SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સાક્ષાત્ કલ્પતરુ કલ્યાણપાદપારામ શ્રુતગંગાહિમાચલ વિશ્વાંભોજરવિ સર્વજ્ઞ સર્વદર્શી અનંત ઉપકારક ચરમ તીર્થપતિ પ્રભુ મહાવીરનાં પાવન પાદપદ્મોમાં અનંત અનંત અભિવંદના અને તેમના આવા શ્રીચરણે પ્રશસ્ત ભક્તિરાગે સર્વ-સમર્પિત અનંત લબ્ધિનિધાન શ્રી ગૌતમ સ્વામીને અનેકશઃ ભાવવંદના કે જેમણે "श्री वर्धमानात् त्रिपदिम् अवाप्य, मुहूर्त मात्रेण कृतानि येन । अंगानि पूर्वाणि चतुर्दशानि, स गौतमो यच्छतु वांछितं मे ॥" ત્રિપદીના પૂર્વનિમિત્ત ગણધરવાદની પૂર્વભૂમિકા : પ્રભુના કૈવલ્યજ્ઞાનાંત પ્રથમ દેવ-સન્મુખ દેશનાના અપ્રભાવ-અસાફલ્ય-અનુત્પાદકતા પછીનું અપાપાનગરીનું મહસેન વન... ત્યાં સૃષ્ટિની સર્વોત્તમ સર્વોપરિ સંરચના સમું દેવનિર્મિત સમવસરણ..... તેના ત્રિ-ગઢ, ત્રિ-પર્ષદા, ત્રિ-રત્ન, ત્રિ-છત્ર મધ્યથી નિર્વહતી પરમપ્રભુ મહાવીરની અનહદ અનાહત ૐકાર ધ્વનિ-પ્રસૂત રત્નત્રય પ્રબોધતી ત્રિ-પદીપ્રદાતા દિવ્ય દેશના વાણી-અનંત ભાવ-ભેદો, અનંત નય-નિક્ષેપો-ભંગિમાઓ, સમગ્ર સત્યનાં અનેક સ્વરૂપો, અનેકાંત શૈલીના આત્મ-જાગૃતિકર અપાર અભિગમોથી સભર જગકલ્યાણી વાણી : “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે, સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભાવબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; અહો રાજચંદ્ર ! બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.” (શ્રીમદ્ રાજચંદ્ર) આવી આ મંગલમયી વાણીમાં-અનંત મહિમામયી વાગ્-ગંગામાં પ્રભુ મહાવીરનું સાડાબાર વર્ષનું મહામૌન મુખરિત થઈ અવતર્યું અને પ્રગટ્યો એક પરમ સંવાદ, પ્રભુને પરાજિત કરવા પધારેલા ગર્વભરેલા ગૌતમ ઈન્દ્રભૂતિ આદિ ૧૧ મહાવેદશ પંડિતો સાથેનો વાદ-વિવાદ – જેની સંવાદવાર્તામાં અંતર્યામી અને સમીપસ્થના મનોજ્ઞાતા એવા સર્વજ્ઞ પ્રભુએ અનેકાંતિક સ્યાદ્વાદ-શૈલીનો અદ્ભુત અભૂતપૂર્વ અંતઃપ્રકાશ પાથરીને અને એ પોપટપાઠી, શુષ્કજ્ઞાની, આત્માનુભવશૂન્ય પંડિતોના વિવિધ વેદજ્ઞાનને ‘મિથ્યા’ કહેવાને બદલે તેનો અંતર્નિહિત સમ્યક્ અર્થ આપીને અપાર માધુર્ય અને આત્મસ્નેહપૂર્વક ७० રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy