________________
શ્રીમદ્જી-ગાંધીજી વિષયક પ્રબુદ્ધ જીવનના
તત્રીશ્રીને પત્ર બેંગલોર, ૨૨-૭-૧૯૭૬
| ૐ વીતરાગાય નમઃ | મુરબ્બીશ્રી ચીમનલાલભાઈ, (અને શ્રી શાંતિભાઈ)
પ્રબુદ્ધ જીવન માટે મંગાવેલું આપનું “રાજપદ' રેકર્ડોના ઉદ્ઘાટન સમયનું તા. પ-૭-૭૬નું ચિંતનીય પ્રવચન આ સાથે જેમનું તેમ (વ્યાકરણ, ઉદાહરણો માત્ર ઠીક ઠીક કરીને) ઉતારીને મોકલ્યું છે – ટેઈપ રેકર્ડ પરથી બે વખત ધ્યાનપૂર્વક સાંભળીને.
ઉક્ત કાર્યક્રમ પહેલાં અને પછી પણ મુંબઈમાં આપને નિરાંતે મળવું હતું. (અંગત અનુભવો ઉપરાંત દેશની પરિસ્થિતિની પ્રવાસ-નિષ્પન અનુભૂત બાબતો ચર્ચવી હતી) પરંતુ અનેકવિધ કામોની લગભગ એકલા પડે રહેલી દોડધામો અને વ્યસ્તતા વચ્ચે વળી ચારેક દિવસની અસ્વસ્થ શરીર સ્થિતિએ પહોંચવા દીધો નહીં. આથી કેટલીક બાબતો – ખાસ કરીને આપના ખૂબ પ્રેરક ને ચિંતનપૂર્ણ પ્રવચનના અનુસંધાનમાં અહીં લખવાની રજા લઉં છું.
પ્રથમ તો (શ્રી શાંતિભાઈની) અપેક્ષા મુજબ પ્રવચન વહેલાસર કે ટૂંકાવીને મોકલી શક્યો નથી એ બદલ ખૂબ ખૂબ લામા ચાહું છું (અહીં પણ ચડેલા કામોની વ્યસ્તતા જ). બીજું આ સારું યે પ્રવચન મને-અમને-સૌને એટલું તો સ્પર્શી ગયું છે કે એને ટૂંકાવવા અંતર માન્યું નથી. શ્રી શાંતિભાઈને ખાસ તો વિનંતિ કે આપ જ ઠીક લાગે ત્યાં ટૂંકાવી લો – જરૂર પડે તો મારી અનુમોદના - પ્રશંસાના શબ્દો બાદ કરો. (માણસની જાત Appreciationની ભૂખી, ને એમાંય કળાકારની જાત તો ખાસ ! Appreciation જેટલી જ Critiscim પ્રત્યે પણ સત્કાર વૃત્તિ હોય તો પાર થઈ જવાય ! આથી જ્યાં પ્રશંસાના શબ્દો છે ત્યાં અંતઃકરણ મને જાગૃત રહેવા સૂચવે છે, એ અહેસંતોષમાં ન લઈ જાય તે સારુ ! અને સૂચનનાં શબ્દો છે ત્યાં સ્વીકારનો ભાવ આપે છે. અસ્તુ) પણ બીજું ખાસ બાદ કરવા - ટૂંકાવવા જેવું મને લાગતું નથી. પ્ર.જી.ની મર્યાદા હશે એ સમજી શકું છું. એથી ઠીક પડે તે રીતે, ઠીક પડે ત્યાં Edit કરવાનું આપ પર છોડું છું.
બીજું - આપને જાણીને આનંદ થશે કે બીજા ઘણાં બધાં શ્લોકો, “પરમાનંદ પંચવિંશતિ' વગેરે સંસ્કૃતના ધીમી લયમાં રેકર્ડ કર્યા છે અને તે જ રીતે બરાબર શ્રીમજી-ગાંધીજી વિષયક પ્રબુદ્ધ જીવનના તંત્રીશ્રીને પત્ર