poornima, 2016 SRIMAD RAJCHAND ASHRAM, HAMPI Gujrat Ashramas Piligrimage December 2016 + Shikharji Pilgrimage, January, 2018 50. Honouring of SAPTABHASHI ATMA SIDDHI, S.R. Ashram, Wadva Shatabdi-2016 Srimad Swadhyaya Dhyana Bhakti Satsang Sessions throughout India and Abroad - 2017 52. 150 years S.R. Birth Centenary at Param Krupalu Kutir, Amreli, 2017-18. First Presentation at Srimad Rajchandra Gyana Mandir, Rajkot-Samadhi Divas - Chaitra Krishna Panchami- 2017 Shatpad Rahsya Musical Recording of Y.Y.S. 2017-18 सुदीर्घ मौन एवं मात-पिता-गुरु आज्ञा पश्चात् समर्पित जीवन की स्वल्प अभिव्यक्तिः परमगुरु-पाद-पद्मों में वर्षों का अर्पण प्रदान DEDICATED FIFTY YEARS AT PIOUS FEET OF PARAMGURU To Propagate Sadguru - ordered Rajavani throughout the Universe Enquiries, Online Mail Orders, Prabhavana - offers & Advance Registrations : VARDHAMAN BHARATI INTERNATIONAL FOUNDATION Prabhat Complex, K.G. Road, Bengaluru-560009. Ph: 080 26667882 / 09611231580 / 09845006542 1580, Kumarswamy Layout, Bengaluru-560111. Email pratapkumartoliya@gmail.com 51. ૨૧૮ રાજગાથા Page #233 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-BI વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનનાં મહત્ત્વનાં પ્રકાશનો પ્રિયવાદિની' સ્વ. કુ. પારલ ટોલિયા દ્વારા લિખિત - સંપાદિત - અનુવાદિત ૧. ક્ષUTIVઈ જી સીન યાત્રા (હિન્દી) : પ્રકાશિત (પ્રથમાવૃત્તિ પૂરી) ૨. મહાવીર સન (હિન્દી) Mahavir Darshan (Eng) : પ્રકાશ્ય ૩. વિવેશ મેં સૈન થઈ માવના (હિન્દી) Jainism Abroad (Eng) મુદ્રણાધીન 8. Why Abattoirs - Abolition ? (Eng.) : 45124 4. Contribution of Jaina Art, Music & Literature to Indian Culture : 45124 F. Musicians of India - I Came Across : Pt. Ravishankar, others : 4$194 9. Indian Music & Media (Eng.) : 45124 પ્રા. પ્રતાપકુમાર ટોલિયા દ્વારા લિખિત, સંપાદિત, અનુવાદિત ૮. શ્રી કાત્મિસિદ્ધિશાસ્ત્ર પર્વ અપૂર્વ અવસર (હિન્દી અનુવાદ) પ્રકાશિત ૯. અનંત મનુન (હિ) : (પ્રથમવૃત્તિ પૂf) પુરસ્કૃત ૧૦. દક્ષિણાપથની સાધનાયાત્રા (ગુજરાતી) : પ્રકાશિત ૧૧. મહાનિકા (૫. ગાંધીની પર્વ શ્રીમદ્ રાની વિષયવ8) પ્રકાશ્ય : પુરસ્કૃત ૧૨. The Great warrior of Ahimsa અંગ્રેજી : પ્રકાશ્ય ૧૩. વિદેશોમાં જૈનધર્મ પ્રભાવના (ગુજરાતી) : પ્રકાશ્ય ૧૪. પ્રજ્ઞાચક્ષનું દૃષ્ટિપ્રદાનઃ પં. સુખલાલજીનાં સંસ્મરણો (ગુજરાતી) : પ્રકાશ્ય પ્રજ્ઞા સંયયન : પ્રાશિત ૧૫. સ્થિતપ્રજ્ઞની સંગાથે ઃ આચાર્ય વિનોબાજીનાં સંસ્મરણો (ગુજરાતી) : પ્રકાશ્ય ૧૬. ગુરુદેવ સંગે : ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુર વિષે ગુરુદયાલ મલ્લિકજી : પ્રકાશ્ય ૧૭. ગુરુવ સાથ (હિન્દી) : ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુર વિષે ગુરુદયાલ મલ્લિકજી : ૧૮. “પ્રગટી ભૂમિદાનની ગંગા” અને “વિશ્વમાનવ” (રેડિયોરૂપકો) ગુજરાતી : પ્રકાશ્ય ૧૯. નવ પુર્વે થી નાતે હૈં! પુરસ્કૃત, અભિનીત હિન્દી નાટક : પ્રકાશ્ય ૨૦. સંતશિષ્યની જીવનસરિતા (ગુજરાતી) : પ્રકાશિત - અન્યો દ્વારા ૨૧. વટ વે સાહિત્ય વો નૈન પ્રધાન (હિન્દી) : પ્રકાશ્ય 22. Jain Contribution to Kannada Literature & Culture : U$194 ૨૩. Meditation & Jainism (અંગ્રેજી) : પ્રકાશિત : પ્રથમવૃત્તિ પૂરી ૨૪. Speeches & Talks in U.S.A. & U.K. (અંગ્રેજી/ગુજરાતી) પ્રકાશ્ય ૨૫. Profiles of Parul (અંગ્રેજી) : પ્રકાશિત ૨૬. Bhakti Movement in the North (અંગ્રેજી) પ્રકાશ્ય ૨૭. Saints of Gujarat (અંગ્રેજી) પ્રકાશ્ય ૨૮. Jainism in Present Age (અંગ્રેજી) પ્રકાશ્ય 26. My Mystic Master Y.Y. Sri Sahajanandghanji S.S. Gurugatha : 45124 ૩૦. Holy Mother of Hampi : આત્મજ્ઞા માતાજી : (અંગ્રેજી-ગુજ.-હિન્દી) પ્રકાશ્ય ૩૧. સાધનાયાત્રાનો સંધાનપંથ (દક્ષિણાપથની સાધનાયાત્રા-૨) : ગુજરાતી : પ્રકાશ્ય ૩૨. દાંડીપથને પગલે પગલે (ગાંધી-શતાબ્દી દાંડીયાત્રાનુભવો) : ગુજરાતી : પ્રકાશ્ય ૩૩. વિદ્રોહિની (નાટિકા) હિન્દી ઃ પ્રકાશ્ય - ૩૪. વિરઘા (નાટિકા) આકાશવાણી, રાજકોટ ૩૫. અમરેલીથી અમેરિકા સુધી (જીવનયાત્રા) ગુજરાતી/હિન્દી/અંગ્રેજી : પ્રકાશ્ય વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનનાં મહત્વનાં પ્રકાશનો ૨૧૯ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૩૬. પાવપુરીની પાવન ધરતી પરથી (આર્ષ-દર્શન) : ગુજરાતી/હિન્દી : પ્રકાશ્ય ૩૭. પેરે માનસત્નોવા કે મહાવીર : મહાવીર કથા : ગુજરાતી + હિન્દી : પ્રકાશ્ય ૩૮. વિદ્રોદ-વ્યંગ્ય (કાવ્યો) : હિન્દી : પ્રકાશ્ય ૩૯. Popular Poems of Prof. Toliya (કાવ્ય) અંગ્રેજી/ગુજરાતી : પ્રકાશ્ય ૪૦. silence Speaks (કાવ્યો) : અંગ્રેજી : પ્રકાશ્ય ૪૧. ગત નિશાન્ત (કાવ્ય-ગીતો) : હિન્દી : પ્રકાશ્ય ૪૨. કીર્તિ-સ્મૃતિ : પારુલ-સ્મૃતિ (દિવંગત અનુજ ને આત્મજાનાં સ્મરણો) : પ્રકાશ્ય ૪૩. “એવોર્ડ” (વાર્તાસંગ્રહ) : ગુજરાતી : પ્રકાશ્ય (વર્તમાનપત્ર પ્રકાશિત) ૪૪. Bribe Master, Public School Master & Other Stories (વાર્તાસંગ્રહ) અંગ્રેજી : $184 (Award and other Stories) ૪૫. વેદનસંવેદન (કાવ્યો) ગુજરાતી : પ્રકાશ્ય ૪૬. પશબ્દ (નિબંધો) હિન્દી : પ્રકાશ્ય ૪૭. ઉપેક્ષિત (૩૫ચાસ) : હિન્દી : પ્રકાશ્ય ૪૮. સવારે વનતી હૈં - (નાટ) હિન્દી + Secret Slaughterers (Eng.) : પ્રકાશ્ય ૪૯. રીવાર તે પાર (નાદબ્ર) હિન્દી : પ્રકાશ્ય ૫૦. “દતી વેં, નન્નતી #ચાઈ.” (વિદ્રોહ લેખો) : હિન્દી : પ્રકાશ્ય ૫૧. અંતર્દર્શીની આંગળીએ... (સ્મરણકથા) : ગુજરાતી : પ્રકાશ્ય પર. “Why Vegetarianism?": અંગ્રેજી: ડૉ. વંદના ટોલિયા (નેચરોપેંથ, INY.. જિંદાલ, બેંગ્લોર) લિખિત : પ્રકાશિત ૫૩. Why Abattoirs – Abolotion ? અંગ્રેજી : પ્રકાશ્ય ૫૪. સપ્તભાષી આત્મસિધ્ધિ SAPTABHASHI ATMASIDDHI (પ્રકાશિત) પપ. પંચભાષી પુષ્પમાળા (પ્રકાશિત) પ૬. ૩૫સ્થિપષે ૩૫ાયતા (પ્રાશિત) ૫૭. શ્રી રંગારંવષન થા (પ્રક્ષાશિત) ૫૮. રાજગાથા (પ્રકાશિત) પ૯. પુ%ારતે શું મુવપશુ (પ્ર શ્ય ) ૬૦. વિશ્વમાનવ શ્રીમદ્ રાજનચંદ્રની (પ્રાર્થ) ૬૧. Vishwa Manav Srimad Rajchandraji for Youngsters (published) ૬૨. ઋત્તિર ક્ષર્તિકુમાર (મુદ્રાથીન) ૬૩. અંતર્યાત્રા વિમન સરિતા સદ (પ્રશ્ય) ૬૪. Voyage within with Vimalajee ૬૫. માત્મદર્શ માતાની : કન્નડ : પ્રકાશિત ६६. जनजन का जैन वास्तुसार : प्रकाशित આમંત્રણ : પ્રકાશિત પુસ્તકો (મર્યાદિત સંખ્યામાં જ શેષ) બેંગ્લોરથી ઉપલબ્ધ. પ્રકાશ્ય' પુસ્તકોની કૉપીરાઈટ હસ્તપ્રતો + ઈન્ટરનેટ પ્રતો, પ્રાયઃ તૈયાર. પ્રકાશક-પ્રતિષ્ઠાનો, સંઘ સંસ્થાનો, પ્રાયોજકો, અર્થપ્રદાતાઓનો પત્રવ્યવહાર આવકાર્ય છે. વર્ધમાન ભારતી ઈન્ટરનેશલ ફાઉન્ડેશન પ્રભાત કોમ્પલેક્ષ, કે.જી. રોડ, બેંગ્લોર-પ૬૦૦૦૯. ફોન : ૦૯૬૧૧૨૩૧૫૮૦ ૨૨૦ રાજગાથા Page #235 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-c અનેકમાંથી થોડા પ્રતિભાવો પ્રતિભાવ-૧ १५ ऑगस्ट १९९६ प्रिय भाई प्रतापजी, गई काले सप्तभाषी आत्मसिद्धि अंगेना कागळिया मळ्यां. खूब ज सन्तोष अनुभव्यो, तमोए घणो श्रम करीने अनुवाद कराव्या ! शाब्बाश ! मराठी अनुवाद खरेखर सारो छे. व्याकरणनी जे भूलो तमारी नजरे चढ़ी ते गद्यनी दृष्टिए बराबर गणाय, पण पद्यमां अने ते पण गेय पद्यमां हृस्व-दीर्घ, लघु-गुरु ने बधा नियमो लागु नथी पडता एवो ख्याल छे. एटले हुं तो मूळ लखाण राखवानी हिंमत करीश. छतांय तमोने जे उचित लागे ते करशो जी. स्नेहादर साथे बहेनना, विमल आशिष २८ ऑगस्ट १९९६ प्रिय भाई प्रतापजी, पत्र मिला । सप्तभाषी आत्मसिद्धि तैयार करना एवं छपवाना यह आपके जीवन की सर्वोच्च सिद्धि है । गुजरात के राजचन्द्र आश्रमों को जो करना चाहिए था, जो उनका दायित्व था, वह उन्होंने नहीं किया । आपके हाथों यह कार्य हुआ । शायद श्रीमद् राजचन्द्र का अनुग्रह आप दोनों पर उतरा है । मराठी अनुवाद देख गई । काव्य रचना की दृष्टि से मुझे निर्दोष प्रतीत होता है। दीदी के स्नेहभरे विमल आशीष અનેકમાંથી થોડા પ્રતિભાવો ૨૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાવ-૨ આત્મસિદ્ધિ શાસ્ત્ર (પ્રબુદ્ધ જીવન ઃ ૧૬-૧૧-૨૦૦૬) આજથી ૧૧૦ વર્ષ પહેલાં વિક્રમ સંવત ૧૯૫રના આસો વદ એકમની અપૂર્વ . એવી શુભ પળોમાં માત્ર દોઢ બે કલાકની અવધિમાં જ પરમવંદનીય પ.પૂ. શ્રીમદ્ રાજચંદ્રના સ્વાત્માનુભવ અને શાસ્ત્રોના ચયન થકી સર્વ ધર્મ માન્ય અને સર્વોપકારક તેમ જ સમગ્ર જીવોના ઉદ્ધાર અર્થે પપૂ. પંડિત સુખલાલજીએ જેને “આત્મોપનિષદ્' કહ્યું છે એવું અને ચૌદ પૂર્વેના સાર જેવું, જેના શ્રવણ માત્રથી પુણ્યબંધ પ્રાપ્ત થાય, એવું ૧૪૨ ગાથાનું આ “આત્મસિદ્ધિ શાસ્ત્રનું ગંગા સમ પાવન ઝરણું એ મહામાનવના આત્મામાંથી પ્રગટ્યું. જેમાં શબ્દાંડબર કે વાગુવિલાસ નથી પણ સરળ સૂત્રાત્મ શૈલીથી જે ઓપ છે, જિજ્ઞાસુને સત્ય અને સમાધાન પાસે લઈ જતું એવું આ “આત્મસિદ્ધિ શાસ્ત્ર ગુજરાતી ભાષાનો હિમાલય છે, અમર કૃતિ છે. ગીર્વાણ ગિરા ગુજરાતી ભાષા આ ૧૪૨ ગાથાના દીર્ઘ કાવ્યથી પરમ ધન્ય બની છે. આ અપૂર્વ કૃતિ વિશે સાધક ડૉ. રાકેશભાઈ ઝવેરી તેમ જ અન્ય સાધક મહામાનવોએ ઊંડું અને સૂક્ષ્મ ચિંતન કર્યું છે. એટલે એ વિશે અહીં લખવાનો અભિગમ નથી કે નથી અધિકાર. ગુજરાતી ભાષાની આ અમર કૃતિને અન્ય છ ભાષામાં, સંસ્કૃત, હિન્દી, મરાઠી, બંગાળી, કન્નડ અને અંગ્રેજીમાં અધિકારી વિદ્વવર્જન પાસે અવતરણ કરાવવી અને ઊંડા અધ્યયન સાથે એનું પુસ્તક રૂપે પ્રગટ કરવું એ એક ભગીરથ કાર્ય છે. આવો અનુપમ પુરુષાર્થ વિદ્વાન સાધક પ્રા. પ્રતાપભાઈ ટોલિયા અને એમનાં ધર્મપત્ની સુમિત્રાબેન ટોલિયાએ કર્યો અને પરિણામે સન ૨૦૦૧માં વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન-બેંગલોર દ્વારા પ્રકાશિત ૨૦૦ પાનાનો ધ્યાનાકર્ષક “સપ્તભાષી આત્મસિદ્ધિ' ગ્રંથ જૈન સમાજને પ્રાપ્ત થયો. ગુજરાતી ભાષા અને જૈનશાસનની આ દંપતીની આ અજોડ સેવા છે ! અભિનંદન ! વર્તમાન સમયમાં આપણા સંતાનોની શિક્ષણ ભાષા બહુધા અંગ્રેજી છે. ગુજરાતી ભાષા ભુંસાશે તો નહિ જ, પણ ભૂલાતી તો જાય છે. આ વાસ્તવિકતા છે ! એટલે આ પેઢીમાં જૈન ધર્મના સંસ્કારો અને ચિંતનને જીવંત અને ધબકતા રાખવા હશે તો આપણા સાહિત્યને વહેલી તકે અંગ્રેજી ભાષામાં ઢાળવું પડશે જ. આ વિચારને કેન્દ્રમાં રાખી “આત્મસિદ્ધિ શાસ્ત્રની અનુક્રમે કેટલીક ગાથાઓ દર મહિને એ “સપ્તભાષી આત્મસિદ્ધિમાંથી સંપાદકોના ઋણ સ્વીકાર સાથે “પ્રબુદ્ધ જીવન'ના જિજ્ઞાસુ વાચકો સમક્ષ પ્રસ્તુત કરવાનો અભિગમ સેવ્યો છે. ૨૨ રાજગાથા Page #237 -------------------------------------------------------------------------- ________________ આપ ગુજરાતી ભાષામાં આ ગાથા વાંચો, ચિંતન કરો અને નવી પેઢીને અંગ્રેજીમાં સમજાવો એ અભ્યર્થના. અહીં મૂળ ગુજરાતી ગાથા સાથે સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી અનુવાદો આપ્યાં છે, જેનું સમશ્લોકી ભાષાંતર પૂ. વિદ્વાન સાધક મહાનુભાવો અનુક્રમે પંડિત બેચરદાસ દોશી, યો.યુ. શ્રી સહજાનંદઘનજી અને બ્ર. ગોવર્ધનદાસજીએ કર્યું છે. એ સર્વેને નમન... ધ. (૧) જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો, દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું-શ્રી સદ્ગુરૂ ભગવંત. ૧ संस्कृत यत्स्वरूपमविज्ञाय प्राप्तं दुःखमनन्तकम् । तत्पदं ज्ञापितं येन तस्मै सद्गुरवे नमः ॥ 1 ॥ हिन्दी मंगलः जो स्वरूप समझे बिना, पायो दुःख अनंत । સમફાયો તત્વઃ નમ્, શ્રી ગુરુ મપાવંત 1 છે. Bid GT As real self I never knew, So suffered I eternal pain; I bow to Him my Master true, Who preached and broke eternal chain. 1 વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨. संस्कृत वर्तमाने कलौ प्रायो मोक्षमार्गस्य लुप्तता । सोऽत्रातो भाष्यते स्पष्टमात्मार्थीनां विचारणे ॥ 2 ॥ हिन्दी पीठिकाः इस काले इस क्षेत्र में, लुप्तप्राय शिव-राह । સમક્ષ હેતુ માત્માર્થી , હૂ કોણ પ્રવીદ 2 છે 310) Git In this degrading Age, who knows Salvation-way, mostly unknown; For seekers true, this Gospel shows, Unhidden as their fingers own. 2 અનેકમાંથી થોડા પ્રતિભાવો Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાવ-૩ સપ્તભાષી આત્મસિધ્ધિ એક અનુપમ પુરુષાર્થ (ગુજરાત સમાચાર) એકમને દિવસે સાંજે ફાનસના અજવાળે એક જ બેઠકે દોઢ થી બે કલાકમાં શ્રીમદ્ રાજચંદ્રએ “આત્મસિધ્ધિશાસ્ત્ર” નામના ગ્રંથની રચના કરી. આ કૃતિની રચના નડીયાદ ગામના નાના કુંભનાથ મહાદેવના મંદિરમાં એક ઓરડામાં ઈ.સ. ૧૮૯૬ની ૨૨મી ઓક્ટોબરને ગુરુવારે થઈ. આ કૃતિમાં આગ્રમગ્રંથોના સમસ્ત સિધ્ધાંતોનો નિચોડ પ્રગટ થયો. ‘ઉપનિષદ્’, ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ કે આગમ ગ્રંથોના સાર સમી આ કૃતિમાં શિષ્યની સત્ય પામવાની જિજ્ઞાસા અને સદ્ગુરુએ માર્મિક શૈલીમાં આપેલું સમાધાન મળે છે. અધ્યાત્મના ઊંચા શિખરે બિરાજેલી વિભૂતિને ગહન શાસ્ત્રો એટલા આત્મસાત્ થઈ ગયા હોય છે કે સરળ વાણીમાં રમતાં-રમતાં તેઓ એ તત્વજ્ઞાનનું નિરૂપણ કરે છે. નરસિંહ મહેતાનાં કાવ્યોમાં કે આનંદઘનજીનાં પદોમાં સરળ વાણીમાં આવું ગહન તત્ત્વ નિરૂપણ આલેખાયેલું જોવા મળે છે. આ “આત્મસિધ્ધિશાસ્ત્ર” વિશે અત્યંત ઊંડું, વ્યાપક, તલસ્પર્શી અને ગહન ચિંતન કરનાર તથા યુવાનો અને સાધકોના જીવનમાં અધ્યાત્મ-ક્રાંતિ સર્જનાર પૂ. શ્રી રાકેશભાઈ ઝવેરી નોંધે છે ઃ “શ્રી આત્મસિધ્ધિશાસ્ત્ર”ની પ્રતિપાદન શૈલી જોતાં તેમાં કશે પણ શબ્દાડંબર કે વાગ્વિલાસ દેખાતો નથી. આ સૂત્રાત્મક કૃતિમાં એક પણ શબ્દ નકામો નથી, એક પણ નિર્દેશ કડવાશ કે આવેશયુક્ત નથી, એક પણ વચન નિષ્પક્ષપાતતાહીન કે વિવેકવિહીન નથી. તેના શબ્દે શબ્દે માત્ર સ્વાત્માનુભવી મહાત્માના અંતરમાંથી સ્વયમેવ સ્ફુરેલી શ્રુતધારાનાં દર્શન થાય છે. જેમ ગંગા નદીનો સ્ત્રોત જોવાથી આંખ ઠરે છે, ચિત્ત શાંતિ અને પ્રસન્નતા અનુભવે છે, તેમ શ્રીમદ્ના નિર્મળ અંતરમાંથી પ્રવહતી આ પ્રશમરસથી પરિપૂર્ણ ‘સ્યાત્’ મુદ્રાથી અલંકૃત ૧૪૨ ગાથાઓની અપૂર્વ કૃતિ પઠન કે શ્રવણ કરનારના આત્માને શાંતિ અને શીતળતા, પ્રસન્નતા અને પવિત્રતા બક્ષે છે. “આબાલગોપાલ સર્વને સ્વયોગ્યતા પ્રમાણે પરમ ઉપકારી થઈ શકે એવી ચમત્કૃતિ તથા આત્માને સ્પર્શતા સર્વ મુદ્દાઓનું ક્રમબધ્ધ, તર્કસંગત નિરૂપણ ‘શ્રી આત્મસિધ્ધિશાસ્ત્ર'ને જૈન તેમજ જૈનેતર આત્મવિષયક ગ્રંથોમાં અત્યંત મહત્વનો અને ઉચ્ચ કોટિનો દરજ્જો અપાવે છે. મત, દર્શન, સંપ્રદાય, વાડા, જાતિ આદિના રાજગાથા ૨૨૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ આગ્રહથી ઉપર ઊઠીને સર્વગ્રાહી શૈલીથી લખાયેલો આ ઉત્તમોત્તમ ગ્રંથ આધ્યાત્મિક સાહિત્યમાં અમર સ્થાન લેવા સર્જાયેલો છે.” શ્રી આત્મસિધ્ધિશાસ્ત્ર વિશે પૂ.શ્રી રાકેશભાઈ ઝવેરીના આ શબ્દો કૃતિના હાર્દને પ્રગટ કરે છે. ગુજરાતી ભાષામાં શ્રીમદ્ રાજચંદ્રજીએ લખેલો આ ગ્રંથ અન્ય ભાષાઓના જાણકારોને પણ પ્રાપ્ત થવો જોઈએ. આચાર્યશ્રી ગુરુદયાળજી મલ્લિકે આ ગ્રંથ અંગ્રેજીમાં લખવાની શ્રી પ્રતાપકુમાર ટોલિયાને સૂચના આપી. શ્રી પ્રતાપભાઈ એટલે સાધના, સંગીત અને અધ્યાત્મનો સંગમ. એમણે આ કાર્ય શરૂ કર્યું. એવામાં સુશ્રી વિમલા તાઈએ એમાં ઉમેરો કરતાં કહ્યું કે અંગ્રેજી ઉપરાંત બીજી ભારતીય ભાષાઓમાં આ કૃતિનો અનુવાદ અને વિવેચન કરો. નદી સાગર બને એમ હમ્પીના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના શ્રી સહજાનંદઘનજી (ભદ્રમુનિ)એ એનો અનેક ભાષામાં અનુવાદ કરવાનું કહ્યું. એમણે સ્વયં એનું હિંદી ભાષાંતર કર્યું હતું, પણ એ છુપાવી રાખીને શ્રી પ્રતાપકુમાર ટોલિયાના ભાષાંતરને એમણે સુધારી આપ્યું. જોકે એ પછી ૧૯૭૦માં શ્રી સહજાનંદઘનજીનો દેહવિલય થતાં આ કાર્ય અટક્યું. શ્રી આત્મસિધ્ધિશાસ્ત્રના કન્નડ ભાષામાં અનુવાદ કરવાની વાત આવી, ત્યારે ડૉ. એ. એન. ઉપાધ્યેએ સહાય કરી. એ જ રીતે શ્રી ભંવરલાલ નાહટા પાસે બંગાળી ભાષામાં અનુવાદ કરાવ્યો અને મરાઠીના બે અનુવાદ શ્રી વિમલાતાઈ પાસેથી મેળવી શકાયા. આ રીતે એક-બે નહીં પણ સાત ભાષામાં શ્રી આત્મસિધ્ધિશાસ્ત્રનો સમશ્લોકી અનુવાદ “સપ્તભાષી આત્મસિધ્ધિ' તરીકે પ્રગટ થયો. આ કૃતિના અનુવાદે અનેક લોકોને જુદી જુદી પ્રેરણા આપી. શ્રવણ બેલગોળાના આ.શ્રી ચારકીર્તિજી આ ગ્રંથથી પ્રભાવિત થયા. સમગ્ર ગ્રંથના ૧૪૨ પાનાઓમાં રાજચંદ્રજીના હસ્તાક્ષરમાં મૂળ ગુજરાતીમાં લખાયેલી ગાથા આપવામાં આવી છે અને એની નીચે જુદી જુદી ભાષાનો અનુવાદ આપવામાં આવ્યો છે. વળી કૃતિના અંતે એનો કન્નડ અનુવાદ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ મહાન કૃતિ વિશે જુદા જુદા આત્મજ્ઞાનીઓ, સાધકોએ અને વિદ્વાનોએ આપેલા અભિપ્રાયનો પણ સુંદર સમાવેશ કરાયો છે. " ગુજરાતી સાહિત્યનું એક અનુપમ સર્જન અને તત્ત્વજ્ઞાનની એક અનુપમ કૃતિના મૂળ ભાવને જાળવીને સાત સાત ભાષામાં એનો સમશ્લોકી અનુવાદ કરવો-કરાવવો એ કપરા ચઢાણ ચઢવા જેવું ગણાય. પરંતુ પ્રા. પ્રતાપકુમાર ટોલિયાના ધ્યાનસાધનાના પ્રબળ સામર્થ્ય લગભગ અશક્ય લાગતી વાતને શક્ય કરી બતાવી. – પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ (ગુજરાત સમાચાર: આકાશની ઓળખઃ ઓક્ટો. ૨૦૦૭) અનેકમાંથી થોડા પ્રતિભાવો ૨૫ Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાવ-૪ શ્રીમદ્ રાજચંદ્રકૃત “આત્મસિદ્ધિ' સાત ભાષામાં (જનસત્તા) - તાજેતરમાં પ્રા. પ્રતાપકુમાર ટોલિયા અને સુમિત્રા ટોલિયાએ “શ્રીમદ્ રાજચન્દ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર'નો સાત ભાષાઓ : ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, મરાઠી, બંગલા, કન્નડ અને અંગ્રેજીમાં સમશ્લોકી અનુવાદ પ્રકટ કર્યો છે. આ સંદર્ભમાં શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મ તત્વજ્ઞાનને જોઈએ. આમ તો શ્રીમદ્ રાજચંદ્ર જૈનધર્મના તત્વષ્ટા છે પણ એ તો માત્ર ભૂમિકા, ને પછી તો એમનું લખાણ સર્વ સામાન્યતાએ પહોંચે છે. એમાં વેદાન્તી કે પુષ્ટિમાર્ગી, જૈન ધર્મી કે ખ્રિસ્તીધર્મી, સૌને પ્રેરક બની રહે છે. તેમણે કેટલીક કવિતાઓ પણ લખી છે. એમાં બીજા રસો હોય કે ન હોય પણ શાંતરસના ફુવારા ઊડે છે. તેમનાં “આત્મસિદ્ધિશાસ્ત્ર”, “ભાવનાબોધ” કે “મોક્ષમાળા' જેવાં પુસ્તકોમાં તેમનું અનુભવપૂત જ્ઞાન સૌ સાધકોને સુલભ છે. તેમણે અનેક પત્રો પણ લખ્યા છે. તેઓ ગાંધીજીના ગુરુ ગણાતા. શ્રી વિદ્યારણ્ય મુનિ જે “આત્મવિચારની વાત કરે છે તે શ્રીમદ્ભા લખાણોમાં તરત ધ્યાન ખેંચતી વસ્તુ છે. દેહભાવ છોડીને આત્મામાં સ્થિતિ કરવાનું તે ભારપૂર્વક કહે છે. આત્માની સત્તાની વાત છે. એજ સત-તા છે આજકાલ સત્તાની વાતો જ્યાંને ત્યાં સાંભળીએ છીએ. સત્તા ભોગવતા મનુષ્યો કેટલા બધા પામર હોય છે ! અમલ ચલાવતા મનુષ્યનો પોતાની ઉપર જ અમલ ચાલતો નથી ! શ્રીમદ્ કહે છે : “દેહરખાપણું છોડી દો આત્મા એ જ સત્ય છે. સત્ તત્વ છે, એની સત્તામાં રહેવું અને ત્યાં રહ્યાં રહ્યાં કર્મ કરવાં.” પણ આ બને શી રીતે? શ્રી રાજચન્દ્ર વીતરાગપણું રાખવાનું સૂચવે છે. રાગમાત્ર વર્ય છે. આ કરવું ઘણું મુશ્કેલ છે. તિરસ્કારરૂપે પણ રાગ જ પ્રગટ થતો હોય છે. સામ્યવસ્થા-સામ્યસ્થિતિ-સમતાની સ્થાપના થવી ઘટે. આવી ઔદાસીન્યભરી મનની વૃત્તિની વાત તેમણે “અપૂર્વ અવસર' કાવ્યમાં કરી છે. આનો અર્થ એવો નથી કે સૃષ્ટિ અને સૃષ્ટિના પદાર્થોમાં રસ ઊડી જાય, નિષ્ક્રિયતા આવે, બલ્બ આવો સાધક સૃષ્ટિના પદાર્થોને એક નવી રીતે ગ્રહે છે. આ કારણે જ શ્રીમદ્ભા સંસારી મનુષ્યો પ્રત્યે એક અથાગ કરુણા અને વાત્સલ્ય નિઝર છે. ત્રીજી વસ્તુ તે આત્મદષ્ટિ છે. શ્રીમદ્ ઉદ્ધોધે છે : સહજની સાધના. કબીર કહે છે: “સાધો સહજ સમાધિ ભલી સહજભાવે બધાં કર્મ થવાં જોઈએ એમ શ્રીમદ્ કહે છે. રાજગાથા Page #241 -------------------------------------------------------------------------- ________________ ચોથી બાબત તે ગ્રન્થિ છેદનની છે. નિર્ગસ્થ થવાનું છે. મનુષ્યને અનેક પ્રકારના ગ્રહો વળગેલા છે. પૂર્વગ્રહો, હઠાગ્રહો, દુરાગ્રહો, આ બધામાંથી તેણે મુક્ત થવાનું છે. શાસ્ત્રો પરત્વે શ્રીમનું વલણ સમન્વયવાદીનું છે એમને કોઈ પણ પ્રકારની ગ્રન્થિ નથી. બધાં શાસ્ત્રોમાં આત્મજ્ઞાનની જે વાત કરી છે તે તેઓ લઈ લે છે અને પોતાની અનુભૂતિના પ્રકાશમાં એને નવા સ્વરૂપે મૂકી આપે છે. એમ કહેવાય છે કે રામકૃષ્ણ પરમહંસ સામ્યવસ્થાના અવબોધ માટે માટીનું ઢેકું અને સોનું ગંગામાં ફેંકી દેતા. શ્રીમદ્ રાજચન્દ્ર ઝવેરાતનો વેપાર કરતા અને છતાં એમની દૃષ્ટિ તો આત્માના ઝવેરાત પર જ રહેતી. “આત્મસિદ્ધિશાસ્ત્રમાં તેમણે કહ્યું છે કે મોક્ષમાર્ગનો લોપ થવાથી પોતે આત્મસિદ્ધિનું શાસ્ત્ર રજૂ કરે છે. એ ગુરુશિષ્ય સંવાદરૂપે રજૂ થયું છે. ૧૭મી સદીમાં મહાન જ્ઞાની કવિ અખાએ પણ “ગુરુશિષ્ય સંવાદ” લખ્યો છે. ભગવદ્ ગીતા પણ ગુરુ-શિષ્ય સંવાદરૂપે જ છે. શ્રીમદ્ રાજચન્દ્ર ગુજરાતી પ્રજાને ધર્મનું સારતત્વ સંપડાવવામાં ગંજાવર કામ કર્યું હતું. પ્રસ્તુત “સપ્તભાષી આત્મસિદ્ધિમાં સંપાદક તરીકે પ્રો. ટોલિયાએ જે લખ્યું છે તે સૂચક છે. એમના પાંચ પ્રેરણાદાતાઓ તે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી, આચાર્ય ગુરુદયાળ મલ્લિકાજી, સહજાનંદઘનજી, માતાજી ધનદેવીજી અને વિદુષી સુશ્રી વિમલા ઠકાર, વગેરેનો ફોટા સાથે ઉલ્લેખ કર્યો છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જુદી-જુદી ભાષાઓમાં જે અનુવાદ આપ્યો છે એમાંથી થોડાં ઉદાહરણો જોઈએ તો હિન્દીમાં કહ્યું છે: “સેવે સદ્ગુરુ ચરન કો, તજે સ્વ આગ્રહ પક્ષ ! પાવે સો પરમાર્થ કો, જાવે સ્વપદ કો લક્ષ”. There is no disease as Self-delusion, The well-versed doctor's Teacher True, The Teacher's precept's prescription Though Concentrations medicine due. આવો સુંદર સચિત્ર સમશ્લોકી અનુવાદનો અધિકૃત ગ્રંથ આપવા માટે પ્રો. પ્રતાપકુમાર ટોલિયાને અભિનંદન ઘટે છે. (સપ્તભાષી આત્મસિદ્ધિ, સંપાદક: પ્રો. પ્રતાપકુમાર જે. ટોલિયા, સહસંપાદક શ્રીમતી સુમિત્રા ટોલિયા, પ્રઃ જીનભારતી, વર્ધમાનભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન, પ્રભાત કૉમ્પલેક્સ, બેંગલોર-પ૬૦૦૦૯. કિ. રૂ. ૫૦૧/-) - ડો. રમણલાલ જોશી - (“અક્ષરની આબોહવા”માં ૩-૮-૨૦૦૨) અનેકમાંથી થોડા પ્રતિભાવો ૨૨૭ Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાવ-૫ “સપ્તભાષી આત્મસિધ્ધિ”નું વિમોચન (અમરેલી સમાચાર) અજોડ અદ્વિતીય એવા જૈન દર્શનનો નીચોડ દર્શાવતું એક શ્રેષ્ઠ અમર કવિત મ. ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીએ સર્વદર્શનના સારરૂપ શ્રી “આત્મસિધ્ધિ શાસ્ત્ર” આપ્યું તે આત્મસિધ્ધિનો ભાવાનુવાદ અનેક ભાષાઓમાં થયો છે. તેમાં સર્વોત્કૃષ્ટ પ્રકાશન “જિનભારતી' - વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના માધ્યમથી અમરેલીના વતની બેંગલોર સ્થિત અધ્યાત્મધ્યાન પ્રેરક ભાષાવિદ્ પ્રા. પ્રતાપરાય ટોલિયાએ પપૂ. યુગપ્રધાન શ્રી સહજાનંદઘનજીની પ્રેરણાથી ૩૨ વર્ષના દીર્ઘ પરિશ્રમે તૈયાર કરેલ “સપ્તભાષી આત્મસિધ્ધિ”નું વિમોચન શ્રીમદ્જીના જન્મદિને ૨૦૫૮ના કા.સુ. ૧૫ના શુભ દિવસે બેંગલોરમાં થયું. પદ્મભૂષણ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, માતાજી ધનદેવીજી, પ. બેચરદાસજી, પરમવિદુષી પૂ.વિમલાઈ વગેરે સ્વનામધન્ય મહાનુભાવોએ સપ્તભાષી આત્મસિદ્ધિના ગુણગાનમાં કોઈ કમી રાખી નથી. એવા આ કવિતના વિમોચન સમયે મધુરવક્તા આચાર્ય શ્રી ચંદ્રાનનસાગરજીએ તેમજ તપસ્વી સાધક અશોકભાઈ સંઘવીએ પોતાની આગવી શૈલીમાં ગ્રંથકર્તા, ગ્રંથસંપાદન અને ગ્રંથનિર્માતાઓનો વિશિષ્ટ પરિચય કરાવ્યો, શ્રીમદ્જીના અનન્ય કવિતનો મહિમા ગાયો અને સરસ્વતીપુત્ર સંપાદકની અનુમોદના-સરાહના કરી. શ્રીમદ્ રાજચંદ્રના હસ્તાક્ષરમાં, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, મરાઠી, બંગલા, કન્નડ અને અંગ્રેજી એમ સાત ભાષાઓમાં એક એક પદ્યમય ગાથા સમશ્લોકી ગેયસ્વરૂપે અપાયેલી ૧૪૨ ગાથાઓના સંપુટ સહ કુલ ૨૦૦ મોટા પૃષ્ઠોમાં મ. ગાંધી અને શ્રીમદ્ રાજચંદ્રનો પરિચય-સંબંધ, પરિચયાત્મક નોંધો, અનુવાદ, પરિશિષ્ટો, આત્મસિધ્ધિની ઉત્કૃષ્ટતા દર્શક અનેક મહાનુભાવોના ઉપકારક પ્રતિભાવો, આર્ટ પેપર પરનું મુદ્રણ, છબીઓ - વિશેષતઃ ધ્યાનસ્થ રાજચંદ્રજીની અંતિમ વર્ષોની તસ્વીર વગેરે અનેકવિધ મનભાવન વિગતોનું હિમાલયના ગિરિમાળાના શેલશિખરોથી પરિવૃત આકર્ષક આવરણ-મુખપૃષ્ઠ સૌને અંતરતમથી ગમી જાય તેવું છે. જૈન ધર્મના કે અન્ય ધર્મોના અધ્યાત્મના પારખુઓ તથા આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિવાંછુઓ સૌને માટે આ ગ્રંથ ખરેખર વસાવીને આત્મસાત્ કરવા જેવો છે. કોઈ પણ આર્થિક સહયોગ વિના માત્ર ગુરુકૃપાએ તૈયાર થયેલ આ મૂલ્યવાન અપ્રતિમ ગ્રંથની પડતર કિંમત રૂા. ૫૦૧/- છે. ટપાલથી રૂા. ૨૫/- પોસ્ટેજ વધુ થાય. – દર્શક રસિકભાઈ શાહ “અમરેલી સમાચાર” ૨૦-૯-૦૨ (સાહિત્ય દર્શન) ૨૮ રાજગાથા Page #243 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-01 શ્રીમદ્ રાજચંદ્ર ઃ જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાળા ભાવનાબોધ સહિત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ પ્રકાશિત ગ્રંથમાં શરૂમાં પા.નં-૩ ઉપર પંક્તિમાં થોડામાં ઘણું બધું કહેવાઈ જાય છે : જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવ પાર” વાત કંઈક એવા જ અનોખા અવસર, અનુભૂતિની છે. આમ તો લગભગ ૨૦૧૧માં જૂનાગઢ મુકામે ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીનાં અનોખા સંબંધ આધારિત નાટક “અપૂર્વ અવસર'ને માણ્યા પછી શ્રી કાકાસાહેબ કાલેલકરનાં શબ્દોમાં કહીએ તો અનન્ય પ્રયોગવીર અને સાર્થક કવિ એવા શ્રીમન્નાં જીવનદર્શન વિશે કંઈક પામવાની ઈચ્છા થયા. કરતી હતી. જે લગભગ હમણાં ફળીભૂત થશે તેવું લાગે છે. જુલાઈ ૨૦૦૧માં તે સમયનાં ધર્મ સામયિક પરમાર્થના “શ્રીમ” વિશેષાંકમાં આપણા આ યુગપુરૂષ, અજોડ વિદ્વાન, મર્મજ્ઞ, અને તત્વજ્ઞાની વિશે તત્કાલીન પ્રખર ચિંતક, તેમજ દર્શન શાસ્ત્રોનાં સમાલોચક પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી સુખલાલજી નોંધે છે કે... “બંગાળી, મરાઠી, હિન્દી અને ગુજરાતી આદિ પ્રાંતિક ભાષાઓ જેમાં ગૃહસ્થ કે ત્યાગી જૈન વિદ્વાન થાય છે. તેમાંથી પ્રસિધ્ધ જેન આચાર્ય આત્મરામજીની હિન્દી કૃતિઓને બાદ કરતાં એક ભાષામાં વીસમી સદીમાં લખાયેલું એક પણ પુસ્તક મેં એવું નથી જોયું કે જેને “શ્રીમદ્ રાજચંદ્ર”ના લખાણો સાથે ગંભીરતા, મધ્યસ્થતા અને મોલિકતાની દ્રષ્ટિએ અંશથી પણ સરખાવી શકાય?” જે ઉંમરે અને જેટલાં ટૂંકા વખતમાં શ્રીમદ્ “આત્મસિધ્ધિ”માં પોતે પચાવેલ જ્ઞાન ગુયેલું છે તેનો વિચાર કરું છું ત્યારે મારું મસ્તક ભક્તિભાવે ઝૂકી પડે છે. એટલું જ નહીં, પણ મને લાગે છે કે તેમણે આધ્યાત્મિક મુમુક્ષુઓને આપેલી આ ભેટ (આત્મસિધ્ધિશાસ્ત્ર) એ તો સંડો વિદ્વાનોએ આપેલી સાહિત્યિક ગ્રંથરાશિની ભેટ કરતાં વિશેષ મૂલ્યવંતી છે. શ્રીમદ્ જેવી વ્યક્તિ ઉત્પન્ન કરવા વાસ્તે માત્ર જેના સંસ્કૃતિ પ્રત્યે જ નહીં પણ ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યે માથું આપમેળે નમી જાય છે.” આ ઉપરાંત આપણા કવિવર્ય શ્રી ઉમાશંકરભાઈ જોષી કે જે પોતે ગાંધીયુગના સમર્થ ગુજરાતી કવિ, વિવેચક તથા જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા છે તે શ્રીમ સમર્થ ભાષાવિદ્ તરીકે બિરદાવતા કહે છે કે, “ગુજરાતી ભાષાનું સદ્ભાગ્ય છે કે દોઢસો વરસનાં ગાળામાં એ ત્રણ મહાન ધર્મપુરુષો (૧) શ્રી સ્વામિનારાયણ (૨) શ્રીમદ્ રાજચંદ્ર અને (૩) મહાત્મા ગાંધીનાં ધર્માનુભવોનું વાહન બની છે. શ્રીમદ્ રાજચંદ્ર જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું ૨૨૯ Page #244 -------------------------------------------------------------------------- ________________ “શ્રીમદ્ રાજચંદ્રનું લખાણ ગદ્ય-પદ્ય સ્વરૂપનું છે. શ્રીમદ્ગી સૂક્ષ્મ ધર્માનુભૂતિને તંતોતંત શબ્દબધ્ધ કરવામાં ગુજરાતી ભાષાની અપરંપાર શક્તિનાં દર્શન થાય છે. શ્રીમનું લખાણ એ રીતે, અત્યંત સમૃધ્ધ એવા ગુજરાતી ગદ્યનાં શબ્દોનું સેવન કરીએ છીએ ત્યારે એક મહાન ગંભીર આત્માનો ખળભળાટ સંભળાય છે. અને તે સાથે જ આત્મદર્શનની પૂર્ણ પૂર્ણિમાની કૌમુદી નીચે શાતાભર્યા લહેરાતા. ચિત્ત પારાવારનો પણ અણસાર મળે છે.” શ્રીમદ્ રાજચંદ્રની જીવન તવારિખમાં વિ.સં. ૧૯૨૪માં જન્મથી લઈને વિ.સં. ૧૯૫૭માં દેહવિલય વચ્ચેનાં ૩૩ વરસનાં અલ્પઆયુષ્યમાં પણ સત્વશીલ ગદ્ય-પદ્ય સાહિત્યનું સર્જન તેમજ ભગવાન મહાવીરે પ્રબોધેલા “વીતરાગમાર્ગના પ્રરુપક અને પ્રકાશક શ્રીમદ્ “નહીં તૃષ્ણા જીવ્યા તણી, મરણયોગ નહીં ક્ષોભ.” પોતાના જ આ અંતિમ સંદેશને ચરિતાર્થ કરે છે. વિ.સ. ૧૫૦માં શ્રીમદ્ રાજચંદ્ર મુંબઈમાં મહાત્મા ગાંધીજીનાં ૨૦ પ્રશ્નોનાં જવાબ આપી તેમની ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને વધારે બળવાન બનાવે છે. હું પોતે શ્રીમદ્ગા જીવન-દર્શનથી પૂર્ણ લાભાન્વિત નથી, પણ જે સંદર્ભિત માહિતી-સાહિત્ય પ્રાપ્ત થયું છે તેનું ચિંતન-મનન ચાલુ છે. આ ધર્મબોધ, કલ્યાણકારી જીવન સંદેશ ભવિષ્યમાં શેર કરીશ જ... શ્રીમના વિચારોનો પ્રચાર-પ્રસાર એ વર્તમાન જગતહિતકારી છે. આપણે અહીં “શ્રીમ’નાં જૈન ધર્મ દર્શનને કેન્દ્ર સ્થાને રાખીને નિવૃત્તિ પછી પણ સવિચારોનાં પ્રચાર-પ્રસાર માટે સતત પ્રવૃત્તિ કરતા રહેતા અમરેલીની પ્રતાપરાય આર્ટ્સ કોલેજનાં ભૂતપૂર્વ પ્રા. અને અમરેલીનાં વતની, હાલ બેંગ્લોર નિવાસી એવા પ્રતાપભાઈ ટોલીયાને પણ સાદર યાદ કરીએ. તેમનો વિસ્તારથી પરિચય આપવો પડે તેટલી બધી તેમની સખ્રવૃત્તિઓનો વ્યાપ છે. ધ્યાન અને સંગીત દ્વારા જેન ધર્મગ્રંથોની વિચારધારાને તેમણે રજુ કરી છે. અનેક સઉપયોગી પુસ્તકો લખ્યાં છે, સંપાદન કર્યું છે, પ્રકાશિત કર્યા છે, ધ્યાનશિબિરો આયોજીત કરતા રહે છે. ઉત્તમ સંગીતકાર ગાયક એવા આ પ્રા. પ્રતાપભાઈ ટોલીયાની સાથે તેમનાં ધર્મપત્ની પ્રા. સુમિત્રાબેન ટોલીયા સહિત અનુરાધા પૌડવાલ, કવિતા કૃષ્ણમૂર્તિ, વાણી જયરામ સહિત અનેક ભાવમધુર કંઠોએ સાથ આપ્યો છે. તેમની બેંગ્લોરમાં ૧૯૭૧માં સ્થાપાયેલ વર્ધમાન ભારતી સંસ્થા મુખ્યત્વે આધ્યાત્મિકતા, ધ્યાન, સંગીત અને જ્ઞાનને વરેલી સંસ્થા છે. આ સંસ્થાનું અમરેલી કેન્દ્ર એટલે મૂળ અમરેલીમાં ગાંધી શેરીમાં આવેલ ટોલીયાનો ડેલો. કેન્દ્ર કલ્પના એટલે કોઈ વિશાળ એવું પરિસર, હોલ, બિલ્ડીંગ કે આશ્રમ નહીં પરંતુ ખુલ્લા આકાશ તળે. આવેલ ઓટલો. છ-સાત દાયકા પહેલાની સંયુક્ત ડેલામાંની રહેણાક સંસ્કૃતિ : દેશી નળીયાવાળા મકાનો, કદાચ મેલાંઘેલાં લાગે પણ દિલનાં સાફ એવા માયાળુ લોકોનો વસવાટ, આ મૂળ સંસ્કૃતિના મધ્યમાં પ્રતાપભાઈએ પોતાનું જૂનું મકાન ૨૩૦ રાજગાથા Page #245 -------------------------------------------------------------------------- ________________ પાડી સરસ મજાનો ખુલ્લો ઓટલો બનાવ્યો છે. સમગ્ર લત્તાવાસીઓ સત્સંગ, સદાચારની પ્રવૃત્તિ કરે તેવા ઉમદા હેતુથી ઓટલાની જમીન સમર્પિત કરી દીધી છે. તાજેતરમાં શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણીનાં ઉપક્રમમાં અમરેલી આવેલા પ્રતાપભાઈ ટોલીયાએ આ દિવસોમાં એટલે કે જ્ઞાનપંચમી તા. ૨૫-૧૦-૧૭થી શ્રીમદ્ રાજચંદ્ર જયંતિ-કાર્તિકી પૂર્ણિમા તા. ૪-૧૧-૨૦૧૭ સુધી વિવિધ કાર્યક્રમો જેવા કે શ્રીમદ્નાં પદોનું બાળકો દ્વારા ગાન, સર્જક-સંવાદ દ્વારા તત્વશીલ સાહિત્યનો પ્રચાર-પ્રસાર, વિદ્વાનોનાં વકતવ્ય, કાવ્યપાઠ અને વિવિધ આયોજનો કર્યાં હતા. શ્રીમદ્ રાજચંદ્રજી અને મહાત્મા ગાંધીજી ચિંતન સત્ર એ કેન્દ્રીય વિચાર હતો. આ દિવસોમાં અમરેલીના વિદુષી નારી, સાહિત્યકાર, અભ્યાસુ એવા ડો. કાલિન્દીબેન પરીખ દ્વારા શ્રીમદ્ અને મહાત્માનાં આધ્યાત્મિક વાર્તાલાપ, મુલાકાત, પ્રશ્નોત્તરી, ભારતીય દર્શનોમાં જૈન વિચારધારા અને તેની નજદિકનું સામ્ય ધરાવતી ગાંધી વિચારધારાની વિશદ્ એવી છણાવટ કરવામાં આવી હતી. આધ્યાત્મિક પથના કવિ હરજીવન દાહ્ડા અને કવિ હર્ષદ ચંદારાણાનો કાવ્યપાઠ પણ થયો હતો. આ લખનાર (પરેશ મહેતા) દ્વારા જરૂરી એવું સંકલન કરવામાં આવ્યું. તા. ૪થી નવેમ્બર '૧૭ની વિરામ બેઠકમાં પ્રતાપભાઈ ટોલીયાના સાથી પ્રાધ્યાપક ડો. વસંતભાઈ પરીખે નાદુરસ્ત તબિયત હોવા છતાં હાજરી આપી બેઠકને ઔર ગરિમાયુક્ત બનાવી દીધી. કવયિત્રી પારુલ ખખ્ખર દ્વારા ભાવવાહી કાવ્યપાઠ કરવામાં આવ્યો હતો. આ તકે વિવિધ તબક્કાઓમાં અમરેલીના પ્રબુધ્ધ નાગરિકો, સર્જકો વાસુદેવ સોઢા, નિખિલ વસાણી, મહેન્દ્રભાઈ જોષી, પંકજભાઈ જોષી, હાર્દિક વ્યાસ, સ્વાતિબેન જોષી, રમાબેન દેસાઈ, સુભાષ વ્યાસ, વિપુલ વ્યાસ, રજનીભાઈ ભટ્ટ વિગેરેએ સાક્ષીભાવે સર્જક-સત્સંગનો આનંદ લીધો હતો. પ્રતાપભાઈ ટોલીયા હવેથી અમરેલીમાં નિયમિતપણે ઓટલાની સાહિત્ય સભા, સત્સંગ કરવાનાં છે ! જે અમરેલી નગરને એક વિશેષ લાભ છે, જો લેતાં આવડે તો...! અંતમાં શ્રીમદ્ રાજચંદ્રજી રચિત પુષ્પમાળાનાં પ્રથમ પુષ્પની સુગંધ સાથે વિરામ લઈએ : “રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિંદ્રાથી મુક્ત થયા, ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો !” પ્રમાદની ભાવ-નિદ્રાને ત્યાગતાં આપણે આત્મભાવમાં લીન બનીએ. આ સારીયે પુષ્પમાળાની સુવાસનો આનંદ-લાભ પામીને આજના આ દિવસને અને સારાય જીવનને ધન્ય બનાવીએ... કવિ લેખકશ્રી. પરેશ મહેતા (અમરેલી એક્સપ્રેસ, ૭-૧૧-૧૭) શ્રીમદ્ રાજચંદ્ર : જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું ૨૩૧ Page #246 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-E બેંગ્લોરની વર્ધમાન ભારતી દ્વારા વતન અમરેલીમાં અભૂતપૂર્વ આયોજન : યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી ૧૫૦મી જન્મજયંતી ઉત્સવ (૧) અગિયાર દિવસનો બાળ-કુમાર શ્રીમદ્ રાજચંદ્ર ગાન-જ્ઞાન-ધ્યાન-મૌન શિબિર (૨) શ્રીમદ્ રાજચંદ્ર-રચિત પદોની વર્ધમાન ભારતીની સી.ડી. પર ગાનસંગીત સ્પર્ધા (૩) રાજ-કવિ-સંમેલન : બે બેઠકોમાં અમરેલીમાં કવિશ્રી હર્ષદ ચંદારાણા, હરજીવન દાફ્કા, ડો. કાલિન્દી પરીખ, સુશ્રી પારુલ ખખ્ખર, શ્રી પરેશ મહેતા ઇ.ની શ્રીમદ્ઘ પર કવિતાઓ (૪) શ્રીમદ્ભુ-સૂચિત આત્મધ્યાન પ્રયોગ ધ્યાન-સંગીત : પ્રત્યક્ષ અને સી.ડી. દ્વારા પ્રસ્તુત (૫) “શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી ચિંતન-સત્ર” : બે બેઠકોમાં ડો. કાલિન્દી પરીખ (કવયિત્રી, વિદુષી) અને તેમના પ્રજ્ઞાવંત પિતાશ્રી ડો. વસન્ત પરીખ દ્વારા બે ગહન ચિંતનાત્મક અપૂર્વ પ્રવચનો : પ્રા. પ્રતાપકુમાર ટોલિયા અને શ્રી પરેશ મહેતાની મહત્ ભૂમિકાઓ સાથે પ્રસ્તુત આ સર્વાયોજનો જાણે પરમગુરુઓનો પરમ અનુગ્રહ ન ઊતર્યો હોય, તેમ અભૂતપૂર્વરૂપે, કલ્પનાતીતપણે સંપન્ન થયા—લાગલગાટ અગિયાર દિવસ સુધી ! બાલક-બાલિકાઓએ ન કેવળ ઉલ્લાસભેર ‘બહુ પુણ્ય કેરા’, ‘હે પ્રભુ !', ‘ સફ્ળ થયું’, ‘ આતમ ભાવના', ‘સહજાત્મસ્વરુપ' સમા સર્વસ્પર્શી શ્રીમદ્-પદો-મંત્રો ગાયા અને ગુંજાવ્યા, તેની ધૂનો પણ મચાવી જન હૈયે ને હોઠે રમતાં કર્યા. અમરેલી-અમરવલ્લી એટલે કવિઓની નગરી. અનેક કવિઓનો ત્યાં નિત્ય જાણે મેળો જામે ! સમયાભાવે અનેકોમાંથી થોડા જ કવિઓને આ વેળા ચૂંટીને નિમંત્રવા પડ્યા. તેમણે શ્રીમદ્ભુની કાવ્ય-કૃતિઓ ન માત્ર પેટ ભરીને માણી અને ગુંજતી બાલ-ધુનોમાંથી જાણી, પરંતુ સ્વરચિત કૃતિઓમાં શ્રીમદ્ભુના જીવનદર્શનને પ્રતિધ્વનિત પણ કર્યું ! એ બધી ગ્રંથસ્થ થશે. કવિઓની જેમ ગહન અભ્યાસી ચિંતકો પણ અમરનગરી અમેરલીમાં ‘છુપા રુસ્તમ' જેમ, વિશાળ જગતથી અજાણ પડ્યા છે, તેનો પરિચય વિશ્વને હવે થશે ૨૩૨ રાજગાથા Page #247 -------------------------------------------------------------------------- ________________ જ્યારે તેમની રાજચંદ્ર-ગાંધી ચિંતનની મૌલિક અંતઃશ્રુતિઓ ગ્રંથ-પ્રકાશ પામશે. અહીંના સત્રમાં પણ ડો. વસંત પરીખ, ડી. કાલિન્દી પરીખ, શ્રી પરેશ મહેતા અને શ્રીમદ્જી પર પી.એચ.ડી. થયેલા ડો. રમાબેન દેસાઈ જેવા હજુ તો થોડાનો જ પરિચય થયો, તેમનો લાભ બૃહદ્ ગુજરાતે પ્રવૃત્તમાન પ્રબુધ્ધ શ્રીમ-સાહિત્ય પ્રવક્તાઓ સાથે જ લેવા જેવો છે. આ સર્વને ચૂકી શકાય ? વિશેષ નૂતન અભિયાનો-નિમણોઃ આ ઉત્સવ અવસરે પરમકૃપાળુ કુટિર'નું લઘુ પિરામિડ-ધ્યાન ભક્તિ માટેનું નૂતન નિર્માણ થયું. હંપી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની તરુતલ + ગુફા સ્થિત અને બેંગ્લોરની જિનભારતી સ્થિત શ્રીમદ્ આત્મવિધા વિધાપીઠના અમરેલી કેન્દ્રનું ત્રિવિધ વિધા કેન્દ્ર ખુલ્લું મૂકાયું. પ્રા. પ્રતાપકુમાર ટોલિયા લિખિત “રાજગાથા' પુસ્તક મુદ્રાણાધીનનું પુરોવચન ડો. વસંત પરીખ દ્વારા લખાયું અને “શ્રીમદ્ રાજચંદ્ર કીર્તિ સ્તભ'નું ભાવિ બીજ રોપાયું. વિશ્વભરની વિવિધ શ્રીમદ્ ઉજવણીઓમાં નાનીશી અમરેલીની અમરનગરીએ અભૂતપૂર્વ ભાતા પાડી, (સંબદ્ધ : બે કાવ્યકૃતિયો) – “જિનેન્દુ’, અમદાવાદ અને પ્ર.જી. મુંબઈ. અમરેલીમાં શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મજયંતિએ સર્જક સત્સંગ સભા યોજાઈ યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે અમરેલીમાં પ્રો. પ્રતાપભાઈ ટોલીયા અને પરિવાર દ્વારા વિવિધ પ્રકારના ઉપક્રમો ચાલી રહ્યાં છે. જેમાં તા. ૨૯/૧૦/૧૭ને રવિવારના રોજ ગાંધી શેરીમાં ટોળીયાના ડેલામાં ખુલ્લા આકાશ તળે ઓટલા સાહિત્ય સભા એટલે કે સર્જક-સત્સંગનું આયોજન થયું હતું. પ્રારંભમાં પ્રો. પ્રતાપભાઈ ટોલીયાએ પૂર્વ ભૂમિકા રજૂ કરી હતી. અતિથિ વિશેષ સર્જકો કવિ હર્ષદ ચંદારણા, કાલિન્દી પરીખ, હરજીવન દાફડા, પરેશ મહેતાનું સ્વાગત તથા સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવેલ. શ્રીમદ્ રાજચંદ્રજી અને મહાત્મા ગાંધીજીના ચિંતન, વાર્તાલાપ પર સુપ્રસિધ્ધ સાહિત્યકાર ડો. કાલિન્દીબેન પરીખ દ્વારા ગહન અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ બંને મહાપુરુષોના તત્કાલીન સમય, સંદર્ભ, સત્ય, અપરિગ્રહ, ચિતશુદ્ધિ આત્મકલ્યાણ વિષે વિશદ છણાવટ કરી હતી. ગુજરાતી ભાષાના બે સત્વશીલ સર્જકો કવિ હર્ષદ ચંદારાણા અને હરજીવન દાક્કાએ પ્રકૃતિ, જીવનધર્મ, માનવતાવાદની રચનાઓ રજૂ કરી ભાવવિભોર કરી દીધા હતા. આ સાત્વિક સર્જક સભાનું સંચાલન પરેશ મહેતા દ્વારા કરવામાં આવેલ. આ ખુલ્લા આકાશ તળેની સાંધ્ય ઓટલા સાહિત્ય સભામાં પ્રબુધ્ધ નાગરિકો એવા સ્વાતિબેન જોષી, પંકજભાઈ જોષી, પરેશ જાની, વિપુલભાઈ અમરેલીમાં શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મજયંતિએ સર્જક સત્સંગ સભા યોજાઈ ૨૩૩ Page #248 -------------------------------------------------------------------------- ________________ વ્યાસ, રજનીભાઈ ભટ્ટ, રમાબેન દેસાઈ, ટોલીયા પરિવાર સહિત અનેક સજ્જનો સન્નારીઓ, ભાવિકોએ લાભ લીધો હતો. આભાર વિધિ પ્રો. પ્રતાપભાઈ ટોલીયાએ કરી હતી. સમગ્ર ટોલીયા પરિવારે હર્ષભેર સે આગંતુકોની સરભરા, સેવા કરી હતી. ડો. વસંતભાઈ પરીખની ઉપસ્થિતિમાં અમરેલીમાં શ્રીમદ્ રાજચંદ્રજી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત બેઠક પ્રેરક પ્રવચન તથા કાવ્ય પાઠ થયા અમરેલી, તા. ૩/૧૧/૧૦ અમરેલી એક્સપ્રેસ શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતિ અન્વયે અમરેલી કેન્દ્રમાં ટોલીયા પરિવાર દ્વારા વિવિધ ઉપક્રમો રપ/૧૦ થી ૪/૧૧ સુધી આયોજીત થયેલ છે. જેમાં આજે અંતિમ વિરામ બેઠકમાં અમરેલીના વિદ્વાન ડો. વસંતભાઈ પરીખ દ્વારા પ્રવચનકાર્યક્રમ, બાળકોને પ્રોત્સાહન ઇનામ, વિગેરેનું આયોજન છે. સંકલ્પ પરેશ મહેતા દ્વારા કરવામાં આવશે. આ તકે કવિ શ્રી હર્ષદ ચંદારાણા, ડો. કાલિન્દી પરીખ, મહેન્દ્રભાઈ જોષી, તથા પ્રસિધ્ધ નાગરિકો હાજરી આપશે. યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે. વિવિધ સ્પર્ધાઓનું આયોજન અમરેલી, તા. ૧૦/૧૦/૧૦ અમરેલી એક્સપ્રેસ વર્ધમાન ભારતી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન જિનભારતી બેંગ્લોર દ્વારા તેમના અમરેલી કેન્દ્ર પર નિમ્ન અનેકવિધ કાર્યક્રમો પરમગુરુ અનુગ્રહથી આયોજિત કરવામાં આવ્યાં છે. જેમાં જ્ઞાનપંચમી ૨૫/૧૦/૧૭ થી શ્રીમદ્ રાજચંદ્ર જયંતિ કાર્તિક પૂર્ણિમા ૪-૧૧-૧૭ સુધી કાર્યક્રમો રહેશે.(૧) બાળક-બાલિકાઓ માટે શ્રીમદ્ રાજચંદ્ર ગાનજ્ઞાન-ધ્યાન મીન શિબિર - જેમાં ૭ થી ૨૧ વર્ષ વયજૂથના કન્યા-કુમારોએ સુમધુર કંઠથી ગાયન કરવાનું રહેશે. તમામ શાળા કોલેજોએ પાંચ પાંચ નામ નીચેના સરનામે મોકલી આપવા. (૨) શ્રીમદ્ રાજચંદ્ર રચિત ગાન સંગીત પ્રતિયોગિતા-વર્ધમાન ભારતીની રાજપદ, પરમગુરુ પદ, ભક્તિકર્તવ્ય આ ત્રણેય સી.ડી. (પડતર મૂલ્ય) ખરીદીને તેમાનાં રાગોમાં ગાવાનું રહેશે. ત્રણ સીડીમાંથી એક એક પદ ચૂંટીને ગાવાના રહેશે. શિબિર દરમિયાન પ્રત્યક્ષ અથવા પોતાના અવાજની સીડી રેસ્ડ કરી પૂર્વ પ્રેષિત કરી શકાશે. વિજેતાઓને પુરસ્કાર ઉપરાંત વર્ધમાન ભારતીનાં ૨૩૪ રાજગાથા Page #249 -------------------------------------------------------------------------- ________________ વિવિધ રેકોર્ડીંગમાં સ્થાન મળશે. (૩) રાજ કવિ સંમેલન-સ્વરચિત એક ગીતા શ્રીમદ્ રાજચંદ્ર જીવનદર્શન સંબંધી રચેલું પ્રસ્તુત કરવા નિમંત્રણ છે. (૪) શ્રીમદ્જી સૂચિત આત્મધ્યાન પ્રયોગ ધ્યાનસંગીત દ્વારા રજૂ થશે. (૫) શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી ચિંતન સત્ર ઉપરોક્ત સર્વ મુકત કાર્યક્રમો “પરમકૃપાળુ કુટિર”ના ઉમુક્ત “આકાશ ઓટલા” ગાંધી શેરી અમેરલી પર યોજાશે. સર્વ નિમંત્રકો અને વિશેષ માહિતી માટે પ્રો. પ્રતાપભાઈ ટોલિયા મો. ૦૯૬૧૧૨૩૧૫૮૦ ઉપર સંપર્ક કરવા વિનંતી. એક પૂર્વ સમાચાર : સમાજસેવાનો નવો રાહ બતાવતા પ્રતાપભાઈ ટોલીયા-સ્થળ પૂજા અમરેલી પ્રતાપરાય આર્ટ્સ કોલેજના ભૂતપુર્વ પ્રાધ્યાપક અને અમરેલીના વતની હાલ બેંગ્લોર નિવાસી કવિ, લેખક, વિવેચક તેમજ સાહિત્ય ક્ષેત્રે અમરેલીને ગૌરવ અપાવનાર પ્રતાપભાઈ ટોલીયાએ સમાજ સેવાનો નવો રાહ બતાવતી ઉમદા સેવા પ્રવૃત્તિ કરી છે. અમરેલીના ગાંધી શેરીમાં આવેલ “ટોળીયાનો ડેલો” તરીકે પ્રખ્યાત સ્થળે પ્રતાપભાઈનું જુનું મકાન આવેલ છે. મૂળ અમરેલીના હાર્દસમા વિસ્તારમાં મિલ્કત ખરીદનારા મોં માગ્યા દામ આપે તેમ હોવા છતાં સમગ્ર લત્તાવાસીઓ ખાસ કરીને યુવાનો, બહેનો, વૃધ્ધો સહુ સૂર્યસ્નાન-નિસર્ગોપચાર સાથે માત્ર સત્સંગ કરે અને ધાર્મિક લાગણી વિકસે તેવા શુભ હેતુથી મકાનના આગળના ભાગે જાહેર ઓટલો બનાવી સમર્પિત કર્યો. કોઈપણ પ્રકારના ભભકા સિવાય અમરેલીના કવિ હર્ષદ ચંદારાણા, રસિકભાઈ શાહ દ્વારા સ્થળ પૂજા કરી વિશાળ ઉપસ્થિત લત્તાવાસીઓને પ્રસાદ વહેંચી સંતોષ વ્યક્ત કરી આ સ્થળની મહત્તા વધારી. આ. પ્રસંગે રસિકભાઈ શાહ, ગોરસીયા કવિ પરેશ મહેતા, મહેન્દ્ર જોષી, કનુભાઈ લીંબાસીયા, રમેશભાઈ બોસમીયા, શાંતિભાઈ જેઠવા સમેત મહાનુભાવોએ હાજરી આપી હતી. તા. ૩-૧-૨૦૧૨ (દિવ્યપ્રકાશ,અમરેલી) શ્રીમદ્ રાજચંદ્ર ઃ જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણું ૨૩૫ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૫ તે કાવ્યો ડો. વસંતભાઈ પરીખના વિદુષી સુપુત્રી ડો. કાલિન્દીબેન પણ વર્તમાન ૧૫૦મી શ્રીમદ્ રાજચંદ્રજી જયંતી પ્રસંગે ૨૯-૧૦-૧૭ના રોજ “શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી ચિંતન સત્ર”માં અમરેલી પરમકૃપાળુ કુટિર આકાશ ઓટલા પર મનનીય તુલનાત્મક પ્રવચન આપી ગયા (આ કવિતા ગીતો સાથે) ગીત ઃ (૧) ૨૩૬ ગીત-૨ અપૂર્વ અવસરનો દીપ અપૂર્વ અવસરનો દીપ જલે, અજ્ઞાન તણું અંધારું ટળે, આતમભાવનું અજવાળું પ્રસરે, દેહભાવ ખરખર ખરે, જૂઠ કામ, ક્રોધ, લોભને વળી મોહમાયા, જાણે કમળ પરથી જલ સરે. પરિષહ અને ઉપસર્ગનો અગ્નિ ભડભડે, રાગ-દ્વેષ ને સર્વ કષાયો બળે, પરનિંદાથી ડરું ને પરદુઃખે રડું, શત્રુ ન હવે કોઈ સહુ મિત્ર રહે. જિન સંગે જિન થે જિનત્વ લહે, ચિત્ત નિશદિન શ્રીમનું ધ્યાન ધરે, દેહ નથી ને દેહ સંબંધી પણ નથી મારા, કેવલ શુધ્ધ ચેતન્યની વહે સહજ ધારા. ધર્મ નહીં કેવળ દેરામાં ન ફ્ક્ત દેવળ કે ન દેરામાં જોયો, દુકાન કે વ્યવહારમાં ધર્મને પેખ્યો. ચોપાસથી સહી કૈં કેટલી ય બરછીઓ, કે પાખંડની ના સહી બરછીઓ. ડો. કાલિન્દી પરીખ રાજગાથા Page #251 -------------------------------------------------------------------------- ________________ કરીને લાખો સોદા, લખે જ્ઞાનની ગૂઢ વાતો, સત્ય-અહિંસાના હીરા સાચવ્યા જાગીને રાતો. વૈભવે વીતરાગી, સ્પર્શે ન જગ માયાવી, કષાયો સર્વ ખરે, જળમાં જ્યમ કમળ તરે. અમરેલી, ૧.૧૧.૧૦. ડો. કાલિન્દી પરીખ (મો) ૯૪૨૯૧૩૯૧૪૫ (“ગૌરક્ષા પાત્ર” અને “જીવન-મૃતિ'માંથી) ગુજ્યા ગુફાના સાદ અનંતની યાત્રાને મારગ ગુંજ્યા ગુફાના સાદ : “આપણો સંગ છે જૂનો-પુરાણો” રહ્યાં અપાવી યાદ ! અનંતની યાત્રાને મારગ... સંસરતી સરિતાને ઘાટે, ધોયાં શ્રમિત મેં પાદ; તટ નિકટની શાંત ગુફામાં શમી રહ્યાં અવસાદ ! અનંતની યાત્રાને મારગ.. “સેડરમ્ ? કોણમ્ ?” પડઘા પ્રગટ્યા, રણક્યા મધુર નિનાદ; આહત”માંથી “અનાહત' કેરા ગુંજી ઊઠ્યા છે નાદ ! અનંતની યાત્રાને મારગ... હદ વીંધીને અનહદ જાવા, આતુર મારી પાંખ; ગુફાના ગુંજન ભરી રહ્યાં મુજ, સંગતમાં સંવાદ..... અનંતની યાત્રાને મારગ... (પ્રથમ ગુફા પ્રવેશે, તુંગભદ્રા તટે, અસંગ ગુફા, રત્નકૂટ પહાડ, હેપી, ૧૯૬૯) (દક્ષિણાપથની સાધના યાત્રા) - અનંતયાત્રી ગુંજ્યા ગુફાના સાદ ૨૩૭ Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રજીની વીતરાગમાર્ગ-પ્રભાવક-ક્ષમતા દર્શાવતો સ્વયંનો એક સ્પષ્ટ પ્રીતીતિ-પત્ર મુંબઈ, સં. ૧૯૪૩ મહાશય, 66 “હું કેવળ હૃદયત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું. “હું બીજો મહાવીર છું, એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ દશ વિદ્વાનોને મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. વૈરાગ્યમાં ઝીલું છું. “દુનિયા મતભેદના બંધનથી તત્ત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે. જે ધર્મ પ્રવર્તાવીશ જ.” • આશુપ્રજ્ઞ રાજચંદ્ર શ્રીમદ્ભુ-અનુયાયીઓને સુશ્રી વિમલાતાઈ ઠકારનો અનુરોધ CARING & COMPASSIONATE VIMALA DEEDI AN IMPORTANT SUGGESTION TO THE JAIN SOCIETY BY - MODERN SEER & ASSOCIATE OF ACHARYA VINOBAJI AND SRI J. KRISHNAMURTI, WHO WROTE INTRODUCTORY OF SAPTABHASHI ATMASIDDHI Excerpt from the book, ‘Voyage within with Vimalaji' (Vimala Thakar): By this Author : “Instrument you have become, it's an important thing. Everyone wants to be a ‘CREATOR’ and no one an ‘INSTRUMENT’, a NIMITTA..." And saying so with her silent graceful, blessingful gestures, she again peeped into silence and seemed to be extremely pleased with all humble, spiritual, musical, literary creations that took shape at these humble hands.' “How many creations " She asked. "More than a hundred cassettes-records already produced and about twenty five published-unpublished books.” I hesitatingly replied. “Tremendous...! Extensively you have worked, widely you have travelled. A good deal of spread and publicity of spiritual and cultural values you have accomplished... Now the people, the society should make provisions for your future voyage, for your well being..." "You should be aptly rewarded for your untiring lifelong mission. You have carried the valuable words of Srimadji and other great Jain saints across the universe..." "You should be provided by the society with rest, relaxation and time for your own realisation now. It is quite apparent that you have worked throughout without caring for your family's well being and for your own physical comforts, health and care. How far this could go on? I experience a great deal of agony when I see your plight and sight. YOU MUST BLOOM AND BLOSSOM NOW. The Jain society, especially Srimad Rajchandraji's followers, must do something for your unusual and untiring creations..." Vimala Thakar - In personal Heart to Heart talk, 1994, Mt. Abu. ૨૩૮ રાજગાથા Page #253 -------------------------------------------------------------------------- ________________ વર્ધમાન ભારતીની અધતન જનોપયોગી ભક્તિ-સંગીત-સી.ડી. સૂચિ વિનોબા વચન “સંગીત સાધક પણ થઈ શકે છે, બાધક પણ, ભક્તજનોએ ભક્તિભાવના વિકસાવવામાં તેનો ઉપયોગ કર્યો, વિષયીજનોએ વિષયવાસના વધારવામાં”- પ્રા. ટોલિયાનું પ્રેરણા સ્ત્રોત છે. પોતાની આ આધ્યાત્મિક સંગીત-સાધનાના પરિપાકરૂપે તેમણે તેમનાં પત્ની સુમિત્રાબહેન ટોલિયા અને મિત્રવૃંદ સાથે તૈયાર કરેલી ભક્તિ-સંગીતની ઓડિયો ‘સી.ડી.’ની યાદી નીચે આપી છે. • ઇશોપનિષદ્ (સંસ્કૃત+હિન્દી) ૐ તત્ સત્, ભજન ધૂન વિનોબાજીના આશીવદિથી નિર્મિત. ૩ પ્રાતઃ રાગોમાં. મહાવીર કથા (હિન્દી/ગુજ.) : કથાની સંગીતમય રજૂઆત 0 ગગનમંડલમેં આનંદયાત્રા : આનંદધનજીનાં આધ્યાત્મિક પદો • પારુલ-પ્રસૂન (હિન્દી+ગુજ. પુસ્તિકા સહ. ઓડિયો બૂક) : સ્વ કુ. પારુલ ટોલિયા રચિત ચિંતનાત્મક ૧૧ કાવ્યો. • બાહુબલી દર્શન (હિન્દી ડોક્યુમેન્ટરી) : વિશ્વના સર્વપ્રથમ અહિંસક યુદ્ધની ભરત-બાહુબલીની કથા. • પ્રજ્ઞાવાણી : પ્રજ્ઞાચક્ષુ ડો. પં. સુખલાલજી દ્વારા ગુરુદયાળ મલ્લિકજીને (ગુજ.), ડો. માલવણિયા દ્વારા પં. સુખલાલજીને શ્રદ્ધાંજલિ (હિન્દી) રાજપદ-રાજવાણી (ગુજ+હિંદી) ‘બહુ પુણ્ય કેરા જેવા શ્રીમદ્ – પદો.’ • આનંદલોકે : (હિંદી+અંગ્રેજી) રવીન્દ્ર સંગીત+અન્ય પદો • રાસગરબા-નૂતન પુરાતન ઃ (ગુજ.) સરળ સુમધુર પ્રાચીન રાસ-ગરબા, અર્વાચીન કવિકૃતિઓ સહ. • વીરોં કી બાટ (હિંદી) : દુઃખાયલજી, રવીન્દ્રનાથ, ઈકબાલ, અન્ય કવિઓનાં સર્વોદય + રાષ્ટ્રીય ગીતો. . કહત કબીરા (હિંદી) : રહસ્યવાદી સંતનાં પદો. • મહાયોગી આનંદધન કે પદ (હિંદી) : બાપૂ-વિનોબાનાં પ્રિય ‘રામ કહો રહમાન કહો' જેવા શાસ્ત્રીય રાગ આધારિત ભજનો. • મેરી ભાવના, અનુભવ વાણી, શબ્દમહિમા : (હિંદી) : અનેક સંતકવિઓના સર્વોપયોગી પદ, દોહા. ધ્યાન-સંગીતઃ અંતર્યાત્રા (હિંદી) : ‘ અહમ્’ થી ‘ સોહમ્’ - ૐ સુધી : સંગીત કથન સહ. આત્મધ્યાન શિબિર. • ગીત-ગઝલ : ગીત-કવિત્ત (હિંદી) ‘ઇલ્જામ દિયા હો મૌજોં કો’ જેવી અનેકાંતવાદી + ચિંતનીય ગઝલ કૃતિઓ. • આત્મખોજ (હિંદી) : સુમધુર સંગીતયુક્ત આત્મશોધની પુરસ્કૃત કૃતિ ‘અનંત ની અનુત્તુંન'નાં ગીતો : પ્રો. પ્રતાપકુમાર ટોલિયા અને કવિતા કૃષ્ણમૂર્તિ કંઠે + સુમિત્રા ટોલિયાની કોમેન્ટ્રી સાથે. જિનવંદના : જિનભક્તિનાં પદો, વાણી જયરામના પદ સાથે. • • પાંચ સમવાય (ગુજ) : પુરુષાર્થ મહત્તાનું ભદ્રમુનિ-પ્રવચન • શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર + અપૂર્વ અવસર (ગુજ) : ગાંધી-ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીની અમરકૃતિ : વિવિધ સંગીત સહ. • પરમગુરુ પદ : શ્રીમદ્ભુનાં ‘શુભ શીતળતામય છાંય’ ‘મૂળમારગ’ ‘અનંત અનંત', યમનિયમ અનિત્યાદિ ઇ. સર્વજન સ્પર્શી પ્રેરક પદો. ♦ ભક્તિકર્તવ્ય ‘ હે પ્રભુ ! હે પ્રભુ’ જેવા આત્મનિરીક્ષક પદ, સદ્ગુરુપનાં વચનો, સફ્ળ થયું ભવ’ સમા ભક્તિપદો. • મંગલાષ્ટક-બૃહત્ક્રાંતિ-ગ્રહશાંતિ : સર્વ માંગલિક પ્રસંગો પર શુભ અને શાંતિપ્રદાતા સંસ્કૃત સ્તોત્રો પદો. ♦ ૐકાર નાદધ્યાન: નાદબ્રહ્મ+શબ્દબ્રહ્મ + મહિમાગાન - સર્વમંત્ર માતા માતૃકાધારે : ‘મુંડકોપનિષદ્' અને ‘યોગશાસ્ત્ર' (હેમચંદ્રાચાર્ય) - બંનેના સાર સહ : ૐ ચિન ગીત, • શ્રી ભક્તામર સ્તોત્ર ઃ ભક્તને અમર બનાવતી સર્વ કાલીન જિન ભક્તિ - કૃતિ ઃ ૪૮ મૂળ + સંશોધિત પર સંસ્કૃત ગાથા - હિન્દી + અંગ્રેજી કોમેન્ટ્રી સહ (સંશોધિત) • શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર + પાર્શ્વનાથ સ્તોત્ર ઃ જિનભક્તિની પ્રભાવપૂર્ણ કથા કોમેન્ટ્રી સહ બીજી સંસ્કૃત ગાન કૃતિ • શ્રી ૠષિમંડળ સ્તોત્ર ઃ અધિકારી સાધકો માટેની આત્મલક્ષ્ય સાધનાની ગણધર ગૌતમસ્વામી વિરચિત સંસ્કૃત કૃતિ • શ્રી ગિરનારજી સિધ્ધક્ષેત્ર ઃ ગિરનારજીના મહિમાયુક્ત નેમ-રાજુલની રોમાંચક કથાનાં ગુજરાતી પદો ગીતો • રાજુલ-ચંદનબાળા : સોળ મહાસતીઓમાંની આ બે મહાપ્રભાવયુક્ત સાધિકાઓની પ્રેરક ગીતકથાઓ (ગુજ) • બ્રહ્મગુલાલ મુનિકથા : સિંહ અને મુનિ બે રૂપોની ભારે પ્રભાવપૂર્ણ હિન્દી જોમભરી સત્યકથાનું ગીત • સ્પંદન-સંવેદન : સુમિત્રા ટોલિયાનાં સ્વરમાં મહાદેવી, સાધ્વી મંજુ, બચ્ચન ઈ. હિન્દી કવિઓનાં અંતરસંવેદનભર્યાં હિન્દી ગીતો ‘મંગલમય મહાવીર' વળતર મૂલ્ય : પ્રત્યેક રૂા. ૬૦ + રવાનગી ખર્ચ. સંપર્ક : (મો) ૦૯૬૧૧૨૩૧૫૮૦ / ૦૯૮૪૫૦૦૬૫૪૨. સુમિત્રા ટોલિયા, જિન ભારતી ૧૫૮૦, કુમાર સ્વામી લે આઉટ, બેંગ્લોર - ૫૬૦૦૭૮. E-mail : pratapkumartoliya@gmail.com Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રજીની એક યુગ પ્રધાન યુગપુરૂષ તરીકેની વિશ્વ-વિશ્રુતિ છતાં ઘર આંગણનાં જ કેટલાક સજ્જનો હજુયે તેમના પ્રત્યે પ્રશ્ન-દૃષ્ટિએ જુએ છે ત્યારે વર્તમાનના મહપુરૂષોને મહાપ્રશ્નો (આ પુસ્તકની પ્રસ્તાવના અને અન્ય ચિંતનાત્મક લેખોના સંદર્ભમાં) ".... તટસ્થ અને ચિંતક ભાવે શ્રીમહ્નાં લખાણ વાંચ્યા સિવાય એમને વિષે અભિપ્રાય બાંધવા કે વ્યક્ત કરવા એ વિચારકની દૃષ્ટિમાં ઉપહાસાસ્પદ થવા જેવું અને પોતાનું સ્થાન ગુમાવવા જેવું છે.” - પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય ડો. શ્રી સુખલાલજી: (પ્રજ્ઞા સંચયન+દર્શન અને ચિંતન) શ્રીમદ્ગી જ્ઞાનદશા સમજ્યા વિના કે તેમના વિષે આવું ચિંતન કર્યા વિના અપ્રસ્તુત પ્રશ્નો જ પ્રસરાવવાની વર્તમાનના ઘણા કથિત મહતપુરૂષોની પ્રવૃત્તિ છે, જો એ સર્વ મુનિવર્યો, આચાર્યો કે વિદ્વ૬નો ગુણજ્ઞ-ગુણગ્રાહી ન હોય તો તેમને આ પુસ્તક શાંતભાવે વાંચી-વિચારી જોવા વિનંતી છે. જો એમ ન બને, શ્રીમદ્રસાહિત્યનું સંપૂર્ણ અધ્યયન ન બને ને કેવળ સ્વ-મતાગ્રહ, કેવળ કુતકધારે, આત્માનુભવનો પ્રયોગ માત્ર અપનાવ્યા વગર શ્રીમદ્જીની વિરલ વીતરાગ માર્ગ પ્રભાવના અને છિન્નભિન્ન પરંપરાના ઉધ્ધાર માટેની શાસન દાઝ પ્રત્યે, ભારત અને વિશ્લોધ્ધારની ભાવના પ્રત્યે, એમણે જો વાદવિવાદ યુક્ત પ્રશ્નો જ ઊઠાવવા હોય, તો તેમને સોને આ પ્રતિ-પ્રશ્નો સમર્પિત છે : (1) શ્રીમદ્ ગૃહસ્થાશ્રમી ? જૈન દર્શન 15 ભેદે ‘સિધ્ધ’ માને છે ? તેમાં “ગૃહસ્થલિંગી’ પણ સિધ્ધ ગણાય છે ? (2) મહત્ત્વ આત્મજ્ઞાન-કેવળજ્ઞાન પામવાનું છે કે કેવળ વેશધારણનું ? (3) વેશધારણ પણ બાહ્યાંતર બંને નિર્ગથતા યુક્ત કે ‘લક્ષિત', દ્રવ્ય+ભાવ સહ હોવું ઘટે ને ? (4) વર્તમાનકાળે આવી બંને પ્રકારની, અંદર-બહારની નિર્ચથતા-યુક્ત જિનાજ્ઞાને પૂણતઃ નહીં તો અંશતઃ પણ કયા ગચ્છ-મત સંપ્રદાય અપનાવે છે ? દિગ. ? જે. ? સ્થાનકવાસી ? તેરાપંથી ? (5) પ્રભુ મહાવીરના આત્મ-કેન્દ્રિત મૂળ વીતરાગમાર્ગનું પ્રતિનિધિ સ્વરૂપ આ સર્વેમાં ક્યાં ? (6) નિશ્ચય-વ્યવહાર ને ઉપાદાન-નિમિત્ત ઉભયનું સર્વાગી, સમગ્ર સંતુલિત પાલન થાય છે ખરું? (7) અંતર્લક્ષ્ય, આત્મલક્ષ્યપૂર્વક, ભાવસહિત, જાગૃત , અમૃતાનુષ્ઠાન એવી ધર્મક્રિયા થાય છે ખરી ? (8) આટલા બધા ગચ્છો, સંપ્રદાયો, અન્યોન્યના સુકૃતોની અનુમોદના કરે છે ?' ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતા, એ આનંદઘન કથન અને “ગચ્છ-મતની જે કલ્પના” શ્રીમ-કથન શું કહે છે ? (9) આમાંના ઘણા અંદરોઅંદર લેશો-કષાયો વધારે છે કે ઘટાડે છે ? આ સૌને વીતરાગના મૂળ શુધ્ધાત્મમાર્ગને શોધવા-અપનાવવાની ઝંખના જાગે છે ? તો તેમને વંદના. (10) શ્રીમદ્રસાહિત્યના ઉપર્યુક્ત તટસ્થ અધ્યયન ને ઉન્મુક્ત પરિશીલન કર્યા વિના જ તેમની આશાતના નિંદા કરી કર્મબંધન નથી કરતા ? વર્તમાન શ્રીમજી ક્યાં, કઈ દશામાં છે તે જોવાનું ચૈતન્ય ટેલિવિઝન તેમની પાસે છે? (11) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ જેવા સરળતમ, કાળજયી શ્રીમ-ગ્રંથમાં (એ ગાગરમાં) જૈન દર્શનથી કે અન્ય કોઈ પણ ધર્મ-દર્શનથી વિરૂધ્ધ-વિપરિત શું છે ? એ કોઈ લેખથી કે શાસ્ત્રાર્થથી સિદ્ધ કરી બતાવશે ? વર્તમાનના એક જૈન મત-સ્થાપક પ્રત્યક્ષ ચર્ચામાં આ સિધ્ધ કરી શક્યા નથી, બીજા એક જૈનાચાર્યે પોતાની આશાતનાર્થે લેખિત ક્ષમાપ્રાર્થના કરી છે અને ત્રીજા એક કથિત શાસ્ત્રશબ્દજ્ઞાની મુનિવર એક એક વર્ષથી આ પડકારનો પ્રત્યુત્તર વાળી શક્યા નથી ! અંતે સર્વ પ્રશ્નાર્થીઓના પ્રત્યુત્તરોની પ્રતીક્ષા સાથે, સિધ્ધસમ સર્વ જીવોની અને સતપુરૂષોની અભિવંદના, જેમનું યોગબળ જ આ સકળ વિશ્વનું શ્રેય કરનાર છે. ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ II. - પરમગુરુ કૃપાકિરણ : પ્ર.